દિવાળી વિશેષાંક
ગીચ જંગલની કાંટાળી ઝાડીઓ વચ્ચે બનેલા કાચા રસ્તા પર એક કાર ઉછળતી કૂદતી જઈ રહી હતી. આ કાચો રસ્તો એક ખુલ્લા મેદાનમાં જઈને ખતમ થતો હતો. એ ખુલ્લા મેદાનની વચ્ચે એક રેસ્ટ હાઉસ બનેલું હતું, જેના વિશે આસપાસના ગામના લોકો જાત-જાતની કહાણીઓ સંભળાવ્યા કરતા હતા. કદાચ આજ વાતોનું પરિણામ હતું કે એક રેસ્ટ હાઉસને અપશુકનિયાળ જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે જંગલખાતાએ એ રેસ્ટ હાઉસની ચોકીદારી માટે ફકત એક ચોકીદારને રાખ્યો હતો. કાલુકાકા નામનો એ ઘરડો ચોકીદાર દિવસે તો એ રેસ્ટ હાઉસમાં પહોંચીને વરંડામાં બેઠો રહેતો, પરંતુ અંધારૂં થતાં જ એ નજીકના ગામમાં સરપંચને ત્યાં જઈને સૂઈ જતો. શરૂઆતમાં જ્યારે કાલુકાકા અહીં નવો-નવો આવ્યો હતો તો એણે તમામ સાંભળેલી વાતોને બકવાસમાં ઠેરવી હતી. કેટલીયે રાતો સુધી આ રેસ્ટ હાઉસમાં સૂતો હતો. પરંતુ પછી ખૂબ જ ટૂંકા સમયમાં એ હિંમત હારી ગયો હતો. આ રેસ્ટ હાઉસમાં રહેલા ભૂતે કાલુકાકાને કેટલીયે વાર ઉઠાવીને પટકયો હતો. એટલે છેવટે કાલુકાકાએ રાતના સમયે આ રેસ્ટ હાઉસમાં નહિ સૂવાની કસમ ખાઈ લીધી હતી.
અવિનાશે કંઈક આવી જ ચર્ચાઓ પોતાના એક દોસ્તના મોઢે સાંભળી તો એને વિશ્ર્વાસ ન બેઠો. જ્યારે એક દિવસ એણે પોતાના દોસ્ત અજયના મોઢે આ ભૂતિયા રેસ્ટ હાઉસ વિશે સાંભળ્યું ત્યારે તરત એણે રેસ્ટ હાઉસમાં એક-બે રાત વિતાવવાનો નિર્ણય લઈ લીધો.
સહુથી પહેલા અવિનાશે પોતાના નોકર કમલને પણ સાથે ચાલવા માટે રાજી કરી લીધો. કૅમેરા અને ટેપરેકોર્ડર જેવો જરૂરી સામાન સાથે લઈને અવિનાશે પોતાના પિતાની કાર પણ તૈયાર કરી લીધી. પછી એણે પોતાના દોસ્ત અજયને સાથે ચાલવા તૈયાર થઈ જવાનું કહૃાું.
બધી વ્યવસ્થા કરી લીધા પછી ત્રણેય જણા સાંજે ચાર વાગે કારમાં બેસીને જંગલમાં આવેલા એ રેસ્ટ હાઉસ તરફ રવાના થઈ ગયા.
જે સમયે એ લોકોની કાર એક નાનકડા ગામમાં પહોંચી, સાંજના સાડા પાંચ વાગી ચૂકયા હતા. અવિનાશે પહેલાથી જ એ વાતની જાણકારી મેળવી લીધી હતી કે રેસ્ટ હાઉસનો બુઢ્ઢો ચોકીદાર કાલુકાકા ગામના સરપંચને ત્યાં જ રાત વિતાવતો હતો. ગામમાં પ્રવેશ કરીને અવિનાશે કાર સીધી સરપંચના ઘર પાસે ઊભી કરી. સરપંચ સાથે અભિવાદન કરીને એમને રેસ્ટ હાઉસમાં એક-બે રાત રોકાવવા માટે કહૃાું. સરપંચે એમને ભૂતવાળી વાત કરી, પણ અવિનાશે એ વાત બહુ ધ્યાનમાં ન લીધી. ત્યારે સરપંચે બાજુની ઓરડીમાંથી કાલુકાકાને બોલાવીને રેસ્ટ હાઉસની ચાવી લઈને અવિનાશને સોંપી દીધી. અવિનાશે સરપંચનો આભાર માન્યો અને જવા લાગ્યો ત્યારે કાલુકાકાએ એને કહૃાું કે એ રેસ્ટ હાઉસના ઉપરના માળના બેડરૂમમાં જેમાં પલંગ છે એની પર સૂવાની કોશિશ ન કરે.
કાલુકાકાની વાતને અવગણીને અવિનાશ ચાવીના ગુચ્છાને લઈને કારમાં પહોંચ્યો અને કારને પાછી વળાવીને કાર ગામની બહાર જંગલો તરફ દોડવા લાગી.
જ્યારે એ કાર એ રેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં પહોંચી તો સાંજના અંધારૂં છવાઈ ગયું હતું. અવિનાશે સામાન લઈને આવવાનું કહૃાું અને પોતે અજય સાથે આગળ વધ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને રેસ્ટ હાઉસના મુખ્ય દરવાજા પર લાગેલા મોટા તાળાને ખોલ્યું. એ સાથે જ અનેક ચામાચીડિયા ફડફડાવતાં એ બન્નેના માથા પરથી પસાર થઈ ગયા. બન્ને ગભરાઈને એકબીજા સાથે અથડાયા. બન્ને એકબીજા સામે જોતાં આગળ વધ્યાં ત્યાં બન્નેએ ધ્યાનથી જોયું તો કમરાની ધૂળભરી જમીન પર કોઈ માનવીના પગના બહુ મોટા નિશાન હતા.
જ્યારે એ લોકો ખાઈ-પીને ઉપરના બેડરૂમમાં પહોંચ્યા તો એકાએક અવિનાશને ચોકીદાર કાલુકાકાની વાત યાદ આવી ગઈ. એણે પલંગ પર ન સૂવાની ચેતવણી આપી હતી. અવિનાશ સિગારેટ સળગાવીને એ પલંગને ધ્યાનથી જોવા લાગ્યો. અવિનાશને પલંગમાં કોઈ ખાસ વાત ન દેખાઈ અને એ નિશ્ર્ચિંત થઈને એની પર પથારી બિછાવવા લાગ્યો.
ત્યાં કમલે કહૃાું, ‘અરે, અવિનાશભાઈ, ચોકીદારે આપણને પલંગ પર સૂવાની ના પાડી છે. ભૂત સાથે ટક્કર લેવી કોઈ નાની સૂની વાત નથી.’
‘કમલ સાચું કહે છે અવિનાશ, હું તો કહું છું આપણે અત્યારે જ પાછા જતા રહીએ.’
‘ના, હજુ મારો જાતઅનુભવ પૂરો નથી થયો.’ અવિનાશ સિગારેટનો ધુમાડો હવામાં ઉડાડતાં બોલ્યો, ‘જ્યાં સુધી હું જાતે ભૂતને ન જોઈ લઉં, ત્યાં સુધી આપણે પાછા નહિ જઈએ. તમે બન્ને અહીં નીચે આરામથી સૂઈ જાવ. હું પલંગ પર સૂતો છું. કોઈ જોખમ લાગે તો મને ઉઠાડી દેજો.’
કમલ અને અજયે ના પાડવા છતાંય અવિનાશ એ જ પલંગ પર સૂતો. તરત એની આંખ લાગી ગઈ. આ તરફ અજયને જરાય ઊંઘ નહોતી આવતી. અચાનક ધાબા પર કોઈ ચાલતું હોય એવો અવાજ સંભળાયો. એ સાથે જ અજયના દયના ધબકારા વધી ગયા. પગલાનો અવાજ હવે પહેલા કરતાં સાફ આવતો હતો. ધીરે-ધીરે એ અવાજ બેડરૂમના દરવાજા પાસે આવીને અટકી ગયો.
અજયને થયું કે એ ચીસ પાડીને અવિનાશ અને કમલને જગાડી દે. પણ કોણ જાણે એના મોઢામાંથી ચીસ નીકળી જ નહિ.
દરવાજા સુધી પહોંચીને બંધ થયેલા પગલાના અવાજ પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. એ પછી એવું લાગતું હતું જાણે કોઈ બેડરૂમનો દરવાજો ખોલવાની કોશિશ કરી રહૃાું છે. આ બધું સાંભળીને અજયનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. બીજી જ પળે ચરરર...કરતા દરવાજો ખૂલવા લાગ્યો અને એ સાથે જ એક યુવતીનો સફેદ પડછાયો કમરામાં દાખલ થયો. થોડીકવાર સુધી એ પડછાયો ત્યાં ઊભો રહૃાો અને પછી ગુસ્સાથી પલંગ તરફ આગળ વધ્યો. આ વખતે અજયે આંખો બંધ કરી દીધી.
એ પછી અજયે બે અવાજ સાંભળ્યા. એક તો પલંગ ઊંધો થવાનો જોરદાર અવાજ અને અવિનાશની જોર-જોરથી ચીસોનો અવાજ. એ યુવતીના પડછાયાએ ગુસ્સે થઈને પલંગ ઊંધો કરી નાખ્યો હતો. જેની પર અવિનાશ સૂતો હતો. થોડીક દૂર જમીન પર સૂતેલો કમલ પણ એકદમ ઝબકીને જાગી ગયો. એણે બેઠા થઈને જોયું તો અવિનાશ પલંગની નીચે દબાયેલો હતો અને પોતાનાથી થોડેક દૂર સૂતેલો અજય પણ આંખો ફાડીને એ ભયાનક શ્ય જોઈ રહૃાો હતો.
કમલ તરત ઊભો થયો અને આગળ વધીને અવિનાશની ઉપર પડેલા પલંગને સીધો કર્યો. કમલનું સાહસ જોઈને અજય પણ થોડો હિંમતમાં આવ્યો. અવિનાશ પરથી પલંગ હટાવ્યા પછી અવિનાશને બન્નેએ સીધો કર્યો.
અવિનાશ પણ એકદમ ગભરાઈ ગયો હતો. અજયે જ્યારે કણસી રહેલા અવિનાશ અને કમલને એ યુવતીના પગલાનો અવાજ અને પડછાયાની વાત કરી ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે આ બધું એ યુવતીના ભૂતે કર્યું છે.
એ પછી તો અવિનાશ પણ બહુ જ ગભરાઈ ગયો અને ત્રણેય જણાએ એ બેડરૂમની બહાર આવી જઈને બાકીની આખી રાત રેસ્ટ હાઉસની બહાર વરંડામાં જ જાગતા વિતાવી દીધી.
સવારે સૂરજ નીકળતાં જ ચોકીદાર કાલુકાકાએ ત્યાં પ્રવેશ કર્યો. એ ત્રણેય જણાને સહીસલામત જોઈને ચોકીદારને રાહત થઈ. અવિનાશે તરત કાલુકાકાને બાજુમાં બેસાડતાં કહૃાું, ‘કાલુકાકા, અમે જાણીએ છીએ કે આ રેસ્ટ હાઉસમાં રાતના સમયે અમારી સાથે જે કંઈ પણ વીતી છે, એની પાછળ આખરે રહસ્ય શું છે ? મને લાગે છે એની પાછળ જરૂર કોઈ રહસ્યમય કહાણી છુપાયેલી હશે.
અને ખરેખર એ ભૂતિયા રેસ્ટ હાઉસની પાછળ એક રહસ્યમય કહાણી છુપાયેલી હતી. ચોકીદાર કાલુકાકાએ એ કહાણી એ લોકોને સંભળાવી જે એ ભયાનક રેસ્ટ હાઉસ વિશે વરસોથી આ વિસ્તારમાં જાણીતી હતી.
આ વાત એ દિવસોની છે, જ્યારે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું. એ દિવસોમાં જંગલોથી ઘેરાયેલો આ વિસ્તાર શિકારનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. આ વિસ્તારના જંગલોમાં શિકારીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી એ વખતની સરકારે આ જંગલની વચ્ચોવચ આ રેસ્ટ હાઉસનું નિર્માણ કરાવ્યું.
એ દિવસોમાં એક નરભક્ષી ચિત્તાએ આ વિસ્તારમાં આંતક ફેલાવી દીધો હતો. આ નરભક્ષીને મારી નાખવાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું. આ જાહેરાતના આઠ દિવસ પછી એક અંગ્રેજ જેમ્સ પોતાની પત્ની એલિસ સાથે આ રેસ્ટ હાઉસમાં પહોંચી ગયો.
જેમ્સ પોતે એક શિકારી હતો. જેમ્સની પત્ની એલિસ જેટલી ખૂબસૂરત હતી, એટલી જ બહાદુર અને નીડર હતી.
સાંજ પડતાં જ જેમ્સ અને એલિસે ટેબલ પર જંગલનો નકશો ફેલાવીને પોતાની યોજનાને અંતિમ રૂપ આપી દીધુ હતું. પછી જેવું અંધારૂં થવાની તૈયારી થઈ કે જેમ્સે પોતાની રાઈફલ સંભાળી અને જરૂરી સામાન લઈને ટોર્ચની રોશની ચમકાવતો રેસ્ટ હાઉસની ઈમારતમાંથી નીકળીને ઘેરા અંધકારમાં ખોવાઈ ગયો. દરવાજા પર ઊભેલી એલિસ ઘણીવાર સુધી જેમ્સને જતો જોઈ રહી. જ્યારે જેમ્સ એની નજરમાંથી ઓઝલ થઈ ગયો ત્યારે દરવાજો બંધ કરીને એ પાછી પલટી અને પોતાની રાઈફલને એક તરફ મૂકયા પછી પલંગ પર સૂઈ ગઈ. થોડીક પળો બાદ દરવાજા પર ચોકીદાર હાજર થયો અને એણે એલિસને બતાવ્યું કે એ નજીકના ગામથી પોતાનો સામાન લેવા જાય છે. એટલે એ પાછો આવે ત્યાં સુધી દરવાજો સારી રીતે બંધ કરીને રાખે. પરંતુ એલિસ પોતે નીડર સ્ત્રી હતી. એણે ચોકીદારની વાતની પરવા ન કરી અને એ જ પલંગ પર સૂતી એક સામયિકના પાના ફેરવતી રહી.
ચોકીદારના ગયાના અડધા કલાક પછી રેસ્ટ હાઉસના કોટની અંદર એક કાર આવીને ઊભી રહી. કારના એન્જિનનો અવાજ સાંભળીને એલિસ ચોંકીને બેસી ગઈ. એ હજુ તો ઊભી થાય એ પહેલા પાંચ-સાત હટ્ટાકટ્ટા બદમાશો ઘરમાં ઘૂસી આવ્યા. એ લોકોની હાલત અને ઉછળકૂદ બતાવી રહી હતી કે એ બધાએ ખૂબ જ દારૂ પીધો હતો. એલિસને અત્યારે રેસ્ટ હાઉસમાં એકલી જોઈને બધાના ચહેરા ચમકી ઊઠયા. એલિસ પોતાના બચાવ માટે પોતાની રાઈફલ લેવા દોડી પણ એક બદમાશે એની રાઈફલને પોતાના કબજામાં લઈ લીધી. એ પછી એ બધા બદમાશ શિકારીઓએ એકલી-અટૂલી એલિસને બેઈજ્જત કરીને એને મારી નાખી.
એ પછી એ બધા જ શિકારી રેસ્ટ હાઉસની ઈમારતમાંથી બહાર નીકળીને જીપમાં સવાર થઈને ત્યાંથી ફરાર થઈ ગયા.
ચોકીદાર રાતના લગભગ દસ વાગે ગામમાંથી પાછો ફર્યો ત્યારે એણે રેસ્ટ હાઉસના એ બેડરૂમના પલંગ પરનું શ્ય જોયું તો એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એલિસની લાશ પલંગ પર પડી હતી. એની આંખોના ડોળા બહાર નીકળી ચૂકયા હતા.
આ તરફ એલિસનો પતિ જંગલમાં ચિત્તાને મારીને પોતાની સફળતાના નશામાં ઝૂમતો જેવો પાછો રેસ્ટ હાઉસમાં પહોંચ્યો તો ત્યાંનું શ્ય જોઈને એના હાથમાંથી રાઈફલ છૂટીને જમીન પર પડી ગઈ. એ પોતાની પત્નીના શબને વળગીને રડવા લાગ્યો. જેમ્સે પોલીસને ફરિયાદ લખાવી, પણ ઘણાં દિવસો સુધી જ્યારે પોલીસ એલિસના હત્યારાઓને પકડવામાં નિષ્ફળ રહી તો જેમ્સ પોલીસની નિષ્ફળતાથી નિરાશ થઈને પોતાના દેશ પાછો જતો રહૃાો.
જેમ્સ તો જતો રહૃાો, પરંતુ એલિસના આત્માનો સંબંધ એ રેસ્ટ હાઉસ સાથે જોડાઈ ગયો. સરકારે એ રેસ્ટ હાઉસને ભૂતિયા જાહેર કરી દીધું હતું. એ રેસ્ટ હાઉસમાં ભૂલેચૂકે કોઈ શિકારી દળ રોકાય તો એને એલિસનું ભૂત પરેશાન કર્યા વગર નહોતું રહેતું.
- એચ.એન. ગોલીબાર
અણખૂટ આત્મસન્માનની કથા
અમાસનું વસમું મૌન!
સોનગઢ ગામ, સામાન્ય દિવસોમાં જેટલું શાંત, દિવાળીના દિવસોમાં તેટલું જ અભિમાની લાગતું. ગામની શેરીઓમાં ચૂનાના ધોળ અને બારૂદનો ધુમાડો ભળીને એક અલગ જ મિજાજ સર્જતા હતા. પરંતુ, ગામના પશ્ર્ચિમ સીમમાં આવેલા સોમાભાઈ પટેલના ફળિયા પર આ ઉમંગનો એક પણ છાંટો પડ્યો નહોતો.
એમનું ઘર, જે બે વર્ષ પૂર્વેના અષાઢીયા દુકાળ પહેલાં આખા પંથકની આબાદીનું પ્રતીક ગણાતું, આજે એક ત્યજી દેવાયેલા ખંડેર જેવું લાગતું હતું. દિવાળીની ધનતેરસની બપોર હતી. ઘરની બારસાખ પર વીજળીના લબકારા મારતા ફેન્સી તોરણને બદલે સૂકા આસોપાલવના પાંદડા લટકતાં હતાં.
સોમાભાઈ ઓસરીના તૂટેલા થાંભલાને અઢેલીને બેઠા હતા. તેમના કપાળની રેખાઓ, ખેતરોની પાણી વિના ફાટેલી ધરતી જેવી લાગતી હતી. અંદરના ઓરડામાંથી તેમની પત્ની હીરબહેનનો નિસાસો સંભળાયો.
‘‘સોમા! આખી જિંદગીની મહેનત માથેથી પાણી ફરી વળ્યું, પણ દિવાળીએ તો આમ છાતી પર પથ્થર મૂકીને ન બેસાય ને! જુઓ તો ખરા, ગામમાં લક્ષ્મીજીનું પૂજન કેવા ઠાઠથી થાય છે. બે ટંકના ભોજન માટે પણ હાથ લાંબો કરવો પડે એના કરતાં તો મરી જવું સારું!’’ હીરબહેનના અવાજમાં કકળાટનું તોફાન હતું.
સોમાભાઈએ તેમની તરફ જોયું. એમની આંખોમાં પીડા હતી, પણ પરાજય નહોતો.
‘‘હીર! તું જાણે છે ને? આપણા ઘીના દીવા ક્યારેય કોઈના પડછાયાથી પ્રગટ્યા નથી. આપણું આત્મસન્માન, એ જ આપણી સૌથી મોટી મિલકત છે. અને એ મિલકત અણખુટ છે, દેવું એને ડૂબાડી નથી શક્યું. પૈસા ગયા, તો શું થયું? ખેડૂતનો જીવ હજી અડીખમ છે.’’
અપમાનનો અગ્નિ અને આત્મસન્માનનો પડકાર
બીજા દિવસે, કાળી ચૌદશની સાંજે, જ્યારે દરેક ઘરમાંથી વઘારેલા વડા અને અડદિયાની સુગંધ આવતી હતી, ત્યારે સોમાભાઈ આંગણામાં સૂકા ખાખરાના પાંદડા અને લાકડી ભેગી કરી રહ્યા હતા. આ તેમનું રાતનું બળતણ હતું.
એ જ સમયે, ગામના સૌથી ધનવાન અને ઘમંડી વેપારી શેઠ નાથુભાઈ સવાણીની નવી નકોર ટ્રેક્ટર-ટ્રોલી સોમાભાઈના ઘર પાસે ધૂળ ઉડાડતી ઊભી રહી. શેઠે નવા સફેદ ઝભ્ભા-લેંઘા પહેર્યા હતા.
‘‘અરે સોમા! ઓ સોમા ખેડૂત!’’ શેઠના અવાજમાં સત્તા અને ઉપહાસ બંને હતા.
સોમાભાઈએ માથું ઊંચું કર્યું.
‘‘બોલો શેઠ!’’
‘‘જોઈ લે ભાઈ! આ ટ્રોલીમાં મારા દીકરાએ અમેરિકાથી મોકલાવેલા લાખોના ફટાકડા છે. અને આખા ઘરમાં ઈમ્પોર્ટેડ લાઇટિંગ છે. તારૂં શું? આ વખતે તારા ઘરની વીજળી કેમ ગાયબ છે? શું થયું? પતરાની ચાલી પણ વેચવાનો વારો આવ્યો લાગે છે?’’ શેઠ ખંધું હસ્યાં. પછી પોતાના ખિસ્સામાંથી એક નવો દીવો કાઢ્યો અને સોમાભાઈ તરફ ફેંક્યો.
‘‘લે આ. આ બે રૂપિયાનો દીવો છે. ને આ પંદર રૂપિયાનું તેલ નાખજે. ભલે ને થોડુંક તો અજવાળું થાય! દિવાળીમાં આંગણું કાળુંમેશ ના રખાય!’’
આ અપમાન હીરબહેન સહન ન કરી શક્યા. એ બહાર ધસી આવ્યા અને બોલ્યા:
‘‘શેઠ! તમારે ઘરે ભગવાન લક્ષ્મીજી આવે છે, ત્યારે શું તમે કોઈ ગરીબ પાસે ભીખ માંગેલા દીવા પ્રગટાવો છો? અમારા દીવા પ્રગટાવવા હોય તો અમારા પરસેવાની કમાણી જોઈએ! નહીં તો અમારું અંધારું જ સારું!’’
સોમાભાઈએ હીરબહેનને શાંત કર્યા. એમણે ઊંડો શ્ર્વાસ લીધો. એમની આંખોમાં હવે આત્મસન્માનની ચિનગારી હતી. એમણે જમીન પર પડેલા દીવા અને તેલ તરફ નજર પણ ન કરી.
ધીમા, પણ ગામ આખું સાંભળે એટલા અભિમાની સ્વરે કહ્યું:
‘‘શેઠ નાથુરામ! સાંભળો! તમે કહો છો એમ, મારે ઘેર રોશની નથી એ સાચું. પણ રોશની તો પૈસાથી ખરીદી શકાય. પણ આત્મસન્માન... એ તમારા જેવાની દુકાને વેચાતું નથી મળતું. હું ખાલીખમ છું, પણ ખૂટેલો નથી. તમારો દીવો તમારા ઘમંડના તેલથી પ્રગટાવો. અમારું અંધારું પણ અમારા માટે પવિત્ર છે!’’
શેઠ નાથુભાઈને આ વાતની કલ્પના નહોતી. એમનું મોં કડવાશથી ભરાઈ ગયું અને ગુસ્સામાં ટ્રોલી દોડાવી મૂકી.
ખાખરાના પાંદડાની જ્યોત
રાતનો બીજો પ્રહર શરૂ થયો. આખું ગામ વીજળીના ઝુમ્મર અને ફટાકડાનો અવાજ પછી ઊંડી નિંદ્રામાં ડૂબી ગયું હતું. પણ સોમાભાઈના ફળિયામાં એક મહાયજ્ઞ તૈયારી થઈ રહી હતી.
સોમાભાઈએ હીરબહેનને કહ્યું: ‘‘હીર, મને યાદ છે... બચપનમાં મારી માઁ ખાખરાના પાંદડાને વાળીને કોડિયા બનાવતી. પાંદડાને વાળીને, એની વચ્ચે જંગલનું તેલ નાખીને દીવો કરતી. એ દીવો ગમે તેટલો નાનો હોય, પણ એની પ્રાકૃતિક ખૂશ્બુ આખા ઘરને હૂંફ આપતી.’’
હીરબહેનને વાતમાં સત્યનો સૂર સંભળાયો. તેમણે તરત જ જૂના, તૂટેલા માટીના કોડિયાના ટુકડા અને સૂકા ખાખરાના પાંદડા ભેગાં કર્યા.
સોમાભાઈએ પથ્થર ઘસીને આગ પેદા કરી. પછી અત્યંત સાવધાનીપૂર્વક, ખાખરાના પાંદડાને વાળીને, એમાં પોતાની નિયત કરેલી બચતનું તેલ, જે તેમણે કાલની મજૂરી માટે છૂપાવી રાખ્યું હતું, એના માત્ર બે-બે ટીપાં નાખ્યા.
જ્યારે એમણે એ પાંદડાના કોડિયા પ્રગટાવ્યા, ત્યારે આખું ફળિયું એક અલૌકિક પ્રકાશથી ભરાઈ ગયું. એ પ્રકાશ સોનું નહોતો, હીરો નહોતો, પણ એ આત્મસન્માનની જ્યોત હતી. એ દીવાઓની ખૂશ્બુમાં મહેનતની મીઠાશ અને અભિમાનનો અભાવ હતો.
સોમાભાઈએ હીરબહેનનો હાથ પકડ્યો. આસપાસના ઊંચા મકાનોની રોશનીમાં એમનો દીવો ભલેને ઝાંખો લાગતો હોય, પણ એ જ્યોત સૌથી શુદ્ધ હતી.
‘‘જો હીર! આ છે આપણી દિવાળી! આમાં કોઈ શેઠનું અપમાન નથી, કોઈની ભીખ નથી. આ દીવો આપણા પરસેવા અને સ્વાભિમાનના તેલથી પ્રગટ્યો છે. આ દીવો ગરીબ ભલે હોય, પણ ખોટો નથી. કાલે સવારે, આ જ દીવાની રાખમાંથી આપણે નવી મહેનતનું શુકન લઈશું. આ ખાખરાનું પાંદડું જ આપણા માટે સોનાની થાળી છે!’’
હીરબહેનના ચહેરા પર વર્ષો પછી સંતોષનું હાસ્ય આવ્યું. એમને લાગ્યું કે ભલે ને પોતાનું ધન જતું રહ્યું હોય, પણ પોતાનો સોમો હજી અડગ છે.
આ દિવાળી સોનગઢની સૌથી મોંઘી દિવાળી નહોતી, પણ સૌથી સાચી દિવાળી બની રહી અણખુટ આત્મસન્માનની કથા!
- દીપિકા ચાવડા
યુદ્ધમાં લાપત્તા બનેલા એક અમેરિકનની ભાળ મેળવવા તેનો ભાઈ મથતો હતો અને એક લાપત્તા ઓસ્ટ્રેલિયનને શોધવા તેની પ્રેમિકા એકલપંડે ભટકતી હતી. પ્રસ્તુત છે લોહીના સંબંધ અને લાગણીના સગપણની શ્રદ્ધાકથા...
નામ: ચાર્લ્સ ડીન
જન્મતારીખ: 5 એપ્રિલ, 1950
દરજ્જો: અમેરિકન નાગરિક
છેલ્લે ક્યારે જોવા મળેલો: આશરે 10 સપ્ટેમ્બર, 1974
વિવરણ: યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાનો આ વિદ્યાર્થી વિયેતનામ પર અમેરિકાના હુમલાના વિરોધમાં વિવિધ શહેરોમાં દેખાવો તેમજ પ્રેસિડેન્ટની મોરચાબંધી કરી ચૂક્યો હતો. 1974ના પ્રારંભે તે અકળ કારણોસર વિયેતનામ પહોંચ્યો હતો. અહીં તે અમેરિકન સૈનિકોમાં સરકાર વિરોધી વલણ ઊભું કરી રહ્યો હોવાની શંકા છે.
તેનું શું થયું હોઈ શકે? તે હળાહળ સામ્યવાદી હતો. હાલમાં તે વિયેતનામ અથવા અન્ય કોઈ સામ્યવાદી દેશમાં ઓળખ છુપાવીને આશ્રય લઈ રહ્યો હોય તેમ બની શકે.
અમેરિકાના લશ્કરી વહીવટકાર પેન્ટાગોન અને અમેરિકન જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ) દ્વારા તૈયાર થયેલી લાપત્તા વ્યક્તિઓની ફાઈલમાં જેના વિશે આવી નોંધ મૂકાયેલી છે એ જ વ્યકિત વિશે ‘સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ’ની ફાઈલ શું કહે છે?
‘1974ના મધ્યમાં દેશમાં પ્રવેશેલા આ માણસની વર્તણૂક શંકાસ્પદ હતી. તે પ્રવાસી તરીકે વિયેતનામમાં પ્રવેશ્યો હતો, પરંતુ તેણે માત્ર યુદ્ધગ્રસ્ત વિસ્તારોની જ મુલાકાત લીધી હતી. તેની પાસે કેમેરા પણ હતો. તે શક્યત: સીઆઇએનો જાસૂસ હતો. યુદ્ધવિરામ પછી તેનું શું થયું, તે ક્યાં ગયો એ વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ય નથી.’
24 વર્ષની ઉંમરે વતનથી હજારો માઇલ દૂર એક અજાણ્યા દેશમાં ઓગળી ગયેલો ચાર્લ્સ ડીન આખરે કોણ હતો? સામ્યવાદનો સમર્થક હતો કે સીઆઇએનો જાસૂસ? બન્ને દેશો ચાર્લ્સ ડીનને દુશ્મન ગણાવીને, લાલ રિબિન બાંધીને તેની ફાઈલ બંધ કરી દે છે. એ સાથે હયાતિની અનિશ્ર્ચિતતા વચ્ચે ચાર્લ્સ ડીન પણ ગદ્દાર તરીકેની કાળી ટીલી સાથે ગુમનામીમાં સરી પડે છે.
આ વાત છે વિયેતનામની ભૂમિ પર ખેલાયેલા યુદ્ધની.
બીજા વિશ્વયુદ્ધમાં હીટલર પરાસ્ત થઈ ચૂક્યો હતો. અણુબોંબનો મરણતોલ ફટકો ખાધા પછી જાપાનને બેઠું થવાના ય ફાંફાં હતા. મહાસત્તા ગણાતું બ્રિટન યુદ્ધના ભારથી બેવડ વળી ગયું હતું. એવી વૈશ્ર્વિક સ્થિતિ વચ્ચે અમેરિકા અને રશિયા વચ્ચે જગ-જમાદારી મેળવવા માટેનું શીતયુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. એ દરમિયાન વિયેતનામમાં સામ્યવાદનો પંજો ફેલાતો રોકવા અમેરિકાએ એક ભૂલભર્યો નિર્ણય લીધો અને ઉત્તર વિયેતનામની અમેરિકાની બગલબચ્ચી સરકારને બચાવવા વિયેતનામમાં લશ્કર મોકલ્યું. આટલી પૂર્વભૂમિકા પછી હવે ફરીથી હતભાગી ચાર્લ્સ ડીનની વાત માંડીએ.
અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીનો આ હોનહાર વિદ્યાર્થી તેજાબી વક્તવ્યો, સ્પષ્ટ અને અનોખી વિચારધારા તેમજ માનવતાવાદી વલણ માટે ભારે લોકપ્રિય હતો. યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પણ તે સળંગ ત્રણ વર્ષ સુધી વિજેતા બન્યો હતો. રશિયા સાથેની હરીફાઈમાં અગ્રેસર રહેવા જ્યાં-ત્યાં ધીખતી ધરા કરવાની અમેરિકન નીતિનો તે કટ્ટર વિરોધી હતો. અમેરિકાએ વિયેતનામમાં લશ્કર મોકલ્યું ત્યારે પણ તેણે સડકો પર દેખાવો કર્યા હતા અને પ્રેસિડેન્ટ લિન્ડન જ્હોનસનની મોરચાબંધી કરી હતી.
છેવટે બહેરી સરકારને ઢંઢોળવાના પ્રયાસો પડતા મૂકીને મોરચા પર જઈ અમેરિકન સૈનિકોને જ આ યુદ્ધની નિરર્થકતા સમજાવવા તે પૂર્વ એશિયાના દેશોની મુલાકાતે ઊપડી ગયો. છેલ્લે સપ્ટેમ્બર, 1974માં વિયેતનામમાં તેની હાજરી જણાઈ હતી. બસ, એ પછી તેનું શું થયું એ વિશે કોઈની પાસે માહિતી ન હતી. શું તે યુદ્ધગ્રસ્ત વિયેતનામમાં માર્યો ગયો હતો? જીવતો હતો તો ક્યાં હતો?
જો કે એક વ્યક્તિ માટે આ બન્ને સવાલોની સરખામણીએ ત્રીજો સવાલ સૌથી વધુ મહત્ત્વનો હતો. શું ચાર્લ્સ ડીને ખરેખર વતન અમેરિકા સાથે ગદ્દારી કરી હતી? આ સવાલનો જવાબ મેળવવા માટે એ માણસ એટલું મથ્યો કે તબીબ તરીકે ઘડાઈ રહેલી તેની જ્વલંત કારકિર્દીએ તદ્દન ઊંધો વળાંક લઈ લીધો. એનું નામ હોવાર્ડ ડીન. યસ, ગુમશુદા ચાર્લ્સ ડીનનો એ સગો મોટો ભાઈ.
નાનાભાઈ પર લાગેલા ગદ્દારીના કલંકને મિટાવવા હોવોર્ડે વિયેતનામમાં લડી ચૂકેલા સેંકડો સૈનિકોની મુલાકાતો અને પેન્ટાગોનના જાહેર થયેલા દસ્તાવેજોના અભ્યાસના આધારે દળદાર નોંધ તૈયાર કરી. જેનું સ્પષ્ટ તારણ એ હતું કે ચાર્લ્સ ડીન વિયેતનામના સામ્યવાદી ગેરિલાઓના હાથે ઝડપાઈ ગયો હતો. હવે, જો એવું હોય તો તેનું નામ યુદ્ધકેદીઓના લિસ્ટમાં હોવું જોઈએ. હવે, જો ચાર્લ્સ યુદ્ધકેદી હોય તો યુદ્ધવિરામ પછી અમેરિકા અને વિયેતનામ વચ્ચે થયેલી સંધિ મુજબ વિયેતનામ ચાર્લ્સની હયાતિ વિશે તપાસ કરવા દેવા બંધાયેલું હતું.
હોવોર્ડે લાંબો કાનૂની જંગ લડીને બાર વર્ષ પછી છેક 1986માં ચાર્લ્સને ગદ્દારીના કલંકમાંથી બહાર કાઢીને યુદ્ધકદીઓની યાદીમાં સ્થાન અપાવ્યું, પરંતુ પછીનું કામ પણ સરળ ન હતું. વિયેતનામની ખંધી સામ્યવાદી સરકાર કોઈ પણ હિસાબે ચાર્લ્સનો પતો મેળવવામાં સહકાર આપતી ન હતી. છેવટે હોવાર્ડે પણ ચાલ અજમાવી.
તેણે વિયેતનામમાં યુદ્ધ લડી ચૂકેલા બે સાર્જન્ટ અને એક લેફ્ટનન્ટની ટીમને બનાવટી નામે વિયેતનામમાં તપાસ કરવા મોકલી. છદ્મવેશે વિયેતનામને ધમરોળીને જૂના સામ્યવાદી ગેરિલા સંગઠનોનાં હયાત સૈનિકોને મળીને એ ટીમે જે બાતમી મેળવી એ મુજબ, વિયેતનામમાં પ્રવેશ્યા પછી ચાર્લ્સનો ભેટો એક ઓસ્ટ્રેલિયન પત્રકાર નેઈલ શર્મન સાથે થયો હતો. બન્નેનો હેતુ અલગ હતો, પણ પ્રવાસની દિશા એક જ હતી. બન્નેએ સાથે જ વિયેતનામના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
એક ગેરિલા સામ્યવાદી સંગઠનના સૈનિકે જણાવ્યું કે, તેઓ જ્યારે મેકોંગ નદીની ઉત્તરે પહેરો ભરી રહ્યા હતા ત્યારે વગડા વચ્ચે ચાલ્યાં જતાં બે ‘ધોળિયાં’ તેમના હાથે ઝડપાઈ ગયાં હતાં. તેમની પાસેથી કેમેરા અને ડેવલપ ન કરેલી કેટલીક ફિલ્મ પણ મળી આવી હતી. અમે તેમને ગિરફતાર કર્યા. ત્રણ મહિના સુધી અમે આકરૂં ટોર્ચરિંગ કર્યું, પણ તેમની પાસેથી કંઈ માહિતી મળી શકી નહીં. દરમિયાન, યુદ્ધવિરામની નોબત વાગી રહી હતી. એવા સંજોગોમાં આ નિર્દોષ જણાતાં ‘ધોળિયાંઓ’ને રજૂ કરવામાં પણ જોખમ હતું. એટલે એક દિવસ અમે તેમને નિર્જન વગડાં વચ્ચે ફૂંકી માર્યા અને તેમની લાશ ત્યાં જ દાટી દીધી.
આ કેફિયતના આધારે હોવોર્ડે અમેરિકામાં એવો હંગામો મચાવ્યો કે પેન્ટાગોને લાપત્તા સૈનિકોની ભાળ મેળવવા માટે એક ખાસ કમિટીની રચના કરી અને તેમને વિયેતનામમાં તલાશ કરવા દેવાની પરવાનગી પણ મેળવી. છેવટે એ ગેરિલા સૈનિકે દર્શાવેલી જગ્યાએથી જ બે વ્યક્તિના હાડપીંજર મળ્યાં પણ ખરાં. જેમાંનું એક હાડપીંજર ડીએનએ ટેસ્ટના આધારે ચાર્લ્સનું જ હોવાનું સાબિત થયું અને 1974માં લાપત્તા બન્યા પછી છેક ડિસેમ્બર, 2003માં તેના કંકાલને વતન નસીબ થયું.
નાનાભાઈના કપાળ પર લાગેલી ‘ગદ્દાર’ની કાળી ટીલીને ત્રીસ વર્ષ પછી ‘શહીદ’ના સિંદૂરિયા તિલકમાં બદલવામાં સફળ નીવડેલ હોવાર્ડ ડીન ત્યાં સુધીમાં અમેરિકાની રાજનીતિની વજનદાર ઓળખ બની ચૂક્યા હતા. અમેરિકાના વર્મોન પ્રાંતના ગવર્નર તરીકે બે વખત ચૂંટાયેલા હોવાર્ડ 2004માં પ્રમુખપદ માટે યોજાયેલ ચૂંટણીમાં એક તબક્કે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર પણ હતા.
વેલ, મોટાભાઈની શ્રદ્ધા અને મહેનતને લીધે ચાર્લ્સને તો સદ્નસીબે શહાદતનું બિરૂદ સાંપડ્યું, પણ હોવાર્ડે વિયેતનામમાં મોકલેલી ખૂફિયા ટીમને ચાર્લ્સની હત્યા કરનાર ટુકડીના સૈનિક સુધી દોરી જનાર કોણ હતું?
એનું નામ, મેરેલિન રીડ. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં સાધારણ શિક્ષિકા તરીકે નોકરી કરતી એ મહિલા નેઈલ શર્મનની પ્રેમિકા હતી. વતનથી ક્યાંય દૂર અજાણ્યા દેશમાં ખોવાઈ ગયેલા નેઈલને તેના પરિવાર સહિત બધા ભૂલી ચૂક્યા હતા ત્યારે મેરિલિને વિયેતનામની ચાર વખત મુલાકાત લઈને, સેંકડો સામ્યવાદી સૈનિકોને મળીને આ બાતમી મેળવી હતી, પરંતુ તેની વાતને ઓસ્ટ્રેલિયાએ ગંભીરતાથી ન લેતાં છેવટે તેણે વિયેતનામમાં તપાસ કરી રહેલી હોવાર્ડની ટીમને આ માહિતી પહોંચાડી હતી.
હાલ 66 વર્ષની વયે પહોંચેલી મેરેલિન આજીવન અપરિણીત રહીને દુનિયાભરના લાપત્તા યુદ્ધકેદીઓ માટે સ્વૈચ્છિક કાર્ય કરી રહી છે. કહેવાય છે કે પ્રેમને સીમાડા નથી હોતા. તો પછી લૈલા-મજનુ કે શીરીં-ફરહાદ જેવી પ્રેમકથાઓને પણ ક્યાં સીમાડા નડે છે?!!!
- ધૈવત ત્રિવેદી
જો મેં રૂઠ જાઉ તો તુમ મના લેના,
કુછ ન કહેના બસ, સીને સે લગા લેના
આશાદિપ હોસ્પિટલ... સાંજથી જાણે ભાગદોડ હતી. એક છોકરો, નામે ચિન્ટુ, નવ વર્"ાનો, આજે સવારે જ તેનું એપેન્ડિક્સ ઓપરેશન થયું હતું. ઓપરેશનમાં સિનિયર ડોક્ટર જયંત શાહની સાથે એમ.બી.બી.એસ. કરીને એમ.ડી. કરતા ડોક્ટરો, ડો. જતિન અને ડો. મિલન હતાં. ઓપરેશન પતી ગયું પછી ચિન્ટુનું ધ્યાન રાખવાનું અને દર કલાકે સિનિયર ડો. જયંતને રિપોર્ટ કરવાની જવાબદારી ડો. મિલનને આપી હતી. ડો. જતિનને બીજા પેશન્ટની જવાબદારી હતી, સાંજ પડી ત્યાં ચિન્ટુને પેટમાં દુખાવો શરૂ થયો. થોડીવાર નર્સ્ો ધ્યાન રાખ્યું, પણ દુખાવો અસહૃા થતા ડો. મિલનને ફોન કર્યો... પણ ફોન રિસિવ ન થયો, ચિન્ટુનો દુખાવો અને રડવાનું વધતું ગયું. સાથે સાથે ડો. મિલનને ફોન કરનારા પણ વધતા ગયા, પણ ડો. મિલન કોણ જાણે કઈ દુનિયામાં હોય તેમ ફોન રિસિવ કરતો જ ન હતો. ડો. મીલી જે જતિન અને મિલનની સાથે એમ.ડી. કરતી હતી, તે દોડતી આવી, સાથે ડો. જયંત પણ આવ્યો. ડો. જતિન ઓપરેશન વખતે સાથે હતી. એટલે તેણે ચિન્ટુને સંભાળી લીધો. ચેકઅપ કરીને દુખાવો બંધ કરવાનું ઈન્જેક્શન આપીને તેને શાંત કર્યો. ચિન્ટુનું રડવાનું પૂરૂ થયું. તે સુઈ ગયો, પછી બધાને ચિંતા થઈ કે મિલન ક્યાં? એ તો ઓપરેશન પછી બપોરના ત્રણ વાગ્યાથી દેખાયો જ નથી.
...અને મિલન, આપણા વાર્તાનો હિરો... એ તો અત્યારે સાંજે સાત વાગ્યે હવા સાથે વાત કરે એવી સ્પીડે બાઈક પર જઈ રહૃાો હતો. નવાઈ લાગી ને કે ડોક્ટર અને ફૂલ સ્પીડ? પણ હા.. અત્યારે તે ડોક્ટર ન હતો, અત્યારે તે "ેમી હતો. ડો. મીલીને પાગલની જેમ "ેમ કરનાર "ેમી... જો કે હજુ સુધી તેણે મીલીને કહૃાું ન હતું, પણ આજે મીલીના જન્મદિવસ પર તે મીલીને "પોઝ કરવાનો હતો અને તેના માટે પાર્ટીની તૈયારી કરવા જ તે બપોરથી હોસ્પિટલથી ગુમ હતો. હવાને ચીરતી તેની બાઈક જઈ રહી હતી. એક નવા ખૂલેલા રેસ્ટોરન્ટની દિશામાં... શહેરમાં હમણાં જ તળાવની મધ્યમાં નવું રેસ્ટોરન્ટ બન્યું હતું. મિલને મીલીના બર્થડેની પાર્ટી ત્યાં રાખી હતી. તેણે શરાબી પિક્ચરના અમિતાભની જેમ આખું રેસ્ટોરન્ટ બુક કરાવ્યું હતું. તેનું ચાલે તો રબને બના દી જોડીનો શાહરૂખ ખાન આખા શહેરની લાઈટ બંધ કરાવીને આઈ લવ યુ લખાવે છે તેમ હેપી બર્થ ડે મીલી લખાવી દે. તેનું ચાલે તો ચાંદની પિક્ચરની જેમ હેલિકોપ્ટરમાંથી મીલી પર ગુલાબના ફૂલનો વરસાદ કરે. તેનું ચાલે તો શહેરના દરેક હોર્ડિંગ પર મીલીનો ફોટો મૂકીને હેપી બર્થ ડે મીલી લખાવી દે. તેને રૂપિયાની ક્યાં ખોટ હતી... પણ આ બધું પિક્ચરમાં ચાલે એવું મિત્રોએ સમજાવ્યું એટલે રેસ્ટોરન્ટ બુક કરાવીને સંતો"ા માન્યો, અને તળાવના પાણી પર હજારો દિવડા મૂકાવ્યા. પાર્ટીનો સમય આઠ વાગ્યાનો હતો, પણ તે સાત વાગ્યે પહોંચી ગયો. બધા મિત્રોને આજના પ્લાનની જાણ હતી એટલે બધા સાડાઆઠે આવવાના હતાં. પ્લાન એવો હતો કે મીલી આઠ વાગ્યે આવી જાય. મિલન તેને "પોઝ કરી લે, પછી બધા મિત્રો સાડાઆઠે આવે. મિલન બહું ઉત્સાહમાં હતો. રેસ્ટોરન્ટમાં ચારેબાજુ મીલીના ફોટા ગોઠાવ્યા હતાં. મસમોટી હાર્ટ શેપની કેક લાવી રાખી હતી. ધીમું મ્યુઝિક, મીઠી સુગંધ, બધું જ રોમેન્ટિક હતું. તમને લાગશે કે ડોક્ટરને વળી રોમાન્સ સાથે શું લેવા દેવા? પણ શું ડો. માણસ નથી? ડોક્ટર પણ રોમેન્ટિક હોય જ... ભલે તેમની િ"યતમા પણ ડોક્ટર જ હોય તો પણ તેને "પોઝ કરવા ગીત ગાવાથી લઈને બુકે, ગીટ આપતા જોયા જ છે. આ આપણો મિલન પણ ડોક્ટર હતો, પાછો હોશિયાર, શ્રીમંત અને રોમેન્ટિક... મીલીના "ેમમાં ઊંધેકાંધ પડ્યો હતો. બન્ને સાથે ભણતા એટલે કલાકો સાથે હોય, સાથે ફરતા, સાથે જમતા, સાથે કેસ અંગે ડિસ્કસ કરતા, તેમાં મિલનને મીલી ગ મી ગઈ, પણ કહેવું કેવી રીતે? હજી એમ.ડી.નું "થમ વર્"ા હતું, હજી ભણવાનું બાકી હતું. એકવાર તો મિલને વિચાર્યું કે ભણવાનું પૂરૂં થાય પછી "પોઝ કરૂ, પણ મીલીનો બર્થડે આવ્યો એટલે તેણે બર્થડે સર"ાઈઝમાં "પોઝ કરવાનું ની કરી લીધુ અને આજે એ જ દિવસ હતો... જેના માટે મિલન કેટલાય દિવસોથી રાહ જોતો હતો.
અને ત્યાં મીલી આવી... પર્પલ વનપીસ, લાંબા છૂટા ફરફરતા વાળ, માથે પર્પલ બીંદી, પર્પલ લિપસ્ટીક... મિલન તો જોતો જ રહી ગયો. બધા ક્યાં છે મિલન? મીલીએ આવીને તરત પૂછ્યું. હમણાં બધા આવશે મિલનના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો. મીલી આજુબાજુ જોતી રહી. રેસ્ટોરન્ટની સજાવટ, તળાવમાં તરતા દીવા, મોટી કેક જોઈને વાહ બ્યૂટીફૂલ બોલી ઊઠી. મિલન પણ બોલ્યો, બ્યૂટીફૂલ... મીલીએ તેના તરફ જોયું તો તેણે નજર વાળી લીધી. પછી વેઈટરને ઈશારો કર્યો એટલે તે ગીટ લઈ આવ્યો, મિલને મીલીને ગીટ આપી અને નીચે બેસીને તેનો હાથ હાથમાં લઈને કહૃાું, મીલી આઈ લવ યુ તું મળી છો ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને તારા સિવાય કોઈ દેખાતું જ નથી... તું મારો "ેમ સ્વીકારીશ? તું જીવનભર મારી સાથે જોડાઈશ? તું મારી જીવનસંગીની બનીશ?
મીલી સ્તબ્ધ થઈ ગઈ... કંઈ ન બોલી... એટલે મિલન ઊભો થયો. તેને ખભેથી પકડીને, તેની આંખમાં આંખ પરોવીને બોલ્યો, મીલી હું તને ચાહું છું... આ કહેવા માટે તારા બર્થડેથી વધુ યોગ્ય દિવસ મને ના મળ્યો, આજે તારા માટે, તને આ કહેવા માટે જ આ પાર્ટી પ્લાન કરી છે. બોલને મીલી... મારો "ેમ સ્વીકારીશ?
મીલી સ્તબ્ધ... મિનિટ પહેલાની આંખની ચમક અને આશ્ર્ચર્યની જગ્યાએ ગુસ્સો અને આઘાત આવી ગયા. મિલનનું દિલ જવાબની રાહમાં જોરજોરથી ધબકી રહૃાું હતું. મીલી તેનો હાથ છોડાવીને થોડી દૂર ગઈ, પછી બોલી, મિલન આજે તું બપોરથી આ કામમાં વ્યસ્ત હતો? મને સર"ાઈઝ આપવા? હા... મને સર"ાઈઝ લાગી જ... પણ આ બધું જોઈને નહીં, પણ તું એક ડોક્ટર તરીકે તારી ફરજ ભૂલી ગયો છો એ જોઈને... તને ખબર છે આજે તારો પેશન્ટ ચિન્ટુ કેટલો હેરાન થતો હતો? તને કેટકેટલા ફોન કર્યા, તારી તેના "ત્યે જવાબદારી હતી, તે છોડીને તું મને ઈમ્"ેશ કરવાના ચરમાં પાર્ટીની તૈયારીમાં બીઝી હતો? હા, મને સર"ાઈઝ લાગી જ કે તું "ેમના નશામાં ફરજ ભૂલી ગયો. એ તો સારૂ હતું કે જતિન સમયસર આવી ગયો અને તેણે ચિન્ટુને સંભાળી લીધો. નહીં તો શું થાત ખબર નહીં... મિલન એક "ેમી તરીકે મને તારા જેવો રોમેન્ટિક વ્યક્તિ ચોસ ગમે જ, તારી આ બધી તૈયારી તારા "ેમની સાક્ષી પૂરે છે, હું તારા "ેમની કદર કરૂ છું, પણ મને પતિ તરીકે, ડોક્ટર તરીકે જવાબદાર વ્યક્તિ ગમે. હું એવો પતિ ઈચ્છું કે જે સમજુ હોય, મેચ્યોર હોય, "ેમની સાથે સાથે ફરજ પણ એટલી જ તલ્લીનતાથી નિભાવતો હોય... સોરી મિલન હું તારો "ેમ આ ક્ષણે નહીં સ્વીકારૂ. હા, તું સારો ડોક્ટર, સારો જવાબદાર માણસ બનીશ ત્યારે કદાચ સ્વીકારીશ... ત્યાં સુધી ગુડલક એન્ડ ગુડબાય...
મિલન સ્તબ્ધ થઈ ગયો. તેણે વિચાર્યું પણ ન હતું કે મીલી ના કહી દેશે, તેની ના કરતા વધારે આઘાત તેને જતિનના ઉલ્લેખથી થયો. જતિન... તેમની સાથે ભણતો હતો. એક ગામડાના સાધારણ પરિવારમાંથી આવતો જતિન સ્કોલરશીપ પર ભણતો, પણ હંમેશાં અવ્વલ આવતો. તેનું ધ્યાન માત્ર ભણવામાં જ રહેતું. બધા ફ્રી થાય ત્યારે કેન્ટિનમાં જાય, ફરવા જાય, મુવી જોવા જાય, પણ જતિન તો રૂમમાં બેસીને ભણતો. બધા બહાર નાસ્તો કરવા જાય, પણ જતિન તો હોસ્ટેલમાં જ જમી લેતો. ક્યારેય કોઈ મોજશોખ નહીં, તેનું એક જ ધ્યેય હતું ડોક્ટર બનવાનું... અને તેના માટે તેના પિતાની આર્થિક સ્થિતિ અનુકૂળ ન હતી એટલે ભણીને સ્કોલરશીપ મેળવવાનું જ તેનું ધ્યેય હતું. આપણો હિરો મિલન પણ હોશિયાર જ... પણ તે ગમે તેટલી મહેનત કરે તો પણ જતિન સુધી પહોંચી ન શકતો... આજે મીલીએ જતિનનું નામ લીધુ એ તેને ખટક્યું... બસ પછી તો તેના માથે ઝુનુન સવાર થઈ ગયું. મીલીની વાતને ચેલેન્જ તરીકે લઈ લીધી. હવે તો ગોલ્ડ મેડલ મને જ મળે એવો નિશ્ર્ચય મનોમન કરી લીધો.
બહું જ આઘાત લાગી ગયો મિલનને... મીલીએ તેને બેજવાબદાર કહી દીધો? તે મીલીને "ેમ કરતો હતો અને તેનો બર્થ ડે સેલીબ્રેટ કરવા બે-ચાર કલાક કામ ભૂલીને તૈયારી કરતો હતો. તેમાં બેજવાબદાર? જતિન ભલે "થમ નંબરે આવતો, પણ તે હંમેશાં બીજા-ત્રીજા નંબરે તો આવતો જ ને... પણ મીલીને એ બધું ન દેખાયુ? તેણે ની કરી લીધું કે હવે તો "થમ આવીને જ રહું... હવે તો ગોલ્ડમેડલ મારો જ... અને તે મહેનતમાં ડૂબી ગયો. બુક્સ, રેફરન્સ બુક્સ, મેડિકલ જર્નલ્સ, લેક્ ચર્સ, સેમિનાર... જ્યાં હોય ત્યાં બસ ભણવાનું જ... બહાર જવાનું, રખડવાનું, મુવી જોવાનું, બાઈકની રેસ લગાવવાનું બધું જ બંધ... જાણે ભણવામાં ડૂબી ગયો. બાકી બધું ભૂલાય ગયું. બસ એક મીલીની યાદ ટીસ બનીને ઊઠતી, મીલી કોલેજમાં-હોસ્પિટલમાં દેખાય જતી અને તેની મહેનત બેવડાઈ જતી... સખત મહેનત બસ...
આ બધી તૈયારીમાં એકઝામ આવી ગઈ. પંદર દિવસ પછી એક્ઝામ હતી અને જતિન... ખબર નહીં કેમ પણ ઘણાં દિવસથી હોસ્ટેલમાં ન હતો. ગામડે ઘરે ગયો હતો. એકઝામના પાંચ દિવસ બાકી હતા પણ તે આવ્યો ન હતો. એક મિનિટ તો મિલનને હાશકારો થયો કે જતિન નથી એટલે તે "થમ આવશે જ... પણ પછી વિચાર્યું કે કદાચ ઘરે જઈને વધું મહેનત કરતો હશે તો... એમ વિચારીને વધારે ઝનુનથી ભણવા લાગતો... અને એક્ઝામના ત્રણ દિવસ પહેલા જતિન આવ્યો... થાકેલો, હાફેલો, દેખાતો હતો. પૂછતા ખબર પડી કે તેના પિતા બીમાર હતાં એટલે ગામડે જવું પડ્યું, અને તે મની સેવા કરવામાં એકઝામની તૈયારી નથી થઈ. હવે જો એક્ઝામમાં "થમ નહી આવે તો સ્કોલરશીપ નહી મળે અને ભણવાનું એક વર્"ા બાકી છે તે કેમ થશે? આ બધી વાતની જાણ મિલનને મિત્રો મારફત થઈ... થોડીવાર તો તે ખુશ થઈ ગયો કે હવે ગોલ્ડમેડલ અને મીલી બન્ને મળી જશે.
બે દિવસ પછી એક્ઝામ શરૂ થઈ... લેખિત એક્ઝામ, "ેક્ટિકલ્સ, વાઈવા બધું જ પતી ગયું. એક એક દિવસ પસાર થતો ગયો, તેમ તેમ જાણે ભાર ઉતરતો ગયો. મિલન શાંત હતો, જાણે રિઝલ્ટની તેને ખબર હતી અને થોડા દિવસમાં રિઝલ્ટ આવી ગયું અને તેની ધારણા મુજબ "થમ નંબર જતિન અને બીજા નંબરે મિલન... મિત્રોએ પૂછ્યું પણ ખરા કે ત્ોં તો ખૂબ મહેનત કરી હતી, તો પણ આવું કેમ? પણ તે કંઈ બોલ્યા વગર માત્ર હસીને ચાલ્યો ગયો.
થોડીવાર થઈ ત્યાં િ"ન્સિપાલે બોલાવ્યો, તેને ખબર જ હતી કે િ"ન્સિપાલનું તેડું આવશે જ... અને તે ગયો. કેબિનમાં િ"ન્સિપાલની સાથે વાઈવા લેવા વાળા બીજા "ોફેસર પણ બેઠા હતાં. મિલનની ધારણા મુજબ સવાલ આવ્યો કે, મિલન ત્ોં પેપર તો પરફેક્ટ લખ્યા છે, ત્ોં મહેનત પણ ઘણી કરી છે, તો પછી "ેક્ટિકલ અને વાઈવામાં છબરડા કેમ કર્યા? સીધા સરળ સવાલના જવાબ પણ કેમ ખોટા આપ્યા? અચાનક એવું શું થયું કે તારૂં ધ્યાન ભટકી ગયું? ત્ોં તો ઘણી તૈયારી કરી હતી. એવી ખબર પડી છે, આ રિઝલ્ટથી બીજા વિદ્યાર્થીઓ પણ આશ્ર્ચર્યમાં છે... કંઈ થયું છે?
મિલને જવાબ આપ્યો, ના સર કંઈ નથી થયું... ખરેખર તો મેં એક્ઝામને સિરિયસલી જ લીધી હતી. છેલ્લા ચાર મહિનાથી બીજું બધું ભૂલીને માત્ર ભણવામાં જ ધ્યાન આપ્યું હતું, પણ સર, મારો બીજો નંબર આવે કે પાંચમો નંબર, મને ફર્ક નથી પડતો. હું ફી ભરીને ભણી શકું છું, પણ જતિનને નંબર પાછળ જાય તો ફર્ક પડે છે. તેને સ્કોલરશીપ ન મળે તો તે ભણી ન શકે, અને તેના જેવો એક હોશિયાર ડોક્ટર આપણે ગુમાવવો પડે. તે રૂપિયા કમાવવા ડોક્ટર નથી બનતો, ગામડામાં લોકો માટે હોસ્પિટલ ઊભી કરી સેવા કરવા માગે છે. હું તો શહેરમાં ગમે ત્યાં, ગમે તેટલા ખર્ચે હોસ્પિટલ બનાવી શકીશ, પણ જતિનનું સપનું તૂટી જાત અને એટલે જ મેં આ કર્યું. આટલું કહેતા તેની નજર સામે મીલીનો ચહેરો આવી ગયો અને તે આંખના આંસુ છૂપાવતો બહાર નીકળી ગયો. તેની આંખ રડતી હતી, દિલ બળતું હતું. તે સમજી ગયો કે હવે મીલી તેની નહી થાય, તે કોલેજથી દૂર ગાર્ડનમાં જઈને આંખ બંધ કરીને બેસી ગયો.
થોડીવાર પછી આંખ ઉઘાડી તો આંખમાં આંસુના પડદાની આરપાર મીલી દેખાય એ જ પર્પલ વનપીસ, એ જ છૂટા ફરફરતા વાળ, એ જ રૂપ... એ જ મોટી હાર્ટ શેપની કેક, બસ ફર્ક એટલો હતો કે ચહેરા પર નારાજગી અને ગુસ્સાને બદલે સ્મિત, લજ્જા, રોમાન્સ, શરારત, તેને જોઈને મિલન ઊભો થઈ ગયો. તે મિલન પાસે જઈને બોલી... તું મને મૂરખ સમજે છે? તને શું લાગ્યું મને ખબર નહી પડે? પણ મને ખબર પડી ગઈ છે કે જતિનને સ્કોલરશીપ મળે એ માટે જાણી જોઈને એક્ઝામમાં નબળો દેખાવ કર્યો છે. મિલન મને સમજુ જવાબદાર પતિ જોઈએ છે, પણ તેમાં "થમ આવે, ગોલ્ડમેડલ મેળવે એ શરત ન હતી... છતાં તું ધગશથી ભણતો એટલે હું કંઈ ન બોલતી, પણ હવે હું તને ખોવા નથી માંગતી. તું કદાચ છેલ્લા નંબરે આવ્યો હતો ને તો પણ હું તને "પોઝ કરવાની જ હતી. એમ કહીને આઈ લવ યુ લખેલી કેક તેના સામે રાખી. મિલન કંઈ ન બોલ્યો, કંઈ બોલી ન શક્યો... શબ્દ તેના ગળામાં અટવાઈ ગયો... બાઘો બનીને મીલી સામે જોતો રહૃાો.
ઓકે... તો તને મારી "પોઝલ પસંદ નથી ને, તું મને રિજેક્ટ કરે છે ને, તો હું જાઉ છું. એમ કહીને તોફાની સ્મિત કરીને મીલી કેક ઉપાડીને ચાલવા લાગી અને બીજી સેકેન્ડે મિલને તેનો હાથ પકડીને પોતાના તરફ ખેંચી અને જોરથી ગળે લગાવી દીધી. પાછળથી બધા મિત્રોએ આ મિલન- મીલીના મિલનને તાળીઓથી વધાવી લીધું....
- દિપા સોની
આજના યુ"માં મિત્રનું કર્તવ્ય
લાલજીના ઘરેથી શામજીને કહેણ આવ્યું કે તારો મિત્ર લાલજી છેલ્લી ઘડીઓ "ણી રહ્યો છે તો તું મળવા આવી જા.
આથી શામજી તરત જ લાલજીના ઘરે પહોંચી "યો.
શામજીએ જોયું તો લાલજીનો જીવ નહોતો જતો. તે મૂંઝાતો હોય તેવું લાગ્યું.
શામજીએ પૂછ્યું: લાલજી, તારી છેલ્લી ઈચ્છા શું છે? તને શાંતિ કેમ નથી થતી?
પણ લાલજી કંઈ બોલી ન શક્યો. તેની ચકળવકળ થતી આંખો જોઈને શામજીએ કંઈક વિચારીને પૂછ્યું:- લાલજીનો મોબાઈલ ક્યાં છે?
તેનો મોબાઈલ તેની નાનકડી બેબીના હાથમાં હતો. તે લઈને શામજીએ લાલજીની આં"ળીથી ખોલીને ફોર્મેટ કરી નાખ્યો અને લાલજીને કહ્યું:- જો લાલજી, તારો મોબાઈલ મેં ફોર્મેટ કરી નાખ્યો છે અને ગુગલમાં પણ ડીલીટ કરી નાખ્યું છે, મારા જી"રીયા, હવે તો તને શાંતિ થઈને? હવે તું શાંતિથી સિધાવ!
આ સાંભળીને લાલજીએ શાંતિથી "યાણ કર્યું.
(આજની વરવી વાસ્તવિકતા)
આ તે સ્કૂલ કે સલુન ?
જો વળી, આજે છાપામાં શાળાના સમાચાર ફરી ચમક્યા છે.
લે વળી, હવે શું થયું?
પત્નીએ પૂછતાં પતિએ જવાબ આપ્યો: એજ, એક શિક્ષિકાએ તેની વિદ્યાર્થિનીના વાળ બ્લેડથી કાપી નાખ્યા.
આ શું થવા બેઠું છે? પત્ની બોલી.
મને લા"ે છે કે આ શાળા છે કે બ્યુટી પાર્લર? શિક્ષકો પણ હવે હદ કરે છે.
આક્રોશ ઠાલવતા પતિએ તેની પત્નીને કહ્યું:- આપણી રેવાને તો કોઈ તકલીફ નથી ને?
ત્યારે રેવાની મમ્મી બોલી:- તમે જરાય ચિંતા ના કરો આપણી રેવા તો અભ્યાસમાં સૌથી આ"ળ છે અને રૂપાળી પણ છે. હું તેને ખૂબ જ સરસ રીતે તૈયાર કરીને જ નિશાળે મોકલું છું એટલે તો શાળામાં બધા તેને રેવા રસમલાઈ કહે છે.
છતાં તેનું ધ્યાન રાખજે.
મને ખાત્રી છે કે તેને કંઈ જ તકલીફ નહીં થાય.
આમ વાત ચાલતી હતી, ત્યાં જ રેવા રડતી રડતી ઘરે આવી અને તેની મમ્મીને વળ"ી પડી.
તેને શાંત પાડતા મમ્મીએ પૂછ્યું, શું થયું રેવા? શાળામાં કંઈ થયું? કોઇએ તને હેરાન કરી? કે પછી શિક્ષકે તારા વાળ કાપી નાખ્યા?
રેવા બોલી: ના, મમ્મી, ટીચરે કંઈ કર્યું નથી, ફક્ત કહ્યું કે: રેવા, તું આટલી સરસ તૈયાર થઈને આવે છે, તો મારે તારા વાળ કેમ કાપવા? બધા કહે છે કે, મેમ એક રેવા જ તમને લાડકી છે? તો મારે તેમનું મેણું કંઈ રીતે ભા"વું? આમ કહેતાં કહેતાં તે મારી તરફ આ"ળ વધ્યા અને હું ક્લાસ છોડીને ઘરે આવી "ઈ. મમ્મી હું શું કરૂં?
મમ્મી અને પપ્પા બન્ને અવાક્ બનીને જોઈ રહ્યાં.
આ વાત કાલ્પનિક છે પણ સમાચાર સાચા છે.
ખરેખર શાળાએ શિક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ, નહીં કે શારીરિક સૌંદર્ય ઉપર.
તેમણે વિદ્યાર્થીઓને ડોક્ટર, વકીલ, કલેકટર, ડીએસપી બનાવવાના છે તેઓ વિદ્યાર્થીઓને એવું ભણાવે કે તેમની પર્સનાલિટી ખીલી ઉઠે. બાકી બ્યુટી પાર્લરને સલૂન તો "લીએ "લીએ છે ખરૂં ને?
નો પાર્કિં"નો દંડ
આજે એક મિત્રની "ાડી ટો થઈ "ઈ.
તે મુદ્દે અમે બધા મિત્રો નુડ પર ઊભા ઊભા વાતો કરી રહ્યા હતાં.
ત્યાં વળી એક મિત્રે પૂછ્યું:- એવો કોઈ રસ્તો નથી કે આપણે પાર્કિં"ના પૈસા પણ ન ભરવા પડે અને દંડ પણ ન થાય
તો બધા હસવા લાગ્યાં. તે તો બાઘાની જેમ ચૂપ થઈ "યો.
ત્યાં હરિ ઓમ હરિ ફેઇમ હરિહરરાય બોલ્યા, એક રસ્તો છે ને?
બધાએ એકી અવાજે પૂછ્યું:- શું?
એ જ કે વાહન વેંચી નાખવાનું. ના રહે"ા બાંસ ઔર ના બજે"ી બાંસુરી
લેકીન યે બાત હજમ નહીં હો રહી હૈ, બીજો કોઈ રસ્તો નથી?"
છે ને કાકા કહેવતી શંકરે ઝંપલાવ્યું:- એવો રસ્તો છે, કે વાહન "મે ત્યાં રાખો, કોઈ નામ ન લ્યે, પૈસા પણ ન ભરવા પડે, દંડ પણ ન થાય અને આવક પણ થાય અને બધા સલામ પણ કરશે
બધા ચમકી "યા અને બોલ્યા:-હેં?
હેં નહીં, હા
એ જ કે વાહન ટોઈં" કરવાનો ઇજારો (કોન્ટ્રાક્ટ) જ લઈ લેવો
- અનિલ સરૈયા
અમૃતસરના સ્વર્ણમંદિર, કાશીના શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર તથા લાહૌરની મસ્જિદમાં રણજીતસિંહે કર્યુ હતું સુવર્ણ દાન
દુનિયામાં જૂજ લોકો ઇતિહાસ બનાવે છે અને આ જૂજ લોકો પૈકીમાં પણ અમૂક વિભૂતિઓ જ એવી હોય છે જેનો યશ સુવર્ણની જેમ સદાને માટે ઝળહળતો રહે છે. શેર-એ-પંજાબ તરીકે ખ્યાતિ પામેલા શીખ સામ્રાજ્યના સ્થાપક મહારાજા રણજીતસિંહ આવી જ વિભૂતિ હતાં. યુદ્ધ ભૂમિમાં અજેય અને શાસનમાં ધર્મ નિરપેક્ષ રહેલા રણજીતસિંહ થોડા સમય પહેલા થયેલ બીબીસી વર્લ્ડ હિસ્ટ્રી મે"ેઝિનના સર્વકાલીન શ્રેષ્ઠ નેતાઓના પોલ માં 38% વોટ મેળવી "થમ ક્રમે આવ્યા હતાં. આ યાદીમાં આફ્રિકન સ્વતંત્રતા વીર અમિલકર ક્રેબલ, દ્વિતીય વિશ્ર્વ યુદ્ધ વખતના બ્રિટનના વડા"ધાન વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાનાં પૂર્વ "મુખ અબ્રાહમ લિંકન અને ભારતમાં જેની મહાન રાજાઓમાં "ણના થાય છે એ મુઘલ શાસક અકબર સહિતના શાસકો રણજીતસિંહથી પાછળ રહી "યા હતાં.
મહારાજા રણજીતસિંહે ફક્ત યુદ્ધનાં મેદાનમાં જ પરાક્રમ બતાવ્યુ હોત તો તેઓ કદાચ સર્વકાલીન શ્રેષ્ઠ નેતા તરીકે ન ચૂંટાયા હોત. રણજીતસિંહજીનો દરેક ધર્મને સમાન દરજ્જો આપવાનો અભિ"મ તથા "જામાં દરેક કોમને સાથે લઇ ચાલવાની નીતિએ તેમને એક આદર્શ "દેશ અને આદર્શ સમાજનાં ષ્ટા તરીકે સ્થાપિત કર્યા જેને કારણે તેઓનું યો"દાન અતુલનીય બની જાય છે.
મહારાજા રણજીતસિંહજીનો જન્મ 13 નવેમ્બર 1780 માં થયો હોવાની માન્યતા છે. એ સમયે પંજાબ તથા આસપાસનો "ાંત મિસલ કહેવાતા જૂથોમાં વિભાજીત હતા. જેમાં સુકરચકિયા મિસલના વડા મહાસિંહ તથા તેમના પત્ની રાજ કૌરના સંતાન હતા રણજીતસિંહજી. તેમણે 10 વર્"ાની વયે "થમ લડાઇ લડી હતી. નાનપણમાં તેમને શીતળાનો રો" થતા એક આંખ "ુમાવવી પડી હતી. તેમણે અલ" અલ" મિસલ ને એક કરી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી અને તેઓ ઈ.સ. 1801 માં પંજાબનાં મહારાજા ઘોિ"ાત થયા.
ઈ.સ.1802 માં તેમણે અમૃતસર પર વિજય મેળવ્યો અને અફઘાની આક્રમણકારોને કારણે ક્ષતિ"્રસ્ત થયેલ હરમંદિર સાહેબ "ુરૂદ્વારાનો જિર્ણોદ્ધાર કરાવ્યો. રણજીતસિંહજીએ "ુરૂદ્વારાને સોનાથી મઢવા માટે 700 કિલોથી વધુ સોનું દાન કર્યુ હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ છે. સોનાથી ઝળહળ થયેલ હર મંદિર સાહેબ સ્વર્ણ મંદિર તરીકે વિશ્ર્વભરમાં ખ્યાતિ પામ્યું છે.
રણજીતસિંહજી કહેતા હતા કે મારી પાસેથી ઈશ્વરે એક આંખ છીનવી લઇ દરેક ધર્મને એક જ િ"ટએ જોવાનો સંકેત આપ્યો છે. એટલે તેઓ દરેક ધર્મને સમાન આદર આપતા હતાં. હરમંદિર સાહેબ રણજીતસિંહજીનાં કારણે સ્વર્ણ મંદિર બની "યા પછી તેમણે બાર જ્યોતિર્લિં"માંનાં એક એવા વારાણસીનાં શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિરમાં પણ સોનાનું દાન કર્યુ હતું. મુઘલકાળમાં શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર ક્ષતિ"્રસ્ત થયા પછી રાણી અહલ્યાબાઇ હોલ્કર દ્વારા નવું મંદિર નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એ મંદિરમાં રણજીતસિંહજીએ સોનાનું દાન કરતા તેનું શિખર સુવર્ણ શિખર બની "યું હતું. "ાપ્ત ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર રણજીતસિંહજીએ શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિરમાં 22 ટન સોનું આપ્યું હતું. જે પછી તાજેતરમાં શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિરમાં એક અજ્ઞાત ભક્ત દ્વારા 60 કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું હતું જેનો "ર્ભ"ૃહમાં ઉપયો" કરવામાં આવ્યો હતો.
રણજીતસિંહજીએ લાહૌરમાં આવેલ એક મસ્જિદ ને પણ સોનાનું દાન કર્યુ હતું. બુખારી ખાન દ્વારા બનાવાયેલી આ મસ્જિદનાં મિનારા-"ુંબદ સુવર્ણ નાં થઇ જતા તે સુનહરી મસ્જિદ તરીકે ઓળખાવા લા"ી. જો કે આ વિ"ાયમાં એક મત એવો પણ "વર્તે છે કે આ મસ્જિદની ઇમારતને "ુરૂદ્વારામાં પરિવર્તિત કરવામાં આવેલ અને પછી ફરીથી રણજીતસિંહજીનાં શાસનકાળમાં જ મસ્જિદમાં પુન: પ રિવર્તિત કરવામાં આવી હતી.
27 જૂન 1839 માં મહારાજા રણજીતસિંહજીનું અવસાન થયું હતું. લાહૌરમાં જ તેમનું સમાધિ સ્થાન આવેલ છે.
આમ શીખ ધર્મનાં સૌથી પવિત્ર સ્થળ હરમંદિર સાહેબ "ુરૂદ્વારાને સ્વર્ણ મંદિર બનાવવામાં, હિન્દુઓનાં આસ્થાનાં કેન્દ્ર શ્રી કાશી વિશ્ર્વનાથ જ્યોતિર્લિં" મંદિરનાં શિખરોને સુવર્ણમય બનાવવામાં અને મુસ્લિમોનાં ઇબાદત સ્થળ બુખારી મસ્જિદને સુનહરી મસ્જિદ બનાવવામાં એક જ વ્યક્તિનું સુવર્ણ "દાન હતું એ હતા મહારાજા રણજીતસિંહજી. રણભૂમિમાં એક પણ યુદ્ધ ન હારવાની સાથે જ સમાજ અને ધર્મનાં પરિ"ેક્ષ્યમાં પણ રણજીતસિંહજી જેવો અનન્ય ઇતિહાસ કોઈ સર્જી શક્યું નથી.
- આદિત્ય જામનગરી
મેષઃ (અ, લ, ઈ) :
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપણી રાશિકુંડલીમાં બીજે ગુરૂ, હર્ષલ, ચોથે મંગળ, છઠ્ઠે કેતુ, સાતમે ચંદ્ર-નિચનો સૂર્ય, આઠમે બુધ-શુક્ર દસમે પ્લુટો, અગિયારમે સ્વગ્રહી શનિ તથા બારમે નેપ્ચ્યુન-રાહુ રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનના કેતુ તથા અષ્ટમ્ ભુવનમાં બુધ-શુક્ર રહેલા છે.રાશિપતિ મંગળનો નિચભંગ થાય છે જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. છઠ્ઠે છાયાગ્રહ છે, જેથી જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી ઈચ્છનિય બનશે. રાહુ બારમે છે, આકસ્મિક ચિંતાથી મનોભાર રહેતો લાગશે. નાની-નાની બીમારીમાં જાતે દવા લેવાનું નિવારશો. જુની બીમારી મંદ ગતિએ સુધરતી લાગશે. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. સપ્તમેષ આઠમે હોતા સામાજિક કે જીવનસાથીની તંદુરસ્તીના પ્રશ્નો અંગે દોડધામ રહેતી લાગશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ અનુભવશો. સંતાનથી વિવાદ નિવારશો. જામીનગીરી જેવા કાર્યોમાં સાવચેતી જરૂરી બનશે. ફક્ત માનસિક શ્રમ કરતા હોય તેમને માટે મગજને આરામ, શરીરને શ્રમ આપવો જરૂરી બનશે. છઠ્ઠે તથા આઠમે ગુરૂની દૃષ્ટિ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક બનશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપણી રાશિકુંડળના ધનસંગ્રહ સ્થાનમાં ભાગ્યેશ-વ્યયેશ ગુરૂ રહેલો છે, જેથી ભાગ્ય થકી ધનપ્રાપ્તિ થતી લાગશે. પારિવારિક આવક વૃદ્ધિ શક્ય બનશે. સંતાનથી ધનલાભ રહેશે. ગુરૂ વ્યયેશ પણ છે, જેથી આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. બિનજરૂરી ખરીદી નિવારશો. ધર્મકાર્ય તથા માંગલિક કાર્યો પાછળ વિશેષ ખર્ચ રહેશે. ધનેશ આઠમે છે, તેથી ભાગબટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. ચતુર્થેશ અસ્તનો હોતા જમીન-મકાન-મિલકતમાં બિનજરૂરી રોકાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. વર્ના પૂર્વાર્ધમાં આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકે છે. અહીં અગાઉ કરેલી બચત ખૂબ જ ઉપયોગી નિવડશે. વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્ય-લાભ સ્થાનને દૃષ્ટિ કરતો ગુરૂ વિકાસની તક ઉપલબ્ધ કરાવશે. છાયાગ્રહ બારમે રહેતા આવકની ગણતરીના આંકડાઓ ઘણી વખત ઘટતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ રહેશે. બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ નિવારશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં પ્લુટો રહેલો છે. કર્મેશ શનિ લાભસ્થાનમાં સ્વગ્રહી છે, જેથી ધર્મના ક્ષેત્રે આર્થિક લાભ પ્રાપ્ત થાય. છઠ્ઠાનો અધિપતિ બુધ આઠમે વિપરિત રાજયોગ કરે છે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળતી લાગશે. સંતાનના નામથી ધંધો હશે તો નવું રોકાણ સમજપૂર્વક કરશો. સપ્તમેશ આઠમે છે. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ મધ્યમ રહેશે. નવા પ્રોજેક્ટો કે નવી એજન્સી અંગે વિશેષ અનુકૂળતા રહેતી લાગશે. જુની ઉઘરાણી કે આકસ્મિક ખર્ચ અંગે વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. ચોથે નિચનો મંગળ હોવાથી ધંધાની જગ્યાના પ્રશ્નોથી ચિંતિત રહેશો. કર્મેશ લાભ સ્થાનમાં હોતા કર્મનું ફળ મંદ, પરંતુ સ્થિર ગતિએ પ્રાપ્ત થતું લાગશે. પરદેશના કાર્યોમાં પ્રગતિ થતી લાગશે. આપની રાશિકુંડળના સેવા સ્થાનમાં છાયાગ્રહ છે. ભાગ્યેશ ગુરૂ ધનસ્થાનમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે આર્થિક માંગ પૂરી થતી લાગશે. રાહુ ઘણીવાર મનોભાર સર્જી શકે છે. અહીં સમયનો સદુપયોગ કરીને હળવાશ અનુભવી શકશો. આર્થિક જવાબદારીવાળા કાર્યો અંગે અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ ચિંતા ન કરાવે તે જો જો. પૂરક જ્ઞાનપ્રાપ્તિ અંગે અનુકૂળતા રહેતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ કેન્દ્રમાં છે. ગુરૂ બીજા સ્થાનમાં છે, જેથી વિદ્યપ્રાપ્તિમાં સારૂ રહેશે. વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. રાહુ બારમે છે. અભ્યાસના ખર્ચ સિવાય બિનજરૂરી ખર્ચ નિવારશો. જામીનગીરી જેવા કાર્યો નિવારશો. પાપગ્રહ મંગળ ચોથે હોવાથી પડવા-વાગવા કે ઝડપી વાહનો અંગે તકેદારી કેળવશો. શનિ અગિયારમે સ્વગ્રહી છે. મિત્રો-સહેલીઓથી સહકાર પ્રાપ્ત થતો લાગશે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. પૂરક જ્ઞાનપ્રાપ્તિ કે નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. રાહુ બારમે આભાષી ગ્રહ છે. બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન ન કરે તે જો જો. અધ્યાપક ગણ પાસેથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવાનું વિચારતા હોય તો જે-તે સ્થળની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં ચંદ્ર-નિચનો સૂર્ય રહેલો છે. ગુરૂ પરિવાર ભાવમાં છે, જેથી ગૃહસ્થ જીવનમાં સારૂ રહેશે. પારિવારિક પ્રશ્નો હળવા થતા લાગશે. આવકવૃદ્ધિ શક્ય બનશે. રાહુ બારમે છે. આળસ નિવારીને સાવચેતીપૂર્વક કર્મ કરશો તો કાર્યબોજ હળવો થતો લાગશે. વિકાસની તક પ્રાપ્ત થશે. મિત્રો-સ્નેહીથી લાભ થશે. તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-દોડધામ ઉદ્ભવી શકશો. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ વિલંબે મળશે. પંચમેશ કેન્દ્રમાં નિચસ્થ છે. સંતાનના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. ભૌતિક સુખોના સાધનોની ખરીદી કરવાની ઈચ્છા બળવત્તર બનતી લાગશે. હપ્તે મળતી વસ્તુ સમજપૂર્વક વસાવશો. કલા-સંગીત કે રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવી શકશો. સ્વની ઓળખના પ્રયાસોથી આત્મવિશ્વાસ વધતો લાગશે. આકસ્મિક ખર્ચમાં બચત વપરાતી લાગશે. પરદેશથી સારૂ રહેશે.
વૃષભ (બ, વ, ઉ) :
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે હર્ષલ-ગુરૂ, બીજે નિચનો મંગળ, પાંચમે કેતુ, છઠ્ઠે ચંદ્ર-નિચનો સૂર્ય, સાતમે બુધ-શુક્ર, નવમે પ્લુટો, દસમે સ્વગ્રહી શનિ તથા બારમે નેપ્ચ્યુન, રાહુ રહેલા છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં સૂર્ય-ચંદ્ર રહેલા છે. અષ્ટમ્ભુવનમાં કોઈ ગ્રહ નથી. રાશિમાં અષ્ટમેષ, લાભેશ ગુરૂ રહેલ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહે. પારિવારિક તથા ધાર્મિક કાર્યો શક્ય બને. સામાજિક-માંગલિક કાર્યો પાછળ ખર્ચ રહે. ત્રીજો મંગળ કાર્યશક્તિમાં વધારો કરવામાં સહાયક બનશે. વિદ્યાભુવનમાં રહેલો કેતુ સંતાનની તંદુરસ્તી અંગે ચિંતા કરાવે. મનસ્થાન ઉપર મંદગ્રહ શનિની દૃષ્ટિ છે, જેથી આળસવૃત્તિથી કાર્યબોજ વધતો લાગશે. યોગ્ય શ્રમ, મહેનત, ખાન-પાનમાં સમયપાલન જરૂરી બનશે. જુની બીમારી અંગે વર્ષનો ઉત્તરાર્ધ હળવાશયુક્ત રહેશે. સમાજ કે પરિવારમાં વધુ પડતા અગ્રેસર બનીને કર્મ કરતા થાકની ફરિયાદ કરશો. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો હળવાશ અનુભવી શકશો. પહેલો ગુરૂ તથા યોગકારક શનિ તંદુરસ્તીના પ્રશ્નોમાં હળવાશ અપાવી શકશે. જાગૃત રહેશો તો સ્વસ્થ તંદુરસ્તી જાળવી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ બુધ કેન્દ્રમાં રહેલો છે. કારક ગુરૂની દૃષ્ટિ ધનેશ ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. રાહુ અગિયારમે રહેતા અટકતા લાભો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. યોગકારક શનિ દસમે સ્વગ્રહી છે. કર્મક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે મંદગતિએ સ્થિરતા પ્રાપ્ત થતી લાગશે. સંતાનના પ્રશ્નોથી વિશેષ ખર્ચ રહેશે. આર્થિક જવાબદારીવાળા કાર્યો શક્ય હોય તો નિવારવા. ગુરૂ ધનસ્થાને રહેતા નાના-મોટા લાભો પ્રાપ્ત થતા લાગશે. શનિની દૃષ્ટિ બારમે છે. ભૌતિક સુખોના સાધનોની ખરીદી પાછળ વિશેષ ખર્ચ કરશો. વધુ વળતર કે લોભ-લાલચથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. દેશાવરના કાર્યોમાં સ્પષ્ટતા-ચોક્સાઈને અગત્યતા આપવી જરૂરી બનશે. પારિવારિક ભાગબટાઈથી મળતા લાભો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેતો લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના કર્મભુવનમાં યોગકારક શનિ રહેલો છે. લગ્નમાં ગુરૂ છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ પ્રાપ્ત થતું લાગશે. નવા ગ્રાહકો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. ગુરૂની બન્ને ત્રિકોણ તથા કેન્દ્રસ્થાન ઉપર દૃષ્ટિ રહેશે. અટકતા કાર્યો કે ઉઘરાણી જેવા કાર્યો ઉકલતા લાગશે. સંતાનની પ્રગતિ થતી લાગશે. એકથી વધુ ધંધાઓ કરવા વિચારશો. શનિ મંદગ્રહ છે તેથી ઘણી વખત કાર્યો ધીમી ગતિએ થતા લાગશે. અગિયારમે રાહુ દેશાવરના કાર્યોમાં સફળતા અપાવતો લાગશે. નવી યોજનાઓ, નવી પ્રોડક્ટ અંગે અનુકૂળતા રહેશે. જુના માલનો ઝડપથી નિકાલ જરૂરી બનશે. કર્મચારીઓ પાછળ વિશેષ ખર્ચ રહેશે. ધંધામાં પ્રતિસ્પર્ધાધઓ રહેતા નફાનું પ્રમાણ ઘટાડીને પણ ધંધાનો ટાર્ગેટ ઊંચો રાખવા પ્રયત્નશીલ બનશો. ધંધાના વિકાસ અર્થે નવા સાધનો વસાવવા માટે પ્રેરાશો. આપની રાશિકુંડળના સેવાસ્થાનમાં સૂર્ય-ચંદ્ર, ભાગ્યભુવનમાં પ્લુટો તથા કર્મભુવનમાં સ્વગ્રહી શનિ રહેલો છે, જેથી કર્મના ક્ષેત્રે મંદગતિએ સફળતા મળતી લાગશે. પ્રમોશન કે પગાર વધારા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ સાથે મનોભાર રહેતો લાગશે. ફરજ અંગેની તાલીમ કે પરીક્ષામાં વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. ભાગ્યોદયની તક પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કેતુ રહેલો છે. પાંચમે તથા પંચમેશ બુધ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સફળતા રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરવામાં અનુકૂળતા રહેશે. મંદગ્રહ શનિ કેન્દ્રમાં છે, જથી વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. મંગળ ત્રીજે છે, રમતગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. લેખન-પ્રોજેક્ટ જેવા કાર્યોમાં અનુકૂળતા રહેશે. રાહુ મિત્રભાવમાં છે, સહાધ્યાયીઓથી સહકાર રહેશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ વિશેષ ખર્ચ ઉદ્ભવતો લાગશે. ગુરૂ રાશિમાં તથા ધનભાવમાં પરિભ્રમણ કરશે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભો પ્રાપ્ત થતા લાગશે. ભાઈ-બહેનોથી વિશેષ સહકાર પ્રાપ્ત થશે. બિનજરૂરી ખર્ચ નિવારીને શિક્ષણના સાધનો-પુસ્તકો વગેરે પાછળ ખર્ચ કરશો તો પરીક્ષા સમયે હર્ષ પામશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં રહેલા બુધ, શુક્ર ઉપર ગ્રહની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. જીવનસાથીના ઉત્સાહથી, કાર્ય સફળતાથી હર્ષ પામશો. ધનેશ કેન્દ્રમાં ગુરૂથી દૃષ્ટિમાં છે. જીવનસાથીથી વિશેષ આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. વતન, મિલકત, માતૃપક્ષના પ્રશ્નોથી ચિંચિત રહેશો. રાહુ લાભ સ્થાનમાં છે. હરિફોથી વિજય પ્રાપ્ત થતો લાગશે. કર્મના ક્ષેત્રે લાભ રહેશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસ-પર્યટનથી સારૂ રહેશે. કેન્દ્રત્રિકોણને દૃષ્ટિ કરતો ગુરૂ આકાંક્ષાઓની મંજિલે પહોંચવામાં હિંમત આપતો લાગશે. મકાન-વાહનની જાળવણીનો ખર્ચ વધતો લાગશે. સંતાનના અભ્યાસ અંગેના પ્રશ્નોથી ચિંતિત રહેશો. આધ્યાત્મિક ક્ષેત્રે મંદ ગતિએ સફળતા મળતી લાગશે. સસ્તી વસ્તુઓની લાલચમાં લોભાશો તો આર્થિક હાનિ ઉદ્ભવી શકે છે.
મિથુન (ક, છ, ઘ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળમાં બીજે નિચનો મંગળ, ચોથે કેતુ, પાંચમે ચંદ્ર-નિચનો સૂર્ય, છઠ્ઠે બુધ-શુક્ર, આઠમે પ્લુટો, નવમે સ્વગ્રહી શનિ, દસમે રાહુ-નેપ્ચ્યુન તથા બારમે ગુરૂ-હર્ષલ રહેલા છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં બુધ-શુક્ર, સપ્તમ્ ભુવનમાં પ્લુટો તથા રાશિપતિ છઠ્ઠે રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. જુની બીમારી અંગે ડોક્ટરની સલાહ જરૂરી બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં આપની કાર્યશક્તિ સારી રહેશે. કાર્યનું ફળ મળતા તથા નાના-નાના લાભો પ્રાપ્ત થતા હર્ષ પામશો. વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. તૃતીયેશ નિચસ્થ છે, પ્રવાસમાં અજાણ્યા પદાર્થ લેવાનું નિવારશો. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. નાની-નાની બીમારી અંગે સાવચેતી જરૂરી બનશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ પામશો. આરામ અંગે યોગ્ય સમયનું આયોજન જરૂરી બનશે. પેકિંગમાં મળતા ફૂડમાં એક્સપાયરી ડેટ જોવી જરૂરી બનશે. નાના-નાના ચહલ-પહલ જેવા કાર્યો જાતે કરવાનું જરૂરી બનશે. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો વિશેષ માનસિક શાંતિ પ્રાપ્ત તી લાગશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં લાભેશ મંગળ રહેલો છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. પારિવારિક આવક વૃદ્ધિ થતા હર્ષ પામશો. નાણાકીય લેતી-દેતીના કાર્યોમાં વિવાદ નિવારશો. મંદગ્રહ શનિ ભાગ્યમાં છે, જેથી મંદગતિએ ભાગ્યોદય થતો લાગશે. કર્મના ક્ષેત્રે ધનપ્રાપ્તિ રહેશે. વર્ષ પ્રારંભે ગુરૂ બારમે છે, જેથી સામાજિક કાર્યો, જીવનસાથી, ભાગીદારી તથા કર્મના ક્ષેત્રે આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. પારિવારિક ખર્ચનો આંક વધતો લાગશે. અહીં કરકસર, આયોજનથી આર્થિક સંતુલન જાળવી શકશો. જમીન-મકાન-મિલકત વગેરેમાં રોકાયેલા નાણા પરત મળતા લાગશે. અહીં બાંધછોડ કરવી જરૂરી બનશે. વર્ષના પૂર્વાર્ધમાં બિનજરૂરી લોન લેવાનું નિવારશો. હપ્તે મળતી વસ્તુઓ સમજપૂર્વક વસાવશો. વારસાકીય પ્રશ્નો વિલંબે ઉકેલાતા લાગશે. જુની વસ્તુના નિકાલથી મળતી રકમ નવી વસ્તુઓ ખરીદવામાં સામાન્ય સહાયક બનતી લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના કર્મભુવનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલો છે. કર્મેશ ગુરૂ બારમે છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે, જેથી કર્મના ક્ષેત્રે મંદ ગતિએ સફળતા મળતી લાગશે. દેશાવરના કાર્યોમાં સારૂ રહેશે. શનિ બળવાન હોતા બૌદ્ધિક કાર્યો, આયોજન, મેનેજમેન્ટ વગેરે જેવા કાર્યોમાં સફળતા મળતી લાગશે. ચોથે છાયાગ્રહ છે, ધંધાની જગ્યાના રિનોવેશન કે અન્ય કાર્યોમાં વિલંબ થતો લાગશે. ધંધા માટે નવી જગ્યાની ખરીદી કે ભાડે જગ્યા મેળવવા પણ સાવચેત રહેવું જરૂરી બનશે. સંતાનના નામથી ધંધો હશે તો નવું રોકાણ શક્ય હોય તો નિવારશો. વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડી શકશો. નાણાકીય અટકતા લાભો અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. આપની રાશિકુંડળના સેવા સ્થાનમાં બુધ-શુક્ર રહેલ છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે. કર્મ સ્થાનમાં રાહુ છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહેશે. આપ આપની કાર્યશક્તિનો વિકાસ કરી શકશો. પરદેશના કાર્યો મંદ ગતિએ ઉકલતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારીવાળા કાર્યો અંગે જાગૃતતા કેળવવી પડશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં ચંદ્ર રહેલો છે. પંચમેશ શુક્ર છઠ્ઠે શનિની દૃષ્ટિમાં છે, જેથી જ્ઞાનપ્રાપ્તિમાં મંદગતિએ સફળતા મળતી લાગશે. પંચમેશ છઠ્ઠે હોતા વર્ષ પ્રારંભથી જ જ્ઞાનપ્રાપ્તિ માટે ચિંતન-મનન કરવું જરૂરી બનશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ શરૂ કરી શકશો. પારિવારિક પ્રશ્નો હળવા બનતા રાહત અનુભવશો. બિનજરૂરી દોડધામ કે સમયનો વ્યય પરીક્ષા સમયે નિરાશ ન કરે તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં ગુરૂ બારમે છે, જે અભ્યાસ અંગે વિશેષ ખર્ચ કરાવશે. સ્કોલરશીપ કે પૂરક ધનપ્રાપ્તિ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગેની ઈચ્છા ફળતી લાગશે. વક્તૃત્વ સ્પર્ધા, પ્રોજેક્ટવર્ક, સંશોધન વગેરેમાં સારો દેખાવ કરી શકશો. શનિની દૃષ્ટિ ત્રીજે હોતા ઘણી વખત આળસવૃત્તિથી કાર્યબોજ વધતો લાગશે. મિત્રવર્તુળમાં ખોટો દખાડો કરવાની વૃત્તિ નિવારશો. અજાણી જગ્યાએ પ્રવાસના સ્થળોએ સાવધાની રાખવી.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના સામાજિક ભુવનમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેશ તથા કારક ગુરૂ બારમે છે, જેથી જીવનસાથીથી વિવાદ નિવારશો. જીવનસાથી પાછળ આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકશો. પરદેશના તથા સામાજિક કાર્યોમાં સારૂ રહેશે. રહેઠાણ કે વાહનમાં ફેરફાર કરવાની ઈચ્છા વર્ષના પૂર્વાર્ધમાં શક્ય બનતી લાગશે. રાશિપતિ છઠ્ઠે છે. તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા જરૂરી બનશે. પૌષ્ટિક આહાર, રહેણી-કરણીથી શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખશો તો હર્ષ પામશો. સ્વકર્મે ધનઉપાર્જન કરતી મહિલાઓ માટે વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્ય તથા લાભ સ્થાનને દૃષ્ટિ કરતો ગુરૂ આર્થિક લાભ અપાવવામાં સહાયક બનશે. જીવનસાથીનો આર્થિક વિકાસ થતો લાગશે. દેખાડો કરવાની વૃત્તિ નિવારશો અન્યથા કર્જના ભાગીદાર બનશો. મિત્રો-સહેલીના પ્રશ્નથી ચિંતિત રહેશો. વારસાકીય પ્રશ્નોમાં વિવાદ નિવારશો. રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવી શકશો.
કર્ક (ડ, હ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે નિચનો મંગળ, ત્રીજે કેતુ, ચોથે ચંદ્ર-નિચનો સૂર્ય, પાંચમે બુધ-શુક્ર, સાતમે પ્લુટો, આઠમે સ્વગ્રહી શનિ, નવમે નેપ્ચ્યુન-રાહુ તથા અગિયારમે હર્ષલ-ગુરૂ રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની પનોતી ચાલુ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ-સ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમાં સ્વગ્રહી શનિ છે. રાશિપતિ ચંદ્ર ચોથે છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં ઉગ્ર ગ્રહ હોતા પડવા-વાગવાથી તકેદારી રાખવી પડશે. ષષ્ઠેશ ગુરૂ પોતાના ભાવથી છઠ્ઠે છે, જેથી જુની બીમારીમાં રાહત રહેતી લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં માંગલિક-ધાર્મિક કાર્યો પાછળ દોડધામથી થાકની ફરિયાદ કરશો. પારિવારિક સભ્યોની તંદુરસ્તી અંગે ખર્ચ-ચિંતા રહે. ભૌતિક સુખોની તમન્નાથી શરીર ઉપર વધુ બોજ નાખશો તો ડોક્ટરની મુલાકાત શક્ય બનશે. રાહુ ભાગ્યભુવનમાં છે. આધ્યાત્મિકવૃત્તિ વિક્સાવીને મનની શાંતિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનશો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. ગૃહસ્થજીવનમાં વિવાદ ન સર્જાય તે જો જો. વ્યાધિપતિ પાંચમે છે. સંતાનની તંદુરસ્તી અંગે જાગૃતતા કેળવવી પડશે. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો હળવાશ પામશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનસ્થાન પાપકર્તરી યોગમાં છે, જેથી આર્થિક આયોજન ઈચ્છનીય બનશે. અટકતા નાણા કે ઉઘરાણી અંગે જાગૃતતા કેળવશો. વર્ષના પૂર્વાર્ધમાં પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. પંચમેશ રાશિમાં છે. સંતાન, જ્ઞાન કે આકસ્મિક લાભથી નાની-નાની રકમો મળતા હર્ષ પામશો. મિલકત વેંચાણના પ્રશ્નો વર્ષના પૂર્વાર્ધમાં ઉકલતા લાગશે. શનિની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે. પારિવારિક તથા ભાગ-બટાઈથી મળતા લાભોમાં ઉદારતાવૃત્તિ રાખશો. કર્મના ક્ષેત્રે નવા સંબંધોથી લાભ રહેશે. શત્રુ ત્રિકોણમાં છે. અહીં બિનજરૂરી ખરીદી નિવારશો. ધનસ્થાન પાપકર્તરી યોગમાં છે. વધુ વળતર કે લોભ-લાલચથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં સંતાન તથા જીવનસાથીથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. રોજિંદી આવક-જાવકમાં ઘણી વખત અનિયમિતતા રહેતી લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ મંગળ રાશિમાં નિચનો બનીને રહેલો છે. ભાગ્યેશ લાભ સ્થાનમાં છે, જેથી કર્મના ક્ષેત્રે સારૂ રહેશે. આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. ભાગ્યસ્થાનમાં રાહુ છે. દેશાવરના કાર્યોમાં સફળતા મળતી લાગશે. ચતુર્થેશ-લાભેશ પાંચમે છે. સંતાનના નામથી ધંધો હશે તો નાણાની પ્રવાહિતતા વધતા હર્ષ પામશો. પારિવારિક સંયુક્ત ધંધામાં પ્રગતિ થતી લાગશે. ધંધાની જગ્યાના રિનોવેશન કે અન્ય કાર્યો ઉકલતા લાગશે. અહીં ખર્ચયોગ વધતો લાગશે. નાની પનોતી ચાલુ છે. ધંધાના માટે નવી જગ્યા ખરીદી કે જગ્યા ભાડે લેવામાં પણ સાવચેતી જરૂરી બનશે. વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડી શકશો. આપની રાશિકુંડળીના સેવાસ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમા સ્વગ્રહી શનિ છે. રાશિપતિ કેન્દ્રમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. અટકતા લાભો કે પગાર વધારા જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. ખાતાકીય પરીક્ષા, વિશેષ જ્ઞાનપ્રાપ્તિ કે ટ્રેનિંગ અંગે અનુકૂળતા રહેતી લાગશે. ફરજમાં ગેરહાજરીથી વિકાસનો માર્ગ ચઢાણવાળો ન બને તે જો જો. પ્રેઝન્ટેશન જેવા કાર્યોમાં સફળતા મળતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં બુધ-શુક્ર રહેલો છે. કારક ગુરૂની દૃષ્ટિ પાંચમે છે, જેથી વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહેશે. રાશિમાં મંગળ રહેલો છે, જેથી ઉત્સાહ-ઉમંગ અનુભવશો. રમત-ગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. વિવાદી કાર્યો નિવારશો. ગુરૂની દૃષ્ટિ પાંચમે છે, જેથી અભ્યાસ અટકી ગયો હોય તો વર્ષના પૂર્વાર્ધમાં અભ્યાસ પુનઃ શરૂ કરી શકશો. બીજું સ્થાન પાપકર્તરી યોગમાં છે. ખાન-પાનમાં પરેજી કેળવવી જરૂરી બનશે. બિનજરૂરી ઉજાગરા, જંકફૂડ, સમયનો વ્યય પરીક્ષા સમયે મનોભાર ન સર્જે તેનું ધ્યાન રાખવું. ગુરૂની દૃષ્ટિ ત્રીજે છે, લેખનશક્તિનો વિકાસ કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરતા હો તો બિનજરૂરી ખર્ચ નિવારશો. રાહુ ભાગ્યમાં છે. પ્રવાસ-પર્યટનમાં અજાણ્યા સ્થળે ખોટા સાહસો નિવારશો. પૂરક પ્રવૃત્તિથી ધનપ્રાપ્તિના પ્રયત્નો વર્ષના પૂર્વાર્ધમાં શક્ય બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં પ્લુટો રહેલો છે. સાતમે ગુરૂની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થ જીવનમાં સારૂ રહેશે. જીવનસાથીની આવક વૃદ્ધિ થતાં વર્ષ પામશો. ગુરૂ લાભ સ્થાનમાં છે. સહેલીથી સહકાર પ્રાપ્ત થશે. તંદુરસ્તીના નાના-નાના પ્રશ્નોમાં જાતે દવા લેવાનું નિવારશો. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બનશે. કર્મસ્થાન ઉપર શનિની દૃષ્ટિ છે, જવાબદારીવાળા કાર્યોમાં સાવચેતી રાખવી ઈચ્છનિય બનશે. ધનેશ નિચનો છે. લોભ-લાલચ કે વધુ વ્યાજની આશાથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. પિયર પક્ષના પ્રશ્નો હળવા થતા રાહત અનુભવશો. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ રહેતો લાગશે. ગૃહસજાવટની ઈચ્છા શક્ય બનશે. સાતમે દૃષ્ટિ કરતો ગુરૂ સામાજિક કાર્યોમાં ગતિશિલતા આપશે. ભૌતિક સુખ-સગવડના સાધનો વસાવવાની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદોમાં જીદ નિવારજો.
સિંહ (મ, ટ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે બીજે કેતુ, ત્રીજે ચંદ્ર-નિચનો સૂર્ય, ચોથે બુધ-શુક્ર, છઠ્ઠે પ્લુટો, સાતમે સ્વગ્રહી શનિ, આઠમે રાહુ-નેપ્ચ્યુન, દસમે ગુરૂ-હર્ષલ તથા બારમે નિચનો મંગળ રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં પ્લુટો, આઠમે નેપ્ચ્યુન-રાહુ રહેલ છે. રાશિપતિ સૂર્ય ત્રીજે નીચનો છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. બીજે છાયાગ્રહ છે. ખાન-પાનમાં વાસી પદાર્થ-અજાણ્યા પદાર્થો ખાવાનું નિવારશો. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી ઈચ્છનિય બનશે. રાશિપતિ પાપકર્તરી યોગમાં છે, જેથી ઘણીવાર બિનજરૂરી મનોભાર રહેતો લાગશે. વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા રાહત અનુભવશો. બેઠાડુ જીવનશૈલીથી અને વધતા વજનથી ચિંતિત ન બનો તે માટે યોગ્ય શ્રમ-કસરતને પ્રાધાન્ય આપવું જરૂરી બનશે. શનિની દૃષ્ટિ કેન્દ્ર ત્રિકોણ પર હોતા પ્રવાસ-પર્યટનમાં તંદુરસ્તી જાળવવી જરૂરી બનશે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા બનતા લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં રોગપ્રતિકારક શક્તિ વિક્સાવી શકશો. હકારાત્મક મનોવલણથી ઉત્સાહ અનુભવશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં છાયાગ્રહ રહેલો છે. ભાગ્યેશ મંગળ બારમે નિચનો છે. ધનસ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી આર્થિક ક્ષેત્રે મધ્યમ સારૂ રહેશે. અટકતા લાભો, પારિવારિક ભાગ-બટાઈના પ્રશ્નો અંગે અનુકૂળતા રહેતી લાગશે. છાયાગ્રહ રાહુ આઠમે છે, વારસાકીય પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. વર્ષના પૂર્વાર્ધમાં સંતાનથી આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ બનશે. સામાજિક કે માંગલિક કાર્યોમાં દેખાડો કરવાથી કર્જદાર ન બનો તે જો જો. રાશિ પાપકર્તરી યોગમાં છે, ધનપ્રાપ્તિની દોટમાં તંદુરસ્તી ન બગડે તે જો જો. પારિવારિક આવકવૃદ્ધિ અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં શ્રમના ફળ સ્વરૂપ નાના-નાના લાભ મળતા હર્ષિત થશો. કરકસરથી નાણા ખર્ચ કરશો તો બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.
નોકરી-ધંધા-વ્યવસાયઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભવનમાં હર્ષલ-ગુરૂ રહેલા છે. કર્મેશ શુક્ર સ્વસ્થાનને દૃષ્ટિ કરે છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ, લાભ મળતા લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં વેંચાણ, સેવાનો આંક ઊંચે જતો જોઈ શકશો. નવા ગ્રાહકો મળતા હર્ષ અનુભવી શકશો. સંતાનના નામથી ધંધો હશે તો વિશેષ વિકાસ થતો લાગશે. હરિફો-પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થતો લાગશે. ભાગ્યેશ બારમે છે. ઘણીવાર ધીમી ગતિએ કાર્યો થતા લાગશે. દેશાવરના કાર્યોમાં સાવચેતી કેળવશો. નવી યોજના તથા પ્રોજેક્ટો અંગે અનુકૂળતા થતી લાગશે. જુના માલનો ઝડપથી નિકાલ જરૂરી બનશે. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાતા હર્ષ અનુભવશો. ઉત્પાદન ક્ષેત્રે બજારની માંગ અને ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં પ્લુટો, આઠમે નેપ્ચ્યુન-રાહુ રહેલા છે. રાશિપતિ સૂર્ય ત્રીજે નિચનો છે, જેથી સર્વિસમાં શ્રમથી સફળતા મળતી લાગશે. પગાર વધારો કે પ્રમોશનના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં પ્રોજેક્ટ વર્ક, સ્પર્ધાત્મક કાર્ય વગેરેમાં સફળતા પ્રાપ્ત થતી લાગશે. સામાજિક પ્રવૃત્તિથી રજાનું પ્રમાણ વધી ન જાય તે જો જો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પચંમેશ ગુરૂ કેન્દ્રમાં છે, જેથી જ્ઞાનપ્રાપ્તિ સારી રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ મિત્રભાવમાં રહેશે. મિત્રો-સહેલીથી લાભ-સહકાર પ્રાપ્ત થશે. લેખનશક્તિનો વિકાસ કરી શકશો. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભ જન્મના ગ્રહને આધિન થતા લાગશે. મંદગ્રહ શનિની દૃષ્ટિ રાશિ ઉપર છે. આળસ ત્યજીને કર્મ કરતા સફળતા મળતી લાગશે. કરકસરથી નાણા બચાવશો તો સંશોધન, પ્રોજેક્ટવર્ક જેવા કાર્યોમાં અનુકૂળતા રહેતી લાગશે. બધું જ આવડે છે, તેવો વધુ પડતો આત્મવિશ્વાસ પરીક્ષા સમયે નિરાશ ન કરાવે તે જો જો. વર્ષપ્રારંભથી જ પરીક્ષાની તૈયારીમાં લાગી જશો તો બીજો કેતુ મનોભારમાંથી મુક્તતા અપાવી શકશે. કેન્દ્રમાં શુભ ગ્રહો છે, તેથી તર્કશક્તિ, બૌદ્ધિક શક્તિ અને વિચારધારાનો વિકાસ કરી શકશો. ઉતાવળ-ઉશ્કેરાટ ટાળવા.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં સ્વગ્રહી શનિ રહેલો છે. પરિવારભાવમાં છાયાગ્રહ છે. ગુરૂ કેન્દ્રમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. પારિવારિક પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. આળશ નિવારીને કર્મ કરશો તો કાર્યબોજ હળવો કરી શકશો. લાભેશ બુધ ચોથે છે. સહેલીથી સહકાર રહેશે. મિલકત-રહેઠાણ પાછળ ખર્ચ રહેતો લાગશે. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ ઈચ્છનિય બનશે. જશપ્રાપ્તિ વિલંબે મળતી લાગશે. સાતમે શશકયોગ થતાં ભાગ્યોદયની તક પ્રાપ્ત થતી લાગશે. પરદેશ કે પરદેશની વ્યક્તિ તથા વસ્તુથી લાભ રહેશે. શુક્ર કેન્દ્રમાં છે. કલા-સંગીત-રચનાત્મક કાર્યોમાં રૂચિ કેળવી શકશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી મળતા આર્થિક લાભોમાં વૃદ્ધિ થતી લાગશે. આધ્યાત્મિક કાર્ય કરીને નિજાનંદ પ્રાપ્ત કરવા કાર્યશીલ બનશો.
કન્યા (પ, ઠ, ણ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે કેતુ, બીજે ચંદ્ર-નિચનો સૂર્ય, ત્રીજે બુધ-શુક્ર, પાંચમે પ્લુટો, છઠ્ઠે સ્વગ્રહી શનિ, સાતમે નેપ્ચ્યુન-રાહુ, નવમે હર્ષલ-ગુરૂ, તથા અગિયારમે નિચનો મંગળ રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં સ્વગ્રહી શનિ છે. અષ્ટમ્ ભુવનમાં કોઈ ગ્રહ નથી. રાશિપતિ બુધ ત્રીજે રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં છાયાગ્રહ છે. જુની બીમારી મંદ ગતિએ સુધરતી લાગશે. ભોજન સ્થાનમાં વ્યયેશ સૂર્ય હોતા વાસી, અજાણ્યા ખાદ્યપદાર્થ લેવાનું નિવારશો. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ ચિંતા રહે. ગુરૂની દૃષ્ટિ રાશિ ઉપર હોતા યોગ્ય શ્રમ-કસરત જરૂરી બનશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ અનુભવશો. ફ્કત માનસિક શ્રમ કરતા હોય તેમના માટે મગજને આરામ અને શરીરને શ્રમ આપવું જરૂરી બનશે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તા, લોભ વગેરે અંગે વિચારવા, મનોમંથન કરવા ગુરૂ સહાયક બનશે. સામાજિક સંબંધોમાં દોડધામથી થાકની ફરિયાદ કરશો. છઠ્ઠે શનિ રહેતા રોગપ્રતિકારક શક્તિ વિક્સાવી શકશો. માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં લાભેશ ચંદ્ર તથા વ્યયેશ સૂર્ય રહેલા છે. આવકવૃદ્ધિ શક્ય બનશે. ખર્ચયોગ વિશેષ રહેતા બચતનું પ્રમાણ ઘટતું લાગશે. જુની ઉઘરાણી કે અટકતા નાણા અંગે બાંધછોડ કરવી પડશે. રાહુ સાતમે છે. જીવનસાથી કે સામાજિક બાબતો અંગે આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકે. પંચમેશ છઠ્ઠે છે. સંતાનના ધંધા-વ્યવસાય માટે આર્થિક રોકાણ સમજપૂર્વક કરશો. કર્મેશ પોતાના ભાવથી છઠ્ઠે છે. ભાગીદારીના આર્થિક પ્રશ્નો ઉકલતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં શ્રમના ફળસ્વરૂપ નાના-નાના લાભો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. પ્રવાસ, મોજ-શોખની વસ્તુના સાધનોમાં નાણા વાપરશો. બિનજરૂરી ખરીદી નિવારીને આર્થિક ક્ષેત્રે મજબૂત રહી શકશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ બુધ ત્રીજે ગુરૂની દૃષ્ટિમાં છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થતી લાગશે. તૃતીયેશ લાભસ્થાનમાં છે, કાર્યનું ફળ મળતા હર્ષ પામશો. સંયુક્ત પારિવારિક આવકમાં વૃદ્ધિ થતી લાગશે. રાશિમાં કેતુ છે. ઘણી વખત બિનજરૂરી ચિંતા ઉદ્ભવતી લાગશે. વ્યયેશ ધનસ્થાનમાં છે. અહીં પુનઃ ચૂકવણીની ક્ષમતા મુજબ લોન લેશો. જીવનસાથીના નામથી ધંધો-વ્યવસાય હશે તો આર્થિક વ્યવહારો સમજપૂર્વક કરશો. વધુ નફાની લાલચમાં બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ મનોભાર સર્જી શકે છે. ધંધા-વ્યવસાયની જગ્યાના પ્રશ્નો ઉકલતા લાગશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં સ્વગ્રહી શનિ રહેલો છે. રાશિપતિ બુધ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. ગુરૂ ભાગ્ય સ્થાનમાંથી પસાર થતા પગાર વધારો કે પ્રમોશન જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. ખાતાકીય પરીક્ષા કે નવા પ્રોજેક્ટ વગેરે અંગે શ્રમ અને સમયનું આયોજન જરૂરી બનશે. આર્થિક જવાબદારીવાળા કાર્યો કે અન્ય અગત્યના કાર્યો અંગે અન્ય લોકો પર વધુ પડતો વિશ્વાસ ચિંતા ન કરાવે તે જો જો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં પ્લુટો રહેલો છે. પાંચમે મંગળ તથા ગુરૂની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં પ્રગતિ રહેશે. મંગળની દૃષ્ટિ ઘણી વખત ઉતાવળ-ઉશ્કેરાટ અપાવી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષા, હરિફાઈ વગેરેમાં વિશેષ શ્રમ પ્રેક્ટિસ જરૂરી બનશે. કેન્દ્રમાં રાહુ છે, જેથી સમયનો સદ્ઉયોગ કરીને વર્ષ પ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળાવશ અનુભવશો. ભાગ્યેશ ધનલાભમાં છે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભો અંગે અનુકૂળતા રહેતી લાગશે. કર્મસ્થાન પાપકર્તરી યોગમાં છે. વિવાદો નિવારશો. ઉતાવળ-ઉશ્કેરાટથી નુક્સાન-ચિંતા ઉદ્ભવી શકે. અધ્યાપકગણ પાસેથી નમ્રતાથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. નવી જાણકારી, જ્ઞાન પ્રાપ્ત થતું લાગશે. વ્યસનો છોડીને નાણા બચાવશો તો જ્ઞાનપ્રાપ્તિના વિશેષ સાધનો વસાવી શકશો. વિશેષ એકાગ્રતાથી કાર્ય કરશો તો સફળતા મળતી લાગશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના જીવનસાથી ભાવમાં નેપ્ચ્યુન, રાહુ રહેલો છે. સપ્તમેશ ભાગ્યસ્થાનમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. રાહુ સાતમે હોતા ઘણી વખત વિવાદો ઉદ્ભવી શકશે. શનિ છઠ્ઠે છે. હરિફો-પ્રતિસ્પર્ધીઓના પ્રશ્નો મધ્યગતિએ ઉકલતા લાગશે. શનિની દૃષ્ટિ ત્રીજે છે. ભાઈ-ભાંડુના પ્રશ્નોથી ચિંતા રહેતી લાગશે. ખરીદીમાં સસ્તી વસ્તુની લાલચમાં લોભાશો તો આર્થિક હાનિ થતી લાગશે. અટકતા લાભો વર્ષના પૂર્વાર્ધમાં પ્રાપ્ત થતા લાગશે. ગુરૂ ત્રિકોણમાં છે. ધાર્મિક કાર્યો પાછળ વિશેષ ખર્ચ કરશો. શુક્ર શુભગ્રહો સાથે છે. ગુરૂની દૃષ્ટિમાં છે. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી વિશેષ આર્થિક લાભ મળતા હર્ષિત થશો. સ્વકર્મે ધન પ્રાપ્ત કરતી મહિલાઓ માટે વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની દૃષ્ટિ ધનભાવે રહેતા પગાર વધારો કે પ્રમોશન પ્રશ્નો ઉકલતા લાગશે. પરદેશ કે પરદેશની વસ્તુ તથા વ્યક્તિથી સારૂ રહેશે. નાના પ્રવાસોથી હર્ષ પામશો.
તુલા (ર, ત):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમા પહેલે ચંદ્ર-નિચનો સૂર્ય, બીજે બુધ-શુક્ર, ચોથે પ્લુટો, પાંચમે યોગકારક શનિ, છઠ્ઠે રાહુ, આઠમે ગુરૂ-હર્ષલ, દસમે નિચભંગ થતો મંગળ તથા બારમે કેતુ રહેલ છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં નેપ્ચ્યુન, રાહુ રહેલા છે. આઠમે ગુરૂ-હર્ષલ રહેલા છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. જુની બીમારીમાં રાહત રહેતી લાગે. પાંચમેશ સ્વગ્રહી છે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા લાગશે. ગુરૂ પરિવાર ભાવને દૃષ્ટિ કરે છે. પારિવારિક સભ્યોની સ્વાસ્થ્યના પ્રશ્નોથી રાહત રહેતી લાગશે. વર્ષના ઉત્તરાર્ધમાં વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા હર્ષ પામશો. ખાવા-પીવા અંગે સંયમ જરૂરી બનશે. નાની-નાની બીમારીમાં જાતે દવા લેવાનું નિવારશો. સામાજિક સંબંધોમાં દોડધામથી થાકની ફરિયાદ કરશો. જુના વ્યસનો મંદગતિએ ઘટતા લાગશે. આળસવૃત્તિથી કાર્યબોજ વધતા ચિંતિત રહેશો. કર્મના ક્ષેત્રે વધુ પડી દોડધામ કરતા થાકની ફરિયાદ કરશો. બિનજરૂરી ઉજાગરા ન કરતા સમયનું મૂલ્ય સમજીને તેને બચાવવાની કોશિશ કરશો તો નવા વર્ષમાં ડોક્ટરની મુલાકાતથી બચી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં બુધ-શુક્ર રહેલા છે. ધનેશ મંગળનો નિચભંગ છે. ગુરૂની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે સારૂ રહે. ધન મેળવવાની ઈચ્છા પ્રબળ બનતી લાગશે. યોગકારક શનિ બળવાન છે. રહેઠાણ-મિલકત અંગેના કાર્યોથી મળતા આર્થિક લાભોથી હર્ષ પામશો. ગુરૂની દૃષ્ટિ ધનભાવ ઉપર છે, જેથી પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. ભૌતિક સુખ-સાધનોની ખરીદી અંગે લોન લેવા વિચારશો. આકસ્મિક ખર્ચ સમયે અગાઉ કરેલી બચત ખૂબ જ ઉપયોગી નિવડશે. બિનજરૂરી આર્થિક વ્યવહાર નિવારશો. વિલ-વારસા કે આર્થિક વિવાદો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. લાભેશ સૂર્યનો નિચભંગ છે, જેથી અટકતા લાભો મળતા લાગશે. ધનપ્રાપ્તિ અંગે વિશેષ શ્રમ અને સમયનું આયોજન જરૂરી બનશે. જમીન-વતન-મિલકતથી લાભ નોંધી શકશો. આર્થિક જામીનગીરી જેવા કાર્યો શક્ય હોય તો નિવારવા.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકંડળીના કર્મભુવનમાં નિચભંગ થતો મંગળ છે. રાશિપતિ લગ્નમાં છે, જેથી કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. પરિવારથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ રહેશે. અધિકારી વર્ગથી વિવાદ નિવારશો. કર્મેશ અસ્તનો છે. કાર્યબોજ રહેતો લાગશે. કર્મચારીઓની આર્થિક માંગ વધતી લાગશે. અહીં આયોજનથી વહીવટી ખર્ચ ઘટાડી શકશો. નવા પ્રોજેક્ટો કે નવી યોજનાઓ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. પંચમેશ સ્વગ્રહી છે, તેથી સંતાનના નામથી ધંધો હશે તો આવકવૃદ્ધિ થતી લાગશે. પડતર માલના ભાવમાં ઘટાડો કરીને વેંચાણ કરતા હળવાશ અનુભવી શકશો. ધંધાના વિકાસ માટે માર્કેટીંગ, ગ્રાહકસેવા જરૂરી બનશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલા છે. અષ્ટમ્ભુવનમાં રહેલા ગ્રહની દૃષ્ટિ બીજે છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગારવધારો-સ્થળાંતર જેવા કાર્યો ઉકલતા લાગશે. સામાજિક સંબંધોમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. પ્રતિસ્પર્ધાઓથી વિજય મળશે. જાગૃત બનીને કર્મ કરશો તો ભાગ્યસ્થાનમાંથી પસાર થતો ગુરૂ લાંબાગાળાના લાભો અપાવવામાં સહાયક બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના વિદ્યાભુવનમાં યોગકારક સ્વગ્રહી શનિ છે, કારકગુરૂ આઠમે છે, વિદ્યાપ્રાપ્તિમાં શ્રમ-આયોજનથી સફળતા મળતી લાગશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ ખર્ચયોગ વધતો લાગેશ. સહાધ્યાયી મિત્રોથી સહકાર મળી રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે અનુકૂળતા રહેતી લાગશે. મંગળ કેન્દ્રમાં નિચભંગ છે, જેથી રમત-ગમત-સ્પર્ધા-હરિફાઈ વગેરેમાં પ્રતિસ્પર્ધીઓથી વિજય મળતો લાગશે. અહીં પૂર્વ અભ્યાસની પ્રેક્ટિસ આવશ્યક બનશે. ગુરૂ આઠમે છે. આર્થિક વહીવટો સમજપૂર્વક કરશો. આર્થિક જામીનગીરી જેવાકાર્યો શક્ય હોય ત્યાં સુધી નિવારવા. બિનજરૂરી, દોડધામ, વ્યસન કે ઉજાગરાથી પરીક્ષા સમયે તંદુરસ્તીમાં વિક્ષેપ ન પડે તે જો જો. પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે અનુકૂળતા રહેશે. બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ પરીક્ષા સમયે નિરાશ ન કરાવે તે જો જો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેષ મંગળનો કેન્દ્રમાં નિચભંગ છે. પરિવાર ભાવ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. જીવનસાથીથી લાભ-સહકાર પ્રાપ્ત થશે. લાગણીના સંબંધોમાં નિરાશા ઉદ્ભવી શકે છે. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને. છઠ્ઠે રાહુ છે. હરિફો-પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો લાગશે. વારસાકીય કાર્યો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. આર્થિક જવાબદારીવાળા કાર્યોમાં સાવચેતી કેળવવી જરૂરી બનશે. સહેલીઓથી આર્થિક વ્યવહારો સમજપૂર્વક કરશો. વિલ-વારસાના પ્રશ્નોમાં સમાધાનવૃત્તિ અપનાવવી જરૂરી બનશે. ભૌતિક સુખોની તમન્ના વધતી લાગશે. સ્વકર્મે ધન-ઉપાર્જન કરતી મહિલાઓને કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. અટકતા લાભો પ્રાપ્ત થશે. ભાંડુ કે પિયરપક્ષના પ્રશ્નો વર્ષના પૂર્વાર્ધમાં ઉકલતા હર્ષ પામશો.
વૃશ્ચિક (ન, ય):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે બુધ-શુક્ર, ત્રીજે પ્લુટો, ચોથે સ્વગ્રહી શનિ, પાંચમે રાહુ-નેપ્ચ્યુન, સાતમે હર્ષલ, નવમે નિચભંગ થતો મંગળ, અગિયારમે કેતુ તથા બારમે ચંદ્ર-નિચનો સૂર્ય રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની પનોતી ચાલુ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં તથા અષ્ટમ્ ભવનમાં કોઈ ગ્રહ નથી. શનિપતિ મંગળ ભાગ્યભુવનમાં નિચભંગ બનીને રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં શુભગ્રહ હોતા ભૌતિક કાર્યોમાં સફળતા મળતા હર્ષ પામશો. પરિવાર ભાવનો અધિપતિ પોતાના સ્થાનથી છઠ્ઠે છે. પાંચમે રાહુ છે, પારિવારિક સભ્યોની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. તૃતીયેશ ચોથે છે, જેથી કાર્યશક્તિ વિક્સાવી શકશો. રાશિપતિ મંગળ ઊંચનો છે, રાશિ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી નાની-નાની બીમારી અંગે સાવચેતી ઈચ્છનિય બનશે. પાંચમો રાહુ સંતાનના આરોગ્ય બાબતેના પ્રશ્નોથી ચિંતા કરાવશે. બારમે અમાવસ્યાયોગ થાય છે, જુના વ્યસનો ત્યજતા વર્ષના ઉત્તરાર્ધમાં બચત કરી શકશો. બારમો કર્મેશ કર્મના ક્ષેત્રે વધુ પડતી દોડધામથી થાકની ફરિયાદ કરાવશે. નવા વર્ષમાં કુદરતી આહાર, સમયપાલન તથા યોગ્ય શ્રમથી સ્વસ્થ રહી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ ગુરૂ સાતમે છે. ભાગ્યેશ ચંદ્ર બારમે છે, જેથી આર્થિક ક્ષેત્રે મધ્યમ સ્થિતિ રહે. લાભસ્થાનમાં છાયાગ્રહ છે. નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી ઈચ્છનિય બનશે. પાંચમે રાહુ છે. સંતાનના નામથી આર્થિક રોકાણ સમજપૂર્વક કરશો. જમીન-મકાન-મિલકતમાં લાંબાગાળાના રોકાણો લાભપ્રદ રહેશે. પારિવારિક ભાગ બટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. કર્મેશ સૂર્ય બારમે છે. દેશાવરના કાર્યોમાં સફળતા મળતી લાગશે. ધનેશ શત્રુ ક્ષેત્રી છે. આવકની ગણતરીના આંકડાઓ ઘણી વખત ઘટતા લાગશે. પરિવારના સભ્યોની ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ વિશેષ ખર્ચ રહેતો લાગશે. ગુરૂની દૃષ્ટિ ત્રીજે છે. કાર્યશક્તિનો વિકાસ કરી શકશો. નાની પનોતી ચાલુ છે. આળસવૃત્તિથી કાર્યબોજ વધી ન જાય તે જો જો. નાણાકીય અટકતા લાભો વર્ષના પૂર્વાર્ધમાં પ્રાપ્ત થતા લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મસ્થાન ઉપર શનિની દૃષ્ટિ છે. કર્મેશ સૂર્ય બારમે છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમથી સફળતા મળતી લાગશે. દ્વિતીયેશ ગુરૂ કેન્દ્રમાં છે. જ્ઞાન-પરિવારથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. આર્થિક નિર્ણયોમાં ઉતાવળ નિવારશો. કર્મેશ વ્યયભુવનમાં હોતા ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ રહેશે. અધિકારી વર્ગથી વિવાદ નિવારશો. વર્ષના પૂર્વાર્ધમાં ભાગીદારીના પ્રશ્નો ઉકલતા લાગશે. ષષ્ઠેશ નિચનો છે. કર્મચારીઓની આર્થિક માંગ વધતી લાગશે. પડતર માલના ભાવમાં ઘટાડો કરીને વેંચતા હળવાશ અનુભવશો. ધંધાના વિકાસ માટે માર્કેટીંગ જરૂરી બનશે. આળસવૃત્તિ નિવારીને સમય તથા કામનું આયોજન કરશો તો આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. આપની રાશિકુંડળના સેવાસ્થાનમાં કોઈ ગ્રહ નથી. રાશિમાં શુભગ્રહો છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે પ્રમોશનના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળતી લાગશે. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ વધતો લાગશે. અધિકારી વર્ગથી બગડેલા સંબંધો સુધારવા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સર્વિસ અંગેના પ્રવાસોમાં વિવાદ નિવારશો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના વિદ્યાભુવનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલો છે. વિદ્યાપતિ ગુરૂ કેન્દ્રમાં છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સારૂ રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવા વિચારતા હો તો જે-તે સ્થળની સંપૂર્ણ માહિતી મેળવીને કદમ માંડશો. વિદ્યાપ્રાપ્તિ અંગે ખર્ચ વધતો લાગશે. મિત્ર સ્થાનમાં કેતુ છે. મિત્રો-સહેલીની પસંદગીમાં સાવચેતી જરૂરી બનશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. પ્રવાસમાં અજાણ્યા સ્થળોએ ખોટા સાહસો નિવારશો. મહત્ત્વકાંક્ષા વધશે. પૂરક જ્ઞાનપ્રાપ્તિ કે નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે વર્ષનો મધ્ય ભાગ અનુકૂળ રહેશે. રાહુ આભાસી ગ્રહ છે, વિદ્યાભુવનમાં છે, બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન ન કરાવે તે જો જો. બિનજરૂરી ઉજાગરા કે દોડધામથી પરીક્ષા સમયે ચિંતિત બની શકો છો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના પતિભુવનમાં હર્ષલ તથા ગુરૂ રહેલા છે. સપ્તમેષની સાતમી દૃષ્ટિ છે, જેથી જીવનસાથીથી સારૂ રહેશે. જીવનસાથીથી આવકવૃદ્ધિ શક્ય બનશે. રાહુ પાંચમે છે, વિદ્યા-સંતાનના પ્રશ્નોથી ચિંતિ રહેશો. લાભસ્થાનમાં કેતુ છે. મિત્રો-સહેલી પાછળ ખર્ચ રહેશે. મંદગ્રહ શનિ ચોથે છે. મિલકત-રહેઠાણના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. કર્મસ્થાન પાપકર્તરી યોગમાં છે, સ્વકર્મે ધન પ્રાપ્ત કરતી મહિલાઓ માટે વિશેષ શ્રમ જરૂરી બનશે. દ્વિતીયેશ શત્રુક્ષેત્રી છે. ખાન-પાનમાં પરેજી જરૂરી બનશે. અજાણ્યા-વાસી ખાદ્યપદાર્થો, જંકફૂડ વગેરેથી નાની-નાની બીમારીઓ ઉદ્ભવી શકે. સપ્તમેશ શુક્ર ઉપર શનિની દૃષ્ટિ છે. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ વિલંબે મળશે. આકસ્મિક ખર્ચમાં બચત વપરાતી લાગશે. વિવાદો નિવારીને માનસિક શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. જાગૃત રહેશો તો શ્રમનું વિશેષ ફળ પ્રાપ્ત થતું લાગશે.
ધન (ભ, ધ, ફ, ઢ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં બીજે પ્લુટો, ત્રીજે શનિ, ચોથે રાહુ-નેપ્ચ્યુન, છઠ્ઠે હર્ષલ-ગુરૂ, આઠમે નિચનો મંગળ, દસમે કેતુ, અગિયારમે ચંદ્ર-સૂર્ય, તથા બારમે બુધ-શુક્ર રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતિ નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં હર્ષલ-ગુરૂ તથા અષ્ટમ્ ભુવનમાં નિચનો મંગળ રહેલ છે. રાશિપતિ છઠ્ઠે છે, જેથી તંદુરસ્તીની તકેદારી ઈચ્છનિય બનશે. ખાન-પાનમાં તીખા-ગરમ પદાર્થ તેમજ વાસી ખાદ્યપદાર્થ નિવારશો. સપ્તમેશ બારમે છે. સમાજ કે પરિવારમાં વધુ પડતા અગ્રેસર બનીને કર્મ કરશો તો થાકની ફરિયાદ કરશો. જીવનસાથીના તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. શનિ ત્રીજે છે. કાર્યશક્તિ વિક્સાવીને મનોભાર હળવો કરવા કોશિશ કરશો. શુક્ર ભૌતિક સુખોનો કારક છે અને બારમે છે, જેથી બિનજરૂરી ઉજાગરા કે વ્યર્થ દોડધામ ન કરતા સમયનું મૂલ્ય સમજશો તો ડોક્ટરની મુલાકાત લેવામાંથી અલિપ્ત રહી શકશો. સામાજિક કામોમાં વિવાદ ન સર્જાય તે જો જો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. પ્રવાસમાં જરૂરી દવાઓ સાથે રાખવી જરૂરી બનશે. કુદરતી આહાર, સમયપાલન, યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં પ્લુટો રહેલો છે. ધનેશ શનિ ત્રીજે સ્વગ્રહી છે. ધનસ્થાન ઉપર ધનનો કારક ગ્રહ ગુરૂની દૃષ્ટિ છે, જેથી આર્થિક ક્ષેત્રે સારૂ રહે. અટકતા નાણા કે ઉઘરાણી અંગે બાંધછોડ કરવી જરૂરી બનશે. લાભેશ બારમે છે. નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી કેળવશો. પારિવારિક ખર્ચની માંગ વધતી લાગશે. ખરીદીમાં બિનજરૂરી ખરીદી ન થાય તે જો જો. આવક કરતા જાવક વધતી લાગશે. શનિની દૃષ્ટિ પાંચમે છે. સંતાનના વિદ્યાભ્યાસ તથા ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ વિશેષ ખર્ચ રહેશે. રાહુ ચોથે છે. મિલકત-જમીન વગેરેમાં રોકાયેલા નાણા વર્ષના ઉત્તરાર્ધમાં પુનઃ પ્રાપ્ત થતા લાગશે. વિલ-વારસાથી મળતા આર્થિક લાભોમાં બાંધછોડ કરવી જરૂરી બનશે. ગુરૂ ધનસ્થાનને દૃષ્ટિ કરે છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા રહેશે. ગોચરના ગ્રહો આવક સામે જાવક દર્શાવે છે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષપ્રારંભે આપની રાશિના કર્મભુવનમાં છાયાગ્રહ છે, કર્મેશ બારમે છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા મેળવવા માટે વિશેષ શ્રમ કરવો જરૂરી બનશે. કર્મસ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ છે. ધંધા-વ્યવસાયમાં આર્થિક વિકાસ તથા કર્જમાં ઘટાડો સંભવી શકશે. ગુરૂની બારમે દૃષ્ટિ છે. ધંધા-વ્યવસાયના વિકાસ અર્થેના સાધનો વસાવી શકશો. ધનસ્થાન ઉપર ગ્રહની દૃષ્ટિ જોતા પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. સંતાનના નામથી ધંધો હશે તો વર્ષના ઉત્તરાર્ધમાં પ્રગતિ થતી લાગશે. ભાગીદારીના પ્રશ્નોમાં જતું કરવાની ભાવના કેળવવી પડશે. વહીવટી ખર્ચ વધતો લાગશે. કર્મચારીઓની વધુ પગાર કે કમિશન અંગેની માંગણી વધતી લાગશે. ધંધાના વિકાસ અર્થે ગ્રાહક સેવા, સમયપાલન જરૂરી બનશે. આપની રાશિકુંડળીના ચોથા સ્થાનમાં હર્ષલ, ગુરૂ તથા અષ્ટમ્ભાવમાં નિચનો મંગળ રહેલ છે, જેથી સર્વિસમાં શ્રમ-સમયપાલનથી પ્રગતિ રહેશે. અટકતા લાભો કે પગાર વધારા જેવા પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. સહકર્મચારીઓથી સહકાર પ્રાપ્ત કરી શકશો. વર્ષના પૂર્વાર્ધમાં ખાતાકીય પરીક્ષા, વિશેષ જ્ઞાનપ્રાપ્તિ કે ટ્રેનિંગ અંગે વિશેષ અનુકૂળતા રહેતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ આઠમે છે. વિકાસકારક ગુરૂ છઠ્ઠે છે, જેથી વિદ્યાપ્રાપ્તિ માટે વિશેષ શ્રમ-સમયનું આયોજન જરૂરી બનશે. વર્ષ પ્રારંભથી જ વાચન-મનન-ચિંતન કરશો તો વર્ષના ઉત્તરાર્ધમાં ત્રિકોણનો ગુરૂ જ્ઞાનપ્રાપ્તિમાં સહાયક બનશે. અભ્યાસ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય ન વેડફાય તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં રમત-ગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. ભાગ્યેશ મિત્રસ્થાનમાં છે. મિત્રો-સહેલીથી લાભ-સહકાર મળશે. શનિની દૃષ્ટિ વિદ્યાભુવન ઉપર છે. અહીં આળસવૃત્તિ નિવારવી જરૂરી બનશે. અભ્યાસ અટકી ગયો હોય તો વર્ષના ઉત્તરાર્ધમાં પુનઃ પ્રારંભ કરી શકશો. ગુરૂની દૃષ્ટિ કર્મભુવન ઉપર છે. અભ્યાસ સાથે પૂરક પ્રવૃત્તિથી ધનપ્રાપ્તિના પ્રયતનો ફળતા લાગશે. વતનથી દૂર અભ્યાસ કરવા જવાનું ઈચ્છનિય બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેશ બુધ બારમે છે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદ નિવારશો. જીવનસાથીની કાર્ય સફળતાથી હર્ષ પામશો. ધનેશ ત્રીજે સ્વગ્રહી છે. આર્થિક ક્ષેત્રે વિકાસ થતો લાગશે. ભૌતિક સુખ-સગવડના સાધનો વસાવવાની ઈચ્છા ફળતી લાગશે. પિયરપક્ષના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. સ્વકર્મે ધનપ્રાપ્ત કરતી મહિલાઓ માટે કર્મ તથા ધન સ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ વિકાસ માટે સહાયક બનશે. હરિફોથી વિજય મળતો લાગશે. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની દૃષ્ટિ મિત્રભાવ ઉપર રહેતા મિત્રો-સહેલીથી સહકાર રહેશે. સંતાનના અભ્યાસ અંગેના પ્રશ્નોથી ચિંતા રહેતી લાગશે. પ્રવાસ-પર્યટનમાં અજાણી જગ્યાએ સાવચેતી કેળવશો. તૃતીયેશ શનિ સ્વગ્રહી છે. માંગલિક પ્રશ્નો ઉકેલાતા હર્ષ અનુભવશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવશો.
મકર (ખ, જ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે પ્લુટો, બીજે સ્વગ્રહી શનિ, ત્રીજે નેપ્ચ્યુન-રાહુ, પાંચમે હર્ષલ-ગુરૂ, સાતમે નિચભંગ થતો મંગળ, નવમે કેતુ, દસમે ચંદ્ર-નિચનો સૂર્ય તથા અગિયારમે બુધ-શુક્ર રહેલા છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો ત્રીજો તબક્કો ચાલુ છે
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુસ્થાન તથા અષ્ટમ્ ભુવનમાં કોઈપણ નવી, રાશિપતિ બીજે સ્વગ્રહી છે. રાશિ ઉપર ગુરૂ ગ્રહની દૃષ્ટિ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. આળસવૃત્તિ ઘટતા કાર્યબોજ હળવો થતો લાગે. જુની બીમારીમાં રાહત રહેશે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા બનતા રાહત અનુભવશો. જુના વ્યસનો છોડતા બચત સાથે સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું લાગશે. મંગળની દૃષ્ટિ રાશિ પર છે. યાત્રા-પ્રવાસ દરમિયાન ખાન-પાનમાં સાવધાની રાખવી. આયોજનથી મનોભારમાંથી મુક્ત કરી શકશો. વિવાદી કાર્યો નિવારીને મનોભારમાંથી મુક્ત રહી શકશો. ફક્ત માનસિક શ્રમ કરતા હોય તેમના માટે મગજને આરામ અને શરીરને શ્રમ આપવો જરૂરી બને. શુક્ર ભૌતિક, સુખનો કારક છે. રાશિપતિની કેન્દ્રમાં છે, જેથી બિનજરૂરી ઉજાગરા, વ્યર્થ દોડધામ ન કરતા સમયનું મૂલ્ય સમજશો તો ડોક્ટરની મુલાકાત ઘટી શકશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં ધનેશ શનિ સ્વગ્રહી બનીને રહેલો છે. લાભેશ મંગળની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. આવક સામે ખર્ચ યોગ પણ વધતો લાગશે. વ્યયેશ પાંચમે છે. સંતાનના શૈક્ષણિક કે માંગલિક કાર્યો પાછળ વધતા ખર્ચથી ચિંતિત રહેશો. અટકતા નાણા મંદગતિએ પ્રાપ્ત થતા લાગશે. ચતુર્થેશ નિચનો છે. સંયુક્ત મિલકતથી મળતા લાભોમાં બાંધછોડ જરૂરી બનશે. રાહુ ધનસ્થાનમાં આવશે. આર્થિક વ્ય્વહારો સમજપૂર્વક કરશો. સપ્તમેષ વ્યસ્તનો છે. સામાજિક પ્રસંગોએ દેખાડો કરવાની વૃત્તિ નિવારશો. ભૌતિકસુખોની તમન્ના વધતી લાગશે. બિનજરૂરી ખરીદી નિવારીને આર્થિક ક્ષેત્રે મજબૂત રહી શકશો. બચની માત્ર ઘટતી લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં શ્રમના ફળસ્વરૂપ નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. યાત્રા-પ્રવાસમાં ધાર્યા કરતા વધારે ખર્ચ થઈ શકે છે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમા ચંદ્ર-સૂર્ય રહેલા છે. કર્મેશ લાભસ્થાનમાં છે. લાભેશમંગળની દૃષ્ટિ કર્મસ્થાન ઉપર છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમ-સમયપાલનથી સફળતા મળશે. કર્મના ક્ષેત્રે કાર્યબોજ ઘટાડવા સમયનું આયોજન જરૂરી બનશે. લાભેશ સાતમે છે, જીવનસાથીના નામથી ધંધો-વ્યવસાય હશે તો વિશેષ પ્રગતિ થતી લાગશે. સપ્તમેષ અસ્તનો છે. પાપગ્રથી દૃષ્ટિમાં છે. નવી ભાગીદારી શક્ય હોય તો નિવારશો. ભાગીદારીના જુના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. ભાગ્યેશ-કર્મેશની યુતિ લાભ સ્થાનમાં છે, જેથી એકથી વધુ ધંધાઓ કરવા શક્ય બનશે. નવમો કેતુ દેશાવરના કાર્યોમાં સહાયક બનતો લાગશે. નવી પ્રોડક્ટ કે નવીયોજનાઓ અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુરૂપ રહેતો લાગશે. આપની રાશિકુંડળીના સેવાસ્થાનમાં તથા અષ્ટમ્ભુવનમાં કોઈ ગ્રહ નથી. સર્વિસમાં મંદગતિએ પ્રગતિ થતી લાગશે. પગારવધારો-સ્થળાંતર જેવા કાર્યો ઉકલતા લાગશે. કાર્યશક્તિનો વિકાસ થતા જશપ્રાપ્તિ મળતી લાગશે, જેથી સહકર્મચારીથી સહકાર મળી રહેશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારીવાળા કાર્યો અંગે જાગૃતત કેળવવી જરૂરી બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં વિદ્યાકારક ગુરૂ રહેલો છે. પાંચમે બુધ-શુક્રની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સારૂ રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરી શકશો. ગુરૂની દૃષ્ટિ લાભસ્થાન ઉપર છે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભ મળવાની શક્યતા રહેશે. વર્ષ પ્રારંભે પારિવારિક પ્રશ્નો હળવા થતા હળવાશ અનુભવશો. નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે ગર્વનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સમયનો સદુપયોગ કરીને વર્ષ પ્રારંભથી જ સજાગ રહેશો તો પરીક્ષા સમયે સારો દેખાવ કરી શકશો. વ્યયેશ પાંચમે છે, બિનજરૂરી ખર્ચ નિવારીને શિક્ષણના સાધનો-પુસ્તકો વગેરે પાછળ ખર્ચ કરશો તો પરીક્ષા સમયે હર્ષ પામશો. ચતુર્થેશ નિચનો છે. વતનથી દૂર અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તો તેમાં સફળતા મળતી લાગશે. અધ્યાપકગણ પાસેથી મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થતું લાગશે. રમતગમત-સ્પર્ધા વગેરેમાં સારો દેખાવ કરી શકશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં નિચનો મંગળ રહેલો છે. સપ્તમેષ કેન્દ્રમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં મધ્યમ સારૂ રહેશે. પરિવાર ભાવનો અધિપતિ સ્વગ્રહી હોતા પારિવારિક પ્રશ્નો હળવા થતા લાગશે. આવકમાં વૃદ્ધિ થતા હર્ષ પામશો. રાહુ ત્રીજે છે, આળસ નિવારીને કર્મ કરશો તો કાર્યબોજ હળવો કરી શકશો. સાતમે ઉગ્ર ગ્રહ છે. જીવનસાથીથી વિવાદ નિવારશો. લાભેશ નિચનો છે. સહેલી પાછળ ખર્ચ રહેશે. કેતુ ભાગ્યમાં છે, પરદેશના કાર્યોથી સારૂ રહેતું લાગશે. પિયર પક્ષના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગે. ખરીદીમાં સસ્તી વસ્તુની લાલચમાં લોભાશો તો આર્થિક ક્ષતિ લાગશે. ધાર્મિક કાર્યો પાછળ સમય-શક્તિનો ખર્ચ કરશો. વર્ષના મધ્યભાગમાં કાર્યશક્તિનો વિકાસ કરીને મનગમતી પ્રવૃત્તિ કરી શકશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. પાકકળાનો વિકાસ કરી શકશો. જમીન-મિલકતના પ્રશ્નો વર્ષના મધ્યભાગ પછી ઉકલતા લાગશે. સપનાઓ સાકાર કરવા ઝઝુમશો.
કુંભ (ગ, સ, શ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે સ્વગ્રહી શનિ બીજે નેપ્ચ્યુન-રાહુ, ચોથે ગુરૂ-હર્ષલ, છઠ્ઠે નિચભંગ થતો મંગળ, આઠમે કેતુ, નવમે સૂર્ય-ચંદ્ર, દસમે બુધ-શુક્ર, તથા અગિયારમે પ્લુટો રહેલો છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો બીજો તબક્કો શરૂ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં મંગળ, આઠમે કેતુ તથા રાશિપતિ સ્વગ્રહી બનીને રહેલ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. શનિ મંદ ગ્રહ છે, જુની બીમારીમાં મંદ ગતિએ રાહત રહેતી લાગશે. ધનસ્થાનમાં રાહુ છે. તંદુરસ્તીના પ્રશ્નો અંગે વિશેષ ખર્ચ કરશો. ભોજનમાં વાસી-અજાણ્યા ખાદ્યપદાર્થો લેવાનું નિવારશો. પારિવારિક સભ્યોના સ્વાસ્થ્યના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેતી લાગશે. યોગ્ય શ્રમ-કસરતથી વજન ઘટાડવાની ઈચ્છા ફળતી લાગશે. કર્મના ક્ષેત્રના પ્રશ્નો તથા દોડધામથી થાકની ફરિયાદ કરશો.રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરી શકશો. સામાજિક કાર્યોના વિવાદથી મનોભાર ન સર્જાય તે જો જો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. ખાન-પાનમાં નિયમિતતા જરૂરી બનશે.નવા વર્ષમાં કુદરતી આહાર, સમયપાલન, યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું સૂચવે છે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં રાહુ રહેલો છે. ધનેશ ગુરૂ કેન્દ્રમાં છે. રાશિપતિ સ્વગ્રહી છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. અટકતા નાણા, ઉઘરાણી કે કર્મનું વિશેષ ફળ પ્રાપ્ત થતું લાગશે. છાયાગ્રહ બીજે છે, જેથી નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી જરૂરી બનશે. પંચમેશ યોગકારક સાથે છે. સંતાનના જ્ઞાન થકી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. પારિવારિક ભાગ-બટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. શનિની દૃષ્ટિ ત્રીજે છે, આર્થિક કરારો, લખાણોમાં સાવચેતી કેળવશો. સામાજિક પ્રસંગોએ દેખાડો કરવાની વૃત્તિથી કર્જદાર ન બનોતે જો જો. ચતુર્થશ-પંચમેશની યુતિ કેન્દ્રમાં રાજયોગ કરે છે. મિલકત-સંતાન-માતૃપક્ષથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં ખર્ચ ઉપર સંયમ જરૂરી બનશે. ગુરૂની વ્યય સ્થાન ઉપર દૃષ્ટિ શુભમાર્ગે ખર્ચ કરાવશે.વિલ-વારસા જેવા કાર્યો ઉકલતા લાગશે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં બુધ-શુક્ર રહેલા છે. કર્મેશ મંગળ છઠ્ઠે નિચનો છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમથી સફળતા મળે. રાશિપતિ સ્વગ્રહી છે. નવા ગ્રાહકો પ્રાપ્ત થતા હર્ષ થશે. બીજે રાહુ છે. ઉછીના નાણા આપવા કે આર્થિક જામીનગીરી જેવા કાર્યોમાં સાવચેતી કેળવશો. વધુ વળતર કે વ્યાજની લાલચમાં નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. ધનેશ કેન્દ્રમાં રહીને કર્મભુવનને દૃષ્ટિ કરે છે. કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ પ્રાપ્ત થતું લાગશે. ભાગીદારીના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. ચતુર્થેશ સ્વસ્થાનને દૃષ્ટિ કરે છે. ધંધાની જગ્યાના પ્રશ્નો ઉકલતા લાગશે. ઉત્પાદનક્ષેત્રે માંગ અને ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. નવા ગ્રાહકો, સંબંધો વિક્સાવીને આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. આપના સેવાસ્થાનમાં નિચભંગ થતો મંગળ, અષ્ટમ્ભુવનમાં કેતુ તથા ભાગ્યેશ શુક્ર કેન્દ્રમાં ગુરૂની દૃષ્ટિમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે પ્રમોશન જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. હરિફોથી વિજય પ્રાપ્ત થતો લાગશે. કર્મસ્થાનમાં શુભ ગ્રહ છે. અધિકારીવર્ગથી સહકાર રહેશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારી અંગે જાગૃતતા કેળવવી જરૂરી બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ બુધ ગુરૂથી દૃષ્ટિમાં છે, જેથી વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહેશે. કારક ગુરૂ શત્રુક્ષેત્રી છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં શ્રમ-આયોજનથી સફળતા મળતી લાગશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ ખર્ચ યોગ વધતો લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે અનુકૂળતા રહેતી લાગશે. અહીં પૂર્વાભ્યાસની પ્રેક્ટિસ આવશ્યક બનશે. વ્યયેશ રાશિમાં છે. આર્થિક જામીનગીરી જેવા કાર્યો શક્ય હોય તો નિવારશો. નાના-નાના સર્ટીફિકેટો કોર્સ અંગે સફળતા મળતી લાગશે. બીજે છાયાગ્રહ છે. ખાણી-પીણીમાં શર્ત જેવા કાર્યો નિવારશો. બિનજરૂરી ઉજાગરા, દોડધામ, વ્યસનોથી પરીક્ષા સમયે તંદુરસ્તીમાં વિક્ષેપ ન પડે તે જો જો. પ્રવાસ-પર્યટનમાં અજાણ્યા સ્થળોએ ખોટા સાહસો નિવારશો. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેતો લાગશે. જગતમાં વહેતી જ્ઞાનજળની સરિતામાંથી વધુને વધુ જ્ઞાનરસ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં કોઈ ગ્રહ નથી. સપ્તમ્ સ્થાન પાપકર્તરી યોગમાં છે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદ નિવારશો. સપ્તમેશ ભાગ્યમાં છે. જીવનસાથીના ભાગ્ય થકી આર્થિક લાભ મળતો લાગશે. કેન્દ્રમાં શુક્ર શુભગ્રહ સાથે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થતા હર્ષ પામશો. આઠમે કેતુ ઉપર ગુરૂની દૃષ્ટિ છે. ગુઢ પ્રશ્નો ઉકલતા લાગશે. રાહુ બીજે છે. આર્થિક બાબતો અંગે અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ મનોભાર સર્જી શકે છે. વિલ-વારસાના પ્રશ્નોમાં સમાધાનવૃત્તિ અપનાવવી ઈચ્છનિય બનશે. સંતાનના શિક્ષણ કે માંગલિક પ્રશ્નો અંગે ખર્ચ-ચિંતા રહેશે. સહેલીઓથી સારૂ રહેશે. ગુરૂની દૃષ્ટિ કર્મભુવન ઉપર રહેતા સ્વકર્મે ધનઉપાર્જન કરતી મહિલાઓને કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. રહેઠાણ-ગૃહસુશોભન વગરે અંગે વિશેષ ખર્ચ રહેશે. ધાર્મિક કાર્યની ઈચ્છા વર્ષના ઉત્તરાર્ધમાં ફળતી લાગશે. પારિવારિક પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ બનશો.
મીન (દ, ચ, ઝ, થ):
વિક્રમ સંવત ર૦૮૧ માં આપની રાશિકુંડળમાં પહેલે રાહુ-નેપ્ચ્યુન, ત્રીજે હર્ષલ-ગુરૂ, પાંચમે નિચભંગ થતો મંગળ, સાતમે કેતુ, આઠમે નિચનો સૂર્ય-ચંદ્ર, નવમે બુધ-શુક્ર, અગિયારમે પ્લુટો, બારમે શનિ રહેલ છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો પ્રથમ તબક્કો ચાલુ છે
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમાં ચંદ્ર-નિચનો સૂર્ય રહેલ છે. રાશિપતિ ગુરૂ ત્રીજે શત્રુક્ષેત્રી છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. રાશિમાં રાહુ છે, જુની બીમારી અંગે ડોક્ટરની સલાહ જરૂરી બનશે. દ્વિતીયેશ ત્રિકોણમાં છે, ખાન-પાનમાં ગરમ-તીખા પદાર્થનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું સારૂ. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. સપ્તમ્ સ્થાનમાં છાયાગ્રહ છે. સામાજિક કે કર્મના પ્રશ્નોથી દોડધામથી થાકની ફરિયાદ કરશો. વ્યયેશ વ્યયમાં હોતા જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ પામશો. પંચમેશ ચંદ્ર ખાડે છે. સંતાનના ખાન-પાન, રહેણી-કરણીના પ્રશ્નોથી ચિંતિત રહેશો. પંચમ્ભુવનમાં ઉગ્ર ગ્રહ છે. સંતાનથી વિવાદ નિવારશો. નવમે ગુરૂની દૃષ્ટિ હોતા ધર્મ, આધ્યાત્મિક્તા, શુભ કાર્યો અંગે વિચારણામાં ગુરૂ સહાયક બનશે. યોગ્ય શ્રમ-કસરતથી સ્વસ્થતા જાળવી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ મંગળનો નિચભંગ છે. ગુરૂની દૃષ્ટિ ભાગ્ય તથા લાભસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. ધન મેળવવાની ઈચ્છા પ્રબળ થતી લાગશે. મિત્રો-સહેલીથી નાના-નાના આર્થિક લાભો પ્રાપ્ત થતા લાગશે. મંગળની બારમે શનિ ઉપર દૃષ્ટિ છે. આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. અહીં અગાઉ કરેલી બચત સહાયક બનશે. ગુરૂની દૃષ્ટિ ધર્મત્રિકોણ ઉપર હોતા પ્રવાસ-યાત્રા વગેરે પાછળ ખર્ચ રહેશે. શુક્ર ત્રિકોણમાં છે. ભૌતિક સુખ-સાધનોની ખરીદી શક્ય બનશે. બિનજરૂરી આર્થિક વ્યવહાર નિવારજો. સાતમે કેતુ હોતા આર્થિક ભાગીદારી જેવા કાર્યોમાં સાવચેતી જરૂરી બનશે. ધનેશ નિચનો છે. આર્થિક જવાબદારીવાળા કાર્યોમાં અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ નિરાશા સાથે ચિંતામાં મૂકી શકે છે. વતન કે મિલકતથી આર્થિક લાભ મળતો લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં નવી તક, નવા સંબંધોથી લાભ-સહકાર પ્રાપ્ત કરી શકશો. આર્થિક વિકાસ માટે દોડશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ ગુરૂ પોતાના ભાવથી છઠ્ઠે શત્રુક્ષેત્રી છે, જેથી કર્મના ક્ષેત્રે વિશેષ શ્રમથી સફળતા પ્રાપ્ત થતી લાગશે. ભાગ્યેશ મંગળ ત્રિકોણમાં નિચનો છે, જેથી નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. જુની ઉઘરાણી અંગે સાવચેતી ઈચ્છનિય બનશે. પંચમેશની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે. સંતાનની કે સંયુક્ત પરિવારની આવકમાં વૃદ્ધિ થતી લાગશે. કર્મેશ શત્રુક્ષેત્રી છે. બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ મનોભાર સર્જી શકે છે. ચોથા સ્થાનનો કારક ચંદ્ર આઠમે છે. ધંધાની જગ્યાના પ્રશ્નોથી ચિંતિત રહેશો. નવમે શુભગ્રહો ગુરૂથી દૃષ્ટિમાં છે. દેશાવરના કાર્યોમાં સારૂ રહેશે. ધનેશ નિચનો છે, વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડશો તો મનોભારમાંથી મુક્ત રહી શકશો. ધંધામાં આધુનિક્તા માટે નવા સાધનોની ખરીદી શક્ય બનશે. નોકરિયાત વર્ગને સર્વિસમાં મંદ ગતિએ પ્રગતિ રહેશે. ધનેશ મંગળનો નિચભંગ થતા પ્રમોશન, પગાર વધારો વગેરે પ્રશ્નો ઉકલતા હર્ષ પામશો. ખાતાકીય પરીક્ષા કે પૂરક જ્ઞાનપ્રાપ્તિ અંગે વિશેષ શ્રમ કે સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે. અગત્યના નિર્ણય સમજપૂર્વક લેશો. નાણાકીય જવાબદારીવાળા કાર્યો અંગે સજાગ રહેશો. શ્રમના સથવારે કર્મ કરીને જીવનમાં કશુક કરીને બનવા, પામવા સ્વપ્નશીલ બનશો.
વર્ષ પ્રરંભે આપની રાશિકુંડળીના જ્ઞાનભુવનમાં નિચનો મંગળ રહેલો છે. પંચમેશ આઠમે છે, જેથી જ્ઞાનપ્રાપ્તિ અંગે જાગૃતતા જરૂરી બનશે. રાશિમાં રહેલો રાહુ ઘણી વખત વિચારોમાં અનિયમિતતાનો નિર્માણ કરી શકે. પંચમેશ ખાડે હોતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ, હરિફાઈ વગેરેમાં વિશેષ શ્રમ જરૂરી બનશે. મંદગ્રહ બારમે છે, જેથી સમયનો સદુપયોગ કરીને વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. અધ્યાપકગણ પાસેથી નમ્રતાથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. શનિની દૃષ્ટિ બીજે છે. ખાનપાનમાં પરેજી જરૂરી બનશે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. નવી જાણકારી, જ્ઞાન પ્રાપ્ત થતું લાગશે. વ્યયેશ વ્યયભાવમાં છે. વ્યસનો છોડીને નાણા બચાવશો તો જ્ઞાનપ્રાપ્તિ માટે વિશેષ સાધનો વસાવી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આધ્યાત્મિક વૃત્તિ કેળવીને માનસિક શાંતિ મેળવવા પ્રયત્ન કરશો તો હળવાશ અનુભવી શકશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં કેતુ રહેલો છે. સપ્તમેષ ભાગ્યમાં છે, જેથી જીનસાથીની પ્રગતિ થતાં હર્ષ અનુભવશો. કેતુ સાતમે છે. વિવાદી કાર્યો નિવારશો. છઠ્ઠુ સ્થાન પાપકર્તરી યોગમાં છે. જુની બીમારી અંગે જાગૃતતા જરૂરી બનશે. સામાજિક કાર્યોમાં મંદગતિએ સફળતા મળશે. મિત્રો-સહેલીથી સહકાર પ્રાપ્ત થશે. રહેઠાણમાં ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસથી હર્ષ રહેશે. ભોજન સ્થાનનો અધિપતિ નિચનો છે. ખાદ્યપદાર્થોની ખરીદીમાં કિંમત, એક્સપાયરી ડેટ, વજન, સ્કીમ વગેરે અંગે પેકીંગ પર જોવું ખાસ જરૂરી બનશે. પરદેશ કે પરદેશની વસ્તુ કે વ્યક્તિથી સારૂ રહેશે. પિયરપક્ષના પ્રશ્નોથી ચિંતિત રહેશો. નાની-નાની ઈચ્છાઓ ફળીભૂત થતી લાગશે. આધ્યાન્મિક ક્ષેત્રે મંદગતિએ સફળતા મળતી લાગશે. બિનજરૂરી વસ્તુઓ વસાવવાનું નિવારશો. કલા-સંગીત કે રચનાત્મક કાર્યોમાં રસરૂચિ કેળવશો તો સ્વની ઓળખના પ્રયાસથી સફળ થશો. નવું વર્ષ આશાસ્પદ છે.

