Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યસત્ર ચૂંટણી, ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા અને યુદ્ધમાં જંગી નુકસાન થતા પોતાની શરતે
વોશિંગ્ટન / તહેરાન તા. રરઃ ચારે બાજુથી ઘેરાયેલા ટ્રમ્પને હવે ઈરાન સાથે યુદ્ધ ખતમ કર્યુ છે, પરંતુ પોતાની શરતો મનાવીને હાથ પણ ઉંચો રાખવો છે, જેનાથી સતર્ક ઈરાને નનૈયો ભણી દેતા અમેરિકા સલવાયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી, પરંતુ ઈરાન તેને એકપક્ષીય ગણાવીને નકારી રહ્યું છે, તેના કારણોમાં અમેરિકામાં આગામી મધ્યસત્ર ચૂંટણીઓ, ટ્રમ્પની ઘટતી મંજૂરી રેટિંગ અને શસ્ત્રોની અછતનો તથા અમેરિકન સૈન્યની ઘટતી તાકાત હોવાનું માનવામાં આવે છે.
વિશ્લેષકોના તારણો મુજબ અમેરિકાએ ઈરાન વિરૂદ્ધ કાર્યવાહી દરમિયાન તેની મુખ્ય મિસાઈલ સિસ્ટમનો નોંધપાત્ર ભાગ વાપરી નાખ્યો છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઈએસ) ના અહેવાલ મુજબ અમેરિકાએ થાડ અને પેટ્રિઓટ જેવી એર ડિફેન્સ મિસાઈલોનો લગભગ અડધો સ્ટોક પહેલેથી જ ખતમ કરી દીધો છે. આ યુદ્ધમાં પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલ, ટોમાહોક્સ અને અન્ય અદ્યતન શસ્ત્રોનો નોંધપાત્ર ભાગ પહેલાથી ઉપયોગમાં લેવાયો છે, એવો અંદાજ છે કે કેટલીક મિસાઈલ સિસ્ટમના ૩૦ થી પ૦ ટકા સ્ટોક ખતમ થઈ ગયો છે.
જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો અમેરિકાને નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ શસ્ત્રોને તેમના પહેલાના સ્તેર પુનઃસ્થાપિત કરવામાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે.
જો ચીન સાથે બીજો મોટો સંઘર્ષ થાય, તો અમેરિકા પહેલા જેટલું તૈયાર નહીં હોય. બીજું એક મોટું કારણ એ છે કે, અમેરિકામાં નવેમ્બર સુધીમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે. ટ્રમ્પની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. તાજેતરના એક સર્વેમાં તેમનું મંજૂરી રેટિંગ ઘટીને લગભગ ૩પ ટકા થઈ ગયું છે. જે તેમના માટે એક મોટો ફટકો છે.
યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણયને સુરક્ષા સમાધાનની દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી વાટાઘાટો માટે વધુ સમય મળે છે. જો કે, સમસ્યા અ છે કે ઈરાન આ દબાણ સામે ઝુકવા તૈયાર નથી. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ એકપક્ષીય નિર્ણય સ્વીકારશે નહીં.
ટ્રમ્પ ઈરાનના મુદ્દે ભેરવાઈ ગયા છે અને અનેક મોરચે ઘેરાયેલા છે જેમાં યુદ્ધનું દબાણ, શસ્ત્રો અંગે ચિંતા, જાહેર ગુસ્સો અને ચૂંટણીનો ડરનો સમાવેશ થાય છે. પરિણામે, તેમના દ્વારા લેવામાં આવતી દરેક ચાલ હવે ફકત લશ્કરી જ નહીં પરંતુ રાજકીય ગણતરીઓ પર આધારિત છે. ટ્રમ્પે સત્તાની બહાર નહીં, પરંતુ જરૂરિયાતની બહાર યુદ્ધ વિરામ લંબાવ્યો છે. રાજદ્વારી મડાગાંઠ, ઈરાનમાં આંતરિક અશાંતિ અને મોંઘા યુદ્ધના ભય વચ્ચે સમય ખરીદવો પણ એક પરિબળ બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial