Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેલ અને ચોખાનો પુરવઠો પૂરતો નહીં મળતો હોય
જામનગર તા. ૨૨: જામનગરની કેટલીક આંગણવાડીમાં તેલ, ચોખાનો જથ્થો ઓછો સપ્લાય થતો હોવાથી બાળકોને એક જ વખત નાસ્તો આપવામાં આવે છે. જો કે, અધિકારીએ આ બાબતને નકારી કાઢી હતી.
જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અનેક આંગણવાડી કાર્યરત છે. જ્યાં નાના ભુલકાઓને શિક્ષણ આપવામાં આવે છે. સાથે જ બે વખત નાસ્તો પણ પીરસવામાં આવે છે. પરંતુ છેલ્લા અમુક દિવસથી એક જ વખત બાળકોને નાસ્તો પીરસવામાં આવે છે. આ અંગેની તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે ચોખા અને તેલની સપ્લાય ઓછી થતી હોવાથી નાસ્તો એક જ વખત પીરસવામાં આવે છે. આ બાબતે આંગણવાડી બહેનો દ્વારા ઉપરી અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.
બીજી તરફ આ અંગે અધિકારી શોર્ટ સપ્લાયનો ઈન્કાર કરી રહ્યા છે. અને કદાચ કોઈ એકાદ-બે આંગણવાડીમાં સ્ટાફ રજા પર હોય તો આવું બની શકે. પરંતુ ચોખા અને તેલની સપ્લાયની કોઈ શોર્ટેજ રહી નથી તેમ જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial