Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલમાં પણ આરોપીની સજા યથાવત્:
જામનગર તા. ૨૨: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક આસામીએ પાડોશમાં રહેતા એક્સ આર્મીમેન સામે રૂ।.ર લાખ ર૦ હજારના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલ ચાલી જતાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા કાદર અબ્બાસભાઈ કમોરા નામના આસામીના પાડોશી અને એક્સ આર્મીમેન ટેકબહાદુર સબરજીતે મકાન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જેમાં પૈસાની જરૂર પડતા ટેકબહાદુરે રૂ।.૨ લાખ ર૦ હજાર કાદરભાઈ પાસેથી હાથઉછીના લીધા હતા.
આ રકમની પરત ચૂકવણી માટે ટેકબહાદુરે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કાદરભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ટેકબહાદુર સબરજીતને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ।.ર લાખ ૨૦ હજારનો દંડ ફટકાર્યાે હતો. દંડની રકમ ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો. તે હુકમ સામે ટેકબહાદુરે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
તે અપીલ ચાલી જતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નીચેની અદાલતનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ ભાવિકાબેન જોષી, સંજય દાઉદીયા, બ્રિજરાજસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial