Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના દરિયા કિનારે ઉછળતા મોજા

ધાબડિયું વાતાવરણઃ મેઘરાજાનો ઈન્તેજાર

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૯: દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણમાં મેઘરાજા સતત હાથતાળી આપી રહયા હોય ખેડૂતોએ વાવણી સહિત તમામ કામગીરી પૂર્ણ કરી લીધી હોવાની સ્થિતિમાં આકાશમાંથી અમિવૃષ્ટિની કાગના ડોળે વાટ જોઈ    રહ્યા છે.

સતત ધ્રાબડિયા વાતાવરણ છતાં જિલ્લાભરમાં ખાસ કરીને દ્વારકા પંથકમાં સિઝન દરમ્યાન બિલકુલ વરસાદ પડયો ન હોય બફારાના માહોલમાં પહેલા વરસાદની વાટ જોવાઈ રહી છે. આ સાથે અરબી સમુદ્રમાં પણ જબરદસ્ત કરન્ટ જોવા મળી રહયો છે અને દ્વારકાના દરિયાકિનારાના વિસ્તારો ગોમતી ઘાટ, પંચકુઈ બીચ, સંગમનારાયણ બીચ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર બીચ, રૂપેણ બંદર સહિતના કાંઠાળા વિસ્તારોમાં ૧૫ થી ૨૦ ફુટ ઊંચા ઉછળતા મોજાઓ જોવા મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh