Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મજૂરો સૂતા રહ્યા'ને ર૩ હજારની મત્તા ગઈઃ
જામનગર તા. ૨૨: દ્વારકાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર બરડીયા ગામ પાસે ચાલી રહેલા બાંધકામ પર મજૂરીકામ કરતા કેટલાક પરપ્રાંતીય શ્રમિકો બારણા વગરના ખુલ્લા હોલમાં રવિવારની રાત્રે સૂતા હતા. તે દરમિયાન કોઈ તસ્કરે એક શ્રમિકના થેલામાંથી રૂ।.૧૩ હજાર રોકડા અને બે શ્રમિકના કુલ રૂ।.૧૦ હજારના બે મોબાઈલની ચોરી કર્યાની ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા બરડીયા ગામ પાસે એક હોટલ નજીક ઈમારતનું સેન્ટીંગ કામ કરી ત્યાં જ વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાના સીધોત ગામના વતની નંદલાલ બુલાભાઈ ચૌહાણ નામના શ્રમિક તથા અન્ય વ્યક્તિઓ રવિવારની રાત્રે દરવાજા વગરના ખુલ્લા હોલમાં નિદ્રાધીન થયા હતા.
તે પછી સવારના પાંચ વાગ્યા દરમિયાન આ સ્થળે ઘૂસી આવેલા કોઈ શખ્સે નંદલાલનો થેલો ફંફોળી તેમાંથી રૂ।.૧૩ હજાર રોકડા ચોરી કરી લીધા હતા. જ્યારે બાજુમાં પડેલા રામ ઈકબાલ રામાયણ ચૌહાણ નામના શ્રમિકનો અને રતીલાલનો રૂ।.પ-પ હજારની કિંમતનો મોબાઈલ પણ તફડાવી લઈ આ તસ્કર નાસી ગયો હતો. સોમવારે સવારે નંદલાલને તેની જાણ થયા પછી તેણે ગઈકાલે રાત્રે દ્વારકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ।.૨૩ હજારની મત્તા ચોરી જનાર અજાણ્યા તસ્કરના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial