બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે

ભ્રષ્ટાચાર-એક નમણો અભિશાપ અને કાયદાનું શસ્ત્ર

આ વાક્ય આજે ભારતના દરેક નાગરિકના મનમાં ઊતરી જવું જોઈએ. આપણે આજના સમયમાં ભ્રષ્ટાચારને એટલો સામાન્ય કરી દીધો છે કે આપણે એની સામે લડવું ભૂલી ગયા છીએ. પદનો દૂરૂપયોગ, લાંચ માંગવી, જાહેર કામોમાં વિલંબ, કાગળોને પીછેહઠમાં નાખવા માટે દબાણ  આ બધું હવે રોજિંદી ઘટનાઓ બની ગઈ છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ દરેક ક્રિયા સામે કાયદો છે કડક છે-અને એના ઉપયોગથી માત્ર ન્યાય નહીં, પણ ભવિષ્યને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનો રસ્તો પણ મળે છે.

ભારતમાં ભ્રષ્ટાચારની વાસ્તવિકતા

સાંસ્કૃતિક, ધાર્મિક અને નૈતિક મૂલ્યો પર ગૌરવ લેતો દેશ આજે ભ્રષ્ટાચારની જાળમાં ફસાઈ ગયો છે. નાની નાની સરકારી કામગીરી માટે લાંચ આપવી પડે, યોજના હેઠળ મળનારા લાભ માટે પણ 'દંડ' આપવો પડે  એવું શું બન્યું છે કે જનતાને પોતાનો અધિકાર મેળવવા પણ લાંચ આપવી પડે?

એનું એકમાત્ર કારણ છે ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ન ઉઠાવવો અને કાયદાનો ઉપયોગ ન કરવો.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮-એક કાયદાકીય શસ્ત્ર

સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ બનાવવામાં આવ્યો હતો, જેના અંતર્ગત કોઇપણ સાર્વજનિક કર્મચારી જો પોતાના પદસત્તાનો ઉપયોગ કરીને લાંચ લે છે, અથવા પોતાની ફરજનું ભંગ કરે છે; તો તેને કાયદેસર રીતે દંડિત કરી શકાય છે.

આ અધિનિયમના મહત્ત્વપૂર્ણ પ્રાવધાનોમાં નીચેની કલમો વિશિષ્ટ ધ્યાન આપવા જેવી છે.

કલમ ૭:- જો કોઇ સરકારી કર્મચારી પોતાના ફરજનું યોગ્ય રીતે નિભવનાં બદલે લાંચ માંગે છે કે લે છે, તો એ ગુનો છે.

કલમ ૯:- જો કોઈ તૃતીય વ્યક્તિ પણ આ પ્રકારે લાંચ લેવાની પ્રક્રિયામાં સામેલ હોય, તો તે પણ દોષિત ગણાય છે.

કલમ ૧૩:- પોતાના પદસત્તાનો દુરૂપયોગ કરીને ખાનગી પક્ષને લાભ આપવો કે કોઇની હાનિ કરવી એ ગુનો છે.

કલમ ૧૪:- જો કોઇ જાહેર કર્મચારી પોતાના અધિકારનો ઉપયોગ કરીને અન્ય લોકોને ભ્રષ્ટ રીતોથી લાભ પહોંચાડે, તો પણ કાયદા હેઠળ દંડ ફટકે છે.

અહીં ''સાર્વજનિક સેવા આપતો કર્મચારી'' તરીકે શાસન હેઠળ આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, રાજ્ય સરકારો, જિલ્લા કલેકટરોથી માંડીને પાલિકા અને પંચાયતોના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોન્ટ્રાકટ આધારિત સરકારી કર્મચારીઓ પણ આવરી લેવાય છે.

વિસલ બ્લોઅર નીતિ જ્યારે ભય સામે 'હિંમત' કાયદાકીય બની જાય છે.

ઘણીવાર આપણે લાંચની માગણી કે પદના દુરૂપયોગ સામે અવાજ ઉઠાવવો ઇચ્છીએ છીએ, પણ શું થાશે? અથવા ''પછી મારે ઉપર કોઈ કાર્યવાહી તો નહીં થાય ને?'' એવો ભય મૂંઝવણ પેદા કરે છે. આવા સંજોગોમાં ''વાચકોની માહિતી રક્ષાની નીતિ'' (વિસલ બ્લોઅર નીતિ) આપણી રક્ષા કરે છે.

આ નીતિ હેઠળ કોઈપણ નાગરિક કે સરકારી કર્મચારી, પોતાની ઓળખ ગુપ્ત રાખી પણ ફરિયાદ કરી શકે છે. જે મુજબ કાયદો ફરિયાદકર્તાની ઓળખ છુપાવીને તપાસ આગળ વધારવાનો હુકમ આપે છે. એ માટે નીચે મુજબ માહિતી જરૂરી હોય છે.

- કઈ તારીખે અને કઈ સ્થિતિમાં લાંચ માંગવામાં આવી હતી?

- આરોપી કર્મચારીનું નામ, પદ અને કાર્યાલય

- માગણી કરવા દરમિયાન થયેલી વાતચીતના ઓડિયો/વીડિયો પુરાવા (જો હોય)

- કોઈ સાક્ષી હોય તો તેની વિગતો

આવી માહિતી આપીને ફરિયાદ કરનારને કોઈ પ્રકારની કાયદાકીય કે શારીરિક પીડા થતી નહીં રહે-આ ખાતરી કાયદો આપે છે.

એસીબી (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)-રંગે હાથ પકડાવાનું વ્યાપક તંત્ર

જો કોઇ અધિકારી લાંચ માંગે છે, તો એસીબી પાસે લેખિતમાં અરજી આપી શકાય છે. એસીબી પછી પોતાની તપાસ કરીને ''ટ્રેપ ઓપરેશન'' યોજે છે, જેમાં આરોપીને લાંચ લેતી વખતે રંગે હાથ પકડવામાં આવે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે અને એમાં ફરિયાદકર્તાની ઓળખ પણ સલામત રહે છે.

પરંતુ એ માટે પણ યોગ્ય રીતે માહિતી આપવી જરૂરી છે  સમય, સ્થળ, આરોપીની વિગતો, વ્યવહાર કે વાતચીતના પુરાવા વગેરે. આ તમામ બાબતો સચોટ હોવી જોઇએ જેથી એસીબી કાર્યવાહી કરી શકે.

ભવિષ્ય માટે શું જરૂરી છે?-નાગરિકની ભૂમિકા

ભ્રષ્ટાચાર સામેના કાયદા મજબૂત છે, પરંતુ એમની અસર ત્યારે જ થાય જ્યારે નાગરિક પોતાની ફરજ પણ સમજે. ફક્ત કાયદા બનાવવાથી ભ્રષ્ટાચાર નષ્ટ થતો નથી-તેને રદ્દ કરવા માટે સમાજ, શાસન અને નાગરિક ત્રણેયનું સમન્વય જરૂરી છે.

જયાં સુધી આપણે મૌન રહીએ છીએ ત્યાં સુધી ભ્રષ્ટાચાર જીતી જાય છે. પણ જ્યારે એક નાગરિક, એક સામાન્ય માણસ પણ અવાજ ઉઠાવે છે ત્યારે એક નવો શૂરવીર જન્મે છે.

નિષ્કર્ષ-ભ્રષ્ટાચાર સામે લડવું એ ફક્ત અધિકાર નહીં, નૈતિક ફરજ

આજના સમયમાં ભ્રષ્ટાચાર એ માત્ર ગુનો નથી, એ સમાજની નાસી જતી નસ છે. આપણે એને કપવી પડશે. એ માટે આપણો અવાજ, આપનું જ્ઞાન અને કાયદાની સમજ મુખ્ય છે.

'ભય સામે હિંમત, મૌન સામે અવાજ અને અંધાર સામે કાયદાનું પ્રકાશ' એ આજના નાગરિકનો મંત્ર હોવો જોઈએ.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૧. ભારતમાં હવે આઈપીસી અને સીઆરપીસીને બદલે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને બીએનએસએસ (ભારતીય ન્યાય પ્રક્રિયા સંહિતા) અમલમાં આવ્યા છે. આ નવા કાયદા એફઆઈઆર અને ગુનાની ફરિયાદ સંબંધિત કેટલીક નવી શરતો અને પ્રક્રિયાઓ લાવે છે.

આ લેખમાં આપણે એફઆઈઆર શું છે, ક્યારે અને કેવી રીતે નોંધાવી શકાય, જો પોલીસ એફઆઈઆર ના લે તો શું કરવું, તેમજ એફઆઈઆરનો ઉકેલ ન મળે તો અન્ય કાયદાકીય વિકલ્પો શું છે, તે વિગતવાર સમજશું.

એફ.આઈ.આર એટલે શું અને તેનો કાયદાકીય મતલબ શું છે.

૨. એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોરમેશન રિપોર્ટ, એટલે કે કોઈ ગુના થયાની પ્રાથમિક માહિતી પોલીસના રેકોર્ડમાં દાખલ કરવાનો કાયદાકીય પ્રક્રિયા. બીએનએસએસની કલમ ૧૭૩ (પહેલાં સીઆરપીસી ૧૫૪) મુજબ, જ્યારે કોઈ પણ 'કોગ્નિઝએબલ ગુન્હો' (સજાત ગુનો) થાય ત્યારે એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. કોગ્નિઝએબલ ગુન્હો એ એવો ગુનો છે, જેમાં પોલીસને બીજાની મંજૂરી વિના સીધું જ આરોપી સામે કાર્યવાહી કરવાની અને ધરપકડ કરવાની શક્તિ હોય છે. આમાં સામાન્ય રીતે ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, લૂંટ, બળાત્કાર, દહેશતગર્દી વગેરે સમાવિષ્ટ હોય છે.

૩. એફઆઈઆર એ સંભવિત આરોપી સામે પ્રાથમિક દસ્તાવેજ તરીકે કામ કરે છે, અને આના આધારે પોલીસ તપાસ શરૂ કરે છે. એફઆઈઆર ના આધારે તપાસ, પુરાવા એકત્રિત કરવી અને જો જરૂરી હોય તો આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવી, પોલીસની ફરજ બને છે.

૪. લૂંટ, હત્યા, બળાત્કાર, આતંકવાદ, ઘરેલૂ હિંસા, ગુંડાગીરી, ખંડણી જેવા ગુનાઓ માટે એફઆઈઆર નોંધવી જરૂરી છે. આર્થિક ફ્રોડ, વિશ્વાસઘાત,સાઇબર ગુના અને ધાક જેવા કેસોમાં પણ એફઆઈઆર નોંધાવી શકાય. એફઆઈઆરનો ઉદ્દેશ એ છે કે કોઈપણ ગુનાઓ પર ઝડપી અને યોગ્ય પગલાં ભરવા માટે પોલીસ પાસે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય

પોલીસ એફઆઈઆર ના લે તો શું કરવું?

૫. ઘણાં લોકો સાથે એવું બને છે કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પર એફઆઈઆર નોંધાવવા જાય, ત્યારે પોલીસ કોઈ ન કોઈ બહાનું બનાવી એફઆઈઆર નોંધતી નથી. આવા સંજોગોમાં, નાગરિકો પાસે નીચેના વિકલ્પો છેઃ

બીએનએસ કલમ ૧૭૪(૩) મુજબ, એફઆઈઆર ના થાય તો સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ લેખિતમાં અરજી કરવી ફરજિયાત છે.

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પણ એફઆઈઆર ના લે તો બીએનએસજી કલમ ૧૮૭ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી શકાય. મેજિસ્ટ્રેટ પોલીસને તપાસ કરવા માટે સૂચના આપી શકે અથવા તે પોતે સીધા આરોપી સામે કાર્યવાહી કરી શકે.

બીએનએસ કલમ ૨૦૯ હેઠળ હાઈકોર્ટમાં અરજી કરી શકાય- જો એફઆઈઆર ના થાય અને પોલીસ-મેજિસ્ટ્રેટ બંને તટસ્થ રહે, તો હાઈકોર્ટમાં 'મેન્ડેમસ રિટ' દાખલ કરી શકાય, જેથી એફઆઈઆર નોંધવામાં આવે.

જાણવા જોગ અરજી એટલે શું?: ૬. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાણવા જોગ એ એફઆઈઆર નો એક વિકલ્પ છે, જ્યાં કોઈ વ્યક્તિ પોલીસને માત્ર જાણ કરવા માંગતી હોય પરંતુ એફઆઈઆર ના ઈચ્છતી હોય. જો કોઈ વ્યક્તિ ધમકીઓથી ત્રસ્ત છે, અને પોલીસ કેસ નોંધાવવો નથી, તો જાણવા જોગ નોંધાવી શકાય. જો ભવિષ્યમાં એજ વ્યક્તિ સામે એફઆઈઆર. કરવાની જરૂર પડે, તો આ નોંધ પોલીસ રેકોર્ડમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય.

જાણવા જોગ અને એફઆઈઆર વચ્ચે તફાવતઃ તફાવત જોઈએ તો (૧) તપાસની ફરજમાં એફઆઈઆરમાં એફઆઈઆર થયે પોલીસને તપાસ કરવી જ પડશે, જ્યારે જાણવા જોગ અરજીમાં માત્ર નોંધણી છે. તપાસ ફરજિયાત નથી. (૨) કાયદાકીય અસરમાં એફઆઈઆરમાં ગુનાઓની પ્રાથમિક વિગતો પોલીસ રેકોર્ડમાં જાય છે, જ્યારે જાણવા જોગમાં માત્ર ભવિષ્ય માટે દાખલો રહે છે. (૩) લાભઃ એફઆઈઆરમાં તરત કાર્યવાહી થાય, જ્યારે જાણવા જોગમાં જો કંઈક નુકસાન થાય તો પુરાવા તરીકે મદદરૂપ બને છે.

૭. મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની નવી પ્રક્રિયા બીએનએસ જી હેઠળ જો એફઆઈઆર ના થાય અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ પણ કંઈ ન કરે, તો મેજિસ્ટ્રેટ સમક્ષ બીએનએસ કલમ ૧૮૭ હેઠળ ફરિયાદ દાખલ કરી શકાય.

પરંતુ નવી સિસ્ટમ મુજબ, મેજિસ્ટ્રેટ સમક્ષ સીધી ફરિયાદ દાખલ કરતા પહેલાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને અરજી કરવી ફરજિયાત છે.

પ્રક્રિયાઃ (૧) બી.એન .એસ કલમ ૧૭૪ (૩) હેઠળ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ લેખિત અરજી. (૨) એસપી દ્વારા એફઆઈઆર ના થાય તો બીએનએસ કલમ ૧૮૭ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી. (૩) બીએનએસ કલમ ૨૧૦ મુજબ, મેજિસ્ટ્રેટ સીધા ફરિયાદની સમીક્ષા કરી શકે.

મેજિસ્ટ્રેટ પાસે વિકલ્પોઃ (૧) બીએનએસ કલમ ૧૮૭ હેઠળ પોલીસને તપાસ કરવાનું કહે. (૨) બીએનએસ સીધી કલમ ૨૧૦ મુજબ કાર્યવાહી કરી શકે. (૩) બીએનએસ કલમ ૨૦૨ મુજબ પોતે તપાસ કરી શકે.

૮. જો પોલીસ એફઆઈઆર નોંધવા તૈયાર નથી, સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) પાસે અરજી કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતાં નથી, અને મેજિસ્ટ્રેટ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, અથવા ખોટી કે અપૂર્ણ તાપસ થતી હોઈ તો બી.એન .એસ જી કલમ ૩૨૨ અને ભારતીય સંવિધાનની કલમ ૨૨૬ હેઠળ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી શકાય.

આવા સંજોગોમાં, મેન્ડેમસ રીટ દાખલ કરીને હાઈકોર્ટ પાસે એફઆઈઆર નોંધવાની સ્પષ્ટ દિશાનિર્દેશ આપવાની માંગ કરી શકાય. મેન્ડેમસ રીટ એ ન્યાયલય દ્વારા સરકારી અધિકારીઓ કે સંસ્થાઓને તેમના કાયદાકીય ફરજોનું પાલન કરવા ફરજ પાડતી રીટ છે.

(૧) હાઈકોર્ટમાં દાખલ કરી શકાય તેવી રીટ પિટિશન દ્વારા નીચેના રાહત માંગી શકાય, (૨) પોલીસને એફઆઈઆર નોંધવાની ફરજ પાડતી સ્પષ્ટ દિશાનિર્દેશો આપવા. (૩) પોલીસની નિષ્ક્રિયતાને ગેરકાયદેસર ઠરાવી, દોષિત પોલીસ અધિકારીઓ સામે તકેદારી પગલાં લેવા. (૪) નામિઅદ પોલીસ સ્ટેશન સિવાય અન્ય તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગણી. (૫) એફઆઈઆર ના થાય તો તે સંબંધિત મહત્ત્વના દસ્તાવેજોને (જાણવા જોગ, સી.સી.ટીવી ફૂટેજ, મેડિકલ રિપોર્ટ વગેરે) કોર્ટ સમક્ષ રજુ કરવા દિશાનિર્દેશ. (૬) આરોપી સામે યોગ્ય ફોજદારી કાર્યવાહી ચલાવવી.

કાયદા વિશે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે. કાયદાની જાગૃતિ એ સશક્ત નાગરિકતા માટે આવશ્યક છે.

ધ્વનિ લાખાણી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌરાષ્ટ્ર, જે તેની પરંપરા અને સંસ્કૃતિ માટે જાણીતી છે, અહિના નાગરિકોએ પેઢીદાર પેઢી સંસ્કૃતિ અને જ્ઞાનના ધ્રૂવ તારા બનીને આ ધરતીને સમૃદ્ધ બનાવી છે. આ ધરતીના ખૂણેખૂણામાં છુપાયેલા છે આવા જ્ઞાનના ખજાના, જેમ કે આયુર્વેદિક  ઉપચાર પદ્ધતિઓ, હસ્તકલા કૌશલ્ય, ઔષધિય છોડના ઉપયોગ, ખાદ્ય પદ્ધતિઓ, અને ખેતર માટે વિશિષ્ટ કૌશલ્ય. પરંતુ, આ જ્ઞાનને વૈશ્વિક મંચ પર લઇ જવું અને તેને સજ્જડ પ્રતિકાર આપવા માટે સુરક્ષિત કરવું એટલું જ મહત્ત્વનું છે.

આજના વૈશ્વિકકરણના યુગમાં, જ્યાં દરેક વસ્તુના આંકડા અને ડેટાને મૂલ્યવાન માનવામાં આવે છે, પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (ટ્રેડીશનલ નોલેજ ડિજીટલ લાયબ્રેરી-ટીકેડીએલ) એ એક અનોખું પગલું છે જે ભારત સરકાર દ્વારા આપણા પરંપરાગત જ્ઞાનને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં પરંપરાગત જ્ઞાન અને તેના અધિકારોની સુરક્ષા-પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરીનું મહત્ત્વ

સૌરાષ્ટ્ર જેવી પરંપરાગત રીતે વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ભૂમિ પર અનેક પ્રકારની પરંપરાગત જ્ઞાન અને પ્રથાઓ ફૂલી-ફાલી છે. આ જ્ઞાન માત્ર આ વિસ્તારની ઓળખ જ નહીં, પરંતુ અહીંના લોકજીવન અને આર્થિક સંભાવનાઓનું મહત્ત્વપૂર્ણ સાધન છે. જોકે, આ જ્ઞાનને પ્રોત્સાહિત કરવું અને તેને દુનિયાભરના ઉદ્યોગો અને બૌદ્ધિક મિલકતના હક્કો (આઈપીઆર)ના દુરુપયોગથી સુરક્ષિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજના લેખમાં, આપણે પરંપરા ગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી (ટ્રેડીશનલ નોલેજ ડિજીટલ લાયબ્રેરી-ટીકેડીએલ) વિષે ચર્ચા કરીશું અને તે કેવી રીતે  સૌરાષ્ટ્રના લોકો માટે લાભદાયક થઈ શકે છે તે સમજશું.

પરંપરાગત જ્ઞાન એટલે શું?

પરંપરાગત જ્ઞાન એ એવુ જ્ઞાન છે જે પેઢીથી પેઢી સુધી મૌખિક અથવા ચિહ્નિત સ્વરૂપે ટ્રાન્સફર થયું છે. આમાં  ઔષધિઓના ઉપયોગ, કૃષિ પદ્ધતિઓ, હસ્તકલા કૌશલ્ય, ખોરાક સાથે સંબંધિત રીતભાતો અને સ્થાનિક વનસ્પતિશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, સૌરાષ્ટ્રમાં ખજુર, બોર અથવા મકાઈના ખાસ પ્રકારનાં ઉપયોગ અથવા પશુપાલનમાં પ્રાચીન પદ્ધતિઓ પરંપરાગત જ્ઞાન છે. પરંપરાગત જ્ઞાન એ આપણા પૂર્વજો દ્વારા સંચિત એવી જ્ઞાનસંપત્તિ છે જે અનૂભવ અને પ્રયોગના આધારે વિકસિત થઈ છે. આમાં આયુર્વેદ, સિદ્ધ અને યૂનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ, ઔષધિય છોડના નુસખા, પારંપરિક કૃષિ પદ્ધતિઓ, અને હસ્તકલા કૌશલ્ય શામેલ છે. આ જ્ઞાને માત્ર આપણા જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ આર્થિક રીતે પણ સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

પરપરાગત જ્ઞાન ડિજિટલ

લાઇબ્રેરી (ટીકેડીએલ) શું છે?

ટીકેડીએલએ ભારત સરકાર દ્વારા આરંભિત એક ખાસ પહેલ છે, જેનો હેતુ ભારતીય પરંપરાગત જ્ઞાનને ડિજિટલ સ્વરૂપે  સંગ્રહવું અને તેની બૌદ્ધિક મિલકત હક્ક તરીકે સુરક્ષા કરવી છે. આ ડેટાબેઝ પરંપરાગત જ્ઞાનને વિવિધ આંતરરાષ્ટ્રીય પેટન્ટ યુદ્ધાળુઓ સામે સુરક્ષિત કરવા માટે બૌદ્ધિક મિલકત હક્ક દ્વારા મંજૂરીમાં મદદરૂપ બને છે. ટીકેડીએલ એ એક ડિજિટલ લાઇબ્રેરી છે જે પરંપરાગત જ્ઞાનને ડિજિટલ ફોર્મેટમાં મૂકી, તેને સુરક્ષિત કરવા અને વૈશ્વિક માન્યતા મેળવવા  માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં આયુર્વેદ, સિદ્ધ, યોગ, યુનાની અને અન્ય પરંપરાગત જ્ઞાનના લાખો નુસખાઓનો સમાવેશ થાય છે, જે વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ટીકેડીએલ ને ખાસ કરીને એવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે કે વિદેશી કંપનીઓ અને સંસ્થાઓ આપણા જ્ઞાન પર પેન્ટ નો દાવો ન કરી શકે.

ટીકેડીએલ હેઠળ નોંધણી પ્રક્રિયા કેવી છે?

ટીકેડીએલ હેઠળ નોંધણીની પ્રક્રિયા સરળ અને સુસંગત છે.

(૧) જ્ઞાનનું વર્ણનઃ પરંપરાગત જ્ઞાન કે ટેક્નોલોજીનું વિગતવાર વર્ણન તૈયાર કરો. (૨) પ્રમાણભૂત ડોક્યુમેન્ટેશનઃ બધા પુરાવાઓ, ઇતિહાસ અને મૌખિક જાણકારીને લેખિત અથવા ડિજિટલ સ્વરૂપે ભેગા  કરો. (૩) સરકારી માન્યતા માટે અરજીઃ ટીકેડીએલના પોર્ટલ પર જરૂરી નમૂનાઓ ભરો અને અરજી કરો. (૪) પ્રમાણન અને ચકાસણીઃ સરકારે વિજ્ઞાનિક અને બૌદ્ધિક દૃષ્ટિકોણથી આ જાણકારીનું મૂલ્યાંકન કરશે. (૫) સાંપ્રદાયિક માલિકીઃ નોંધણી માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમુદાયના હિત માટે હોવી જોઈએ.

ઉદાહરણ અને ફાયદા

(૧) ઔષધિય છોડના ઉપયોગઃ જો કોઈ ગામમાં ખાવાના પાન પર પાચનશક્તિ વધારવાના પરંપરાગત ઉપચાર જાણીતા  છે, તો તેને ટીકેડીએલ હેઠળ નોંધાવી શકાય છે. (૨) કૃષિ પદ્ધતિઓઃ ખાસ પ્રકારની ખેતી પદ્ધતિ કે જે ઓછા પાણીમાં વધુ ઉપજ આપે છે તે નોંધાવી શકાય છે. (૩) હસ્તકલા કૌશલ્યઃ વિવિધ કળાઓ અને કૌશલ્યો જે આંશિક રીતે ગુમ થવાની ધાર પર છે તે સુરક્ષિત કરી શકાય છે.

ટીકેડીએલની નોંધણી દ્વારા આ જ્ઞાનનું વિશ્વસમાનતા વધી શકે છે અને તે માટે બૌદ્ધિક માલિકી હક્ક મેળવવા માટેના  મકસદે ઉપયોગી થાય છે.

આર્થિક લાભ

(૧) સ્થાનિક વિકાસઃ નોંધાયેલ જ્ઞાન વિદેશી કંપનીઓ દ્વારા ઉપયોગ માટે આપતી વખતે રોયલ્ટી જેવી આર્થિક અસર થાય છે. (૨) બજારમાં પ્રવેશઃ ટીકેડીએલની પ્રમાણભૂતતા સ્થાનિક ઉત્પાદકો માટે વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરવાની તક ઉભી કરે છે. (૩) મલ્ટિનેશનલ કંપનીઓ સામે રક્ષાઃ નોંધણી વિના, મોટા કાર્પોરેટ્સ પરંપરાગત જ્ઞાનનો પેટન્ટ તરીકે દાવો કરી શકે છે, જે સ્થાનિક સમુદાયોને નુકસાન કરે છે.

ભવિષ્યના જોખમ-ટીકેડીએલનું મહત્ત્વ

જો આ જ્ઞાન ટીકેડીએલ હેઠળ નોંધાયેલું ન હોય તો મોટી કંપનીઓ દ્વારા તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે.  ઉદાહરણ તરીકે, જયારે હળદરના પરંપરાગત ઉપચાર માટે વિદેશી કંપનીએ પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે ટીકેડીએલ દ્વારા તે અટકાવવામાં આવ્યું હતું.

પરંપરાગત જ્ઞાન અને ભૌગોલિક સંકેતનો તફાવતઃ ભૌગોલિક સંકેત (જીઆઈ) ખાસ વિસ્તાર સાથે જોડાયેલા ઉત્પાદનો માટે છે, જ્યારે ટીકેડીએલ પરંપરાગત જ્ઞાનના  વ્યાપક સંરક્ષણ માટે છે. ટીકેડીએલનો હેતુ ગહન છે અને તેને બૌદ્ધિક મિલકત હક્કો સાથે સંકળાયેલી પ્રતિકૂળતાઓ સામે સુરક્ષા પૂરી પાડે છે.

નિષ્કર્ષઃ ટીકેડીએલ એ માત્ર ડેટાબેઝ નથી, તે આપણા પરંપરાગત જ્ઞાન માટે કાનૂની ઢાલ છે. સૌરાષ્ટ્રના લોકો, ખાસ કરીને નાના ખેડૂતો, કારીગરો અને આયુર્વેદિક ઉપચારકોએ તેમનું પરંપરાગત જ્ઞાન ટીકેડીએલમાં નોંધાવીને તેમના હિતનું રક્ષણ કરવું  જોઈએ. આ પગલું આર્થિક સમૃદ્ધિ સાથે સાથે વૈશ્વિક સ્તરે સૌરાષ્ટ્રના વારસાને ચમકાવશે.

ટીકેડીએલના માધ્યમથી સૌરાષ્ટ્રમાં વહીવટી વિકાસની નવી દિશા શરૂ થશે અને આપણે આપણું ગુમાવેલું ગૌરવ પાછું મેળવવામાં સફળ રહેશું.

સૌરાષ્ટ્રના લોકો માટે ટીકેડીએલ એક વિશેષ તક છે જે પરંપરાગત જ્ઞાનની માલિકી, ઓળખ અને આર્થિક પ્રગતિ માટે માર્ગ પ્રશસ્ત કરી શકે છે. આ ટેક્નોલોજી અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સમજીને, સ્થાનિક સમુદાયો પોતાનાં જ્ઞાન અને પદ્ધતિઓને વિશ્વના મંચ પર લાવી શકે છે અને ગૌરવ સાથે નવી આર્થિક શક્યતાઓ સર્જી શકે છે.

આપનું જ્ઞાન, આપનું ભવિષ્ય સુરક્ષિત કરો!

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મહિલાઓ માટેના કાયદાઓઃ

સંરક્ષણ કે શસ્ત્ર?

આજના યુગમાં એક તરફ સ્ત્રીઓ માટે ઘરમાં અને સમાજમાં થતી ક્રૂરતા, દહેજની માંગ અને માનસિક યાતનાને કારણે આત્મહત્યા જેવા ગંભીર કિસ્સાઓ વધી રહૃાા છે, તો બીજીતરફ પુરૂષો પણ મહિલાઓ માટે બનાવેલા કાયદાઓના દુરૂપયોગને કારણે માનસિક તણાવમાં આવી આત્મહત્યા કરતા જોવા મળે છે. આ બાબતે કાયદાકીય અને સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણે વિશ્લેષણ જરૂરી બની રહૃાું છે.

મહિલાઓ માટે કાયદાઓની પાશ્વભૂમિ

હિતાચી રૂપે, કાયદાઓ મહિલાઓને સુરક્ષિત કરવાના હેતુથી બનાવવામાં આવ્યા છે, કારણ કે અતીતમાં મહિલાઓને અત્યંત શોષિત અને પીડિત વર્ગ માનવામાં આવતો હતો. ૪૯૮-એ, ઇન્ડિયન પિનલ કોડ, જે હવે ભારતીય ન્યાય સહિતની કલમ ૮૬ તારીખે ઓળખાઈ છે, ગૃહહિંસા અધિનિયમ (ડીવી એક્ટ), ભરણપોષણ, મેરિટલ રેપ વગેરે મહિલાઓ  માટે બનાવવામાં આવ્યા છે, કારણ કે ઘરગથ્થુ જીવનમાં થતી યાતનાનો પુરાવો કે દસ્તાવેજો ન હોવાને કારણે તેમનાં આક્ષેપોને પ્રથમ દૃષ્ટિએ સાચા માનવાની પરંપરા ઊભી થઈ.

દુરૂપયોગના કિસ્સાઓ અને

કોર્ટનો પ્રગતિશીલ અભિગમ

* ત્યાં સુધી બધું બરાબર છે, પણ આજે ઘણી વખત, આ કાયદાઓનો દુરૂપયોગ કરી પુરૂષોને બિનકારણ ફસાવવાની  ઘટનાઓ વધી રહી છે. જેને ધ્યાનમાં લઇ કાયદા એ પોતાનામાં એવો દુરૂપયોગથી કોઈ પીડિત ના રહે તેના માટે ઘણાં ફેરફાર લાવ્યા છે, જેમનામાંના અમૂક નીચે મુજબ છેઃ * સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ઘણા બધા ચુકાદાઓ થી એવું પ્રસ્થાપિત કરી દીધું છે કે ૪૯૮-એ માં તાત્કાલિક ધરપકડ ન કરવી એન્ડ કોમિતિએ પૂરી તાપસ કાર્ય પછીજ કાર્યવાહી કરવી. પરિવારના દૂરનાં સગાઓને પણ નિર્દોષ સાબિત થવા સુધી રાહત મળે છે. * ગૃહહિંસા અધિનિયમ હેઠળ પણ રક્ષણ અધિકારી દ્વારા ફરિયાદની પ્રાથમિક પ્રમાણિકતા ચકાસવામાં આવે છે.

આ તમામ પગલા એ દર્શાવે છે કે કોર્ટ પણ આજે હકીકતની પારખ કરી રહી છે અને માત્ર સ્ત્રીનો આક્ષેપ કે ફરિયાદના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાતું નથી.

સંઘર્ષ-માનસિક તણાવઃ જવાબદારી કોણની?

કોઈપણ વ્યક્તિ જો આત્મહત્યા કરે છે, તો તે આપમેળે તેનું જીવનસફર છોડી દે છે. આનો અર્થ એ નથી કે તેનો જીવન સાથી સીધો જવાબદાર છે. આત્મહત્યા કરનારની માનસિક સ્થિતિ, તેના જીવનની પરિસ્થિતિઓ, અને અન્ય પરિબળો ખૂબ મહત્ત્વના છે. આજના યુગમાં માનસિક તણાવ અને ડિપ્રેશન વધ્યા છે, પણ લોકો એ અંગે ન એટલા જાગૃત છે, ન  સામાજિક દૃષ્ટિકોણથી તેને સ્વીકારે છે. કાયદાઓએ પુરૂષ અને સ્ત્રી બંને પક્ષોને સાંભળવા માટે પ્લેટફોર્મ આપ્યું છે, તો પછી કોઈ પણ પક્ષે તેને હથિયારની જેમ પણ ન વાપરવું જોઈએ, અને બીજા પક્ષે હાર માની આત્મહત્યા જેવો આકરો નિર્ણય ન લઇ લેવો જોઈએે.

કાયદાકીય લડત માનસિક હિંસા નથી. કોઈપણ વ્યક્તિને કાયદેસર તેનાથી થતા અન્યાય સામે લડવાનો અધિકાર છે. કોઈ એક પક્ષે કેસ ફાઈલ કરવો એ 'ક્રૂરતા' કે 'માનસિક હિંસા' કહી શકાય નહીં. સત્ત્વગત રીતે, કાયદાની પ્રક્રિયામાં સહભાગી થવું બંને પક્ષની ફરજ છે. ન્યાય મેળવતા ઘણીવાર થોડો વિલંભ થઇ છે, પણ વિલંભના લીધે પોતાના હક્કની લડાઈ છોડી દેવી ગેરવ્યાજબી છે. ન્યાય આપવામાં થતા વિલંભનો ભોગ બંને પક્ષકારો બને છે, અને આ વિલંભ ટાળવા માટે ન્યાયની પ્રક્રિયાની જાણકારી મેળવી એમાં સહકાર આપી સહભાગી થવું એજ એક માત્ર ઉપાય છે.

આજે, કોર્ટમાં લગ્નજીવન સાથે જોડાયેલા કેસોમાં મિડિયેશન અને સમાધાનના પ્રયાસો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ટ્રેઈન્ડ મિડિયેટર્સ (જેમ કે વકીલો) બંને પક્ષને વાસ્તવિકતાનું આઇનો બતાવી શકે છે. આપસી સમજૂતી દ્વારા ઝડપથી વિવાદ ઉકેલવામાં આવે છે. સમાજ અને કુટુંબના પ્રયાસો નિષ્ફળ ગયા હોય, ત્યાં કોર્ટ સંચાલિત મિડિયેશન સારૃં પ્લેટફોર્મ બની શકે, અને એ માટે એમાં ભાગ લેવો અને તે સુવિધા નો ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે.

સ્ત્રીઓ અને પુરૂષો માટે

કાયદાકીય અધિકારો

સ્ત્રીઓ માટે ઉપલબ્ધ કાયદાકીય સુરક્ષા

(૧) દહેજ અને ગૃહહિસા સામે રક્ષણ. (૨) ઘરગથ્થુ હિંસા સામે ન્યાય. (૩) જીવનનિર્વાહ માટે પતિ પાસે ખર્ચ માગવાનો હક. (૪) અલગ થવા માટે વૈધ પદ્ધતિઓ.

પુરૂષો માટે કાયદાકીય સુરક્ષા

(૧) ૪૯૮-એ, ઇન્ડિયન પિનલ કોડ દુરૂપયોગ સામે કોર્ટ દ્વારા વહેલી રાહત. (૨) ડીવી એક્ટ અંતર્ગત પુરૂષો પણ ફરિયાદ કરી શકે છે (અલગ અલગ હાઈકોર્ટનાં વ્યાખ્યા મુજબ). (૩) ખોટા અને બદ ઇરાદે કરાયેલા કેસો માં હાઈ કોર્ટ માં કુર્મેશીંગ પિટિશન કરી ફોજદારી કાર્યવાહી રદ કરાવી શકાય. (૪) ન્યાયસંગત પરિસ્થિતિઓમાં પતિ પણ અલગ થવાની માંગ કરી શકે. (૫) પિતાને પણ સંતાનની કસ્ટડીનો અધિકાર છે, વધુમાં ભારતીય કાયદાઓ મુજબ પિતા નેજ બાળક નાં પહેલા વાલીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક અને કાનૂની જાગૃતિ જરૂરી!

જેમ જેમ કાયદા બદલાઈ રહૃાા છે, તેમ તેમ સમાજએ પણ સમજવું પડશે કે કાનૂની લડત એ ન્યાય મેળવવાનો માર્ગ છે, કોઈ એક પક્ષ માટે હથિયાર નથી. જાગૃતિ દ્વારા જ કાયદાનો દુરૂપયોગ અટકાવી શકાય. સોશિયલ મીડિયા પર ભ્રમિતને ગેરમાર્ગે દોરાવનાર માહિતીથી દૂર રહી, કાનૂની જાણકારી લેવી જોઈએ. વકીલ અને કાનૂની નિષ્ણાતો સાથે પરામર્શ લઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ.

કોઈપણ ઘટના, ફરિયાદ કે રજુઆતમાં એકતરફી ચિત્ર જોવા કરતા સંપૂર્ણ ચિત્ર અલગ અલગ વ્યક્તિનાં દૃષ્ટિકોણથી જોઈ શકવાની, બધી પરિસ્થિતિ જોઈ પોતાનો મંતવ્ય બનાવની જાગૃતા અપડે આપડા સમાજમાં કેળવવી જોઈશે સ્ત્રીઓ માટે કાયદાઓ જરૂરી છે, પણ તેનો દુરૂપયોગ પણ થતો હોય છે.

કોર્ટ પણ હવે સમાન અને પ્રગતિશીલ અભિગમ અપનાવી રહી છે. ન્યાય મેળવવા માટે સહનશીલતા અને કાનૂની લડતનો સ્વીકાર મહત્ત્વનો છે.

કાયદો બંને માટે છે-સ્ત્રી માટે પણ અને પુરૂષ માટે પણ. જાગૃત રહો, કાયદાનું સન્માન કરો, અને તમારા હક્ક સમજીને તેનો સાચી રીતે ઉપયોગ કરો.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજના ડિજિટલ યુગમાં આપણે પૈસાની લેવડદેવડ અને માહિતીના અદલાબદલ માટે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોનો ભારે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ સરળતાના વિપરિત, સાઇબર ફ્રોડ જેવા ખતરનાક પડકારો વધ્યા છે. કેટલીકવાર કોઈ આરબીઆઈ અથવા બેન્કના અધિકારી તરીકે ઓળખાવીને ઓટીપી અથવા ખાતાની માહિતી માંગી લેવામાં આવે છે. આવા કેસોમાં, લોકોનું નાણાકીય નુકસાન થાય છે અને તેઓ માનસિક તણાવનો શિકાર બને છે.

આ લેખમાં આપણે સાઇબર ફ્રોડના પ્રકારો, કાનૂની સુરક્ષા, અને પ્રભાવી પગલાંઓ અંગે ચર્ચા કરીશું ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જ્યાં સચેતનતા ઓછી છે.

સાઇબર ફ્રોડ શું છે?

સાઇબર ફ્રોડ એ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાની એક એવી પ્રવૃત્તિ છે, જ્યાં વ્યક્તિ અથવા સંસ્થા સામે આર્થિક, માહિતીગત અથવા પ્રત્યક્ષ નુકસાન થાય છે.

કાનૂની રૃષ્ટિએ આઇટી એકટ, ૨૦૦૦ હેઠળ સાઇબર ફ્રોડ એવા એક કૃત્ય છે જેમાં કૌભાંડ, આઈડેન્ટિટી ચોરી, ડેટા હેકિંગ અથવા નકલી લેનદેન દ્વારા છેતરપિંડી થાય છે.

સાઇબર ફ્રોડના વિવિધ પ્રકારો

૧. ફિશિંગઃ નકલી ઈમેઈલ કે લીંક મોકલીને વ્યક્તિની અંગત માહિતી ચોરી કરવી.

૨. વિષ ફ્રોડ (વિશીંગ)ઃ ફોન પર કોલ કરીને ખાતાની માહિતી અથવા ઓટીપી માંગવી.

૩. ફેક લોટરી કૌભાંડઃ નકલી ઇનામ જીત્યા છે એવું કહીને ડેટા અને પૈસા ચોરી કરવી.

૪. યુપીઆઈ છેતરપિંડીઃ ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહીને ખાતામાંથી પૈસા ઉપાડવું.

૫. ઓએલએક્સ/ઇ-કોમર્સ છેતરપિંડીઃ નકલી ખરીદી કે વેચાણ કરવું.

સાઇબર ફ્રોડની કાનૂની

વ્યાખ્યા અને નિયમન

આઇટી એકટ, ૨૦૦૦ હેઠળ, કાનૂની રૃષ્ટિએ સાઇબર ફ્રોડને કલમ ૬૬સી અને ૬૬ડી હેઠળ આવરી લેવાયો છે. જો કોઈ ડિજિટલ માધ્યમ દ્વારા છેતરપિંડી કરે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલસજા અથવા દંડ અથવા બન્ને થઈ શકે છે.

સાઇબર ફ્રોડ થયા પછીનાં પગલાં

જો તમે સાઇબર ફ્રોડનો શિકાર બન્યો હો, તો તરત જ નીચેના પગલાં લો

૧. બેંક અથવા પેમેન્ટ પ્લેટફોર્મને જાણ કરોઃ તમારૃ ટ્રાન્ઝેક્શન અટકાવવા અને ખાતાને બ્લોક કરવા માટે બેન્કનો સંપર્ક કરો.

૨. સાઈબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવોઃ ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ પર સચોટ માહિતી સાથે ફરિયાદ દાખલ કરો.

૩. પોલીસ સ્ટેશન જાઓઃ નજીકના સાઇબર સેલ અથવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવો.

૪. પ્રમાણ ભેગા કરોઃ તમારા ડિજિટલ મેસેજ, ઈમેઈલ, અને બેન્ક ડેટા બચાવો. આ પ્રોસેસ માટે આર્થિક વિદ્વાનો અથવા કાનૂની નિષ્ણાતોની મદદ લો.

૫. આજના ડિજીટલ યુગમાં, લોકોના જીવનમાં સાઇબર ગુન્હાઓ વધી રહૃાા છે. આવા ગુન્હાઓ સામે ન્યાય મેળવવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા ફરિયાદ નોંધાવવી ખૂબ જ સરળ અને અસરકારક છે. લોકો સાઇબર ક્રાઇમની અધિકૃત વેબસાઇટ પર જઈને અથવા રાજ્યના સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવતી વખતે, ગુન્હાની વિગતવાર માહિતી, દોષિતના કૃત્યોના પુરાવા, જેવી કે ઇમેઇલ સ્ક્રીનશોટ, મેસેજ રેકોર્ડ, ટ્રાન્ઝેક્શન ડીટેલ્સ વગેરે પ્રદાન કરવી જરૃરી છે.

૬. ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસે તપાસ શરૃ કરે છે, જેમાં આઈપી એડ્રેસ, ટ્રાન્ઝેક્શન ડેટા, સોર્સ ઓફ ઇમેઇલ વગેરેનો પત્તો લગાવવામાં આવે છે. તે પછી ગુન્હાના પુરાવા એકત્રિત કરીને દોષિતને પકડી ન્યાયિક પ્રક્રિયાનો આરંભ થાય છે. સાઇબર ગુન્હાની ટ્રાયલ પ્રક્રિયામાં જરૃરી પુરાવાઓ જેમ કે ફોર્સેન્સિક રિપોર્ટ, ડિજિટલ ડેટાના વાસ્તવિકતાના પુરાવા, અને શાખાએ એકત્ર કરેલી બધી વિગતો રજૂ કરવામાં આવે છે.

૭. લોકોને આ પ્રક્રિયાનો લાભ લેવા માટે કાયદેસર રીતે સજાગ રહેવું જોઈએ અને આ પ્રકારના ગુન્હાઓના કેસમાં ન્યાય મેળવવા માટે તેમનાં પુરાવાઓ જેમ કે સાક્ષી ફાઇલો, મેસેજ રેકોર્ડ્સ, ઇમેઇલ ડેટા વગેરે સુરક્ષિત રાખવા અનિવાર્ય છે. આ બધું નહીં તો ન્યાય પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. કાયદાની રૃષ્ટિએ, આ તમામ પગલાં મહત્ત્વપૂર્ણ છે કે જેથી દોષિતને દંડિત કરી શકાય અને પરિબળોને ન્યાય મળી શકે.

કાનૂની અધિકારો અને સુરક્ષા

૧. આઇટી એક્ટ હેઠળ સજાઃ કાયદો ત્રણ વર્ષ સુધીની જેલસજા અને દંડની વ્યવસ્થા કરે છે. ૨. આર્થિક સહાયઃ પેમેન્ટ ગેટવે અથવા વીમા કંપની પાસેથી આર્થિક સહાય મેળવી શકાય છે. ૩. ફોર્ન્સિક તપાસઃ સાઇબર સેલ પ્રગટ થયેલા ડેટાને તપાસી જવાબદાર પક્ષને પકડે છે.

સૌરાષ્ટ્રમાં સાઇબર ફ્રોડ-તેનો પ્રભાવ

સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ગામડાઓમાં ડિજિટલ જાગૃતિની અછત છે. લોકો એવા ફ્રોડના શિકાર બને છે જ્યાં તેઓ પોતાનું મોંધવરૃ ખાતુ ગુમાવે છે. જો સ્થાનિક સમુદાય આ સમસ્યાને ગંભીરતાથી લે, તો તેમને નીચેના ફાયદા મળી શકે છે.

સાંસ્કૃતિક જાગૃતિઃ ગામડાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ડિજિટલ સલામતીની માહિતી ફેલાવવી.

મોબાઇલ એપ્લિકેશન માર્ગદર્શિકાઃ સ્થાનિક લોકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સલામતી માટે ગવર્નમેન્ટ એપ્લિકેશનોનો ઉપયોગ કરવો જોઈએ.

આર્થિક નુકશાન રોકવુંઃ ફ્રોડ અટકાવીને નાણાંની બચત કરી શકાય છે.

કાનૂની અભાવ

૧. કેસની લાંબી પ્રક્રિયાઃ ફરિયાદ નોંધાવ્યા પછી તેની ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થાય છે. ૨. જાગૃતતાનો અભાવઃ મોટા પ્રમાણમાં લોકો પોતાના અધિકારોથી અજાણ છે. ૩. ઉપયોગમાં લોયાઃ કાયદા ઘણા સક્ષમ છે, પણ ઝડપી ન્યાય માટે ડિજિટલ ઓટોમેશનના અભાવના કારણે અસરકારક નથી.

વિશ્વસ્તરે સાઇબર ફ્રોડનું દૃષ્ટિકોણ

વિશ્વમાં સાઇબર સુરક્ષાની જાગૃતતા માટે અલગ-અલગ મકાન ઉપલબ્ધ છે, પરંતુ ભારતે સાઇબર ફ્રોડ અટકાવવા માટે નવીન પગલાં લેવાની જરૃર છે. યુનાઇટેડ નેશન્સના ઇન્સ્ટિટ્યુટ દ્વારા પણ વૈશ્વિકસ્તરે સાઇબર સુરક્ષા માટે નીતિઓ બની રહી છે.

ભવિષ્યમાં ઉકેલો અને સલાહ

૧. તાત્કાલિક કાર્યવાહીઃ સ્થાનિક સ્તરે સાઇબર સેલમાં ઝડપી ફરિયાદ નોંધાવવી. ૨. કમ્યુનિટી ડિજિટલ ક્લિનિકઃ દરેક ગામડામાં ડિજિટલ સલાહ કેન્દ્ર સ્થાપવું. ૩. કાયદાનું મજબૂત અમલીકરણઃ કાયદાઓને વધુ મજબૂત અને લોકક્ષેત્રે લાગુ કરવાની જરૃર છે.

નિષ્કર્ષ

સાઇબર ફ્રોડ એક ગંભીર સમસ્યા છે, જેનાથી સુરક્ષિત રહેવા માટે સજાગતા અને કાનૂની માહિતી ખૂબ જરૃરી છે. ડિજિટલ યોગદાન માટે આર્થિક અને સામાજિક સુરક્ષા નાગરિકોની પ્રથમ જરૃરિયાત છે.

જાગૃત રહો, સુરક્ષિત રહો!

ધ્વનિ લાખાણી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં એકસમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવાનો વિચાર એક મહત્ત્વપૂર્ણ કાનૂની  અને સામાજિક મુદ્દો છે. આ સંહિતા લાગુ કરવી એ ભારતીય બંધારણના આર્ટિકલ ૪૪ હેઠળનો નિર્દેશક સિદ્ધાંત છે, જે  દેશના નાગરિકોને ધાર્મિક પદ્ધતિઓથી સ્વતંત્ર કરી અને એકસમાન કાનૂની પ્રણાલી હેઠળ લાવવાનો પ્રયાસ કરે છે.

ગુજરાત સરકારની તાજેતરની પહેલ

૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં એકસમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે  એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. આ સમિતિ રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે જરૂરી ડ્રાફિટંગ અને સંશોધનનું  કામ કરશે. સમિતિની અધ્યક્ષતા સુપ્રિમ કોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરશે.

આ સમિતિમાં કાયદાના નિષ્ણાતો, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને સામાજિક પ્રતિનિધિઓ સામેલ છે, અને તેને ૪૫ દિવસની  અંદર સરકારને અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલું ગુજરાત સરકારના કાનૂની અને નીતિગત  રૂષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે, અને તે રાજ્યમાં ન્યાયસંગત અને સમાન નાગરિક કાનૂન લાવવા માટેના પ્રયાસોનો ભાગ છે.

યુસીસી હેઠળ આવરી લેવાયેલા મુદ્દાઓ

યુસીસી લાગુ થયા બાદ, લગ્ન્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને પરિવાર સંબંધિત તમામ મુદ્દાઓ માટે એકસમાન કાનૂન  લાગુ થશે. હાલમાં, વિવિધ ધર્મો માટે અલગ્ન-અલગ્ન કાનૂની પદ્ધતિઓ છે, જેના કારણે ઘણી વાર ન્યાય અને  સમાનતાના અભાવને કારણે વિવાદ સર્જાય છે. યુસીસી લાગુ થવાથી નીચેના મુદ્દાઓ પર એકસમાન કાનૂન લાગુ કરવામાં  આવશેઃ

૧. લગ્ન અને છૂટાછેડાઃ લગ્ન માટે સમાન ઉંમર, પરસ્પર સંમતિ, અને છૂટાછેડાની પ્રક્રિયાને સરળ બનાવવી, તેમજ વિવિધ ધર્મો માટે અલગ્ન-અલગ્ન લગ્ન અને છૂટાછેડાના કાયદાઓને સમાન બનાવવામાં આવશે, જેનાથી તમામ નાગરિકો માટે સમાન કાનૂની માળખું ઉપલબ્ધ થશે.

૨. દત્તક લીધેલ બાળકોના અધિકારોઃ દત્તક લેવાની પ્રક્રિયા અને દત્તક લીધેલા બાળકોના અધિકારો માટે એકસમાન  કાનૂન બનાવવામાં આવશે, જે તમામ નાગરિકો માટે સમાન હકો સુનિશ્ચિત કરશે.

૩. વારસાગત હકોઃ મિલકતના વારસાગત હકો માટે એકસરખું કાનૂન લાગુ કરવામાં આવશે, જેનાથી તમામ નાગરિકો  માટે સમાન વારસાગત અધિકારો સુનિશ્ચિત થશે.

૪. ભરણપોષણના અધિકારોઃ સ્ત્રીઓ માટે એકસમાન ભરણપોષણ કાનૂન લાગુ કરવો, જેથી દરેક મહિલાને તેમના  કાનૂની હકો પ્રાપ્ત થઈ શકે.

૫. લિવ-ઇન સંબંધો અને તેમની નોંધણીઃ લિવ-ઇન સંબંધોની કાનૂની માન્યતા અને તેમની ફરજિયાત નોંધણી માટે કાનૂન બનાવવામાં આવશે, જેનાથી આવા સંબંધોમાં રહેનાર વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણ થશે.

૬. બહુપત્નીત્વની નાબુદ્ધિકરણઃ એક પતિ-એક પત્ની સિદ્ધાંતને કાનૂની સ્વીકાર આપીને બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ  લાવવો, જેનાથી લગ્ન્ન સંસ્થાની પવિત્રતા અને સમાનતા સુનિશ્ચિત થશે.

યુસીસી લાગુ કરવાથી થનારા લાભો

૧. એકરૂપતા અને ન્યાયઃ દેશના તમામ નાગરિકો માટે એકસરખા કાનૂન લાગુ થશે, જેનાથી ન્યાયની સમાનતા પ્રાપ્ત  થશે.

૨. મહિલાઓ માટે વિશેષ સુરક્ષાઃ હાલમાં કેટલીક પરંપરાઓ મહિલાઓ માટે ભેદભાવજનક છે. યુસીસી લાગુ કરવાથી સ્ત્રી-પુરૂષ સમાનતા અને મહિલાઓના અધિકારોનું સંરક્ષણ થશે.

૩. કાનૂની સરળતાઃ વિવિધ નાગરિક કાનૂનોને એકસમાન બનાવવાથી કાનૂની જટિલતાઓ ઘટશે અને નાગરિકોને કાનૂન  સમજવામાં સરળતા રહેશે.

૪. સામાજિક સમરસતાઃ સમાન કાનૂનથી તમામ સમુદાયોમાં સમરસતા અને એકતા વધશે, જે રાષ્ટ્રીય એકતાને મજબૂત  બનાવશે.

યુસીસી લાગુ કરવાથી થનારા પડકારો

૧. ધાર્મિક આસ્થાઓ સાથે સંઘર્ષઃ કેટલાક સમુદાયો માનતા હોય છે કે તેમની ધાર્મિક પરંપરાઓને આઘાત પહોંચશે. તેથી, તમામ સમુદાયોની ભાવનાઓનું માન રાખીને સંહિતાનું પ્રણયન કરવું જરૂરી છે.

૨. કાનૂની જટિલતાઓઃ જો યુસીસીનું ડ્રાફ્ટિંગ સ્પષ્ટ નહીં હોય, તો ભવિષ્યમાં કાનૂની વિવાદો ઊભા થઈ શકે છે. તેથી,  ચોક્કસ અને સ્પષ્ટ ડ્રાફ્ટિંગ જરૂરી છે.

૩. વિવિધ સંસ્કૃતિઓની જરૂરિયાતોઃ વિવિધ સંસ્કૃતિઓની વિશિષ્ટ પરંપરાઓને ધ્યાનમાં રાખીને સંહિતાનું પ્રણયન કરવું  પડકારરૂપ છે.

જનસહભાગિતાની આવશ્યકતા

યુસીસીનું સફળ અમલીકરણ જનસહભાગિતા વિના સંભવ નથી. ગુજરાતના નાગરિકોએ તેમની સૂચનો અને અભિપ્રાયો  સરકારી સમિતિને પાઠવવા જોઈએ, જેથી યુસીસી સર્વસમાવિષ્ટ અને ન્યાયપ્રદ બને. આ કાયદો માત્ર એક નીતિગત વિ મર્શ નથી, પરંતુ તે રાજ્યના ભવિષ્ય માટે એક મજબૂત કાનૂની માળખું ઊભું કરવાનું પગલું છે.

વિશ્વના અનેક દેશોએ એકસમાન નાગરિક કાનૂન અમલમાં મૂક્યાં છે. ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ, અને સંયુક્ત  અરબ અમીરાત જેવા દેશોમાં નાગરિક કાનૂન સર્વજનહિત અને ન્યાયસંગત બનાવવામાં આવ્યો છે. ભારત માટે પણ,  આ એક મજબૂત કાનૂની સંહિતા બનાવી શકાય છે જે તમામ નાગરિકોને સમાન હકો આપે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પહેલ એક મહત્ત્વપૂર્ણ કાનૂની અને સામાજિક ક્રાંતિ છે. જો યુસીસીનું  ડ્રાફ્ટિંગ સુસંગત, ન્યાયસંગત અને સર્વસમાવિષ્ટ રીતે કરવામાં આવશે, તો તે રાજ્ય અને દેશ માટે એક મજબૂત ન્યાય સંહિતા લાવી શકે છે.

તેથી, સરકાર અને નાગરિકો બંનેએ આ પ્રક્રિયામાં સમાન ભાગ લેવાની જરૂર છે, જેથી એક ન્યાયપ્રદ અને સમાન કાનૂન  ગુજરાતમાં અમલમાં આવી શકે.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતમાં વિવાહપૂર્વ કરાર વિષય હજી પણ સાવ નવો છે, તેમ છતાં તેની જરૂરિયાત અને આ સંકલ્પના પર ચર્ચા ન્યાયિક પ્રણાલીમાં વધતી જઈ રહી છે. વિવાહપૂર્વ કરાર (પ્રીનપટ્યુઅલ એગ્રીમેન્ટ) એ પશ્ચિમી સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલું એક સંકલ્પ છે, જે લગ્ન પહેલા પતિ-પત્ની વચ્ચે વિવિધ આર્થિક અને સંપત્તિ સંબંધિત બાબતોના નિવારણ માટે કરવામાં આવે છે. આ કરારમાં લગ્નજીવન દરમિયાન અથવા વિયોગની સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચેની આવડ, સંપત્તિનું વહિભાજન અને અન્ય આર્થિક જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. પરંપરાગત ભારતીય દૃષ્ટિકોણમાં લગ્નને ધાર્મિક વિધાન અને સંતુષિરૂપ માનવામાં આવે છે. પરંતુ આ સંકલ્પને આધુનિક સમયના પરિપ્રેક્ષ્યમાં ગગનશીલ અને અનિવાર્ય ગણવામાં આવી રહૃાું છે. ખાસ કરીને જ્યારે સામાજિક અને આર્થિક પરિબળો સાથે સંબંધિત બાબતો એક સમાન ગતિએ આગળ વધે છે, ત્યારે આ પ્રકારના કરારનું મહત્ત્વ વિસ્કોટક રીતે વધી રહૃાું છે. આ પ્રકારના કરારોનો અભિગમ લગ્ન પહેલા, લગ્નજીવન દરમિયાન અથવા લગ્નવિરામની સ્થિતિમાં દંપતીના આર્થિક અને સંપત્તિ સંબંધિત પ્રશ્નોને પૂરા કરવા માટે નિર્મિત કરવામાં આવે છે. વધુમાં, આ પ્રકારના કરારો પતિ-પત્ની વચ્ચે સંપત્તિનું વહિભાજન, વ્યાજબી અને યોગ્ય રીતે નક્કી કરે છે, જે હવે કોઈ પણ પક્ષ માટે રક્ષણાત્મક બનવા માટે મહત્ત્વપૂર્ણ બની રહૃાું છે. આ સંજોગોમાં, વિવાહપૂર્વ કરારો માત્ર વિવેચનાત્મક જ નહીં પરંતુ કાનૂની રીતે પણ મહત્ત્વપૂર્ણ બની રહૃાા છે.

વિશ્વના ન્યાયિક સંકુલો, ખાસ કરીને યુરોપ, અમેરિકા, કેનડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, પ્રીનપટ્યુઅલ એગ્રીમેન્ટને કાયદાકીય માન્યતા પ્રાપ્ત છે. આ દેશોમાં આ પ્રકારના કરારોને લગ્ન પહેલા બંને પક્ષોની નાણાકોય સુરક્ષા માટે માન્ય ગણવામાં આવે છે.

વિવાહપૂર્વ કરાર અંગે ભારતનો દૃષ્ટિકોણ

ભારતની કાનૂની વ્યવસ્થા અને ન્યાયિક પરિપ્રેક્ષમાં, વિવાહ હંમેશાં એક *સંસ્કાર* તરીકે ગણીને કરવામાં આવ્યું છે, જે પવિત્ર અને સંપૂર્ણ રીતે નૈતિક આધાર ધરાવતું હોય છે. હિંદુ વિવાહ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ, લગ્ન એક બંધનરૂપ બનાવ છે, જેમાં કરાર જેવી ન્યાયિક તાસીર ધરાવતી કોઈ વ્યવસ્થા નથી. આ કારણે, વિવાહપૂર્વ કરાર જેવા નિર્ણયોને કાનૂની માન્યતા મળતી નથી, અને તેને કાયદાકીય માન્યતા મળવા માટે કોટોમાં અનેક પડકારો ઊભા થાય છે. આગળની વિસંવાદી પરિપ્રેક્ષોમાં, ભારતીય કોર્ટોએ વિવાહપૂર્વ કરારને જાહેર નીતિ* વિરૂદ્ધ ગણાવ્યો છે. મદ્રાસ હાઈકોટના કિસ્સામાં વિવાહપૂર્વ કરાર અંગે એવી નિશ્ચિતતા આપી હતી કે આ પ્રકારના કરાર જાહેર નીતિ અને ભારતીય સામાજિક નેતિકતાની વિરૂદ્ધ છે, જેમાં વિવાહ એક પાવિત્ર બંધન તરીકે ગણાય છે, ન કે એક કરાર.

આ ન્યાયિક અભિપ્રાયના કારણે, કાયદાકીય રીતે તે માન્યતા મેળવવામાં હવે વિસંવાદી મુશ્કેલીઓ ઊભી થઈ છે.

વિવાહપૂર્વ કરારના ન્યાયિક નિવેદનો

ભારતીય કોર્ટે વિવાહપૂર્વ કરારને માન્યતા આપવા માટે હજી સુધી સ્પષ્ટ ન્યાયિક નિવેદનો આપ્યા નથી. મદ્રાસ હાઈકોટના કિસ્સામાં, અને મહારાષ્ટ્ર હાઈકોર્ટ દ્વારા એવા ઘણાં કિસ્સાઓમાં વિવાહપૂર્વ કરારના દાવાને ફગાવ્યા છે, કારણ કે તે *જાહેર નીતિ* વિરૂદ્ધ ગણાયા છે.

વિશેષમાં, ભારતમાં અલગ અલગ પર્સનલ લોઝ (જેમ કે હિંદુ લો, મુસ્લિમ લો, ક્રિકન લો) હેઠળ આવા કરારોની સ્પષ્ટ માન્યતા નથી. હિંદુ વિવાહ અધિનિયમ, ૧૯૫૫ ખાસ કરીને લગ્નને પાવિત્ર સંસ્કાર માને છે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપંચાયત કાયદા જેવા અન્ય કાયદાઓમાં લગ્નજીવનને કાયદાકીય તાસીરથી વિમુક્ત રાખવામાં આવ્યું છે.

પરંતુ, સમય સાથે બધ્લાતો દૃષ્ટિકોણ કાળક્રમમાં વિવાહપૂર્વ કરાર અંગે ન્યાયિક માન્યતાઓમાં થોડીક કચવાટ અને પરિવર્તન જોવા મળ્યા છે. કોલકાતા હાઈકોટે તાજેતરમાં કરારને માન્યતા આપી હતી, કારણ કે તે લગ્નનું દલાલી કરાર ન હતો, પરંતુ વિતરણનો કરાર હતો. વધુમાં, જમ્મુ કાશ્મીર હાઈકોટે કરારને માન્ય ગણ્યો, કારણ કે તે મુસ્લિમ કાયદા વિરૂદ્ધ નહોતો અને પતિએ પોતાની જવાબદારીઓ પૂરી ન કરી હોવાને કારણે તે અમલમાં મૂકાયો.. તાજેતરમાં પટિયાલાની ફેમિલી કોર્ટ એ એ એક મહત્ત્વપૂર્ણ કટાક્ષ કરેલો છે કે, 'સમય આવી ગયો છે કે વિવાહપૂર્વ કરારો ફરજિયાત કરવામાં આવે.'

ન્યાયાલયે એમ પણ જણાવ્યું કે આવા કરારોએ દંપતીઓને વૈવાહિક જોખમો સામે તદ્ન જાગૃત કરી શકે છે. પરિસ્થિતિંઓની જટિલતા અને દંપતીઓ વચ્ચે વારંવાર થાય તેવા વિવાદોને ધ્યાનમાં રાખીને, ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે પતિ-પત્ની વચ્ચેના આર્થિક અને સંપત્તિ સંબંધી વિવાદોમાં અચૂક્તા ટાળી શકાય તેવા ઉપાયો શોધવા માટે આવા કરારો મહત્ત્વપૂર્ણ થઈ રહૃાા છે. આ અભિપ્રાય સ્પષ્ટ કરે છે કે કોર્ટની ભૂમિકા લગ્ન ટકાવી રાખવા ઉપરાંત, તેમની પૂર્ણાહુતિ કરવી પણ છે.

ભરણપોષણના કાયદાનો દુરૂપયોગ અને વિવાહપૂર્વ કરાર

આજના સમયમાં, ભરણપોષણ અને સંબંધિત કાયદાઓનો દુરૂપયોગ કોઈ નવી બાબત નથી. સાવચેત થવું જોઈએ કે ભારતીય કાયદા અને વિશેષત્વે સ્ત્રીને સંબંધિત વિવિધ પોષણ અધિનિયમો અમલમાં છે, પરંતુ કેટલીકવાર પોષણ કાયદાનો ઉપયોગ સ્ત્રી દ્વારા ન્યાયસંગત રીતે કરવામાં આવે છે, તો બીજી બાજુ કેટલીક વિવેચિંત જગ્યાઓમાં આ કાયદાનો દુરૂપયોગ પણ થાય છે. કેટલીક દંડાત્મક વિધિ યોજનાઓમાં, પતિ પાસેથી અતિશય ભરણપોષણની માંગણી થતી હોય છે, જ્યારે તે વ્યક્તિ આર્થિક રીતે વધુ નબળો હોય. બીજી બાજુ, સ્ત્રી જે વિયોગ બાદની જીવનશૈલી માટે ન્યાયની રાહ જુએ છે, તેને લાંબી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.

આ સંજોગોમાં, વિવાહપૂર્વ કરારો ખાસ કરીને સ્ત્રીઓ માટે સંરક્ષણાત્મક બની શકે છે. આ કરારો દ્વારા, પત્ની પહેલાથી જ નક્કી કરી શકે છે કે વિયોગની સ્થિતિમાં તેની આર્થિક જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ થશે. આ ઉપરાંત, તે કાયદાકીય કશાઈથી બાકાત રહેવાની સવલત પૂરી પાડે છે, અને લાંબા સમય સુધી ચાલતા કેસ અને વહોવટથી છૂટકારો મળે છે. આ કરાર પુરૂષો માટે માત્ર નાણાકોય વ્યવસ્થા માટે પૂરક નથી, પરંતુ તે સ્રીઓ માટે પણ નાણાકીય રીતે સશક્તિકરણ અને રક્ષણાત્મક બની શકે છે. મહિલાઓના સમર્થનમાં વિવાહપૂર્વ કરારો આથી મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે સ્ત્રીઓના હિંતોને સુરક્ષિત બનાવે છે, ખાસ કરીને એમની મુલડતી સંપત્તિ અને વેપારના મુદ્દાઓમાં.

વિવાહપૂર્વ કરારની નીતિ અને વ્યક્તિગત કાયદાની સમન્વયતા તેમ છતાં, હાલમાં ભારતના કોઈપણ વ્યક્તિગત કાયદા હેઠળ આ પ્રકારના કરારોને વૈધ માન્યતા નથી. વિધિક અભિપ્રાયમાં ભારતીય ન્યાયાલયોએ *જાહેર નીતિ વિરૂદ્ધ* કહોને આવા ડરારોને ફગાવ્યા છે. હિંદુ વિવાહ અધિનિયમ, ૧૯૫૫માં લગ્નને 'કરાર' નહોં પરંતુ 'સંસ્કાર' તરીકે ગણવામાં આવે છે, તેથી કરાર દ્વારા લગ્નજીવનને ઘડતરવું કાનૂની રીતે અનુમતિ પામ્યું નથી.

પરંતુ, અત્યારે સમય એવો આવી ગયો છે કે, આ પ્રકારના કરાર હવે ભારતના કાયદાકીય દૃષ્ટિકોણથી સમર્થન મેળવે. ન્યાયાધીશોનું ન્યાયિક અભિપ્રાયોમાં બદલાવ દર્શાવતો ટ્રેન્ડ દર્શાવે છે કે કોટોએ લગ્નોના મૌલિક હકોને ફક્ત બંધનરૂપ નહીં પણ કાયદાકીય રીતે ન્યાયાત્મક હોવા તરફ ધ્યાન આપ્યું છે. વિશેષતા સાથે વિવાહપૂર્વ કરારને કાનૂની રીતે સુસંગત બનાવવા માટે પ્રણાલીઓ વિકસાવી શકાય છે, જેમાં વ્યક્તિગત કાયદાને અનુકૂળ બનાવવા માટે સુધારાઓ કરવામાં આવે અને તદ્ન જરૂરી કાયદાકીય પગલાં લેવામાં આવે.

વિવાહપૂર્વ કરારો ભારતમાં આ સમયગાળા માટે મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય બની રહૃાા છે. વિમર્શ દ્વારા જાણી શકાય છે કે ભારતીય ન્યાયિક વ્યવસ્થામાં આ કરાર તાબડતોબ લાગુ કરવામાં આવે તે કેટલું અનિવાર્ય છે.

ધ્વનિ લાખાણી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપ હરો-ફરો-કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરો. વિવાદથી સંભાળવું પડે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મુલાકાત થઈ શકે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૨

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. ખર્ચ જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૭

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનનું કામ થઈ શકે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

Cancer (કર્ક: ડ-હ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૪

Leo (સિંહ: મ-ટ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી પડે. હરીફ,ઈર્ષા કરનાર વર્ગ કાર્યમાં મુશ્કેલી ઊભી કરે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ થવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

Libra (તુલા: ર-ત)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. તકલીફોમાંથી મુક્તિ મળે. તા. ૩૧ થી ૩ કાર્યબોજ રહે. તા. ૪ થી ૬ સ્વાસ્થ્ય સુધરે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન માનસિક સ્થિતિ ત્રસ્ત બનતી જણાય. ઘર-પરમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવી શકે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. સ્વાસ્થ્ય બબતે કાળજી રાખવી. તા. ૩૧ થી વ્યવસાયિક લાભ. તા. ૪ થી ૬ બોલાચાલી ટાળવી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળાના દિવસો દરમિયાન આપ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી કાર્યક્ષેત્રે આગળ વધશો. વ્યાવસાય ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બની રહે, સાથો સાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહીં નફો, નહીં નુક્સાન સમાન બની રહે. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. નાણાનો વ્યય કરવા આપ આકર્ષાઈ શકો છો. ગૃહસ્થ જીવનનું વાતાવરણ સુખદાયક બની રહે. તા. ૩૧ થી ૩ કાર્યબોજ. તા. ૪ થી ૬ ખર્ચાળ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવીન કાર્યરચના કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી સંભાળી શકશો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે. આરોગ્ય બાબતે સંભાળવું. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થાય. તા. ૩૧ થી ૩ શુભ. તા. ૪ થી ૬ સામાન્ય.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થાય, જેથી આપ સફળતાના-ઉન્નતિના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે, જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બને. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય નબળો પૂરવાર થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રથી લાભ થાય. તા. ૩૧ થી ૩ પ્રગતિકારક. તા. ૪ થી ૬ યાત્રા-પ્રવાસ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે, એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી દિશા મળી રહે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. ૩૧ થી ૩ આરોગ્ય સુધરે. તા. ૪ થી ૭ મિશ્ર.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન બહી શકો. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત, જમીન-મકાન અંગેના વિવાદોનો સુખદ અંત આવે. નાણાકીય બાબતે સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણા ખર્ચવા આકર્ષાશો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા. ૩૧ થી ૩ સુખમય. તા. ૪ થી ૬ ખર્ચ-વ્યય.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો ઉપર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું, વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. તા. ૩૧ થી ૩ આર્થિક લાભ. તા. ૪ થી ૬ વિવાદ ટાળવા.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક-રાજકીય ક્ષેત્રે માન-મોભો-મરતબો વધતો જણાય. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૩૧ થી ૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૪ થી ૬ માન-સન્માન.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગેની ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૩૧ થી ૩ આરોગ્ય સુધરે. તા. ૪ થી ૬ સંભાળવું.

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાનવી વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ મેળવી શકશો. તા. ૩૧ થી ૩ સારી. તા. ૪ થી ૬ મિલન-મુલાકાત.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન, મિલકતને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક બની રહે. તા. ૩૧ થી ૩ શુભ. તા. ૪ થી ૬ ખર્ચ-વ્યય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87