Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શિવજીની અષ્ટમૂર્તિઓમાં નેપાળના પશુપતિનાથ મહાદેવ યજમાનમૂર્તિના પ્રતીક છે. શ્રી પશુપતિનાથ લિંગ રૂપમાં નહીં પરંતુ માનુષી-વિગ્રહનાં રૂપમાં બિરાજમાન છે. નેપાળ ક્ષેત્રને પાશુપત-ક્ષેત્રમાં પરિગણિત કરવામાં આવ્યા છે.
નેપાળ મહાત્મ્ય, સ્ક્રંદપુરાણ, શિવ પુરાણ તથા વરાહ પુરાણ આદિમાં આ ક્ષેત્રનો મહિમા ગવાયો છે. અહીં બાગમતી નામની એક પવિત્ર નદી છે તે નદીના દક્ષિણ કિનારે કાઠમંડુ નગરમાં દેવપત્તન નામના સ્થાન પર ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર પૈગૌડા-શૈલીમાં નિર્માણ પામેલું છે.
આ સ્થળે શિવલીંગના પ્રાદુર્ભાવ સંબંધમાં એક પ્રસધ્ધિ કથા છે. શ્લેષમાન્તક નામના વનમાં સિધ્ધાંચલ પાસે દેવનદી બાગમતીના તટ પર એક સ્થળે કામધેનું નિત્ય સ્વેચ્છાએ દુગ્ધક્ષરણ (દૂધની ધારા) કરી જાતી હતી. આ સ્થળે ભગવાન શિવજી ગુપ્તરૂપથી નિવાસ કરતા હતા.
બ્રહ્માજી ભગવાન શ્રી વિષ્ણુને સાથે લઈ અને આ સ્થળે આવ્યા અને સ્વયંભુ જ્યોતિ સ્વરૂપના દર્શન કરી તેમની પ્રાર્થના કરવા લાગ્યા. આ તેજપુંજ પર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને રત્નમયી પંચમુખી લિંગમૂર્તિની સ્થાપના કરી. ત્યાર બાદ ભગવાન સદા શિવને ત્યાં તે જ રૂપમાં પ્રતિષ્ઠિત રહેવાની પ્રાર્થના કરી.
ભગવાન શિવજીએ પણ ત્યાં તે જ રૂપમાં રહેવાનું સ્વીકાર કહ્યું. હાલે પણ મણિમય સ્વર્ણલીંગના દર્શન કરી શકાય છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial