Advertisement
Author: નોબત સમાચાર

પત્ની-પ્રેમીએ આડખીલી બનતા યુવાનની કરેલી હત્યાના આરોપમાં હાઈકોર્ટમાં અપીલ

સેશન્સ કોર્ટમાં આરોપીઓનો થયો હતો છૂટકારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક યુવાનને કાલાવડ ધોરીમાર્ગ પર સવા વર્ષ પહેલાં એક કેમ્પસ જીપે ટક્કર મારી હતી અને આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી આ બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં ખૂલતા મૃતકના પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીનો છૂટકારો થતાં તે હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. હાઈકોર્ટે અપીલ દાખલ કરી આરોપી પ્રેમી યુગલ સામે વોરંટ કાઢવાનો હુકમ કર્યાે છે.

આ કિસ્સાની વધુ વિગત મુજબ મૂળ કાલાવડના વતની રવિભાઈ ધીરજભાઈ મારકણા નામના યુવાન ગઈ તા.૬-૪-રપના દિને સવારે પોતાના માતા-પિતાને ત્યાં કાલાવડ જવા નીકળ્યા પછી જ્યારે પરત આવતા હતા ત્યારે તેમના બુલેટ મોટરસાયકલને વિજરખી ડેમ પાસે એક મોટરે ઠોકર મારી દીધી હતી. મોટરની ટક્કરથી ફંગોળાયેલા રવિભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધસી ગયેલી પોલીસે શરે કરેલી તપાસ આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા મોટરના ચાલક અક્ષય છગનભાઈ ડાંગરીયાની પૂછપરછ કરતા આ બનાવ પરથી પરદો ઉંચકાયો હતો. અક્ષય અને મૃતક રવિભાઈના પત્ની રીંકલબેન વચ્ચે પ્રેમસંબંધ હોવાનું અને તેમાં રવિ આડખીલી બનતો હોવાથી તેનું કાસળ કાઢી નાખવાનું બંને વ્યક્તિએ નક્કી કર્યા પછી બનાવના દિવસે જ્યારે રવિભાઈ કાલાવડ ગયા ત્યારે પત્ની રીંકલે પોતાના પ્રેમી અક્ષયને તેની જાણ કરી હતી અને રચાયેલા કાવતરા મુજબ રવિ પરત ફરે તેની કેમ્પસ જીપ લઈને અક્ષય ડાંગરીયાએ કાલાવડ ધોરીમાર્ગ પર એક હોટલ નજીક રાહ જોયા પછી જ્યારે રવિભાઈ નીકળ્યા ત્યારે તેને હડફેટે લીધાનું ખૂલતા ચકચાર મચી હતી. પોલીસે અક્ષય ડાંગરીયા તથા રીંકલ સામે ગુન્હો નોંધ્યો હતો. આ પ્રેમીયુગલ જે જે હોટલમાં મળ્યું હતું ત્યાંના ફૂટેજ ઉપરાંત અક્ષય પોતાનું વાહન લઈને જ્યાં રાહ જોઈને ઉભો હતો તે હોટલ તેમજ પેટ્રોલપંપ વગેરેના ફૂટેજ પણ મેળવાયા હતા.

આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે બંને આરોપીને શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતા. આ હુકમથી નારાજ થઈ ફરિયાદ પક્ષે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ નોંધાવી છે. હાઈકોર્ટે અપીલ દાખલ કરી બંને આરોપી સામે જામીનલાયક વોરંટ ઈસ્યુ કર્યા છે. ફરિયાદી તરફથી વકીલ વી.એચ. કનારા, રાહુલ ધોળકીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh