Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં
જામનગર તા. ૯: જામનગરની જિલ્લા પંંચાયતની બીજી ખાસ સામાન્ય બેઠકમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવે પ્રોટોકોલ ભંગ કર્યો હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
આપણી લોકશાહી પ્રણાલીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યોજાતી જનરલ બોર્ડની બેઠકો દરમ્યાન સભાગૃહમાં ચોક્કસ નીતિ નિયમો સાથે પ્રોટોકોલનું ચૂસ્તપણે પાલન કરવાનું હોય છે.
પણ...જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભાગૃહમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા, ડીડીઓ સહિતના અધિકારીઓની બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત હોવા છતાં ગત સામાન્ય સભામાં જિ.પં.ના મહિલા પ્રમુખના પતિદેવ ડીડીઓની પાસેની ખુરશીમાં બિરાજમાન થઈ ગયા હતા અને સરેઆમ સભાગૃહના પ્રોટોકોલના ભંગ કરી સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામતની અને ઉચ્ચ પદો પર મહિલાઓ માટે રોટેશનથી અનામતની જોગવાઈના કારણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સંસ્થાઓમાં મહિલા સભ્યના પતિદેવો જ જાણે ચૂંટાયા હોય તેમ જે તે સંસ્થાના કાર્યાલયમાં, હોદ્દેદાર મહિલાની ચેમ્બરમાં બેસીને ખુલ્લેઆમ 'વહીવટ' કરતા હોવાના અનેક કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. મહિલા સશક્તિકરણના ઉમદા હેતુનો અહીં હાસ્યાસ્પદ રીતે ફિયાસ્કો તો થાય છે પણ સાથે સાથે આ સંસ્થાઓમાં ગેરવહીવટ, મનસ્વી વર્તન, ભ્રષ્ટાચાર જેવા પ્રકરણો પણ બની રહ્યા છે.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિ.પં. પ્રમુખે કરેલા પ્રોટોકોલ ભંગની સામે ભાજપના મોવડીમંડળે યોગ્ય અને ક્ડક કાર્યવાહી કરવી પડશે. નહીંતર આવી હકરતોમાંથી દુષ્પ્રેરણા લઈ અન્ય સંસ્થાઓમાં પણ પદાધિકારી મહિલાના સ્થાને જ પતિદેવો બિરાજમાન થતા જોવા મળશે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial