તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૮
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : દેશ-પરદેશ અને આયાત-નિકાસના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. અગત્યના કામ અંગે મુલાકાત થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૩
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ કામમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાનના કામમાં મુશ્કેલી રહે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરી લેવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ અનુભવાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : કોર્ટ-કચેરી અથવા રાજકીય, સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપના ધાર્યા પ્રમાણે કામ ન થવાથી બેચેની જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. મહત્ત્વના કામમાં રૂકાવટ-મુશ્કેલી આવતા ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૭
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : કામકાજમાંં આપને પ્રતિકૂળતા રહે. સામાજિક-વ્યવહારિક કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ-વ્યય થાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૬
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગ સાથે વિવાદમાં ઉતરવું નહીં. સંયુક્ત ધંધામાં ભાઈ કે અન્ય સાથે મનદુઃખ થઈ શકે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની, ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યાં કરે. પ્રવાસમાં ધ્યાન રાખવું. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૩
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. સંતાન સાથે વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૫
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : આપના કાર્યમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકોને તોડવાના પ્રયાસો થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૯
તા. ૨૮-૧૨-ર૦૨૪, શનિવાર અને માગશર વદ-૧૩ : રાજકીય-સરકારી કામમાં મુશ્કેલી જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કાંઈ નિર્ણય લેવા નહીં. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. પરસ્પર અહમ્નો ટકરાવ થતો જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય નરમ-ગરમ જોવા મળે. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ર૯ વિવાદ ટાળવા.
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળા રહે. મોજ-શોખના સાધનોની ખરીદી થાય. તા. ર૩ થી ર૬ વ્યાવસાયિક લાભ. તા. ર૭ થી ર૯ મધ્યમ ફળદાયી.
તમારા માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મળતી જણાય. આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ જણાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યો સફળ બને. યાત્રા-પ્રવાસનું આયોજન સફળતાદાયી બની રહે. તા. ર૩ થી ર૬ ખર્ચ થાય. તા. ર૭ થી ર૯ લાભદાયી.
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. પરિસ્થિતિ વધુ વિકટ બનતી જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ર૩ થી ર૬ વિવાદ ટાળવા. તા. ર૭ થી ર૯ મિશ્ર.
તમારા માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સગા-સ્નેહી સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય બની રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે. તા. ર૩ થી ર૬ માન-સન્માન. તા. ર૭ થી ર૯ પ્રવાસ.
આપના માટે મિશ્ર પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યાવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. વ્યાવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકતા થોડા-ઘણાં અંશે નાણા ભીડનો સામનો કરવો પડે. જાહેરજીવન ક્ષકેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આપની આબરૂ-કીર્તિમાં વધારો થાય. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવાય. તા. ર૩ થી ર૬ નાણાભીડ. તા. ર૭ થી ર૯ સારી.
તમારા માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વગદાર વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણય લેવા. વિદ્યાર્થીઓ માટે સમય શુભ ફળદાયી બની રહે. આ સમય દરમિયાન ભાઈ-ભાંડુ કે કુટુંબીજનો સાથે પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. નાણાકીય બાબતે સમય સાનુકૂળ બની રહે. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ મિલન-મુલાકાત
આપના માટે તબિયતની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું આરોગ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં કાળજી રાખવી અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુ વિરોધીઓ આપની છબિ-કાર્યોને નુક્સાન પહોંચાડી શકે છે. તા. ર૩ થી ર૬ આર્થિક લાભ. તા. ર૭ થી ર૯ સ્વાસ્થ્ય સંભાળવું.
તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. કામનું ભારણ આપના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સવાધાન રહેવું. તા. ર૩ થી ર૬ કાર્યબોજ. તા. ર૭ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે.
આપના માટે ખર્ચ-વ્યય કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તે જો જો, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો-માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ર૩ થી ર૬ ખર્ચ-વ્યય. તા. ર૭ થી ર૯ સાનુકૂળતા રહે.
આપના માટે નાણાભીડ દૂર કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભવિષ્યની યોજના અંગે આપ સજાગ બનતા જણાવ. વ્યાપાર-ધંધામાં લાભની તક મળે તો ઝડપી લેજો. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા, ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની ઓચિંતી મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા તકલીફદાયક બની રહે. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. તા. ર૩ થી ર૬ લાભ. તા. ર૭ થી ર૯ કૌટુંબિક કાર્ય થાય.
તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ર૯ પારિવારિક કાર્ય થાય.