Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સામેની તપાસ નાયબ સચિવને સોંપાઈ

અરજદારને પાઠવવામાં આવ્યો પ્રત્યુત્તરઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૨: દ્વારકા નજીકના નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સામે એક આસામીએ લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી કરવા ઉપરાછાપરી બે વખત વડાપ્રધાન કાર્યાલયમાં રજૂઆત કર્યા પછી રાજ્યના જમીન સંપાદન વિભાગના નાયબ સચિવને તેની તપાસ સોંપાઈ હોવાનો પ્રત્યુત્તર મળવા પામ્યો છે.

દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ પર ગેરવહીવટથી માંડીને અન્ય મળી કુલ રૂ।.૭૦૦ કરોડના ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા છે. અદાલતના આદેશ મુજબ પ્રાંત અધિકારી દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીના ઓર્ડરમાં પણ વિવાદિત જમીન સરકારી હોવાનું દર્શાવાયા પછી ઉપરોક્ત ટ્રસ્ટીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની માગણી પ્રબળ બની હતી.

આ પછી પણ તંત્રની નીતિ ઢીલી રહેતા પરેશભારથી કેશુભારથી ગોસાઈએ વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કર્યા પછી બીજી વખત રજૂઆત કરવી પડી હતી. તેના સંદર્ભે તપાસ માટે રાજ્યના જમીન સંપાદન વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલને તપાસ સોંપવામાં આવી છે તેવો પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh