Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા યાત્રાધામમાં જગતમંદિર સંલગ્ન આવેલ શારદાપીઠમાં સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતીની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન તથા નારાયણાનંદ બ્રહ્મચારીજીના નેજા હેઠળ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે શારદાપીઠ શંકરાચાર્ય મઠ, દ્વારકામાં આવેલ ગુરુગાદીમાં ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન તથા ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉન્નત શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોના આશીર્વાદ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં બહોળી સંખ્યામાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ તથા શહેરના નામાંકિત અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિય ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial