Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોરથી સાંજ સુધીમાં તાળું તોડી ચોરી કરાઈઃ
જામનગર તા. ૨૨: જામનગરના સરલાબેન ત્રિવેદી આવાસ પાછળ આવેલા અર્ચના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા મૂળ અમરેલી જિલ્લાના વતની અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક આસામીના ફલેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરે રૂ।.૮૦ હજાર રોકડાની ચોરી કરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડથી ગોલ્ડન સિટી તરફ જવાના રસ્તા પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસની પાછળ અર્ચના એપાર્ટમેન્ટમાં ૧૦૫ નંબરના બ્લોકમાં ભાડેથી રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા કૃણાલભાઈ વિનુભાઈ મેસીયા નામના આસામી ગયા શનિવારે પોતાની નોકરી પર ગયા હતા.
તે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા દરમિયાન તેમના ફલેટમાં કોઈ તસ્કર ઘૂસી ગયો હતો. મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરે ખાંખાખોળા કર્યા પછી કબાટ ખોલી નાખ્યો હતો અને તેમાં રાખેલો પ્લાસ્ટિકનો ડબ્બો કાઢી લઈ તેમાં મૂકવામાં આવેલી રૂ।.૮૦ હજારની રોકડ ઉઠાવી લીધી હતી.
ઉપરોક્ત બાબતની ફરિયાદ કૃણાલભાઈએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પીએસઆઈ કે.એચ. ચાવડાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial