Advertisement
Author: નોબત સમાચાર

જડેશ્વર પાર્કમાં હિન્દીભાષી યુવાનને ચાર શખ્સે લમધાર્યાે: પગમાં છરી હુલાવાઈ

મારના ડરથી ભાગેલા યુવાનનો ફિલ્મીઢબે પીછો કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના રણજીતસાગર રોડ પર એક સોસાયટીમાં ગઈરાત્રે ચાલીને જતાં હિન્દી ભાષી યુવકને ચાર શખ્સે ગુજરાતીમાં કંઈક પૂછ્યા પછી હિન્દીમાં જવાબ મળતા આ યુવકને ધોકાવાયો હતો. તે પછી મારના ડરથી નાસવા માંડેલા આ યુવક તથા તેના મિત્ર પર કુલ સાત શખ્સ તૂટી પડ્યા હતા. જેમાંથી એકે છરીનો ઘા પગમાં ઝીંકી દીધો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટીમાં હિતેશ તથા કાળુ નામના બે યુવાન ગઈકાલે રાત્રે ચાલીને જડેશ્વર પાર્ક પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં આવેલી સોડાની એક દુકાન નજીક ચાર શખ્સ મોટરસાયકલ પર બેઠા હતા. જેમાંથી એક શખ્સે હિતેશને બોલાવીને ગુજરાતી ભાષામાં કંઈક પૂછયું હતું અને તે ભાષા નહીં સમજાતા હિતેશે હિન્દીમાં જવાબ આપ્યો હતો.

આ જવાબમાં ઉપરોક્ત શખ્સોને હિતેશ ગાળો આપી રહ્યો છે તેમ સમજી ઘનશ્યામ, ઓમદેવ, ચિરાગ, હીરેન નામના ચાર શખ્સે ગાળો ભાંડી માર માર્યાે હતો. તે પછી હિતેશ અને કાળુ ફરીથી ચાલતા થયા હતા. તેની પાછળ ઉપરોક્ત ચાર શખ્સ અને મીહિર, વંશરાજ, ભાવિરાજ નામના કુલ સાત શખ્સ સ્કૂટર તથા મોટરસાયકલમાં આવ્યા હતા અને ધોકા તથા પટાથી હિતેશને આ શખ્સોએ ધોકાવી નાખ્યો હતો. મારથી બચવા માટે હિતેશે દોટ મૂકતા એક શખ્સે તેની પાછળ જઈ પગમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. સાતેય હુમલાખોર સામે બસંતીબેન સુરેશભાઈ ડામોરે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh