Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે વ્યાપાર-ધંધામાં નિર્ણય લેવામાં તકેદારી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાસાયિક ક્ષેત્રે નોંધપાત્ર ફેરફાર, ઉથલ-પાથલ થઈ શકે છે. હાલ પૂરતું લાંબા સમયનું આર્થિક રોકાણ ટાળવું. કૌટુંબિક ક્ષેત્રે માતા-પિતા-વડીલ વર્ગ સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા-એકરૂપતા જોવા મળે. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નુક્સાનકારક સાબિત થઈ શકે. તા. ૧૭ થી ર૦ આરોગ્ય સુધરે. તા. ર૧ થી ર૩ સંભાળવું.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના માટે આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. આકસ્મિક ધનલભાની પ્રબળ શક્યતા રહે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા દૂર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવી થાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થતી જણાય. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. તા. ૧૭ થી ર૦ સંભાળવું. તા. ર૧ થી ર૩ ધનલાભ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન માનસિક બેચેનીનો અનુભવ થતો જણાય. પરિસ્થિતિ વિકટ બનતી જણાય. નજીકના સ્નેહીજનો સાથે બોલાચાલી કે ઘર્ષણ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર વર્ગ માટે નવી ખરીદી આ સમયમાં શક્ય બને. સ્વાસ્થ્ય નરમ રહે. ઋતુગત રોગોથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધે. તા. ૧૭ થી ર૦ લાભદાયી. તા. ર૧ થી ર૩ વિવાદ ટાળવા.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ઘર-પરિવારના મામલે પરિસ્થિતિ સાનુકૂળ બનાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો એકમેક પ્રત્યે લાગણી અને સહાનુભૂતિપૂર્ણ વલણ દાખવતા જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાયમાં સહ કર્મચારી કે સાથીની મદદ અને સુઝબુઝથી આગળ વધી શકશો. સામાજિક ક્ષેત્રે તેમજ કૌટુંબિક ક્ષેત્રે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળતા મેળવી શકશો. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી જણાય છે. કફ સંબંધિત રોગોથી પરેશાન થવું પડે. યાત્રા-પ્રવાસ અંગે સમય પ્રતિકૂળ જણાય. તા. ૧૭ થી ર૦ ઉત્સાહસભર. તા. ર૧ થી ર૩ મધ્યમ.
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે આરોગ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી નવી રાહ અને દિશા મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન મળે. તા. ૧૭ થી ર૦ આરોગ્ય સુધરે. તા. ર૧ થી ર૩ મિશ્ર.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો પડે. ઘર-પરિવારના સભ્યો સાથે આપ માનસિક રીતે પ્રસન્ન કરી શકશો. ચિંતાઓ-જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ બાબતે સાવધાન રહેવું. વિરોધીઓ બાબતે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. તા. ૧૭ થી ર૦ સંતાન અંગે ચિંતા રહે. તા. ર૧ થી ર૩ મધ્યમ.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે આત્મમંથન કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી-પ્રવાસ થઈ શકે છે. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આકર્ષાતા જણાવ. તા. ૧૭ થી ર૦ ખર્ચ-વ્યય. તા. ર૧ થી ર૩ મધ્યમ.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય બાબતે સમય ખર્ચાળ પૂરવાર થાય. આવકની સામે જાવક વધુ રહેવાથી બચત શક્ય ન બનતા નાણાભીડનો અનુભવ થાય. આ સમયમાં વાણી ઉપર સંયમ રાખવો. દાંપત્યજીવનમાં વાક્યુદ્ધ સર્જાય. કૌટુંબિક સમસ્યાઓ વધુ ઘેરી બનતી જણાય. સંયમ તથા શાંતિથી કામ લેવું હિતાહ રહેશે. જમીન-મકાન બાબતે પ્રતિકૂળતા રહે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક નાણાકીય સહાયથી કાર્યમાં પુનઃ પ્રગતિ જોવા મળે. તા. ૧૭ થી ર૦ નાણાભીડ. તા. ર૧ થી ર૩ સાનુકૂળતા રહે.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. નાણાની તંગી સ્પષ્ટ વર્તાઈ શકે છે. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખી શકાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ જળવાઈ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય કષ્ટદાયી પૂરવાર થાય. શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. તા. ૧૭ થી ર૦ મધ્યમ. તા. ર૧ થી ર૩ શુભ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ભાગ્ય કરતા પુરુષાર્થ ઉપર વધારે ધ્યાન આપશો. આપ જેટલો પરિશ્રમ કરશો તેટલું પરિણામ આપ મેળવી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે, તેના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા. થી ર૦ આનંદદાયી. તા. ર૧ થી ર૩ કાર્યશીલ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે કાર્યસફળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે મહત્ત્વની તકો પ્રાપ્ત થાય તે ઝડપી લેજો. સફળતા અને પ્રગતિના માર્ગો ખૂલતા જણાય. ધંધાકીય ખરીદી, આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે, જો કે કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને યશ-કીર્તિમાં વધારો થાય. તા. ૧૭ થી ર૦ વ્યવસાયિક લાભ થાય. તા. ર૧ થી ર૩ મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહેતા જણાવ. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઘર-પરિવાર બાબતે જમીન-મકાન-મિલકત અંગેના વિવાદોનો અંત આવતો જણાય, જો કે નાણાકીય બાબતે સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનોની પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. ૧૭ થી ર૦ સુખમય. તા. ર૧ થી ર૩ ખર્ચ-વ્યય.