Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લાખોટા લેક પર આવનારા નાગરિકોને ગીતો દ્વારા મતદાનનો સંદેશો

'મતદાન કરવું આપણી ફરજ' ના સંદેશા પ્રસારિતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર જિલ્લાનાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે દરરોજ નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. અને જામનગર જિલ્લાના ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યા દ્વારા વધુને વધુ મતદાન થાય, તે માટેના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહૃાા છે, તે અંતર્ગત જામનગર શહેરના પ્રખ્યાત લાખોટા લેકમાં મોર્નિંગ વોક માટે આવતા નાગરિકોને મતદાન અંગે પ્રેરિત કરવા માટે એક અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

લાખોટા લેકની મધ્યસ્થ જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં દરરોજ સવારે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી તેમજ સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી મતદાર જાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવામાં આવે છે. મોર્નિંગ વોક કે સાંજના સમયે ફરવા આવનારા નાગરિકો આ અવાજ દ્વારા મતદાન અંગે પ્રેરણા મેળવી શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.

આ અવાજ પ્રસારણમાં ખાસ કરીને મતદાન કરવાનું મહત્ત્વ સમજાવતા ગીતો અને સંદેશાઓ રજૂ કરવામાં આવે છે, જેમાં આવનારી ૨૬મી તારીખે મતદાનના પર્વને લોકશાહીનો મહોત્સવ તરીકે ઉજવવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે. મતદાન કરવું આપણી ફરજ જેવા સંદેશાઓ સંગીતમય સ્વરૂપમાં રજૂ થતાં લોકો પર સકારાત્મક અસર પડે તેવો વિશ્વાસ જિલ્લા તંત્ર વ્યક્ત કરી રહૃાું છે.

જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી વિવિધ પંડ્યા અને તેઓની સમગ્ર ટીમનો હેતુ એ છે કે સ્વાસ્થ્ય માટે મોર્નિંગ વોક કરવા આવતા નાગરિકો પોતાના મતાધિકારનો પણ યોગ્ય ઉપયોગ કરે અને મતદાનના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh