Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ઘરે આવી સીસીટીવી કેમેરો તોડ્યોઃ સંતાનને ઉપાડી જવાની ધમકીઃ
જામનગર તા. ૨૨: જામનગરના કૈલાસનગરમાં રહેતા એક આસામીએ ત્રણ શખ્સ પાસેથી રૂ।.૬૫ લાખનો અને બે આસામી પાસેથી રૂ।.૩૦ લાખનો ભંગાર ઉધાર લીધા પછી રૂ।.૧૦ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં રૂ।.૯પ લાખની ઉઘરાણી કરી આઠ શખ્સે આસામીના પત્નીની સહી કરેલા બાવીસ ચેક બળજબરીથી પડાવી લઈ સંતાનોને ઉપાડી જવાની ધમકી આપવા ઉપરાંત એક શખ્સે ઘરે આવી સીસીટીવી કેમેરામાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઠેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જામનગરના ગોકુલ નગરથી આગળ આવેલા હરિયા કોલેજ રોડ પર કૈલાસનગરમાં શેરી નં.પમાં વસવાટ કરતા નરેશભાઈ વિરજીભાઈ મેંદપરા નામના આસામીએ કેટલાક સમય પહેલાં સુભાષ રાવલીયા, વિશાલ લગારીયા, નિલેશ ડાંગર નામના ત્રણ આસામી પાસેથી રૂ।.૬પ લાખનો ભંગાર વેચાતો લીધો હતો. તે ઉપરાંત ચેતન રાવલીયા, સાગર કંડોરીયા પાસેથી પણ રૂ।.૩૦ લાખનો ભંગાર નરેશભાઈએ મેળવ્યો હતો.
આમ કુલ રૂ।.૯પ લાખ નરેશભાઈએ ચૂકવવાના બાકી હતા. જેમાંથી રૂ।.૧૦ લાખ વિશાલ તથા જયદીપ લગારીયાને ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વિશાલ લગારીયા, ચેતન રાવલીયા, નિલેશ સુભાષ રાવલીયા, જયદીપ લગારીયા, દીવુભા, સાગર નામના આઠ શખ્સોએ ઉઘરાણી યથાવત રાખી હતી.
અવારનવાર પૈસા માંગતા રહેતા આ શખ્સોએ નરેશભાઈને ઢીકાપાટુથી માર માર્યાે હતો અને તેમની પાસેથી તેમની પત્નીની સહી કરેલા બાવીસ કોરા ચેક બળજબરીથી અને ભયમાં મૂકીને પડાવી લીધા હતા. આટલેથી જ ન અટકેલા આ શખ્સોએ પૈસા આપવામાં ન આવે તો નરેશભાઈના સંતાનોને ઉપાડી જવાની ધમકી પણ આપી હતી અને સુભાષ રાવલીયાએ કૈલાસનગરમાં નરેશભાઈના ઘરે જઈ ત્યાં મૂકવામાં આવેલા એક સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી નુકસાન સર્જયું હતું. ઉપરોક્ત બાબતથી વાજ આવી ગયેલા નરેશભાઈએ ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.બી. ડાભીએ આઠેય શખ્સની ધરપકડ માટે તજવીજ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial