Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ર૩ ઓગસ્ટ ર૦રપ થી
જામનગર તા. ૭: જામનગરના લોકોને આગામી દિવસોમાં વધુ બે હવાઈ સેવાનો લાભ મળશે, જેમાં જામનગરથી સુરત અને જામનગરથી અમદાવાદની દરરોજ એક ફ્લાઈટની સેવા મળશે.
સ્ટાર એર દ્વારા આગામી તા. ર૩ ઓગસ્ટ ર૦રપ થી વધારાની વિમાન સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદ-જામનગર-અમદાવાદ અને જામનગર-સુરત-જામનગરનો સમાવેશ થાય છે.
સવારે ૮-૧પ કલાકે અમદાવાદથી વિમાન ઉપડશે અને સવારે ૯-૦પ કલાકે જામનગર આવશે. આ પછી જામનગરથી સવારે ૯-૩૦ કલાકે ઊડાન ભરી ૧૦-ર૦ કલાકે સુરત પહોંચશે, જ્યારે સુરતથી બપોરે ૧-૩પ કલાકે ઊડાન ભરીને બપોરે ર-રપ કલાકે જામનગર આવશે અને જામનગરથી બપોરે ર-પ૦ કલાકે ઊડાન ભરીને બપોરે ૩-૪૦ કલાકે અમદાવાદ પહોંચશે.
પ૦ બેઠકની ક્ષમતાવાળું આ વિમાન દરરોજ અમદાવાદ અને સુરત માટે ઊડાન ભરશે. આમ જામનગરવાસીઓને બે સપ્તાહ પછી વધારાની હવાઈ સેવાનો લાભ મળી રહેશે. આ માટે સ્ટાર એર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial