Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં નર્મદાના નીર અપાશેઃ ખેડૂતોને વરસાદ લંબાતા મળશે સિંચાઈની સુવિધા

દસ કલાક વીજળીઃ સૌની યોજનાનો લાભઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૭: સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે. તદુપરાંત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ૧૦ કલાક વીજળી પણ આપવામાં આવશે. આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી અપાશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિષે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.

તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી, જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે.

આ વર્ષે ગુરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે, તેથી જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજૂઆત આવશે તો તેમને પણ પરિસ્થિતિ અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાઓમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.

સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ ૧૧ જિલ્લામાં ૧૦ કલાક કૃષિવિષયક વીજ પુરવઠો આપવાાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh