બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

કટાક્ષ કણિકા

'પહેલું સુખ તે મૂંગી      નાર ... !'

આપણા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ હાસ્યલેખક, બલ્કે હાસ્ય ગુરૂ વિનોદ ભટ્ટ, ઘણી વખત આ વાત કહેતા.  અરે, તેમણે તો એક પુસ્તક પણ લખ્યું છે, *પહેલું સુખ તે મૂંગી નાર ... !*

પરંતુ તેમની આ વાત હું નથી માનતો, કદાચ તેઓ પોતે પણ નહીં માનતા હોય. (જો માનતા હોય તો બબ્બે લગ્ન  કરે ?) હું તો માનું છું કે, 'પહેલુ સુખ તે જાતે નર્યા.' તેથી હું મારા ફેમિલી ડોક્ટરની નિયમિત મુલાકાત લઉં છું,  રૂટિન ચેકઅપ કરાવું છું, અને છેલ્લે પૂછું છું, *ડોક્ટર સાહેબ, કશી તકલીફ તો નથી ને ?*

ડોક્ટરે તો કહ્યું કે *તમને કોઈ તકલીફ નથી...* પરંતુ મારી તકલીફ તો દવાખાનાની બહાર હાજર જ હતી, મારા  પરમમિત્ર લાલાના રૂપમાં ! મને જોતા જ તેણે પૂછ્યું,

કાં ભરત, દવાખાને ? તબિયત તો બરબારને ?

મારી તબિયત તો એકદમ બરાબર છે.

પણ તો પછી આ તારો અવાજ ભારે કાં ? અને આ તારી આંખના ખૂણા લાલ દેખાય છે. શરદીની સાથે તાવ પણ  આવ્યો છે કે શું ? ચાલ આપણે સામેની હોટલમાં બેસીને ચા પીએ .. !

હું તેના ધાણીફૂટ સવાલોથી અપસેટ તો થઈ ગયેલો હતો જ. હું અનાયાસે જ તેની પાછળ હોટલમાં દાખલ થયો.

હોટલમાં દાખલ થતાં જ હું બે મોટા ગ્લાસ ઠંડુ પાણી પી ગયો. મને થોડી ટાઢક વળી. મારૂ મન શાંત થયું અને મેં  વિચાર્યું, આ મખ્ખીચૂસ લાલો.... જે કોઈને ઠંડુ પાણી પણ મફતમાં પાતો નથી, તે આજે મને ચા પીવા કેમ લઈ  આવ્યો ? નક્કી દાળમાં કશુંક કાળું લાગે છે ! આ લાલો કાંઇ લાભ વગર લોટે તેવો નથી !

હું વધુ કશું વિચારું તે પહેલા જ લાલાએ પુછ્યું, દવાખાને ગયો હતો તો કઈ દવા લીધી કે નહીં ?

પણ મને કશું થયું હોય તો દવા લવ ને..!

જો ફક્ત મને કશું નથી થયું કહેવાથી થોડો રોગ મટી જાય છે ? અને આ તો શરદી છે, સર્વ રોગનું મૂળ...!   અને  શરદીમાંથી ન્યુમોનિયા થતાં વાર કેટલી ?*

*હા, એ તો છે.....*

*અને તું પેલા ગટુને ઓળખે છે ને ? તેને પણ ન્યુમોનિયા થઈ ગયેલો. સાથે કોઈ જૂના, માથે મારી રાખેલા દર્દે  ઊથલો માર્યો.... અને આઠ દિમાં તો તે ઉકલી ગયો. હવે તેના બૈરી છોકરાની દશા જો... રસ્તે રઝળતા થઈ ગયા  છે.. !    

હેં... ખરેખર ?

હા.. હા... ખરેખર ! અને પેલા મગનને તો ઓળખશ ને ? હા, હા, એ જ મગન મહારાજ. ચાર દિવસ પેટમાં  દુખ્યું, પણ ડોક્ટરને દેખાડવાને બદલે તેણે પેટના દુખાવાની દવા ખાધે રાખી. પછી ખબર પડી કે કમળો છે.  દરમ્યાન કમળો એટલો વધી ગયો કે તેની કોઈ દવા કામ ન આવી ! અને જો આજના છાપામાં તેની શ્રદ્ધાંજલી  પણ આવી ગઈ..!

મેં છાપામાં છપાયેલી શ્રદ્ધાંજલી જોઈ. તેમાં છપાયેલો મગન મહારાજનો હસતો ફોટો જોયો અને મારૂ હાસ્ય  વિલાય ગયું ! મને અત્યાર સુધી ફક્ત તાવ-શરદીની જ શંકા હતી તેમાં હવે પેટમાં પણ દુખાવા લાગ્યું !

હું અચાનક ઊભો થઈ ચાલવા લાગ્યો. લાલાએ મારો હાથ પકડી મને ઊભો રાખ્યો અને પુછ્યું, ક્યાં ચાલ્યો ?

દવાખાને...  કેમ.. ?

દવા લેવા...

અરે પણ ચા તો પીતો જા, પછી જજે. જરૂર હશે તો હું પણ સાથે આવીશ.! કહેતા તેણે મને પરાણે બેસાડયો. પછી  પોતાની બેગ ખોલી તેમાંથી બે-ચાર કાગળો કાઢ્યા. કાગળોમાં અમુક જગ્યાએ ચોકડી કરી અને બોલ્યો, ચાલ  અહીં સહી કરી આપ જોઉં..!

શેના કાગળ છે ?

વીમાના...! તેણે શાંતિથી જવાબ આપ્યો ઉમેર્યું, જો ભરત, ન કરે નારાયણ ને કાલે સવારે આપણને કંઈ થઈ જાય  તો પછી આપણાં કુટુંબનું કોણ ? એ વખતે જો આપણે વીમો ઉતરાવેલ હોય તો, વિમાની રકમમાંથી તેઓ  સ્વમાનભેર જીવી શકે !

મારૂ મગજ તો આમે બહેર મારી ગયું હતું. તેથી મને તેની વાત સો ટચના સોના જેવી લાગી. અને મેં તેણે કહ્યું ત્યાં  વગર વિચાર્યે સહી કરી આપી. સાથે જરૂરી રકમનો ચેક પણ આપ્યો અને અમે બંને છૂટા પડ્યા.

છૂટા પડી ફરતો - ફરતો હું મારા બીજા એક મિત્ર યોગીની દુકાને પહોંચ્યો. અને તેને મેં મારૂ વિમાપુરાણ  સંભળાવ્યું. હજુ હું મારી વાત પૂરી કરું તે પહેલા જ ફરી લાલાના દર્શન થયા. મારા પછી હવે કદાચ યોગીનો વારો  હતો.

લાલો પૂરા આત્મવિશ્વાસથી યોગીની દુકાનમાં ઘૂસી ગયો. કદાચ મને શીશામાં ઉતાર્યા બાદ તેનો આત્મવિશ્વાસ  ઘણો જ વધી ગયો હતો. આવતાવેત તેણે સવાલ કર્યો, કાં યોગીભાઈ કેમ છો ?

એકદમ મજામાં. મને આ ભરતની જેમ નથી તાવ આવ્યો, કે નથી પેટમાં દુખતું !

ઘણું સરસ ! પણ માની લો યોગીભાઈ કે કાલ સવારે તમે મરી જાવ, તો પછી તમારી કુટુંબનું કોણ ?

આટલું સાંભળતા જ યોગીની કમાન છટકી.! તેણે બાજુમાં પડેલો ધોકો ઉઠાવ્યો અને લાલાને ફટકારતાં બોલ્યો,  હરામખોર ! મને મારી નાખવા આવ્યો છે ? ભાગ અહીંથી !  હવે ફરી કદી મારી દુકાનનું પગથિયું ચડ્યો છે તો  તારો ટાંટિયો ભાંગી નાખીશ !

લાલાએ લંગડતા લંગડાતા વિદાય લીધી. યોગીની વાતથી મારી આંખો પણ ખૂલી, અને મેં મારા ચેકનું સ્ટોપ પેમેન્ટ  કરાવી નાખ્યું !

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સ્થિતિ સામાન્ય બનતી જણાય. નાણાભીડ હળવી બની રહે. દાંપત્ય જીવનમાં મધુરપની લાગણી જોવા મળે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯

Capricorn (મકર: ખ-જ)

આપ કોઈ નવીન આર્થિક સાહસ કરવા પ્રેરાશો. જમીન-મકાન-વાહનના પ્રશ્નો વિલંબથી ઉકેલાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮

Aquarius (કુંભ: ગ-શ-સ)

નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. કુટુંબ-પરિવારમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ જળવાય રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર સરાહનિય બની રહે. વડીલ વર્ગ સાથે વાદ-વિવાદમાં ઉતરવું પડે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫

Aries (મેષ: અ-લ-ઈ)

આપની મનોકામના પૂર્ણ થતી જણાય. નોકરીમાં યશ-પદમાં બઢતી જોવા મળે. લોભ-લાલચથી દૂર રહેવું. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેવા પામે. દાંપત્ય જીવનમાં ખુશીની લહેર જોવા મળે. ભાગ્યોદયની તક પ્રાપ્ત થવા પામે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૪

Gemini (મિથુન: ક-છ-ધ)

નાણાનો વ્યય થાય. દાંપત્ય જીવનમાં નોકઝોક રહ્યાં કરે. સ્વાસ્થ્ય બાબતેની ફરિયાદ દૂર થવા પામે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

Cancer (કર્ક: ડ-હ)

ઘર-પરિવારના પ્રશ્નો - સમસ્યાઓ હશે તો તેનો ઉકેલ મળી શકે નવીન યોજના અમલમાં મૂકી શકશો. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૫-૩

Leo (સિંહ: મ-ટ)

વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચિત્ત પરોવવું જરૃરી છે. ઋતુજન્ય બિમારી થવાની શક્યતા જણાય છે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૯-૪

Virgo (કન્યા: પ-ઠ-ણ)

શત્રુ-વિરોધીઓને પરાસ્ત કરી શકશો. દાંપત્ય જીવનમાં પ્રેમ-હુંફની લાગણીની અનુભૂતિ થવા પામે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૭

Libra (તુલા: ર-ત)

યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની રહે. વડીલ વર્ગનું સ્વાસ્થ્ય આપના માટે ચિંતાનો વિષય બની રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬

Scorpio (વૃશ્ચિક: ન-ય)

ક્રોધ ઉપર સંયમ રાખવો. આપની માનસિક સ્થિતિ ઉદ્વેગ-ઉચાટ ભરી જણાય. નાણાનો વ્યય થવા પામે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૫

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે આનંદથી સમય વિતાવી શકશો. કૌટુંબિક અધુરા કાર્યો પૂર્ણ કરી શકશો. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. માતા-પિતાના આશીર્વાદ અને મદદ આપને સહાયરૃપ બને. સંતાન સંબંધી બાબતે ચિંતા હશે તો દૂર થશે. તા. ૧ર થી ૧પ આર્થિક લાભ. તા. ૧૬ થી ૧૮ પારિવારિક કાર્ય થાય.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વ્યાપાર-ધંધા ક્ષેત્રે પ્રતિકૃળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નાની-મોટી રૃકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ રહેતી જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યા સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ સર્જાય. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. રોકાયેલા નાણા પરત મળે. તા. ૧ર થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૬ થી ૧૮ પ્રતિકૂળ.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાન્ય નાની-મોટી બીમારીને કારણે તકલીફો રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. સ્વજનો-મિત્રોનો સાથ-સહકાર મેળવી શકશો. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. તા. ૧ર થી ૧પ મધ્યમ. તા. ૧૬ થી ૧૮ સાવધાની રાખવી.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને વ્યવસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનકૂળ બનતી જણાય. નાણાભીડનો સામનો કરવો પડે. આપની માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળે. તા. ૧ર થી ૧પ ાન-સન્માન. તા. ૧૬ થી ૧૮ શાંતિમય.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે મન-વચન અને કર્મ પર સંયમ રાખી વ્યવહાર કરવા સલાહ છે. રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાય બાબતે અણધારી મુસિબત જણાય. નાણાકીય ભીડ રહે. શત્રુ વિરોધીઓ પ્રબળ બનતા જણાય. સ્વાસ્થ્ય સાચવવું. ખર્ચ-વ્યય થાય. તા. ૧ર થી ૧પ સંભાળવું. તા. ૧૬ થી ૧૮ મધ્યમ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના કાર્ય ક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. આ સમયમાં આપના હિતશત્રુઓથી સાવધાની રાખવી. કોઈ ષડ્યંત્રનો ભોગ બન બનો તેની તકેદારી રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. લાંબી યાત્રા-પ્રવાસનો યોગ જણાય છે. તા. ૧ર થી ૧પ મિશ્ર. તા. ૧૬ થી ૧૮ સફળતા.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે નવી કાર્યરચનાનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના રોજિંદા કાર્યો ઉપરાંત કોઈ નવીન કાર્યની શરૃઆત કરી શકો છો. દાંપત્યજીવનમાં અનેરો ઉત્સાહ, આનંદ, પ્રેમ, લાગણીનો અનુભવ થાય. પત્નીનો અહંકાર આપની ઉન્નતિ માટે સહાયરૃપ બની રહે. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. સંતાન બાબતે ચિંતા હશે તો દૂર થાય. તા. ૧ર થી ૧પ યાત્રા-પ્રવાસ. તા. ૧૬ થી ૧૮ નવીન કાર્ય.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યર્થ અથવા કોઈ કારણોસર આપને દોડધામ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ તંગ રહે. દાંપત્યજીવનમાં એકમેક પ્રતયે દોષારોપણને કારણે વ્યગ્રતા જણાય. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા કરે. તા. ૧ર થી ૧પ દોડધામ રહે. તા. ૧૬ થી ૧૮ મધ્યમ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે અથવા ધાર્મિક-માંગલિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૃરી જણાય છે. દાંપત્યજીવનમાં મધૂરપ જણાય. આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારિશથી બઢતી મળે. તા. ૧ર થી ૧પ લાભદાયી. તા. ૧૬ થી ૧૮ વ્યસ્ત.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ શુભ સમાચાર મળે, શુભ સંકેત મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા અને વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજી કામમાં મન પરોવવું જરૃરી જણાય છે. આર્થિક સ્થિતિ સમતોલ રહે. તા. ૧ર થી ૧પ શુભ ફળદાયી. તા. ૧૬ થી ૧૮ સામાન્ય.

Libra (તુલા: ર-ત)

તમારા માટે નાણાકીય પરિસ્થિતિ સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવતો જોવા મળે. આપ આપના અઘરા અથવા તો ધારેલા કાર્યો નિર્વિઘ્ન પાર પાડી શકશો. આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને સુદૃઢ બનતા જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ જોવા મળે. તા. ૧ર થી ૧પ સફળતા મળે. તા. ૧૬ થી ૧૮ સારી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે પ્રવાસ-પર્યટનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના સભ્યો સાથે અથવા તો વ્યાપાર-ધંધાના કામાર્થે યાત્રા-પ્રવાસનું આયોજન સફળ બને. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. નાણાકીય સ્થિરતા જોવા મળે. દાંપત્યજીવનમાં ઉગ્રતા જોવા મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીઓ થવાની શક્યતા છે. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ જણાય. નોકરીમાં મન પરોવીને મહેનત કરતા જણાવ. તા. ૧ર થી ૧પ મિશ્ર. તા. ૧૬ થી ૧૮ યાત્રા-પ્રવાસ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી