Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરનો ચાલક ઉતરીને નાસી ગયોઃ
ભાણવડ તા. ૯: ભાણવડના રણજીતપરામાંથી પસાર થતી એક મોટરમાંથી પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ કબજે કર્યાે છે. પોલીસને જોઈને નાસેલી આ મોટરનો ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. તે દરમિયાન મોટરનો ચાલક નાસી જવામાં સફળ થયો હતો.
ભાણવડ શહેરના રણજીતપરા વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ વી.કે. કોઠીયાના વડપણ હેઠળ નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જીજે-૧ર-જે ૪૦૦૬ નંબરની સ્વીફટ મોટર નીકળી હતી. તેને ઉભી રાખવા ઈશારો કરાતા મોટર ફૂલસ્પીડમાં ભગાડી મૂકવામાં આવી હતી.
આ મોટરનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા પછી દુધેશ્વર મંદિર નજીક મોટરને આંતરી લીધી હતી. તેનો ચાલક મોટર મૂકી નાસી ગયો હતો. મોટરની પોલીસે તલાશી લેતા તેમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે મોટર, દારૂ મળી રૂ।.૩,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને મોટર ચાલકની શોધ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial