Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૩ એપ્રિલ, ગુરૂવાર અને વૈશાખ સુદ સાતમનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ આવેે.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃથી  સંભાળવું પડે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ અવવાથી રાહત રહે. રાજકિય-સરકારી કામ અંગે મુલાકાત  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધધામાં આવક જણાય. કુટુંબ-પરિવારના સહકારથી  કામ ઉકેલાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં ઉપરી-સહકાર્ય વર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન  સાવધાનીથી ચલાવવું.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૫

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં હરિફવર્ગ,ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના  લીધે નાણાભીડ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર  મળી રહેતા રાહત થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર ન પડે તેની તકેદારી રાખવી. સામાજિક  કામમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૬

 

Capricorn (મકર: ખ-જ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના  કામમાં પ્રગતિ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના  કામમાં સરળતા રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સિઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જતા આવક થાય. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh