Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર જિલ્લાની જેલમાં ધકેલતી એસઓજીઃ
જામનગર તા. ૨૨: જોડિયામાં રહેતા ચાર શખ્સ સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ શખ્સોને પાંજરે પૂરવા માટેની દરખાસ્ત એસઓજીએ તૈયાર કર્યા પછી મંજૂર કરાતા ચારેય શખ્સને જુદા જુદા ચાર જિલ્લાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં અવારનવાર કેફી પદાર્થના વેચાણ કે હેરાફેરી કરતા રહેતા તત્ત્વો પર બાજનજર રાખવા અને આવા શખ્સો સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ આપેલી સૂચનાના પગલે એસઓજી પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળ પીએસઆઈ એલ.એમ. ઝેર, પીએસઆઈ એ.વી. ખેર તથા ટીમે આવા શખ્સો અંગે ચકાસણી હાથ ધરી હતી.
તે દરમિયાન જોડીયા શહેરના મોટાવાસમાં રહેતા ફરીદ બશીર ખોડ, અજીઝ મામદ ગાધ, અસગર ગની પલેજા, નુરમામદ સીદીક છરેચા ઉર્ફે નુરા નામના ચાર શખ્સ સામે પીઆઈટી એનડીપીએસ અંગે દરખાસ્ત તૈયાર કરાઈ હતી. તેને મંજૂરી આપવામાં આવતા ઉપરોક્ત ચારેય શખ્સને અટકાયતમાં લેવાયા પછી અમદાવાદ, વડોદરા, સુરત તથા ભુજની જેલમાં ધકેલી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial