Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી સામે નોંધાયેલા છે ર૬ ગુન્હાઃ
જામનગર તા. ૯: જામનગરના બેડેશ્વર નજીકના ગરીબનગર પાણાખાણમાં રહેતા એક શખ્સના મકાનમાંથી એલસીબીએ બે ચોરાઉ બાઈક કબજે કર્યા છે. આ શખ્સે બંને વાહનની ચોરીની કબૂલાત આપી છે. રૂ।.૯૦ હજારના વાહન કબજે કરાયા છે. આ શખ્સ સામે બે પોલીસ સ્ટેશનમાં કુલ ર૬ ગુન્હા નોંધાયેલા છે.
જામનગરના એલસીબી સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન બેડેશ્વર નજીક ગરીબનગર પાણાખાણમાં રહેતા એક શખ્સના મકાનમાં બે ચોરાઉ મોટરસાયકલ રાખવામાં આવ્યા હોવાની બાતમી સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે ગરીબનગર પાણાખાણમાં સદામ અનવરભાઈ સાયચા ઉર્ફે સદામડી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ શખ્સના મકાનમાંથી ચોરી કરીને મેળવાયેલુ એક હીરો મોટરસાયકલ તથા યામાહા કંપનીનંુ આર-૧પ મોટરસાયકલ મળી આવ્યું હતું. તે વાહનો અંગે પૂછપરછ કરાતા એક વાહન સિટી બી ડિવિઝન અને બીજુ વાહન બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોર્યાની સદામ સાયચાએ કબૂલાત આપી છે. રૂ।.૯૦ હજારના બે વાહન કબજે કરી આરોપીની અટકાયત કરાઈ છે. આ શખ્સ સામે સિટી બી ડિવિઝનમાં ચોરીની ૧૬ ઉપરાંત હથિયાર રાખવા, દારૂબંધી ભંગ સહિતના કુલ ર૬ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial