Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉમેદવારો સિવાય કોઈ પ્રજાજનને રસ જ નથી !
જામનગર તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે માત્ર ૩ દિવસ જ બાકી રહ્યા છે પરંતુ હજુ પણ ચૂંટણીનો ટેમ્પો જામતો નથી અને ઉમેદવાર સિવાય કોઈને ઉત્સાહ ના હોવાની સ્થિતિ છે !!
ખંભાળીયા નગર પાલિકામાં જોઈએ તો મોટાભાગના સ્થળે ઉમેદવારો નવા છે તો ક્યાંક હાલના સત્તાધારીઓ પૈકી કેટલાક ટિકિટમાં કપાઈ ગયા છે, કેટલાકે લીધી નથી તો નવા નિશાળીયા જતાં લોકો ગંદકી, કચરો, રોડ રસ્તાની વ્યાપક ફરિયાદો કરે છે !!
સામાન્ય રીતે દિવસો પહેલા રોજ રાત્રે મિટિંગો જુદા જુદા વિસ્તારમાં બેઠકો તથા દુકાનો અને ઘરે-ઘરે સંપર્ક થવાના ચાલુ થઈ જાય છે પરંતુ હજુ કેટલાયે વોર્ડ એવા છે જ્યાં ઉમેદવારો ડોકાયા જ નથી !! તો મતદારો ભારે નીરસ હોય, તથા ગ્રામ્ય પંથકમાં પણ આકરો ઉનાળો મતદારોની નીરસતામાં બહુ મોટો પ્રભાવ મતદાન પર પાડશે. ગ્રામ્ય પંથકમાં ડોર-ટુ-ડોર સપર્ક શહેરના પ્રમાણમાં વધુ છે તો ભારે ફાઈટ તથા મહત્વની બેઠકો વાડીનાર, વેરાડ, ભાડથર, નંદાણા, રાણ, મોટા કાલાવડ, વડત્રા, ધરમપુર, હર્ષદપુર વગેરેમાં ઉમેદવારો મજબૂત હોય થોડું ચૂંટણી જેવું લાગે છે, બાકી નીરસતાનું વાતાવરણ ઉમેદવારોને અકળાવી રહ્યું છે. મતદાનને ત્રણ દિવસ બાકી હોય, ઉત્સાહ જોવા મળતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial