Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રક્તદાન કેમ્પમાં પ૦પ બોટલ રક્ત એકત્ર થયું:
મીઠાપુર તા. ૭: મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં યોજાયેલા નિઃશુલ્ક નિદાન કેમ્પ અને મહા રક્તદાન કેમ્પને જંગી પ્રતિસાદ મળ્યો હતો.
મીઠાપુર હોસ્પિટલ, ટાટા કેમકિલ્સ લિમિટેડ અને સ્ટલિંગ હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજે મીઠાપુર હોસ્પિટલમાં નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને સેવાકીય કાર્યક્રમોને નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ટાટા કેમિકલ્સ, મીઠાપુરના સાઈટ હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ મિ. રેનોરાજના હસ્તે રિબન કાપીને કરવામાં આવી હતી.
આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ન્યૂરોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટીકલ કેર મેડિસિન, કેન્સર, ગેસ્ટ્રો-લિવર સર્જરી, નેફ્રોલોજી, શ્વસન રોગો તથા ઈએનટી સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ ૧,૩પ૦ દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. સાથે જ યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ પ૦પ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.
આ સમગ્ર સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે મીઠાપુર ટાટા હોસ્પિટલના હેડ ડો. દિવ્યેશભાઈ, હોસ્પિટલના સમગ્ર સ્ટાફ તેમજ તમામ વોલિયન્ટર ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઊઠાવી હતી.
આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપના તમામ રક્તદાઓ, તબીબો, સ્વયંસેવકો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial