Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૦% ભ્રષ્ટાચારના ચોપાનિયા સાથે સ્થાયી સમિતિ હોલ બહાર ધરણાં-સૂત્રોચ્ચારઃ
જામનગર તા. ૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા ઠેબા બાયપાસ પાસે કચરાના નિકાલના કામમાં તેમજ રંગમતિ-નાગમતિ નદીમાં માટી તથા રેતીમાં થયેલા ભ્રષ્ટાચારમાં ચોક્કસ પદાધિકારીની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરી, વિરોધ પ્રદર્શન સાથે ગેરરીતિ અંગે તપાસ કરી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માગણી કરી હતી.
આજે મનપામાં સ્થાયી સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે જ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર અંગેના વિવિધ ચોપાનિયાઓ સાથે કમિટી રૂમની બહાર ધરણાં-સૂત્રોચ્ચાર કર્યા હતાં. 'કચરામાં ૪૦% કમિશન લેનાર ભાજપના પદાધિકારી કોણ?', 'થઈ રહ્યો છે મારા શાસનમાં બધે ૪૦ ટકા ભ્રષ્ટાચાર, પણ હું કાંઈ જવાબ આપીશ નહીં, ભાજપ પદાધિકારી'. 'હું તો સાંભળી જ શકતો નથી' જેવા સૂત્રો સાથેના ચોપાનિયા મનપાની બિલ્ડીંગમાં દીવાલો પર ચોંટાડવામાં આવ્યા હતાં.
મ્યુનિ. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ઠેબા બાયપાસ પાસે મુલાકાત કરતા જાણવા મળેલ કે કોઈ એજન્સી કે કંપની દ્વારા વેસ્ટ કચરાને મહાનગરપાલિકાની મંજુરી વગર નાખવામાં આવે છે, અને જે જગ્યા મહાનગરપાલિકાની માલિકીની છે? અને મહાનગરપાલિકાને પણ આજ દિવસ સુધી કોઈ જાણ નથી, કે કઈ કંપની કે એજન્સી દ્વારા અહીં કચરો નાખવામાં આવે છે. અને તે કચરાને અલગ-અલગ કરીને તેના કોથળા ભરીને તે માલ ત્યાંથી સપ્લાય કરવામાં આવે છે, અને જામનગર મહાનગરપાલિકાના કોઈ અધિકારી પણ સંડોવાયેલા હોય કે કોઈ પદાધિકારી સાથે હોય તેવું લાગે છે. કારણ કે આવું મોટું કૌભાંડ અધિકારી કે પદાધિકારી વગર થઈ શકે નહિં. તેમજ કચરાના ઢગલા સાથે પશુઓના હાડકા પણ સ્થળે જોવા મળે છે. જામનગર મહાનગરપાલિકાના જે વાહનો છે તે ત્યાંથી કચરો ઉપાડીને સીધે-સીધો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવે છે. જેથી તાત્કાલિક ધોરણે આ ભ્રષ્ટાચારની તપાસ કરી તેમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવા માગણી છે.
તેમજ જામનગર શહેરમાં રંગમતિ-નાગમતિ નદીને સુજલામ-સુફલામના યોજના હેઠળ કોર્પોરેશનએ બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને ભૂ-માફિયાઓને ખૂબ જ કમાણી કરાવી દીધેલ છે. માટી ઉપાડવામાં આવેલ છે, તેના પૈસા લીધેલ છે. આ માટી ક્યાં ગઈ તેની કોઈ વિગત નથી. તેમજ રેતી ત્યાંથી ઉપાડીને અલગ-અલગ જગ્યા ઉપર રાખીને હાલ વેંચાણ ચાલુ છે અને જેમાં મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ પણ સંડોવાયેલા હોય અને તે કૌભાંડની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આવા મોટા કૌભાંડ તમારા નાક નીચે થાય છે, જેથી ઉપરોક્ત બન્ને ભ્રષ્ટાચાર અંગેની અને ગેરરીતિ અંગેની કાર્યવાહી કરવા વિનંતી. જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહિં આવે તો ઘેરાવ કરવામાં આવશે તેવી ચિમકી દિગુભા જાડેજા દ્વારા આપવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ, કાસમભાઈ જોખિયા, કોંગ્રેસના આગેવાનો મહિપાલસિંહ જાડેજા, સારાબેન મકવાણા, શક્તિસિંહ જેઠવા, સંજયભાઈ કાંબરિયા તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial