Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન પાસે હજુ પણ ૬૦ ટકા મિસાઈલ લોન્ચર, ૪૦ ટકા ડ્રોન સહિતની જંગી યુદ્ધ સામગ્રીનો ભંડાર

વાટાઘાટો નિષ્ફળ જાય તો સ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છેઃ ક્રૂડની તંગીથી વધતી ચિંતા

                                                                                                                                                                                                      

વોશિંગટન તા. ૨૨:   અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ છે તેથી માર્કેટ ચિંતિત છે. ઈરાનનો ૭૦ ટકા શસ્ત્ર ભંડાર અકબંધ હોવાના અહેવાલો છે.

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એક વાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધ વિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અચિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે. જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણાં અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો મોટો જથ્થો બચ્યો છે કે તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે. ઈરાન પાસે હવે પણ આશરે ૪૦ ટકા ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે. મિસાઈલ લોન્ચર ૬૦ ટકાથી વધુ સુરક્ષિત અથવા રિકવર થઈ ચૂકયા છે. જો કાટમાળમાં દબાયેલા હથિયારોને કાઢવામાં આવે, તો આંકડો ૭૦ ટકા સુધી હોઈ શકે છે. આ કોઈ સામાન્ય સૈન્ય બચત નથી. ખાસ કરીને શાહેદ-૧૩૬ જેવા ડ્રોન, જેમને મોટા પાયે અને અત્યંત ઓછી કિંમતે તૈયાર કરવામાં આવે છે. ઈરાનની અસલી તાકાત બનીને ઉભરી આવ્યા છે. આ ડ્રોન ભલે આધુનિક યુદ્ધ જહાજો દ્વારા તોડી પડાયા હોય, પરંતુ સામાન્ય વેપારી જહાજો પાસે તેમના સામે કોઈ મજબૂત સુરક્ષા હોતી નથી. હોર્મુઝની ખાડી માત્ર એક દરિયાઈ રસ્તો નથી, પરંતુ દુનિયાની ઉર્જા પુરવઠાની જીવાદોરી છે. વૈશ્વિક ક્રૂડ સપ્લાયનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. જો આ રસ્તો અવરોધાય, તો તેની અસર દરેક દેશ પર પડશે. ઈરાન આ અગાઉ પણ ઈરાક યુદ્ધ દરમ્યાન આ જળમાર્ગમાં માઈન બિછાવીને અવરોધવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. પરંતુ હવે તેની પાસે વધુ ઉન્નત હથિયારો છે. મિસાઈલ અને ડ્રોન છે જે સીધા ટકરાવ પર શિપિંગને રોકી શકે છે.

જો યુદ્ધ વિરામ બાદ ફરીથી જંગ શરૂ થાય, તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પડકાર વધુ ગંભીર બની શકે છે. જો હોર્મુઝમાં તણાવ વધે અથવા શિપિંગ અવરોધાય, તો કાચા ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આનાથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. જો ઈરાન જવાબમાં દરિયાઈ રસ્તાઓને નિશાન બનાવે તો અમેરિકા પર મોટા પાયે સૈન્ય હસ્તક્ષેપનું દબાણ વધશે. ચીન, યુરોપ અને ખાડી દેશો આ સંઘર્ષથી સીધા પ્રભાવિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકા પર વૈશ્વિક દબાણ વધશે કે પરિસ્થિતિને નિયંત્રિત કરે. શાંતિ વાર્તા અટકી છે. યુદ્ધનો ખતરો યથાવત છે. ઈરાનની બચેલી તાકાત અને સસ્તા ડ્રોન વૈશ્વિક સ્થિરતા માટે મોટો પડકાર છે. ઈરાનની સૈન્ય ક્ષમતા હજી પણ મજબૂત છે. અમેરિકી સૈન્ય કાર્યવાહી (ઘણા અઠવાડિયા) બાદ પણ ઈરાનની સૈન્ય ક્ષમતા આકલનથી વધુ બચી છે. ઈરાનની સૈન્ય કાર્યવાહી, શાંત હૂમલાઓ બાદ પણ ઈરાન શાંત બેઠુ નથી. ઈરાન પાસે તેનું હાર્ડવેર અને સંસાધનો હજુ પણ સુરક્ષિત છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ઈરાનની સૈન્ય તાકાત પૂરી રીતે ખતમ નથી થઈ. જે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ ઈરાન પાસે હજુ પણ મહત્ત્વની સૈન્ય સંપત્તિ ઉપલબ્ધ છે. આશરે ૪૦ ટકા ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે. મિસાઈલ લોન્ચર ૬૦ ટકાથી વધુ સુરક્ષિત છે (કાટમાળમાંથી કાઢયા બાદ આ આંકડો વધી શકે છે.) ઈરાનનું શહેદ-૧૩૬ ડ્રોન તેની સૌથી મોટી તાકત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh