Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શત્રુલ્યસિંહજીએ વર્ષ ૧૯૬ર ના વર્ષમાં પોતાની કાઉન્ટી મેચના સ્મરણો વાગોળ્યા
જામનગર તા. ૭: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચમાં ભારતનો રોમાંચક વિજય થયો અને પાંચ ટેસ્ટની શ્રેણી સરભર થઈ તે અંગે પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો છે.
તાજેતરમાં થયેલી મારી મિત્રતાની ભેટ રૂપે મેળવેલ ખૂબસુંદર મોટી સ્ક્રીનવાળી ટી.વી. મળવાના કારણે હું અંદાજે દસેક વર્ષ પછી પાછો ક્રિકેટ જોવા લાગ્યો. વિલાયતમાં હાલમાં પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ જોઈ તેમાં ખાસ કરીને પાંચમા ટેસ્ટનું પરિણામ રોમાંચક હતું, જેના કારણે મને મારા અત્યંત ખુશીના અગાઉના અનુભવની યાદ તાજી થઈ.
અંદાજે ૧૯૬ર ની સાલમાં આ જ ઓવલ મેદાનમાં હું સસેક્સ અને સરે વચ્ચેનો સેકન્ડ ક્લાસ કાઉન્ટી મેચ રમતો હતો ત્યારે સરેનો એક ખેલાડી ઈંગ્લેન્ડનો તે વખતનો ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન હતો. આ બેટ્સમેન ત્યારે કાઉન્ટી ચેમ્પિયનશીપનો ઉચ્ચ સ્તર બેટીંગ એવરેજ ધરાવતો હતો. તેનો ત્યારે રપ૬ રનનું એવરેજ ધરાવતો હતો. વધારામાં એક અજબની વાત તે હતી કે તે બેટ્સમેન આ મેચ પહેલાની છ ઈનિંગ્સમાં છ સેન્ચ્ચુરી કરી ચૂક્યો હતો, અને હવે આ સાતમા મેચમાં સાતમી સેન્ચ્યુરી કરવાની અપેક્ષા ધરાવતો હતો. તેણે સસેક્સના રેગ્યુલર બોલરથી કોઈ તકલીફ દર્શાવવામાં આવેલ નહીં અને જ્યારે તેનો સ્કોર ૮૦ થી વધુનો હતો ત્યારે કેપ્ટને મને બોલાવી અને કીધું કે હવે આ બેટ્સમેન પૂરો સેટ થઈ ગયો છે, જેથી તેને આઉટ કરવો મુશ્કેલ છે. તો હું આપણા રેગ્યુલર બોલરને હવે વધારે થકાવવા નથી માંગતો અને તેના બદલે તમે બોલીંગ કરો. મારા બહુજ સારા નસીબથી હું મારા ત્રીજા ઓવરનો પહેલા દડાથી તેને ક્લીન બોલ્ડ કરી શક્યો, જે વખતે મારો કેપ્ટન એના મીડ્ઓન ફિલ્ડિંગ પોઝિશનથી દોડતા આવી અને મને બથીને કહ્યું કે તમારા આ કૃત્યથી મને ઓગડ શંકર માસ્તર યાદ આવી ગયા કે જેને મેં જામનગરમાં જામરણજીતસિંહજીના વખતમાં જોયેલા હતાં.
આ મારો અદ્ભુત અનુભવ હજી વધારે સુંદર બન્યો જ્યારે અમે લંચ લેવા ડાઈનિંગ રૂમમાં ગયા અને હું સ્વાભાવિક રીતે સસેક્સ ટીમના ટેબલ ઉપર મારી બેઠક લેવા ગયો ત્યારે જે બેટ્સમેનને મેં આઉટ કર્યો હતો તે મને અતિશય નમ્રતાથી સસેક્સના ટેબલના બદલે સરેના ટેબલ ઉપર તેની બાજુમાં આવીને બેસવાનો આગ્રહ કર્યો. તેણે મને જે અતિશય નમ્રતાપૂર્વક સ્વભાવ સાથે જે પ્રેમથી ચર્ચા રીતે હું મારી જિંદગીભર ભૂલી નહીં શકું અને આનંદથી યાદ કરતો રહીશ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial