બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

મિલન મસ્તની મસ્તી

સિઝનમાં સારા, સિનિયર કલાકાર પહેલા બુક થાય.

ચુનિયાએ ટાપસી પુરી સારૂ છે તમે સિનિયર હાસ્ય કલાકાર નથી.

વસંત નામે હાસ્ય તારલો ગગનમાં વિલીન થયો.

ગઈકાલે કાર્યક્રમમાં હોય સવારે વહેલું ઊઠવું મુશ્કેલ હતું. આવું તો જો કે કાર્યક્રમ ન હોય તો પણ સવારે ઉઠવું તો મુશ્કેલ જ હોય છે એમાં પણ શિયાળાની સવાર.

મોબાઈલ ફોન ત્રણ-ચારવાર ધણધણ્યો પરંતુ આજ સુધીનો મારો અનુભવ છે કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કે કાર્યક્રમ રાખવા માગતી પાર્ટી સવાર સવારમાં કોઈ કલાકારને હેરાન ન કરે તેમને ખબર જ હોય કે કલાકાર માત્ર બપોરે જમવા સમયે જ  જાગે. એટલે માની લીધું કે ઉઘરાણી વાળાઓનો જ ફોન હોય. પરંતુ હું થોડો દયાળુ કોઈની સવાર બગાડું નહીં મારી તો નહીં જ. વાયદા આપી ના પાડું એટલે તેમની સવાર બગડે. હું કાયમ બીજાનો વિચારૃં.

પરંતુ જીણી આંખ કરી મોબાઇલમાં નામ જોતા હાસ્ય કલાકારોના નામ દેખાયા.

જીતુભાઈ દ્વારકાવાળાને પ્રથમ ફોન કરતા તેમણે કહ્યું કે વસંત પરેશ બુક થઈ ગયા. મેં કહ્યું સિનિયર છે અને સારા કલાકાર છે તો બુક થાય પણ સવાર સવારમાં તમે ફોન કર્યો માત્ર આટલું કહેવા માટે. તો મને કહે આપણી વચ્ચે નથી, ખરેખર ધ્રાસકો પડ્યો.

ઉપરવાળાનો મૂડ હમણાં કંઈક જુદો હોય એવું લાગે છે.

સુગમ સંગીતના સિતારા પુરૂષોત્તમ ઉપાધ્યાય, તબલાવાદન નો નાદ બ્રહ્મલીન થયો અને આપણી વચ્ચેથી જાકીર સાહેબ વિદાય લઈ ગયા અને હવે હાસ્ય જગતનો તેજસ્વી તારલો વસંત પરેશ 'બંધુ' ગગનમાં વિલીન થયો.

દેવ સભામાં ખાલી સંગીતથી ન ચાલ્યો એટલે હાસ્યના શુટીંગ માટે કોઈ સારા કલાકારની શોધ કરી હશે અને પ્રથમ નામ વસંત પરેશ જાણવા મળ્યું હશે.

સ્વર્ગમાં તો આહ અને વાહ થશે પરંતુ અહીં પૃથ્વી લોકમાં હાહાકાર થઈ ગયો.

વસંત પરેશ સ્વયં ઉપર હસી શકતા. જોકે જિંદગી આખી હેરાન પણ બહુ થયા છે. કાયમ અડધું પેમેન્ટ મળ્યું કારણ કે પાર્ટી વસંત પરેશને બુક કરે અને વસંતભાઈ જાય એટલે કાર્યક્રમ પછી એમ કહે કે પરેશભાઈને ન લાવ્યા એટલે એનું અડધું પેમેન્ટ કાપી લઈએ છીએ. બહુ ઓછાને ખબર હશે કે પરેશ તેનું નામ હતું વસંત અટક હતી અને ''બંધુ'' તેનું તખલ્લુસ હતું. કદાચ ઊભરતા હાસ્ય કલાકારો માટે કાયમ બંધુત્ત્વની ભાવના રાખી એટલે બંધુ તરીકે ઓળખાયા.

સાંજે ૪:૩૦ વાગ્યે સ્મશાન યાત્રા હતી એટલે રાજકોટના હાસ્ય કલાકારો સાઇરામ દવે, ગુણવંત ચુડાસમા, તેજસ પટેલ અને ચંદ્રેશ ગઢવી તથા હું નીકળ્યા. રસ્તામાં અમારો ચુનિયો પણ ઊભો હતો. મેં કહ્યું કે તું નહીં આવે તો ચાલશે મને કે તમે ઉતરો મારે તો આવવું જ પડે. જ્યારે મળ્યા છે ત્યારે મારૃં ગળું ભીનું કરાવ્યું છે. મેં કહ્યું પણ તારા મોઢામાંથી વાસ આવે છે. સવાર સવારમાં લગાવી અને બેઠો? મને કહે હાસ્ય કલાકાર કોઈ ગુજરી જાય તો તમે હાસ્ય અંજલિ આપો છો ને? મારૃં ગળું ભીનું કરાવનારને અંતિમ વિદાય આપવા માટે મારે ગળું ભીનું કરવું પડે.

૧૧૦ હાસ્યની સીડી જેની બજારમાં ધૂમ મચાવે તેવો અડાબીડ કલાકાર દસ મણ લાકડા વચ્ચે ગોઠવાય તે સ્વીકારવું  અઘરૃં છે. હાસ્યના ઘણાં પ્રકારો છે તેમાંનો એક પ્રકાર એટલે બ્લેક હ્યુમર. ઓધવજીની સ્મશાનયાત્રામાં પણ તમને હસાવીને બઠ્ઠા પાડી દે અને વાત પૂરી થતાં જ વૈરાગ્યની વાત કરી આંખના ખૂણા પણ ભીંજવી દે.

વિનુ ચાર્લી જામનગરના ઓરકેસ્ટ્રાના સિંગર અને મીમીક્રી આર્ટિસ્ટ. તેમને રસ્તામાંથી મેં ફોન કર્યો કે અમે ઘરે આવીએ છીએ તમે છેલ્લી માહિતીથી અવગત કરો. મને કહે નનામી બાંધીએ છીએ. વસંતને ૨૦ મિનિટની સીટિંગની આદત છે.  સ્મશાને પહોંચતા પોણી કલાક થાય. અધવચ્ચે બેઠો થઈ જાય તેના કરતાં વ્યવસ્થિત શાંતિથી સૂતા સૂતા જાય તેવી વ્યવસ્થા કરવી પડે ને?

સ્મશાને પહોંચીને બહારની અને ઓટલાની વિધિ પૂર્ણ કરી ત્યાં સમાચાર મળ્યા કે આગળ એક વિધિ ચાલુ છે એટલે વસંતભાઈનો વારો પોણી કલાક પછી આવશે. કાર્યક્રમમાં પણ શરૂઆતના કલાકારો અડધી પોણી કલાકની સીટીંગ પૂરી કરે પછી વસંતભાઈની જમાવટ રહેતી.

કોઈ કથાકારની કથામાં મોટી માનવ મેદની જોઈ મુંબઈના એક કાર્યક્રમમાં અમે સાથે હતા. સવારમાં નાસ્તો કરતા કરતા ટીવીમાં એક કોઈ કથાકારની કથામાં મોટી માનવ મેદની જોઈ મેં કહ્યું વસંતભાઈ કથાકાર અને કલાકાર આ બંનેમાં તફાવત શું? મને કહે બંનેની કેપેસિટી હોય છતાં કાર ખરીદે નહીં અને બીજાની કારમાં આવે. બીજા ઘણાં ફરક છે પણ મારા અને આ કથાકારમાં સામ્ય એ છે કે ''એ સંત છે તો હું વસંત છું''.

ખાલી જોક્સ પર અઢી કલાક સુધી ટકી રહેવું તે બહુ અઘરૃં છે. કોઈ પ્રસંગ નહીં, ગાયકી નહીં, વચ્ચે બહુ તો એક બે શાયરીઓ આવે. આમ જોક્સ અને રમુજી વાતો જ કરતા વસંત પરેશ હાસ્યની હરતી ફરતી યુનિવર્સિટી હતા.

એક કાર્યક્રમના સ્થળ પર મને યાદ છે કે અમે લોકો જમવા બેઠા હતા. ઉનાળાની ગરમી વસંતભાઈને આંબી ગઈ હતી. પીરસણીયા વસંતભાઈની હાજરીમાં અમને પણ આવડે છે તેવું સાબિત કરવા જોક્સ કરતા હતા. જમવામાં બ્રેક લાગી ગઈ બે પાંચ મિનિટ રાહ જોઈ અને વસંતભાઈ એ કીધું ''હાસ્યરસ હું પીરસીસ તમે કેરીનો રસ પીરસો''. ટકોર સમજી લોકો કામે વળગ્યા.

નાની વાત પરથી હાસ્ય નિષ્પન્ન કરવું અને જો તમે તેને કલ્પી શકો અને સામે ભજવાતું વિચારી શકો તો વસંતભાઈની એક એક વાત પર હસી હસીને બેવડા વળી જવાય.

વિચારવાયુઃ મારો સિદ્ધાંત છે જીવનમાં 'ખડખડાટ' અને 'ઘસઘસાટ' આ બે શબ્દ હોવા જોઈએ. વસંત જગત માટે 'ખડખડાટ' મૂકતા ગયા અને પોતે સંપૂર્ણ ઘસઘસાટ...

-મિલન ત્રિવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અમે તમામ મિત્રો ચુનિયાની આ વાત સાંભળી અને મચી પડ્યા કે તું રહેવા દે. સવારથી તેણે ઉપાડો લીધો છે કે મારે સ્વરોત્તમ પુરૂષોત્તમ ઉપાધ્યાય ગુજરી ગયા તેને સ્વરાંજલી આપવી છે.

સમગ્ર ગુજરાતી સુગમ સંગીત જગતને બહુ મોટી ખોટ પડી. સોશિયલ મીડિયામાં સ્વરાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત  કરતા લોકો ગુજરાતી સુગમ સંગીતના ભવિષ્ય અંગે ચિંતિત પણ લાગ્યા. ચુનિયાએ આ બધું વાંચી વાંચી અને નક્કી કરી લીધું કે સુગમ સંગીતને મરવા નહીં દઉં હું ગાઈશ અને ઉત્તમ સ્વરાંજલી આપીશ.

સવારના પહોરમાં પહેલા જ ચાના સબડકા સાથે ધ્રાસ્કો પડી ગયો. અમે બધા મિત્રો સુગમ સંગીતને બચાવવા અને ચુનિયાને મનાવવા તેના ઘરે પહોંચી ગયા.

ઘરનું વાતાવરણ તંગ હતું. મને ખરેખર એવું લાગ્યું કે આ ઘરનું કોઈ અંગત સ્વજન ગુજરી ગયું છે પરંતુ ચુનિયાને જ્યારે મેં હોલમાં હાર્મોનિયમ લઈ અને બેઠેલો જોયો ત્યારે તંગ વાતાવરણ કેમ છે તે સમજાયું.

ભાભીએ મારો હાથ ખેંચી અને એક બાજુ લઈ જતા કહ્યું કે મિલનભાઈ સુગમ પ્રભાતિયાથી શરૂ કર્યું છે. મને તો તે કહે એટલે ખબર પડી કે આને સુગમ પ્રભાતિયા કહેવાય પણ આડોશી પાડોશી બારી બારણામાંથી ડોકા કાઢી કાઢી અને કૂતુહલતાથી અમારા ઘર સામું જુએ છે. હું અને છોકરાઓ તો અત્યાર સુધી બહાર જ બેઠા હતા જેથી કરીને લોકોને ખબર પડે કે તમારા ભાઈ અમને કે અમે તમારા ભાઈને મારતા કૂટતા નથી. એટલે આ કોઈ રાડા રાડી નથી. પરંતુ કલાક પછી તો મારે કહી દેવું પડ્યું કે તે પુરૂષોત્તમભાઈને શ્રદ્ધાંજલિ આપે છે. સુગમ સંગીત બચાવવું છે તેવું વારે ઘડીએ બોલે રાખે છે. પરંતુ પાડોશીઓએ તો કહી દીધું કે છોકરાઓને આજે મામાને ઘેર મોકલી દઈએ કારણકે અમારે છોકરાઓને બચાવવા  છે.

પાછલી શેરીમાં તો પાળેલું ડોબરમેન ગલુડીયુ અન્ન-જળનો ત્યાગ કરી અને બેઠું છે તેને એમ છે કે તેના કોઈ દાદા પરદાદા તેને બોલાવી રહ્યા છે.

અઠવાડિયા પહેલા મિલનભાઈ બાજુવાળુ ઘર વેચાવા નીકળ્યું હતું. તમારા ભાઈએ ખરીદવામાં રસ દેખાડ્યો હતો. પરંતુ થોડા ફેરે સોદો કેન્સલ થયો મેં પૂછ્યું કેટલા ફેરે મને કહે તમારા ભાઈએ ૧૦ લાખ કીધા અને એ ભાઈને ૫૦ નીચે વેચવું નથી. પરંતુ આજે તો એ ભાઈએ પણ આવી અને કહ્યું કે ઘર જોઈતું હોય તો એમનેમ લઈ લો. તમે અમને ગાતા બંધ કરો નહીં તો આખી સોસાયટી ભેગી થઈ અમારૂ ઘર ખાલી કરાવે છૂટકો કરશે.

ચુનિયાને ગાતો બંધ કરવો એટલે ભૂખ્યા સિંહના જડબામાંથી મારણ પાછુ ખેંચવું. છતાં મેં પ્રયત્ન કર્યો. ઘડિયાળ દેખાડી અને કહ્યું કે પ્રભાતિયાનો સમય ત્રણ કલાક પહેલા પૂરો થઈ ગયો તો દલીલ કરવા લાગ્યો કે સવાર સવારમાં ઘણા લોકો શ્રદ્ધાંજલિ આપતા હોય એ બધાની સાથે સાથે હું પણ આપું તો આપણી ગણતરી ન થાય એટલે એ બધા ગાઈ લે પછી જ હું શરૂ કરૂ ને અને આપણી જ્યારે સવાર પડે ત્યારે શરૂ થાય પ્રભાતિયા. પાછું ગાવાનું શરૂ કર્યું. સારૃં છે કે હું તો કાનમાં ઠાસી ઠાંસી અને રૂ ભરી ગયો હતો.

મેં કહ્યું કે તું ગાય અને થાકી ગયો હોઈશ. ચાલ ચા પી આવીએ મને કહે ઘરે બનાવી દેશે પણ આજે મારી અને પરમાત્માની વચ્ચે કોઈ નહીં આવે. સુર લાગી ગયો છે. સ્વર્ગમાં પુરૂષોત્તમભાઈ મારી આ ગાયકી સાંભળી અને રાજીના રેડ થતા હશે. તેમને હૈયે ધારણ થઈ જાય કે મારૃં સુગમ સંગીત બચી જશે અને મને ઈશ્વરીય સંકેત મળી જાય એટલે મારૃં સંગીતમય જીવન સાર્થક થયું ગણાશે.

મેં કહ્યું કે હાર્મોનિયમ પર પ્રભાતિયા ગાય લીધા હવે આગળના ભજનનો દોર આપણે ફ્લ્યુટ કહેતા વાંસળી પર કરીએ કારણકે મને ખબર છે કે પુરૂષોત્તમભાઈને વાંસળી ખૂબ પ્રિય હતી. મને કહે પણ આપણી પાસે તો આ ફાટેલી ધમણનું હાર્મોનિયમ જ છે વાંસળી કાઢવા ક્યાંથી જવી? મેં કહ્યું કે અમે મિત્રોએ ફાળો કરી અને તને નવી અપાવવાનો સંકલ્પ લીધો છે અત્યારે જ માર્કેટમાં જઈએ અને તને ગમતી પુરૂષોત્તમભાઈને પ્રિય વાંસળી લઈ અને આવીએ.

પ્રશ્નાર્થ નજરે આકાશમાં બે ક્ષણ જોતો રહ્યો અને પછી જાણે પુરૂષોત્તમભાઈ એ કહ્યું હોય કે ઉઠ ઊભો થા અને વાંસળી લેતો આવ તેવા ભાવ સાથે આંખોમાં જળજળીયા ભરી મને કહે પુરૂષોત્તમભાઈ અડધે સુધી આવી ગયા હતા મને કહેવા કે ઉઠ દોસ્ત વાંસળી પર કંઈક સંભળાવ. ચાલો બનતી ત્વરાએ બાંસુરી કહેતા વાંસળી કહેતા ફ્લ્યુટ લઈ આવીએ.

ભાભી એ દૂરથી જ મારા ઓવારણા લીધા. વિખરાઈ ગયેલા વાળ ખાદીનો લાંબો ઝભ્ભો ચોળાઈ ગયેલો લેંઘો પહેરી અને કોઈ ધૂની માણસ ઈશ્વરની શોધમાં જતો હોય તેમ અમારી પાછળ પાછળ સંગીતના સાધનો વેચાતા હતા ત્યાં સુધી આવ્યો. મને કહે ૧૨:૧૫ કાણાવાળી ફ્લ્યુટ પસંદ કરજો. તેમાં જાજા સુર નીકળી શકે. સાથ સુર ઉપરનો સૂર આજે હું લગાડવાનો છું.

દુકાનદાર પણ સાંભળી અને સમજી ગયો તેણે સવારથી સાંજ સુધી ચુનિયાને ત્યાં બેસાડી એક વાંસના કટકામાં બહારથી ૧૫ કાણા પાડી અને કટકો હાથમાં પકડાવી દીધો. ત્યાં સુધીમાં ચુનિયાને બ્રહ્મજ્ઞાન થઈ ગયું હશે કે પછી સ્વર્ગસ્થ પુરૂષોત્તમભાઈનો આત્મા ૮ ૧૦ ઢીકા મારી ગયો હશે પણ ગાવાનું ભૂત વિસરાઈ ગયું હોય તેવું અમને લાગ્યું. મેં તેને કહ્યું કે આ વાંસળી વગાડતા શીખી જા એટલે તારો વનમેન શો મારા ખર્ચે ગોઠવવો છે. આમ ભોળો એટલે નાની નાની વાતમાં રાજી થઈ જાય. સાંજે ભરત જ્યારે ઘરે મૂકવા ગયો ત્યારે એક ભંગારવાળો પણ સામે મળ્યો જેણે કોથળા નીચે હાર્મોનિયમ સંતાડી દીધેલું. સોસાયટીવાળાઓ અહોભાવની રૂષ્ટિથી મારી સામું જોતા હતા. ચુનિયાના પરિવારે તો મને આગ્રહ કરી અને જમાડ્યો પણ ખરો. આવડું મોટું કામ કરી દીધું હતું.

તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવા ધરાહાર કલાકાર રહેતા હોય તો હાર્મોનિયમની જગ્યાએ ફ્લ્યુટ અપાવજો. ફૂંક મારી મારી અને થાકશે અને ગાશે તો નહીં.

બેસુરા લોકો નહીં જાય તો તે સ્વરોત્તમ પુરૂષોત્તમ ઉપાધ્યાયને સાચી શ્રદ્ધાંજલિ હશે.

વિચારવાયુઃ જજ સાહેબ મને બચાવો મારૃં જીવવું હરામ કરી નાખ્યું છે. એવું તો શું કરી નાખ્યું? સાહેબ મને રોજ સવારે આવી અને તેના જ કમ્પોઝિશન તેના જ સ્વરમાં મોટે મોટેથી ગાય અને સંભળાવે છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લોકોમાં દેખાદેખી એટલી વધી ગઈ છે કે જે સાંકડી ગલીમાં ગાડી પ્રવેશી શકતી નથી તે લોકોએ જ નથી લીધી. બાકી હપ્તે હાથી બાંધતા લોકો સ્કૂટર પાર્ક કરવાની માંડ જગ્યા હોય તો પણ ગાડી લઈ લે છે.

આજકાલ નવી નવાઈના લોકો ''કાર લીધી એવી હોશિયારી કરે છે'', બાકી ભૂતકાળમાં કાર લીધી હોય તો પણ ''મોટર લીધી'' એમ જ કહેતા. અમારા ચુનિયાના બાપુજીએ નીચેના ટાંકામાંથી પહેલા માળે અગાસીના ટાંકામાં પાણી ચડાવવા માટે અડધાની મોટર લીધી હતી અને ગામ આખામાં ઢંઢેરો પીટ્યા પછી અઠવાડીયે ખબર પડી હતી કે કઈ મોટરની વાત થાય છે. પરંતુ તે પહેલાં તો ઘણાં લોકોએ મોટરમાં વાર-તહેવારે બેસવા મળે તે આશામાં ને આશામાં બાપુજીને લાડુ, દાળ-ભાત, શાકના જમણ કરાવી દીધેલા. મોટરના ખરચ કરતા વધારે રૂપિયા ચુનિયાના બાપા, નામે વાઘમશી પોતે, એ વસુલ કરી લીધાં હતાં.

અને ૧૨ ટંક બહાર ખવારાવાનારા યજમાનો એ બાપાને પુછ્યુ કે,'કઈ મોટર લીધી એ ફોડ પાડીને ન કહેવાય?' તો બાપા સામે ચોંટયા કે 'તમારે ફોડ પાડીને પુછવું જોઇએ ને કે બાપા કઈ મોટર?' આ બધાં કારનામાને કારણે જ હું ચુનીયાનો વાંક નથી કાઢતો કારણ કુવામાં હોય એ જ અગાસીમાં ચડે.

સરકારશ્રી તમને વૈકલ્પિક ફ્યુઅલ બાજુ ધક્કો મારી રહી છે એ સમજી લેવું જોઇએ. હાલ એલોપેથી બ્રાન્ચ મોંઘી પડે છે એટલે લોકો આયુર્વેદિક, હોમિયોપેથીક, એક્યુપ્રેશર, યોગના શરણે જવા લાગ્યા છે. ચમનલાલને છાતીનો દુખાવો થયો તાત્કાલીક અસરથી એન્જીયોગ્રાફી કરાવી તો નળી બ્લોક આવી. જોકે આજકાલ ગુજરાતમાં તો નળીઓ બહુ બ્લોક આવે છે તેને માટે ડોક્ટરો ગાંઠિયાનો વાંક કાઢે છે પરંતુ હકીકતમાં તે મેડિકલ ગઠિયાઓનો વાંક છે. છતાં બ્લોક આવે તો ઘરે લીક થતો પાણીનો વાલ નવો નથી નાખી શકતો એવો ચમન હાર્ટમાં નવો વાલ ક્યાં નખાવે? એટલે ચુનિયાની સલાહ મુજબ એક્યુપ્રેશર દ્વારા બ્લોક ખોલાવવાની સલાહ માની એક નવા જ એકયુપ્રેશર થેરાપિસ્ટ પાસે પોઇન્ટ દબાવળાવ્યો, હવે છાતી કરતા પોઇન્ટ વધારે દુઃખે છે.

હું મુદ્દાથી ભટક્યો નથી ફ્યુઅલનો વિકલ્પ સરકાર આપે છે તે બેટરીથી ચાલતી કાર. ભાવ પ્રમાણે ૧૨-૧૫ લાખની બેટરીથી ચાલતી કાર લ્યો અને ચાર્જ કરી મંડો દોડાવા, ૨૦-૨૫ પૈસે કિલોમિટર પડે, દર ૩૦૦ કિલોમિટર પછી ચાર્જ કરવાની એય ને જમાવટ.

ગલગલીયા થાય એવું ગણિત છે. હવે ગણતરી મુકો કે પેટ્રોલ નાની કાર ૫-૬ લાખની એટલે જો બેટરી સંચાલિત ન લ્યો તો કેટલા બચે અને એ બેંકમાં મૂકો તો વ્યાજમાંથી પેટ્રોલ પુરાવી શકાય, દર ૩૦૦ કિલોમીટરમાં જો ચાર્જીંગ માટે કંઈ ન મળે તો? જો કે ચુનિયાએ માસ્ટર પ્લાન કરી રાખ્યો છે. મિલનભાઈ, મેં ગાડી લેવાનું નક્કી કર્યું છે અને તે પણ ઇલેક્ટ્રોનિક, ચાર્જ થઈ શકે એવી કાર, સૌથી પહેલાં તો હું કાર સાથે આવેલો ચાર્જિંગ વાયર સો મીટર લાંબો કરાવીશ ત્યાર પછી આજુબાજુવાળા પાડોશીઓ જયારે સુઈ જાય ત્યારે તેના ફળિયામાં બહાર જે પ્લગ હોય તેમાં ચાર્જિંગનો વાયર ભરાવી અને ગાડી ચાર્જ કરી લઈશ. દર વખતે કોઈ એક જ ઘરે ચાર્જ કરવું આપણા સંસ્કારમા ં નથી. બિચારો બીલ ભરી અને થાકી જાય એટલે સોસાયટીમાં અલગ-અલગ ઘરે રાત્રે વાયર ભરાવવામાં આવશે. બહાર નીકળીશ ત્યારે ૨૦૦ કિલોમીટરથી વધારે મુસાફરી નહીં કરવાની એટલે જ્યાં પહોંચવાનું હોય ત્યાં તેના ઘરે આપણો પગ પડે તે પહેલા તેના પ્લગમાં આપણો વાયર પડે. ચા-પાણી, નાસ્તો કરીએ ત્યાં ગાડી ચાર્જ થઈ જાય. સરકારે બહુ સારી વાત કરી છે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો ફરી લોકો બેટરીવાળી કાર વાપરવામાંથી વિચલિત થઈ જાય. જ્યાં હાઇવે પર પેટ્રોલ-ડિઝલ પુરાવા ઊભા રહો ત્યાં ચા-પાણી, નાસ્તો કરો એટલે એ પણ ખર્ચ થાય. સરવાળે તમારો પ્રવાસ કેટલો મોંઘો પડે? તેના કરતા સગા વહાલાઓને ચાર્જિંગનો લાભ મળે અને આપણે પણ ચા-પાણી નાસ્તો જમવા સાથે ચાર્જ  થઈ જઈએ, વિધાઉટ ચાર્જ.

ચુનિયો આ કરી શકે કારણ મોબાઈલ પણ બીજાના ઘરે ચાર્જ કરતો હોય તો કારનો તો સવાલ જ નથી. મેં ચુનિયાને પૂછ્યું કે 'માની લે હાઇવે પર જતો હોય અને અચાનક બેટરી લો થઈ જાય તો તું શું કરે?' હાજર જવાબી ચુનિયાએ તરત જ જવાબ આપ્યો કે બેટરીમાંથી બેટરી ચાર્જ થઇ શકે તેવો વાયર પણ હું સાથે રાખવાનો છું એટલે રસ્તામાં કોઈ બીજી ગાડી નીકળે તો ઊભી રખાવી મફતમાં ચાર્જ કરી લઈશ તમે ચિંતા ના કરો. બાકી જુની ચાલુ ગાડી પાછળ દોરડું બાંધી ખેંચવાની ટેકનોલોજી હજી નષ્ટ નથી પામી.

બેટરી સંચાલિત કાર લ્યો ત્યારે ચુનિયાની ટેકનિક ધ્યાનમાં રાખજો.

બાળોતિયાના બળેલ હોય તે પેટ્રોલ-ડિઝલના ભાવથી ભાગી બેટરી સંચાલિત કાર લે અને અચાનક વીજળીના યુનિટનો ભાવ વધારો થાય. ખાટલામાં ગમ્મે તે બાજુ માથું રાખીને સુવો, કેડ તો વચ્ચે જ આવે.

વિચાર વાયુઃ ૩ કિમી મોર્નિંગ લોક કરી અને ૧૦૦ ગ્રામ ગાંઠિયા ખાવાથી શરીર સમતોલ રહે છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પ્યોર વેજિટેરિયન ઘરમાં ક્યારેય તમે નોનવેજ ખાતા માણસો જોયા છે? મારા ઘેર આવો હમણાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરવાળી અને છોકરા એ મારૂ મગજ ખાઈ નાખ્યું છે. કાશ્મીર જવું છે અને સફરજન ખાવા છે. મેં ભૂલથી ભૂતકાળમાં એકવાર એવું કહેલું કે કાશ્મીરમાં સફરજન બહુ સસ્તા અને સારા મળે, અહીંથી ન લેવાય આપણે કાશ્મીર જઈ અને ત્યાંથી સીધા ઝાડ ઉપરથી તોડી અને વનપાક ખાઈશું પરંતુ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે અને ત્યાંના નિયમો જુદા છે. આપણને તે નિયમોની જાણ નથી, નથી ને સફરજન તોડતા આપણને કોઈ જોઈ જાય અને ત્યાં ને ત્યાં જેલમાં રાખી દે તો? પરંતુ જેવી ટીવીમાં સમાચાર મારફત ખબર પડી કે ૩૭૦ની કલમ હટાવી દીધી છે અને હિન્દુસ્તાન આખામાં એક સરખા નિયમો લાગુ પડશે કે તરત જ ઉપાડો લીધો છે ચાલો કાશ્મીર સફરજન ખાવા છે. હવે ત્યાંના નિયમોને આપણા નિયમો લાગુ પડે છે એટલે કદાચ પકડાય તો પચાસ રૂપિયાની નોટ ધરી અને છૂટી પણ જઈશું. છોકરાનું તો શું છે પ્રાદેશિક પક્ષ જેવું છે જ્યાં લાભ દેખાય ત્યાં ઝૂકી જવાનું અને તેની માં એ  તેને શું પટ્ટી પઢાવી છે કે સવારથી એક જ રટણ લીધું છે કે અમિતમામા એ બધું સારું કરી દીધું હવે સાવ શાંતિ છે એટલે જવું તો છે જ. આ મારા માટે નવો ઝટકો હતો અમિત મામા ક્યાંથી થઈ ગયા અને જો ઘરવાળીનો ભાઈ હતો તો આજ સુધી મને કેમ ખબર ના પડી? મારે તો રાજી થવું કે ન થવું તે મૂંઝવણમાં પડી ગયો.

મારા સંકટ સમયની સાંકળ એટલે ચુનિયો, મે તરત જ તેને ફોન કર્યો અને પરિસ્થિતિની જાણ કરી એટલે ચુનિયાએ મને કહ્યું કે, 'થોડાક બીવરાવો એટલે બીકના માર્યા ના પાડશે. ચુનિયાને કોણ સમજાવે કે મારી ઘરવાળી છે કોઈના બાપથી બીવે નહીં. હું તો ત્યાં સુધી કહું છું કે જો અમિત મારા સાળા થતા હોય તો કદાચ અમિતભાઇએ તેની આ એકની એક બહેનની બીક બતાવીને જ કાશ્મીરીઓને ડરાવ્યા હોય. છતાં ચુનિયાએ કહ્યું એટલે મેં દાવ ફેંક્યો, ઘરવાળી અને છોકરાઓને કહ્યું કે, 'અત્યારે તો બરફની સિઝન છે ખૂબ બરફ હોય આપણે ચાલી પણ ન શકીએ, રહી પણ ન શકીએ, તને તો ફ્રીઝનું પાણી પણ સદતું નથી. તને આટલી ઠંડીમાં કંઈ થઇ ગયું તો? ત્યાં જઈ અને બરફ વચ્ચે કેમ જીવી શકીશ? અને જો તું ન હોય તો મારું શું થાય?' બને તેટલા ગળગળા અવાજે મેં રજૂઆત કરી. ઘરવાળી એ ખૂણામાં પડેલી એક બેગ દેખાડી અને મને જાણ કરી કે આ બેગ છે તે જાડા સ્વેટર અને જાકીટથી ભરેલી છે, જે તમારે ઉપાડવાની છે મારી ચિંતા ન કરતા હું કાલે જ જ્યોતિષને દેખાડીને આવી છું. આયુષ્ય ૮૦ વર્ષ ઉપર તો છે જ. આ વાક્ય સાંભળી અને કાશ્મીર જવાના ખર્ચ કરતાં પણ વધારે ચિંતા ૮૦ વર્ષવાળી વાત સાંભળીને થઈ. પરંતુ પછી અંદરથી એક સાંત્વના આવી કે કાશ્મીર જેવો પ્રશ્ન પણ જો ૭૦ વર્ષે પતી જતો હોય તો આપણે ૮૦ વર્ષ સુધી ખેંચવાનું રહેતું નથી. મેં બીવડાવવા માટે વાત આગળ ચલાવી કે ત્યાં અત્યારે લશ્કરને સોંપી દીધું છે, ૧૪૪મી કલમ લાગુ છે. ચાર જણા એક સાથે ભેગા થાય તો તરત જ શૂટ કરી દેવામાં આવે સમજાય છે તને? તને ગોળી વાગી જાય તો મારું શું થાય? હવે ઘરવાળીનો પિત્તો છટક્યો અને મારા પર એટેક કર્યો કે, 'શું વાત વાતમાં એક જ વાત ઘુંટો છો? મને કંઈ થઈ જાય, મને કંઈ થઈ જાય, મને જ શું કામ કાંઈ થાય? અને આ વખતે નિર્ણય પાકો છે કાંઈ થાય તો ત્યાં બરફમાં ચિતા સળગાવજો પણ મારે જાવું છે એ વાત નક્કી, રહી વાત ૧૪૪મી કલમની તો મને ખબર છે કે ચાર જણા ભેગા થાય તો જ કે તે નિયમ લાગુ પડે, આપણે ત્રણ જણા જ છીએ અને મારા મમ્મી-પપ્પા અને બેન એ ત્રણ છે, જુદા જુદા ચાલશે પણ જાવું તો છે છે ને છે.'

સાસુ-સસરા અને પાટલા સાસુની વાત અત્યારે ખબર પડી. સાઢૂ સાલો છટકી ગયો અને આમાં ચૂકવવાવાળો ૧ અને ખાવાવાળા ૬. એક માણસ કેટલા આઘાત સહન કરી શકે? અને મને સાંભળવા મળ્યું કે મોટાભાઈ અને નાનાભાઈએ છેલ્લા દોઢ વર્ષથી કાશ્મીરના પ્રશ્નનું પ્લાનિંગ કરેલું ત્યારે આ શક્ય બન્યું. અહીં મારા ઘરે પણ કેવું સોલિડ પ્લાનિંગ થયું છે. હવે આ ઉપરથી મને લાગે કે કદાચ અમિતભાઇ મારો સાળો હોય. પૈસા બચાવવા મરણિયો બનેલો હું પ્રયત્ન થોડો છોડું? મેં તરત જ કહ્યું કે, 'અત્યારે ટિકિટ પણ ન મળે' મારા હાથમાં ફ્લાઇટની ૬ રિટર્ન ટિકિટ સાથે મારુ ક્રેડિટ કાર્ડ મૂક્યું. તમે જાગો ત્યાં સુધી અમારે રાહ થોડી જોવાની? વહેલી સવારે જ મારા પર ક્રેડિટ કાર્ડરૂપી હથિયારથી વજ્રાઘાત થઈ ગયો હતો. હું દિગ્મૂઢ બની ગયો હજી કાંઈ બીજુ વિચારું તે પહેલાં જ સાસરામાંથી ફોન આવ્યો. મારા સસરાએ મને પૂછ્યું 'જમાઈરાજા બધી તૈયારી થઈ ગઈ? (મનમાં થયું કે તૈયારી તો તમે લોકોએ કરી જ લીધી છે) દાલ સરોવર નામે એક શિકારા પણ બુક કરાવી લીધો છે અને કહ્યું છે કે જમાઈ આવીને પૈસા આપી દેશે પણ તકલીફ એવી છે કે પાંચ જણા જ રહી શકે તો પૂછવું હતું કે શું કરવું?' મેં કહ્યું કે, 'હું કિનારે સુઈ રહીશ.' (એટલો સમય શાંતિ) આટલી વાત થઈ ત્યાં સાસુ વચ્ચે ટપકી પડ્યા જમાઈરાજ તમે અમારા માટે બહુ કર્યું છે. નાસ્તો લેવાની કેમ ના પાડી? ચકુડી (મારી પત્ની) કહેતી હતી કે કાજુ કિસમિસવાળા કાશ્મીરી નાસ્તા કરીશું અને હા મોટકી (પાટલા સાસુ)ની ચિંતા ન કરતા તેના વરે તેને હાથ ખર્ચી ના ૫૦૦ રૂપિયા આપ્યા  છે.' મેં તરત જ સાસુમાને કહ્યું કે, 'એટલા બધા આપવાની શું જરૂર હતી તેનાથી સચવાશે નહી. પરંતુ એક વાત નથી સમજાતી કે સાઢુભાઈ કેમ આવતા નથી?' મેં તરત જ મારા ફોનમાંથી સાઢુને ફોન લગાડ્યો તો મને ચક્કર ચઢી જાય તેવી વાત કરી, મેં તેને પૂછ્યું કે તમે કેમ કાશ્મીર પ્રવાસમાં નથી જોડાતા તો મને કહે કે ૩૭૦મી કલમ દૂર થઈ ગઈ. ૩૬૯ કલમ કેમ દૂર ન કરી અને સીધી ૩૭૦મી કલમ? મને આ ન ગમ્યું એટલે મારો વિરોધ છે. આ તેની અબૂધતા, અજ્ઞાનતા છે કે પ્રવાસના ખર્ચમાંથી છટકવા કરવામાં આવેલ લુચ્ચીબુદ્ધિનો પ્રયોગ તે મને હજી નથી સમજાયું.

મને મૂંઝાયેલો બેઠેલો જોઈ અને પત્નીએ તરત જ કહ્યું કે તમે એટલા બધા મૂંઝાઈ ના જાઓ. તમારા ખર્ચમા ટેકો કરવા માટે મેં એક રસ્તો વિચારી રાખ્યો છે. મારી બધી બેનપણી અને અને સોસાયટીમાં દરેક ઘરે મેં જાણ કરી છે કે હું કાશ્મીર જાઉં છું અને ત્યાંના સફરજન વખણાય છે જો કોઈને લેવાના હોય તો એડવાન્સમાં ઓર્ડર આપી દેજો અને અત્યાર સુધીમાં ૫૦ પેટી નો ઓર્ડર આવી ગયો છે. ૧૫ કાશ્મીરી શાલ, કાશ્મીરી ટોપી, તેજાના આ બધો ઓર્ડર મળી અને અડધો પ્રવાસનો ખર્ચો તો હું કાઢી લઈશ મારે તેને પુછવાનું મન થઇ ગયું કે આ ૫૦ પેટી કોણ તારા બાપુજી અને બા ઉપાડશે? દશેક પેટી મોટકીના ખભ્ભે નાખું? શાલ, ટોપી, તેજાનું રોકાણ કોણ મારો સાઢુ જેણે મને ટોપી પહેરાવી છે તે આપવાનો છે? અને આ બધો માલ રાજકોટ પહોંચાડવા માટે કોણ તારા અમિતમામા ચાર્ટડ પ્લેન મોકલવાના છે?' પરંતુ તેની મને મદદરૂપ થવાની ભાવના જોઈ અને મેં તેને કહ્યું કે, 'ચિંતા કરમા ખર્ચને પહોંચી વળાશે'. તરત જ તેણે મને કહ્યું, 'ખબર જ હતી તમે મારો અહેસાન ક્યારેય ન લ્યો એટલે મેં પણ ફેંકી જ છે, તમારી જેમ જોક્સ કર્યો'. ૩૭૦ની કલમ દૂર થઈ અને બે દિવસ મને જે આનંદ થયો હતો તેની પર આ એક જ પ્રવાસના આયોજનથી સુનામી ફરી વળ્યું. હું લગભગ બે કલાક સૂનમૂન બેસી રહ્યો અને કળવળવાની રાહ જોતો હતો ત્યાં જ તેમનો છેલ્લો પ્રહાર થયો. હું સાંભળું તેમ છોકરાને વઢવા લાગી 'ખબરદાર જો ત્રણ મહિના સુધી બીજે ક્યાંય ફરવા જવાનું નામ લીધું છે તો, હવેના વેકેશનમાં તને પપ્પા લેહ લડાખ લઈ જશે આપણે બધા જ સાથે જઈશું બસ'!!!

વિચારવાયુઃ મોટાભાઈ અને નાનાભાઈ તમારે જે કરવું હોય તે કરો પરંતુ મીડિયામાં ના આપો, સારું તમે કરો છો અને ભોગવવુ મારે પડે છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શિયાળાની આલબેલ પોકારી ચૂકી છે. ચાદર નીચેથી આંગળી બહાર કાઢવાની ઈચ્છા ન થાય આખા શરીરની તો ક્યાં વાત કરવી? અધૂરામાં પૂરું છાપામાં વાંચ્યું છે કે આ વર્ષે ઠંડી રેકોર્ડ બ્રેક હશે, વાચતા વાચતા જ સ્વેટર પહેર્યું હોવા છતાં લખલખુ નીકળી ગયું. મુંબઈમાં હોત તો 'નીટ' નામનો ધાબળો તાત્કાલિક ઓઢી લીધો હોત, ગુજરાતમાં મળે છે પરંતુ તેના કરતા ધાબળો થોડો સસ્તો પડે એટલે માંડી વાળ્યું.

અત્યારની મહામારીના સમયમાં ઘરની બહાર ઓછું નીકળવાનું હોય એટલે ગયા વર્ષના (આમ તો આગલા પાંચ-સાત વર્ષના) સ્વેટર, ટોપી, મફલર ચાલે. તેમ છતાં ઉત્તમ કવોલિટીના સ્વેટર, મફલરની ખરીદીના પ્લાન ગુજરાતી લોકો તો કરવા જ માંડે ભલે ખરીદે નહીં. લોકડાઉન દરમિયાન ઘરે બેઠા બેઠા આમદાની વધી કે નહીં તેની ખબર નથી પરંતુ શરીરની સમૃદ્ધિ જરૂર વધી છે એટલે શિયાળાની શરૂઆત થતાં જ જુના સ્વેટર, કોટ, મફલરનું પોટલું ખોલી માપવાનું શરુ થયું એટલે બાપનું દીકરાને અને મોટાભાઈનું નાનાભાઈને ફીટ થયું. બાપુજી હજુ સદરો પહેરી ઠંડીમાં સગડીની આજુબાજુ હથેળી ઘસાતા સ્વેટર કે બંડીના જુગાડનો કીમિયો વિચારે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પહેરવું ઓઢવું ખાવું અને પીવું આટલું ધ્યાન રાખો એટલે શિયાળાનો બાપ કોઈને નડે નહીં.

શિયાળાના મજેદાર કિસ્સા સાંભળવા હોય તો તમારે ચુનીલાલના ઘેર એક ચક્કર મારવું પડશે. ચુનીલાલ ઠંડી પડવાની શરૂઆત થાય એટલે તમામ સભ્યોને ભેગા કરી મિટિંગ કરે, કોને શું ખરીદી કરવાની છે, શિયાળાના કયા પકવાન કોણ બનાવશે, કોણ કસરત કરશે, કોણ વહેલા ઉઠી મોર્નિંગ વોકમાં જશે, દરેક લોકો પોતપોતાના સંકલ્પો જાહેર કરે તેના પર ચર્ચા થાય અને ચર્ચા એટલી હદે ઉગ્ર થાય કે લોહી ગરમ થઈ જાય. બસ આ ગરમ લોહી શરીરમાં ફરતું થાય એટલે સ્વેટર, કોટની જરૂર ના પડે આ સિદ્ધાંત પર આખો પરિવાર ચાલે. ચુનિયો આ વખતે મિટિંગમાં મને લઈ ગયો. આમ તો રોજેરોજ ભેગા થાય પરંતુ આજની મિટિંગનો મુદ્દો હતો ''શિયાળાના ગરમી આપતા વ્યંજનો'' શરૂઆત હંમેશાં ચુનિયાથી થાય અને આમ પણ જેને રાંધતા ના આવડતું હોય તે સજેશન કરવામાં પાવરધો હોય. આ શિયાળામાં બજારમાં મળતી તલ સાંકળી, કચરિયું, શીંગ પાક, ચીકી ઊપરાંત અડદીયા, ગુંદરપાક, વસાણાથી ભરપૂર જુદા જુદા વ્યંજનોની ફરમાઈશ થવા માંડી. બધા પોત પોતાના તરફથી એક એક વાનગી બોલ્યા ચુનિયાએ એકસામટી ૪-૫ વાનગીઓના નામ જીંકી કીધા. કઈ વસ્તુ પહેલા બનશે, કોણ બનાવશે તેની ચર્ચાઓ શરૂ થઇ. વાતાવરણમાં ગરમી ફેલાવવાની શરૂઆત થઇ ગઇ હતી. તરત જ ચુનિયાના ઘરવાળાએ કહ્યું કે 'આટલા બધા સજેશન કરો છો તો આ વખતે તમે બનાવો એટલે ખબર પડે કે ખાવી કેટલી સહેલી છે અને બનાવવી કેટલી અઘરી છે'. સામાન્ય રીતે ચુનિયો ક્યારેય ઉશ્કેરાટમાં આવી અને ભૂલ ના કરે પરંતુ અચાનક થતા હુમલાઓ સારા સારા યોદ્ધાઓને પણ વિચલિત કરી દેતા હોય છે. તેવું જ ચુનિયાની બાબતમાં થયું. ભાભીના આ એટેક સામે ઉગ્ર થઇ અને ચુનિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી. બોલતા બોલાઈ ગયું પછી મારી સામે જોયું બુઠ્ઠી તલવાર સાથે અદ્યતન શસ્ત્રોથી સજ્જ સૈન્ય સામે લડવાનો વખત આવી ગયો. મારુ બાવડુ જાલી અને મને બહાર લઇ ગયો અને મંડ્યો ખખડાવવા 'મિલનભાઈ તમે તો કેવા માણસ છો, તમારે મને રોકી લેવો જોઈએ ને, હા શું કામ પાડવા દીધી'? ઉંદર પાંજરામાં આવી ગયો હતો બીજું કંઈ થઈ શકે તેમ ન હતું.

આજે સવારના પહોરમાં ગુગલ દેવતાને નમસ્કાર કરી રસોડામાં ઘૂસી ગયો છે. કોઈને આવવાની મનાઈ છે સરકારનું કોઈ સિક્રેટ મિશન ચાલુ હોય તેવો માહોલ ચુનિયાએ ઊભો કર્યો છે. રાધા ખીમા યુ-ટ્યુબ પરથી તલ સાંકળી, તલની ચીકી, તલના લાડુ કઈ રીતે બનાવવા તે શીખી અને મોઢે રાખ્યું. તાવડો મંડાયો તલ સેકાયા, ગોળ ગરમ થયો, બધી જ વિધિ પૂરી થઈ. લગભગ બે કલાકની કસરત પછી તલના લાડુ અને તલની ચીકી લોકો સમક્ષ પ્રસ્તુત થયા. ઘરના તમામ લોકોએ ફોટોસેશન પૂરું કર્યું કોઈએ ફેસબુક, વોટ્સએપ કે ઈન્સ્ટાગ્રામ પર સ્લોગન લખી લખી અને ફોટા અપલોડ કર્યા. ચુનિયાએ શિયાળામાં તલ ખાવાથી થતા ફાયદાઓ અને તેમાં પણ ખાસ કરી અને ગોળમાં બનાવેલી ચીકી અને લાડુ આખો શિયાળો  ખાધા પછી આઠ મહિના તેની અસર કઈ રીતે રહે તે એક કલાક સુધી પરિવારને સમજાવ્યું. પરિવારના તમામ સભ્યો તલની ચીકી અને લાડુ ખાવા તલપાપડ એટલે કે ઉતાવળા થયા હતા પરંતુ હજુ ગઢના દરવાજા બંધ હતા. નકૂચા રૂપી ચુનિયો હટવાનું નામ લેતો ન હતો. પરિવારે તાત્કાલિક ફોન કરી અને મને બોલાવ્યો ગઢના દરવાજા ખોલવા માટે જેમ ઉંટીયાઓને પહેલી હરોળમાં દરવાજા આડે રાખી હાથી માથુ મારે અને ભલે ઉંટીયો મરી જાય પણ દરવાજો ખુલી જાય અને હાથીને નુકસાન ન થાય આ થિયરી પ્રમાણે ચુનિયાને મારે બહાર બોલાવી લેવાનો હતો, ત્યારબાદ પરિવાર તલની ચીકી અને લાડુ પણ તૂટી પડે આવું આયોજન હતું. ચુનિયાને મે બહાર બોલાવી માલ પરથી દબાણ દૂર પણ કર્યું ભાવવિભોર પરિવાર મનોમન મારો આભાર માની તલના લાડુ પર તૂટી પડ્યો. આજુબાજુવાળા પાડોશીઓને પણ ખબર હતી એટલે તેઓ પણ કેમ છે કેમ નહીં કરવાના બહાને આવ્યા અને એક બે એક બે લાડુ લઈ ગયા.

ચુનિયાને આખી વાતની ખબર પડી ગઈ અને મારી સાથે ધોખો કરવા લાગ્યો 'ભલા માણસ તમે મારા મિત્ર થઈ અને મારી સાથે રમત રમી ગયા. આપણે જે વસ્તુ બનાવી હોય તેનું મહત્ત્વ શું છે તે પૂરું સમજાવવા પણ ન દીધું. લોકોને આપણી વસ્તુની કદર થાય તેવો માહોલ આપણે ઊભો કરવો જ જોઈએ'. આ બધી ચર્ચાઓ થતી હતી ત્યાં ઘરમાંથી રાડારાડ સંભળાઈ, ચુનિયાની બૈરી દોડાદોડ બહાર આવી હાથમાં સાણસી હતી મને અને ચુનિયાને અંદર ગયા પછી ખબર પડી કે નાનકાએ નાનકડો લાડુ મોઢામાં મૂકી અને બટકું ભરવાનો પ્રયત્ન કર્યો તો બંને દાંત વચ્ચે નાનકડી દડી જેવડો લાડુ ચોટી ગયો હતો. ગઢની રાંગ પર જેમ ચંદન ઘો ચોટે પછી ઉખાડવાના પ્રયત્નમાં મરી જાય ત્યારે જ તે શક્ય બને તેવો ઘાટ ઘડ ાયો હતો. અમારે હવે એ પ્રયત્ન કરવાનો હતો કે બંને બાજુ ની દાઢ અને દાંત સચવાઈ રહે અને તલના લાડુ નો ભોગ લેવાઈ જાય તો ઘીના ઠામમાં ઘી પડે. પાના પક્કડ, સાણસી, સ્ક્રુ ડ્રાઈવર સહીતની આખી કીટ થકી પ્રયત્ન કર્યો.છેવટે મેં એક સુઝાવ આપ્યો કે સતત પાણીનો છંટકાવ તે લાડુ પર કરીએ અને ગોળ થોડોક ઢીલો પડે પછી બે દાઢ વડે ફરી પ્રયત્ન કરવો. ચૂંટણીના પ્રારંભિક પરિણામો ના રુઝાન આવતા હોય તે રીતે આ તો હજી પહેલો આ આઘાત હતો પડોશમાંથી તલની ચીકી લઈ ગયા હતા તેણે ફરિયાદ કરી કે જીભ પરથી ઉઘડતી નથી, અમારી બાજુમાં રહેતા બાપુએ ચાર પાંચ નાની સાઈઝ ની લાડુડી માંગી મેં એમની હિંમતને દાદ આપી અને કહ્યું કે તમારા દાંત બહુ મજબૂત છે તો મને ક હે 'ચોકઠું આવી ગયું છે પરંતુ હમણાં મારી ૧૨ બોર રાઈફલમાં કારતૂસ ખાલી થઈ ગયા છે, લાડુડી હાથમાં લેતા જ મને ખબર પડી ગઈ કે નાના-મોટા શિકાર તો રાઈફલમા લાડુડી ભરાવી અને ફોડીસ તો પણ ચાલશે દીવાલમાં કાણું પડી ગયું એટલે પાક્કું થયું હાલો દેખાડું'. પાડોશીના દીકરાએ તો મોટો લાડુ લઈ અને ક્રિકેટની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. એક બે ઘરના પાળેલા કૂતરા રમકડું સમજી અને રમવા લાગ્યા છે. પરિસ્થિતિ પામી અને હું ત્યાંથી સરકવાની તૈયારી કરતો હતો ત્યાં જ ભાભીએ મને કહ્યું કે 'આ તમારા ઘર માટે તલના લાડુ અને ચિકી લેતા જાવ'. જેમ ઘરમાં વિસ્ફોટક પદાર્થો પડ્યા હોય અને ખબર પડે કે પોલીસની રેડ પડવાની છે અને માલ સગેવગે કરવાનું હોય એમ ભાભી એ બે-ત્રણ પેકેટ ભરી રાખેલા અને ભલામણ પણ કરી કે આ બીજા તમારા મિત્રોને આપજો.

તમારા ઘરમાં શિયાળાનો કોઈ પાક તૈયાર થયો કે નહીં? ઘરવાળાને બનાવવા દેજો તમે ડાહ્યા થતા નહીં, નહીં તો.....

વિચારવાયુઃ શિયાળાની ગુજરાતી બબુડાની પ્રપોઝ ઇસ્ટાઇલ.. બોયઃ હેય, હું શીંગ.. તું મારો ગોળ બનીશ? આપણે બંને મળી ચિકીફૂલ લાઇફ જીવીશું...

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પાસે કામ જ નથી. સલાહ દેવાનું કામ બચ્યું છે.

મારૂ માનો તો... કહીને તમારી વાતમાં વચ્ચે આખલો અચાનક ઢીક મારે એમ ઘુસે એ વણમાગ્યો સલાહવીર.

હમણાં મહારાષ્ટ્ર સરકારમાં પ્રચાર કાર્ય જોર શોરમાં છે. ચૂંટણી લડતા નેતા લોકોને જેટલી ચિંતા નથી તેટલી ચિંતા નવરીબજારમાં વ્યસ્ત લોકોને છે.

હજી તો તમે વાતની શરૂઆત કરો કે મહારાષ્ટ્ર સરકાર... ત્યાં તો ગમે તેમ કરી અને વચ્ચે ઘુસી અને સલાહ દેવાનું શરૂ કરે.'ઉદ્ધવ ઠાકરે એ હું કહું તે રીતે પગલાં લેવા જોઈએ. બધું સમુસુતડરૂ પાર પડી જાય'. પવાર સાહેબ મારુ માને તો... 'અરે ભાઈ તારૃં તારા ઘરના માનતા નથી. તું ભીંડાના શાકની ડીમાન્ડ મૂકે છે અને દાધારિંગી બૈરી દૂધીનું બટકાવે છે. પવાર સાહેબ શું કામ માને? અને 'દેવેન્દ્ર ફડનવિસ હું કહું તે રીતે કરે તો કાલ સવારે મુખ્યપ્રધાન તરીકે બેસી શકે'. હું તારા ઘરના સોફા ઉપર તારી ઘરવાળી કહે તો જ બેસી શકે છે. દેવેન્દ્રજી શું કામ તારી સલાહ માને.

માત્ર સરકારની બાબતમાં નહીં પણ કોઈ પણ બાબતમાં તમે કોઈ વાત ઉચ્ચારો અને ત્યાં થોડો પણ પ્રશ્નાર્થ સંભળાય એટલે અંદરનો સલાહવીર જાગૃત થાય.

અમે અમારાં હાસ્યનાં કાર્યક્રમમાં હંમેશાં શરૂઆતમાં જ કહી દઈએ કે 'એક હાસ્ય કલાકાર તરીકે અમારી વણમાગી સલાહ છે કે જે હસે નહીં તેનો ભરોસો ન કરવો, એને વેવાઈ કે વેવાણ (એ તો હસમુખી જ જોઇએ, શું ક્યો છો?) પણ ન બનાવવા (આટલું બોલો એટલે તરત જ લોકો હસવા માંડે)'. પછી બીજી સલાહ આપું કે 'પાછું બહુ હસે તેનો પણ ભરોસો ન કરવો. ઉઠમણા કે બેસણા જેવા પ્રસંગે થોડું સોગીયું ડાચુ પણ જરૂરી હોય છે. પ્રસન્ન વદને બાપુજીના ખરખરા ન કરાય'. અને ત્રીજી અને છેલ્લી સલાહ કે 'કોઈની સલાહ માનવી નહીં'.

ઘણાં અભણ મંત્રીઓ શિક્ષણમંત્રી બની ગયા હોય અને પાછા પી.એચડી. થયેલાને સલાહ આપતાં હોય. એલા ભાઈ નોન મેટ્રીકને આરોગ્ય વિભાગના મંત્રી બનતાં જોયાં છે. આવું થાય ત્યારે સમાજ આખો ડખ્ખે ચડે પણ ત્યાં કોઈ સલાહવીર નહીં પહોંચે.

મંજુ માથા ફરેલ ને અમારાં ગામની એક દીકરીને સલાહ દેતી સાંભળી, 'જો બાઈ ધણી થોડો આકરો સારો, નમાલા ધણી નકામાં, મારું માન તો માફી માંગી પાછી સાસરે વૈ જા'. મંજુ બે વરસથી રીસામણે બેઠેલી છે તે આવી સલાહ દે તો હસવું જ આવે ને?

હમણાં અમારા એક લોક સાહિત્યના પ્રખર વક્તાને ગળામાં થોડી તકલીફ થઈ. હવે આજીવિકા જ અમારું ગળું છે. કોઈ રોગ કે વ્યક્તિ તમારૃં ગળું પકડી લે તો સ્વાભાવિક છે ચિંતા થાય જ અને હું થોડો મેડિકલ ફીલ્ડ સાથે ભૂતકાળમાં સંકળાયેલો એટલે મને ફોન આવ્યો કે શું કરવું જોઈએ? મારા મિત્ર સારા ઇ.એન.ટી. સર્જન એટલે મેં માગી એટલે સલાહ આપી.' અહીં આવી જાવ બધું સારૃં થઈ જશે'. અમે ત્રણ ચાર જણા સાથે ગયેલા એટલે પહેલી સલાહ મારી સાથે રહેલા ચુનિયાએ આપી કે 'ડોક્ટરની ચેમ્બરમાં બે જણા જશે તમે બધા બહાર બેસજો'. અમે બહાર વેઇટિંગમાં બેઠા હતા ત્યાં જ ચુનિયા એ પૂછ્યું કે 'શું થયું છે'? તો કલાકાર કહે 'એક ડોક્ટરને દેખાડ્યું તો તેણે કહ્યું કે મસો  થયો છે...' તરત જ ચુનિયા એ પૂછ્યા વગર એન્ટ્રી મારી. 'ઘોડાનો વાળ બાંધો અહીંથી ઊભા થાવ ખોટા ખર્ચામાં પડો નહીં. મારા એક મિત્રને ત્યાં બે ઘોડા છે અબઘડી ચાર-પાંચ વાળ એને ખબર ન પડે એમ લઈ આવું'. મેં કહ્યું 'ગળામાં અંદર છે તારા બાપુજી ને ફોન કરીને પૂછ ગળામાં ઘોડાનો વાળ અંદર કઈ રીતે બંધાય'?

સામાન્ય રીતે તમે કોઈપણ દર્દની વાત કરો તો તેનાં જે સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે આપણે જવું જોઈએ. પરંતુ તે ભણેલા ડોક્ટરોની વાત છે. અત્યારે સામાન્ય માણસ છે તે તમામ પ્રકારની ડિગ્રી ધરાવતો ડોક્ટર થઈ ગયો છે. તમે જે દર્દ બોલો તેની દવા તેની પાસે હાજર જ હોય. મસા તો ઘણી જગ્યાએ થાય પણ બહાર દેખાતા હોય ત્યાં તમે કદાચ આ ઘોડાવૈદું કરી શકો. અંદર મસા થાય ત્યાં ક્યાં બાંધવા જાવ. પરંતુ તેને સલાહ જ દેવી છે તેનું શું કરવું?

એક બહુ જૂની વાત તમને યાદ દેવડાવવું જગાનો બળદ માંદો પડ્યો એટલે તરત જ ગામ ઉતાર મનુ નડતર બીડીના ઠુંઠાને દોરા સુઘી ખેંચતા બોલ્યો 'ભગાકાકાના બળદને પણ ગળામાં આવો જ સોજો આવેલો. ડોક્ટર ના પૈસા ન ખરચવા હોય તો ભગાકાકા ને પૂછી આવ'. જગો દોડતો ભગાની ડેલીએ પહોંચ્યો તેને કહ્યું કે 'મારા બળદને તારા બળદ જેવું જ દરદ છે. તારા બળદને શું ઈલાજ કરેલો'? એટલે ભગાએ કહ્યું કે 'તેને મેં એક કિલો એરડીયુ પાયું હતું'. જગો દોડતો દોડતો પોતાના બળદ પાસે જઈ અને બળદે ના પાડી છતાં બળપૂર્વક ૧ કિલો એરંડીયુ પાઈ દીધું. એકાદ કલાકમાં બળદ મરી ગયો. જગો દોડતો દોડતો ભગા પાસે ગયો અને કહ્યું કે 'મારો બળદ તો તરફડીને મરી ગયો'. ભગો કહે 'મારો પણ મરી ગયો હતો'. જગાએ રાડ પાડી કે 'તો મને પહેલા કહેવાય ને'? ભગો કહે 'તે મને ઈલાજ પૂછ્યો હતો પરિણામ પૂછ્યું હતું'? એટલે અમૂક લોકોને મોઢામાં આંગળા નાખી બોલાવો તો જ બોલે. આવા લોકોથી પણ ચેતવું.

વિચારવાયુઃ સરકારે દેણામાંથી બહાર નીકળવું હોય તો સલાહ માથે ૨૫% જીએસટી નાખવો જોઈએ. બીજી બધી વસ્તુઓ ઉપરથી જીએસટી હટાવી લે તો પણ તિજોરી છલોછલ. પણ સરકાર મારી સલાહ માને તો...

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આ કોઈ ફિલ્મ ફેર એવોર્ડ નથી કે પદ્મશ્રીથી લઈ અને પદ્મવિભૂષણ આપવાનો ઉપક્રમ નથી.

આ વખતની દિવાળીએ કે જે લોકોના ઘરે સાલ મુબારક કરવા ગયા તેમાં નાસ્તાની ક્વોલિટી, કોન્ટીટી, શુભેચ્છા સંદેશ,... વિગેરે મેગા ઇવેન્ટના એવોર્ડ જાહેર કરવાની વિધિ છે.

પહેલાંના જમાનામાં તો ઘરના બહેનો સાથે મળી અને ઘારી, રાતડા, ઉઘરા, ફરસી પૂરી જુદી-જુદી મીઠાઈઓ, મઠીયા વિગેરે જાતે જ બનાવતા અને બનાવતા પાંચ દિવસ થાય. ખાલી કરતા દિવાળી અને બેસતું વર્ષ બે જ દિવસ થાય. અત્યારે બહારથી લાવેલી મીઠાઈ અમૂક મહેમાનો થાળીમાં હાથ નાખે ત્યારે એમ થાય કે એક કટકો લઇ અને અટકી જાય તો સારું? ૫૦થી લઈ અને સો રૂપિયાનો કટકો દિલમાં મોટો ખટકો બની અને તકલીફ આપે.

અમુક મહેમાન ઘાઘરી બંધ અને પાઘડી બંધ આવે એટલે કે ત્રણે ત્રણ પેઢી એક સાથે હોય. શુભેચ્છા આપવા નહીં પરંતુ નાસ્તાની ડીશ પર ધાડ પાડવા આવ્યા હોય તેવું લાગે.

અમૂક કુટુંબે તો સાથે બેસી અને નક્કી પણ કરી રાખ્યું હોય કે કોના ઘરે જઈશું તો શું મળશે તેને માટે છેલ્લી પાંચ દિવાળી નો સર્વે લખીને રાખ્યો હોય. સુલોચનાબેનના ઘરે જઈશું તો ત્યાં માત્ર ઘારી અને મઠીયા જ ખાવાના, મંદાબેનના ઘરે રાતડા અને પ્રભાવતી બહેનના ઘરે ગળ્યા ઘુઘરા, જેવી જેની હથરોટી. પરંતુ હવે એવોર્ડ આપવામાં પણ ધ્યાન રાખવું પડે તેવું છે કારણ કે ખાનગીમાં દરેકના પતિને પૂછી લેવું પડે કે કોણે બનાવ્યું છે? એવોર્ડ આપનાર સમિતિનો આ વર્ષનો સર્વે એવો છે કે મોટાભાગના પતિદેવો મેદાનમાં આવ્યા હતા એટલે કે આવવું પડ્યું હતું એટલે કે માત્ર તેમણે જ બનાવ્યું હતું એટલે કે ફરજિયાત બનાવવું પડ્યું હતું. અમૂક લોકોએ બારોબાર દુકાનમાંથી મંગાવી લીધું હતું. જે ઘરમાં આગ્રહ કરી કરી અને સામેથી ખવડાવે તો સમજી લેજો કે ઘરે બનાવેલું છે પરંતુ એક ઘારી આપો એક ઘૂઘરો આપું એવું પૂછી પૂછી અને તમને કેટલું ખાધું તેનો અહેસાસ કરાવે તો સમજી લેવું કે મોંઘા ભાવનું બહારથી મંગાવેલું છે અને તમને તે ખાવા માટે યોગ્ય ગણતા નથી.

મારો અનુભવ છે કે બેસતા વર્ષ સુધીમાં દિવાળીની શુભકામનાઓ રૂબરૂ પતાવી લેવી અને નાસ્તા પાણી ઉપર ધોંસ બોલાવી લેવી. લાભ પાંચમની આસપાસ નાસ્તો કરવા જાવ તો આગ્રહ કરી કરી અને લાલ લીલી ચટણી ઉમેરી ભેળ ખવડાવશે. સીબીઆઇના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે લાભ પાંચમ પહેલાંના અઠવાડિયા દરમિયાન મહેમાનોએ ખાતા બચેલો અડધો ઘૂઘરો કે અડધી ફરસી પૂરી કે સેવ ગાંઠિયા બધું જ મિક્સ કરી અને એક ડબ્બામાં ભરી રાખવામાં આવે છે અને પછી મહેમાનોને ભેળ તરીકે પ્રેમથી પીરસવામાં આવે છે.

એટલે આ વર્ષે બેસ્ટ આઈટમ કોણ બનાવે છે તેનો એવોર્ડ આપવાનું કેન્સલ કરવામાં આવ્યું છે.

રંગોળી એવોર્ડ પણ એવોર્ડ સમિતિને ખૂબ તકલીફ પડી. જુદી જુદી ડિઝાઈનવાળા કાગળિયા બજારમાં મળે છે સીધા ગોઠવી દઈ તેની માથે કલર ઢોળી કાગળ ઉપાડી લેવામાં આવે અને નીચે ડિઝાઇન તૈયાર. પહેલાંના જમાનામાં તો રાતના જમી ખાઈ પી અને કુટુંબ આખું સાથે બેસતું અને જુદા જુદા ચિરોડીના કલર દ્વારા પરિવાર સાથે મળી અને રંગોળી બનાવતું. જેને ડ્રોઈંગ સારૃં આવડે તે પહેલા ડ્રોઈંગ કરે નાના છોકરાઓએ અઠવાડિયા અગાઉ શાળામાંથી શિક્ષકને ખબર ન પડે તે રીતે બઠાવેલા ચોકથી આંગણામાં ચિત્રકામ થાય.

ત્યારપછી ઘરના બહેનો ચપટી દ્વારા રંગોળીમાં કલર પૂરતા જાય. મધુકાન્તા બહેનના ભાગે મોટી ડિઝાઇન જ આવતી કારણ કે આપણી મુઠ્ઠી જેવડી તેમની ચપટી રહેતી. વડીલો કચ કચ ન કરે એટલા માટે હવેની ફેસનેબલ વહુ કાણાવાળા કાગળિયાની ડિઝાઇન લાવી સિંગલ કલર રંગોળી બનાવે છે. અમૂક તો એટલી પણ તસ્દી નથી લેતી અને સીધા સ્ટીકર દરવાજાની વચ્ચોવચ વેલકમના સ્ટીકર લગાવી દે છે.

સોસાયટીમાં દરેક ઘરે રંગોળી થતી હોય ત્યારે રાત્રે જાગતા જુવાનિયાઓ રંગોળી કરતા કરતા જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય, લગ્ન પણ થઈ જાય અને બે ઘર વચ્ચેની દીવાલ તૂટી અને મોટું ફળિયું થતું મેં જોયું છે. અત્યારે તમે જ કહો આ રંગોળીનો એવોર્ડ કોને આપવો?

શુભેચ્છાના શબ્દો દિવાળીના સમયમાં ખૂબ અગત્યના હોય છે પરંતુ હવે પત્ર વ્યવહાર કે દિવાળી કાર્ડ નો જમાનો ક્યારનો વિસરાઈ ગયો. મોબાઇલમાં આવેલા મેસેજને ફોરવર્ડ કરી કરી અને લોકો એકબીજાને રૂબરૂ મળ્યા તુલ્ય શુભેચ્છા સંદેશ આપવા માંડે છે. વર્ષોથી અમૂક મેસેજ ફરતા જ રહે છે સુખનું તોરણ ઝૂલતું રહે.... અરે ભાઈ તું અમારા જીવનમાં દખલગીરી નહીં કરે, ઉછીના લીધા છે તે પાછા આપી દઈશ, ભવિષ્યમાં ઉછીના નહીં માંગ તો આ શુભકામનાઓની જરૂર નથી. સુખનું તોરણ ઝૂલતું જ રહેશે.

ઘણાં તો દિવાળીના અઠવાડિયા પહેલા મંગળ ઉપર પાણી શોધ્યું હોય અને વૈજ્ઞાનિકો જેટલા ખુશ થાય તેમ દિવાળી અને બેસતા વર્ષનો મેસેજ ચીપકાવી લખે કે સૌથી પહેલા મેં તમને શુભેચ્છા આપી. દસેક દિવસ પછી ભાઈ મોકલી હોત તો સારું હતું બોણીમાં તારી શુભકામના આવનારા દિવસો કેવા દેખાડશે તે નક્કી નહીં. આ દિવાળી એ તો શોધવાનું એ જ હતું કે હૃદયથી નીકળતો અવાજ કે શબ્દો તમને ક્યાં સંભળાય છે?

પગે લાગવાનો રિવાજ તો જાણે ભુલાય જ ગયો છે કારણ કે તેને માટે રૂબરૂ જવું પડે છતાં અમૂક લોકો રૂબરૂ જાય પણ છે તો બે-ત્રણ પ્રશ્નો નડે છે એક તો ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈ અને શરીર એવા ભારેખમ થઈ ગયા હોય કે કમરથી નીચે વળી શકાય નહીં એટલે ચરણસ્પર્શ તો દૂરની વાત થઈ ગોઠણ સ્પર્શ પણ નથી થતો. સામેવાળી વ્યક્તિ પણ તબિયતને ધ્યાનમાં રાખી કમરમાં કોઈ ઝાટકો ન આવી જાય અને તેને માટે 'તમને પગે લાગ્યો ને મારી ગાદી ખસી ગઈ' તેવી ફરિયાદ ન આવે એટલા માટે ઝુકવાનો પ્રયત્ન કરે કે તરત જ ખભેથી પકડી ઊભો કરી દે છે. જોકે ભેટવાનો રીવાજ વધી ગયો છે. પરંતુ જે ચરણ સ્પર્શ કરી શકે તેને અચૂક એવોર્ડ મળવો જોઈએ.

આ દિવાળીએ આમ તો મેં ઘણાં એવોર્ડ જાહેર કર્યા પરંતુ સાથે સાથે અત્યારે જે દિવાળીના સેલ ચાલતા હોય કે એ પછી પણ ચાલવાના હોય તેમાં શરતોને આધીનની ફૂદડી રખાઈ હોય તેવી ફૂદડી પણ મેં રાખી એટલે કોઈ પણ એવોર્ડ ન આપવાનો એવોર્ડ મને મળવો જોઈએ.

વિચારવાયુઃ- બીસીસીઆઈએ વિચારવા જેવું છે કે મોટી સાઈઝના રોકેટ બનાવી ભારતીય ક્રિકેટ ટીમના અમૂક ક્રિકેટરોને દેવ દિવાળીએ રોકેટ સાથે બાંધી અને..... નવાની જગ્યા થાય.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવાળીના પ્લાનીંગ આમ તો બધા ભેગા મળી અને બે મહિના અગાઉથી કરતા હોય છે પરંતુ તે બધું હાઈ ક્લાસ ફેમિલી વિચારી શકે. મધ્યમવર્ગ તો જેમ બે કપ ચા મૂકી હોય અને બીજા મહેમાન આવ્યા હોય તો દૂધના પૈસા તો  પૂરા થઈ ગયા હોય પાણી ઉમેરાતું જાય. બે કપમાંથી ૬ વ્યક્તિની ચા પણ પૂરી થાય તેમ નક્કી થયેલા બજેટમાં ઘર આખું કઈ રીતે ઉત્સવ ઉજવાય તેની ચર્ચા કરતા હોય. એકલો વ્યક્તિ હોય તો દુબઈની ટુર કરી શકે પરંતુ ચાર જણાનો પરિવાર વીરપુરની જાત્રા કરી શકે એટલું બજેટ જ હોય.

ચુનિયાનો પરીવાર સવારની ચા પી અને ગોઠવાઈ ગયો હતો દિવાળીના દિવસોમાં શું કરવું એ નક્કી કરવાનું હતું.

ચુનિયાએ એલાન કર્યું ''બોલો ક્યાં જવું છે''? સિંહાસન પર બેસી અને રાજા પ્રજા માટે ખજાનો ખુલ્લો મુકતા હોય તેવી ફીલિંગ પરિવારને આવી. સૌએ પોતપોતાની ચિઠ્ઠીઓમાં મૂકી દીધી અને મોટા ફાયદાની આશાએ ચુનિયાની વાતમાં રસ દાખવ્યો. ચુનિયાએ એક શરત રાખી કે જેની બહુમતી થશે તે ડેન્સ્ટીનેશન પર ફરવા જવાનું થશે. પરિવાર પાસે ૧૦ મિનિટ છે. નક્કી કરી અને એક ચિઠ્ઠીમાં લખી નાખો. કોઈએ ચિઠ્ઠી એકબીજાને વંચાવવાની છે  નહીં. ત્યાં સુધીમાં હું કેટલાક ટ્રાવેલ્સવાળાને પેકેજ પુછી રાખું છું. નાના છોકરાઓ તો દુબઈ દુબઈની બૂમો પાડવા લાગ્યા પરંતુ જુવાનીયા મલેશિયા સિંગાપુર હોંગકોંગ બેંગકોકમાં અટવાયા હતા.

દુબઈ, મલેશિયા, ફુકેટ,.... ચિઠ્ઠીઓ બનવા લાગી એક જ સરખો ગુલાબી કાગળ દરેકને આપવામાં બહુ પદ્ધતિસર આયોજન કરવામાં આવ્યું હતું. ઘરના દરેક સભ્યોએ પોતે ક્યાં ફરવા જવા ઈચ્છે છે તેની ચીઠ્ઠી બનાવી અને દુનિયાના હાથમાં આપી દીધી દુનિયાએ પોતાની અને તેના ઘરવાળાની ચિઠ્ઠી પણ બનાવી અને હાથમાં લઈ લીધી.

બધી ચિઠ્ઠી હાથમાં આવ્યા પછી ચુનિયાએ કરી શરતો રીપિટ કરી કે તમામ લોકોને ક્યાં ફરવા જવું છે તે લખવાની છૂટ હતી તે મુજબ તમે લોકોએ ચિઠ્ઠી બનાવી અને મને આપી દીધી છે પરંતુ જે દેશથી નેશન બે વાર ચિઠ્ઠીમાંથી  નીકળશે કે વધુ વાર નીકળશે તે બહુમતીથી ફાઇનલ થશે.

કોઈ મોટી કંપનીનો ઇસ્યૂ બહાર પડતો હોય અને શેર લાગશે કે નહીં એટલો ભાવ ખૂલશે કેટલો ફાયદો થશે આ બધી બાબતો નાના રોકાણકારને જેટલી ઉત્સાહિત કરે તેટલી ઉત્સાહિત આ ફરવા જવાની વિધિ ઉત્સાહિત કરી રહી હતી.

હવે બધી ચિઠ્ઠીઓ આત્મા આવી ગઈ હતી એક પછી એક ચિઠ્ઠીઓ ખુલતી ગઈ તે સ્થળ લખાતા ગયા પરંતુ શેર બજારમાં નવી સ્ક્રીપ્ટ દાઝી હોય અને સો ટકા પ્રીમિયમ સાથે ખુલશે તેવી ગણતરી પછી માઇનસમાં ખુલે તેવી હાલત  પરિવારના દરેક સભ્યોની થઈ કારણ કે સમગ્ર પરિવારની બહાર ચિઠ્ઠીઓમાંથી ૧૦ અલગ અલગ ડેસ્ટીનેશન લખાયેલા પરંતુ બે હરદ્વારની ચિઠ્ઠી નીકળી.

આપણા દેશની મતદાનની પેટર્ન યાદ આવી ગઈ. ભલેને ૩૫% મત મળે સામેના ૬૫% મત જુદી જુદી જગ્યાએ વહેંચાયેલા હોય જીત ૩૫% વાળાની થાય.

ચુનિયાએ હરદ્વારની ટિકિટ કરાવવા માટે ક્યાં વાત કરી ત્યાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો. ચુનિયાએ ફરી દરેકને શાંત પાડી અને પૂછ્યું કે આપણે ફરવા જઇએ ત્યારે ત્યાં શું કરવા માંગીએ છીએ દરેકે કહ્યું કે જલસા ચુનિયો કહે હરદ્વારમાં પણ જલસા કરીશું.

બહારના દેશનું ફૂડ પણ આપણે ટ્રાય કરવું જોઈએ ને જીણકાની વહુ બોલી.

ચુનિયાએ તરત જ કહ્યું કે ઇટાલી ગયા વગર પણ તમને અહીં ઇટાલિયન ફૂડ મળે છે કે નહીં કોઈ દિવસ ચાઇના ગયા છો છતાં અહીં ચાઈનીઝ ભેળ પણ મળે છે.

અને મને આપણા સૌની ખાસિયતની ખબર છે આપણે અહીં ફરવા જઈએ ત્યારે ચાઈનીઝ પંજાબી ઇટાલિયન મેક્સિકન ફૂડ ખાઈએ છીએ પરંતુ કુલુ મનાલી જઈએ ત્યારે ગ૦૦ઈ અને ગુજરાતી થાળી ગોતીએ છીએ આપણે જો પરદેશમાં પણ એ જ શોધવાનું હોય તો ખોટા રૂપિયા ખર્ચી અને ત્યાં શું કામ જવું? હરિદ્વારમાં પણ ગુજરાતી થાળી મળે છે. જીણકાની વહુ  સસરાને તો શું કહે પરંતુ જીણકા સામે જે રીતે જોયું તે રીતે તેનો વારો પડવો નિશ્ચિત લાગ્યો.

મને ક-મને હરદ્વાર માટે સૌ તૈયાર તો થયા. પરંતુ હવે ફ્લાઇટમાં જવું કે ટ્રેનમાં જવું તેની મગજમારી શરૂ થઈ. કરવાનું મતે એવું લાગતું હતું કે ચુનિયાને ફ્લાઈટનો ટિકિટનો ધુમ્બો વાગશે. ચુનિયાએ તરત જ કહ્યું કે ચાલો ફ્લાઈટમાં જઈશું પરંતુ અત્યારે લાઈટમાં જઈશું તો ત્યાં ધર્મશાળામાં રોકાવા જેટલું બજેટ બચશે. જો ટ્રેનમાં જઈશું તો સારી હોટલમાં જલસા કરી શકીશું. તરત જ બધાએ કહ્યું કે સ્વીમિંગ પૂલવાળી હોટલ ગોતજો. ચુનિયાએ કહ્યું કે આવડી મોટી ગંગા જ્યાં વહેતી હોય અને તેમાં ડૂબકીઓ ખાવાની હોય ત્યારે નાનકડા સ્વીમિંગ પૂલની શું વિશાત? દુનિયાએ ફોન ઉપાડી રેલવે ટિકિટ બુકિંગ એજન્ટને ફોન કર્યો. બહાર ટિકિટનું બુકિંગ તાત્કાલીક મળે તેવું શક્ય નથી તેવું એજન્ટે કહ્યું કે તરત જ ચુનિયાએ એજન્ટને કહ્યું કે તને ખબર છે ને મારો પરિવાર સેકન્ડ એસી સિવાય મુસાફરી કરતો નથી અત્યારે  ટિકિટનું ન થાય તો દિવાળી પછીનું પણ બુકિંગ તો સેકન્ડ એસીનો જ જોઈશે. અત્યારે અમે નજીકના કોઈ સ્થળ પર થેપલા પૂરી શાક લઈ અને એક દિવસ રખડી આવીશું પરંતુ હરદ્વાર ઋષિકેશ મસૂરી તો જલસા કરતા ફરવા જઈશું. પરિવારને આ અવાજ ખૂબ ગમ્યો અને ફુલણસી કાગડાની જેમ ફુલાતા ચુનિયા સમક્ષ અહોભાવ દૃષ્ટિથી બધાએ જોયું. બહુ જ સીફતથી વિદેશ ટુરને આજુબાજુના કોઈ મંદિરમાં એક દિવસીય ટ્રીપમાં ગોઠવવાની ચુનિયાની આ ખૂબીને દેશે બીરદાવવી જોઈએ.

વિચારવાયુઃ જુદા જુદા મત ધરાવતા લોકોને પોતાની વાતમાં સર્વસમતીથી સામેલ કરવા તે કુટુંબના કે દેશના વડાની ખૂબી ગણી શકાય. ફ્લાઈટમાં દુબઈ જવાની માંગણી કરતા લોકોને પગપાળા દ્વારકા લઈ જાય તે જ સાચો મોભી.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એય ને... મારો ધુબાકા

સ્વિમિંગ પૂલ શબ્દ સાંભળતા જ ઉપરોક્ત વાક્ય સાંભળવા મળે પણ અમૂક સ્વિમિંગ પુલ પણ બાળોતિયાના બળેલા હોય. ગમે તેટલું આકર્ષણ ગોઠવો ભોજીયો ભા પણ ભીનો થાવા ન આવે.

સ્વિમિંગ પૂલની હિસ્ટ્રી મજા આવે એવી છે.

પહેલાના જમાનામાં તો માલેતુજાર લોકો જાહેરમાં ન્હાવા માટે ખાનગી વ્યવસ્થા કરતા એટલે પાણીનો હોજ ભરી ઘરમાં જ ધુબાકા મારતા અને જેટલી પત્નીઓ હોય તે બધી વારાફરતી ન્હાવાનો શોખ પૂરો કરતી.

ભૂલે ચૂકે પણ બે ભેગી ન થવી જોઈએ બાકી મોજમાં હાથ પછાડી પછાડી અને અડધો હોજ રોજ ખાલી કરી નાખે.

હવે તો વ્યવસાયિક સ્વિમિંગ પૂલ પણ એટલા થઈ ગયા છે. બબ્બે માથોડા કર્જામાં ડૂબેલા પણ તરવા માટે જાય છે.

હવે લોકો ફ્લેટ લેવા માટે કે બંગ્લોઝ લેવા માટે પહેલા એ જોવે છે કે એમીનિટીઝ શું છે અને એમાં સ્વિમિંગ પૂલ છે કે નહીં? ભલે કાંઠે ડોલ અને ડબલા લઈ અને ન્હાવું પડે પરંતુ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા તો જોઈએ જ.

હમણાં તો એક પાગલખાનામાં પાગલો માટે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો. હું તે ગામ બાજુ કાર્યક્રમમાં જતો હતો તો મને એમ થયું કે ટ્રસ્ટી ઓળખે છે તો ચાલો આંટો મારી આવીએ. બહુ બધી વ્યવસ્થાઓ દેખાડ્યા પછી ઉપરના માળેથી મને સ્વિમિંગ પૂલ દેખાડ્યો. બે ચાર ગાંડાઓ ન્હાતા પણ હતા. તેમની મોજ જોઈ અને મને પણ મજા આવી. સરખે સરખા ભેગા થઈએ તો મજા આવે જ. એવું તમે વિચારતા હશો. ઉપરથી સ્વિમિંગ પૂલ દેખાડતા ટ્રસ્ટીએ કહ્યું કે જોયું ગાંડાઓ માટે સ્વિમિંગ પૂલ બનાવ્યો છે. મેં પણ સૂરમાં સૂર પુરાવ્યો કે હા જુઓને આ ચાર પાંચ તો કેવા મોજ કરે છે, કેવા ધુબાકા મારે છે. મને કહે હજી પાણી ભરાવા દયો પછી જુઓ આ બધાની મજા. ખાલી સ્વિમિંગ પૂલમાં પણ મગજ વગરના મોજ કરી લે.

અમારા ગામમાં કાયમ તળાવમાં કે કૂવામાં કલકલીયા મારવાવાળો વર્ગ છે. છોકરો ચાલતા પછી શીખે તરતા પહેલા શીખે. કારણ કે ખાલી કોકને ન્હાતા જોવા માટે પણ જો કિનારે જાવ તો પાછળથી કોક ધક્કો મારી દેતુ એટલે હાથ પગ હલાવી અને તરતા તો આવડી જ જાય.

પણ મનુ મારવાડીને શું કબુદ્ધિ સુજી કે વ્યવસાયિક સ્વિમિંગ પૂલ બનાવ્યો.

ઉદ્ઘાટનમાં ગામ આખું આ સ્વિમિંગ પૂલ જોવા માટે આવ્યું મનુને તો એમ થઈ ગયું કે મહિનાના હજાર રૂપિયા રાખીશ તો પણ મારે ના પાડવી પડશે પરંતુ લોકો તો આ ચોખ્ખું પાણી જોવા આવ્યા હતા અને નીચે સ્કાઈ બ્લુ કલરની ટાઇલ્સની ડિઝાઇન જોવા માટે ભેગા થયા હતા.

પહેલો દિવસ મફત લાવવાનું હતું તો લાઈનમાં બે બે કલાક ઊભા રહી અને લોકો બે-બે મિનિટ ન્હાયા. આ બાજુથી સ્વિમિંગ પૂલમાં પડતું મૂકે એટલે પાછળ પડવાવાળો તેને ધક્કો મારી આગળ ધકેલે આમને આમ પહેલા પડેલો ત્રીજી મિનિટે તો સામે છેડે બહાર નીકળી જાય. આખો દિવસ આ બે-બે મિનિટની રીલે સ્વિમિંગ પ્રક્રિયા ચાલી. મનુને તો એમ જ થયું કે આ બધા જ કાલ સવારે આવી અને મેમ્બરશીપ લઈ લેશે પરંતુ બીજે દિવસ સવારથી જ કોરોનામાં જેમ મોદી સાહેબના એક જ રેડિયો સંદેશથી જનવ્યવહાર થંભી ગયો હતો તેમ સ્વિમિંગ પૂલ બાજુનો હલનચલનનો પણ વ્યવહાર અટકી ગયો.

બે મહિના સુધી મનુએ રાહ જોઈ પછી ચુનિયાની શરણમાં ગયો. અમસ્તો ચુનિયો દિવસમાં દસવાર મનુને મળતો હશે અને મનુની દરેક વાત માનતો પરંતુ તેને ખબર પડી કે મનુ ને મારી જરૂર છે એટલે ખોટે ખોટો ભાવ ખાવા માંડ્યો. આડા દિવસે સોસાયટીના નાકે આવેલી ચાની ટપરી પર અડધી ચા માટે વલખા મારતો અને મનુ આવે પછી ચા પીતો ચુનિયો તે દિવસે મનુને શહેરની સારામાં સારી કાફેમાં મિટિંગ માટે મળવા રાજી થયો.

મનુને ચુનિયાના ખુરાફાતી દીમાગ પર પૂરો ભરોસો હતો અને કાફેમાં બંને કાશ્મીર ઇસ્યૂ જેવી ગંભીર બાબત હોય તેમ બેઠા, ચુનિયાએ મનુને બે કોફી મંગાવવા કહ્યું. મનુ કાંઈ બોલવા ગયો તો તરત જ નાક પર આંગળી મૂકી અને પાછી મોદી સાહેબની મુદ્રામાં દાઢી પર આંગળીઓ ટેકવી વિચારશીલ સમાધી અવસ્થામાં ગરકાવ થયો.

આમને આમ બે-ત્રણ કોફી અને ભરપેટ નાસ્તો કર્યા પછી ઘરેથી જે વિચારીને આવ્યો હતો તે વાત મનુ પાસે રજૂ કરી.

ચુનિયાએ વાત રજૂ કરતા જણાવ્યું કે પહેલા તો તમારો ભાવ વધારે છે. ઘટાડવું પડશે. બીજું છૂટક છૂટક નહાવા આવે તેના કરતાં ટોળું નાહવા આવે તેવી વ્યવસ્થા આપણે કરીએ તો ટોળાના પૈસા છૂટક જેટલા થાય. પાણી તો હોજમાં છે એટલું જ વપરાવાનું. બધા એક સાથે ન્હાવા પડે તો આપણને શું વાંધો છે. મનુએ વાત માન્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ધીરજનો બંધ તૂટતા જ મનુએ અડધી પીધેલી કોફીનો કપ ચુનિયાના હાથમાંથી ખેચ્યો ચુનિયાને મનુનું આ પરિવર્તન સમજાઈ ગયું અને તરત જ કહ્યું કે આપણે ગામના સ્મશાન સાથે સ્વીમીંગ પુલને ટાય અપ કરીએ.

આમ પણ સ્મશાનમાં પાણીની વ્યવસ્થા છે નહીં અને ત્યાં ન્હાવા ન મળતા ઢોરના અવેડામાં ડાઘુઓ ન્હાવા જાય છે. આપણે એવું કરીએ કે સ્મશાનમાં જે કોઈ જાય તે અહીં આવી અને ખભે નાખેલું ફાળિયું દેખાડે તો ૨૦ રૂપિયામાં નાહવા દેવા. ડાઘુઓની સંખ્યા આપણે કોઈપણ ગુજરી ગયું હોય કોઈ દિવસ સો થી ઓછી હોતી નથી. અમૂક ન્હાવાના ચોર બાદ કરતાં બાકીના અહીં ન્હાવા આવશે.

મનુને આમ તો આ વાત બહુ ખરાબ લાગી. પરંતુ ગમે તેમ કરી અને સ્વિમિંગ પૂલનો ખર્ચો કાઢવાનો હતો. એટલે મને ક મને વાતનો સ્વીકાર થયો.

જગતનો પહેલો સ્વિમિંગ પૂલ હતો જે સ્મશાન સાથે કોલોબ્રેશનમાં ચાલતો હતો.

આજની તારીખમાં મનુનો સ્વિમિંગ પૂલ આ જ કારણોથી ચાલે છે. પરંતુ ઘણાંને ડોલ અને ડબલા પણ દેવા પડે છે જેથી કરી અને સ્વિમિંગ પૂલની પાળીએ બેસી મંત્રોચ્ચાર કરતાં કરતાં નાહી શકે.

જોકે ગામમાં કોઈ ન ગુજરી ગયું હોય છતાં ફાળીયા લઈને પહોંચવાવાળા પણ હોય છે. મનુને વાંધો નથી રૂપિયા ૨૦ની પહોંચ દરવાજે જ ફાટી જાય છે.

તમારા શહેરમાં પણ ક્યાંક સ્વિમિંગ પૂલ બન્યો હોય અને જો ચાલતો ન હોય તો ચુનિયાને કહેજો.

વિચારવાયુઃ સ્વિમિંગ પૂલમાં ન્હાવા જાય અને વોશરૂમ જવા બહાર નીકળે તેની સાથે કોઈપણ નાણાકીય વ્યવહાર કરાય કારણ કે તે જગતનો સૌથી મોટો પ્રમાણિક માણસ ગણી શકો.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

માળીયે ચડજો રાજ...

માળીયે ચડજો રાજ..

મેં મોટે મોટેથી રાડો પાડવાની શરૂ કરી.આવા તે ગીત હોય? જોડે રેજો રાજ... છે આ ખોટા શબ્દો ગાય છે.

ગરબા ગાઓ ખોટા ગીતના રવાડે ચડો નહીં....

મારા મોઢા પર પાણીનો એક લોટો પાણી છાંટી ઘરવાળી એ કહ્યું રાડુ શું પાડો છો? સવારના ૧૦:૦૦ વાગ્યા જાગો. સપના જોવાના સમયે સુવો છો. અને ગામ આખું કામે ચડી જાય ત્યારે જાગો છો.

મને પણ એમ થયું કે આ નવરાત્રિના દિવસો પૂરા થયા હવે 'આખિર જીસકા ડર થા વો ઘડી આ ગઈ...'

દિવાળીના દિવસો નજીક આવ્યા. તમને એમ હશે કે ફટાકડાથી હું ડરતો રહીશ પરંતુ પરણેલા માણસો નાના મોટા ધડાકાથી બીતા નથી હોતા.

ઘરમાં સફાઈ અભિયાન શરૂ થાય તેની બીક લાગે. કોઈપણ બહાનું કાઢો કે સફાઈ બહેનોએ કરવી જોઈએ પુરૂષોને તેમાંથી બાકાત રાખવા જોઈએ તો તરત જ મોદી સાહેબનું નામ આપશે કે સફાઈ અભિયાન એક પુરૂષ દ્વારા જાહેર કરાયું તો પુરુષનો ફાળો હોવો જોઈએ ને? અને જ્યાં સુધી લાકડીવાળું ઝાડું પહોંચે ત્યાં સુધી તો અમે તમને હડકાવીએ પણ નહીં. પણ ટેબલ પર ચડવાની વાત આવે ત્યાં અમે તમને કહીએ.

આ વાત મને ગળે ઉતરી કારણ કે ટેબલ છે એ ૭૦-૮૦ કીલો સુધી તો વજન સહન કરે પરંતુ ૧૦૦ કીલો ઉપર તો કંપની પણ ગેરંટી આપતી નથી. મને કહે 'નથી ને ક્યાંક એકાદ પાયો તૂટે તો?' મેં તરત જ કહ્યું કે સાચી વાત છે બહુ મોટું નુકસાન થાય. મનોમન તે ખુશ થઈ કારણ જિંદગીમાં પહેલીવાર મેં તેની ચિંતા કરી તેવું તેને લાગ્યું. અહીં હું અટકી ગયો હોત તો વાંધો ન હતો. મેં મારી મૂર્ખાઈનું પ્રદર્શન કર્યું. બહુ મોટું નુકસાન થાય ત્યાં અટકી જવાનું હતું. મેં વાક્ય આગળ ચલાવ્યું લગભગ નવું ટેબલ લેવું પડે એટલે અંદાજિત ૨૦૦૦નું નુકસાન તો ખરું જ.

ખલ્લાસ.... સુતળી બોમ્બ હાથમાં ફૂટ્યો હોય તેવી ઘટના ઘટી.

તમને તમારા ટેબલની પડી છે અમારી કોઈ કિંમત નથી. આ તો અમારા પગના દુખાવાને કારણે તમને કહેવું પડે બાકી તમને બોલાવેય કોણ?

વચ્ચે કહી દઉં કે નવરાત્રિના આગલા દસ દિવસથી ગરબા રમવા જાય છે અને ઢોલની પહેલી ડાંડીથી લઈ અને ઓરકેસ્ટ્રાવાળા ડ્રમ સેટ તબલા, ઢોલ બંધ કરી અને ઘરે જાય ત્યાં સુધી રમે છે. તમને એવું થતું હશે કે સંગીત બંધ થઈ ગયા પછી થોડા રમાય પરંતુ મારા ઘરવાળા સંગીતના ભણકારા ઉપર પણ બે કલાક રમી શકે છે.

વિચાર કરો રોજ અઢી-ત્રણ કલાક ગરબા રમવામાં પગ ના દુખે પરંતુ ૧૫ મિનિટ ઘરનું કામ કરવામાં પગ કમર, પગ બધું દુખે.

પુરુષ માત્ર ના જન્મ ના ગ્રહો ગમે તે હોય પરંતુ જેવી નવરાત્રિ પતે એટલે સ્વગૃહે ગ્રહ દશા માઠી થઈ જાય. આખું વર્ષ આપણે શરીર સાચવી અને ચાલ્યા હોઈએ પણ દિવાળીના દિવસો પહેલા કામ કરાવી કરાવી પિંજારો જેમ નવું ગાદલુ બનાવી અને લેવલ કરવા લાકડીઓના પ્રહાર કરે અને ગાદલું જેવું ઢીલું થઈ જાય તેવા ઢીલા કરી નાખે. અને બહેનપણીનો ફોન આવે તો ઢીલા સ્વરે કહેશે જોને આ દિવાળીનું કામ, મારા સિવાય બીજું કોણ કરે? તમારા ભાઈ તો સળી ભાંગીને બે ન કરે. બીચારો ભલેને કામ કરી કરી અને આખો ભાંગી ગયો હોય. મને તો ઘણીવાર એવું થાય કે પતિ થવા કરતા વડાપ્રધાન થવું સારું. કોઈપણ પ્રકારનું કામ તો કરવું ન પડે.

જોકે સમજદાર પત્નીઓ સીધો પ્રહાર નથી કરતી પરંતુ દિવાળીના આગલા દિવસોમાં ઘીમાં રસબસતો શીરો બનાવી ખવડાવી અને પતિને પોતાના વશમાં કરી લે છે. (કુરબાનીનો બોકડો શણગારાય બહુ) અને પછી ધાર્યું કામ કરાવે છે. હરખ પદુડો શીરા ભક્ત પતિ પેન્ટમાંથી પાયચા કાપીને બનાવેલ બર્મુડા અને કાણાવાળું ગંજી પહેરી અડધી ચા ના ટેકે સવારથી સાંજ સુધી કામ ખેંચી નાખે છે.

માળિયામાં ચઢવાનું મુહૂર્ત વહેલું કે મોડું દરેકના નસીબમાં હોય જ છે.

અને અમુક પતિદેવો જાતે જ ચઢી જાય છે. કારણ કે ભૂતકાળ ત્યાં ભંડારાયેલો હોય છે. ઘરવાળીના હાથમાં આવી જાય તો વર્તમાનમાં થયેલો ડખો આવનારું ભવિષ્ય ધૂંધળું કરી નાખે તેની બીક સાહજીક હોય છે.

શરદપૂર્ણિમા પછી જેના ઘરમાં સારી વાનગીઓ બનવાનો ચાલુ થઈ જાય તો સમજી લેવું કે ઘરકામનું મુરત વહેલું છે.

કામવાળી સંદર્ભે મને એક બ્રહ્મજ્ઞાન થયું હતું કે તમારી ઘરે કામ કરતા હોય તે તમારી સાસુના ઘરે કામ કરતા ન હોવા જોઈએ. અમે દર રવિવારે સાસુને ત્યાં કામ કરતી કામવાળીને ઘર ઝાપટવા માટે કામે રાખી હતી. બે રવિવાર ખૂબ કામ રહ્યું એટલે વેર વાળવા માટે સાસુને ત્યાં ફરિયાદ કરી કે તમારી દીકરીનું ઘર ચોરાના અવેડા જેવું છે. તમારા ઘરની અસ્તવ્યતાની ચાડી તમારા સાસુના ઘરે જઈ અને ફરિયાદ સ્વરૂપે રજૂ થાય. સાસુ પણ મહોલ્લામાં બીજે વાત ના પ્રસરે તે માટે થઈ અને સાંજે તેની દીકરીને ફોન પર ધમકાવે અને ઘર સાફ રહેવું જોઈએ તેવી સૂચના આપે. થોડા રવિવાર મારા ઘરવાળાએ બધું સહન કર્યું. હવે તો એવું થાય છે કે જે રવિવારે કામવાળી આવવાની હોય તો શનિવારે આખું ઘર મારી પાસે સાફ કરાવે છે. કામવાળીએ તો આવી અને ખાલી ઇન્સ્પેક્શન કરવાનું હોય. મને તો એવું લાગે કે હું ઓડિટ કરવાના પૈસા કામવાળીને આપું છું. સાંજે સાસુનો ફોન આવે કે વાહ હવે ઘર સાફ રાખતા તું શીખી ગઈ. બસ આટલું સાંભળવા માટે થઈ અને શનિવારે મારે ધરાહાર સફાઈ અભિયાન કરવું પડે છે.

ચાલો આ બધું વાચવાથી કે લખવાથી ટાઇમપાસ થશે બાકી માળીયે ચઢવાનું તો ફરજિયાત જ છે. ઉપાડો જૂનું પેન્ટ, ચલાવો કાતર, બનાવો બરમુડો અને ધારણ કરો જુનુ ટી-શર્ટ અથવા ગંજી આ બધાનો સરવાળો એટલે ''માળિયામાં ચડતો મનજી'' થઈ જાવ.

વિચારવાયુઃ લોકોને ઘર સાફ જોઈએ છે તિજોરી ''સાફ'' નથી જોઈતી.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજે ઓફિસમાં બોસ નથી આવવાના એવા સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા.

કર્ફ્યુમાં અડધી કલાકની છૂટ આપી હોય અને આખા દિવસનો માલ ખરીદી કરવાનો હોય અને બજારમાં જે ભીડભાડ સર્જાય એવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું. એક ટેબલથી બીજા ટેબલ લોકો જાણે પિકનિક માણવા આવ્યા હોય તેમ ફરવા લાગ્યા. એટલામાં કોઈએ રાડ પાડી કે દસ મિનિટમાં સાહેબ આવે છે. પણ જુગારીઓ જેમ રેડ પડવાની ખબર મળતા જ બાજી અને ટેબલ સંકેલી લે અને જાણે કશું બન્યું જ નથી તેવું વાતાવરણ ઊભું કરે તેવું વાતાવરણ ઓફિસનું થઈ ગયું.

પછીની ૩૦ મિનિટ સરસ કામ થયું પરંતુ સાહેબ આવ્યા નહીં. આમ અડધો દિવસ સુધી વાતાવરણ આવે છે નથી આવતા આવે છે નથી આવતા વચ્ચે ઘેરાયેલું રહ્યું. હવામાન ખાતાની આગાહી જેમ એક પણ આગાહી સાચી પડી નહીં પછી છેવટે જિગ્લીના વર કૌશલે જાહેર કર્યું કે આજે સાહેબ નથી જ આવવાના અને તે અંબાલાલની આગાહી જેમ સાચું પડ્યું.

વચ્ચે એક વાત કરી દઉં કે જેના બૈરા દાધારિંગા હોય તે વર બૈરી ના નામે ઓળખાય. મળે ત્યારે પણ મંગુડીના વર તરીકે મળે અને મરે ત્યારે પણ મંગુડીના વર તરીકે મરે. વર તરીકે કોઈ કારનામાં એવા કર્યાનો હોય કે સમાજમાં નામ થાય પણ વહુ તરીકે મંગુએ આખું ગામ માથે લીધું હોય. તમારી આજુબાજુ પણ આવા કેટલાય નીતલીનો વર કે દકુડીનો વર હશે જ.

હું પાછો આડા ફાટે ચડી ગયો ચાલો પાછા ઓફિસમાં આટો મારીએ. તો જે દિવસે સાહેબ આવવાના ન હોય તે દિવસે આઝાદીનું પર્વ ઉજવાય. અમારે મન તો એ જ ૧૫ ઓગસ્ટ અને બપોર પછીનો અમારો ઓફિસનો વિષય હતો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ.

ખબર પડે કે ના પડે પણ જેને સમય જ પસાર કરવો હોય તેને જ્ઞાન સાથે લેવાદેવા ના હોય એ ચર્ચામાં ઉતરી જ પડે. ખાસી એક કલાક ઊંઘ પતાવી અને મનુ મેદાનમાં આવ્યો અને ટપકું મૂક્યું અમાસનું યુદ્ધ જમાવટ લઈ ગયું છે.

પાછળથી ટાઈપિસ્ટ રોઝી ખડખડાટ હસી પડી અને બોલી અમાસ નહીં હમાસ.

મનુ કહે એ બધું એક જ તમે સમજી ગયા ને કેટલા બોમ્બ ઝીંક્યા.

જાની ચુટકી લેતો ચાની ચુસકી લેતો જગો બોલ્યો તે બોમ્બ બનાવ્યા હોય તો કાંઈ દિવાળીએ ફોડવા માટેના ન હોય. અને બહુ વિચાર કરો ને તો આપણે ગયા વર્ષના બોમ્બ આ વર્ષે કેમ ફુશકી થઈ જાય છે. એમ આ બોમ્બ પણ પડ્યા પડ્યા નકામા થઈ જાય. અને ઉપરથી ધડાધડ જીકાતા હોય અને સુરસુરિયાની જેમ ફૂટે તો ઇઝરાયેલની આબરૂ પણ શું રહે.

વિચાર કરો કે પેલેસ્ટાઇનમાં આતંકવાદીઓની મિટિંગ ભરાણી હોય અને ઇઝરાયેલ ઉપરથી બોમ્બ ફેંકે અને જુના બે-ત્રણ વર્ષના હોય ફૂટે નહીં અને વાટ ખાલી સુરસુર થઈને બંધ થઈ જાય તો આતંકવાદીઓ છેલ્લે બધા બોમ્બની વાટ ભેગી કરી બોમ્બ અડધા અડધા ખોલી તેમાંથી દારૂ ગોળો કાઢી અને છોકરાઓને ઊંબાડિયા કરવા માટે આપી દે.

આતો ઇઝરાયેલ છે તેની પાસે દામાદ જેવી સંસ્થા પણ છે. કોઈ નવી માહિતી આપતો હોય એમ એકાઉન્ટન્ટ નવીન કોલર ઊંચા કરી અને બોલ્યો.

બધાના કાન ઊંચા થયા કે આ કઈ સંસ્થાની વાત કરે છે. બે-ત્રણ જણાએ તો બીલ બાકી હતા એટલે નવીનનો વિરોધ ન કર્યો પરંતુ જેના બીલ પાસ થઈ ગયા હતા તે નવીનની સામે આવી અને ઊભા રહી ગયા કે દામાદની કોઈ સંસ્થા ન હોય. તે તો એકલા રખડતા હોય તું જે કહે છે તે મોસાદ છે. અને જો મોસાદને ખબર પડશે કે તું નામ બદલાવે છે તો પહેલો બોમ્બ તારા ઘરે ફેકશે.

પેલેસ ટાઈમ કોઈના બાપનું માને નહીં પણ ઇઝરાયેલ ગમે તેના ભુકા કાઢી નાખે ચર્ચા એ હદ સુધી પહોંચી કે બે વર્ગ પડી ગયા એક ઇઝરાયેલવાળા અને એક પેલેસ્ટાઇનવાળા. હકીકતમાં કોઈને ખબર ન હતી કે આ યુદ્ધ સેના માટે લડાઈ છે. પણ ચર્ચામાં અહીં યુદ્ધ છેડાઈ ગયું.

ઇઝરાયલે સાડા પાંચસો બોંબ ઝીંક્યા. તો સામે પેલેસ્ટાઇન સમર્થકોએ કહ્યું કે વ્યાજબી રાખો એટલા તો એમની પાસે હતા પણ નહીં. જાણે કેમ પણ મોસાદની સંસ્થાનો રોજ રસોડાનો હિસાબ આ બધા રાખતા હોય એટલા વિશ્વાસથી દલીલો કરતા હતા.

કેટલા મર્યા તેમાં પણ વિવાદ થયો મારી જેવા બે ચાર જણાએ સલાહ આપી કે આપણે ક્યાં ઘરે ઘરે ઉઠમણે જવાનું છે. અને આટલા બધા જો ગુજરી ગયા હોય તો બે-ચાર ઘરે ઉઠમણામાં નહીં જાવ તો પણ ચાલશે.

વાતાવરણમાં ગરમી ફેલાઈ ગઈ હતી અને હવે મિસાઈલ કે બોંબની જેમ સામસામે પેપર એટલી જ વાર હતી ત્યાં ફરી અવાજ આવ્યો કે સાહેબ એમના ઘરવાળા સાથે ઓફિસમાં પ્રવેશી ચૂક્યા છે.

બેં જીણકા દેશ બાજતા હોય અને અચાનક યુએનનું પ્રતિનિધિ મંડળ નાક ઉપર આંગળી રખાવે અને મોટેથી રાડ પાડે ચૂપ અને નિરવ શાંતિ છવાઈ જાય તેવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું. જેટલી રિવોલ્વિંગ ચેર ઢસડી અને એકબીજાના ટેબલ સુધી પહોંચી હતી તે ફરી બેઠા બેઠા ઢસડી અને પોતાની જગ્યાએ પહોંચ્યા. ચર્ચા કરવામાં સાંજે ઓફિસ ૫ વાગ્યે છૂટી જાય પણ ૬ વાગી ગયા હતા છતાં આખી ઓફિસનો સ્ટાફ હાજર હતો. સાહેબની એન્ટ્રી થઈ અને તમામ લોકો પોતપોતાના ટેબલ પર નીચી મુંડીએ બેઠા હતા એ જોઈ અને સાહેબ ખુશ થઈ ગયા અને તેમની પત્નીને કહ્યું કે જો આ મારો સ્ટાફ છે. પાંચ વાગ્યે ઓફિસ છૂટી જાય છતાં કામના ભાર નીચે ૬ વાગ્યા સુધી કામ કરે છે. આવો સ્ટાફ ક્યાં મળે?

આજે ઓફિસના તમામ સ્ટાફને મારા તરફથી નાસ્તો કરાવવામાં આવશે. આખો સ્ટાફ વિચારતો રહ્યો કે રોજ વ્યવસ્થિત કામ કરીએ છીએ અને કોઈ દિવસ નાસ્તો ખાવા ન મળ્યો આજે ગામ આખાની મગજમારી કરી તો નાસ્તો ઝાપટવા મળશે.

ખરેખર લોકોની પરિસ્થિતિ પણ આવી જ છે સમજાતું નથી કે કયું કામ કરવાથી શું ફાયદો અને શું ગેરફાયદો.

વિચારવાયુઃ ખરેખર આ ખાડી યુદ્ધ છે ને એની જગ્યાએ રોડ ઉપર કરે ને તો વ્યવસ્થિત બાજી શકાય.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પિતૃઓના શ્રાદ્ધ માટે કાગડાઓને સુગર ફ્રી ખીર અને બાફેલા શાકભાજી મૂકવાની વાત કરે છે. બાપુજીને સાડા ચારસો ડાયાબિટીસ રહેતું હતું જીવતા જીવતો કોઈએ ધ્યાન ન રાખ્યું પરંતુ મર્યા પછી મારે ધ્યાન રાખવું જોઈએ આવું કહી અને પોતાની રીતે મેનુ સેટ કર્યું છે.

કાગડાઓની જમાતમાં પણ હાહાકાર મચી ગયો છે એક બે કાગડાઓએ ખીરમાં ચાંચ મારી પરંતુ આજુબાજુની અગાસીઓ ઉપર ગળે ખીર ખાઈ અને સુગર ફ્રી ખીર ખાવા કોઈ કાગડા આવતા નથી. કાગડાઓએ લાકડીયો તાર તેના સમાજમાં મોકલી દીધો છે કે મનસુખની અગાસી ઉપર કોઈએ જાવું નહીં.

કાગડાની લેટેસ્ટ પેઢી તીખું તમતમતું અને ધમધમાટ ખાવા ટેવાયેલું છે. તેમાં બાફેલા શાકભાજી કોણ ખાય? અને જેટલા ઉમરવાન કાગડા છે તેમણે લાંબી મુસાફરી ટાળી છે એટલે મનસુખની થાળી અગાસીમાં એમનેમ પડી છે.

મનસુખે કુટુંબીઓ ઉપર ધોંસ બોલાવી કે પિતૃઓ હજી નારાજ છે. બા ને પણ ખખડાવ્યા કે તમે શું કામ અગાસી ઉપર ગયા હજુ પણ બાપુજી તમારાથી બીવે છે એટલે અગાસી ઉપર એક પણ કાગડો લેન્ડ થયો નથી.

મનસુખ નો આમ તો પહેલેથી જ આવું છે કોઈની વાત માને નહીં એને જે કરવું હોય એ કરે.

હમણાં એક દિવસ કૂતરાની પૂંછડીમાં લોખંડનો નાનકડો પાઇપ ભરાવતા હતા. આખું કુટુંબ અને મિત્રોએ સમજાવી સમજાવીને થાક્યા કે કૂતરાની પૂંછડી કોઈ દિવસ સીધી થાય નહીં તો ૬ મહિના પાઇપ ભરાવી રાખીશ તો પણ નહીં બહુ મગજમારી પછી મનસુખ બોલ્યો કે મારે પૂંછડી સીધી નથી કરવી પાઇપ વાંકો કરવો છે.

વચ્ચે બીડીનો બંધાણી થઈ ગયો હતો. મને ચુનિયાએ કહ્યું એટલે મેં મનસુખને ફોન કરી અને પૂછ્યું રોજની કેટલી બીડી પીવો છો તો મને કહે એક જ સળગાવું છું એટલે મેં કહ્યું કે એકાદ બીડી હોય તો બહુ વાંધો નહીં એક ઝાટકે છોડી શકાય. ચુનિયો કહે બીડી એક જ સળગાવે છે અને બાકીની બીડીઓ એ સળગતી બીડીમાંથી સળગાવે છે. એટલે એક પછી એક બીડી પીવે છે. રોજની ૫-૬ જુડી ખાલી કરી નાખે છે. મનસુખને મનમાં આવડતી હતી એટલી ડીક્ષનરી બહારની શબ્દ રચનાથી મેં સમજાવ્યો. મેં કહ્યું તારે બીડી શું કામ પીવી જોઈએ તો મને કહે સિગરેટ પોષાતી નથી એટલે. મહા મહેનતે વ્યસન મુક્ત કર્યો.  કાયમી કામ ધંધો કશો કર્યો નહીં જેની સીઝન હોય તેનું કામ કરે, પતંગની સીઝનમાં પતંગ-દોરાનો ધંધો કરે.

પણ કોઈ દિવસ જથ્થાબંધ વેપારીઓ પાસેથી તેણે ખરીદી નથી કરી કાયમ ૮,૧૦ પતંગ લૂંટવાવાળા છોકરાઓ જ રાખ્યા છે. લૂંટી લૂંટી અને જમા કરાવે મનસુખ એ વેચે. આ વખતે ઉતરાયણ ઉપર તેને ત્યાંથી ફીરકી લીધી તો ઉપર ૧૦૦ મીટર જેટલી જ ગુલાબી દોરી આવી ત્યારપછી અંદરથી કલરે કલરની દોરી મેં ફરિયાદ કરી તો કહે લૂંટેલો માલ છે એક જ કલર નો તો કેમ નીકળે?

દિવાળીમાં ઘર બહાર રંગોળી કરી હોય તો અડધી રાત્રે એ તમામ રંગોળીઓમાંથી વ્યવસ્થિત રીતે કલર જુદી જુદી ડબીમાં ભરી અને ધૂળેટીએ વેચે છે.

દિવાળીના દિવસોમાં જૈન ફટાકડા વેચે છે. મેં કહ્યું આ જૈન ફટાકડા કેવા હોય તો મને કહે પથારીમાં ગોદડુ ઓઢી અને અંદર સળગાવો છતાં સળગે નહીં તેને જૈન ફટાકડા કહે. ફૂટે નહીં એટલે અવાજ પણ ના આવે. અવાજનું પ્રદૂષણ ન થાય ધુમાડો ન થાય એટલે વાતાવરણ પ્રદૂષિત ન થાય. અને ફટાકડા લઈ આવો ફોડવાનો પ્રયત્ન કરો એટલે દિવાળી એ તમે ફટાકડા નહોતા ફોડ્યા એવું પણ ન લાગે. અને કોઈને ૧૦૦ રૂપિયાથી વધારે ના ફટાકડા દેવાના નહીં લોકો ૧૦૦ રૂપિયા જતા કરે હજી સુધી કોઈ બાજવા આવ્યું નથી. અને કદાચ એકાદ નંગ આવી જાય તો કંઈ પણ દઉં કે જૈન ફટાકડા છે અને ઝઘડો કરવો હોય તો જૈન રીતે કરો. પાંચ ફૂટ છેટા ઊભા રહી અને સાહિત્યિક ભાષામાં મને વઢી લ્યો.

મનસુખના દીકરાના લગ્નનો કિસ્સો જાણવા જેવો છે બધું જ નક્કી થઈ ગયા પછી વિડીયોગ્રાફર નક્કી થયો ન હતો અને મનસુખે સ્પષ્ટ કહી દીધું હતું કે વિડીયોગ્રાફરની જરૂર નથી મેં વ્યવસ્થા કરી લીધી છે.

લગ્નના દિવસે બાજુના ગામમાં સરકારે ગોઠવેલા સીસીટીવી કેમેરા રાતો રાત ત્યાંથી ઉતારી આખા મંડપમાં લગાડી દીધા હતા. નાનકડી જગ્યામાં ૫૦ કેમેરાથી શૂટિંગ કર્યું.

મને ખબર પડી એટલે મેં તેને કહ્યું કે આ તો ગુન્હો કહેવાય. મને કહે મારે ક્યાં રોજ લગન કરાવવા છે. આપણે દરેકના લગ્નમાં સહકુટુંબ જમી આવ્યા હોય આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે બધા રાહ જોઈને જ બેઠા હોય. જેટલાને બોલાવ્યા હતા એટલા જ આવ્યા છે કે વધારાના કોઈ આવી ગયા છે ? ભલે તે ખૂણે ખાચરે ગમે ત્યાં સંતાય પણ આપણા સીસીટીવી કેમેરાની બહાર ન જાય. અદાણી કે અંબાણી ના લગ્ન હોય તો પણ આવડા નાના વિસ્તારમાં ૫૦ કેમેરાથી શૂટિંગ તેમણે નહીં કર્યું હોય અને મારું કામ પતી જાય એટલે પાછા સરકારને સુપ્રત કરી દેશું. આમ પણ આ ૫૦ કેમેરામાંથી અડધા તો બંધ છે. આમ સરકારી સીસીટીવી કેમેરાથી ઘરનો પ્રસંગ ઉકેલી લે તે અમારો મનસુખ.

તમારે મનસુખ ને મનાવવો હોય તો પ્રયત્ન કરવા જેવો ખરો. આમ તો ન મનાવો તો સારું કારણ આવા ઘટકડા મનસુખ જ કરી શકે.

વિચારવાયુઃ મર્યા પછી પિતૃઓનું શ્રાદ્ધ ભલે કરો પરંતુ જીવતા મા-બાપને શ્રદ્ધાથી સાચવજો. તમારા પિતૃઓ રાજી જ રહેશે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચુનિયાએ આ કટોકટીની પરિસ્થિતિમાં પણ ધંધો ગોઠવી લીધો છે અને તે તેની કોઠાસૂઝ ગણી શકાય. આજે સવારે મારી પાસે આવી અને મને બે કંકોત્રી આપી ગયો અને જાણે તેના ઘરના પ્રસંગે મને આમંત્રણ આપતો હોય તેમ લળી લળી અને આવવાનું જ છે સહકુટુંબ, તેવું આમંત્રણ પણ આપી ગયો. મેં બંને કંકોત્રી જોઈ તો એક જ પાર્ટીની અને બેમાંથી કોઈને હું ઓળખતો નહોતો મેં કહ્યું કે, 'તારા ઘરના પ્રસંગ હોય તો બરાબર છે આ અજાણ્યાની કંકોત્રી મને શું કામ બટકાવે છે? એવું હોય તો મારો ૧૫૧-૧૫૧ નો ચાંદલો લખી લે.' મને કહે, 'તમે સેલિબ્રિટી છો એટલે દરેકને એવું હોય કે મારા પ્રસંગમાં આવે તો પ્રસંગ યાદગાર બને અને આ આપણો નવો બિઝનેસ છે એટલે તમારે આવવું જ પડશે.' મે પુછ્યું 'શેનો બિઝનેસ શરૂ  કર્યો છે'? તો કહે 'આ મંદીના માહોલમાં લોકોના લગ્ન કરાવી આપવાનો બિઝનેસ, દરેકને હું ફાયદા જણાવું છું. અત્યારે કેટલા ઓછા ખર્ચમાં પતી જાય તે સમજાવું છું સમજી જાય તો બંને ખર્ચના ડીફરન્સના જે પૈસા થાય તેના  ૧૦ ટકા લઈ લઉં છું'. વાતમાં મને પણ રસ પડયો એટલે મેં વિગત જાણવા માટે અડધી ચા નો ઓર્ડર આપ્યો અને બેસાડ્યો ચા આવે ત્યાં સુધીમાં તેના ખુરાફાતી મગજનું ઓપરેશન મેં ચાલુ કર્યું.

ચુનિયાએ ચાની રાહમાં ચાલુ કર્યું. અત્યારે લગ્નનું નક્કી થાય એટલે તરત જ હોટલ બુક કરીશું કેટલા દિવસ કરીશું અને એમાં પણ વેવાઈ અકોણો હોય તો જામી પડે કે ડેસ્ટિનેશન વેડિંગ કરો. અરે ભાઈ ચાર બેંકના હપ્તા ચાલે છે.

ઘરે સાંજે ખીચડી કઢીથી ચલાવી લો છો અને વેવાઈને ઘરે જાવ ત્યારે કંસાર બનાવડાવો છો? અને એમાંય વચ્ચોવચ ઘી માટે ખાડા કરો છો? સામેવાળાને તો એમ થાય કે આ ખાડામાં જ આ મહાશયની સમાધિ બનાવી ધરબી દેવા જોઈએ.

આવા સંજોગોમાં ચુનિયાને યાદ કરી લોકો બોલાવે છે. ચુનિયાની વાતની નાંખણી જ એવી હોય કે કંસારમાં ઘી માટે ખાડો કરતો વેવાઈ ત્રણ ટંકના લાંઘણ ખેંચી આર્ય સમાજમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય. વેવાઈ હારે વાત  કરતા કરતા વચ્ચે વચ્ચે ઇન્કમટેક્સ અને ઈ.ડી.ના ફોન ચાલુ હોય. વેવાઈના ચહેરા ઉપર જો તેમ છતાં કરચલી ન પડે તો એકાદ ફોન સીવીઆઈનો પણ વચ્ચે આવી જાય.. તમને એમ છે ને કે ચુનિયાને આટલી બધી ઓળખાણ પરંતુ હકીકત એવી છે કે આ ત્રણ ખાતાના અધિકારી તરીકે તેના જ ત્રણ લેણીયાત મિત્રો પાનવાળો, ચા વાળો અને પંચરવાળો તેના નંબર ફોટા નામ સાથે સ્ટોર કરેલા છે. જૂની ઉઘરાણી પાકી જાય તેવી આશાએ ત્રણેય તેની મદદ કરે છે. આ ત્રણેય અધિકારીઓ સાથે વાત કરતા કરતા  સામે અજડ વેવાઈ સાથે પણ વાત કરતો જાય. ''ખોટા ખર્ચા કરે છે. અને તેમની પાસે આ હિસાબે ઘણા રૂપિયા હશે તો રેડ પાડો એવું જણાવે છે''. આટલી વાત કર્યા પછી ચુનિયો પાર્ટીને કહે છે કે આ એક પાર્ટી માનતી નથી  એટલે પછી આ રસ્તો અપનાવો પડ્યો. તમારી જેવા બધા સમજુ ન હોય. બસ આ માસ્ટર સ્ટ્રોક માર્યા પછી તાકાત છે કે કોઈ ચમરબંધી ચુનિયાની વાત ન માને?

બંને પાર્ટી જે ખર્ચ કરવાની હોય અને પછી જે ખર્ચ હવે થવાનો હોય તેના ડીફરન્સના ૧૦% બંને પાર્ટી હસતા મોઢે ચુનિયાને આપે.

ખરેખર આમ જુઓ તો બેરોજગારી છે જ નહીં જેની પાસે થોડું મગજ છે અને જેને કામ કરવું છે તે શ્રાદ્ધમાં કાગડા ભેગા કરવાનો કોન્ટ્રાક્ટ લઈને પણ કમાઈ શકે છે.

હમણાં મારે મુંબઈ કાર્યક્રમ હતો બોરીવલી ઉતરી અને પારલા જવું હતું. ટ્રેન બંધ હોવાને કારણે બહાર નીકળી અને ટેક્સી કરી હું બરાબર મલાડ પહોંચ્યો ત્યાં એક ફરસાણવાળાની દુકાન વખણાય છે અને હું ખાવાનો શોખીન  એટલે પાછળ બેઠા બેઠા મેં ટેક્સીવાળાના ખભા ઉપર હાથ મૂક્યો. હજુ હું ઊભા રહેવા માટે કહું તે પહેલા તો એટલો બધો ગભરાઈ ગયો શ્વાસ અધર ચડી ગયો છાતી ધમણની જેમ ફુલવા લાગી અવાજ નીકળવાનો બંધ થઈ ગયો  પરસેવે રેબજેબ થઈ ગયો મને એમ થયું કે આને હૃદય રોગનો હુમલો આવ્યો કે શું અને આજે મારો કાર્યક્રમ રખડી પડશે કારણ કે આને દવાખાને લઈ જવો પડશે હું મુંબઈના ટ્રાફીકની ઝડપે મારુ મગજ ચલાવતો હતો ને ટેક્સી ઊભી  રહેતા જ મારી પાસે પાણી હતું તે તેના મોઢા પર છાંટીઓ તેને પાણી પીવડાવ્યું અને પૂછ્યું કે ભાઈ તારી તબિયત બરાબર છે ને શું થયું? પાંચેક મિનિટ પછી સ્વસ્થ થયો અને કહ્યું કે ભાઈ તમારો વાંક નથી ટેક્સીમાં આજે મારો પહેલો દિવસ છે અત્યાર સુધી હું સબવાહિની ચલાવતો.

આખી વાતનો મને તાળો મળી ગયો સબવાહિનીમાં કોઈએ પાછળથી ખભે હાથ મૂક્યો ન હોય અને જો મૂકે તો અત્યાર સુધી તે કોઈ પણ પ્રકારની ગાડી ચલાવવા માટે આ પૃથ્વી ઉપર ન રહ્યો હોય. લોકો મંદીના વાતાવરણમાં ગમે ત્યારે ધંધો બદલી નાખે છે. લોકો જુગાડું થઈ ગયા છે અને બહારના પણ એટલા સરસ બનાવતા થઈ ગયા છે હમણાં મારે બાકી નીકળતા ૫૦૦૦ રૂપિયા ચુનિયા પાસે માગ્યા તો મને કહે હમણાં રહેવા જ દેજો આ ઇઝરાઇલે પેજર બોમ્બ ફોડ્યા તેમાં ઇકોનોમી હલી ગઈ છે. મને આખા શરીરમાં ધ્રુજારી આવી ગઈ કે લેબેનોનમાં પેજર બોમ્બ ફૂટે એમાં ચુનિયાની ઇકોનોમી કઈ રીતે હલી જાય? મેં તો પૂછી પણ નાખ્યું તો મને કહે હું પહેલા પેજર વાપરતો અને એક પેજર જૂનું જે મારો છોકરો દોરી બાંધી અને ગાડી ગાડી રમતો તે મારા એક મિત્રને સાફસૂફ કરી અને વેંચ્યું હતું. મને ચિંતા થઈ કે આપણા લગી રહેલો આવે તેના કરતાં ડબલ પૈસા દઈ અને પેજર પાછું લઈ લેવું. સાવ ધડ માથા વગરની વાત પણ તમે તેની સાથે શું દલીલ કરી શકો?

વિચારવાયુઃ ચાની ટપરી પર ચર્ચા હતી કે મંદી ખૂબ છે. બે ચાર ખબે ખેસ નાખેલા મિત્રો બોલ્યા ચાર પક્ષના જુદા ખેસ ખભે રાખો પછી જુઓ કેટલી ખેસ આવે છે. મંદી દૂર દૂર સુધી નડશે નહીં.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

અમારા પાડોશીના દીકરાએ છેલ્લા બે દિવસથી ઉપાડો લીધો છે રોતો જાય અને એક જ વાક્ય બોલતો જાય ''પપ્પા મગર જોવા લઈ જાવ''.

આવા બધા મુદ્દા વાયા ચુનિયા મારા લગી આવે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં મુંબઈ જેવો ભારે વરસાદ પડ્યો અને સૌરાષ્ટ્ર ગુજરાતવાળા ત્રાહિમામ પોકારી ગયા. અમારે તો મિલીમીટરથી ઉપર સેન્ટીમીટરમાં વરસાદ જાય એટલે આ રેલી ટીમના કેપ્ટન જેવું મોઢું થઈ જાય. જ્યારે ગયા અઠવાડિયે તો ગુજરાતમાં ફૂટમાં વરસાદ પડ્યો.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી એટલે મગરોનું મોસાળ.

મગરોના મનમાં પણ શું થયું હશે અને મોજમાં આવી ગઈ હશે તે શહેર આખામાં ચાલ શક્તિની પરાકાષ્ઠા સમા મોહરા પહેરેલા માણસોને જોવા નીકળી પડી.

વિશ્વામિત્રીમાં નાહી ધોઈ અને શહેર આખામાં ફુલપ્રુફ પ્રામાણિક નેતાઓની કૃપાથી મગરો મોજથી શહેરમાં ફર્યા. એમાં પણ મીડિયાવાળા પણ મગર કોઈ દિવસ જોઈ ન હોય તેમ ઝૂમ કરી કરી અને એકને એક મગર ૫૦ વાર ૨૪ કલાક સુધી દેખાડી. મગરોએ પણ ટીવીમાં પોતાની સુંદરતા જોઈ અને બીજા મગરોને મોસાળમાંથી ફરવા બોલાવી લીધા. અને પછી તો ગુજરાતીમાં કહેવાય છે ને કે તમાસે કો તેડાં નહીં હોતા. જોકે મગરો પણ બહુ કો-ઓપરેટીવ હતા તેણે કોઈ માણસોને નુકસાન ન પહોંચાડ્યું અને નેતાઓ ઘરની બહાર નીકળ્યા નહોતા.

ટીવીમાં મગર જોઈ અને કંજૂસ કડકા કુમુદકાકાના દીકરાના દીકરાએ ઘર માથે લીધું કે મને આ બધી મગરો જોવા લઈ જાવ.

છોકરાને સમજાવવા જ્યારે હું ગયો ત્યારે સાચી હકીકતની મને ખબર પડી કે કુમુદકાકા સાથે જૂની અને બારમો ચંદ્રમા અને ભૂતકાળમાં ચોર કે ઘર મોરની જેમ ચુનિયાને કુમુદકાકા ચાર-પાંચવાર બાટલીમાં ઉતારી નુકસાન પહોંચાડી ચૂક્યા હતા. શાતિર જુનીઓ મોકાની રાહ જોતો હતો અને છોકરાના છોકરાને એક ચોકલેટ ચગળી અને પૂરી કરે ત્યાં સુધીમાં એવો સમજાવ્યો કે પ્રાણી સંગ્રહાલયમાં જે મગર હોય છે તે ખોટી હોય છે સાચી મગર અત્યારે વડોદરામાં છે તે. એવું પણ સમજાવ્યું કે મગરને ખાવાના બિસ્કીટ સાથે લઈ જવાના તો મગરની સવારી કરવા મળે. ઘરના ચાર પાંચ જણા છોકરાને સમજાવતા હતા અને બરાબર છોકરો માની જવાની તૈયારીમાં હતો ત્યાં ચુનિયો પાછો પહોંચી ગયો. ઉમેદવારી પત્ર પાછું ખેંચવા ગયેલા ઉમેદવારને રોકડા રૂપિયાની બેગ બતાડી જનુનથી લડવા માટે તૈયાર  કરે તેવું કામ બીજી ચોકલેટે કર્યું. છોકરાએ રોતા રોતા ચુનીયાને પણ સાથે લેવાની જીદ કરી. કુમુદ કડકાય એ સમજાવવાની બહુ કોશિશ કરી પરંતુ માનતાના હોય તે જલદી માને નહીં. બીજે દિવસ સવારે મગર જોવા જવાનું નક્કી થયું. ચુનિયાએ મને પણ ધરાહાર સાથે લીધો.

બીજી બાજુ મગરની દુનિયામાં પણ સમાચાર ફેલાઈ ગયા. એ બધાને ચુનિયાને જોવાની તાલાવેલી હતી. મગર સમાજમાં વાત ફેલાઈ ગઈ કે કાલે એક અજીબ પ્રાણી વડોદરામાં પ્રવેશ કરવાનું છે. મગરોની મિટિંગ ભરાઈ વરિષ્ઠ મગરે હાથમાં માઈક પકડી અને આખી જિંદગીમાં કશુંક નવું જોવાની તક માટે શુભકામનાઓ પાઠવી પરંતુ સાથે સાથે સચેત રહેવા માટે પણ  કહેવામાં આવ્યું દરેક મગરોએ પોતાની મગરીને સાચવવી. મગર કન્યાઓએ ગારા કીચડમાં જ રહેવું, નાહી ધોઈ ખોટા મેકઅપ કરી ચુનિયા સામે ન જાવું. જુવાન મગર મગરીઓએ વરિષ્ઠ મગરને મોઢું મચકોડતા અણગમો વ્યક્ત  કર્યો. કારણ કે જુવાન મગર મગરીને ખુલ્લેઆમ કરવા માટે માંડ મોકો મળ્યો હતો.

ચુનિયાએ જેમ વડોદરા ફરવા માટે છોકરાને ચડાવ્યો હતો તેમ મગર વર્લ્ડમાં પણ વડોદરા ફરી લેવાનો ઉમંગ હતો.

કુમુદ કડકાના ઘરે મિટિંગ ભેગી થઈ કે મગર જોયા પછી બીજું વડોદરામાં શું-શું જોવા જવું? કુમુદ એ મફત જોવા જવાની જગ્યાઓનું લીસ્ટ બનાવ્યું. ત્યાં  છોકરાએ ફરી રડવાનું ચાલુ કર્યું કે મારે મગર પર સવારી પણ કરવી છે. મેં  વચલો રસ્તો કાઢતા કહ્યું કે એવું જો કામ ના લેવાય એવું હોય તો તું ચુનિયાની પીઠ પર અત્યારે જ બેસી અને ફળીયામાં ચાર ચક્કર મારી લે. ચામડીમાં  જાજો ફેર નથી.

બીજી બાજુ જુવાન મગર ભેગા થઈ વડોદરામાં કઈ કઈ જગ્યાએ ફરવા જેવું છે અને કેટલું રોકાવું? વગેરે બાબતમાં ચર્ચામાં લાગ્યા. જુવાન મગરીઓ નવરાત્રિ સુધી વડોદરામાં રોકાવાના પ્લાનમાં હતી. વડીલોએ પાણી ઓસરતા જ ખાડાવાળા રોડ પર ચાલી અને થાકી જશો તેવી દલીલ કરતા જુવાર મગરીઓ અંબાલાલની આગાહીવાળુ છાપુ ક્યાંકથી ગોતી આવી.

વડીલ મગરો ભેગા થઈ અને ચુનિયાને જોવાનાં પ્લાન બનાવવા લાગ્યા.

સવારે બંને જાડી ચામડીના એકબીજાને મળવા ના હોય આખી રાત બંને  પક્ષમાં કોઈને ઊંઘ આવી નહીં.  સવારે ગેંડા સર્કલ ભેગા થઈ ગયા અને મગરોમા ભાગા ભાગી શરૂ થઈ ભૂલી ચૂકે પણ જો પાણી પોશરવાના ચાલુ થાય અને ચુનિયાની નજર પડી જાય અને જો તેને સવારી કરવાનો મન થાય તો મગરોની દુનિયામાં બેસણા ઉઠમણા ચાલુ થઈ જાય.

મગર પ્રમુખે તમામને નજીક બોલાવી અને ફરી મોસાળ તરફ ધકેલતા કહ્યું કે જીવતા રહીશું તો અઠવાડિયા પછી ફરી વડોદરા ફરવા લઈ આવીશ. ઘણી દલીલો થઈ કે અઠવાડિયા પછી વરસાદ થાય અને પાણી ન ભરાય તો પરંતુ પ્રમુખ મગરે નેતાઓ ઉપર વિશ્વાસ જતાવતા તમામ મગર અને વચન આપ્યું કે જ્યાં સુધી પક્ષ વિપક્ષ રહેશે ત્યાં સુધી આપણો આવરો જાવરો  વડોદરા રહેશે.

વિચારવાયુઃ હવે ડાયનોસોર રહ્યા નથી પરંતુ મગર અને ગેંડા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે કોની ચામડી જાડી... પૂરપાટ ઝડપે એક નેતાની ગાડી નીકળી અને બંને મૌન થઈ ગયા...

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

''સાંજ પડે ને સૂરજ ઢળે,

પોલીસ જોઈને શરીર કળે,

તેલ ક્યાં શુદ્ધ છે કે ગાંઠીયા ખાવા,

સીંગતેલમાં પણ પામોલીન ભળે...''

આટલો મધૂર શેર સવારમાં સાંભળવા મળે એટલે તમને રહ્યું સહ્યુ કવિઓ પરનું માન પણ ઉતરી સોરી ઉભરી જાય અને એમાં પણ જ્યારે નિંદર હજુ પૂરી પાકી ન હોય અને સાંભળવા મળે એટલે માની લેવાનું કે આજે દિવસ કંઈક ખરાબ ઉગ્યો છે! કવિતા પઠનની પણ ખૂબી હોય છે પણ જો આ ચુનિયો બોલતો હોય તો જાતજાતની મનમાંથી ગાળો છૂટે એ સ્વાભાવિક છે. હજુ  દીપીકા પાદુકોણનું સપનું પૂરૂ નહોતું થયુ ત્યાં જ ચુનિયાના આ શબ્દો કાનમાં ગુંજયા અને મુખેથી સરસ્વતી નીકળે એ પહેલા જ જોયુ કે મારૂ જ ઘર છે  એટલે અટકીને ચુનિયાને આવકાર્યો. ચુનિયાએ સીધી જ વાત શરૂ કરી.

''મીલનભાઈ, ચૈન સે સોના હૈ તો જાગ જાઓ. આજે તો એવો પ્રસ્તાવ  લાવ્યો છું કે તમે આજથી ઊંઘ ભૂલી જશો''

હવે ચુનિયાને કોણ સમજાવે કે તારા એના જેવા મિત્ર હોય તો પછી ઊંઘ એમ જ ઊડી જાય. તો પણ સાંભળ્યા વગર છૂટકો જ ન હતો.

'મિલનભાઈ, તમને ખબર છે કે આપણે જે છાપાનું લવાજમ એક વર્ષ પહેલા ભરીએ છીએ તેમણે કવિ સંમેલન ગોઠવ્યુ છે'

''ખૂબ સારૂ કહેવાય. તને આમંત્રણ છે ને?'' ''નથી ભાઈ નથી. સાલુ આપણે એક વર્ષથી જે છાપુ વાંચીએ, એડવાન્સ પેમેન્ટ કરીએ, એમનું કવિ સંમેલન હોય અને આપણને જ આમંત્રણ ન હોય તો બહુ લાગી આવે. જ્યારે જ્યારે મને લાગી આવ્યું છે ત્યારે ત્યારે કવિતાનો પ્રસવ થયો છે. મેં તો નક્કી જ કરી લીધું છે કે આપણે એક કવિઓની ટોળકી બનાવી ઝીંકવુ છે''

મને વિચાર આવ્યો કે ચુનિયો કવિઓ ક્યાંથી શોધી લાવશે? એટલે મેં પૂછી લીધું,

''તારા આમંત્રણને માન આપીને ક્યા ક્યા કવિઓ આવશે?''

''ઝનૂન જલાલાબાદી. આ કવિ છે એ એવા ઝનૂનથી કવિતા ફેંકે છે. શબ્દો સમજાય કે ન સમજાય પણ લોકોમાં ઝનૂન તો આવી જ જાય છે અને તેમનો રેકોર્ડ છે કે એક બેઠકમાં ઓછામાં ઓછી ૧૦ સીટ તો પ્રેક્ષકોએ ફાડી-તોડી નાખી જ હોય. બીજા છે મૃદુ મારવાડી. અત્યંત ઝનૂન પછી પ્રેક્ષકોને શાંત પાડવા માટે મૃદુ ભાષા દ્વારા શાંતિની સ્થાપના કરે છે. એમનો પણ રેકોર્ડ છે કે ગમે તેવો ગુંડો પણ એમની કવિતાઓ સાંભળીને ઝાપટ ખાધા પછી પણ શાંતિથી બે હાથ જોડીને માફી માંગે. ત્રીજા છે ઉષ્ણ રાજદ્વારી. માત્ર  રાજકારણ પરની ગરમા ગરમ કવિતાઓ ફેંકે છે. જે પક્ષ પૂર્ણ પુરસ્કાર આપે તેના વિરોધ પક્ષ પર કટાક્ષ સભર કચકચાવીને દાઝ ઉતારે છે. ચોથા છે રદીપ  કાફિયા કચ્છવાલા. ગમે તેવા મૂર્ધન્ય કવિના રદીપ કાફિયા તેમને આપો એટલે એમની રીતે પોસ્મોર્ટમ કરી નવી કવિતામાં તેમનું નામ પણ મૂકી દે. પાંચમાં છે જમરૂખ પાયલ. જે પોતાની જાતને અમૃત ઘાયલના સમકાલીન માને છે. અમૃત ઘાયલ શરાબ પીધા પછીના શેર લખે જ્યારે આ કવિ દારુ ન મળવાથી જે માનસિક હાલત થાય તેના પર લખવા ટેવાયેલા છે. આ પાંચેય કવિઓનું સંચાલન કરશે પહાડી મુંબૈયા''

''પહાડી મુંબૈયા કંઈક નવું નામ લાગે છે. ક્યાંના કવિ છે?''

''અરે મિલનભાઈ, એ કવિ નથી. મુંબઈના બારનો બાઉન્સર છે. આમાં શું છે આ પાંચ કવિ ભેગા તો કરીએ પણ ન કરે નારાયણને કોઈ ખંડકાવ્ય ઉપર ઉતરી આવે તો પહાડી તેની ઔકાત પર ઉતરી આવે. મારી પાસે બધું વ્યવસ્થિત પ્લાનીંગ હોય મિલનભાઈ, તમને એમ છે કે હું નક્કામો છું. હજુ આમાંથી કોઈની પાસે અહીં આવવા માટે ભાડુ ભેગુ ન થયું તો એક સરપ્રાઇઝ કવિ પણ રાખ્યા છે. ચૂસ્કી રાજકોટવાલા''

આ વળી કોણ? મારી પ્રશ્નાર્થ નજર ચુનિયો પારખી ગયો એટલે તરત જ  ઊભા થઈ. પૂર્ણ કદ બતાવી. બે હાથ પોતાની છાતી તરફ રાખી અને બોલ્યો,

''ચુનિલાલ ચૂસ્કી. તમારી સામે ઊભા છે. આ તખ્ખલુસ પાછળનો ઇતિહાસ  એવો છે કે પેલા હું ઘુંટડે ઘુંટડે પીતો તો તરત ચડી જાતો એટલે હવે ચૂસ્કી  પીવાનું શરુ કર્યું છે''

''એ બધું તો બરાબર ચુનિયા પણ ઓડીયન્સ ક્યાંથી લાવીશ?''

''ચિંતા જ મૂકી દો મિલનભાઈ, આપણે અખબારમાં પૂરી તપાસ કરી લીધી છે. તેમના આમંત્રણમાં પણ બધા બહાના કાઢવા લાગ્યા હતા. જેમને સંતાનો ન હોય તેમણે પણ કહ્યું કે મારા દીકરાના લગ્ન છે એટલે નહીં આવી શકાય આવા તો કેટલા બહાના હતા એટલે તંત્રીશ્રીએ નક્કી કર્યું કે જે લોકો કવિ સંમેલનમાં છેટ સુધી હાજરી આપશે તેમને પરિવાર સહ બે હાસ્ય દરબારના પાસ ફ્રી આપવામાં આવશે. જેટલી વાહ વાહ કરશે એ પ્રમાણે ઇન્ટરવલમાં ચા અને પ્રોગ્રામ પત્યા પછી ગાંઠિયા જેવી બે લાલચો ઉમેરવામાં આવી.  એમનો હોલ અત્યારથી ફૂલ છે બોલો. તમારી પાસે આવવાનું કારણ જ એ છે કે તમારે બે મફત પ્રોગ્રામ કરવાના છે અને ખુલાસો કરી દઉં કે તમારુ નામ  અગાઉ નહીં રજૂ કરુ  એટલે શું છે કે આમંત્રણ જલ્દી સ્વીકારાય જાય.  આપણે ઇન્ટરવલમાં પાન-ફાકીની જાહેરાત કરી છે અને સામે ઘના કેબીનવાળાએ બે કવિતા બોલવાનું બાર્તર કર્યુ છે''

આયોજન મુજબ ઓડીયન્સ ફૂલ થઈ ગયું હતું. હજુ પ્રોગ્રામ શરૂ થાય એ પહેલા જ વાહ વાહના અવાજો આવવા માંડ્યા અને તપાસ કરતા ખબર પડી કે ચુનિયાએ બધાને એક એક પાન કે ફાકી એડવાન્સમાં આપી દીધી હતી. બેકસ્ટેજમાં ગયો તો ખબર પડી કે વારા માટે કવિઓમાં ઝગડો શરૂ થઈ ગયો હતો. પહેલા કોણ શરૂઆત કરીને માહોલ બાંધે તો બીજા કવિ તરીકે હું રજૂ  થઉં. ચુનિયાએ તરત જ પહાડીને બોલાવી લીધા અને સમાધાનની ફોર્મ્યૂલા રજૂ થવા લાગી. ઝનૂન જલાલાબાદી એ તરત જ કહ્યું,

''મારુ ઝનૂન બે પેગ પર આધારીત છે. અત્યારે મારી લઉં તો પહેલા રજૂ થવામાં મને વાંધો નથી''

ચુનિયાએ તરત જ કાળા કલરનું પ્રવાહી એક બોટલમાં ભરીને પીરસી જ દીધુ. મારાથી ન રહેવાયુ એટલે ચુનિયાને સાઇડમાં લઈને પૂછી લીધુ, 'ચૂનિયા આ બજેટ બહાર જશે. આવું મોંઘા ભાવનું પીવડાવાય?'

'અરે આ રેલ્વે સ્ટેશન પાસે પેલો ઉકો ઘેર નથી ગાળતો તેનો પહેલી ધારનો માલ છે. કોલ્ડડ્રીંકમાં મીક્સ કરી આપી દીધો છે'

અમે વાત પૂરી કરી એ પહેલા તો કવિ પી પણ ગયા પણ પીધા પછી તરત જ બોલ્યા,

''માલ ખૂબ સારો હતો અને મને વધારે અસર થઈ છે એટલે દશ પંદર મિનિટનો વિરામ જરૂરી છે. શરૂ થાય એટલે જગાડજો''

બોલતા બોલતા જ તેમણે તો સ્ટેજના ગાદલા પર જ લંબાવી દીધી. હવે બીજા નંબર પર કવિ રદીપ કાફિયા તરફ અમે આશા ભરી નજરે જોયું અને એ  પારખુ કવિ બોલ્યા,

'જો પુરસ્કારમાં થોડો વધારો કરો તો પ્રથમ શહીદી હું વહોરીશ'

પુરસ્કારનું નામ સાંભળતા જ જમરૂખ પાયલ ખાલી શીશી આગળ ધરી એટલું જ બોલ્યા

''પુરસ્કાર જેટલો દેવો હોય એટલો આપજો પણ જો આ શીશી ભરી દો તો પહેલો હું રજૂ થાઉં''

ઉષ્ણ રાજદ્વારી મીંઢાપણાની પરાકાષ્ઠા પર જઈને આ બધુ સાંભળતા હતા. તેમણે હળવેકથી એક ચીઠ્ઠી ચુનિયા તરફ સરકાવી. જેમાં લખ્યું હતું તમને પોષાય તેવી પ્રોપોઝલ મારી પાસે છે. આ બધું પતાવી ખાનગીમાં મળજો.

હજુ આખું સંમેલન બાકી છે જેની વાત આવતા શનિવારે. બ્રાન્ડેડ કવિ મિત્રોને વિનંતી કે બંધ બેસતી પાઘડી લાગે તો પણ પહેરવી નહીં અને ફોન તો ન જ કરવો...

વિચારવાયુઃ મિલનભાઈ પીવાની પરમીટ કઢાવી દયો ને કવિતાઓ લખવાનું ચાલું કરવું છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સાતમ આઠમના સૌરાષ્ટ્રવાસીઓ લગભગ પોતાના ઘરમાં ન મળે. કાં તો તે કોઈ ફરવાના સ્થળે હોય કે આજુબાજુમાં જેટલા મેળા થતા હોય ત્યાં આટા મારતા હોય. રાંધણ છઠ્ઠના દિવસે સૌરાષ્ટ્રમાં મેળાઓનું ઉદ્ઘાટન જેને મેળા સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા કોઈ નેતાના સાથે થઈ જાય. લોકોને કોના હાથે ઉદ્દઘાટન થાય છે તેની સાથે લેવાદેવા નથી કારણ કે હજી ચક્કરડીવાળા કે મોતના કૂવાવાળા ખીલા ખોડતા હોય ત્યાં છોકરાઓથી માંડી અને મોટા ઘુમરીયા મારી આવે એટલે એકાદ અઠવાડિયું તો સરકારી મેળો ચાલે જ. હવે  તો પ્રાઇવેટ મેળાઓનું માર્કેટ પણ બહુ મોટું છે જે એક એક મહિના સુધી ડેરાતંબુ નાખી અને પડ્યા રહે છે અને મધ્યમ વર્ગના બજેટ ભાંગતા રહે છે.

આ વર્ષે શ્રાવણ મહિનામાં જુગારના દરોડા વધારે પડ્યા કારણ કે તહેવારના  દિવસમાં ઘરે બેસી એકબીજા સામે લડવું તેના કરતા બે-ચાર મિત્રો પરિવારો ભેગા થઈ અને ઝીણી ઝીણી કરી લેવી એટલે કે નાનું નાનું રમી લેવું. મુંબઈના મારા ગુજરાતી ભાઈઓ જેનું કનેક્શન સૌરાષ્ટ્ર સાથે જોડાયેલું છે તેઓ મારી વાત સાથે સહમત થશે શ્રાવણ મહિનો એટલે ખાવા માટે, જલસા કરવા માટેનો મહિનો અને સમય રહે તો ભક્તિ પણ કરી શકાય.

ઉપવાસી લોકોનું મહિનામાં ૩ થી ૪ કિલો વજન ઘટતું હોય પરંતુ જ્યારે ગુજરાતી લોકો ઉપવાસ કરવા બેસે ત્યારે ત્રણ ચાર કિલો વધતું હોય છે.

લોકો સીઝન સીઝનના કપડા લેતા હોય છે જેમકે શ્રાવણ મહિના પછી પેન્ટ મોટી કમરનું પહેરવું પડે, ઉનાળામાં થોડો સુકાઈ જાય એટલે નાની કમરનું પેન્ટ ચાલે. ગુજરાતીઓની ફાંદ સાલી ફેક્સીબલ હોય છે, જિદ્દી હોય છે. એકવાર બારીમાંથી ડોકું બહાર કાઢે પછી અંદર જાય જ નહીં બે-ત્રણ ઇંચનો ફેર પડે ફાંદ ઉપર ઘણું લખાયું છે. મને હમણાં એક સરસ મજાનું કાવ્ય હાથમાં આવ્યું છે કવિનું નામ જાણતો નથી.

પણ મજા પડી...

''પેટોવ્યથા''

તમે કહો ઈ કરૂ માનતા

કરૂ ચઢાવો, ભેંટ

એક જ મારી અરજી પ્રભુજી !

ઓછું કરી દ્યો પેટ..

કેશપે કિરપા કલરે કીધી

ચાંદી છાની છપ્પ

મૅનિક્યોર ને પૅડીક્યોર સંગ

ચહેરે પે મૅકઅપ

કેમ કરી સ્વીકારી લઉં

પ્રેગનેન્સી પરમેનૅન્ટ..!

એક જ મારી અરજી પ્રભુજી !

ઓછું કરી દ્યો પેટ...

જ્યારે જ્યારે જોઉં આયનો

મનડું બહુ મૂંઝાય

મુખને બદલે નજરૂ સીધી

ફાંદે જઈ મંડાય

વધતી માળી બેટી જાણે

જીએસટીને વેટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ...

પંજાબી, ચાઈનીઝ કે પીઝા

હાથે ના અડકાડું

ખાંડ-તેલ ને ઘી પણ છોડ્યા

છોડી દીધું વાળુ

હવે કહો તો છોડી દઉં

વાપરવું ઈન્ટરનેટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ...

જોખમમાં મૂકાયું કેવું

સાજન સંગ સગપણ

જ્યારે ત્યારે ઊભી કરતું

આલિંગનમાં અડચણ

વ્હાલમ વળગે એવું લાગે

જાણે આભડછેટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ..

તમારે શી ચિંતા ભગવન્

સિક્સ પૅક ફોટામાં

અહીં તો નીકળે દમ અમારો

કચરા ને પોતામાં

જિમે જઈ જઈ થાક્યા તો યે

સાવ ન થાતું ફ્લૅટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ...

નજરે ચડતી સુંદર કો'

માનુની આસપાસ

બાઝી જાતો ડૂમો કેવો

અંદર ખેંચી શ્વાસ

મારૃં ચાલે તો મૂકું

એના પર પેપરવૅટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ...

તમે કહો ઈ કરૃં માનતા

કરૃં ચઢાવો  ભેંટ

એક જ મારી અરજી પ્રભુજી!

ઓછું કરી દ્યો પેટ...

ખાવાપીવાના શોખીન એવા ગુજરાતી ખુશમીજાજી સ્વભાવને ફાંદ નીકળવાનું કારણ ગણે છે. બાળક જન્મે ત્યારે ગળથૂથીમાં જ ગાંઠિયાનો ભૂકો પલાળી અને ચટાડવામાં આવે ત્યાંથી લઈ અને સાવ અણી પર આવી ગયેલો, વેન્ટિલેટર દ્વારા શ્વાસોશ્વાસ ચાલુ હોય અને નળી દ્વારા ખોરાક અપાતો હોય તેવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ નળીમાં ગાંઠિયાનો ભૂકો પલાળી અને ખવડાવો એટલે દર્દી દોડતા થયા ના દાખલા ગુજરાતીમાં છે.

વિચારવાયુઃ શ્રાવણના વેરાઈટી ફરાળમાંથી ફ્રી થઈ ભાદરવા મહિનામાં દૂધપાકની રેસીપીમાં વ્યસ્ત ગુજરાતી, કાયમ મસ્ત ગુજરાતી.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જન્મતાની સાથે જ જો કોઈ હોંશિયાર, બુદ્ધિશાળી, સ્માર્ટ, હોય તો તેને મિલનમસ્ત કહેવાય આવું શબ્દકોશમાં લખ્યું છે. ચુનિયો આ વાતનો વિરોધ કરે છે કારણ તેને શબ્દકોશના પોતાનું નામ લખાવવું છે પોતાનો દાવો રજૂ કરવા માટે નાનપણથી પોતાનું માર્કેટિંગ પોતે સંભાળી લીધું છેે. પોતાની આત્મકથા જણાવે છે કે 'બહુ નાનપણમાં આપણો જન્મ થયો હતો એટલે જગતના લોકો માટે હું સાવ અબુધ, નાસમજ, હતો પરંતુ આપણે જન્મથી ઈન્ટેલિજન્ટ. એવા ઘણાં સિક્રેટ છે જે જન્મતાની સાથે જ મેં જોયા અને માણ્યા પરંતુ દુનિયાની દૃષ્ટિએ આપણે નાસમજ એટલે કોઈપણ જાતની ચિંતા વગર આપણે તમામ લીલાઓ માણી. આમ જુઓ તો નાસમજ રહેવામાં વધારે મજા છે કારણ સમજ, અથવા વધારે પડતી સમજ એ દુઃખનું કારણ છે ચાલો શરૂઆતથી વાત કરૃં.

મારો જન્મ એક વિશાળ હોસ્પિટલમાં થયો હતો આમ તો એ વાતાવરણ મને મારા જન્મ પહેલાથી અનુકૂળ હતું કારણકે મારી મા મને સાચવી અને નિયમિત રીતે હોસ્પિટલમાં લઈ જતી મને હોસ્પિટલની સૌથી વધારે ગમતી વાત એ હતી કે ત્યાંનો સ્ટાફ બહુ સુંદર હતો લેડી ડૉક્ટર અને સ્ટાફ નર્સનો સ્પર્શ મેં અનુભવ્યો છે તમે નહીં માનો પરંતુ અઠવાડિયા દસ દિવસે મને એમ  થાય કે ચાલ પેલી લ્યુસી નામની નર્સને જોતો આવું અને તરત થોડું ફરકી જતો મા ખુશ થઈ અને હોસ્પિટલે દોડી જતી એ બહાને આપણે લ્યુસીને વાયા સોનોગ્રાફી મશીન જોઈ લેતા. મારા જન્મ વખતે મારી માને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાંં મે એક અવાજ સાંભળેલો કે દસેક મિનિટ કશું કરશો નહિ તકલીફ વધે તો સિઝેરિયનનું કહી શકાય અને થોડા વધુ રૂપિયા  લઈ શકાય. તમે નહીં માનો આ વાત સાંભળ્યા પછી આપણે તરત જ ધમપછાડા શરૂ કરી દીધેલા અને પાંચમી મીનિટે ડોક્ટર કશું સમજે તે પહેલાં નોર્મલી આપણે લેન્ડ થઈ ચૂક્યા હતા. સસ્તુ ભાડુ ને સિદ્ધપુરની જાત્રા. ત્યારપછી તો તરત રોવા માટે ડોક્ટરે વાંસામાં બે ચાર થપલી મારી મને અંદાજ  આવી ગયો કે આ થપલીમાં  થોડો ગુસ્સો પણ સામેલ છે કારણકે ઘણા બધા  રૂપિયાનું નુકસાન મેં કરાવેલું. જન્મતાની સાથે જ આપણે ખુશ હતા મમ્મી  પપ્પા પણ ખુશ હતા કુટુંબ રાજી હતું પરંતુ આપણે લ્યુસીની રાહ માં હતા.  થોડા કામકાજમાંથી પરવારીને આંખ ઊંચી કરીને જોઉં ત્યાં તો લ્યુસી, હું  શરમાઈ ગયો અને લ્યુસીએ સરસ મજાનું ચું બન ચોટાડી  દીધું અને હું પાછો  શરમાઈ ગયો પણ મને મારી જાત માટે પણ એમ થયું કે ચાલો આપણે પ્રેમથી  પણ જીવી શકીએ છીએ નાનપણથી  આપણી  પસંદગી ઊંચી જ રહી છે. ચુનિયો પોતાની આત્મકથામાં ક્યારેક અકળાયેલો ક્યારેક ખુશ તો ક્યારેક  પોતે જ પોતાની જાતને ન સમજી શક્યો હોય તેવી રીતે રજૂ થયો છે તેના કિસ્સાઓ સાંભળતા સાંભળતા તેના વિશે તમે જ અભિપ્રાય આપો યોગ્ય છેે. ચાલો ચુનિયાની વાતમાં ડોકિયું કરીએ.

 આમ તો હું નાનો એટલે નામની જફામાં ન પડીએ પરંતુ ઘરના તમામ  સભ્યો આપણા નામ ને લઇ ચર્ચા એ ચડી ગયા છઠ્ઠી સુધીમાં તો અસંખ્ય નામ રાશિ પ્રમાણે તૈયાર થઈ ગયા હોય જેટલા નામ એટલા જ વાંધા-વચકા પણ  તૈયાર થઈ ગયા હતા. બટકબોલી ફઈ જાણે પોતાનો જ અધિકાર હોય તેમ  કોઈનું કાન પડ્યું સાંભળે નહીં અને જેણે જન્મ આપ્યો છે તેના મનમાં કંઈક બીજું જ નામ રમતું હોય જે નણંદ કહેતા જન્મનારના ફઈ સાથે ક્યારેય મેચ થતું ન હતું. આ બધી વિધિ દરમિયાન આપણે આપણી મસ્તીમાં રમવું હોય આપણી પણ ખોળાની ચોઈસ હોય અમુક તો આપણને ખૂબ ગમતા હોય પરંતુ પાડોશમાંથી વારે ઘડીએ તો કેમ આવી શકે એટલે ઘરે હોય ત્યારે મોટે  ભાગે માં ના ખોળામાં અથવા ઘોડિયામાં આપણે મસ્ત હોઈએ  અમુકના મોઢા જોવા પણ રાજી ન હોઈએ બોલ ચાલ શક્ય ન હોય એટલે રુદન આલાપમાં શક્ય તેટલી ગાળો આપીએ વળી આપણે આપણા નામથી આપણને બોલાવે તેવું ઇચ્છતા હોઈએ પરંતુ નિત-નવા ટીનીયો, મુનીયો, લાલ્યો જેવા નામે બોલાવે પાછા ઘણાં તો એમાં પણ કાળીયો એમ કહી અને બોલાવે અરે ભાઈ જુઓ તો ખરા કે સામેવાળા માણસને ખરાબ લાગે. અને ભગવાનને ત્યાં કાંઈ જુદા-જુદા કલરની ફેક્ટરી નથી તે જાતે કલર નક્કી કરી તેમાં ડૂબકી મારી અને નીચે આવો હવે મારા બાપા ભીને વાન એમાં મારો  વાંક? જો કે હું તો પગ ઉલાળવાને બહાને છાતીમાં બે ચાર જીકી લઉ બીજું શું કરું?! નામ ખોટું બગડવા થોડું દેવાય?

આમ અમારો ચુનિયો જન્મ પહેલાથી જ ઈન્ટેલિજન્ટ. જોકે નખશિખ ભુકા કાઢી નાખે તેવું મોડેલ તો સ્વાભાવિક છે ઈશ્વર ના જ મોકલે એટલે નાકના હાડકા વગર ઉતાવળે નીચે આવી ગયો હોય તેવું લાગે. મોટા થઈ ગયા પછી પણ જે કોઇ પ્રથમવાર ચુનિયાને મળે તે તરત જ પૂછે ''આર યુ ફ્રોમ ચાઇના?'' એટલે ચુનિયો તરત જ રીપ્લાય આપે ના ''અમે અહીના'' નાનપણમાં પણ આજુબાજુવાળાના છોકરાઓના રમકડા રમી અને મોટો થયો છે. પોતાને સાઇકલ ચલાવવી હોય અને ખરીદવાનો વેંત ન હોય એટલે પાડોશીના છોકરાને જીદ કરતા શીખવે અને પાડોશીના છોકરા એના મા-બાપ  પાસે સાઈકલ માટે રોઈ રોઈને અડધા થઈ જાય એટલે ઠાવકો થઈ અને ચુનિયો છોકરાના મા-બાપને સમજાવે કે 'છોકરાને સાઈકલનું આટલું મહત્ત્વ છે તો લઇ દયો, મારી જવાબદારી હું શીખવી દઇશ' આમ પાડોશી નવી સાયકલ ખરીદે અને પાડોશીના છોકરાને ચલાવતા આવડે કે ન આવડે ચુનિયો સાઇકલ લઈ અને બંબાટ નીકળે. અમારા ઘર પાસેની ભારતની વાડી જે લગ્ન માટે પ્રખ્યાત હતી ત્યાં મહેમાનો સ્કૂટર લઈને આવે અને પાર્કિંગમાં જે સ્કૂટર છેલ્લું પડ્યું હોય તેની પર ચૂનીયો પોતાની કારીગીરી અજમાવે માસ્ટર કીનો જુડો લઈ અને સ્કુટરનું હેન્ડલ લોક ખોલતો. એટલું  કહી શકું કે અમારી ગેંગના કોઈપણ વ્યક્તિ સિંગલ કે ડબલ સવારી નથી શીખ્યા પરંતુ સીધા ચાર કે પાંચ સવારીમાં જ શીખ્યા છીએ કારણ સ્કુટર ચાલુ થાય પછી ચુનિયો ચલાવે અને પાછળ જેટલા ટીંગાઈ શકે એટલા ટીંગાઈ જાય  આગળ જઈ અને વારાફરતી વારા સ્કૂટર ચલાવીએ આમ ચુનિયાની આવી સરસ સ્કીલને કારણે અમે સોસાયટીના બધા જ મિત્રો ડ્રાઈવિંગમાં પાવરધા થઈ ગયા હતા. ચુનિયાએ ક્યારેય હોટેલનું બિલ નથી ચૂકવ્યું તે જાતે જ હોટલના માલિકને ફોન કરી અને જણાવે કે 'આજ સાહેબના સરપ્રાઇઝ ચેકિંગમાં તમારી હોટલનું નામ છે સફારી પહેરીને કોઈ ઓળખાણ આપ્યા વગર ૪-૫ જણ જમવા આવશે હુ ઓફિસ નો ક્લાર્ક બોલું છું.' આમ કહી ક્લાર્ક-કમ ફૂડ ઇન્સ્પેકટર મિત્રોને લઈ જમી આવે અને પાન સોડાના પણ લેતો આવે.

ચુનિયો જન્મજાત બુદ્ધિશાળી ખરો પણ લુચ્ચી બુદ્ધિનું પ્રમાણ વધુ હોય એવું લાગે વ્હેલા મોડો ચૂંટણી લડશે એમ લાગે છે. ક્યા પક્ષમાં જોડાશે એમ ન પૂછતા કારણ જેવા ભાવ તેવો ભાવ દર્શાવશે બધા જ નેતાની જેમ તેને પણ દેશનું ભલું જ કરવું છે પણ શરૂઆત સ્વથી કરવી છે.

વિચારવાયુઃ દરેક કલરના ડ્રેસને અનુરૂપ મેચિંગ નોટ છાપી આપવા બદલ મહિલા મંડળ આભારી છે અને આવનારા સમયમાં રેડ કલરની નોટ છાપી માંગણી પુરી કરવાનું વચન આપ્યું તેને કિટી પાર્ટીમા વધાવવામાં આવશે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજકાલ વરસાદનો માહોલ છે અને વરસાદ પહેલા ભલે પંદર દિવસ જ થયા હોય પણ રસ્તો બન્યો હોય એટલે તૂટવું ફરજિયાત છે. રસ્તા બને છે જે તૂટવા માટે. ચુનિયો પાટાપીંડી સાથે ઘરે ગયો ત્યાં જ ભાભીએ પ્રેમ  વરસાવ્યો, ''ક્યાં ભંગાઈ આવ્યાં? કોઈકની સળી ન કરતાં હો તો''. દાજ્યા ઉપર ડામ તે આનું નામ. કણસતા કણસતા ચુનિયા એ કીધું, ''સ્કુટર સ્લીપ  થયું. આ વરસાદમાં રોડ પર ખાડા એટલા પડી ગયા છે કે આપણને ખબર જ  ન પડે કે રોડમા ખાડા છે કે ખાડા વચ્ચે રોડ બનાવ્યો છે*. 'આડાઅવળા  ડાફોળિયા મારતા હશો બાકી ગામ આખું નીકળે અને તમે જ પડો'? તંત્રના પ્રતિનિધિ હોય તેમ ભાભીએ સણસણતુ મેણું માર્યું. 'અરે વરસાદમાં પાણી  ભરાયેલું હતું અને સ્પીડ પણ ધીમી જ હતી. શહેરના રોડ પર નીકળો અને  મજાલ છે કે આડુ અવળું જોઈ શકો'? ''મનમાં ઇચ્છા તો ખરી જ ને જોવાની? કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો. મારાં મોળાકાત મજબૂત એટલે તમે સખણા રહો છો. મારી બેનપણી રમીલાનાં જવારા કાયમ બળી જતાં એટલે તેનો વર દર મહિને એકવાર તો માર ખાય જ છે''. મને વચ્ચે બોલવાનું મન થયું કે 'ભાભી તમે તમારાં જવારા ચેક નતા કરતાં'? આખી વાતમાં સરકારી તંત્રના અમૂક ભ્રષ્ટ અધિકારીઓ અને અમૂક નેતાઓ સાથેનું રોડ કોન્ટ્રાકટરનું ઇલુ ઇલુ ભુલાઈ ગયું. મુંબઈનો વરસાદ રોડ, ટ્રેન, બંધ કરાવી નાખે અને અમારો અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોનો વરસાદ લોકોની બોલતી બંધ કરાવી નાખે. જોકે હમણાં સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની એક મિટિંગમાં રોડ તૂટી જાય છે તે અંગે મિટિંગ હતી તેમાં તારણ એવું નીકળ્યું કે આ રોડ તૂટવાનું કારણ આપણી ભૂલ કે ભ્રષ્ટાચાર નથી પરંતુ માત્ર અને માત્ર વરસાદ છે. આખે આખી ગાડી રોડની અંદર ગરક થઇ જાય તો પણ પ્રજા જાણે પતિ હોય અને તંત્ર પત્ની. ઘરવાળીનો વાંક હોય છતાં બોલી ન શકો  તેવી હાલત છે.

ખરેખર આરટીઓવાળાએ લાયસન્સ દેવું હોય તો અત્યારે ઉત્તમ સમય છે. જે નવો નવો ડ્રાઇવર લાયસન્સ માટે એપ્લાય કરે તેણે રસ્તા પરના ખાડા તારવતા તારવતા અડધો કિલોમીટર ગાડી ચલાવવી પડે.અને સફળતાપૂર્વક  ખાડા તારવી શકે તેને તરત જ લાયસન્સ આપી દેવું જોઈએ. વગર અપશબ્દ બોલે રસ્તા પર વાહન ચલાવી શકે તેને પરણવા માટે અનુકુળ માનસિકતા  ધરાવે છે તેમ સમજવું. ચોમાસામાં ભ્રષ્ટ કોન્ટ્રાકટર કે ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના માતા ભગીનીઓ હેડકી ખાઈ થાકી જતાં હશે. મેં સાંભળ્યું  છે કે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળે છે તે પેટા, પેટા, પેટા... કરી અને સાતમી પેઢીએ કોઈને કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે.છ જણા વચ્ચે મલાઈ કહેતા  ડામર, કપચી તથા અ ન્ય મટીરીયલ જમી જાય તો છેલ્લા ને શું વધે? લોટ  પાણી અને લાકડા?

એક બહુ જુની રમુજ યાદ કરાવું. એક વખત એક વ્યક્તિ નેતા ને ત્યાં મહેમાન તરીકે ગયો નેતાને ઝડપી આર્થિક પ્રગતિ વિશે પૂછતા તેણે ઘરની બારી ખોલી અને રસ્તો દેખાડ્યો અને કહ્યું કે, ''ત્યાં રસ્તા પર પેલો પુલ  દેખાય છે? તે પુલ મેં બનાવ્યો, અને તેમાંથી કમાયો*. પેલી વ્યક્તિએ કહ્યું કે ''અહીં ક્યાં પુલ છે''? તો નેતાએ કહ્યું કે ''બસ એ નથી, એ મેં બનાવ્યો''.  અમૂક વર્ષો પછી બીજા નેતા આવ્યા. તે પણ આર્થિક સદ્ધર થયા. ફરી પહેલો વ્યક્તિ તેના ઘરે મહેમાન થયો અને તેમને પૂછ્યું કે 'તમે આટલી જલ્દી પૈસાવાળા કઈ રીતે થયા'? તેણે પણ પેલી બારી ખોલી અને કહ્યું કે 'ત્યાં પેલો પુલ હતો યાદ છે?તે લોકોને ખૂબ નડતો હતો.મેં તે પુલ તોડાવ્યો. તે કોન્ટ્રાક્ટ મારો હતો તેમાંથી હું કમાયો'. આ જ રીતે રસ્તા બને છે. તૂટે છે. રિપેર થાય છે. અને નીતિમત્તા વગરના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓ આર્થિક રીતે સદ્ધર બને છે.

રોડ પર ખાડા હશે તો પાણી ભરાશે, વાહનને નુકસાન થશે, બીચારા  મિકેનીક, પેટ્રોલ પંપ, દવાખાના,...ના ધંધા ચાલશે.

હમણાં ઓર્થોપેડીક સર્જન લોકોની એક ૧૫ દિવસની વિદેશ ટુર હતી. માત્ર  ૧૦ જ દિવસમાં તમામ ડોક્ટરો પ્રવાસ પડતો મૂકી અને પરત ફર્યા. કારણ  એક જ હતું કે દેશમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ હતી અને ધીકતો ધંધો મૂકી ફરવા ન જવાય.

એક ખાડાવાળો રસ્તો ઇકોનોમીને, અંગત સ્વભાવને સુધારવામાં કેટલી અસર કરે છે તે જોઇએ તો લોકો બહાર ન નીકળે અને તંદુરસ્તી જળવાઈ રહે, પગે ચાલીને જાય તો ઇંધણ બચે, ટ્રાફિક જામ ન થાય, ઓન લાઈન બિઝનેસને પ્રોત્સાહન મળે, ઘરકામમાં મદદ કરાવી પત્નીને ખુશ કરી શકે, ઘરનો ખોરાક ખાઇ હાલશે, ચાલશે, ફાવશનો સહિષ્ણુ સ્વભાવ કેળવી શકાય,....

વિચારવાયુઃ એક ખાડો ઇકોનોમીને બહુ અસર કરે. કેટલાં ઉદ્યોગને રોજી રોટી મળે. વિચારજો.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌરાષ્ટ-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયા છે.

મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય અને કોઈ મેટ્રિમોની સાઈટ પર સરસ મજાનું વર્ણન લખી અને ફોટોશોપમાં ચાર-પાંચ ફોટા ઘસી નાખી ઉજળા કર્યા હોય તેવા મૂકી પોતાની જાતને માર્કેટમાં મૂકતા હોય છે અને એમાં પણ જો ખબર પડે કે પરિચય મેળો છે તો તો બાયોડેટાની ૮, ૧૦ કોપી જુદી જુદી જગ્યાએ મોકલી દે.

ચૂંટણીની ઉમેદવારી માટે પણ એવું જ છે. ખબર પડવી જોઈએ કે આ વખતે ફલાણી પાર્ટીને સારા ઉમેદવારની જરૂર છે. એટલે તરત જ પ્રયત્ન શરૂ  થઈ જાય.

લગ્નમાં આમ તો તમે સ્માર્ટ, સ્વરૂપવાન, ૬ ફૂટ હાઇટ, એમ.બી.એ., યુ.એસ. સિટિઝન, ઉ.વ. ૨૪ માટે સંસ્કારી કુટુંબની ભણેલ ગણેલ યુવતી જોઇએ છે. જ્ઞાતિ બાધ નથી જેવી જાહેરાતો અનેક જગ્યાએ જોઈ કે વાંચી હશે પણ આ જાહેરાત જરા અલગ રીતે મૂકવી પડે એમ છે. ઊંચા, પડછંદ, થોડા બિહામણા, મૂછ- દાઢી, આર્થિક સદ્ધર, બે-ચાર વાર જેલમાં જઈ આવેલા, ખોટું બોલવા સક્ષમ હોય અને જ્ઞાતિઓ વચ્ચે ઝગડો કરાવી શકે તેવા મૂરતિયાની જરૂર છે જેવી જાહેરાત વગર મોઢા મોઢ વાત સાંભળો તો સમજવું કે આ લગ્ન માટેના ઉમેદવારની પસંદગી નથી, આ તમારા મત વિસ્તારમાં નેતાની પસંદગી માટેના નક્કી કરાયેલી ક્વોલીફીકેશન છે! આમાનો એક પણ ગુણ જો નબળો હોય તો તમે ચુંટણી હારી શકો! તમે લગ્ન માટે જો પસંદગી કરતા હોવ તો ઉચ્ચ જ્ઞાતિ જેવો શબ્દ લખી શકો પણ અહીંયા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિ વધારે છે અને ઘણીવાર તો અનામત સીટ માટે સ્પેશિયલ જાતિ શોધવામાં આવે! હવે જો તમે આ પ્રકારના માણસો જૂઓ તો ગમે તે કક્ષાએથી ગમે તે કક્ષાએ પહોંચી શકાય તેનું ઉદાહરણ જોવા મળ્યું જ હશે કેમ કે સારા સારા અર્થશાસ્ત્રીઓ ઘેર બેસે છે અને.

આજે સવારે સર્કીટ હાઉસ પાસેથી નીકળ્યો અને ધ્રાસકો પડ્યો કે નક્કી કોઈ ગુજરી ગયું હશે. સફેદ કપડા પહેરીને અસંખ્ય માણસો અહિંયાથી ત્યાં દોડાદોડી કરતા હતા. આપણી પણ થોડી ઓળખાણ એટલે કોણ ગયું તેની તપાસ કરવા ગયો તો ખબર પડી કે અહીંયા મૃત્યુની નહીં પણ નવા જન્મની વાત હતી. વધુ નેતાઓ જન્મવાના હતા! ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાનો દિવસ હતો એટલે મૂરતિયાઓ સફેદ કપડા પહેરી, બગસરાના પહેરાય એટલાં દાગીના પહેરી આંટાફેરા કરતા હતાં. જે રીતે વરના વખાણ વરની માં કરતી હોય એ રીતે જ પોતપોતાના મૂરતિયા (ઉમેદવાર)ના વખાણ મળતિયા કરતા હતા. માહોલ જામેલો હતો અને એક પછી એક લોકો રજૂઆત કરવા અંદર મુખ્ય કક્ષમાં જતા હતા. કોઇક ખૂશ થતા બહાર આવતા તો કોઇક દુઃખ સાથે બહાર આવતા હતા. હું પણ રહી જતો હતો એટલે મેં અમારા વિસ્તારમાં એક કાર્યકરનું નામ મેં આગળ ધરવા વાત કરી. ખૂબ ઉત્સાહી, ખૂબ કાર્યનિષ્ઠ અને ખૂબ જ પ્રમાણિક માણસ. કોઈકના ઘેર પાણી ન આવતું હોય તો પોતાના ઘેરથી પાણી ભરીને આપી જાય અને નળ રીપેર ન થાય ત્યાં સુધી માથે ઊભા રહીને કામ પૂરુ કરાવે! મારી દૃષ્ટિએ એ ઉમેદવાર શ્રેષ્ઠ હતો અને તેને લોકો પ્રેમ પણ એટલો જ કરે. મારા અતિ આગ્રહને લીધે મને તેમના નામની ભલામણ કરવા માટે અંદર જવા દેવામાં આવ્યો. મારી સામે મોટી મૂછો, મોટી ફાંદ, લાલ મોટી આંખોવાળા ચાર પાંચ વ્યક્તિ બેઠેલા હતા. મારાથી થાય એટલી હિંમત એકઠી કરીને મેં ઉમેદવારના ગુણગાન ગાવાનું શરૂ કર્યુ ં. મેં અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું એટલે રજૂઆતનો પણ વજન પડે અને આપણો પણ માભો પડે. લગભગ ૧૦ મિનિટ સુધી તે લોકોએ મારી વાત મુંગા મોઢે સાંભળી પછી તેમાના એક ભાઈ બોલ્યા તમે કહ્યું એ બધું સાચુ પણ હવે ઉમેદવાર વિશે થોડી વાત કરો. હવે આ વાતને જ ગુજરાતીમાં રજૂ કરવામાં મારી બીજી ૨૦ મિનિટ બગડી! મારી રજૂઆત પૂરી થયા પછી તેમણે ઉમેદવારને મળાવવાની વાત કરી પણ અમારા ઉમેદવાર બીજા દિવસે આવી શકે તેમ હતા. આ વાતની તેમને જાણ થતા મને સરસ રીતે સમજાવતા બોલ્યા આજે અમે સેન્સ લેવા જ આવ્યા છીએ એટલે આજે જ મળાવવા પડે કેમ કે આવતીકાલે અમારામાંથી ત્રણ વ્યક્તિ નહીં હોય. એમ વારંવાર પેરોલ થોડા મળે? મારી પાસે રજૂઆતના શબ્દો નહોતા વધ્યા એટલે મેં કહી દીધું કે જો એ ભાઈના તમારા જેવા સારા નસીબ હસે તો તમને જેલમાં જ મળી જશે બાકી તો એરિયાની સેવામાં જ જિંદગી વિતી જશે. હું તો જવા નીકળતો જ હતો પણ મને આગ્રહપૂર્વક બેસાડવામાં આવ્યો અને સૂચના સાથે કે જૂઓ અમે કેવી રીતે અને કેવા ઉમેદવારને વરમાળા પહેરાવીએ છીએ, પછી તમને લાગે કે મારો ઉમેદવાર ફીટ છે તો કહેજો.

એક પછી એક મૂરતિયા તેમના ફોલ્ડર સાથે રજૂ થવા લાગ્યા. તીન પત્તીમાં રોન ફેંકાતી હોય તેમ પત્તા ફેંકાવા લાગ્યા. આ જૂઓ.. ૬ મહિનાનો જેલવાસ, બે વાર પાસા, ૩૦૭ની કલમ નીચે ત્રણ ફરિયાદ અને ૫૦ પેટી રોકડી ત્યાં તો મોઢુ મચકોડીને પડછંદ કાયામાંથી પાતળો અવાજ આવ્યો આને જ જો વાજબી ગણતા હો તો આ લ્યો મારો ઉમેદવાર. ૫ વર્ષ અંદર હતો ડબલ મર્ડરમાં અને ૨૫ પેટી દઈને છૂટ્યો. હજુ એરિયામાં નીકળે એટલે લોકો ધ્રુજે અને ટિકિટ આપો તો પાંચેયના ભાગે ૨૫-૨૫ આવે. બચુ દાઢી તરીકે ઓળખાય છે. પૂછવું હોય તો પૂછી લ્યો તરત જ બીજાએ ગોળ ફરતા ફોટાનો ઘા કર્યો અને બોલ્યા નબળુ જ વિચારજો. આ જો જોતા જ ખુંખાર લાગે. તમારા બેય ઉમેદવારનો સરવાળો કરો ઉપરાંત દારુનું નેટવર્ક એટલે ગુજરાતમાં એક નંબર અને તમે માગતા ભૂલો એટલો રૂપિયો. હપ્તો બાંધવા પણ તૈયાર. પક્ષ ફંડમાં અત્યારે ક્યો તો અત્યારે ૨ ખોખા જમા કરાવવા રેડ્ડી. ૬ બૂથ કેપચ્યોર કરવાની ગેરંટી સાવ શાંતિથી બેઠેલા બેઠી દડીના કાળમીંઢ નેતાએ ખાલી એટલું કીધું કે પુરુ થયું બધાનું? તો લ્યો આને કહેવાય ઉમેદવાર કહીને એક ચોકલેટી ચહેરો બધા વચ્ચે મૂક્યો.

બધા શંકાસ્પદ નજરે તેમને જોવા લાગ્યા. એક બે વ્યક્તિઓએ તો અડીને પણ જોઈ લીધું કે તાવ તો નથી આવ્યો ને! અટ્ટહાસ્ય કરી બધાએ વિરોધ નોંધાવ્યો તેમનો સૂર એક જ હતો કે આવો ચોકલેટી વ્યક્તિ ક્યા એંગલથી નેતા લાગે? ત્રણ એક્કા કાઢ્યા હોય એ રીતે મૂછમાં હસી કાળમીંઢ ઢેફાએ  પ્રસસ્તી પેપર રજૂ કર્યું તમે જે ત્રણ ઉમેદવારની વાત કરીને એ ત્રણેયનો બોસ આ છે. આવા તો કેટલાય અતિ સામાજિક પ્રાણીઓને સાચવીને બેઠો છે. અનાજના સટ્ટાથી લઈ વર્લી મટકા, અત્યાચારથી લઈને બાળાત્કાર, ઝગડાથી લઈને હુલ્લડ આ તમામમાં માસ્ટર માઇન્ડ. જમણા હાથે કરેલું કામ ડાબા હાથને ખબર ન પડે એવો મીંઢો. નોટબંધીમાં સૌથી વધારે કાળાના ધોળા કરાવવાનો રેકોર્ડ જેના નામે છે એવો ક્લિન સેવ ઉમેદવાર. માગો એ પહેલા ધરવી દે. બોલો કંઈ ઘટે? ચારે વ્યક્તિઓએ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું એટલે ફૂલસ્ટોપ જેવું પરાણે હાસ્ય કરી મેં કહ્યું કંઈ ન ઘટે.. ઘટે તો પ્રજાની બુદ્ધિ ઘટે.

સાવ સાચી વાત એ હતી કે સાચે જ પ્રજાની બુદ્ધિ ઘટે. આપણી કમનસીબી એ છે કે આપણે પક્ષને મત આપીએ છીએ, વ્યક્તિને નહીં!

વિચાર વાયુઃ ભારતીય રાજકારણ ''ચેન્જ'' માટે નથી ''એક્સચેન્જ'' માટે જ છે તેવું લાગી રહ્યું છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૂપિયાનું હજુ એટલું મહત્ત્વ નહોતું વધ્યું એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચુનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચુનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે કર્મની થીયરી પ્રમાણે જેવું વાવો તેવું બકરી પધરાવી દીધાનું સુખ કે આનંદ ટૂંક સમયમાં વિસરાઈ ગયો પસ્તાવો પણ થયો હતો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ લે થતી. કાં લખીને અથવા અભણ હોય તો યાદ રાખીને ગાડુ રોડવતા પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ. સતત કામ કરતો માણસ આળસવૃત્તિ તરફ ઢળતો ગયો. વૈજ્ઞાનિકો ભલે કહે જરૂરિયાત એ શોધખોળની માતા છે.

મારૂ તો દૃઢપણે માનવું છે કે સંશોધન પાછળ જો કંઈ કારણભૂત હોય તો એ માણસની આળસવૃત્તિ અને કંટાળો જ હોય છે. ગે્રહામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ તેમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે? આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડા ધોવાવાળી બાઈ વારે ઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશિંગ મશીનની શોધ થઈ એનાથી કામવાળીને રજા નથી મળી પરંતુ તેને જેટલો સમય મળે એટલો સમય આડોશી પાડોશીની ગોસીપ કરવા માટે વધારે સમય મળે!!! આજનો વિષય શોધ સંશોધન નથી પણ એકબીજાને મળવા માટે સરળ રસ્તો અને ભાઈ/બહેન શું કરે છે તેની જાણકારી મેળવવાનો સરળ રસ્તો એટલે વિઝિટીંગ કાર્ડ છે.

ઘણાં સમયથી વિઝિટીંગ કાર્ડ ચાલતું હશે પણ મને યાદ છે કે વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું હતું અને પહેલું કાર્ડ તેમણે તેના તબલચીને આપેલું. મને આજે પણ એ દૃશ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી તેનો પહેલો સવાલ હતો કે આ શું છે? ભજનિકે વિગતવાર સમજાવ્યો કે તેનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. ત્યારે પાછી ૯૦ પૈસાની કિંમત પણ હતી કેમ કે આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૂપિયા હતી. ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે છપાવી તો લઉં પણ સામેવાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૂપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું???

તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટીક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જ જાય છે એટલે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટીક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળકો દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું કે બધા મારો નંબર યાદ રાખી લેજો પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૂર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નિકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી! જો કે ભૂલ મારી જ હતી મારે આ રીતે શૂટીંગમાંથી સીધુ બહાર ન નિકળાય કેમ કે મારો ભૂતકાળનો અનુભવ હતો કે મારી લખેલી બૂકના પેઇજમાં જ મેં શીંગ ખાધી હતી. મારા પ્લાસ્ટીક કાર્ડના ઉપયોગો વિશે તમને કહું તો તમને પણ દુઃખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. મારી તો એ હાલત ખરાબ થાય કે એ સમયે એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢતા હોય!!!

ખાસ કરીને પ્રોગ્રામ પૂરો થાય પછી કાર્ડ માંગવા વાળાની સંખ્યા વધારે હોય એટલે તમારે નક્કી કરવાનું હોય કે કોણ સારૂ દેખાય છે, કોણ પ્રોગ્રામ આપી શકે એવું દેખાય છે, કોણ તમને ફેન ફોલોવીંગ અપાવી શકશે. હમણા જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમ ભર્યા શબ્દ સાથે તેમણે મારુ કાર્ડ માગયું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો મને કાર્ડના આ ઉપયોગની ખબર સોગંદપૂ ર્વક પહેલીવાર ખબર પડી! મારો એક આઇડિયા લખી લો અને મારી પાસે પેટન્ટના રૂપિયા નથી બાકી પેટન્ટ કરાવી લેજો. મોટાભાગના લોકો કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાડીને રસ્તા પર ફેંકે. ભારતીય માનસિકતા મુજબ કોઈ પણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે. મેં તો મારા અનુભવથી નોંધેલું છે કે જો કોઈ કોર્પોરેટ ઓફિસમાં જવું હોય તો તમે કોણ છો એ બતાવવા તમારે તમારૂ કાર્ડ આપવું પડે બાકી બૂટલેગરને ક્યાં કાર્ડની જરૂર હોય છે? તમારા બંધ પડેલા નંબરના પણ જો મીસ કોલ આવતા હોય તો બૂટલેગરને ગુજરાતમાં ૨૦૦ કોલનો મેસેજ ન આવેલ હોય તો મને કહેજો!!!

વિચારવાયુઃ જેનું કામ હોય તેને લોકો ગોતી જ લેતા હોય છે.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ થોડો ખેંચાયો છે એટલે કે મોડો પડ્યો છે. તેનો કોઈ ભૌગોલિક કારણ નથી પરંતુ વારંવાર સોશિયલ મીડિયા પર કવિઓની થતી ટીકા કારણભૂત છે. વાદળા એકાદ બે દેખાયા ન દેખાયા હોય ત્યાં તો કવિઓ હાઇકુથી માંડી અને અછાંદસ મહાકાવ્ય સુધી વરસાદનું વર્ણન કરી નાખે. પરંતુ અમુક ધરાહાર કવિઓને કારણે સાચા કવિઓ બિચારા સોશિયલ  મીડિયામાં જપટે ચડી જાય. તેમને બિચારાને લાગી બહુ આવે. જ્યાં સુધી મોરલાનો બે કાટ ન થાય ત્યાં સુધી વાદળાઓને પણ ઘનઘોર થવાની મજા  નથી આવતી. એટલે મને તો ઘણીવાર એવું થાય છે કે અંબાલાલની આગાહી કરતા કવિઓની કવિતા વરસાદ આવવા ન આવવામાં કારણભૂત હોય છે.

અત્યારના સંજોગોમાં ફેસબુકનો અને વોટ્સએપનો એક આભાર છે કે શેરીએ શેરીએ કવિઓ પેદા કરી દીધાં છે. જેટલા છાંટા ન પડ્યા હોય એટલી તો કવિતાઓ માર્કેટમાં ફરવા લાગે. મને તો એમ થાય કે ચોમાસુ બેઠું એ ખબર જો આ કવિઓ ન આપતા હોત તો બચારો વરસાદ શું કરત? વરસાદ અને પ્રેમને આમ કોઈ સ્નાનસૂતકનો સંબંધ ભલે ન હોય પણ આ કવિઓએ  સાબિત કરી દીધું કે વરસાદ આવે તો જ પ્રેમ થાય. આ વર્ષો જૂનો રિવાજ આજની તારીખ સુધી અકબંધ સચવાયેલો છે. મને વરસાદમાં નહાવું બહુ ગમે. કહીને પોતાની પ્રેમિકા સાથે નહાવા નીકળી જાય અને પછી બીજી જ સવારે છીંક ખાતો ડૉક્ટરની ચેમ્બરમાં મળે પણ પોતાના પ્રેમ સાથે નહાવા ન નીકળ્યો હોય તો સમાજ શું વાતો કરે? પહેલા વરસાદમાં નીકળ્યા હોય ત્યારે જે ગારો થયો હોય અને એમાં આવા કેટલાં પ્રેમીઓએ હાથ પગ ભાંગ્યા હશે એનો હિસાબ ન કરો, બસ તમારે તો વરસાદ, પહેલો પ્રેમ, સાથે ભીંજાવાની  મજા આવું બધું જ યાદ રાખવું! વોટ્સએપ ફેસબૂક જેમ વરસાદની ખબર પાડે છે એમ વરસાદની મજા બગાડી પણ નાખે. અમે બે ચાર મિત્રો હજુ બે-ચાર છાંટાઓ પડ્યા ત્યાં જ ભજીયા ગોતવા નીકળી પડ્યા. અમૂક ઉમર થયા પછી પ્રેમિકાને યાદ કરતા પહેલા વરસાદમાં ભજીયા યાદ આવવા માંડે છે. અમે તો જઈને મોજથી ભજીયા આરોગ્યા અને એ પણ ભરપેટ. ઘેર પહોંચ્યો ત્યાં  મોબાઇલમાં મિત્રોની ફેસબૂક પરથી સેલ્ફી ડાઉનલોડ કરીને મારા પત્નીશ્રી  ઊભા જ હતાં. જો કે વાંક વગર પણ ગુન્હો સ્વીકારતા હોઇએ તો અહિંયા તો સીધું જ પ્રુફ હતું. સજાના ભાગરૂપે મારે ચાલીને ઘર માટે ભજીયા લેવા જવાના હતાં. ઘર પાસેથી ગારો ખૂંદતા અને વરસાદમાં પલળતા હું નિકળ્યો ત્યારે મને ખબર પડી કે આ વરસાદની વાતો ફેસબુક પર જ સારી લાગે. નવે  નવા સ્લીપરની પટ્ટી તૂટી ગઈ પણ હિંમત રાખીને ભજીયાની દુકાને પહોંચ્યો અને ઓર્ડર કર્યો ત્યાં તો રેઇનકોટમાં સજ્જ એક મહાકાય બાજુમાં આવીને  ઊભી રહી. મને ક્યાંક જોયેલા લાગ્યા એટલે આંખમાંથી છાંટાઓ સાફ કરીને જોયું તો પત્નીશ્રી હાજર હતાં. મારો પ્રશ્ન વાજબી હતો કે જો એમણે જ લેવા  આવવાનું હતું તો મને આટલો હેરાન શું કામ કર્યો પણ મને જવાબ આપ્યો ત્યારે વરસાદ પરનો ગુસ્સો ઓર વધી ગયો. મને કહે આ તો તમે ત્યાં પહોંચો  ત્યાં સુધીમાં ભજીયા ઠંડા થઈ જાય તો ન ભાવે એટલે લેવા આવી છું. તમે તમારે શાંતિથી આવો કેમ કે આ સ્કૂટીમાં તો હું એક જ સમાઇ શકુ એમ છું. આ દુઃખ કુંવારાઓ ક્યાંથી સમજી શકે? એમની તો હજુ પણ એ માન્યતા છે કે સવારના પહોરમાં ભીના વાળથી પાણીના છાંટા ઉડાડીને જાનુ, બકા, બબુ  જેવા શબ્દો સાથે જગાડતી હોય છે. પરણેલાને જ ખબર હોય કે કેવી રીતે નવરા, નકામા, નિંભર જેવા વિશેષણો સાથે ગોદડુ ખેંચીને જગાડવામાં  આવે! આપણને એમ થાય કે આ સવાર જ કેમ પડી.

અમારો ચુનિયો તો વરસાદ આવે એટલે કાળા કલરની થેલી લઈને ઘેર કહી દે કે હમણાં તમારા બધાં માટે ભજીયા લઈને આવું. હકીકતમાં પોતાના માટે નંગ ગોતવા નિકળ્યો હોય. ઘેર જઈને કહેવાનું જ હોય કે બધે એટલી ગરદી કે વારો જ ના આવ્યો. તારા હાથ જેવા ભજીયા કોઈ ન બનાવે તું ઘેર જ બનાવી નાખ. પણ હમણાં પરમીટના ભાવ વધ્યા પછી ગુજરાતમાં માલમાં  વાટકી વહેવાર બંધ થઇ ગયો છે પણ ચુનિયાને ક્યારેય આવા નાના મોટા પ્રશ્નો ડગાવી નથી શક્યા. બે ચાર પરમીટ હોલ્ડર પાસે જઈ અને તબિયતથી નાખણી કરે મેં તો મૂકી દીધું છે પણ મોટા દીકરાને એવી શરદી થઈ છે કે  દવાથી ફેર નથી પડતો. ૧૦-૧૫ એમ.એલ. બ્રાન્ડી પીવડાવવી છે અને બાકી આખા શરીરે ચોંપડવી છે એટલે જો બ્રાન્ડી પડી હોય તો એકાદ ક્વાટરિયુ આપશો? હિન્દુસ્તાનમાં હજુ તબિયતના નામે દૃવી ઉઠતા હૃદયો ધડકે છે.  ચુનિયો ૪ માંથી ૨ ને તો પાડી જ દે. વરસાદ આવે એટલે ચુનિયો વરસાદી માહોલ જોતો જોતો ઘરના ભજીયાના બાઇટીંગ સાથે બ્રાન્ડી પીતો મેં પોતે જોયો છે ત્યારે મને ફરી વરસાદ પર માન થઈ આવે કે આનો સદઉપયોગ પણ થઈ શકે. આ તો બહુ મોટા થયા પછી અમને પહેલા વરસાદના ઉપયોગની ખબર પડી બાકી નાના હતા ત્યારે અમને પહેલા વરસાદમાં અળાઇ મટાડવા માટે નવડાવવામાં આવતા...!!!

વરસાદની જે મજા હોય એ પણ જો એકવાર બાળપણમાં ખોવાઇને જોજો કે ભીની થઈ ગયેલી માટીમાં સૂયા ખૂંચામણીનો કેવો આનંદ હતો, માંડવીને ગોળ ખાઇને જે આનંદ મળતો એ કદાચ હવે ભજીયામાં નથી મળતો.  વરસાદમાં દારૂ પીને મજા કરવી એના કરતા હાથ પહોળા કરીને વરસાદી બૂંદોને સીધી મોઢામાં ઝીલવાનો નશો કંઈક ઓર જ હતો. ખાબોચિયામાં  ઠેકડો મારીને મિત્રોને ભીંજવવાથી જે હાસ્ય મળતું અને પછી તમને પાણી ઉડાડવા પાછળ ફરતા, દોડાદોડી કરતા મિત્રોને જોઈને જાણે જિંદગી વસૂલ થઈ જતી. આવ રે વરસાદ..ઠેબરિયો પરસાદ આજે પણ ગાઈ જોજો અને પછી જે ખૂશી મળે અનુભૂતિ કરજો. આ આનંદ સેલ્ફીમાં નહીં જ મળે, આ આનંદ ફેસબૂક પર સ્ટેટસ અપડેટ કરીને નહીં જ મળે કે નહીં મળે વ ોટ્સએપ પર બે ચાર ફોટા મૂકીને. આપને પચાસે પહોંચ્યા હોઈએ અને ભૂતકાળમાં  વરસાદમાં કોલેજના મિત્રો સાથે પલળ્યા હોઈએ એ યાદ કરીએ તો પણ રોમાંચિત થઈ હવે એ જ કોલેજના મિત્રો મોટા પરિઘમાં પલળતા હશે પહેલા  પલળતા તો કવિતા સુજતી હવે કલ્પના કરીએ તો એકાદ હાઇકુ માંડ સૂઝે.પણ તોયે જૂનુ તે સોનું.

વિચારવાયુઃ સ્થુલકાય હોવાનો મોટો ફાયદો એ કે તમે વરસાદની મજા વધારે માણી શકો.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

''કુલ રૂ.  ૨૦૦ ના કપડા પહેરી અને એ પણ ઢગલામાંથી ઉપાડેલા કોઈ જેન્તી નામનો ગાયક ખાવડીમાં ઘૂસી ગયો છે. અંદાજે એકાદ કરોડ રૂપિયા લઈ અને જશે.*

ચુનિયાના આ સ્ટેટમેન્ટ પર હું અડધો ગાંડો થઈ ગયો. એને અને અમારા ધુળાકાકાને આ જસ્ટીનભાઈનું નામ ગોખાવતા પૂરા ૪ દિવસ થયા હતા. મને તો જસ્ટીનભાઈનો અવાજ સાંભળુ એ સાથે પેટમાં ઘૂળ ઘૂળ થવા લાગે પણ  આપણે પણ યુવાન છીએ એવું દેખાડવા જોર પડે તો પણ વાહ વાહ બોલવું પડે. લોકો ફરી જૂનવાણી ફેશન તરફ વળતા જ હોય છે. એટલે હમણાં જ મેં એક ભાઈને પૂછી લીધુ હતું કે ચૂનો બહુ મોંઘો આવે? આવા સવાલથી તેમને  આશ્ચર્ય થયું એટલે મેં ફોડ પાડ્યો કે આ જસ્ટીનભાઈ લગ્નમાં આવીને કરોડોનો ચૂનો કેવી રીતે ચોપડી ગયા???

એક તો આપણી અંદર બળતરા સાથે ઘેરથી નીકળ્યા હોય અને સામે ચૂનિયો  દેખાય જાય એટલે દિવસ તો ગયો જ પણ ચુનિયો જે રીતે મને ખેંચીને પરાણે ૨ રૂપિયાવાળી સોડા પીવડાવવા એક ઓટલા પર બેસાડ્યો એટલે ધ્રાસ્કો તો પડ્યો જ હતો કે આજે ૨ રૂપિયામાં ચુનિયો કેટલા રૂપિયાનું કામ ઉતારી લે એ નક્કી નહીં! પણ ચુનિયાએ બિઝનેસ પ્રસ્તાવ મૂક્યો કે ''મિલનભાઈ, આ  જસ્ટીન બાબરનું સંભાળ્યું? ખાલી હોઠ હલાવ્યા, ગાયુ પણ નહીં અને કરોડો રૂપિયા લઈ ગયો. એટલા રૂપિયા ભેગા કરી ગયો કે આપણી સાત પેઢી પગ પર પગ ચડાવીને બેઠા બેઠા ખાય. હવે આપણા કમાવવાના દિવસો આવ્યા  છે, આપણી પાસે આ બાબર કરતા પણ ઊંચો કલાકાર છે'' મારે તો પહેલા ચુનિયાને સમજાવવું પડ્યું કે બાબર નહીં બીબર પણ ચુનિયાને બિયરની ખબર હતી બીબરની નહોતી. પણ ચુનિયાને નામ સાથે કંઈ લેવા દેવા નહોતા  એને તો કરોડો રૂપિયા જ દેખાતા હતા પણ મને સવાલ હતો કે જસ્ટીન બીબર કરતા મોટો કલાકાર કોણ હશે? એટલે ચુનિયાને પૂછી જ કાઢ્યુ. ચુનિયાએ નામ ડીક્લેર કર્યું જેન્તી બિમાર. નામ સાંભળતા જ મને ધ્રુજારી તો  ચડી જ ગઈ હતી પણ ચુનિયાએ ડીટેલીંગ શરૂ કર્યું. જો મેં જસ્ટીનનો ફોટો જોયો. થાપાથી નીચેનું પેન્ટ, ઉઘાડુ ડીલ, કેટલા દિવસથી નાહ્યા વગર સાહુડીના પીછા જેવા વાળ, વાંકી ચૂકી ચાલ, કારણ વગરના ઠેકડા, જરૂરી ન હોય ત્યાં પણ રાડો પાડવી અને આખા સ્ટેજ પર કારણ વગરની દોડા દોડી. આ બધુ જ અમારો જેન્તી ચપટી વગાડતા કરી શકે. આ તો થાપા નીચે સુધીનું પેન્ટ પહેરે છે, અમારો જેન્તી તો પહેરતો જ નહીં, એટલે ચડ્ડી જ પહેરીને ફરે.  અમે બધા વળી એક ગુજરી બજારમાંથી તેના માટે પેન્ટ લાવ્યા પણ કમર મોટી હોવાને લીધે વારે ઘડિયે થાપા નીચે ઊતરી જાય. કમાણી થશે તો શર્ટ પણ આપણે પહેરાવીશું પણ ત્યાં સુધી તો ઉઘાડા ડીલે જ છે. જેન્તી માથામાં દાંતિયો તો ઘુસતો જ નથી. એકવાર પ્રયત્ન કર્યો હતો તો દાંતિયાના અડધા દાંતા તૂટી ગયા પણ વાળ સીધા ન થયા એટલે પછી એમ જ રહેવા દીધા છે અને એકવાર જૂ મારવા હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખ્યું ત્યારથી ભૂરા પણ થઈ જ ગયા છે. જેન્તી આમેય ક્યારેય સીધો ચાલ્યો નથી એટલે વાંકી ચૂંકી ચાલનું લક્ષણ તો જન્મથી જ છે. નોકરીમાં જ્યાં જ્યાં ગોઠવ્યો ત્યાંથી ઠેકડા મારી  મારીને નીકળ્યો છે અને પેટનો દુખાવો કાયમી રહે છે. એટલે ગમે ત્યારે રાડો પાડી પાડીને ઠેકડા મારવામાં તો જેંતિને કોઈ લગે જ નહીં. રહી વાત દોડા દોડીની તો ઉઘરાણીવાળા એટલા પાછળ ફરે છે કે સતત દોડતો જ રહે છે'' મને આટલી વાત તો બરાબર લાગી પણ મુખ્ય વાત હતી ગાવાની તો ચુનિયાએ તેનો પણ જવાબ આપ્યો કે ''આ પણ ક્યાં ગાઈને ગયો? એણે પણ હોંઠ જ હકાલ્યા હતા'' ચુનિયાને વિગતે સમજાવ્યો કે આ પહેલા તો તેણે  ગીતો ગાયેલા છે, રેકોર્ડ થયા છે અને તેના પર તેને લીપ સીંક કર્યા હોત પણ અમારા ચુનિયા પાસે બધી જ વાતના ઇલાજ હોય! તરત જ કહે કે ''મને  ખબર જ હતી એટલે જ અત્યારે મેં કિર્તિદાન ગઢવી અને ઓસમાણ મીરના ગીતો તેને ગોખાવવાનું શરૂ કરી દીધું છે. તમારે તો બધા કલાકારો સાથે સંબંધ છે. અને સ્ટૂડિયોવાળા પણ ઓળખે એટલે આપણે રેકોર્ડ કરી લઈશુ, આને તો ખાલી હોઠ જ ચલાવવાના છે ને? બાકી પેલાને તો ટિકિટ વેચવાની  ઉપાધી હશે ને? આપણે તો ટિકિટ વગર જ ઘોળ કરવાની છૂટ રાખીશુ. તમે ક્યાં નથી જાણતા કે કિર્તિદાન અને ઓસમાણભાઈના ગીતો ઉપર કેટલા રૂપિયા ઉડે છે. આપણે તો વકરો એટલો નફો. કરો મંડાણ ત્યારે''

આખી વાત સાંભળ્યા પછી મને એટલું તો થઈ જ ગયું કે આ પાછો પડવા નથી આવ્યો. મેં શાંતિથી ખભ્ભે હાથ મૂકીને ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રોગ્રામમાં જગતભરની સેલિબ્રિટી હતી. જસ્ટીન બીબર યંગસ્ટારમાં પ્રચલીત છે એટલે આટલા રૂપિયા મળે, જ્યારે ડાયરામાં ઉમર લાયક માણસો આવે પણ ચુનિયો એમ ગાજ્યો જાય? તરત જ કહે ''યંગસ્ટાર રૂપિયા કોના ઉડાડે? બાપાના ને? આપણે સીધું મૂળ જ પકડવાનું. બાપાને પણ ક્યારેક તો રૂપિયા ઉડાડવાનો ચાન્સ મળવો જોઈએ કે નહીં?'' ચુનિયાને ડરાવવાનો મોકો શોધતો હતો તેમાં વાતમાંથી વાત નીકળી કે સ્ટેજ, મંડપ, લાઇટ્સ, સાઉન્ડ સીસ્ટમ બધાની વ્યવસ્થા પણ જોઈએ. ચુનિયાએ ત્યાં જ બેઠાં બેઠાં બે ચાર ગરબી મંડળમાં ફોન લગાડ્યા પણ હિસાબ કાઢતા ખબર પડી કે ૨૦-૨૫ લાખની વ્યવસ્થા તો રાખવી જ પડે એટલે રાજીનામું આપ્યા વગર જ ઊભા થતાં બોલ્યો ''સોડાના ૪ રૂપિયા આપી દેજો, હું જોઉં કે ૨૦-૨૫ લાખ કોણ મારા આ શ્રેષ્ઠત્તમ વિચાર ઉપર લગાડી શકે છે*...

કદાચ અમૂક વર્ષો પછી જસ્ટીન બીબરની કોપી કરતો કોઈને કોઈ કલાકાર ભારતમાં પેદા થશે જ પણ એક વિચાર એ આવ્યો કે આપણા દુહા, છપાકડા, રેણુકી છંદ, ચર્ચરી છંદ, ત્રીભંગી છંદ, દોમડિયો છંદ અને લોકવાણી શીખવા  માટે જસ્ટીન બીબર સાત જન્મ લે તો પણ શીખી ન શકે. જસ્ટીન બીબરનો વિરોધ નથી પણ આપણી સંસ્કૃતિના રખોપિયાનું રખોપુ કરવું એ પણ આજની યુવા પેઢીનું કર્તવ્ય છે. આટલી ટકોર પછી જો તમને એમ થાય કે ચુનિયો ખોટો નથી તો માત્ર ૨૦-૨૫ લાખની જરૂર છે અને કમાણીમાં ભાગ પણ ખરો. કદાચ એવું પણ બને કે ટનાટન જેન્તી બિમારને લોંચ કરવામાં તમારુ પણ નામ બની જાય...

વિચાર વાયુઃ અમુક લોકો ગાય તો મજા આવે અને અમુક લોકો ગાય તો દયા આવે. પરંતુ તમારે આ વિચારવાનું નથી રિચાર્જ કરાવો.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એલા આપણા છાપામાં છાપવા માટે બીજા કોઈ સમાચાર છે કે નહીં? આખું પાનું ફલાણું પડી ગયું, ઢીકણું તૂટી ગયું, અહીંયા તિરાડ પડી, ઓલી જગ્યાએ ભુવો પડ્યો, રોડ, રસ્તા,પુલ,... ધરાસાઈ થયા. આવા સમાચારથી મારૂ છાપુ ભરવાનું છે? એક તંત્રી પોતાના સ્ટાફને ખખડાવતા હતા.

સ્ટાફ નીચી મુંડી કરી અને સાંભળતો હતો. રીટાયરમેન્ટના ભારે ઊભેલા એક કર્મચારીએ નોકરી ન જવાની બીકથી મોઢું ખોલ્યું ''સાહેબ હજી તો અડધા  સમાચાર જ લઈએ છીએ સ્પેશિયલ પૂર્તિ કાઢવી પડે તેવી પરિસ્થિતિ છે.''

સાહેબ એ તરત જ કહ્યું ''મને નહીં ખબર હોય? પરંતુ બધા સમાચાર છાપવા માટે ના હોય, ન છાપવા માટેના પણ સમાચાર હોય જેનાથી છાપું ચાલે.''

બીજી બાજુ સો કીલો ઉપરના મંત્રીઓ પેટ પર હાથ ફેરવતા અને ઓડકાર ખાવાનો પ્રયત્ન કરતા મિટિંગ કરી રહ્યા હતા. સૌથી ભ્રષ્ટ નેતાએ સંબોધવાનું શરૂ કર્યું. મારા સાથીદાર (?) નેતાઓ, છેલ્લા ઘણાં સમયથી છાપામાં આવતા  અને ન આવતા સમાચાર મુજબ આપણા વિકાસના સમાચારો મારા સુધી પહોંચે છે તો થોડો સમય જનતાનો પણ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા માટે આજની આ ડ્રીંક એન્ડ ડીનરની મિટિંગ રાખવામાં આવી છે. સર્વપ્રથમ  આપણે એ ચર્ચા કરીશું કે સરકારી કોન્ટ્રાક્ટરોને શું ધ્યાન રાખવા કહેવું? તરત જ એક સિનિયર ભ્રષ્ટ નેતાએ હાથ ઊંચો કરી અને કહ્યું છે હાજર જ છે એ કાંઈ કહેવું હોય તે તમે જ કહી દો.

મુખ્ય નેતાએ કહ્યું કે એ શા માટે હાજર રહ્યા છે એટલે બે ત્રણ જણાએ કહ્યું કે  આજનો ખર્ચો હોટલથી માંડી અને ખાવા પીવાનો તેણે જ ઉપાડ્યો છે એટલે તેને હાજર રાખવા જરૂરી હતા. તમે ત્યારે ખખડાવો.

મુખ્ય નેતાએ હસીને કોન્ટ્રાક્ટરનો અભિવાદન કર્યું અને મૃદુ સ્વરે નિવેદન કર્યું  કે 'આગામી પુલ તથા રસ્તાઓ બનાવવામાં આવે તેમાં યોગ્ય માત્રામાં સિમેન્ટ અને ડામરનો ઉપયોગ કરવા આપને નમ્ર વિનંતી છે'.

કોન્ટ્રાક્ટરે કહ્યું છે 'તો આજની મિટિંગનો ખર્ચો મારી પર નહીં ને? તમે લોકો ખર્ચો વહેંચી લેતા હોય તો મને વાંધો નથી.

તરત જ ચાર-પાંચ નેતાઓના ઉગ્ર સ્વર સંભળાયા કે 'એના માટે તને જુદો રસ્તો મંજૂર કરી આપીશું બાકી આપેલા વચન માંથી ફરતો નહીં'.

કોન્ટ્રાક્ટરે પણ મોકાનો ફાયદો ઉઠાવી અને તરત જ કહ્યું કે 'તો તેમાંથી હું  કોઈને કશું આપવાનો નથી'.

કોઈ ગરાસ લુંટાઈ જતો હોય એમ નેતાઓ કોન્ટ્રાક્ટર પર તૂટી પડ્યા અને જણાવ્યું કે જે ટકાવારી નક્કી થઈ હોય તેમાં કોઈ ફેરફાર નહીં થાય'.

કોન્ટ્રાક્ટર એ પણ કહ્યું કે 'તો એક રસ્તાથી નહીં કામ પતે એકાદ પુલ પણ મંજુર કરો'.

સર્વાનુમત્તે તાળીઓના ગડગડાટથી એક રસ્તો અને એક પુલ મંજુર થયા.

ઘીના ઠામમાં ઘી પડતું જોઈ અને મુખ્ય નેતાએ કોન્ટ્રાક્ટર સામે ખંધુ હસી અને કહ્યું કે 'આ વખતે ઉપરથી સાહેબ આવી અને ખાતમુહૂર્ત કરવાના છે તો એકાદ બે વર્ષ પૂલ ટકી રહે તે રીતે સિમેન્ટ વાપરવાની રહેશે'.

'કેટલા ટકા કોને મળે છે તેની પારદર્શક રીતે ચર્ચા થવી જોઈએ. લોકશાહીમાં કોઈ નેતાઓને અંધારામાં રાખી અને નીતિ વિરુદ્ધનું કોઈ કાર્ય કરવા હું નથી માગતો'.

કોન્ટ્રાક્ટરે પણ નીતિ અનુસાર ૫૦ ટકા કાર્ય સંદર્ભે અને ૪૦% નેતાઓને દેવાનું વચન જાહેર મિટિંગમાં આપી દીધું. શોરબકોર વચ્ચે વધેલા દસ ટકા વિશે નેતાઓએ ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે 'તમારા  એકના જ ઘર છે એવું નથી. જે અધિકારીઓ આ કોન્ટ્રાક્ટમાં સામેલ હોય તેમને પણ મારે પ્રસાદ કરવો પડે. તેના ૧૦% તો રાખુંને? ફરી બધા નેતાઓને અંદરો અંદર વિચાર વિમર્શ કરી અને મણ મણની મુંડી હકારમાં હલાવવા  લાગ્યા 'સાચી વાત છે તમારી પ્રમાણિકતા ઉપર અમને માન છે. તમામ  લોકોનો ખ્યાલ રાખો છો તે જાણી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ'.

પીવાનું અને ખાવાનું શરૂ થયું કોન્ટ્રાક્ટર અડધો અડધો થતો નેતાઓની આસપાસ પ્રદક્ષીણા ફરવા લાગ્યો.  ઉપરોક્ત કહાની એ આજની વાસ્તવિકતા છે. લોકોને પણ રાજકીય પક્ષોના હાથા બની અને ઝંડા લઈ નીકળી જવું છે.

કોઈનો વાહન ખાડામાં પડે, વાહનને નુકસાન થાય કે વ્યક્તિ જિંદગી ગુમાવે પરંતુ જ્યાં સુધી પોતાના કુટુંબ સુધી વાત નથી આવતી ત્યાં સુધી પક્ષ વિપક્ષના ઝંડા તેમના મગજમાંથી નીકળતા નથી.

અમારા ચુનિયાનું વર્ષો જૂનું ખખડધજ સ્કૂટર જે ભંગારવાળા એ ઉપાડી જવાના ૨૦૦૦ રૂપિયા માગ્યા હતા તેને ઢસડી અને એક ભુવા પડેલા રસ્તા પર લઈ જઈ અને ખાડામાં ઘા કર્યો. કોર્પોરેશન પર કેસ કરી અને ઓળખીતા ડોક્ટર પાસે ૫૦-૫૦% મંજુર થતી રકમનું સેટીંગ કરી દાખલ થઈ ગયો. બે દિવસમાં સ્કૂટર પેટે ૫૦૦૦ અને સારવાર પેટે દસ હજાર રૂપિયા મળ્યા.  હિસાબ કિતાબ પતાવી અને ૧૦૦૦૦ રૂપિયા ખિસ્સામાં નાખી એક મહિનો ટૂંકો કરશે. વાત હસવા જેવી છે પરંતુ તેની પાછળનું દર્દ એ છે કે લોકોએ બે છેડા ભેગા કરવા માટે ખોટું કરવું પડે છે.

આટલા ભંગાર રોડ રસ્તા પુલ સરકારી મિલકતો ચણાય છે, બને છે, તૂટે છે પરંતુ આજ સુધીમાં કોઈ અધિકારી-પદાધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાયદાનો કોરડો વીંજાયો નથી.

હાસ્ય લેખ લખતા લખતા ક્યારે આક્રોશની ભાષા આવી ગઈ તે ખબર ન રહી. પરંતુ શું કરવું હું પણ આ અદભુત દેશનો સામાન્ય નાગરિક છું માત્ર બળાપો કાઢી જાણું. કહેવાય છે કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો  પરંતુ આજકાલ ઈશ્વર પણ ગાંધીજીએ માર્ગે ચાલતો હોય તેમ કોઈને લાકડી ફટકારતો નથી.

સામાન્ય નાગરિક તરીકે સલાહ આપી શકું કે રસ્તા પર પાણી ભરાયા હોય તો વાહનો લઇ અને બને ત્યાં સુધી, કામ ન હોય તો ન નીકળવું. આપણા સગા વહાલાઓ જશે પરંતુ નિંભર, ભ્રષ્ટાચારીઓના પેટનું પાણી પણ નહીં હલે.

વિચારવાયુઃ નેતા પુત્રઃ ડેડ આખા ઘરના તમામ સભ્યોને આ છેલ્લા ૧૫ દિવસથી હેડકી આવે છે.

ભ્રષ્ટ નેતાઃ લોકો પણ નવરા છે રસ્તા પર વાહન લઇ અને નીકળવું ન જોઈએ ને? એટલો બધો શું ગુસ્સો કરવાનો? મારો પરિવાર હેરાન થાય છે.

- મિલન ત્રિવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેરળમાં ચોમાસુ ચાલુ થયું એવું સાંભળવા મળે એટલે અમારા હૃદયમાં થોડી ઠંડક થાય. મુંબઈમાં બે-ચાર ઝાપટા પડે એટલે થોડો હરખ થાય. પછી તો વેકેશન કરવા સાળી આવવાની હોય અને જે રીતે જીજાજી રાહ જોતા હોય તેમ વરસાદની રાહ જોવાતી હોય. પરંતુ સૌરાષ્ટ્રમાં પણ શરૂઆત સારી થઈ છે. વરસાદની સાથે સાથે ઘરવાળીની વઢ પણ શરૂ થઈ ગઈ છે.

''ના પાડી હતી તો પણ બહાર ગયા. આટલા વરસાદમાં પણ ટાંટિયા ઘરમાં ટકતા નથી. જાડા ગોદડા જેવા જીન્સના પેન્ટ બે બે દિ લગી સુકાતા નથી...'' આવા કેટલાય ડાયલોગ ઘરે ઘરેથી સાંભળવા મળે છે.

મારા કરતા મારો ભાઈબંધ ચુનિયો આ સીઝનમાં સૌથી વધુ આકુળ વ્યાકુળ થાય કારણ કે જેવો વરસાદ આવે એટલે એને નાના-મોટા વ્યસનો યાદ આવવા મંડે. ઘરે ભલે ઘરવાળી તેનું કીધું ન કરતી હોય પરંતુ એકવાર ભજીયાનો ઓર્ડર આપી તો દે જ. અને કહી પણ દે 'ડુંગળી મરચા અને બટેટાની પતરી ઉપરાંત મેથીના બે-ચાર ગોટા પણ બનાવજે'. ચુનિયાને ખબર જ હોય કે મેથી બહાર લેવા જવી પડશે અને ઘરવાળી એ બહાને બહાર જવા દેશે એટલે ઝડપથી અડધો રેઇનકોટ (રેક્ઝીનનું જાકીટ ગઇ સીઝનમાં જ કાગળની જેમ ફાટી ચાર-પાંચ ટુકડામાં વહેંચાઇ ગયું હતું) અને ગઈ સીઝનમાં કોઈના ઘરેથી ઉપાડેલી, જોકે યાદ નથી કોના ઘરની હતી, સામેવાળા પણ કદાચ ભૂલી ગયા હશે એટલે ચુનિયા પાસે હજી જળવાયેલી પડી છે. તેવી છત્રી લઈને ચુનિયો ચાલુ વરસાદે નીકળી પડે.

આજે ભજીયાની સામગ્રી લઈને આવેલા ચુનિયાને ભાભીએ ખખડાવ્યા પછી હાશકારા સાથે બોલ્યા ''ક્યારની આકુળ વ્યાકુળ થતી હતી. આ તમે આવ્યા અને બે-ચાર વાર તમને વઢી લીધું એટલે હાશ થઇ. ચુનિયો ટેવાઈ ગયો છે એટલે રીઢા રાજકારણી પર માછલાં ધોવાય અને મૂંગો મંતર જાણે કશું બન્યું જ નથી તેવું વર્તે તેવું ચુનિયાનું વર્તન રહે.

આ વખતે વરસાદે જાણે કોઈ જુની દાજ ઉતારી હોય એમ પડવાનું ચાલુ કર્યું છે. પ્રેમિકાના પ્રેમ જેવો ધીમો ધીમો, મંદ મંદ, ભીંજવતા જરમર જેવો ગાલે ટીપાં પડે તો હૃદય સુધી તેની ઝણઝણાટી આવે તેઓ મસ્ત વરસાદ માગ્યો હતો પરંતુ ઉપરવાળાએ એક પત્ની હોવા છતાં પુરુષના મનમાં પ્રેમિકા આવી તેનો દંડ દેતા હોય તેવી રીતે પત્ની જેવો વરસાદ મોકલ્યો. ચાલુ થાય એટલે ધડબડાટી એવડા મોટા કરા પડે કે છત્રી લઈને જાવ તો છત્રી અંદર પણ વાછટ આવે. ખાબોચિયા તો એવા ભરાયેલા હોય કે આજુબાજુમાં ચાલતા વાહનો તમને કોરા મૂકે જ નહીં. સાળીના વિચારમાં વિહરતા હોઈએ અને અચાનક સાસુ ટપકી પડે તેવી હાલત થઇ ગઈ. માથામાં વાગે તેવા કરા આ સીઝનમાં શરૂઆતમાં જ અનુભવ્યા. એટલે પત્નીનો આભાર પણ માન્યો કે ટપલા મારી મારી અને મારું માથું મજબૂત કરવા બદલ આભાર. વરસાદના ફોરા શું બગાડી લેશે.

પલળતા આવેલા ચુનિયાને શબ્દોથી તો પોંખ્યો પણ ભજીયાની સામગ્રી મફત લાવવા બદલ માફી પણ આપી દીધી. શાકભાજીની લારીઓ વરસાદમાં પલળતી કેમ રાખી છે એમ ખખડાવી મફત ડુંગળી, મરચા, બટેટા, મેથીની ભાજી... અને બે દિવસ સુધી ચાલે એટલુ શાક પણ લઇ આવેલો. પણ પોતે પલળીને આવ્યો તેથી ભાભીનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો કારણકે છત્રી ક્યાં ભુલાઈ ગઈ હતી એક જ છતરીમા આખું ચોમાસુ કાઢવાનું હતું અને હવે પાછી કોઈની છત્રી ઉપાડવી, ભુલવાડવી તે સભ્ય માણસની નિશાની નથી તેવું ભાભીનું મજબુત રીતે માનવુ છે અને છતાં છત્રી પુરાણ કરવુ જ પડશે તેનો રંજ એક સંસ્કારી કુટુંબ માટે કેટલો હોય તે 'તુમ ક્યા જાનો વાંચક બાબુ?'

વરસાદમાં કોઈને ગમતા નામ તો કોઈને જામ યાદ આવી જાય. મારી જેવાને છુટ મળે તો જામ સાથે નામ યાદ આવી જાય. પણ ઘરવાળીની બીકે હું મારુ નામ પણ ભુલી જાઉં છું. એટલે હળદરવાળા દૂધ સાથે મારા માથે સંસ્કારી, ચારિત્ર્યવાનનું લેબલ લાગેલુ છે.

સૌનો વરસાદ અલગ અલગ છે. કારણ સંસ્મરણો, અનુભુતિ, સ્પર્શની માત્રા બધુ જ પત્નીથી છુપાવવાની કળા પર અવલંબે છે.

ચાલો છાંટા ચાલુ થયા કપડા સુકાય છે તે લેવાના છે.

વિચારવાયુઃ તેં તો નવો રેઇન કોટ લીધો છે ને? તો પલાળતો કાં નીકળ્યો? નવો છે. પલળે તો પાછો બગડે ને!!

મિલન ત્રીવેદી

 

 જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial 

યોગ દિવસ પર મેં માર્ક કરેલી અમૂક બાબતોની ચર્ચા કરવી છે.

વિરોધ પક્ષનું પ્રિય આસન શીર્ષાસન છે. ઉંધા માથે થઈ અને વિરોધ કરી રહ્યા છે. શાસક પક્ષનું પ્રિય આસન સવાસન છે. એ પણ આંખ બંધ કરીને. વિપક્ષ તો ઢોલ નગારા લઈને મચી પડે પરંતુ સવાસન તૂટે નહીં.

લોકોને તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જોઇએ છે. યોગ દિવસે જે અતિ ઉત્સાહી લોકો એ ફાંદ અવગણીને નીચા નમીને અંગુઠા પકડવાનો ધરાહાર હઠાગ્રહ રાખ્યો હોય તે લોકો હવે દુખાવાની દવા, માલિસનું તેલ, ટ્યુબ, પુરબહારમાં વપરાઈ ચૂક્યા હશે. સ્વાસ્થ્ય માટે યોગ જરુરી છે પરંતુ નિયમિત રીતે કરો તો બાકી ફોટો પડાવી પક્ષના આકાઓને દેખાડવા માટે, ફેસબુક પર અપલોડ કરવા માટે, વરસના વચલા દહાડે કરો તો મણકાની તકલીફ થઈ જાય. અમારા ચુનિયા અને દિલાનો સિદ્ધાંત પ્રમાણે જિંદગી જીવવા માટે છે વળ ખાવા માટે નથી. દેશ આખો જ્યારે ધંધો કરવા માગતો હતો કે કરતો હતો ત્યારે એક દાઢીવાળા બાબા આવ્યા અને દરેકને સમજાવ્યા કે ધંધો તો થશે યોગ કરો. લોકો બગલમાં આસનિયા અને શેતરંજી દબાવી દબાવી અને લાખોની સંખ્યામાં સામે યોગ કરવા બેસી જતા. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકો યોગ કરે છે અને બાબા ધંધો. જોકે સુપ્રિમ કોર્ટે હમણાં તેમને પણ શીર્ષાસન કરાવી લપડાકાસન કરાવ્યું છે. અત્યારે બાબા સવાસનમાં જ છે.

ચુનિયો દોડતો દોડતો મારી પાસે આવી અને હાથ ખેંચીને લઇ ગયો એક ખુલ્લા મેદાનમાં, ત્યાં ખુણે ઊભો રાખી અને મને કહ્યું કે સામે શું દેખાય છે. મેં કહ્યું નાના ટેકરા જેવું કંઇક છે. મને કહે એ ટેકરો નથી દિલો સૂતો છે ઉઠતો નથી. મને પણ આશ્ચર્ય થયું કે અહીં શું કામ સૂતો છે ચુનિયો કહે અમે બંને યોગ દિવસ હોવાથી સરકારી આમંત્રણ પ્રમાણે યોગ કરવા આવ્યા હતા. યોગ શિક્ષકે જે યોગાસનો શીખવાડ્યા તે મુજબ લોકો કરતા હતા પરંતુ મને અને દિલાને સવાસન માફક આવ્યું એટલે અમે લંબાવી અને આંખ બંધ કરી. હું તો ત્રણ કલાક પછી જાગી ગયો પરંતુ દિલો ગઈકાલનો જાગતો નથી. મેં જઈ અને દિલાના કાનમાં ખાલી એટલું કહ્યું કે થાળી પીરસાઈ ગઈ છે. તરત જ જાગ્યો.

વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે અધિકારીએ ટ્રેક સુટ, ટીશર્ટ આપવાની લાલચ આપેલી એટલે શીરા માટે શ્રાવક થયા હતા. ચુનિયાને તો વાંધો ન આવ્યો તેના માપનું ટીશર્ટ અને પેન્ટ મળી ગયા. તેને પહેલા બ્લેક કલર ના આપેલા પરંતુ એમાં ચુનિયાને જુદો પાડવો મુશ્કેલ હોય લાઇટ કલર ના ટીશર્ટ ટ્રેકપેન્ટ આપ્યા. પરંતુ દિલાને તો સાડા છ ફૂટની હાઇટ અને ૧૩૫ કિલોનો દાગીનો લગભગ દરેક એક્સએલ સાઈઝ ટ્રાય કરી લીધી છેલ્લે ૫-એક્સએલ સાઈઝના નવા સીવડાવીને આપવા પડ્યા.

દિલો અમસ્તો પણ ક્યાંક સૂતો હોય તો તેની બાજુના ત્રણ જણા દેખાય નહીં તેવું ટેકરા જેવું શરીર સવાસન સિવાય કાંઈ ન કરી શકે. દીલા અને ચુનિયાના બીજા ફેવરિટ આસનો એટલે નાસ્તાસન, ભોજનાસન, ટુંકમાં જલસાસન.

યોગી કરતા ઉપયોગી થવું જોઈએ અને કોઈને સળી કર્યા વગર શાંતિથી એક ખૂણામાં બેઠા રહો તો એ પણ યોગ જ છે. ઘરના ના પાડે છતાં ચોપડીમાં જોઈ અને યોગા શીખવાના અભરખા ન રાખવા જોઈએ. ચુનિયાના કાકા એક મહિનો સૂતા રહ્યા તેનું કારણ ચોપડીમાં જોઈ અને કરેલા યોગ. ઘરના બધા ના પાડે છતાં એકવાર બધા બહાર ગયા એટલે ચોપડીમાં જોઈ અને પગ માથાની પાછળ ભરાવ્યો, હાથની આંટી ચડાવી, શરીર થઈ ગયુ લોક, સજ્જડબંબ, હાથ પગ કઈ રીતે છુટ્ટા કરવાં તે વાંચવા જાય તે પહેલા ચોપડીનું પાનું ફરી ગયું. રાડારાડ થઈ અને પાડોશીએ આવીને છોડાવ્યા પણ એક મહીનો સારવાર ચાલી.

હું તો જો કે રોજ સવારે ૩૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરું છું. આવું એક રાજકારણીએ કહ્યું ખરેખર તેનું શરીર જોઈ અને માન્યામાં ન જ આવે છતાં મીડિયાના મિત્રો એક વખત કિંગ ઓપરેશન કરવા ઘરે પહોંચ્યા ખરેખર નેતાજી અડધી કલાક સૂર્ય નમસ્કાર કરતા રહ્યા એટલે કે સૂર્યની સામે ખુરશી ઉપર બેસી અને નમસ્કારની મુદ્રામાં બેઠા હતા.

ચાલો મારો સવાસનનો સમય થઈ ગયો. જેટલું લાંબુ સવાસન કરો તેટલી પૈસાની બચત થાય. કારણકે ખર્ચ કરવા માટે બહાર જવું પડે.

વિચારવાયુઃ દરેક ''યોગી'' મુખ્યમંત્રી નથી હોતા, અને દરેક મુખ્યમંત્રી ''યોગી'' નથી હોતા.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

છેલ્લા ત્રણ ચાર દિવસથી પુરુષ વર્ગ ચિંતામાં આવી ગયો છે. ચૂંટણીના પરિણામને અને તેની ચિંતાને કે શેરબજાર ઉપરથી નીચે પટકાણું તેમાં પેટનું પાણી પણ હલ્યું નથી. પરંતુ મૂળ મુદ્દો એવો છે કે વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે અને વાવાઝોડું પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યું છે. વળી પાછા વરસાદ અને વાવાઝોડામાં મગજ હલાવ્યું ને અરે ભલા માણસ તમારે પણ પિયરેથી પાછા આવતા હશે એટલે તમારું મગજ યોગ્ય દિશામાં કામ નથી કરતું. વાવાઝોડું એટલે કે તમારું આજીવન જોડું. મારી તો સગાઈ થઈ પછી એની શેરીમાંથી એનો હાથ પકડીને હું પોરસાતો પોરસાતો નીકળ્યો ત્યારે શેરીવાળા દરેક જણા કહેતા હતા વાહ.. વાહ.. શું જોડું છે. મારી છાતી ગજગજ ફુલતી હતી. પરંતુ હવે સમજાય છે કે તે લોકો કહેતા હતા કે વાવાઝોડું છે. તો હવે વાત સમજી ગયા ને કે કોણ આવે છે? ભલા માણસ મારે પણ મારું બંગાળની ખાડીનું લો પ્રેસર મારું હાઈપ્રેશર થઈ અને પરત આવી રહ્યું છે. તેઓ મારા સાળાનો ફોન હતો. જોકે મેં તો કહ્યું કે માંડ બિચારી કામકાજમાંથી પરવારી અને આરામ કરવા તમારે ત્યાં આવી છે. છોકરાઓનું વેકેશન ભલે પૂરું થઈ જાય શરૂઆતમાં કાંઈ માસ્તર ભણાવીને ઊંધા નહીં વળી જાય. અને આમ પણ સ્કૂલમાં ક્યાં કાંઈ ભણાવે છે. ટ્યુશન હમણાં ચાલુ થવાના નથી. તો થોડાક દિવસ ભલે આનંદ કરે. ફોનમાં ખાસ્સો સમય શાંતિ છવાયેલી રહી. પછી સાળાએ મૌનની દિવાલ ભેદી અને કહ્યું કે ''તમે ત્યાં એકલા હેરાન થતા હો અને અમે અહીં આનંદ કરીએ તો તે વ્યાજબી નહીં. એટલે હવે એ વાત ન કરતા''. ઘણીવાર આપણા નસીબ સારા ગણવા કે ખરાબ પણ સામેની વ્યક્તિએ ફોન ન કાપ્યો હોય અને આપણો કાન પર રહી ગયો હોય તેવું બન્યું. સાળો એના ભાઈબંધને કે ગમે તેને કે સ્વગત બોલતો હશે તે સંભળાયું,*બોલ્યા લો ભલે આનંદ કરે અમારે આનંદ નહીં કરવો હોય? નીકળે તો આનંદ થાય.છોકરાઓએ ગળે લઈ લીધો છે.* હું મારા સાળાનું દુઃખ પણ સમજી શકું છું. મારા ઘરવાળાને અને છોકરાઓને મારાથી વિશેષ બીજું કોણ ઓળખે. જોકે છેલ્લા પ્રયત્ન સ્વરૂપે મને એમ થયું કે એને ફોન કરી અને કહી દઉં કે ગાડી લઈ અને મૂકી જાવ તો કદાચ બે ચાર દિવસ પાછું ખેંચાય. અને મને આગ્રહ કરે કે તમે લઈ જાઓ તો હું કામનું બહાનું કાઢી અને એક ાદ અઠવાડિયું ખેંચી લઉં. મેં ફરી ફોન લગાડ્યો રૂક્ષ સ્વરે સાળો બોલ્યો, હમમ.. મેં તરત જ ફુંક મારી કે એક કામ કરજો ગાડી લઈ અને તેમને મૂકી જજો. તો તરત જ મને કહે ''તમે એને પણ ફોન કરી દો કે તૈયાર રહે. હું અત્યારે જ ઘરે જાવ છું. અને બેસાડી એને લેતો આવું છું.'' હવે મને ત્યાંના ભૂકંપની તીવ્રતા સમજાણી. સ્કૂટરમાં પણ ૫૦થી વધારે પેટ્રોલ ન નખાવતો સાળો ગાડી ફૂલ કરી અને મૂકવા આવે તો કેવો હાહાકાર મચ્યો હશે. સાળાએ વધારે સુખદ આંચકો તો એ આપ્યો કે, ''બનેવી સાહેબ ચિંતા ન કરતા મૂકી જઈશ અને તમારા માટે એક નંગ આખું લેતો આવું છું જરૂર પડશે''.

મારી ઘરવાળી એવી દાધારીંગી છે કે પિયરમાં સંપૂર્ણ આરામ કરવાનો છે એમ કહીને જ પહોંચે અને કાયદેસર ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે વચ્ચેના સમયમાં મોલ સિનેમા ની મજા... મારા સાળાની ઘરવાળીને પણ તેના પિયર ન જાવાદે નહીંતર કામ કરવું પડે ને? મીઠી મીઠી વાતો કરી અને એને કહે કે હું પાછી આવી જાવ ને પછી તમે જજો. ગબ્બરસિંહની રામગઢમાં એન્ટ્રી થાય એટલે ગામવાળાઓ આઘા-પાછા થઈ જાય એવો ખોફ ઊભો કર્યો છે.

મને બીજી કોઈ ચિંતા નથી આવે તેનું જ ઘર છે પરંતુ ત્યાં છોકરાઓને મારા વિરુદ્ધ એવી પટ્ટી પઢાવીને આવે કે વાત જાવા દો છોકરાઓ આવતા વેંત જાસુસની ભૂમિકામાં આવી જાય અને ખૂણા કાચરામાંથી શીંગના ફોતરા, એકાદ બે વેફરના કટકા ગોતવા લાગે. અને જો હાથમાં આવી જાય તો એસીપી પ્રદ્યુમન ની જેમ મારી પૂછપરછ થાય. અરે ભાઈ માણસ સ્વતંત્રતા પર્વના મનાવે? પાડોશમાં પડતી બારી ફરી મારે સજ્જડ બંધ કરવાની, પડદા લગાવવાના, કપડાના ઢગલા વ્યવસ્થિત મૂકવાના, દરેક ભાઈબંધ દોસ્તારોને ખાલી કોથળાઓ લઈને બોલાવવાના અને ખાલી બાટલીઓ સગે વગે કરવા કહેવાનું. કેટલા કામ હોય? અને આનંદ કરતા કરતા કામ કરો કે ટેન્શન સાથે કામ કરો ફરક તો પડે જ ને.

ને ફરી મારા શાળાને ફોન કરી અને કહ્યું કે બે-ત્રણ દિવસ હું કામમાં છું તો બને તો થોડાક દિવસ પછી લઈને આવ. જવાબ દીધા વગર ફોન કાપી નાખ્યો. પરંતુ મને એક વાત સમજાઈ ગઈ કે હાલ ડેમના દરવાજા થોડા ખુલ્યા છે એટલે ઉપરવાસમાં પાણીથી નુકસાન નહીં થાય. આપણે સલામત છીયે.

ફરી ફોનની ઘંટડી રણકી આ વખતે ૪૪૦નો ઝટકો લાગ્યો. ખુદ ગબ્બરનો ફોન હતો બે-ચાર ઊંડા શ્વાસ લઈ અને ફોન ઉપાડ્યો અને વાત ચાલુ કરી ''બોલ બોલ ડિયર, આટલા દિવસે મારી યાદ આવી''? મસ્ત ફુલાવેલા ફુગ્ગા માંથી કોઈ અટકચાળો એકાદ ટાંચણી મારી અને ધડાકા સાથે હવા કાઢી નાખે તેવો અવાજ સામેથી આવ્યો ''બસ બસ હવે ખોટા વેવલા વેડા રહેવાદ્યો. અને સાંભળો આજે હું નક્કી કરું છું કે ક્યારે આવું છું ફોન કરું એટલે દૂધ લઈ લેજો, કામવાળીને બોલાવી રાખજો, ઘર સાફ-સફાઈ થઈ જાય તેનું ધ્યાન રાખજો... મારે ખાલી ''હો'' એટલું જ કહેવાનું હતું.

છતાં મેં મરણિયા પ્રયાસ કર્યો અને કહ્યું કે ''છોકરાઓ મજામાં? તેમને ત્યાં મામાને ત્યાં ગમતું હોય તો નારાજ ન કરતી, વઢતી નહીં,બે ચાર દિવસ ભલે રોકાય અને જલસા કરે''. પરંતુ છોકરાઓએ પણ હાથ તાળી દીધી તરત જ ઘરવાળી એ કીધું કે,'' મારે બે ત્રણ દિવસ રોકાવું છે પણ છોકરાઓ માનતા નથી''. મારા તરફની છોકરાઓની લાગણી ઉપર કેમ ગુસ્સો કરવો તેમ છતાં મેં છેલ્લા પ્રયત્ન સ્વરૂપે બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને કહ્યું કે ''છોકરાઓને સમજાવાય કે મમ્મીનું ઘર છે તો બે-ચાર દિવસ અહીં રોકાઈએ અને પછી પપ્પા ક્યાં ભાગી જવાના છે.જઈશું''. પરંતુ મારા બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા અને મને અધરતાલ રાખી ફોન કાપતા પહેલા છેલ્લું વાક્ય બોલી ''જોઈશું પછી ફોન કરૃં''.

પરંતુ એક વાત તો નક્કી જ છે કે હવે સાવધાન થઈ જવું પડે ગમે ત્યારે વાવાઝોડું આ બાજુ ફન્ટાઈ શકે છે.

વિચારવાયુઃ આ વેકેશન બેનના 'સન' સાચવવા માટે આવતું હોય છે?

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જે જે વાચકો પરિણીત હશે એમને આ સુરસુરિયા શબ્દનો અર્થ ખબર જ હશે પણ આ શબ્દ દિવાળી ઉપર તરત જ ધ્યાનમાં આવે. જો આ શબ્દનો સૂક્ષ્મ અર્થ ન જોતા સાચો અર્થ જાણવો હોય તો આ વખતની ચૂંટણીનું પરિણામ ત્રણ  દિવસ પછી આવે ત્યારે વધુ જાણવા મળશે આપણે જેને ધડાકો માન્યો હોય તે ભૂંડે હાલ હારે એટલે તેને સુરસુરિયું થઈ ગયું ગણાય.

બીજી વાત એ કે મારી પેઢીના બાળપણ સુધી જવું પડે કેમ કે આર્થિક રીતે સદ્ધરતા આવ્યા પછી લોકો ન સળગે એ ફટાકડાઓને ફેંકી દેતા હોય છે પણ અમારા વખતે ૧૦ કે ૧૨ રૂપિયાના ફટાકડા જ લઈ આપવામાં આવતા  એટલે એક પણ ફટાકડો ફૂટે નહીં એ ન ચાલે અને પછી આવા સુરસુરિયા થયેલા ફટાકડા ભેગા કરીને એકાદ છાપાના કટકામાં ભડકો કરી તેમાં વચ્ચે આ સુરસુરીયા મૂકી અમે ફટાકડાથી પણ વધારે આનંદ લીધો છે. અમારો ચુનિયો પોતાના જ નહીં પણ આજુબાજુમાં કોઈ ફટાકડા ફોડતા હોય અને ન ફૂટે તો તરત જ ઝડપ મારીને લઈ લેતો. એક વખત અમારા પાડોશમાં કોઈએ લક્ષ્મી છાપ ટેટો ફોડ્યો. થોડી વાર રાહ જોઈ પણ ન ફૂટ્યો એટલે ચૂનિયાએ  સીધો ઉપાડીને ખીસ્સામાં મૂક્યો એવો જોરદાર અવાજ થયો અને એની પાછળ જ ચૂનિયાનો ટેટાના અવાજ નાનો પડે એવો અવાજ આવ્યો. મેં જઈને  જોયું તો ચુનિયાના લેંઘાનો એક પાયચો જ ગુમ હતો! આ તો ભલુ થજો  ભગવાનનું કે ખાલી પાયચાથી જ પત્યુ બાકી સુરસુરિયાની લ્હાયમાં દાઝી જવાય તો??? એટલે હારી ગયેલા ઉમેદવાર ક્યારેક ફેર મત ગણતરીમાં જીતી  જાય તો હાલત બગડી જાય.

સુરસુરિયા ગમે તે ક્ષેત્રમાં થતા હોય છે. કોલેજમાં સાથે ભણતી છોકરીએ સ્માઇલ આપ્યું હોય અને ભાઈ એટલાં ખુશ થઈ ગયા હોય કે આપણું હવે ગોઠવાવામાં જ છે. જેવો મેળ પડે એટલે તરત જ આખા ગ્રુપ વચ્ચે એટમબોમ્બ ફોડવો છે કે જૂઓ કોલેજની સૌથી સુંદર છોકરી મારી સાથે છે. આ બોમ્બ ફોડવાની તૈયારીમાં કોફી, પીઝા, બર્ગર, રોજ છોકરીના મોબાઇલમાં રીચાર્જ, લોંગ ડ્રાઇવ, એકાદ વાર મેસેજ ન પહોંચે ત્યાં તો નવો ફોન છોકરીને આપી  દીધો હોય, ક્રેડિટ કાર્ડના બેય ખૂણા ઘસી નાખ્યા હોય અને દિલ રોજ બોલતું  હોય કે મારો મુકામ તારી હથેળીમાં પણ જ્યારે મોબાઇલ હાથમાં આવે,  પોતાનો નંબર ડાયલ કરે અને લખેલું આવે કે રાજુ સેવાભાવી ત્યારે રાજેશને ખબર પડે કે આ તો સુરસુરિયુ થઈ ગયું

ચૂંટણી હોય અને નેતાની આજુબાજુમાં ઓછામાં ઓછા ૨૦૦ કે ૩૦૦ માણસની ભીડ હોય. એક પછી એક વાતો કરતા હોય કે આ સમાજના અગ્રણી સાથે વાત થઈ ગઈ છે. આખો સમાજ તમને જ મત આપવાનો છે. મેં  ૫૦૦૦૦ રોકડા આપી દીધા છે. ત્યાં બીજો બોલે સામેના એરિયામાં તો એવી ગોઠવણ કરી છે કે સામા પક્ષના કોઈને અંદર પણ નથી આવવા દેતા. બોલો ખાલી ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચીને એક ગેઈટ બનાવી દીધો ત્યાં તો આપણી વાહ વાહ થઈ ગઈ છે સભા સંબંધોનમાં એટલી બધી તાળીઓ પડતી હોય કે  નેતાશ્રી એમ જ માને આ વખતે તો હું જ છું. મત પડે અને મત ગણતરી શરૂ થાય એ વચ્ચેના ગાળામાં તો કેટલાય ફટાકડા ખરીદી લીધા હોય પણ જ્યારે રીઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે કુટુંબના કુલ સભ્યો ૫૦ છે પણ કુલ મત ૪૮ કેમ મળ્યા? હવે આને કહેવાય સુરસુરિયા...

આપણને સમાચાર એવા આવ્યા હોય કે આ વેકેશનમાં સાળી ઘેર રોકાવવા આવવાની હોય. એટલાં હોશ સાથે મોંઘા ભાવની મીઠાઈઓ લાવ્યા હોઈએ અને સાળી આવવાના માનમાં ઘરવાળીને પણ એટલી સરસ રીતે સાચવી હોય કે એ પણ ખુશખુશાલ આપણી સાથે ખરીદીમાં આવી હોય અને સાળીને  આપવાના ડ્રેસ સાથે પોતાના પણ બે ત્રણ ડ્રેસ ખરીદી આવી હોય. સાળીને  ક્યાં ક્યાં ફેરવીશુ એ લીસ્ટ પણ તૈયાર કરી રાખ્યું હોય અને જેવો દિવસ આવે કે સાસુ, સસરા, કાકાજી, કાકીજી મળીને ૧૫ માણસોનું લશ્કર ઘેર ધામા નાખવા આવી ગયું હોય, બસ ન આવી હોય તો એક સાળી જ. પૂછતા ખબર  પડે કે એ લોકો તો ગૃપમાં કાશ્મીર ફરવા ગયા છે એવી ખબર પડે ત્યારે દિલમાં  એમ થાય કે મારુ ભલે સુરસુરિયુ થયું પણ કાશ્મીરમાં બોમ્બ ધડાકો થવો જ જોઈએ

ભારત ગમે તેટલું સારી રીતે વિકાસ કરી રહ્યું હોય પણ છોકરાને વિદેશ મોકલવાની ઘેલછા સતત વધતી જ જાય છે. ખબર પડે કે ભાઈ ૧૦ લાખ રૂપિયામાં ક્યાંય ન ચાલે એવા પાર્સલને અમેરીકામાં સેટલ કરી આપે છે એટલે તરત જ વિચાર્યા વગર ફાઈલ મૂકી દીધી હોય. એડવાન્સમાં ૧૦ લાખ ચૂકવી પણ દીધા હોય અને આશાવાદી તો એટલાં હોય કે ગરમ કપડાની ખરીદી શરૂ કરી દીધી હોય. પત્રાનો ટ્રંક વેચીને નવી બેગ ખરીદી લીધી હોય.  વિઝા ઇન્ટર્વ્યૂની તારીખ નજીક આવે ત્યાં તો આખી શેરીમાં પથરાય એવડી ટેટાની સર લાવી રાખી હોય અને જ્યારે ખબર પડે કે ભાઈને આપવામાં  આવેલો ઇન્ટર્વ્યૂનો લેટર પણ ખોટો છે અને વિઝા માસ્ટર ૧૦ લાખ આવા  ઘણા પાસેથી ઉઘરાવી પોતાના છોકરાને અમેરી કા મોકલી ચૂક્યા છે ત્યારે ઘેર પડેલી ટેટાની સર પર આંસુઓની ધાર વહી હોય તો પછી સુરસુરિયા ન થાય  તો શું થાય???

ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે ઓછામાં ઓછી ૧૦૦ ફિલ્મ્સના  મંડાણ થઈ ચૂક્યા છે. કોઈક સ્ક્રીપ્ટ પર અટકી છે, કોઈનું શૂટીંગ ચાલુ છે તો કોઈનું પોસ્ટ પ્રોડકશન. નવાણીયા પ્રોડ્યૂસરને એવો જ વિશ્વાસ હોય છે કે ૨૫ કે ૩૦ લાખ ખર્ચીને ૫ કરોડ કમાવી લેવાની આથી સારી તક બીજી હોઈ જ ન શકે. આપણે તો ધડાકાભેર માર્કેટમાં આવીશુ એવી આશા હોય પણ  જ્યારે ફિલ્મ તૈયાર થઈને હાથમાં આવે ત્યારે ખબર પડે કે આ ફિલ્મને રીલીઝ કરવાની હિંમત કોઈ પણ કરી શકે એમ નથી! બે-ત્રણ વર્ષ સુધી પ્રયત્નો  કરીને પછી જ ખબર પડે કે આ ફિલ્મની ડીવીડી તૈયાર કરાય અને આડોશ પાડોશ કે મિત્રોને જ બતાવાય. ધડાકાભેરના આ સુરસુરિયા બહુ ટૂંકા સમયમાં જ જોવા મળશે. પાક્કી તારીખ આપું તો નવમી જૂને....

વિચારવાયુઃ પરિણામ જોતા ક-મોસમી ફટાકડાઓ ફૂટતાં જ રહેશે?

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

''ભગવાન તારું જો અસ્તિત્વ હોય તો મારા છોકરાને બુદ્ધિનો બળદીયો બનાવજે સ્માર્ટ ન બનાવતો''

ચુનિયાએ પ્રાર્થના ચાલુ કરી અને ઘરવાળાની ચોટલી ગીતો થઈ ગઈ. 'તમે તો કેવા બાપ છો એકના એક છોકરાને બુદ્ધિનો બળદિયો બનાવવો છે? માણસના લગ્ન થાય ત્યારથી એક સ્માર્ટ સંતાનની ખેવના હોય. તમારા મોઢામાં આ શબ્દો શોભતા નથી અને તમે જે માગો છો તે તમે સાબિત થાવ છો.'

ચુનિયાએ તરત જ કહ્યું કે 'હું જે માગું છું તે વ્યાજબી છે અને જે નથી ઇચ્છતો તે થઈને જ આ માગું છું. ૧૨ પાનાના છાપામાં તું વાચતી નથી કે સ્માર્ટ મીટર જોઈતું નથી.

છોકરો સ્માર્ટ હોય તો બધું એડવાન્સ ભરવું પડે. ભણે, પરણે, નોકરીએ ચડે કે ધંધો કરે બધે એડવાન્સ રૂપિયાનો ઢગલો કરો પછી તે આગળ વધે.'

કોઈ સિદ્ધહસ્ત સંતના ચરણોમાં રીઢો રાજકારણી પડે તેમ ભાભીએ શરણાગતિ સ્વીકારી લીધી.

આજકાલ લગભગ જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલુ થઈ ગયો છે. લોકોને સ્માર્ટ શબ્દ ખુંચવા લાગ્યો છે. જૂનું તે સોનુ આ શબ્દ ગુંજવા લાગ્યો છે. એમાં તો કેટલાય પરિણીત પુરુષોના નવા સંબંધોમાં બ્રેકઅપ પણ થવા લાગ્યું છે. આમ પણ સ્માર્ટ ગર્લફ્રેન્ડ પ્રિપેડ જેવી જ હોય. બધું એડવાન્સમાં અપાવો પછી તમારી સાથે મિત્રતા કરે. તેના કરતાં ઘરવાળી સારી તમામ સુખ સગવડ સાચવે પછી ખર્ચ કરવાનો.

હમણાં અમારા એક મિત્ર તેના દીકરા માટે છોકરી જોવા ગયા. બધું જ ફાઈનલ થઈ ગયું પછી કોઈ એવી વાત નીકળી અને દીકરીના મા-બાપે કહ્યું કે 'ચિંતા કરોમાં અમારી દીકરી બહુ સ્માર્ટ છે'. તરત જ મારો મિત્ર આખા કુટુંબ સાથે ઊભો થઈ ગયો અને કહી દીધું કે 'બધી ખોટ સ્વીકાર્ય પણ સ્માર્ટ નહીં ચાલે'.

વર્ષોથી વાપરતા સ્માર્ટફોન તરફ પણ લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે. વિચારતા થઈ ગયા છે કે આ પણ જે તે સમયે સ્માર્ટ ખરીદી ન હતી. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એવી પરિસ્થિતિ થઈ છે.

સરકાર કોથળાની સામે કોથળો આપે છે. પરંતુ લોકોને એવું લાગે છે કે તેમાં પાનશેરી મૂકેલી છે. ટકો રંગાઈ જતા વાર નહીં લાગે.

અમારી સોસાયટીમાં એક પેજ પ્રમુખ રહે છે. વારંવાર સરકારની સારી બાજુઓ સુવર્ણ અલંકારો સાથે અમારી સામે રજૂ કરે છે ગમે તે હોય છેલ્લા ૧૫ દિવસથી અમારી બેઠકે આવતા નથી. અમારા વિસ્તારના નેતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા ગયા તો ચોકીદાર પાસે બહારથી તાળું મરાવી અને સાહેબ બહારગામ ગયા છે. મીટર બોક્સની ચાવી પણ ગુમ થઈ ગઈ છે અને અમારા સાહેબની સાત પેઢીમાં કોઈએ તાળું તોડ્યું નથી કે તોડાવ્યું નથી એટલે હાલ સાહેબ ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર ફીટ કરવાનું નથી તેવું કહેવરાવી દીધું છે.

લોકો કોરોનાથી જેટલું નહતા ડરતા તેટલું સ્માર્ટ મીટરથી ડરવા લાગ્યા છે. હવે તો ઉઘરાણી કરવા જાય ત્યાં ધમકી પણ આપે છે કે જો મારા પૈસા પાછા નથી આપ્યા તો કાલ સાંજે તારે ત્યાં સ્માર્ટ મીટર ફીટ કરાવી દઈશું અને ખરેખર આ ધમકી એટલી અસરકારક સાબિત થાય છે કે બપોર પડતા ઉઘરાણી પાકી જાય છે.

લોકો શ્રાપ દેવામાં પણ હવે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરે છે. બાજવામાં બાવડેબાજને ન પહોંચી શકે તો મનમાં ને મનમાં આતરડી બાળી અને કહે છે કે આવા ને તો સ્માર્ટ મીટર જ પહોંચે.

પહેલા તો સ્માર્ટ શબ્દ સાંભળતા ગલગલીયા થવા માંડતા. નવી વહુ કેવી છે તરત જ કહે બહુ સ્માર્ટ છે. એટલે હિતેચ્છુઓ રાજી થતાં અને હિતશત્રુઓના પેટમાં તેલ રેડાતું. સ્માર્ટ વહુ આમ જુઓ તો સાસુ માટે હાનિકારક સાબિત  થાય. સાસુના દરેક પેંતરા રામાયણ સિરીયલમાં જેમ બંને બાજુથી બાણ છુટતા અને વચ્ચે અવકાશમાં તણખા જરી શત્રુના બાણને વેરવિખેર કરી નાખતા તેમ સ્માર્ટ વહુ છે તે સાસુના દરેક વાક્ બાણને અસરકારક બને તે પહેલા જ ભાંગી તોડી અને ભૂકો કરી નાખે. સ્માર્ટ શબ્દ અત્યારે એટલો તિરસ્કૃત થઈ ગયો છે કે દરેક સાસુ ઈચ્છે છે કે વહુના બે આંટા ઓછા હશે તો ચાલશે પણ સ્માર્ટ તો નથી જ જોઈતી. જોકે સામે વહુઓ પણ એવું જ ઈચ્છે છે કે સ્માર્ટ સાસુઓ નકામી આપણું ચાલવા ના દે. વરના ગળામાં ગાળીયો પરોવવાની તૈયારી કરો ત્યાં સ્માર્ટ સાસુ એવો કોઈ પેંતરો અજમાવે કે દીકરો મંદબુદ્ધિ થઈ અને માના ચરણોમાં સમર્પિત થઈ જાય. અડધા આંટાની સાસુ હેન્ડલ કરી શકાય પરંતુ સ્માર્ટ ચીપ ધરાવતી સાસુ રણ મેદાન છોડાવે. દીકરાઓ તો સ્માર્ટ રહ્યા જ નથી કારણ કે તેને આ ઘરના રણ સંગ્રામમાં કોણ ક્યારે શું કરશે તે નક્કી જ નથી કરી શકતો.

સ્માર્ટ ના નામે ક્યારે ઓવર સ્માર્ટ બટકી જાય તે નક્કી થતું નથી. અને આ વાત સ્માર્ટ લોકોને પણ સમજાતી નથી. અરે રીઢા રાજકારણીઓને પણ અમુક વાર સમજાણી નથી કે આપણે આટલા સ્માર્ટ હોવા છતાં પણ આપણે જેને મંદબુદ્ધિ ગણતા હતા તે નેતા કઈ રીતે ઓવરટેક કરી ગયો.

સમજવા

માટે

અઘરું

રહે

તેવું

આવો અર્થ થાય છે.

માણસના મગજમાં પણ મીટર ફીટ થયેલું છે. ઘણાંએ ડાયરેક્ટ લંગરીયા નાખ્યા છે એટલે કે કોઈ બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે પોતાનું મીટર હોય જ નહીં. ઘણાંના મીટરમાં ચેડા થયેલા હોય. એટલે કે ક્યારેક ફરે ક્યારેક ન ફરે,  ક્યારેક બુદ્ધિ ચાલે ક્યારેક ના ચાલે. ઘણાંના મીટર બંધ જ હોય છે. એટલે કે  તમને લાગે કે બુદ્ધિ છે પણ ચાલતી ન હોય. ઘણાંએ તો સોલાર પેનલ લગાડેલી હોય અને મીટર પણ ટનાટન હોય એટલે કે બુદ્ધિ એટલી બધી  ચાલતી હોય કે બીજાને ભાડે પણ આપે.

સ્માર્ટ મીટરનું ગતકડું સમજાવતા એક-એક દાઝેલા સંસારી મિત્રએ કહ્યું કે આ તો કેવી વસ્તુ છે કે માંડ તમારો સંસાર સરસ રીતે ચાલતો હોય ત્યાં પિયરને ફાયદો કરાવવા વહુ ખોટી વાતે ઉપાડો લે અને સરસ રીતે ચાલતા સંસારને ડખોળી નાખે એવો ઘાટ છે. ઘરના વિરોધ કરે તો તરત જ સ્માર્ટ વહુ પિયરીયાને શું ફાયદો છે તે ભુલવાડી તેની વાતથી તમને શું ફાયદો છે તે જણાવવા માંડે. અત્યારની વાતે તો એવું જ લાગે છે કે વહુનું ચાલશે અને  પિયરિયાઓ મહાલશે.

વિચારવાયુઃ નીતિમત્તા, પ્રમાણિકતા માટે પણ સ્માર્ટ મીટર હોવું જોઈએ. લોકોની સેવા કરવા માગતા નેતાઓ પહેલા આ બંને ગુણોનું ફૂલ રિચાર્જ કરાવે પછી જ તેની કારકિર્દીનું મીટર ચાલુ થવું જોઈએ.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

તું ડબ્બામાં છો કે નહીં? તને ડબ્બામાં લેવો પડશે, ડબ્બામાં જલસા જ જલ્સા,... એલા, ડબ્બામાં શેના જલ્સા? હા ભાઈ આ વોટસઅપ ગ્રુપ છે ''ડબ્બા ગ્રુપ''. લંગોટિયા મિત્રોનું, લેન્ડલાઇન ફોન જ્યારે લક્ઝરી ગણાતો, ટ્રાંજિસ્ટર પણ એરિયલ વાળો આવતો, વોકમેન ફેશન ગણાતો, શેરી રમતોની ચેમ્પિયનશીપ ગોઠવાતી, રોજ ઓટલા પરિષદ ભરાતી અને અલક મલકની વાતો કરતા એ સમયનાં સુપર ચેમ્પ બાળકોનું સુપર ગ્રુપ એટલે ડબ્બા ગ્રુપ.

ગ્રુપનું નામ સાંભળતા જ સ્વાભાવિક છે તમને એવું થાય કે આમાં બધા બુદ્ધિના બારદાન ભર્યા હશે. કારણ કે આપણે ઉપલો માળ ખાલી હોય તેને એમ કહીએ કે સાવ ડબ્બા જેવો છે. પરંતુ આ ગ્રુપમાં ૫૦+ જુવાનિયાઓ સાવ ડબા જેવા જ છે પણ સોનાના ડબ્બા.

સાસણનો પ્રવાસ નક્કી થયો અને ડબ્બાઓ મંડ્યા ખખડવા. સામાન્ય રીતે જ્યાં પ્રવાસ થાય ત્યાં ઘરેથી જમવાના પોતપોતાના ડબ્બા લઇ અને સૌ જાય અને ત્યાં ભેગા થઈ ભેગું કરી સાથે જલસા કરે. એટલે હવે ખબર પડી ને કે ગ્રુપનું નામ ડબ્બા ગ્રુપ શું કામ પડ્યું છે આમ તો દરેક બહેનો પોતાના ડબ્બાને સાથે લઈને જ જાય છે.

સંજુ સમાચારે આ પ્રવાસની તમામ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી લીધી હતી. ચિન્ટુ, પીન્ટુ, રાકલો, જલો, પોલિયોના ટીપાં પીવડાવવા નીકળેલા માસ્તર જેમ ઘરે ઘરે યાદી લઈ જાય અને પાય તેનું નામ ટીક કરે એમ સંજુએ ગ્રુપમાં ખર્ચનું ગણિત મૂકતા અંગુઠા માંડ્યા આવવા. અમૂક લોકોએ તો સાથે સાથે ફરમાઈશો પણ મૂકી. ખાવામાં ફલાણી વસ્તુ જોઈશે નાહવા માટે ડૂબી ન જવાય એવડી ઉંડાઈનો સ્વિમિંગ પૂલ જોઈશે. જલું એ તરત જ પોતાની સાઇઝ પ્રમાણે કહી દીધું કે પાંચ ફૂટથી વધારે ઊંડો હશે તો હું મારા ભાગે આવતા સ્વિમિંગ પુલના રૂપિયા કાપીને બાકીના રૂપિયા ભરીશ. ૬ ફુટ સુઘી પહોંચવામાં થોડાક છેટા રહેલા પીન્ટુ, ચિન્ટુ, રાકલા, ચકુ,... વિગેરેના ગઠબંધને તરત જ આ પૈસા ન ભરવાની વાતને ગ્રુપમાં સખત શબ્દોમાં, બોલ્ડ લેટર કરી વખોડી કાઢી. લાલ ચોળ મોઢા વાળા ઈમોજી મૂક્યા, જોકે જલું ના સાથીઓ તરીકે પંડિત, પલો, સંજુ અને હું ઊભા રહ્યા કારણ કે જલુની વાતમાં દમ ન હતો પણ સામા પક્ષે હાઈટનો રોફ અમને નડતો હતો. જોકે પછી અમે બધાએ નક્કી કર્યું કે જેના પગ તળીયે ન અડે તે ચિલ્ડ્રન પુલમાં નાહવા પડે. તેમાં જો નાનપ લાગતી હોય તો ડોલ લઈ અને કાંઠે બેસીને નાય. પરંતુ પૈસા તો પૂરા ભરવા પડશે. જલુ પગલા પાછળ હટી ગયો અને ત્યારે તો હા માં હા મીલાવી. બધા ઉત્સાહમાં હતા કે ચાલો ઘણાં વખતે બે દિવસ સાથે રહી અને જલસા કરશું.

સંજુ એ રિસોર્ટના માલિક સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને વાતચીતમાં એવો લપેટી યો કે માલિકને પણ ખબર ન રહી કે હવે ખાલી દસ્તાવેજમાં સહી કરવાની રહી છે. જો ૧૦ મિનિટ વધારે વાત કરી હોત તો રિસોર્ટ ડબ્બા ગ્રુપના નામે થઈ ગયો હતો અને માલિક બે દિવસનું પેકેજ માગતો હોત. સવારે કેટલાં વાગે પહોંચીશું અને શું કરીશું તેનું માઈક્રો પ્લાનિંગ સાથે ઓડીઓ મેસેજ મૂકાઈ ગયો હતો. સવારનો નાસ્તો એટલે સૌરાષ્ટ્રની શાન ગણાતા ગાંઠિયા, ફાફડા, જલેબી અને ચિપ્સ. જૂનાગઢથી મિસાઈલની જેમ છૂટેલી ૫ ગાડીઓ ટારગેટેડ ગાંઠિયાની દુકાન પર એક સાથે ત્રાટકી, મેનુમાં ગાંઠિયા અને ચિપ્સ ફીક્સ જ હતાં છતાં અલગ અલગ બે ચાર ફરસાણ ચાખી અને ગાંઠિયા ઉપર પસંદગી ઉતારી. હજુ તો દુકાનવાળો તાવડો ચડાવે, લોટ મસળે એ પહેલા એણે કેવા ગાંઠિયા બનાવવા તેની સૂચનાઓ દેવાવા માંડી. આખા મરી નાખજો, અજમો નાખજો, હીંગ નાખજો... ગાંઠીયાવાળાના હાવભાવ જોવા જેવા હતા. એકવાર તો તેણે પૂછી જ લીધું કે આ બધું નાખવું પણ ચણાનો લોટ નાખું કે નહીં? વાત વાતમાં તેણે કહી પણ દીધું કે બે પેઢીથી ગાંઠિયાનો ધંધો કરું છું. પછી તેના અંતરાત્માનો અવાજ પણ મેં સાંભળ્યો તે કહેવા માગતો હતો કે આવા ઘરાક આવવાના છે તેવી ખબર હોત તો ખરેખર મેં ધંધો મૂકી અને કરિયાણાની દુકાન શરૂ કરી દીધી હોત. પરંતુ એક સાથે ૩૫ જણા ગાંઠિયા ચિપ્સ ખાવાના હોય ધંધો પણ જતો કરાય નહીં અને અમને બધાને આ વાતની ખબર હતી એટલે સજેશન કરતા જ રહ્યા અને ગાંઠીયા વાળો એની રીતે બનાવતો રહ્યો. ગાંઠીયા અને ચિપ્સ સાથે સંભારો મરચા ચટણી આવતા હોય છે પરંતુ અમે નાસ્તો કરીને ઊભા થયા ત્યારે આજુબાજુવાળાને એવું લાગ્યું કે આ લોકોએ સંભારો ચટણી મરચા મંગાવ્યા હશે અને દુકાનવાળાએ સાથે થોડા ગાંઠીયા પણ આપ્યા હશે.

બરાબર દસ સાડા દસ વાગે રિસોર્ટ ઉપર પહોંચી ગયા અને અર્જુનને જેમ માછલીની આંખ દેખાઈ હતી તેમ સામાન મૂકી અને તમામ લોકોને સ્વીમીંગ પુલ દેખાયો. ડબા ગ્રુપમાં આ વખતે નક્કી થયું હતું કે પેટ ભરી અને ખાવું અને તન થાકે ત્યાં સુધી નાહવું.

મહિલા મંડળ તો સજ થઈ અને સ્વિમિંગ પૂલ આજુબાજુ ગોઠવાઈ ગયું પણ જે રીતે અમારો જમાવડો થયો તે જોઈ અને બીજા ગેસ્ટ નાહતા હતા તે બીકના માર્યા સ્વીમીંગ પૂલ છોડી અને નીકળી ગયા. આખા રસ્તે ધીમી ચાલતી ભેંસ તળાવ જોઈ અને જે સ્પીડ પકડે તેવી સ્પીડમાં અમે સ્વીમીંગ પુલમાં પહોંચી ગયા. એટલું નાહવું કે ગાંઠીયા અને ચિપ્સ પચી જાય અને જમવાના રૂપિયા વસુલ થાય. સ્વીમીંગ પુલમાં પાંચ ફૂટ પાણી ભરેલું હતું એટલે તમામ લોકો સચવાઈ રહ્યા. બપોરે જમવા માટે પાંચવાર કહેવા આવ્યા પરંતુ દરેક લોકોએ તેમના કહેવા પર ધ્યાન ન આપ્યું પરંતુ પોતાના પેટને પૂછી અને જ્યારે પેટે પરમિશન આપી ત્યારે જ બહાર નીકળ્યા. ગીરનાર તમામ રિસોર્ટમાં જમવાનું બહુ સરસ હોય દેશી ચૂલા પર રાંધેલી રસોઈ હોય અને અત્યારે તો કેસર કેરીની સિઝન એટલે કેરીનો રસ હોય. સૂપની જગ્યાએ કેરીનો રસ જમવામાં પણ કેરીનો રસ અને ડેઝર્ટમાં પણ કેરીનો રસ પછી તો ઊંઘને આમંત્રણ થોડું દેવું પડે? પાંચ વાગ્યા સુધી ફરી સ્વિમિંગ પૂલ તરફ ડગલા માંડ્યા. પેકેજમાં નથી છતાં બે વાર સ્વીમીંગ પુલમાં નાતા નાતા ચાની મજા માણી. આ કામ રાકેશ કેતા રાકલો સંભાળે કારણ કે તે પેકેજ બહારનું સેટિંગ પાડી શકે તેવી કુનેહ ધરાવે છે. એટલું નાયા એટલું નાયા કે ફરી ભૂખ લાગી અને રાત્રે જમી નિરાંતે કુંડાળું વળી અને બેઠા અલગ મલકની વાતો કરવા પણ અત્યાર સુધી શાંત રહેલો જલુ અચાનક ગાડી ખોલી અને કરાઓકે સ્પીકર, માઇક લઈ આવ્યો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ, કારણ કે આ વખતે નક્કી કર્યું હતું કે કોઈ ગાશે નહીં. પરંતુ જલુ એ પણ નક્કી કર્યું હતું કે તમે સમગ્ર ડબ્બા ગ્રુપ વચ્ચે લાલ ઈમોજી મૂકી મને એકલો પાડી દીધો હતો તો હવે હું પણ બદલો લેવા માટે સજ છું. હજુ હા ના થાય તે પહેલા તો બે ગીત ઠપકારી પણ લીધા. અને આ કરાવો કે એ ચેપી રોગ જેવું છે દરેકના મનમાં એક કલાકાર દટાયેલો હોય છે જરાક જેટલો કોઈ આગ્રહ કરે તો તરત જ બીજમાંથી વટ વૃક્ષ બની અને એક સાથે ત્રણ ચાર ગીતો ઘા કરી દે. જેણે જેણે ચલુને ઈમોજીથી હેરાન કર્યા હતા તેની સામે જોઈ જોઈ અને એક એક ગીત જલૂએ ગાયું.

આમ તો બહુ લાંબી વાતો લખી શકાય એવું છે પરંતુ તમને પાછું વાંચતા વાંચતા ડબ્બા ગ્રુપમાં જલસા કરવા માટે આવવાનું મન થાય તો? પરંતુ જતા જતા એક વાત કહી દઉં કે રિસોર્ટના માલિકે આવજો કહેતા કહેતા એટલું કહ્યું કે હવે પછી કોઈપણ પેકેજ નક્કી કરાવો ત્યારે ખુલાસો કરજો કે કરાઓકે સિસ્ટમ લઈને આવવાના છો તો ૨૦૦ રૂપિયા વધારે થશે.

વિચારવાયુઃ બુદ્ધિગમ્ય વાતો અહોભાવ આપે બાકી મોજ તો મૂર્ખામી જ આપે. ભેગા મળી અને મૂર્ખામી કરો મસ્ત રહો.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

ગુજરાતમાં સાવ પુરૂ અને મહારાષ્ટ્રમાં ત્રીજા ચરણનું મતદાન પૂરૂ થયું. હવે જામશે પંચાતના ઓટલા. સાંજે ૬ વાગે હજુ તો મતદાન પૂરૂ થયું ત્યાં પાનના ગલે કે ચાની ટકરી ઉપર તમને શબ્દો સાંભળવા મળે ''હું નહોતો કે તો ઓછું મતદાન થશે આપણું આજ સુધીમાં ક્યારેય ખોટું પડ્યું નથી''. અરે અડધા આંટાની મોટર, આધારકાર્ડના હુબહુ ફોટા જેવો લાગશ, તું બહુ મોટું નામ કમાઈશ તેવું તારા જન્મતા વેત તારી કુંડળી જોઈ અને પોપટ જ્યોતિષે કહ્યું હતું એ પણ ખોટો પડ્યો છે.

પહેલાના જમાનામાં જેને પંચાતિયા કહેવાતા તેને આધુનિક રાજકીય વિશ્વમાં રાજકીય વિશ્લેષક, પોલિટિકલ એનાલિસ્ટ વિગેરે જેવા ભારેખમ નામથી શણગારવામાં આવે છે. આપણે તેને પૂછીએ કે ચાલો ઓછું મતદાન થયું તો કયા પક્ષને ફાયદો થશે તો તરત જ કહેશે કે હજુ વોર્ડ વાઈઝ મતદાનના આંકડા આવવા દો પછી હું તમને કહીશ કે કોણ કેટલી લીડથી જીતશે. આટલી વાત કરતા તો ઉધારમાં બે બીડી પી ગયો હોય.

અમૂક લોકોને તો ઘરની બહાર કાઢ્યા જેવા ન હોય ઉધારીને કારણે ઉકરડા સોંસરવો શેરી ગલી બદલતો નીકળતો હોય પરંતુ ચૂંટણી ટાણે કોઈ પણ પક્ષના કાર્યાલયમાં ગોઠવાઈ જાય અને યથાશક્તિ ફાળો પણ મેળવી અને જુની ઉઘરાણી પૂરી કરતા ફાકા ફોજદારી કરતો હોય.

માત્ર પુરુષો જ પંચાયત કરે છે એવું નથી અમારી સોસાયટીના મહિલા મંડળમાં સાંજે એક પક્ષને પટાવી અને તમારા તરફી મતદાન કર્યું છે તો નાસ્તા પાણીની વ્યવસ્થા તમારે કરવાની રાત્રે અમે જમવાનું નહીં બનાવીએ એટલે ટૂંકમાં નાસ્તો પણ એવો જોઈએ કે જમવાની જગ્યાએ ચાલે. વળી ઘરના માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવાની એવી શરતે પંચાત ચાલુ થઈ હતી. તેમાં પણ આજે બહેનોએ સામૂહિક આંગળીઓનો ફોટો પડાવ્યો કુંડાળું વળી અને હાથ બહાર કાઢી ડાબા હાથની પહેલી આંગળી વર્તુળમાં ગોઠવી અને ચી...ઝ... બોલી અને ફોટો પડાવ્યો. મને એમ થયું કે આમાં ક્યાં હસતા મોઢા આવવાના છે. આમાં તો જુદા જુદા નાના,મોટા, વધેલા, મેલવાળા, અડધા તૂટેલા નખ ઉપરથી કોના ઘરવાળા છે તે જ ઓળખવાનું છે.

તેમાં પણ ચીબાવલી જોકે એ તો શેરીના બૈરાઓના મતે બાકી પુરુષોને પૂછો તો સ્માર્ટ એવી જુલીએ મતદાનનું નિશાન દેખાડી અને કહ્યું કે આજે હું પિંક ડ્રેસ પહેરીને ગઈ હતી એટલે મેં તો કહી દીધું કે તમારી આ કાળી શાહી નહીં ચાલે પિંક હોય તો લગાડી દો અને તો જ હું મતદાન કરું. પછી તો શું પોલિંગ ઓફિસરથી માંડી અને પક્ષના કાર્યકરો સુધી દોડાદોડ થઈ ગઈ. મારા માટે ઠંડુ મંગાવ્યું. એસી માં બેસાડી એકાદ કલાક પછી પિંક કલરની શાહી મારી આંગળીએ ડિઝાઇનર લાઈન કરી અને મતદાન કર્યું. આટલું સાંભળી અને તમામ બૈરાઓએ લાંબા ટૂંકા જાડા રેલાયેલા ફેલાયેલા કાળા ટપકાઓ સંતાડ્યા અને મોઢા વાંકાચુકા કરી અને ઈશારાથી અંદરો અંદર કંઈક કેટલા વાક્યોની આપલે કરી. જોકે જુલીની કોમ્પિટીટર રસીલા એ તો તરત કહ્યું કે 'આજે તું ક્યાં મત દેવા ગઈ છો. આતો ગુલાબી કલરની નેઈલ પોલીસ છે'. છેલ્લા દડામાં ૬ રનની જરૂર હોય અને કાયમ પહેલા દડે આઉટ થતો બોલર સ્ટ્રાઈકમાં હોય પરંતુ આંખ બંધ કરી અને બેટ વીજે અને દડો ૬ રન માટે સ્ટેડિયમ વધી જાય અને જે આનંદ ટીમમાં પ્રસરે તેઓ આનંદ તમામ દેશી, અર્ધ દેશી બૈરાઓમાં ફેલાઈ ગયો. જોકે અમે પુરુષો જૂલીને એમને એમ સ્માર્ટ નથી કહેતા તેણે તરત જ ફેરવી તોળ્યું કે 'હું તો મજાક કરતી હતી. મેં તો અઠવાડિયા પહેલા જ બેલેટ પેપરથી મત આપ્યો છે મને રસાયણીક શાહીથી એલર્જી છે'. ફરી જીતી ગયા પરંતુ કવૉલિફાય ન થયા હોય તેવી હાલત મહિલા મંડળની થઈ.

પછી તો મહિલા મંડળ આ પ્રચારના દિવસોમાં કઈ રીતે પ્રચાર કર્યો, કેટલા દિવસ રસોડે રજા રાખી, પક્ષ તરફથી શું શું મેનુ હતું, તેમને કઈ રીતે સાચવ્યા આ બધી વાતો ચાલી.

કલર પરથી યાદ આવ્યું કે નોટબંધી પછી દુઃખી દુઃખી થતી બહેનો નવા નવા કલરની ચલણી નોટો બજારમાં મૂકાઈ તેનાથી ખૂબ ખુશ થઈ હતી. આરપાર દેખાય તેવા પાકીટ લઈ તેમાં જે કલર નો ડ્રેસ કે સાડી પહેરી હોય તે કલરની નોટો બહાર દેખાય તે રીતે પર્સ ઉપાડી અને લેવા જવાનું હોય માત્ર એક કોથમીરની ડાળખી પરંતુ વાયા શોપીંગ મોલમાં બે કલાક ગાળી અને કોથમીર કરતા મોંઘા ભાવનો મેકઅપ કરી સોસાયટી આખી જુએ તેમ મલપતી ચાલે નીકળી, કોણ કોણ જ્વલનશિલ સ્વભાવ ધરાવે છે તેના ઘર પાસે ખોંખારો ખાઈ, અને જો તેમ પણ ધ્યાન ના પડે તો બારણું ખખડાવી અને અહીંથી નીકળી હતી તો એમ થયું કે પાણી નો ગ્લાસ પીતી જાવ કહી અને જ્યાં સુધી તેના ચહેરાની રેખાઓ ન બદલાય ત્યાં સુધી વાતો કરી પોતાનો ગોલ સિદ્ધ કરે પછી જ ત્યાંથી આગળ જાય.

ખરેખર વડાપ્રધાન શ્રીએ બહેનોની વાત ખૂબ માની છે. કલરે કલરની ચલણી નોટો આપી અને તેમને ખુશ કરી દીધા છે અને આ જ વાત મતદાનમાં પણ અસર કર્તા રહે છે તેવું અમારો ચુનિયો કહે છે.

બે અલગ અલગ પક્ષના કાર્યકરો કોઈ એક ગલ્લે ભેગા થાય ત્યારે પોતાના પક્ષે તેને કઈ રીતે સાચવ્યો તેની ફાંકા ફોજદારી ચાલુ થાય. ગાંઠીયા જલેબીથી ચાલુ થયેલો નાસ્તો સુકામેવાની ખીચડીના સાંજના જમણ, વાળુ સુધી ચર્ચાય. જોકે આ ચર્ચા સાંભળ્યા પછી એક વાત નક્કી છે કે એક વખત હતો અડધી ચા અને ૫૦ ગ્રામ ગાંઠિયા ખાઈ અને કાર્યકર તનતોડ મહેનત કરતો. પરંતુ હવે પાક્કો નાસ્તો ગાંઠિયા, જલેબી, પૌવા, આલુ પરોઠા, દહીં થેપલા જેવી ચાર-પાંચ નાસ્તાની આઈટમ રાખવી પડે. જમવામાં પૂરી શાકથી ચલાવી લેતા જૂના કાર્યકરો પણ હવે બે સબ્જી, દાલ ફ્રાય, નાન, પરોઠા, જીરા રાઈસ સલાડ અને છેલ્લે આઈસસ્કીમ મેનુ માં ન હોય તો તેનો પ્રચાર કરતા નથી.

મજા તો ત્યારે આવે છે જ્યારે જુના કાર્યકરો આખા દિવસનું કાર્ય કરી સાંજે થાક્યા પાક્યા ચાની ટપરી ઉપર પક્ષના ખાતે અડધી ચા પીવા આવે ત્યારે નવા આવેલા, વિપક્ષની ભેટ જેવા પેરાશુટ ઉમેદવારના અંગત કાર્યકરો રોકડાની થપ્પી કાઢી ખેરાત બાંટતા હોય તેમ બે બે ચા ઠપકારી જાય અને આ જૂના કાર્યકરને પણ અડધી પા'જો એવું કહેતા જાય ત્યારે સમસમી ગયેલો જુના કાર્યકરના માથે એક તપેલીમાં ચા દૂધ મસાલો નાખી અને મૂકી દો તો તાત્કાલિક ગરમાગરમ ચા તૈયાર થઈ જાય એવી ખોપડી તપી ગઈ હોય છે.

ચાલો હવે પૂરૂ કરૂ મારે પણ કોણ કેટલી લીડથી જીતશે તે ફાંકા ફોજદારી કરવા પાનના ગલ્લે જવાનું મોડું થાય છે.

વિચારવાયુઃ એકાદ મહિના સુધી ચૂંટણીની ચર્ચા કરીશું. પછી શું કરીશું??? તેની મને તો ચિંતા છે.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મિલનભાઈ,  'ગરીબી એક અભિશાપ છે આવું વાક્ય બહુ જૂનું થઈ ગયું'.

ચુનિયાનું આ વાક્ય મને અંદરથી હલબલાવી ગયું. હું બોલી ન શક્યો પણ મારી આંખોના ભાવ વાંચી અને ચુનિયાએ નોનસ્ટોપ આગળ ચલાવ્યું કે, 'મિલનભાઈ તમારી અત્યારે જેટલી પ્રસિદ્ધિ છે તેના કરતા તમે જો ગરીબ હોત ને તો આજે તમે ક્યાંય હોત' જોકે મને જેટલું નામઠામ મળ્યું છે તેનાથી હું ખુશ છું. છતાં ચુનિયાના પ્રતિભાવ સાંભળવા માટે મેં આશ્ચર્ય સાથે તેને પૂછી જ નાખ્યું 'તેનું શું કારણ'?

 અને શેતાની ખોપડીના વિચારો નાયગ્રા ધોધની જેમ વહેતા થયા. તમે અત્યારે નવું નવું શોધી અને પ્રેક્ષકોને પીરસો છો અને હસાવો છો પરંતુ જો તમે ક્યાં રેલવે સ્ટેશન ઉપરથી, બસ સ્ટેન્ડ ઉપરથી કે ક્યાંક ચોકમાં ઊભા રહી અને તમારી કારકિર્દીની શરૂઆત કરી હોત અને આવા સારા જોક્સ કર્યા હોત, જો મારા જેવા એ તમારો વિડીયો બનાવ્યો હોત અને ફોરવર્ડ કર્યો હોત તો આજે તમને કોઈ સારો બોલીવુડનો એક્ટર કે હસ્તી રાતોરાત આવી અને ઊંચા મુકામ સુધી પહોંચાડી દીધા હોત. હજુ પણ મોડું નથી થયું મારું માનો તમે દાઢી વધારી નાખો તમારા માટે સ્પેશિયલ કપડાં હું એરેન્જ કરીશ એકાદ મહિનો ન્હાવાનું છોડી દો અને પછી આ જ જોક્સ તમે કરો પછી જુઓ તમારી કારકીર્દિ કેવી સોળે કળાએ ખીલે છે.' દુનિયાને કોણ સમજાવે કે ભાઈ ગરીબી પણ નસીબમાં હોવી જોઈએ તાજે તાજા ગરીબ બનેલા લોકોને કોઈ આવી હસ્તી ન સ્વીકારે. ચુનિયાએ મણ એકનો નિસાસો નાખ્યો અને કહ્યું કે 'કુદરતે મને ગરીબી આપી પરંતુ કોઈ કલા ન આપી, અમારા ભાઈ-બહેનોમાં તો સમજ્યા પણ, બાને'ય સરખું ગાતા નથી આવડતું નહીંતર આ ધોમ ધખતા તાપમાં ઘરે ઘરે જઈ અને દુનિયાભરની 'તારી મારી' કરતા હોય છે. જો ગાતા આવડતું હોત અને આપણે મેનેજ કર્યું હોત ને તો આજે બા ટાઢા રૂમમાં બેસી અને 'મેરી તેરી' કરતા હોત. ભાડાના મકાનમાંથી આખું ખાનદાન ત્રણ બેડના પ્લેટમાં પહોંચી ગયું હોત. મેં કહ્યું 'તારા બાપુજીને ટ્રાય કર' તો મને કહેજે એ ગાતા નથી ગાંગરે છે, અને ત્રણથી ચારવાર એક ટ્રસ્ટવાળા ગાતા સાંભળી ગયા તો હવે તેણે કહ્યું છે કે તમે ગાતા નહીં હું રોજનું ટિફિન તમારા ઘરે પહોંચાડીશ. અને બાપુજીનો આટલો ટેકો અમારા માટે ઘણો છે વધારે કોઈ આશા નથી. વચ્ચે તમને વાત કરી દઉં કે તહેવારોમાં જે પૈસાદાર લોકો છે તેમને મીઠાઈ વહેંચવાનો એટલો બધો ઉમળકો હોય છે કે ગરીબ વસ્તીમાં જઈ અને ઢગલાબંધ અમીર લોકો ઢગલાબંધ મીઠાઈ વહેચે છે. છેલ્લે છેલ્લે મને પણ મન થયું તો હું પણ મીઠાઈ વેચવા ગયો મારી કેપેસિટી પ્રમાણે મેં ગુલાબ જાંબુ પસંદ કરેલા પરંતુ જેવો વેચવા ગયો એટલે એ લોકો સામે કાજુકતરીનું બોક્સ ધરવા લાગ્યા કે સાહેબ આ વધારે છે તમે લેતા જાવ. મધ્યમ વર્ગને ઘેર એક મીઠાઈ માંડ બને ત્યારે આ ગરીબોને ત્યાં પુણ્યની ગંગા વહાવવા માટે નીત નવી નોખી નોખી મીઠાઇઓ પડી હોય છે. બિસ્કિટના પેકેટ તો આ ભિખારીઓ અડતા પણ નથી. ચુનિયાએ બળાપો આગળ ચલાવ્યો. મારી પાસે બધું જ છે મારો કાળો કલર છે, લમણે હાથ દઈને બેસતા પણ આવડે છે, હાવ ભાવ વગરનો ચહેરો પણ બનાવી લઉં છું, બસ એક ગાતા નથી આવડતું. મને થયું કે જો ચુનિયો અત્યારે ખાલી એટલી જાહેરાત કરે કે મને મદદ કરો નહીં તો હું ગાવાનું શરૂ કરીશ તો પણ ન ગાવાના રૂપિયા માળવા માંડે.

તાજેતરમાં જ સુપર ૩૦ ફિલ્મમાં એક અમીર બાપનો દીકરો એવો ડાયલોગ બોલે છે કે, 'મેં પૈસેવાલા હું તો ક્યાં ઉસમેં મેરી ગલતી હૈ'? જેનામાં કોઈ ટેલેન્ટ છે અને તેમને ચાન્સ નથી મળતો હોતો તેવા ઘણા લોકોએ છેલ્લા પંદર દિવસમાં આ ઉદગાર કાઢ્યા હશે. અત્યારે જેટલા સિંગિંગ માટેના રિયાલિટી શો આવે છે તેમાં ૫૦ ટકા ઉપરના તો એવા જ લોકો છે કે જેમની સ્ટોરી આપણે સાંભળીએ તો ખરેખર દુઃખ થાય જોકે લગભગ તે મેનેજ કરેલી સ્ક્રિપ્ટ જ હોય છે. મોટાભાગના હીરોની 'સ્ટ્રગલ સ્ટોરી' તમે સાંભળો તો એવું હોય છે કે 'હું મુંબઈ કલાકાર બનવા માટે આવ્યો ત્યારે સર્વપ્રથમ બાંકડા ઉપર રેલવે સ્ટેશન ઉપર સૂતો છું.બે દિવસ થાય ત્યારે એક વડાપાવ ખાવા મળે. ધક્કા ખાઈ ખાઈ અને ગાળો ખાઈ અને મને ધીમે ધીમે સફળતા મળી.' આમાં બધા કિસ્સા સાંભળી અને મને એમ થાય કે ખરેખર સફળ થવા માટે પહેલા ગરીબ હોવું જરૂરી હશે કે કેમ?

મને તો એમ થાય છે કે એક ઇવેન્ટ કંપની ચાલુ કરૂ જેમાં પૈસાવાળા હોય તેનામા ટેલેન્ટ હોય તો તેને તેની ગરીબી માટે સરસ મજાનો સ્વાંગ બનાવી, એક સારું લોકેશન શોધી, અને બે-ચાર સારા ગીતો તૈયાર કરાવી અને રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ કે કોઈ ભરચક ચોકમાં રમતો મૂકી દેવો. ત્યાર પછી તેનો વિડીયો ઉતારી અને તેને સરસ રીતે કોની પાસે લોન્ચ કરવો, બધું મેનેજ કરી દઈએ તો પૈસાવાળા સ્વાભાવિક રીતે ખર્ચ કરી અને સફળતા મેળવી શકે. બુદ્ધિશાળી લોકો વિચારે અને લઠઠબુદ્ધિના તરત અમલમાં મૂકે, હું વિચારતો રહ્યો અને ચુનિયાએ આ વાત અમલમાં મુકી, તેના દૂરના એક અમેરિકા રહેતા કઝિનનો તેને ફોન આવ્યો કે હું બીજું તો કંઈ નહીં પરંતુ અંગ્રેજીમાં ગીત ગાઈ શકું છું, મેચ ચુનિયાને પૂછ્યું કે, 'તારા ખાનદાનનો હોવા છતાં તેને ગાતા આવડે છે'? તો મને કહે 'મારો ડિસ્ટન્સ કઝીન છે એટલે થોડો ફાયદો તો રહેવાનો'.સ્વાભાવિક રીતે જ ત્યાં જન્મે અને મોટા થયેલા હોય એટલે અંગ્રેજી તો આવડતું હોય,ચુનિયાએ દસ લાખ રૂપિયામાં તેનો કોન્ટ્રાક્ટ લીધો. ચુનિયાના ઘરે જ તેની ટ્રેનિંગ ચાલુ થઈ. કબાડી બજાર માંથી એક ગિટાર લીધું એકાદ મહિના સુધી નાહવા જ ના દીધો, વાળ ઓળવાના દીધા, કપડાં એકના એક પહેરાવી રાખ્યા, દાઢી વધી ગઈ કાનમાં બે કડી પહેરાવી દીધી. પૂરી મહેનતથી તેને ગરીબ બનાવ્યો, અને ખરેખર દસ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા એટલે આમ પણ તે ગરીબ તો બની જ ગયો હતો, વળી દસવાર માગે ત્યારે ચુનિયો એકાદ ખાખરો ખાવા આવતો એટલે છેલ્લે મહિના પછી તો ખરેખર તે ભિખારી હોય તેમ ચુનિયા પાસે ખાવાનું માગતો. પછી માર્કેટમાં લોન્ચ કરવા માટે એક રેલવે સ્ટેશન પાસે નો સારો ચોક ગોતી અને તેને સ્થાપિત કર્યો. બે દિવસથી ભૂખ્યા હોવાને કારણે ગળામાંથી અવાજ નીકળતો નહોતો એટલે ચુનિયાએ એક લીંબુ શરબત પાયું અને ગિટાર હાથમાં પકડાવી અને થોડા છેટે તે મોબાઇલ લઇ અને રેકોર્ડિંગ માટે ઊભો રહ્યો. પેલાએ અંગ્રેજીમાં ગાવાનું શરૂ કર્યું અને ખરેખર ભૂખના માર્યા એટલા દર્દીલા ગીતો તેણે અંગ્રેજીમાં ગયા કે આંખમાંથી આંસુની ધાર વહેતી હતી લોકો પણ દ્રવિત થયા. થોડા સમયમાં તો આજુબાજુમાં બધાને ખબર પડી ગઈ કે કોઈ અંગ્રેજી ગાતો ભિખારી આવ્યો છે. મંડ્યા વિડીયો બનાવવા લોકોને ગીત સમજાતા ન હતા પરંતુ 'અંગ્રેજીમાં ગાતો ભિખારી' એવા ટાઇટલ સાથે વિડિયો થયા વાયરલ. કોઈ સંગીતકારની ઝપટે તો આ વીડિયો ન ચડ્યો પરંતુ છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાથી કીધા વિના નીકળી ગયેલો એટલે તેના બાપા ના હાથમાં આ વિડીયો આવ્યો અને એણે મારતી ફ્લાઇટએ ઇન્ડિયા એન્ટ્રી મારી અને નવરાવી-ધોવડાવી, ખવડાવી, ચોખ્ખો ચણાક કરી અને અમેરિકા લઈ ગયા ચુનિયાને ધમકાવી અને દસ લાખ પણ પાછા લઈ લીધા, હા એટલો સારો માણસ કે તેણે ચુનિયાને ખર્ચ પેટે ૨૨,૦૦૦ રૂપિયા આપ્યા. જે ચુનિયાએ સાજા, સારા, ખાતા-પીતા કુટુંબના એકના એક રતનને ભીખુ બનાવવા પાછળ ખર્ચ કરેલા.

વિચાર વાયુઃ પૈસા ના ગરીબ ચાલે, વિચારોના ગરીબ નકામા..

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

દરેક પરિણીત પુરુષે આ શબ્દો તેની વિવાહિત જિંદગીમાં એકવાર તો સાંભળ્યા જ હોય. હમણાં તો ઘણાં ગુજરાતીઓના ઘરે આ વાક્ય બોલાયું અને તેનું એપી સેન્ટર સુરત જાણવા મળ્યું છે.

વાતમાં જાજુ મોણ ન નાખતા પેપર ફોડી દઉં છું કે સુરતમાં લોકસભાની એક બેઠક બિનહરીફ જાહેર થઈ. કહેવાય છે કે કરોડોનો વહીવટ થયો. એ.. મુખ્ય પક્ષના ઉમેદવારે તો પેટ ભરીને ખાધા, તેનો હક છે. કારણ કે તે મુખ્ય પક્ષમાં હતો પરંતુ નાના નાના પક્ષવાળાઓએ પણ વહેતી ગંગામાં ધુબાકા મારી લીધા.

અમારા ચુનિયાના ઘરે તે દિવસની મગજમારી ચાલુ થઈ ગઈ છે. એમાં પણ ત્રણ દિવસ પહેલા સેન્સેક્સની સાથે સાથે ચુનિયાનું એકાઉન્ટ પણ પડ્યું. જે શેર લીધા હતા એ જ આખલાના માથા સાથે ભટકાણા. તે દિવસે સોનામાં ૨૦૦ રૂપિયા ઓછા થયા હતા. અને ભાભીએ શેર નહીં સોનુ લેવા માટે ધમપછાડા કર્યા હતા. પરંતુ ચુનિયાએ સમજાવ્યું હતું કે આ શેરમાંથી કમાઈ અને સવા શેર સોનું લઈશું. આખલાની પુઠે કો'કે બીડી અડાડી અને આખલો સડેડાટ નીચે આવ્યો અને એ આખલા નીચે અમારો ચુનિયો આવી ગયો. ખલાસ ભાભી એ ડબલ મારો શરૂ કર્યો. સોનુ ના લીધું તો ના લીધું શેર શું કામ લીધા? તમને લગ્ન વખતે લખેલા લવ લેટરમાં પણ શેર લખતા આવડતા ન હતા. મને તો તે દિવસની ખબર પડી ગઈ હતી કે આને શેર સાથે કાંઈ લેવાદેવા નથી. તેમ છતાં મારા લમણે લખાણા. મને એમ હતું કે સુધરી જશો પરંતુ તો પણ શેર બજારના રવાડે ચડ્યા. નહીં સોનુ, નહી શેર એ.. ખાલી સુરતમાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોત તો પણ ૧૦૦ ૨૦૦ ગ્રામ સોનું ચપટી વગાડતા લઈ શક્યા હોત.

અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોત તો મારી બહેનપણીઓ વચ્ચે બે ત્રણ દિવસ તો વટથી કહેત કે મારા ઈ સંસદ સભ્ય બનવાના છે. અને પાછું ખેંચી લીધું હોત તો પાંચ વર્ષની ગ્રાન્ટ જેટલા રૂપિયા કમાયા હોત. જોકે આ વાતનું ચુનિયાને પણ પારાવાર દુઃખ તો થયું જ. ખરેખર ગળામાં બગસરાનો પાંચ તોલાનો ચેન પહેરવા કરતા જો અપક્ષ તરીકે ઊભો રહ્યો હોત તો બગસરાની જગ્યાએ સસરાનો પાંચ તોલાનો સોનાનો ચેન પેરત. મેં કહ્યું કે રૂપિયા તને મળે પછી સસરા થોડા કરાવી દે. તો મને કહે એની દીકરી મારા ઘરે જે છે તેને તમે ઓળખતા નથી. મને તો ખાલી આંકડાની ખબર પડે. બાકી વહીવટ તો એ જ કરી લે. એના હાથમાં ગયા પછી હાથ ખર્ચીના રોજના રૂપિયા ૧૦૦ થી વિશેષ મને કશું ન મળે.

જોકે પછી ભાભીએ મન મનાવ્યું છે અને દરેક લોકોને એ કહેતા ફરે છે કે મારા ઈ બહુ ભોળા છે. મને આ વિધાન ઉપર વાંધો હતો એટલે મેં તો કીધું કે 'ભાભી આ ભોળો કઈ રીતે?' તો મને કહે 'હું એને મૂરખ થોડા કહી શકું?'

મૂરખનું સુધારેલું વર્ઝન એટલે ભોળા. ખરેખર ઘણાં એવા શબ્દો છે જેનો અર્થ ભોળા થાય છે. ઘણીવાર ઘરવાળી એવું કહે કે 'તમારે તો ખરીદી કરવા જવું જ નહીં તમને બધા છેતરી જાય છે. તમે બહુ ભોળા છો.' અહીં ભોળપણનો અર્થ બુદ્ધિવગરના અથવા તો મંદબુદ્ધિ એવો પણ થઈ શકે. કોઈ કામમાં કૌશલ્યની જરૂર હોય તો તરત જ કહેશે કે એને ના કહેતા એનું કામ નહીં એ બહુ ભોળા છે. અહીં ભોળપણનો અર્થ ડફર એવો કરી શકો.

આ તો તમારી ઘરવાળી તમારા વિશે સુવિચાર છે તે મેં તમને કહ્યું પરંતુ ક્યારેક પતિદેવ જાતે જ એમ કહે કે મને એ બધું ન સમજાય હું ભોળો છું. તો સમજવું કે આ મહા ચબરાક, ચાલુ, ગામ આખાને વેચી અને ચણા ખાઈ જાય એવો કાટ માણસ છે.

એવું જ એક હીટ વાક્ય છે 'તમને કાંઈ ખબર ન પડે..' આ વાક્યનો પ્રયોગ ત્યારે જ થાય જ્યારે પત્ની પોતાનું કામ પોતાની રીતે કઢાવવા માંગતી હોય, હજી તમે પડોશમાં રહેતી સુંદર પડોશન માટે તમારી કાર્યદક્ષતા દેખાડવા તત્પર થતા હોય અને આજુબાજુ જોઈ અને ખાતરી પણ કરી લીધી હોય કે કોઈ તમારી વાતમાં વચ્ચે પડશે નહીં ખાલી જગ્યામાં જ શોર્ટ મારવાનો છે. બરાબર તમે તેના કોઈ કામ માટે હા પાડવા જતા હો ત્યાં તમારી અર્ધાંગિની તમારું આખું અંગ દાબી તમારું બાવડું પકડી તમને એક બાજુ કરી અને એ સુંદર પડોસણ જોકે તમારી પત્ની માટે તે ચિબાવલી, નખરાળી સામે આવી અને કહે એને રહેવા દે, તારું કામ નહીં થાય, આમાં એને કાંઈ ખબર ન પડે. આપણું બાવડું પકડ્યું હોય તે હાથ એવો દબાવ્યો હોય કે આંગળાની છાપ આપણા બાવળા ઉપર પડી ગઈ હોય એટલે આપણે એમ પણ ન કહી શકીએ કે ના ના એવું નથી, મારાથી કામ થશે. પરંતુ એની પકડની તાકાત સામે આપણા શબ્દો બહાર ના નીકળે.

આવા તો ઘણાં વાક્યો છે જે તમારી સામે ઉપયોગ થતો હશે પરંતુ દરેક વખતે શબ્દનો અર્થ ફરી જતો હોય.

ચાલો મારી ઘરવાળી પણ મને બોલાવે છે ચારવાર રાડ પાડી છે હવે જવાબ નહીં દવ તો જમવાનું કામવાળી ને આપી દેશે પણ મને નહીં જમવા દે.

જોયું ફોન કરી અને એની માને તરત કીધું બહુ મીંઢા છે.

આવા કેટલા વાક્યો તમે સાંભળ્યા છે ભલે તમને ન કર્યા હોય પરંતુ માર્કેટમાં ફરતા હોય તો મને લખી અને જણાવજો.

વિચારવાયુઃ ''અમારે ઘરમાં એનું જ ચાલે'' આ વાક્ય બોલનારનું જ ચાલતું હોય છે.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

સુપ્રિમ કોર્ટમાં ધબધબાટી બોલે છે. ઈવીએમ હટાવો, એલા લીવ ઇનમાં નથી લીધું લગન કરીને લાવ્યા છીએ. અને ઈવીએમ એટલે નાનું બાળક સમજો છો? કે લાભ મળે તો એડજેસ્ટ થઈ જાય? મારુ મગજ પણ ક્યાંથી ક્યાં દોડે છે સાવ નાના બાળક જેવું છે.

ઇવીએમ મશીન ખાલી ચૂંટણી દરમિયાન જ કામ આવે એવું શું? કામ જો એડજસ્ટ થતું જ હોય તો સંસારના અમૂક નિયમોમાં પણ એ વપરાવું જોઈએ. લોકોનું એવું માનવું છે કે હું સ્વભાવે થોડો ઠાવકો અને સમજુ છું. એટલે  કુટુંબના નાના-મોટા કોઈના પ્રશ્નો હોય તો મને બોલાવી જાય કે ભાઈ આને સમજાવો. અને હું પણ જાણે બહુ સમજાવી જાણતો હોઉં તેમ દાઢી ઉપર હાથ રાખી ગંભીર મુખમુદ્રા ધારણ કરી અને બંને પક્ષને સાંભળી અને મારી સમજ  મુજબ જજમેન્ટ આપતો હોઉં છું. લોકો સ્વીકારી અને સમાધાન કરે. સારું લાગે તો વાહવાહ થાય અને ખોટું લાગે તો બહાર કોઈને કહેતા નથી. એટલે આપણું આ ચાલે છે. હમણાં ચુનિયાને ઘરે ભાભી સાથે કંઈક ડખો થયો ચુનિયાના મમ્મી-પપ્પા, છોકરો બધા જ ભાભીની વિરુદ્ધમાં આવી ગયા ભાભીને તરત જ હું યાદ આવ્યો એટલે મને ફોન કર્યો કે ''ભાઈ તમે તાત્કાલિક આવો ચુનિયાને સમજાવો મને કાઢી મૂકવાની વાત કરે છે, ભલે  આમાં હું ખોટી હોઈશ પણ કાયમ એ જ ખોટા હોય છે તો મેં કોઈ દિવસ તેને કાઢી મૂકવાની વાત કરી?'' મને ભાભીની વાત સાચી લાગી એટલે હું તરત જ દોડી ગયો. સાવ નાની એવી વાતમાં ભાભીએ જીદ કરી અને ચુનિયાને જાણે  મોકો જોઈતો હોય છૂટવાનો તેમ તેણે ભાભી પર ધોંસ બોલાવવાની ચાલુ કરી. હુંસાતુસી થાય ત્યાં સુધી બરાબર છે પરંતુ 'કા તું નહીં અને કા હું નહીં' ત્યાં સુધી વાત જાય તે વ્યાજબી નહીં. ભાભીનો વાંક એટલો જ હતો કે ચુનિયાને  કીધા વગર ઓનલાઇન કાંઈક મંગાવ્યું હશે તેમાં સ્ટીલના ૪ ચમચા ચુનિયાના હાથમાં આવ્યા જેની કિંમત ૪૦૦ રૂપિયા લખેલી હતી અને ચુનિયાનો મગજ ગયો કે આટલા ચમચા ઘરમાં હોય પછી આ ચાર ચમચાના ૪૦૦ રૂપિયા શુ કામ ચૂકવ્યા? ભાભીએ એક વાત છુપાવેલી કે ચારસો રૂપિયાની સાડી લીધેલી જેમાં ૪ ચમચા મફત મળેલા છે. પરંતુ સાડીની વાત કરે તો ડબલ ગરમ થાય કે કબાટ આખો ભરેલો છે તેને અગરબત્તી કરવાની છે? અને મને ખબર છે કે જ્યારે જ્યારે ભાભી નવા કપડા મંગાવવાની વાત કરે ત્યારે ચુનિયો તેનું કાણું પડેલું એક ગંજી દેખાડી ને કહે છે કે જો હું કેટલી  કરકસર કરું છું? ભલે તે ગંજી કોઈ દિવસ પહેરતો નથી અને ભાભીને દેખાડવા માટે જ રાખ્યું છે અને કદાચ પહેરે તો પણ એની ઉપર શર્ટ આવે છે. અને કંપનીવાળા દીવાળી ઉપર એકની સાથે બીજું ફ્રીની સ્કીમ એટલી બધી રાખે છે કે તેણે પોતાનો માલ ખાલી કરવો હોય ત્યારે કોકના ઘરમાં દીવાસળી ચાંપી અને ઓછામાં ઓછા ૧૦ ટકાના ઘરમાં તે ડખ્ખા કરાવતું હશે અને અમૂક બૈરા એવા હરખ પદુડા હોય છે કે તે પોતે માલ રાખી અને રાજી ન થતા હોય એટલા તો બીજા જુવે અને બળે તે વિચારી અને ડબલ રાજી થવાનું રાખતા હોય છે. અને પાછા કંપનીવાળા સાઇકોલોજી જાણે છે એટલે સ્લોગન  પણ એવું રાખે ''સવિતાએ મિક્સર લીધું, તમે લીધું?'' અરે પણ સવિતાનો પતિ પોલીસમાં છે તેને પોસાય. કોક બિચારા હાસ્ય કલાકારના ઘરમાં શુંકામ ડખ્ખા કરાવો છો? અડધું તો આ સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે પહેલા  આવું કશું હતું નહીં એટલે કોકના ઘરે જઈએ ત્યારે ખબર પડે કે તેણે શું નવું લીધું આ તો ઘરે જઈએ કે ન જઈએ સીધુ ફેસબુક ઉપર મૂકે અમારા ઘરે ટીવી આવ્યું, અમારા ઘરે ફ્રીજ આવ્યું, અમારા ઘરે વોશિંગ મશીન આવ્યું, તમારા  ઘર માટે આવું છે અમને શું કામ જણાવો છો? તમને ખબર નથી અમારા ઘરે પણ બૈરું છે. અને ઓલા ઝુકરબર્ગભાઈ પોતાની પત્નીને રસોઈમાં મદદ કરતા હોય તેવો ફોટો વાયરલ થયેલો એલા ભાઈ તું નવો-નવો મદદ કરતો  હોઈશ અમારા ઘરે ઘરે ધરાહાર ઝુકરબર્ગ થવું પડે છે. મોટા માણસો ખાલી ફોટા પડાવે કે વિડીયો ઉતરાવે બાકી સામાન્ય માણસને તો તે રોજનું હોય છે. આ હું પાછો આડે પાટે ચડી ગયો.

ચુનિયાને ઘરે બે વિભાગમાં બધા વેચાઈ ગયેલા બેઠક રૂમમાં આખું કુટુંબ એક બાજુ ભાભી સામેની બાજુ બંને બાબતોને વિચારી મનને સમજાવ્યા પરંતુ કોઈ સમજવા તૈયાર હતાં જ નહીં ભાભી ને ઘરમાંથી બહાર જવું ન હતું અને  ચુનિયાને ઘરમાં રાખવા નહતા.તમાશાને તેડું ન હોય અને વાત રહેવા ન રહેવાની હતી ચુનિયો અને એની વહુ પોતપોતાની વાત રજુ કરી સમર્થન વધારવાની ફિરાકમા હતા પરંતુ આ વખતે ચુનિયાનું પલડું ભારે હતું લોકો  ચુનિયાને સહાનુભૂતિ આપતાં હતા મને અંદરથી સ્ટ્રોંગ ફીલિંગ આવતી હતી કે આ વખતે ચુનિયો ધાર્યું કરશે ભાભી ચિંતામાં આવી ગયા ક્યાંયથી સમર્થન નહતું મળતું. વોટિંગની તૈયારીઓ થવા લાગી, બેલેટ પેપર તૈયાર થવા  લાગ્યા, ત્યાં અચાનક ભાભી ઉપર એક ફોન આવ્યો અને શાંત ચિત્તે લોકો વચ્ચે આવી અને તેણે કહ્યું કે, 'મને જે કાંઈ સમર્થન મળશે તે સર-આંખો ઉપર જો કે મને તો વિશ્વાસ છે કે હું જ સાચી છું અને મને જ વધારે સમર્થન  મળશે મારી એક છેલ્લી વિનંતી છે કે આપણે મતદાન માટે બેલેટનો ઉપયોગ નહીં કરીએ, ઈ.વી.એમ. મારા પપ્પા લઈ આવે છે એ આપણે વાપરીશું એટલે તમારે પણ ગણવાનો સમય બગડે નહીં અને તાત્કાલિક ધોરણે નિર્ણય આવી જાય. ચુનિયા પરિવાર અને બહોળા સમર્થકોમાં ઉત્સાહ હતો જ કે ચાલો દેખીતી રીતે જ નિર્ણય તો સાફ છે કે ભાભી કોઈ સંજોગોમાં હવે રહી શકે તેમ નથી. અને જો ઈ.વી.એમ. આવી જાય તો વહેલું પતે અને આપણે પણ સૌ  આપણા કામે વળગીએ. થોડા સમયમાં જ એક ઈવીએમ મશીન આવી ગયું  અને અને લોકો બટન દબાવવા આતુર હતા પણ ભાભી સામે ઘુરકી ઘુરકી અને બટન દબાવ્યા દેખીતી રીતે જ ખબર પડી જાય કે કદાચ ભાભી પણ  પોતાનો મત પોતાને નહીં આપે. અડધી કલાકમાં આ બધું જ મતદાન પૂરું થઈ ગયું અને બીજી અડધી કલાકમાં તો ચાંપ દાબી અને પરિણામ આવ્યુ ત્યાં તો બધાની આંખો ચાર થઈ ગઈ ભાભી જંગી બહુમતીથી વિજેતા થયા હતા અને ચુનિયાના સમર્થનમાં ચાર-પાંચ મત જ પડયા હતા બધા એકબીજાની સામે અવિશ્વાસની નજરથી જોતા હતા કે તમે તો કહેતા હતા કે ચુનિયાને સમર્થન આપીશું પરંતુ તમારા મનમાં કશુંક જુદું જ હતું. ભાભી એ અતિ નમ્ર થઈ અને તમામ પરિવારજનો ખૂબ આભાર માન્યો. હું તો ઈલેક્શન કમિશનરની જેમ મૂંગો થઈ અને આ બધું જોતો રહ્યો મને પણ અમુક વસ્તુ ન સમજાઈ પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી એટલે કોને ફરિયાદ કરવી? જે થયુ તે  અહીં તો કદાચ ઇવીએમ નું સારું રિઝલ્ટ આવ્યું પરિવાર જુદા થતા હતા તેની જગ્યાએ એક તો થયા.

વિચારવાયુઃ- ચૂંટણી ટાણે રહેતો ઉમેદવારનો સ્વભાવ કાયમ રહે તો કેવું ગમે? થાશે, પેટ્રોલ ૧૦ પ્રતિ લીટર થાશે ત્યારે....

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કળા અને કલામાં ઘણો ફરક છે. જેટલો ફર્ક કળાકાર અને કલાકારમાં હોય એટલો છે. એકટીવામાં બુલેટનું સાઇલેન્સર નાખવાથી તે બુલેટ નથી થઈ જતું. તે જ રીતે લાંબા ઝભ્ભા પહેરી અને સ્ટેજ પર બોલવાથી કળાકાર કલાકાર નથી થઈ જતો. વાહ વાહ વાહ વાહ... આવા બધા ઘટકડા હાલ ચૂંટણીના માહોલમાં ઉમેદવારો તેના ટેકેદારો અને વજનદાર નેતાઓ બોલે છે અને સામે બેઠેલા અભિભૂત શ્રોતાઓ તાળીઓ સાથે વાહ વાહ કરે છે.

શું બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું આ નવજાત ગોળાકાર કે નવજાત કલાકારને ભાન રહેતું નથી. માનસિક તકલીફવાળાઓ બોલી જાય પછી તેને ઈલેક્ટ્રીક શોક દેવાતા હોય છે. પરંતુ અમૂક લોકોએ તો બોલતા પહેલા ઈલેક્ટ્રીક શોક લઈ લેવા જોઈએ.

બોલ્યા પછી વીડિયો વાયરલ થાય એટલે ખબર પડે કે ભાઈની જીભ લપસી ગઈ પણ તો નાસ્તામાં કેળા ખવાય નહીં ને?

એક ગલીથી લઈ અને દેશભરમાં હાહાકાર મચાવી દે તેવા કળાકારો ચૂંટણીના મેદાનમાં જોવા મળે છે.

મારે તો કેટલાક નવજાત કલાકારોની વાત કરવી છે. કહેવાય છે ને કે એક કલાનો સંગ થાય તો આજીવન આર્થિક ઉપાર્જન માટે ચિંતા ન રહે. અમારા એક મિત્ર ચુનીલાલ સવારના પોરમાં આવી અને મને કહે કે મારે હાર્મોનિયમ શીખવું છે જેથી કરી અને આર્થિક ઉપાર્જન ચાલુ થાય મેં તેને સમજાવ્યું કે ભાઈ અઘરું છે. અને બે વર્ષ તું પ્રેક્ટિસ કરીશ પછી આજીવિકાનું વિચાર જે. પરંતુ ત્રીજા દિવસે આવી અને મને કહે કે આવક ચાલુ થઈ ગઈ. એટલે મેં તેને તરત જ કહ્યું કે મારા માન્યામાં નથી આવતું. મને કહે માન્યામાં તો મારે પણ નહોતું આવતું પરંતુ બે દિવસ પ્રેક્ટિસ કરી તો આજુબાજુવાળા પાડોશીઓએ આવી અને કહ્યું કે આજથી પ્રેક્ટિસ ન કરતા રોજ ૫૦૦ રૂપિયા અમે આપી જશું.

હમણાં એક ગાયક કલાકારને કાર્યક્રમ પૂરો થયો એટલે એક ભાઈ મળવા આવ્યા અને કહ્યું કે હું કહું તો તમે કાર્યક્રમ કરો કે નહીં? કલાકાર ખુશ થઈ ગયો કે હા તારીખ આપો એટલે હું આવી જાઉં. તો કે ચાલો ઘરે, રાતના ૧:૦૦ વાગે ઘરે લઈ ગયો. પૂરું પેમેન્ટ આપ્યું અને બારી ખોલી સોફા પર ઊંધો બેસાડી અને કહ્યું કે મંડો ગાવા. પેલો કલાકાર કહે કે આ કેવું આવી રીતે કેમ કાર્યક્રમ થાય. તો પેલા ભાઈ કહે ગઈકાલે બાજુવાળાના કૂતરાએ આખી રાત ભસી ભસી અને મને સુવા દીધો ન હતો તેને પણ ખબર પડે કે રાતની ઊંઘ બગડે એટલે શું થાય તમે ત્યારે ચાલુ કરી દો.

મારા મિત્ર દિલાના ઘરવાળાએ જીદ પકડી કે મારે પણ કોઈ વાજિંત્ર શીખવું છે એટલે દિલાએ તેને હાર્મોનિયમ અપાવ્યું. પરંતુ બીજા દિવસે હારમોનિયમ પરત આપી અને ફ્લુટ લઈ આવ્યો. મેં કહ્યું કે આ તો વધારે અઘરું પડે તો મને કહે, હાર્મોનિયમ મને અઘરું પડે છે એ હાર્મોનિયમ વગાડતાની સાથે સાથે ગાવા પણ માંડે છે. ફ્લુટમાં એ તો શાંતિ.

અમારા એક ભાઈબંધે સંગીતના વાજિંત્રો વેચવાની દુકાન શરૂ કરી તો બાજુમાં એક બંદૂક વેચવાવાળાએ દુકાનની ખરીદી કરી. એટલે હું ડાહ્યો થયો કે જ્યાં કલાના સાધનો વેચાતા હોય ત્યાં આવા હિંસક સાધનોનો ધંધો ક્યારેય ચાલે નહીં. તો મને કહે આજે જે તમારી દુકાનેથી હાર્મોનિયમ લઈ જાય બીજા દિવસે એનો પાડોશી મારી પાસેથી બંદૂક ન લઈ જાય તો મને કહેજો.

હાર્મોનિયમ શબ્દ હવે મગજમાં ચડી ગયો છે તો એક વાત કહી દઉં કે અમારા ફ્લેટની જ ઘટના મને યાદ આવે છે એક ભાઈ સવારના પોરમાં મારી બાજુના ફ્લેટમાં આવ્યા અને કહ્યું કે ગઈકાલે તમે હતા નહીં પણ હું સરસ મજાનું હાર્મોનિયમ લઈ આવ્યો છું. આખી રાત મેં પ્રેક્ટિસ કરી આ મીઠું મોઢું કરો પેલા ભાઈ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તમે હાર્મોનિયમ વગાડતા હતા મને એમ કે મારા હીંચકામાંથી અવાજ આવે છે. હું આખી રાત એમાં તેલ પૂરતો રહ્યો.

આ તો વાત થઈ નવજાત કલાકારોની પરંતુ રાજકારણમાં તો જુના પેધી ગયેલા લોકો પણ બોલીને બગાડે છે તેને કળાકાર કહેવાય. ૩૫ એ પહોંચેલી એક બટક બોલીની સગાઈ થતી નહોતી. મૂંગા મરજો એવું કહી અને એક અજાણ્યા મહેમાનને ગાળિયામાં લેવા માટે થઈ અને ઘરે બોલાવ્યા. વાત ફાઇનલ લગી પહોંચી ગઈ હતી. પરંતુ ચા-પાણી નાસ્તો કરી લીધા બાદ મહેમાનને કહ્યું કે દીકરી તો બહુ ઓછું બોલે છે નહીં? તેને કહો કાંઈક બોલે તો તરત જ ઓલી બટક બોલી ઉછળી. કહે ''નાસ્તો પાણી કરી લીધા હોય તો સૌ સૌના ઠામડા ઉટકી નાખો''. હાલ ૪૦ એ પહોંચી છે.

સખણા રહેવું તે પણ એક કલા છે જે દરેકને હસ્તગત નથી હોતી. નિર્ણાયક ઘડીએ ભાંગરો વાટે અને આખા કુટુંબને નુકસાન કરે. આવા કળાકારો પક્ષને નુકસાન કરે છે પણ કદ મોટું હોય તો તેને કેમ કહેવું કે સખણા રહેજો રાજ.

પુત્રના લક્ષણ પારણામાંથી, વહુનાં લક્ષણ બારણામાંથી આ કહેવત કેમ પડી તે મને ખબર નથી પરંતુ એવું બન્યું હોય કે ઘોડિયામાં હીંચકતા હીંચકતા પાટા મારી લીધાં હોય, ધાન ભરેલા કળશને એક જ ઠેબે ઉલાળી સાસુના લમણે જીક્યો હોય તો પણ પહેલું વાક્ય એ જ નીકળે કે હવે સખણા રહેજો.

વિચારવાયુઃ દરેક પક્ષની હાલત એવી જ છે કે કોણ કોને કહે કે ''થોડાં સખણા રહેજો''

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૃપિયાનું હજુ એટલું મહત્ત્વ નહોતું વધ્યુ એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચુનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચુનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે બકરીની જેમ જ પછી તેમની પત્ની ઢીક મારતી, ખૂબ જમતી અને ચુનિયાના પરદાદાને ખૂબ સંભળાવતી. ટૂંકમાં કહીએ તો જેવું વાવો એવું લણો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ લે થતી. કાં લખીને અથવા અભણ હોય તો યાદ રાખીને ગાડુ રોડવતા પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ. સતત કામ કરતો માણસ આળસવૃત્તિ તરફ ઢળતો ગયો. વૈજ્ઞાનિકો ભલે કહે જરૃરિયાત એ શોધખોળની માતા છે પણ મારુ તો દૃઢપણે માનવું છે સંશોધન પાછળ જો કંઈ કારણભૂત હોય તો એ માણસની આળસવૃત્તિ અને કંટાળો જ હોય છે. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ તેમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે? આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડાં ધોવાવાળી બાઈ વારે ઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન  મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશીંગ મશીનની શોધ થઈ એનાથી કામવાળીને રજા નથી મળી પરંતુ તેને જેટલો સમય મળે એટલો સમય આડોશી પાડોશીની ગોસીપ કરવા માટે વધારે સમય મળે!!!

આજનો વિષય શોધ સંશોધન નથી પણ એકબીજાને મળવા માટે સરળ રસ્તો અને ભાઈ/બહેન શું કરે છે તેની જાણકારી મેળવવાનો સરળ રસ્તો એટલે વિઝિટીંગ કાર્ડ છે. ઘણાં સમયથી વિઝિટીંગ કાર્ડ ચાલતું હશે પણ મને યાદ છે કે વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું હતું અને પહેલું કાર્ડ તેમણે તેના તબલચીને આપેલું. મને આજે પણ એ દૃશ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી તેનો પહેલો સવાલ હતો કે આ શું છે? ભજનીકે વિગતવાર સમજાવ્યો કે તેનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. ત્યારે પાછી ૯૦ પૈસાની કિંમત પણ હતી કેમ કે આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૃપિયા હતી. ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે છપાવી તો લઉં પણ સામેવાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે. તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૃપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું???

તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટિક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જ જાય છે એટલે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટિક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળકો દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું કે બધા મારો નંબર યાદ રાખી લેજો પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૃર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નિકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી! જો કે ભૂલ મારી જ હતી મારે આ રીતે શૂટીંગમાંથી સીધુ બહાર ન નિકળાય કેમ કે મારો ભૂતકાળનો અનુભવ હતો કે મારી લખેલી બુકના પેઇજમાં જ મેં શીંગ ખાધી હતી. મારા પ્લાસ્ટિક કાર્ડના ઉપયોગો વિશે તમને કહું તો તમને પણ દુઃખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. મારી તો એ હાલત ખરાબ થાય કે એ સમયે એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢતા હોય!!! ઘણાંની ઓફિસમાં વીઝીટીંગ કાર્ડનો થપ્પો અથવા ઢગલો પડ્યો હોય આપણને એમ થાય કે ભાઈને કામકાજ વધારે રહેતું હશે પરંતુ ફર્નિચર હાલકડોલક થાય ત્યારે ધડ દઈને વીઝીટીંગ કાર્ડ બેવડવાળીને, ક્યારેક ચોવડ વાળીને પાયાની નીચે ભરાવી દે એટલે ગમે તેવા કલાકાર કે મેનેજિંગ ડાયરેક્ટર, ફેક્ટરીના માલિક પાયા નીચે દબાયેલા હોય.

ખાસ કરીને પ્રોગ્રામ પૂરો થાય પછી કાર્ડ માંગવા વાળાની સંખ્યા વધારે હોય એટલે તમારે નક્કી કરવાનું હોય કે કોણ સારુ દેખાય છે, કોણ પ્રોગ્રામ આપી શકે એવું દેખાય છે, કોણ તમને ફેન ફોલોવીંગ અપાવી શકશે. હમણાં જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમભર્યા શબ્દ સાથે તેમણે મારુ કાર્ડ માગ્યું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો મને કાર્ડના આ ઉપયોગની ખબર સોગંદપૂર્વક પહેલીવાર ખબર પડી! મારો એક આઇડિયા લખી લો અને મારી પાસે પેટન્ટના રૃપિયા નથી બાકી પેટન્ટ કરાવી લેજો. મોટાભાગના લોકો કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાળીને રસ્તા પર ફેંકે. ભારતીય માનસિકતા મુજબ કોઈપણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે. મેં તો મારા અનુભવથી નોંધેલું છે કે જો કોઈ કોર્પોરેટ ઓફીસમાં જવું હોય તો તમે કોણ છો એ બતાવવા તમારે તમારુ કાર્ડ આપવું પડે બાકી બૂટલેગરને ક્યાં કાર્ડની જરૃર હોય છે? તમારા બંધ પડેલા નંબરના પણ જો મીસ કોલ આવતા હોય તો બૂટલેગરને ગુજરાતમાં ૨૦૦ કોલનો મેસેજ ન આવેલ હોય તો મને કહેજો!!!

તમે નહીં માનો પણ અમારા ઘણા કલાકાર મિત્રોના કાર્ડ એટલા માટે લોકો માંગતા હોય કે કાયમ માટે યાદ રહે કે ગમે તે થાય આ કલાકારને તો બોલાવવા જ નહીં. અમારો ચુનિયો તો ડીજીટલ કાર્ડ જ આપે કેમ કે ઉછીના લેવાવાળા એ કક્ષાના હોય જેમને ડીજીટલી કંઈ ખબર પડતી નથી!!!

વિચારવાયુઃ જગતમાં સૌથી મોટું વિઝિટીંગ કાર્ડ હોય તો ઘરવાળી! તમે ન હો તેવા પણ એ દેખાડવાની ક્ષમતા માત્ર તેમનામાં જ હોય.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચારે બાજુ ઇલેક્શનનો માહોલ છે અને સારા સારા પ્રશ્નોને ગોટે ચડાવી એક જ હાકલા પડકારા સંભળાય છે. કોને ટિકિટ મળી, કોણ કપાયો, કોણ કયા પક્ષમાંથી કયા પક્ષમાં ગયું, ફલાણાને શું કામ ટિકિટ મળી, ફલાણો શું કામ કપાયો... વિગેરે વિગેરે.

પહેલાના વખતમાં સમયે સમયે ન્યૂઝ આવતા અને હવે ન્યૂઝની જગ્યા વ્યુઝએ લીધી છે. અમે શું માનીએ છીએ એ તમારી ઉપર હથોડાની જેમ ફટકારે અને આપણે અબુધ પ્રાણીની જેમ 'આ બેલ મુજે માર' જેવી દશામાં અર્ધ કોમાં અવસ્થામાં ટીવી સામું બેસી રહીએ છીએ.

શેરીમાં બૈરાઓ પાણી માટે બાજતા જોયા છે. હવે બૈરાઓ સમજી ગયા છે વેચાતું પાણી લઈ લેજે પણ બાજતા નથી તેની જગ્યાએ ટીવીમાં રમખાણ મચાવે છે. ભાઈઓ અને બાઈઓ ખાલી હાથમાં તલવાર નથી લેતા બાકી શાક માર્કેટમાં શાક વેચતા કાછિયાની જેમ સામસામા ઘુરકીયા કરતા હોય છે.

અમારી શેરીમાં દલાભાઈ રહે છે તેને ચાર દીકરા સૌથી નાનો મૂળજી. પ્લેટફોર્મ પર ભજીયા વેચવાથી માંડી અને ચૂંટણીના પ્રચારમાં નારેબાજી કરવાના એક્સપર્ટ તરીકે તેને કામ કરી લીધું છે. તેની આ કાર્ય કુશળતા જોઈ અને કોઈએ કહ્યું કે તમે એસી રૂમમાં બેસી અને કાર્ય કરવા માટે સર્જાયા છો. બસ મૂળજીના મગજમાં આ કેસેટ ચડી ગઈ. અંબાણી, અદાણીથી લઈને એટીએમ સુઘી બાયોડેટા મોકલી દીધાં. પણ ક્યાંય દેકારો કરનારની જરૂર ન હતી. કંટાળીને ફરી ચા દેવાની શરૂઆત કરી નસીબ જોર કરતા હશે તો એક લોકલ ન્યૂઝ ચેનલવાળાની ઓફિસે ચા દેવા ગયો અને ત્યાં બહાર કોઈની સાથે ઝઘડી પડ્યો. ઝગડવાની તીવ્રતા જોઈ અને અવાજની કર્કશતા માપી ન્યૂઝ ચેનલવાળાએ નોકરીની ઓફર કરી દીધી. એસી સ્ટુડિયો જોઈ અને મૂળજીએ હા પણ પાડી દીધી. નાનામાં નાના ન્યૂઝમાં ચામડા તોડ દેકારો કરી, સાદામાં સાદા ન્યૂઝ ને મરચું મીઠું નાખી આદર્શ ભેળ કરી અને રજૂ કરતો. બે મહિનામાં તો લોકો ન્યૂઝ માટે નહીં પણ ન્યૂઝ વાંચતો જોવા માટે ન્યૂઝ જોવા લાગ્યા. સવારથી ન્યૂઝ વાંચવાનું શરૂ કરે અને રાત્રે તો ઘંટીના પડ વચ્ચે અનાજ દળાતું હોય ને જે અવાજ આવે તેવો અવાજ થઈ ગયો હોય છતાં બરાડા પાડવાનું બંધ ન કરે.

દલાને કોઈએ કહ્યું કે હવે છોકરો ડાળે વળગી ગયો છે તો તેના માટે છોકરી ગોતવાનું શરૂ કરો તમે નહીં માનો મૂળજીની ખ્યાતિ ઘરે ઘરે એવી હતી કે જેને જોવા જાય  એ ઘરે એવી રાડો પાડી પાડીને વાતો કરે, જતા જતા એવા મુદ્દાઓ મૂકતો જાય કે ઘરમાં એકબીજા ઉપર દેકારા ચાલુ થઈ જાય. બે-ચાર કુવારી કન્યાઓએ આજીવન લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.

મૂળજીની અધિકારા સ્ટાઈલ એટલી ફેમસ થઈ ગઈ કે કોરોનામાં જેમ વાઇરસનો ચેપ ફેલાઈ તેમ તેની સ્ટાઇલ ફેલાઈ ગઈ.

એટલે જ અત્યારે સૌથી વધારે મજા આવતી હોય તો આપણી ન્યૂઝ ચેનલોની, અચાનક એટલા બધા ઉત્સાહમાં આવી ગયા છે કે એકને એક વાક્ય ૨૦ વાર બોલે દેખીએ દેખીએ યુક્રેનને દાવા કિયા હૈ કિ રશિયા કી ૬૦૦ ટેન્ક તબાહ કી યુક્રેનને, યુક્રેનને દાવા કિયા હૈ. આપ દેખ રહે હૈ કે આજ યુક્રેનને યે દાવા કીયા હૈ કી ૬૦૧ ટેન્ક તબાહ કી, પુતિનચંદ્ર આ સમાચાર સાંભળી અને તેના રક્ષા મંત્રીને પૂછ્યું પણ ખરું કે 'આપણી પાસે આટલી બધી ટેન્ક હતી ખરી? કયા ગેરેજમાં રાખી હતી? મને જાણ પણ ન કરી? આ જો વધારે એક ઉડી. આ તો ઠીક છે હું ભારતીય સમાચાર જોવું છું નહીં તો તમે તો મને અંધારામાં જ રાખો.' ''પલ પલ કી ખબર, આજ કી એક બડી ખબર, સીધા યુદ્ધ ભુમિ સે હમારે સંવાદદાતા મુળજીને કી રશિયન સૈનિક સે બાત, પૂછા ક્યોં કર રહે હો હમલા જવાબ મે રશિયન સૈનિકને બતાયા 'નહીં છોડેંગે ઉન લોગો કો જો વિદેશ સે હમારે ખિલાફ સહાયતા લે રહે હૈ'. એકાદ મિસાઈલ આ મુળજી અને સ્ટુડિયો પર દાગવાનું મન થાય. મુળજીને અંગ્રેજીમાં કોલેજ પૂરી કરી ત્યાં સુધીમાં ટોટલ ૩૫ માર્ક્સ નથી આવ્યા. અને રશિયન ભાષામાં મુળજીએ સૈનિક સાથે વાત પણ કરી લીધી અને સ્ટુડિયોમાં બેઠેલી હરખ પદૂડી તેને આપણને ગોખવવાનું હોય તેમ પાંચ-પાંચવાર બોલી શું સાબિત કરવા માંગે છે તે ખબર નથી પડતી. યુક્રેનના વડાપ્રધાને તો કહ્યું પણ ખરું કે જો હું આ ભારતીય ન્યૂઝ જોવામાં બીઝી ન થઈ ગયો હોત તો સાચી માહિતી મને મળી હોત. પૂતીનલાલને પણ યુદ્ધ આટલું લાંબુ ચલાવવું ન હતું પરંતુ ભારતીય ન્યૂઝ ચેનલોને હાલ કોઈ કામ ન હોય એટલું ફૂટેજ આપ્યું કે બંનેને મોજ પડી ગઈ. અને આ યુદ્ધ લાંબુ ચાલે છે. સાવ કામ વગરના પુરુષો ઘરે આખો દિવસ ટીવી પર યુદ્ધના સમાચાર જોતા હોય તેની પત્નીઓ પણ હવે કમાન છટકવી ગઈ છે. પહેલા શાંતિથી રીમોટ કંટ્રોલ માગતી હતી હવે મોઢામોઢ કહે છે કે 'આમાં તમારા કોઈ કાકા બાપાના દીકરા દીકરી છે? તમે કોઈને ઓળખતા નથી તો ગામની પંચાત મૂકી અને અમને કોઈ સારા કાર્યક્રમો જોવા દયો.' લોકોના મગજની પાળ પીટવામાં આ ચેનાલોએ કંઈ બાકી નથી રાખ્યું.

આજકાલ મૂળજી શેરબજારના ઇન્ડેક્સની જેમ ઉપર જતો જાય છે. પ્રાઈમ ટાઇમ શો કરે છે. પણ મોદીને જીવન સંગીની, અર્ધાંગીની મળતી નથી.

વિચારવાયુઃ ટીવીમાં ન્યૂઝ જોવાનું બંધ કરીએ તો રામરાજ્ય આવે કે નહીં?

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

'અરે પણ કહું છું જાગો હવે... ક્યારના શું મ્યાઉ.. મ્યાઉ.... કરો છો?? કાર્યાલય ઉપર નથી જવું? આ તમારા અડધો ડઝન ડોહાઓ ક્યારના બહાર ઊભા ઊભા જિંદાબાદ જિંદાબાદ કરે છે. એમને થોડાક ગાંઠિયા નીરો એટલે હાઉં કરે'.

નાહ્યા વિનાનો નેતા આર કરેલો જભ્ભો પહેરી અને ઘરવાળીને કહેતો હતો કે 'બે વાટના દીવા કરજે કે હું બિલાડી થાઉં'. ઘરવાળીએ ચા નો પ્યાલો હાથમાં લઈ અને નેતા પતિને ઝાટકી નાખ્યા 'આસપાસના ઘરમાં હું આમ જવા નથી દેતી એટલે બિલાડી થઈ અને વંડીયો ઠેકવી છે?'

નેતાએ બચાવમાં કહ્યું કે 'છાપા વાંચતી જા. આજકાલમાં જ હવે લોકસભાની ચૂંટણી જાહેર થશે ઉમેદવારની પસંદગી માટે નોનસેન્સ લેવાઈ રહી છે. પણ છેલ્લા કેટલા વખતથી ગમે એટલી રજૂઆતો થાય કોથળામાંથી બિલાડું નીકળે છે. એટલે આખી રાત મ્યાઉ... મ્યાઉ... કર્યું છે. ઉપરવાળો સાંભળી લે તો મને તાત્કાલિક બિલાડી બનાવી દે.'

'તમારી ઉપર વીસેક ગુન્હા તો છે. જાતા જાતા પાંચ છ જણાને ઢીકા પાટુ કરતા જાવ તો પચ્ચીસે આંકડો પહોંચે. તમારું નામ મોટું થાય અને ટિકિટની રેસમાં તમે આગળ પણ રહેશો.'

નેતાએ ગેલમાં આવી અને ઘરવાળી ને કીધું કે 'તારું મગજ તો બહુ સારું ચાલે છે'

ઘરવાળી કે 'ભૂલી ગયા મારા બાપા એ મંત્રી હતા. એમનેમ થોડું મંત્રી પદ મળે છે. ત્યાં લગી પહોંચતા તમારે હજી ઘણું રીઢુ, મિંઢું થવાની જરૂર છે'.

અમારા ગામમાં ચૂંટણીના ઢોલ વાગવાના શરૂ થઈ ગયા છે. ગામવાળાને ખબર જ છે કે કોણ ચૂંટાવાનું છે. છતાં સામા પક્ષે પણ વાજતે ગાજતે મુરતિયાઓ હાથમાં ગડગડિયું લઈ અને ઉધાર લીધેલા ઢોલી પાસે ઢોલ વગડાવી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. તેમને પોતાના પક્ષમાંથી ચૂંટાવામાં રસ ઓછો છે. પણ સામા પક્ષે તેની નોંધ લેવાય અને વાજતે ગાજતે તેના પક્ષમાં લઈ હાર તોરા કરી સ્વીકાર કરી લે તેવું દિલથી ઈચ્છે છે.

પસંદગીની પ્રક્રિયા સાથે આશા અને અપેક્ષા જોડાયેલી જ હોય. કોઈપણ વસ્તુની પસંદગીમાં લોકો પોતાની રીતે પસંદગીનું ધોરણ નક્કી કરતા હોય છે. મુરતિયાની પસંદગીમાં જો લગ્નની બાબત હોય તો સારામાં સારો ઇન્સ્ટા કે ફેસબુકમાં દેખાય તેવો દેખાવડો, શેરબજારના ઇન્ડેક્સમાં જેના કારણે ઇન્ડેક્સની ઉતર ચડ થતી હોય તેવા ઉદ્યોગપતિની આવક જેટલી આવક ધરાવતો હોય, કોઈ સરસ સિરિયલ કે ફિલ્મના ખૂબ કેરીંગ પત્ની કે પ્રેમિકાની અત્યંત કાળજી રાખતો હૃદય શુદ્ધ પતિની ઝેરોક્ષ જેવો જ, વેખલાય નહીં છતાં સતત હસતો ચહેરાથી, શરીરથી નહીં એવો લાફીંગ બુદ્ધા જેવો, આવી ઘણી બધી બાબતોનો સમાવેશ એક જ નંગમાં હોય તેવો નંગ કોઈપણ કન્યા કે કન્યાના માતા-પિતા ઈચ્છતા હોય પરંતુ હજુ સુધી મેં શુદ્ધ શાકાહારી ચીનાઓ જોયા નથી.

મુરતિયા શોધવાના છે. અત્યારના સંજોગોમાં તો મુરતિયા શબ્દ આવે તો પૂછવું પડે કે લગ્નની વાત છે કે ચૂંટણીની? કારણકે લગ્નની ઉંમર નક્કી હોય છે લગભગ ૨૫ વર્ષની આસપાસના સ્ત્રી-પુરુષો, છોકરા-છોકરીઓ પરણવાની ઉંમર કહેવાય. એટલે તેઓ મુરતિયાની વ્યાખ્યામાં આવે પરંતુ રાજકારણ એક એવી વસ્તુ છે કે તેમાં ૮૦ વર્ષના પણ મુરતિયા હોય. એ મુરતિયાઓ એવા હોય કે તમે ઈચ્છતા ન હો તો પણ તમારી મસ્તિષ્ક પર આવી અને થોપાય. પરંતુ તમારે મુરતિયાની પસંદગી કરવાની હોય ત્યારે ખૂબ સારા ની વ્યાખ્યામાં આવે તેવા શોધવાનો પ્રયત્ન કરીએ પરંતુ હવે તો જેમ ડાયનોસોર પ્રજાતિ લુપ્ત થઈ ગઈ તેમ કદાચ ખૂબ સારા નેતા ઓ લુપ્ત થતા જાય છે.એટલે જેટલા હોય કોઇ પણ પક્ષમાંથી ઊભા હોય તેમાં ઓછા ખરાબ મુરતિયાની પસંદગી કરવાની આપણને તક મળે છે (જોક).

હમણાં તો ચૂંટણીની સિઝન પૂર બહારમાં શરૂ થવાની છે. લગ્નના મુરતિયાની જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે સો ટચનું સોનું હોય તેવો મુરતિયો પસંદ કર્યો હોય છતાં સમયાંતરે સોનાનો જાડો ગ્લેટ ઉતરી અને પ્યોર પિત્તળ થતા વાર નથી લાગતી. તેવી જ રીતે ચૂંટણીમાં પણ અણીશુદ્ધ મુરતિયો પસંદ કર્યો હોય તે ક્યારે તળિયું ન દેખાય તેવો ડહોળો થઈ જાય તે કહેવાય નહીં. લગ્નમાં શાંત સુશીલ લાગણીશીલ એવા બધા ગુણવાળા મુરતિયાની બોલબાલા હોય છે પરંતુ રાજકારણમાં ઉમેદવાર તરીકે જ્યારે મૂરતિયો શોધવાનો હોય ત્યારે માથાભારે, દાધારિંગા, ચાલાક અને હોંશિયાર હોવો જોઈએ.

કન્યાઓની સંખ્યા આપણી દીકરા-દીકરીના ભેદની માનસિકતાને કારણે ઓછી છે. તેવા સંજોગોમાં છોકરાઓ સો રૂપિયે ડઝનના ભાવે મળતા હોય તો છોકરીઓ ૫૦૦૦ રૂપિયે ડઝન ગણી શકાય.

મને મુરતિયાની પસંદગી કરવામાં મારા બચપણનો કિસ્સો યાદ આવે છે. અમારી શેરીમાં એક બેન ટોપલી લઇ બદામ વેંચવા આવતા. પહેલાંજ અમારી શેરીમાં આવતા એટલે પસંદગી કરવાની અમને પ્રાથમિકતા મળતી એટલે લાલ, તાજી, મીઠી બદામ અમે ગોતી લેતાં. છેલ્લી શેરીમાં ડાઘાવાળો માલ બટકતો.

સાંભળ્યું છે કે ચૂંટણી જંગમાં મુરતિયો પહેલાં ડાઘાવાળો પસંદ થાય અને શુદ્ધ છેલ્લે. લગ્ન અને ચૂંટણી બંનેમાં બાયોડેટા આપવો પડે, પ્રશ્નોત્તરી થાય, કેટલી કમાણી કરશો એવું જાહેર કે ખાનગીમાં પૂછાય અને ઘરધણી ખુશ થાય એટલે વાત પાકી થાય.

લગ્નની વાતમાં નક્કી હોય કે કોણ મુરતિયો છે. વાત લઈને ગયા હોય તો જે સિક્કો વટાવવાનો હોય તેની જ વાત અને વાહવાહી, માર્કેટિંગ થાય અને ચૂંટણીમાં જેને ખભ્ભે બેસાડીને લઇ ગયા હોય તેને પડતો મૂકી ખુદ ખભ્ભે બેસાડનાર ઘોડે ચડી જાય એ નક્કી નહી. લગ્નવાળો મુરતિયો છાસવારે વેવાઈ ન બદલી શકે જયારે ચૂંટણીવાળો ગમે તે કરી શકે. ઘણીવાર તો વેવાઈ બીજાના ઘરના મુરતિયાના વખાણ કરવા માંડે છે.

હાર પહેરીને ચોરીમાં ફેરા ફરવા તૈયાર રહેલો મુરતિયો રહી જાય અને સાવ અજાણ્યો કન્યા સાથે વાજતે ગાજતે ફેરા ફરવા મંડે અને કઠણાઈ તો એ કે હાર પહેરેલા મુરતિયાએ ખુરશી ગોઠવવાથી માંડી અને વાડીના વાસણ પરત દેવા સુધીની જવાબદારી સ્વીકારવી પડે છે.

વિચારવાયુઃ વિપક્ષના કોઈ નેતાને ભરી ભરીને ગાળો દીધી હોય પછી તેને જ ખભે બેસાડી અને ગામમાં ફરવાની મજા કેવી આવતી હશે હેં?

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દીકરી બાપની વકીલાત કરે એટલે બાપની ચમચી કહેવાય અને દિકરો માં નો જાસુસ હોય એટલે માં નો ચમચો કહેવાય.

કોઈના બાપનું ન માનનારો, ગમે તે પૂછો સામે જવાબ દેનારો ચુનિયો મારાં અનેક પ્રશ્નો પછી પણ મૌન ધારણ કરી અને બેઠો હતો. બહુ પૂછ્યું તો તેણે આંખથી ઈશારો કરી તેનો છોકરો બેઠો હતો તે દેખાડ્યો. મને આશ્ચર્ય થયું કે જન્મતાની સાથે જેને મેં તેડ્યો હોય એને હું ન ઓળખું? પરંતુ જ્યારે છોકરો ઊભો થઈ અને ચાલ્યો ગયો ત્યારે ચુનિયાએ ઊંડો શ્વાસ ભરી અને છોડ્યો અને કહ્યું,' તમને ખબર ના પડે મારો છોકરો બેઠો હોય ક્યારે મને કશું ન  પૂછવું? તેની મમ્મીનો એક નંબરનો ચમચો છે, જે વાત મારી સાથે થઈ હોય તે મરી મસાલો ભભરાવી અને તેની માને સંભળાવે છે. તમારી સાથે થોડો પણ રહે છે એનો આ પ્રતાપ છે'. મેં તરત જ કહ્યું કે 'એમાં મારો શું દોષ? અને એવું તો શું કરે છે કે તારે મારો વાંક કાઢવો પડે'? તો ચુનિયો મને કહે, 'ત્યાં મરી-મસાલા નાખી અને ભાષા વૈવિધ્યથી તે તેની માને એટલું બધું સરસ રીતે મારા વિરુદ્ધ ઉશ્કેરે છે કે તેની માને અડધા શબ્દો સમજાતા નથી પરંતુ મેં બહુ મોટું કૃત્ય કરી નાખ્યું હોય તેવું તેને લાગે છે અને પછી મારી પર ધોંસ બોલાવે  છે'.

આજકાલના છોકરાઓ છે તે બહુ સ્માર્ટ થઇ ગયા છે લાંચની રકમ પણ બહુ મોટી હોય છે. આપણે એક પીપર કે ચોકલેટમાં વાત માની જતા અને કંઈક સીક્રેટ સસ્તા ભાવે આપણે પેટમાં દબાવી દીધા છે. બાકી અત્યારે સિલ્વર  જ્યુબિલિએ પહોંચેલા જોડકા ક્યારના ખંડિત થઇ ગયા હોત. અત્યારે બાળકોના હાથમા મોબાઈલ આપતાં પહેલા સો વાર વિચાર કરવો પડે બાકી તમારા ભૂતકાળને ઉજાગર કરી વર્તમાન ડામાડોળ કરી ભવિષ્ય ધૂંધળું કરી નાખે. ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પેટ ઊંડા નથી રહ્યા.

પત્ની પિયર ગઈ હોય તો પતિ રિલેક્સ થાય કે નહીં? અઠવાડિયાની પેરોલ મળી હોય તો બિચારા બે ચાર દોસ્તાર સાથે સુખ વેંચે અને છાંટો પાણી કરે તો એમાં શું થઇ ગયું અને પત્નીને કહેવું પડે કે તું ગયા પછી ચેન નથી પડતું, ક્યાંય નથી ગમતું, ઘર ખાવા દોડે છે... પણ આટલું બોલવા બિચારા પિતા પીતા હોય છે. કડવા ઘૂંટ ઉતારવા શીંગનો સહારો લે અને ફોતરા સોફાના ખાંચામાં સલવાઇ જાય તો એમાં એનો થોડો વાંક છે? પત્નીના આગમન  સમય પહેલા જ બિચારા બીકના માર્યો ત્રણ વાર કચરો, બોટલ, સોડા, ટીન, નાસ્તાની કોથળી બધું સાફ કરી ચૂક્યો હોય પણ મા ના ચમચા જેવા છોકરાવ ઘરમાં આવતા જ તેમની આઝાદી છીનવાઈ જવાની છે, બાપા વઢ વઢ કરશે એમ ખાત્રી જ હોય એટલે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ એમ માની સી.આઈ.ડી. ના પ્રદ્યુમનની જેમ હાથ નાખી નાખીને શીંગના અવશેષરૂપ ફોતરાં કાઢી એની મમ્મીને બતાવી શાંતિ સુલેહનો ભંગ કરાવે છૂટકો કરાવે.

આ જાસૂસીની આદત આવે છે ક્યાંથી? પતિ આખો દિવસ ઓફિસે ગધા વૈતરું કરે અને પત્ની નિરાંતે જમી ખાઈ પી અને એરકંડીશન ચાલુ કરી સિરિયલમાં વ્યસ્ત રહે અને એમાં પણ સારા દિવસો હોય ત્યારે ત્રણ પેઢીથી ચાલતી સી.આઈ.ડી. કે ક્રાઇમ પેટ્રોલ કે ગાળીયા અને કાવતરું કરતી મહિલા મંડળીવાળી સિરિયલ જોઈ હોય એ જ પથારી ફેરવે છે. આજકાલની પેઢી મોબાઈલ આખો  ફેંદી શકે છે. આપણે સ્માર્ટ હતા પણ આજની જનરેશન ઓવર સ્માર્ટ છે. તમારી એક ભૂલ તમને ઉઘાડા કરી દે છે કારણ આજના જાસૂસી છોકરા.

હમણાં એક ભાઈબંધ એના છોકરા સાથે બજારમાં ગયો હતો. બિચારાથી આજુબાજુ જોવાયુ હશે અને જૂની બેનપણી સાથે વાત કરી હશે તો છોકરો ત્યારે કાંઈ ન બોલ્યો હસી બોલી આંટીનો પ્યારો થઇ ભરપેટ નાસ્તો કર્યોં પણ ઘરે આવી મમ્મીને ન કહેવાનું પ્રોમિસ ભાઈબંધને પાંચ હજારની સાયકલમા પડ્યું. છોકરાને સાથે લઇ જાવ તો આ તકલીફ અને ન લઇ જાવ તો ઘરવાળી કહે કે છોકરા અમારે એકલાએ જ નથી સાચવવાના તમે ઘરમાં ધ્યાન જ નથી આપતાં આખો દિવસ અમે સાચવીએ છીએ હવે તમારો વારો. પરાણે આંગળીએ વળગાડે. પુરુષ નાનો હોય ત્યારે બાપા દબાવે, પરણ્યા પછી બૈરીથી બીવે અને છોકરા થાય એટલે એમનાથી દબાવાનું સાલું જિંદગી આખી  જાસૂસ વચ્ચે જીવાતી હોય એવુ લાગે. પત્ની મોલમાં ખરીદી કરવા જાય એટલે છોકરા પતિએ તેડવાના. આમાં બે ફાયદા એક એ કે શાંતિથી પતિનો ટકો કરી શકાય અને બીજો ફાયદો એ કે છોકરાવાળા પુરુષોમાં બીજી સ્ત્રીઓ ધ્યાન ન દે.

પુરુષ જન્મજાત કલાકાર છે. આટલી સિક્યુરિટી વચ્ચે પણ બાબરી પાડી અને ગોઠવી લેતા પતિઓ મેં જોયા છે શું કયો છો? સાચું ને?

વિચાર વાયુઃ મહીલા દિન ભલે ગયો પણ.... સ્ત્રી પુરુષ સમોવડી થાય તો સારુ થોડી ઓછી બુદ્ધિ વાપરે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક આંગળી શું કરી શકે? પથારી ફેરવી શકે અને ટોચ પર પણ બેસાડી શકે. કોઈપણને પૂછો તો આ જવાબ આપી શકે. પણ આટલું અઘરું મારા માટે ખરેખર કલેકટરની પરીક્ષા પાસ કરવા જેવું છે. કોઈપણને તમે આંગળી અંગે પ્રશ્ન પૂછી અને ''આંગળી આપો એટલે પોચો પકડે''. પણ આજે આપણે આંગળી શું શું કરી શકે તે જોઈએ તો ઇવીએમ બટન પર આંગળી પડે એટલે ખરેખર કોઈનું ભવિષ્ય બને કોઈનું બગડે. લાઈટની સ્વીચ ઉપર પડે તો પ્રકાશ આવે અથવા જાય. ચુનિયાએ તો તરત જ કહ્યું કે 'કોઈની સામે આંગળી ચીંધો તો સામેવાળી વ્યક્તિ કેટલી મજબૂત છે તેની ઉપર તમારી આંગળી સાબૂત છે કે નહીં તે નક્કી થાય.' આજકાલ કોઈની સામે આંગળી ચીંધવાનું પરિણામ સારું જ આવે એવું નથી. કહેવત હતી કે ''આંગળી  ચીંધ્યાનું પુણ્ય મળે'' એટલે કે કોઈની ભલામણ કરવાથી તેનું કામ પૂરું થાય એટલે તેનું પુણ્ય મળે. પણ કોઈ ખોટી રીતે આંગળી ચીંધાઈ ગઇ હોય તો કામ અને ચીંધનારની તબિયત બેય બગડે.

આવી અઘરી અઘરી વાતો નથી કરવી હું તો મારી આંગળી ક્યાંક દબાઈ ગઈ તેની વાત કરવા આવ્યો છું. આજકાલ સોશિયલ મીડિયા ઉપર લોકો અંગૂઠાનો ઉપયોગ વધારે કરે છે. કદાચ એટલા માટે હશે કે સોશિયલ મીડિયાનું આ રમકડું હાથમાં આવતા જ લોકોની સમજશક્તિ બેહેર મારી જાય છે અને અંગૂઠાછાપ થઈ જાય છે. અભણ માણસોને ભગવાને આઠ આંગળી અને બે અંગૂઠા શું કામ આપ્યા તે પહેલેથી ખબર હતી. પરંતુ ભણેલ માણસો આ અંગૂઠાને નકામો ગણતા હતા. પરંતુ જ્યારથી આ એડવાન્સ રમકડું આવ્યું ત્યારથી ભગવાનનો આભાર માને છે કે ખરેખર અંગૂઠા ન આપ્યા હોત તો અમે અમારો સમય કઈ રીતે વ્યર્થ કરી શક્યા હોત.

મારાથી અચાનક આવેલી એક પોસ્ટ ઉપર અંગૂઠો દબાઈ ગયો પછી જોયું કે આ તો વજન ઘટાડવાની પોસ્ટ છે. બસ ગૂગલને થયું કે આ ભાઈ માટે આ અત્યંત જરૂરી છે. અંગુઠારૂપી આંગળી થઈ ગઈ અને હવે દર બે પોસ્ટે એક પોસ્ટ વજન કઈ રીતે ઘટાડશો તેની આવે છે. મને તો એવું લાગે છે કે હવે એની ઉપર ધ્યાન નહીં દઉં તો મોબાઇલમાંથી બહાર નીકળી બાવડું જાલી અને મને આ દવા ખવડાવે છૂટકો કરશે. તે લોકોની સાવ સાદી રજૂઆત પણ હવે મને વઢતા હોય તેવી લાગે છે. શરૂઆતમાં આ દવાવાળાઓએ મારી વિદેશની ટુરની પોસ્ટ જોઈ અને મને મોંઘા ભાવની દવા પાવડરવાળી જાહેરાતો મોકલી કારણ કે એમને થયું કે આ વિદેશમાં જાજો ફરે છે તો કેપેસિટીવાળો હશે. પણ એને ક્યાં ખબર છે કે પારકા ઘરે ઉત્તમ ભોજન અને ઘરે ડાયટીંગ કરવાવાળી પ્રજાતિ એટલે કલાકાર. દરેક જાહેરાતને પૂરતું પ્રાધાન્ય આપી અને નિરાંતે વાંચી લઉં છું. એટલે તેને પણ એવું લાગે છે કે આ મારી દવા લેશે જ. પરંતુ જેમ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ તેમ જાહેરાતો એ પણ વિચારી લીધું કે આ ખર્ચ કરે એવું લાગતું નથી. એટલે છેલ્લે તો ખાલી કુરિયર ખર્ચમાં દવા પહોંચાડીશું ત્યાં લગીની જાહેરાત આવી ગઈ છે. એમાં પણ બે-ત્રણ દિવસ ધ્યાન નહીં આપું તો કદાચ કંપનીવાળો એના ખર્ચે રૂબરૂ માણસ ઘરે મોકલશે એવું લાગે છે.

ખરેખર તમે જો તમારા રસની એકાદ જાહેરાતમાં આંગળી દાબી દો પછી ગુગલ દેવતાને એવું થાય છે કે આ વ્યક્તિને આ જ બાબતમાં રસ છે. એટલે સતત તમને એવી જાહેરાતોનો મારો ચાલુ કરશે. ભાઈબંધ દોસ્તારના  મોબાઈલ લઈ અને એકાદ એવી જાહેરાત જોઈ તેના પર આંગળી કરી લેવી પછી જો તેના ઘરવાળાના હાથમાં ફોન આવે તો પછી ''ઠાકુર તો ગયો''.

વજન ઉતારવાની બાબતમાં ગમે તેવી દવા બનાવતા હોય આપણી બાબતમાં એ કેમ પણ પરિણામલક્ષી ન બને. કારણ કે હું મનનો ખૂબ જ મોળો છું. જમીને નીકળ્યો હોઉં છતાં કોઈ આગ્રહ કરે તો પાછો જમવા બેસી જાઉં છું.  હજી એક-બે વાર આવી જાહેરાતમાં અંગુઠા મારવા છે. એટલે લગભગ બધી કંપની આપણા સંપર્કમાં આવી જાય. મારું તો હજી પણ સમજ્યા કે ક્યારેક પીગળી જાઉ. પણ ચુનિયાની બાબતમાં તો એવું થશે કે તમામના પ્રયત્નો નિષ્ફળ જાય પછી બધી કંપનીઓ એક થઈ અને તેને કઈ રીતે સાણસામા લેવો તે નક્કી કરશે. અને તેમાં પણ ઇનામ નક્કી થશે. પરંતુ ચુનિયાએ નક્કી કર્યું છે કે દવા જેટલા જ પૈસા સામે આપે પછી આપણે આપણું શરીર ઘટાડવું.

અમૂક દવાની કંપનીઓ સાથે બહારના કસ્ટમરો હવે મગજમારી કરે છે ત્યારે દવાની કંપનીઓવાળા જ કહે છે કે 'તમે ચુનિયા જેવું કરોમાં' એટલે ચુનિયો અંગુઠો મારી અને ટ્રેડમાર્ક થઈ ગયો છે.

આંગળી કે અંગૂઠાનું કાર્ય સારું કે ખરાબ તે હજુ સુધી નક્કી થયું નથી હમણાં એક જગ્યાએ સરસ છોકરી દેખાડી એટલે છોકરાવાળાએ કહ્યું કે બહુ સારું કર્યું આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે. અને ૬ મહિના પછી સમાચાર મળ્યા કે  છૂટાછેડા થઈ ગયા છે. અને મને ભરપૂર ગાળો દે છે. મેં કહ્યું 'એમાં મારો શું વાંક?' તો કહે ''એણે આંગળી ચિંધી હતી.'' હવે આમાં ઓલી પુણ્યવાળી વાત ક્યાં ગઈ?

હું આમ જનરલી કોઈની સાથે ઓછું બોલું છું. એક દિ સોસાયટીમાં રહેતા રજુભાઈએ મારી જ ચા પી અને મને ખૂબ ભાષણ આપ્યું કે 'લોકોમાં હળતા મળતા રહો, લોકો સાથે ઓળખાણ રાખો.' અને ખરેખર મને એવું થયું કે આ ભાઈનું માનવું જોઈએ એક દિવસ કોઈ હટ્ટા કટ્ટા માણસે મને રજુભાઈના ઘરનું સરનામું પૂછ્યું. હવે આ રાજુભાઈ મને એટલા મગજમાં બેસી ગયેલા કે હું સારું લગાડવા માટે રૂબરૂ પેલા ભાઈને તેને ઘેર લઈ ગયો અને બારણું ખખડાવી રજુભાઈને પેલા માણસની સામે રજૂ કર્યા કે આ રજુભાઈ. પેલા ભાઈએ કશું જ બોલ્યા વગર અડધી કલાક સુધી મુક્કા અને લાત દ્વારા રજુભાઈની કરોડરજ્જુ અસ્તવ્યસ્ત કરી નાખી. સાલુ મને પણ એકવાર એમ થયું કે આ ખોટી આંગળી ચીંધાણી. ભલે રજુભાઈ તો બોલી શકે એવી સ્થિતિમાં જ ન હતા. પણ તેની આંખો મને એવું કહેતી હતી કે 'તે દિવસના મારા ભાષણ બદલ દિલગીરી છું.'

ખરેખર તમને સમજાય જ નહીં કે આંગળી ચિંધવી કે નહીં?

હા આંગળી ચિંધી શકાય પરંતુ આંગળીનું કનેક્શન મગજ સાથે લીંક થયેલું હોવું જોઈએ.

મારી જેમ સમજણ શક્તિનો મંદગતિએ પ્રવાહ ચાલતો હોય તો હું સાચું કરું છું કે નહીં તે વિચાર મગજ સુધી પહોંચતા સુધીમાં તો આંગળી ચિંધાઈ ગઈ હોય અને ધડાકા ભડાકા શરૂ થઈ ગયા હોય છે શું કરવું?

વિચારવાયુઃ ''અરે મારા આ હાથ છે જડભરત અને ઉપર આંગળીઓ અભણ એક બે...'' આ જાણીતા કવિની પંક્તિઓ છે. હવે સમજાય છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હમણાં એક લગ્નમાં જવાનું થયેલું ચાર દિવસ પછી મને ખબર પડી કે ઘરે આવનારી નવોદિત વહુ છોકરા પર જુલમ ગુજારે છે. મેં આવનારી દીકરીને પ્રશ્ન પૂછ્યો કે આવું શું કામ કરે છે? કંઈક કારણ તો હશે ને? બહુ પૂછ્યા  પછી ખબર પડી કે લગ્નના માંડવે આવતા પહેલા મિત્રો સાથે ડોન પિક્ચરના ગીત પર તે નાચતો હતો. મને કહે એ ડોન છે તો હું કંઈ કમ નથી અને કારણ વગર મને ડખ્ખો કરવામાં રસ પણ નથી.

હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં મેં બહેનોને સારું લગાડવા ''બહેનો પર અત્યાચાર વધ્યા છે..'' એટલું વાક્ય પૂરું કર્યું ત્યાં તો વિરોધ પક્ષનો નેતા ટેબલ કૂદીને શાસક પક્ષના નેતાનો કાઠલો પકડી લે એમ મારા પર ચુનિયો  ધસ્યો,' મિલન ત્રિવેદી ખોટે ખોટુ ચડી નહીં બેસવાનું, ક્યારેક ભાઈઓની વાત પણ ધ્યાનમાં લેવાય આવો ક્યારેક અચાનક મારે ઘરે'. આ વાત મારા માટે આઘાતજનક હતી એટલે સાંજે અચાનક જાણ કર્યા વગર ચુનિયાના ઘરે  ઉપડ્યો પણ ચાર ઘર છેટે ભાભીનો અવાજ સંભળાતો હતો, ચુનિયાની જાટકણી ચાલુ હતી. ભાભી મને જોઈ વિપક્ષના સબળ નેતાને પોતાના પક્ષમા જોડવા પ્રલોભનરૂપી વખાણ કરતા બોલ્યા,' સમજાવો તમારા મિત્રને અને તમારા જેવા સક્ષમ, સંસ્કારી, કામઢા બનાવો.' મેં ચુનિયા સામુ જોયુ એ જિંદગી હારી ગયો હોય તેમ મોઢું કરી મને જોતો હતો. મેં ભાભીને છુટથી બોલવા દીધા હવે એ બન્ને બોક્સીંગ રીંગમાં ઉતરી જ ગયા હતા પણ એક પહેલેથી હારેલો અને બીજી ગોલ્ડ મેડાલિસ્ટ મુક્કાબાજ. 'મિલનભાઈ એકપણ કામમાં ધ્યાન નથી આપતા. પુછો આજે ઘઉં દળાવવા ગયા હતા? ભગવાન જાણે કઈ ઘંટીએ ગયા હશે', 'અરે દરવખત જ્યાં જઉં છું ત્યાં જ ગયો હતો'. 'તો ઘઉંનો ગાળો નહીં હોય ધ્યાન રાખવું જોઈએ ને'. 'ઘઉંનો ગાળો જ હતો'. 'તો મૂકીને આડાઅવળા ભટકવા નીકળી ગયા હશો'. 'અરે ત્યાં જ ઊભો હતો ક્યાંય ભટકવા નહતો ગયો'. 'મોબાઈલ લઈને ગયા હોય એટલે એમાં જ ધ્યાન રાખ્યું હોય તો જ આવુ થાય'. 'મોબાઈલમાં પણ ધ્યાન ન હતુ'. 'બૈરાવ હારે પંચાત કરતા હશો અને ઘંટીવાળાએ લોટ બદલી લીધો હશે બાકી આવુ ન થાય'. મને પણ હવે ચુનિયાનો દોષ દેખાતો હતો પણ આખી વાતમાં શું થયું એ જાણવું જરૂરી બની ગયું એટલે ભાભીને પૂછ્યુ કે 'એકચ્યુલી થયુ છે શું? આટલા ગુસ્સાનું કારણ શું?' મને કહે 'આ દળાવવામાં ધ્યાન ન રાખ્યું એમાં આજે મારી બે રોટલી બળી ગઈ'. મને સરકાર યાદ આવી ગઈ. ચુનિયાના ખભ્ભા પર મેં હાથ મૂક્યો અને જણ સમજી ગયો કે હું બધું સમજી ગયો છું.

મારે અઠવાડિયામાં એકવાર તો કયાંક ને ક્યાંક સમાધાન માટે જવાનું જ હોય  છે. જીતુ જુગાડની વાઇફને હમણાં ઠેસ વાગી અને અંગુઠા પર થોડું વાગ્યું હતું. ગઈકાલે ખબર કાઢવા આવવા માટેની કીટી પાર્ટીમાં જજ તરીકે જવાનુ થયેલું. જીગુભાભીએ બહેનપણીઓ વચ્ચે જીત્યાને ઠેસનો કારણ કર્તા ઠેરવ્યો. જીગુભાભીએ સમોસુ ખાતા ખાતા ભુખી નજરે નિહાળતા જીત્યાનો ઉધડો લીધો કે 'તમે રિક્ષામાં આવવાનું કીધું તેમાં મને ઠેસ વાગી. તમે મને ગાડીમાં લેવા આવ્યા હોત તો હું ઘરના દરવાજા પાસેથી બેઠી હોત, રિક્ષા માટે હું ખાસ્સુ પચાસ મીટર ચાલી અને પથ્થર સાથે અંગૂઠો ભટકાયો'. મારે સમોસા અને કોલ્ડ્રીંક્સ પીવું હતું એટલે જીતુને જાટકવો પડયો.

છોકરી ટીકી ટીકી ને જોતી હોય અને બાપ કમાઈનો બંટી ક્યાંક બાઈક સામટો નાળામાં ખાબક્યો હોય પછી છોકરીનો વાંક કાઢે કે તેને કારણે ટાંટિયો ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો, એ વ્યાજબી છે? કોડા તારા ડોળા શું કામ છોકરી ફરતાં છુટ્ટા મુક્યા? બોય ફ્રેન્ડ સાથે ફરતાં ફરતાં બાપુજી જોઇ જાય તો બાપુજી ખોટા ટાઈમે ફરવા નીકળ્યા એમ થોડું કહેવાય? મોબાઈલમાં ગોસીપ કરતાં દાળ ઉકળી ઉકળીને ચોસલા પડે એવી થઈ જાય, ક્યાંક બળીને ચોંટી જાય તો તમને વાસ આવે કે નહીં? ના ન આવે કારણ મનીયાએ રાત્રે આઇસ્ક્રીમ ખવડાવ્યો અને તેને કારણે શરદી થઈ અને સુગંધ, વાસ માટે નાક બંધ થઇ ગયેલું એટલે  મનિયો જવાબદાર.

ફુલ્લ પી ગયા પછી ઉલ્ટી કરી ગયા હોય પણ વાંક ભાઈબંધ દોસ્તારોનો, સવારે એની ઘરવાળી બધાને ફોન કરી કરીને શ્રાપ આપે કે તમે મારા માસુમ પતિને બગાડ્યો છે. આપણે કેમ કહેવુ કે તારો વર જુનો પિયક્કડ છે અને  અમારા છોકરાવને પણ ઘોડિયામાં જ ચમચી ચમચી પીતા કરી દીધા છે.

જુની કહેવત છે કે 'નાચનારી નાચ તો કે આંગણું વાંકુ છે' નાચતા ન આવડે એટલે આંગણનો વાંક?

વિચારવાયુઃ પત્ની(પ્રેમથી)ઃ સાંભળ્યું આજે જમવાની શું ઈચ્છા છે? પતિ(રોમેન્ટિક થઈને)ઃ શું ઓપ્શન છે? પત્નીઃ બે ઓપ્શન છે. 'હા'અથવા 'ના'

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વ્યવસાય એ હું હાસ્ય કલાકાર છું એટલે આ અનુભવ અવારનવાર થાય  ખરો. ઓડીયન્સમાં સોગીયા મોઢાવાળા જો સામે બેસી જાય તો એસી હોલમાં પણ અમને પરસેવો પડે.

અમૂક લોકો બાળોતીયાના બળેલા હોય. ઉપરવાળો તેના મગજમાં હસવાની ગ્રંથી ફીટ કરવાનું જ ભૂલી ગયો હોય. કરચલીવાળા ચહેરાને બારેય વહાણ ડૂબી ગયા હોય તેવો ચહેરો કરી તમારી સામે બેસે. એને ગલગલીયા કરો તો એ રોવે પણ હસે તો નહીં જ. એટલે આમ અમૂક જનમ જાત સોગીયા હોય તો અમૂક પરણેલા હોય. ઓડીયન્સમાં ખૂણે ખાચરે એકાદ બે આવા સોગીયા બેઠા હોય તો વાંધો ન આવે. પરંતુ પહેલી જ રોમાં અદબ ભીડી અને તમારી સામે ઘુવડ જેવી આંખો એ ટગર ટગર જોતા હોય અને તમે ગમે તેવી રમુજ રજૂ કરો પણ એના કપાળની કરચલી ભાંગે જ નહીં તેના ચહેરા પર હાસ્ય લાવો તો તમને પદ્મશ્રી મળે. મને તો ઘણીવાર એવા પ્રશ્ન થાય કે આ સામે બેઠેલા  સોગીયાના બાપાને ભૂતકાળમાં મેં ઢોલ ધપાટ કે ધુમ્બા ઢીકા તો નહી મારી લીધા હોય ને? આવા લોકો કલાકારને ખૂબ ડિસ્ટર્બ કરે.

અમૂક લોકોને તમારા જોક્સની ખબર હોય તો હારોહાર બોલતા જાય અને તમે જોક્સ પૂરો કરો તે પહેલા બાજુવાળાને તમારો ક્લાઇમેક્સ કહી ઓર પોરસાતા હોય. ભીખુદાનભાઈની એક બહુ સરસ રમુજી છે તમે દુહો ઉપાડો  કે 'વાદળથી વાતો કરે.. તો તરત જ સામે પડકારો કરે એ ગઢ જુનો ગીરનાર આપણે બીજી કડી ગાઈએ જ્યાં હાવજડા હેજળ પીએ.. તો પાછળને પાછળ બોલે એના નમણા નર ને નાર..' એલા ભાઈ અમને બોલવા દે તું શું આમ ગુંદાના ઠળીયાની જેમ હારો હાર ચોઇટો આવે છે. આવા લોકોને ઢોર ખૂલ્લા મૂકી તેની જગ્યાએ ખીલે બાંધીને રાખવા જોઈએ.

હમણાં એક કાર્યક્રમમાં પહેલી જ રૃમમાં બેઠેલા એક બેનના ખોળામાં એક ચાર પાંચ વર્ષનો છોકરો સતત વાતો કરતું હતું આજુબાજુનું ઓડીડયન્સને પણ ડિસ્ટર્બ કરતું હતું. એટલે ન છૂટકે મેં તે બહેનને કહ્યું કે 'બેન એને ચુપ કરો ને' બે'ને ધનુર ઉપાડે એવો ગોફણીઓ જવાબ મારા તરફ ફેંક્યો મને કહે  'ક્યારનો આ પણ મને એમ જ કહે છે કે આને ચૂપ કરો ને, મારે કોનું માનવું?' પછી ત્યારથી મેં નક્કી કર્યું કે ઓડીયન્સમાં જે કંઈ પણ થતું હોય તે થવા દેવું. ખોટું ડાહ્યું થવું નહીં.

મારી દૃષ્ટિએ તો સમાજમાં જનમજાત સૌગ્યા મોઢાવાળા હોય કોઈના શુભ પ્રસંગે કે કોઈ કાર્યક્રમમાં જવું જ ન જોઈએ. આમાં શું છે કે કલાકારને લાઈન બદલી નાખવાનો વિચાર આવવા માંડે. એને એમ થાય કે 'મને આવડતું નથી કે આને સમજાતું નથી?' હું તો થોડો ઇનોવેટિવ નેચર ધરાવતો માણસ એટલે મને તો એવું સુજે કે આવા જગતના તમામ સોગીયાઓને ભેગા કરી અને એક ઇવેન્ટ કંપની ખોલું અને શોકસભામાં ''સોગીયા સપ્લાય'' કરવાનું કામ ચાલુ  કરું. તો શું થાય કે આપણને બે પૈસા મળે અને ખાલી ખાલી બેસી રહેવાના તેમને પૈસા પણ મળે અને ફેઈસ વેલ્યુ એન્કેશ કરી શકે. આવા સોગીયા મોઢાવાળાઓની કિંમત વિપક્ષ પણ સારી રીતે કરી શકે તેમના ફોટા છાપવામાં આવે કે મોંઘવારીને કારણે લોકો કેવા ત્રસ્ત થયેલા જોવા મળે છે. હકીકતમાં તેઓ મસ્ત બની અને બેઠા હોય.

આવા સોગીયા લોકો સામે કારણ વગર હસતા લોકો પણ અમારા માટે તકલીફરૃપ હોય જો પૂરો થાય અને હશે તો અમારી સફળતા. પરંતુ શરૃઆતમાં જ હસવાનું ચાલુ કરી દે એ અમારી કઠણાઈ. ઘણીવાર એવું પણ બન્યું છે કે શરૃઆતમાં જ આપણી સામે હસવા માંડે આપણને મૂંઝવણમાં એ પડી જઈએ કે આપણી સામુ હશે છે કે આપણને જોઈને હસે છે. ઘણીવાર આપણે કપડાં ઠીક ઠાક પહેર્યા છે કે નહીં, અને પહેર્યા છે તો બધું બંધ છે ને તે ચેક કરવા માંડીએ. આવા લોકોને ક્યારેય બેસણા કે ઉઠામણામાં લઈને ન જવાય. ઘરધણી એને તો કાંઇ ના કહે પણ જે લઈને આવ્યા હોય તેની તસરીફ સુજાડી દે.

સોગીયા મોઢા તરફ પાછો ફરું. સદીઓ પછી કોઈ એક વિરલ આત્મા કે ઓલીયો માણસ પૃથ્વી ઉપર અવતાર લે અને માનવ જગતનું કલ્યાણ કરવાનાં એકમાત્ર ઉદ્દેશ સાથે કોઈ કાર્ય આરંભે તેમ તમામ કલાકારોની આ મૂંઝવણ  દૂર કરવાનું મેં બીડું ઝડપ્યું. મને એક વિચાર આવ્યો કે મારે કાર્યક્રમ દરમિયાન બે માણસો સાથે લઈ જવાના અને આંખના ઇશારાથી આગળની રોમાં બેઠેલા સોગ્યા ચહેરાને દેખાડી દેવાનો.એ બંને માણસનું કામ એટલું જ કે તેને ગમે તેમ કરી ઓડિયન્સની બહાર લઈ જઈ સતત વ્યસ્ત રાખવાનો. સામાન્ય માણસ હોય તો કદાચ આ નુસખો શક્ય પણ બને પરંતુ ગામનો સરપંચ કે કોઈ મંત્રી કે મોભાદાર માણસ સોગિયો નીકળે તો એને તો લઈ પણ  કેમ જાવો. તો પણ એક કાર્યક્રમમાં મેં મ ારા બે માણસોને સ્યો... કર્યુ. શિકારી કૂતરા જેમ સસલા ઉપર ઠેક મારે તેમ બંને ઇ પોતાનું કાર્ય પાર પાડવા કમર  કસી. તમે નહીં માનો પણ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી અને તે પછી પણ એ  માણસ દેખાયો નહીં. કાર્યક્રમ પૂરો થતાં જ મારા બંને માણસોની મેં પીઠ થાબડી પણ જાપટિયાથી જેમ રસ્તા પરની દુકાન નો ફેરીયો વારેવારે ધૂળ ખંખેરવા તેનો ગલ્લો જાપટે તેમ થાબડી. મુશ્કેલી હવે શરૃ થઈ મેં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરીને આશાભરી નજરે જોયા. કારણકે પુરસ્કાર નું કવર હાથમાં આવતું ન હતું. મારા ચહેરા પર નો પ્રશ્નાર્થ તેઓ સમજી ગયા. મારી નજીક આવી અને મને કાનમાં કહ્યું કે 'મિલનભાઈ તકલીફ એવી થઈ છે કે  કાર્યક્રમ શરૃ થયો અને કોઈ બે માણસો અમારાં ખજાનચીને બહાર લઈ ગયા એવું તો શું કહ્યું કે કાર્યક્રમ પૂરો થઈ ગયો છતાં તે આવ્યા નથી અને તે હવે એ  આવે તો તમારું પેમેન્ટ થાય. ભૂતકાળમાં બૂમરેંગ નામનું એક શસ્ત્ર આવે છે તે સાંભળ્યું હતું પણ અનુભવ્યું પહેલી વાર. કોઈએ સાચું જ કહ્યું છે કે સમજદાર માણસોને કોઈ વિચાર આવે તો તે અમલ કરતા પહેલા તેના પર ચિંતન કરે. અકલમઠ્ઠા તરત અમલ કરે.

હવે તમે જ કહો આવી નાનકડી ભૂલની આવડી મોટી સજા હોય?

વિચારવાયુઃ જ્યાં સુધી જીવીએ છીએ, ત્યાં સુધી હાસ્યના પ્રેમમાં રહીએ.. ત્યાર પછી ફ્રેમમાં તો રહેવાનું જ છે..!!

મિલન ત્રીવેદી

મિલન મસ્તની મસ્તી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'જે શ્રી ક્રષ્ન મિલનભાઈ, ફોરેન પ્રોગ્રામ કરો છો? જાન્યુઆરીમાં ઈચ્છા છે'.

અચાનક લસણ ૫ રુપીએ કિલો થઇ ગયું હોય એવો આનંદ થયો. એનો વિચાર ફરે એ પહેલા હા પાડી દીધી. પુરષ્કારની રકમ ૩ લાખ નક્કી થઇ ગઇ. એના મોઢે બોલતા હતા એટલે મેં પણ ઓછું કરવાની જીદ ન કરી, પાછો મને કહ્યું પણ ખરું કે બીજો એક શો હું તમને ગોઠવી આપીશ જે ના તમે પાંચ લાખ લઈ શકશો. અને એક ધડાકે ત્રણ લાખમાં વાતને વધાવી લીધી. આ એક શો ત્રણ લાખમાં થાય પછી બીજા બે થી ત્રણ શો હું કરી શકું તેમ હતો એટલે મનમાં આનંદ થયો કે ચાલો આ પંદર દિવસની ટુરમાં આપણે ૧૫ થી ૧૮ લાખ કમાઈ અને આવીશું. ચુનિયો જનમ જનમનો લેણીયાત મારી બાજુમાં જ ઊભો હતો અને તેણે આખી વાત સાંભળી એટલે મને કહે, 'જો એક શોના ત્રણ લાખ મળતા હોય તો તમારી ફરજમાં આવે કે કોઈ મેનેજર તમે સાથે લઇ જાવ. ભલે મેનેજર બેગ ઉપાડે પણ કહેવાય મેનેજર. તમારો પણ વટ પડી જાય'. મને પણ એમ થયું કે આપણી સાથે કોઈ વ્યક્તિ મેનેજર તરીકે આવતી હોય અને તે ડીલ કરે તો સાહેબ હોવાની ફીલ આપણને પણ આવે. તરત જ ચુનિયાએ ફોન આંચકી લીધો. મને થયું કે અત્યારથી આનુ આવું વર્તન છે તો ત્યાં જઈને શું કરશે? મેં કહ્યું કે 'શું કામ ફોન લીધો'? તો મને કહે 'તમારે ફોન રિસિવ નહીં કરવાનો મેનેજર કરે. અત્યારથી જ મને ફોરેન ટુર માં બહુ તેવી ફીલ આવવા દ્યો'.

૧૫ થી ૧૮ લાખના સપનામાં ઘરના તમામ સભ્યો બેસી અને તેને ક્યાં ખર્ચ કરવા તેની મથામણમાં પડ્યા. છોકરાએ નવું બાઈક માગ્યું તો પત્ની કહે આપણી કાર નાની પડે છે આમ તો તેનું શરીર જોતાં તે વાત પણ સાચી કરતી હતી એટલે નવી મોટી કારનું બજેટ પણ ફાળવ્યુ. ચુનિયાએ કહ્યું કે બે લાખ રૂપિયાની જોગવાઈ તો મારા માટે પણ કરો ભલે ઉછીના પણ આપો એટલે ઘરનું ફર્નિચર બદલી નાખું. આપણને થયું કે હાથી તોળાતા હોય ત્યારે સસલા ભલે ધડામાં જાય. થોડા રૂપિયા ડોલરમાં પરિવર્તિત કરી અને આપણે તૈયારી શરૂ કરી. સામાન પેક થવા માંડ્યો બેગ ઉપર તો છોકરા એ ઠેકડા માર્યા ત્યારે બંધ થઈ. જવાનો દિવસ નજીક આવ્યો એટલે ચુનિયાએ ગામ આખાને મેસેજ કર્યા કે હું પરદશ જાઉ છું મિલનભાઈને લઈને. મારે જેટલા શુભેચ્છા સંદેશ ના આવ્યા તેનાથી વિશેષ ચુનિયાને ભલામણો આવી. ચુનિયાએ બધાને પ્રોમિસ કર્યું કે નેક્સ્ટ ટાઈમ તમને લઈ જઈશ. એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનમાં પણ ચુનિયો બધે આગળ રહ્યો. શાંતિથી જ્યાં વિઝા મળે ત્યાં પણ મગજમારી કરી મોડું કરાવ્યું. છેલ્લે દોડતા દોડતા પ્લેનમાં બેઠા. મગજમાં હજી બીજા ત્રણ ચાર લાખ ક્યાં ગોઠવવા તેની મથામણ ચાલતી હતી. બેંકનો ભરોસો નથી કોઈ માલ્યા આપણું કરી જાય તેના કરતા આપણે આપણું કરી નાખવું એવા વિચાર સાથે બાકીના ત્રણ ચાર લાખ ક્યાં સેટ કરવા તે વિચારતા વિચારતા પ્લેનમાં બેઠા. દુનિયાએ ફ્લાઈટના પાઈલોટે ઓફર કરી કે તમે ભલે સાત આઠ કલાકમાં પહોંચાડવાની વાત કરો પરંતુ તમને એવું લાગે કે નિરાંતે જવું છે, ઘરે પહોંચવાની ઉતાવળ ન હોય કોઇ વઢે તેમ ના હોય તો તો થોડુંક વધારે ચક્કર મરાવજો. અને થાકી જાઓ તો કહેજો હું ચલાવી લઈશ. માંડ સમજાવી અને હું તેને સીટ પર બેસાડવા લાવ્યો. ઘરેથી લાવેલા થેપલા અને છુંદો જેવા તેણે ટિફિનમાંથી બહાર કાઢ્યા કે આખા પ્લેનમાં અથાણાની સુગંધ પ્રસરી ગઇ. કોઈપણને દીધા વગર તે પહેલેથી છેલ્લે સુધી હાથમાં થેપલા અને છૂંદો લઈ અને ચક્કર મારી, આવી અને પરત બેસી ગયો. મેં કહ્યું કે કેમ પાછો આવ્યો અને અમસ્તા ચક્કર કેમ મારે છે તો મને કહે આપણે થેપલા અને છૂંદો દઈ ન શકીએ પરંતુ તેની સુગંધ તો દઈ શકીએ કે નહીં? ત્રણ દિવસના થેપલા અને છુંદો એક ટંકમાં ખાઈ અને નસકોરા બોલાવતો તે સૂઈ ગયો. આજુબાજુવાળા ચાર પાંચ જણા એ મને કહ્યું કે ભાઈને જગાડો અને મેં એમને પૂછ્યું કે કાંઈ કામ છે? મને કહે ના અમારે સૂવું છે. નાકે ચપટી મારી તો મોઢેથી એવા અવાજ કર્યા કે કોકપિટમાંથી પાયલોટ દોડતો આવ્યો અને કહે આ ભાઈને બંધ કરો મને એમ કે એન્જિનમાં અવાજ આવે છે હું ૧૦ મિનિટથી મથું છું કે ક્યાં ફોલ્ટ છે પછી ખબર પડી કે આ ભાઈના ઘોરવાનો અવાજ ત્યાં સુધી આવે છે. માંડ માંડ એરપોર્ટ પર લેન્ડ થવાની સૂચના આવી ત્યાં સુધીનો સમય પસાર કર્યો.

હજુ તો સૂચનાઓ અપાતી હતી કે પટ્ટા બાંધો ત્યાં તેણે ફોટો છોડી અને ઊભા થઇ સામાન કાઢવા માંડ્યો. મને કહે ભીડ થઈ જાય અને આપણે મોડા ઉતરવાનું થાય તેના કરતા હું સામાન દરવાજા પાસે મૂકતો આવું. સૌરાષ્ટ્ર મેલની ટેવ તેને હજુ ગઈ ન હતી.

એરપોર્ટ પર ઉતરતા જ મને કહે ચાલો ચા પાણી પી લઈએ અમે ચા પાણી પીવા માટે એક સ્ટોલ પર ગયા ત્યાં ગુજરાતી ભાષા ચાલે નહીં જતા ચાલુ કર્યું કે ચા કેવી જોઈએ છે. છેવટે જાતે બનાવવા લાગી ગયો. પાણીની બોટલ અને ચા પાણી પતાવ્યા પછી મેં બીલ પૂછ્યું તો પહેલો એટેક આવ્યો મને કહે ૨૦૦૦૦ આપો. એક જ મિનિટમાં પરિસ્થિતિ પામી ગયો. ૭૦૦૦ ની ચા અને ૧૩ હજારનું પાણી. મારો શો ૩ લાખનો હું દસ-બાર વાર ચા પાણી પીવું એટલે મારા શો ની ફી ખતમ. પછી મેં જમવાના ભાવ પણ પૂછી લીધા ત્યારે ખરેખર આઘાત લાગ્યો ભાંગીતૂટી એક ગુજરાતી થાળીના ૧૫૦૦૦ હતા. ચુનિયાની સાથે ગણતરી મુકું તો રહેવા જમવા ખાવા પીવાના રોજના એક લાખ થતા હતા. આજ સુધીમાં ગુજરાતીમાં ધ્રાસકો શબ્દ માત્ર શબ્દકોશમાં વાંચેલો પરંતુ કેમ પડે તે પહેલીવાર અનુભવ્યું. તરત જ અમારો મિત્ર સમીર યાદ આવ્યો. આયોજક પાસેથી માંગીને ફોન લીધો અને મદદનો પોકાર પાડ્યો. ભલું થાજો કુમાર પંડ્યાનું અને સમીરના સંબંધનું કે બધી વ્યવસ્થા થઇ ગઈ. કુમારને બે ત્રણ દિવસ તો વાંધો ન આવ્યો પણ ચુનિયાની રોજની નવી ફરમાઈશને કારણે અમારી રિટર્ન ટિકિટ જોવા જરૂર માંગી.

અહીં સીલિંગ ચાલે છે એક રૂપિયાના ૩૨ સીલિંગ આવે હવે નિરાંતે બેસીને અમારા ખર્ચ અને આવકનો હિસાબ કરજો. ક્યાંય પણ જાવ બીજી કોઈ તપાસ કરો કે ન કરો કરન્સી રેટ જાણવો એવુ બ્રહ્મજ્ઞાન થયું... વધુ આવતા શનિવારે હો...

વિચાર વાયુઃ મૂર્ખતાની ચરમસીમાએ ઉત્તમ હાસ્ય જન્મે જે બીજાને આનંદ આપે અને મૂર્ખ બનનારને દુઃખ અને જ્ઞાન સાથે નિજાનંદ.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં હાલ થોડુંક પીવાની છૂટ છે. અરે ભાઈ ગુજરાતના નકશામાં અમુક જગ્યા બહુ સ્પેશિયલ છે અને એ સ્પેશિયલ જગ્યા ની શરૃઆત ગિફ્ટ સીટી થી થાય છે. ગિફ્ટ સિટીમાં પેગ મારવાની છૂટ આપી અને ગુજરાતની જનતાને જાણે ગિફ્ટ માં આખું સીટી મળી ગયું હોય તેવી ખુશી થઈ છે. ઘણા સમયથી લોકો ચોરી છુપી નો દારૃ પી અને ખુલ્લેઆમ કહેતા હતા કે ગુજરાતમાં હવે થોડી છૂટ દેવી જોઈએ...'લ્યો ઢીંચો બસ???'

હજુ પણ બોલી જજો કોને કોને પરમીટ જોવે છે. સુરત વાળાને ડાયમંડનું નવું બિલ્ડીંગ બને છે તેમાં જોઈએ છે દરેક પ્રવાસન સ્થળમાં જોઈએ છે આમ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગામે ગામ ફરવાના સ્થળો છે જ. અને અમારા અમુક નેતાઓને પૂછો તો એમ કહે કે હરવા ફરવા અને 'ચરવા'ના સ્થળો છે. અને ચિંતા ના કરો જો છૂટ મળતી હશે તો ગામવાળા એકાદ જોવાલાયક સ્થળ ઊભું પણ કરી દેશે. અમુક લોકોએ તો અરજી પણ કરી દીધી છે કે અમારા મહોલ્લાનું નામ ગિફ્ટ સિટી રાખો. અમુક એવી પણ રજૂઆત કરી છે કે અમારી દુકાનમાં પણ ભુરીયાઓ આવે છે. મોરબી, વાંકાનેર, થાન આ વિસ્તારમાં ટાઇલ્સ અને સેનેટરીવેર્સનો મોટો ધંધો છે. તે લોકો પણ કહે છે કે અમે તો દેશ વિદેશમાં ધંધો કરીએ છીએ. અને એ લોકો પણ આવે છે. તો અમારી દરેકની ફેક્ટરીમાં અત્યારના અમારા લાગેલા બારને કાયદેસર કરી આપવા વિનંતી.

માણસની સાઇકોલોજી છે કે જે વસ્તુ કરવાની ના પાડો તે વસ્તુ ખાસ કરશે તમે બોર્ડ માર્યું હોય કે ''બાકડો અત્યારે જ રંગ્યો છે કોઈએ અડવું નહીં.* તો ખાસ આંગળી અડાડી અને જોશે કે અત્યારે જ રંગ્યો છે કે નહીં?

ગુજરાતમાં દારૃ પીવાની મનાઈ છે એટલે ગમે તે બહાને લોકોને તે પીવો છે. ''આજે ધંધામાં કશું જ નથી મળ્યું બે પેગ પીવા પડશે'' તો બીજો એમ કહે છે કે 'આજે ખૂબ સારો ધંધો કર્યો મોજ આવી ગઈ, બે પેગ પીવા પડશે''. એમાં પણ ડિસેમ્બર એટલે પીધડૂક મહિનો. દારુનો સૌથી વધારે ઉપાડ આ મહિનામાં થાય. થોડી ઘણી બચત થતી હોય તો તેમાંથી થર્ટી ફ્સ્ટ માટેની ખરીદી ચાલુ થાય. અમારા ગુજરાત સ્ટેટમાં તો ઘણાં પહેલી તારીખથી જ શોધવાની શરૃઆત કરી દે કેમ કે ૨૫ તારીખ પછી લગભગ બમણા ભાવે માલ મળે. આ પરિસ્થિતિને સાચવવા દૂરંદેશી તો વાપરવી પડે કે નહીં? કહેવાય છે કે ગુજરાતમાં દારુબંધી છે પણ ગુજરાત સરકારે આ વર્ષે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ઇઝ ક્રાઇમ અને દારુબંધીના હોર્ડીંગ્સનો કોન્ટ્રાક્ટ ૧૦૦ કરોડ ઉપરનો આપ્યો છે. તમે વિચાર તો કરો કે અમારા ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ પર સરકારને કેટલો ભરોષો છે!

અમારે સામાન્ય રીતે છૂટથી છાકટા થવું હોય તો દીવ, દમણ, આબુ, મુંબઈ જેવી છૂટછાટવાળી જગ્યાએ જેવું પડે છે. હવે તેમાં એક જગ્યા ઉમેરાશે એટલે કે ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી.

દારૃના બાર ખોલવા માટે જેટલી અરજી નથી આવી તેનાથી વધારે અરજી તો સીંગ-ચણાની લારી ઊભી રાખવા માટેની આવી છે.

મુંબઈમાં લોકો પીવા બેસે ત્યારે સંપૂર્ણ ધ્યાન દારૃ ઉપર હોય છે માત્ર ફ્રીમાં મળતી ચકલીથી ચલાવી લે છે અમારા ગુજરાતમાં એવું નહીં અહીં તો જાતજાતના સલાડ રોસ્ટેડ કાજુ, બદામ, ચીઝના કટકા બે-ત્રણ જાતની વેફર ચાર પાંચ જાતની સીંગ બે-ત્રણ જાતના દાળિયા એ મોટો થાળ ભરી અને બાઈટીંગ પીરસવામાં આવે અને પીતા-પીતા સારું બાઇટીંગ ખાવાની જરૃર શું છે કે જેથી કરી અને દારૃ ની અવળી અસર ન થાય અને ગમે એટલો પી શકાય તેની રસપ્રદ રજૂઆતો પણ થાય.બે પેગ સુધી એક બોલે તે સામેવાળો સાંભળે.પછી બોલવા વાળાને શું બોલે છે તે ખબર ન હોય અને સામેવાળાને શું સાંભળે છે તે ખબર ન હોય. આવી પરિસ્થિતિમાં પણ કાજુ બદામ વહેલા ખાલી થાય તે નક્કી.

ગિફ્ટ સિટીમાં આખી બોટલ નહીં મળે આ જોઈતા હોય તો છૂટા છૂટા ૨૫ પેગ માગો મળશે. લોકો અમસ્તા અમસ્તા ગિફ્ટ સિટીમાં ફરવા જશે. અને ધંધો કરવા જાઉં છું તેવા બહાના નીચે એકાદ પેઢીના કોઈ કર્મચારીને ફોડી ત્યાં રેસ્ટોરન્ટમાં પીવા બેસશે.

અમારા ચુનિયાએ તો કહી દીધું છે કે ભાયડો રોજ બિઝનેસ ડીલ કરવા જવાનો છે. અને ત્યાં રેસ્ટોરન્ટ વાળાને પણ કહી દીધું છે કે ગમે તેવો અંગ્રેજી પીવડાવવાનો હોય પણ ગ્લાસમાં નહીં કોથળીમાં આપજે. કારણકે મને કોથળીના દારૃ વગર નશો ચડતો નથી. અને એ પણ નીટ જ પીવાનું કારણ કે સામે વાળો હજી ગ્લાસમાં ભરતો હોય ત્યાં તો દુનિયાના મોઢામાં બે પેગમાં ઉમેરાતું પાણી આવી ગયું હોય એટલે મોઢામાં જ મિક્સ કરી પેટમાં ઉતારી જવાની કળા તેણે હસ્તગત કરી છે. ગુજરાતીઓ જુગાડું તો હોય જ છે ત્યાં એક ગુજરાતીએ બોર્ડ મારેલું કે દારૃ ફ્રીમાં મળશે મોટી લાંબી લાઈન લાગેલી ચુનીયો પણ લાઈનમાં ઊભો રહી ગયો વારો આવ્યો ત્યારે રેસ્ટોરન્ટવાળાએ કહ્યું કે દારૃ ફ્રી છે ગ્લાસની કિંમત? ૧,૦૦૦ લોકો લાઈનમાં ઊભા રહી અને કંટાળીયા હોય ૧૦૦૦ રૃપિયા દઈ અને ગ્લાસ લઈ માત્ર એક પેગ ફ્રી મેળવી બેસી જતા. બીજા પેગ થી તો બિલ ચાલુ થતું. ચુનિયાએ રેસ્ટોરન્ટ વાળાને મોઢા પાસે ખોબો ધર્યો અને કહ્યું કે, ''નાખો આમાં'' રેસ્ટોરન્ટવાળાએ કહ્યું કે ''આ ટેકનિક બીજા કોઈને નહીં કહો તો રોજના બે પેગ ફ્રી આપીશ. ''આમ ચુનિયાએ તો રોજના બે ફ્રી પેગનો જુગાડ કરી જ લીધો છે.

એક વાત નક્કી છે કે લોકો ધંધો કરવા માટે ગિફ્ટ સિટીમાં આવે કે ના આવે પણ ધંધાની રાહમાં આજુબાજુના ગુજરાતીઓ મોજ કરશે તે વાત અમુક ગુજરાતી હોય તો રિસર્ચ ચાલુ કરી દીધું છે કે એવું શું છે ગિફ્ટ સિટીમાં કે જેના કારણે સરકારે રાજી થઈ અને દારૃ પીવાની પરમીટ આપી દીધી તો એવું આપણા સિટીમાં પણ આપણે ઊભું કરીએ જેથી સરકાર આપણને પણ ગિફ્ટ આપી શકે.

ગિફ્ટ સિટીમાં હાલ નોકરી મેળવવા માટે લોકો સામેથી પગાર આપવા તૈયાર છે ગિફ્ટ સિટીમાં નોકરી કરતો મુરતિયો રાતોરાત સારી કન્યાને પામે તેવા સંજોગો બન્યા છે અરે ખબર પડે કે જાન ગાંધીનગર જવાની છે અને ગિફ્ટ સિટી નજીક છે તો મોંઘા ભાવનું ત્યાંથી બાઈટિંગ ન લેવું એમ ગણતરી કરી લગ્નમાં પહેરવાના કપડા ની જોડી બહાર કાઢી નાખે પણ ૫૦૦ ગ્રામ બાઈટિંગ અચૂક બેગમાં નાખે.

જોકે થોડા આંદોલનો પણ થશે કારણ કે સરકારે જે રેગ્યુલર ડ્રિંક કરે છે તેમના માટે વ્યવસ્થા કરી છે બાકી રોજ પીવાવાળા દારૃડીયા માટે કોઈ વ્યવસ્થા નથી.

આપણે તો નશો કરતા લોકોમાં પણ સામાજીક ભેદભાવ જોવા મળે.

''મિસિસ ઓબેરોયના હબી ડ્રિંક કરે છે...'' ''સરલાનો પતિ દારૃ પીવે છે.....'' અને... ''કામવાળી મંગુનો વર બેવડો છે....''

ખરેખર તો આ દારૃડિયા દિલદાર હોય છે ડ્રિંક કરવા વાળો બે પેગ પીવડાવીને લાખો કરોડોનો ધંધો કરી લેતો હોય છે. દારૃ પીવાવાળો વર્ગ દોસ્તી નિભાવતો હોય છે. અને બેવડો પોતાના ખિસ્સામાં હોય એટલું લૂંટાવી ઘરે જતો હોય છે. જેણે બે પેક મારવા છે તેની પાસે શું કામ મારવા છે તેનું લોજિક હોય જ અને જેણે ચાર પાંચ મારવા છે તેની પાસે પણ પૂરતી દલીલ હોય છે.

એક દારૃડિયો તબિયત બગડતાં ડોક્ટર પાસે તબિયત દેખાડવા ગયો હળવેથી ડોક્ટરને પૂછ્યું ડોક્ટર સાહેબ કેટલો દારૃ પીવું તો વાંધો નહીં.ડોક્ટરે કહ્યું કે બે પગ સુધી પીસો તો વાંધો નહીં.બીજે દિવસે બે પેગ પછી ત્રીજો પેગ ભરવા ગયો ત્યાં તેના મિત્રએ કહ્યું કે કેમ ત્રીજો ભર્યો?એટલે દારૃડિયાએ કહ્યું બે પેગની છૂટ પેલા ડોક્ટરે આપેલી અને બે પેગની એક બીજા ડૉક્ટર પાસેથી છૂટ લીધી છે. સામાન્ય રીતે દારૃ પીધા પછીની હરકતો ઉપરથી તેનું કેરેક્ટર નક્કી કરવા વાળા ઘણા છે દારૃ ભરવામાં એક ટીપાનું પણ ચીટીંગ ન કરવા વાળો પિધડુકીયા ગ્રુપમાં ઈમાનદાર તરીકે પ્રખ્યાત હોય છે.અને ઘણીવાર તેની આ છાપ સામાન્ય જીવનમાં પણ લોકોના પ્રશ્નો પુરા કરવા તેને બોલાવવામાં આવે કે જે માણસ દારૃનો ટીપુ કોઈને વધુ ઓછું ન આપી અને ન્યાય કરતો હોય તો આ માણસ જ ન્યાય કરી શકે. આપણે ત્યાં રિવાજ છે બાટલી ખાલી થાય એટલે ઊંધી મૂકી અને ઢાંકણામાં લવ ડ્રોપ ભેગા કરવામાં આવે. આ લવ ડ્રોપ થી સ્વાદ ચાખવાનું ચાલુ કરવા વાળો ક્યારેય ચાર પેક સુધી પહોંચી જાય છે તેની ખબર પડતી નથી.

ખરેખર સાચી હકીકત તો એ છે કે તમને ખબર પડે કે ફલાણી જગ્યાએ દારૃ પીવાય છે તો ત્યાં ઊભું ન રહેવું.... તરત સાથે બેસી જવું..... અરે સમજાવવા માટે કે આ તમે શું કરી રહ્યા છો? સમજે તો વધેલો માલ ભેગો કરી અને નીકળી જવું અને ન સમજે તો માલ ભેગા ભળી જવું. બીજું તો શું સમજાવું. મારો પણ સમય થઈ ગયો છે ચાલો... ઘરની અગાસી ઉપર એક ગિફ્ટ સિટી બનાવ્યું છે.

વિચારવાયુઃ દારૃડિયોઃ આજે તો મારા બાપાએ મને મારી મારીને ધોઈ નાખ્યો યાર.. મિત્ર- કેમ, શું થયું? દારૃડિયો- હું ને મારા બાપા કરિયાણાની દુકાને ગયા હતા.. મેં વેફરના પડીકા લીધાં તો દુકાનવાળાએ દોઢો થઈને પૂછ્યું કે પ્લાસ્ટિકના ગ્લાસ કેટલા આપું?

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વીઝીટીંગ કાર્ડ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. ઘણાં કારણો છે. લોકો ડિજિટલ એડ્રેસ, ફોન નંબર કે બિઝનેસ કાર્ડ મોકલી દે. પરંતુ એ એવા લોકો છે જે તેમનું હુલામણું નામ પણ બદલાવી શકતા નથી. ફઈએ ગમે તેવું સારું નામ પાડ્યું હોય પરંતુ બુધા તરીકે પ્રખ્યાત થયા પછી મરે ત્યાં લગી બુધો જ રહે.

રાજકારણીઓ પોતાના કાર્ડ છપાવતા નથી કારણ કે મિનિમમ કોન્ટીટી ૫૦૦ની છપાવવી પડે. જે પક્ષમાં હોય તે પક્ષનું છપાવ્યું હોય ૫૦૦ કાર્ડ પૂરા થાય તે પહેલા તો પક્ષ બદલી અને બીજા પક્ષમાં ચાલ્યા ગયા હોય. પછી ચેક ચાક કરી અને કોઈને કાર્ડ આપવું તેના કરતાં ન છપાવવું સારું. જોકે સમજદાર રાજકારણીઓ અલગ અલગ પક્ષના વીઝીટીંગ કાર્ડ રાખે છે. જ્યારે જે પક્ષમાં હોય તે પક્ષનું પકડાવી દેવાનું રહે.

એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૃપિયાનું હજુ એટલું મહત્ત્વ નહોતું વધ્યુ એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચુનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચુનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે બકરીની જેમ જ પછી તેમની પત્ની ઢીક મારતી, ખૂબ જમતી અને ચુનિયાના પરદાદાને ખૂબ સંભળાવતી. ટૂંકમાં કહીએ તો જેવું વાવો એવું લણો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ લે થતી. કાં લખીને અથવા અભણ હોય તો યાદ રાખીને ગાડુ રોડવતા પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ. સતત કામ કરતો માણસ આળસવૃત્તિ તરફ ઢળતો ગયો. વૈજ્ઞાનિકો ભલે કહે જરૃરિયાત એ શોધખોળની માતા છે પણ મારુ તો દૃઢ પણે માનવું છે. સંશોધન પાછળ જો કંઈ કારણભૂત હોય તો એ માણસની આળસવૃત્તિ અને કંટાળો જ હોય છે. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ તેમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે? આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડા ધોવાવાળી બાઈ વારે ઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશિંગ મશીનની શોધ થઈ એનાથી કામવાળીને રજા નથી મળી પરંતુ તેને જેટલો સમય મળે એટલો સમય આડોશી પાડોશીની ગોસીપ કરવા માટે વધારે સમય મળે!

આજનો વિષય શોધ સંશોધન નથી પણ એકબીજાને મળવા માટે સરળ રસ્તો અને ભાઈ/બહેન શું કરે છે તેની જાણકારી મેળવવાનો સરળ રસ્તો એટલે વિઝિટીંગ કાર્ડ છે. ઘણાં સમયથી વિઝિટીંગ કાર્ડ ચાલતું હશે પણ મને યાદ છે કે વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું હતું અને પહેલું કાર્ડ તેમણે તેના તબલચીને આપેલું. મને આજે પણ એ દૃશ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી તેનો પહેલો સવાલ હતો કે આ શું છે? ભજનિકે વિગતવાર સમજાવ્યો કે તેનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. ત્યારે પાછી ૯૦ પૈસાની કિંમત પણ હતી કેમ કે આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૃપિયા હતી. ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે છપાવી તો લઉં પણ સામેવાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૃપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું???

તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટીક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જ જાય છે એટલે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટીક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળકો દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું કે બધા મારો નંબર યાદ રાખી લેજો પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૃર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી! જો કે ભૂલ મારી જ હતી મારે આ રીતે શૂટીંગમાંથી સીધુ બહાર ન નીકળાય કેમ કે મારો ભૂતકાળનો અનુભવ હતો કે મારી લખેલી બુકના પેઇજમાં જ મેં શીંગ ખાધી હતી. મારા પ્લાસ્ટીક કાર્ડના ઉપયોગ વિશે તમને કહું તો તમને પણ દુઃખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. મારી તો એ હાલત ખરાબ થાય કે એ સમયે એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢતા હોય!!! ઘણાંની ઓફિસમાં વીઝીટીંગ કાર્ડનો થપ્પો અથવા ઢગલો પડ્યો હોય આપણને એમ થાય કે ભાઈને કામકાજ વધારે રહેતું હશે પરંતુ ફર્નિચર હાલકડોલક થાય ત્યારે ધડ દઈને વીઝીટીંગ કાર્ડ બેવડવાળીને, ક્યારેક ચોવડ વાળીને પાયાની નીચે ભરાવી દે એટલે ગમે તેવા કલાકાર કે મેનેજિંગ ડાયરેક્ટર, ફેક્ટરીના માલિક પાયા નીચે દબાયેલા હોય.

ખાસ કરીને પ્રોગ્રામ પૂરો થાય પછી કાર્ડ માંગવા વાળાની સંખ્યા વધારે હોય એટલે તમારે નક્કી કરવાનું હોય કે કોણ સારુ દેખાય છે, કોણ પ્રોગ્રામ આપી શકે એવું દેખાય છે, કોણ તમને ફેન ફોલોવીંગ અપાવી શકશે. હમણાં જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમભર્યા શબ્દ સાથે તેમણે મારુ કાર્ડ માગ્યું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો. મને કાર્ડના આ ઉપયોગની ખબર સોગંદપૂર્વક પહેલીવાર ખબર પડી! મારો એક આઇડિયા લખી લો અને મારી પાસે પેટન્ટના રૃપિયા નથી બાકી પેટન્ટ કરાવી લેજો. મોટાભાગના લોકો કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાડીને રસ્તા પર ફેંકે. ભારતિય માનસિકતા મુજબ કોઈ પણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે. મેં તો મારા અનુભવથી નોંધેલું છે કે જો કોઈ કોર્પોરેટ ઓફીસમાં જવું હોય તો તમે કોણ છો એ બતાવવા તમારે તમારુ કાર્ડ આપવું પડે બાકી બૂટલેગરને ક્યાં કાર્ડની જરૃર હોય છે? તમારા બંધ પડેલા નંબરના પણ જો મીસ્ડ કોલ આવતા હોય તો બૂટલેગરને ગુજરાતમાં ૨૦૦ કોલનો મેસેજ ન આવેલ હોય તો મને કહેજો!!!

તમે નહીં માનો પણ અમારા ઘણા કલાકાર મિત્રોના કાર્ડ એટલા માટે લોકો માંગતા હોય કે કાયમ માટે યાદ રહે કે ગમે તે થાય આ કલાકારને તો બોલાવવા જ નહીં. અમારો ચુનિયો તો ડિજિટલ કાર્ડ જ આપે કેમ કે ઉછીના લેવાવાળા એ કક્ષાના હોય જેમને ડિજિટલી કંઈ ખબર પડતી નથી!

વિચારવાયુઃ જગતમાં સૌથી મોટું વિઝિટીંગ કાર્ડ હોય તો ઘરવાળી! તમે ન હો તેવા પણ એ દેખાડવાની ક્ષમતા માત્ર તેમનામાં જ હોય.

મિલન ત્રીવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

છેલ્લી સંસદની ઘટના પછી એક વાત નક્કી છે કે નેતા તરીકે ઉમેદવારી નોંધાવવી હોય તો બાયોડેટામાં લખવું પડશે કે ઢીકા પાટુ મારતા આવડે છે.

લગ્ન કરવા હોય તો મુરતિયા એ લખવું પડશે કે રસોઈ કરતા આવડે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચલાવવા હોય તો લખવું પડશે કે પેપર ફોડતા આવડે છે.

તમારામાં શું આવડે છે તે તે દેખાડવા માટે જે વિગત થાય તેને બાયોડેટા કહેવાય.

મને એક ઉમર સુધી ખબર જ નહોતી પડી કે બાયોડેટાનો અર્થ શું થાય! કેમ કે બાયો શબ્દ મેં જ્યાં જ્યાં સાંભળ્યો છે ત્યાં ત્યાં કાં તો બાયો ડીઝલ, બાયો વેસ્ટ, બાયો કેમિકલ. હવે જ્યાં ભાઈઓ અને બાઈઓ વચ્ચે પણ કન્ફ્યૂઝન હોય ત્યાં બાયો એટલે શું એ પ્રશ્ન રહેતો હોય ત્યાં સાથે ડેટા ઉમેરાય તો શું કરવું? જ્યારે નેટ ચાલુ થયું ત્યારે આ ડેટાની ખબર પડી બાકી તો ડેઇટનું બહુવચન ડેટા હશે એવી માન્યતા ઘણા સમય સુધી રહી!. આવો હું એક જ નથી. ચુનિયાના ભત્રીજા પાસે એક છોકરીએ બાયોડેટા માંગ્યો તો એણે છોકરીના નંબર પર રીચાર્જ કરાવીને ડેટા નંખાવી આપ્યો! સદ્નસીબે છોકરીને જે ડેટામાં રસ હતો એ જ મળી ગયો અને રીચાર્જવાલે ભૈયા નામે છોકરીના કોલ લીસ્ટમાં સામેલ પણ થઈ ગયો. બાયોડેટા શેના માટે તૈયાર કર્યો છે એ મહત્ત્વનું છે. જો લગ્નનો બાયોડેટા હોય તો તેમાં ગૌત્રની જરૃર પડે પણ જો નોકરીનો હોય તો તમારી મજૂરી કરવાની ક્ષમતા કેટલી છે એ પરથી જ તમને સીલેક્ટ કરવામાં આવતા હોય છે. બોસની નવી ક્રેટા ગાડી જોઈને જો કોઈ એમ કહે કે કોન્ગ્રેચ્યૂલેશન બોસ તો બોસ એમ જ જવાબ આપવાનો કે જો તું આમ જ મહેનત કરતો રહીશ અને ટારગેટ એચીવ કરતો રહીશ તો આવતા વર્ષે હું મર્શીડીસ ખરીદીને તને વાહ બોલવાનો મોકો ફરી આપીશ!!!

નોકરીનો હોય કે લગ્નનો હોય કોઈ પણ બાયોડેટા બનાવવો હોય તો ચુનિયો એક્સ્પર્ટ તરીકે સામે ઊભો જ હોય. આખી જિંદગી ચુનિયાએ નોકરી તો ન કરી પણ ઇન્ટરવ્યૂ એટલા આપ્યા કે તે અનુભવે એટલું કહી શકે કે ક્યા શેઠને ક્યા ધંધા માટે કેવો માણસ જોઈએ અને કેટલો અનુભવ જોઇએ તે બાખૂબી જાણી ગયો છે એટલે કોઈ પણ નોકરી વાંચ્છૂક તેની પાસે બાયોડેટા બનાવવા આવે એટલે ચુનિયો પ્રાથમિક વિગતો લઈ ટનાટન બાયોડેટા બનાવી દે. એક અઠવાડિયું પોતાની પાસે ફ્રીમાં નોકરીએ રાખે અને સવારે દૂધ લેવાથી માંડી, રાત્રે ઘેર ચાલતા જવા સુધીની ટ્રેનિંગ હોંશે હોંશે આપે. ઉમેદવારને સામે બેસાડીને મીની ઇન્ટરવ્યૂ પણ ચુનિયો લઈ લે! હમણાં એક ઉમેદવારનો  બાયોડેટા બનાવવા બોલાવ્યો હતો અને હું પહોંચી ગયો પણ કોઈ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટની કેબીનમાં ઘુસી ગયો હોઉં એવો માહોલ તેણે તેની ઓસરીમાં ઊભો કરેલો! આંખોના ઇશારાથી મને બેસવાનું કહ્યું અને મેનેજરના ઇન્ટરવ્યૂની તૈયારી કરવા આવેલા ઉમેદવારને મારા માટે પાણી લેવા  મોકલ્યો. ઉપદ્દેશાત્મક વાતો પછી બાયોડેટા બનાવવાની શરૃઆત થઈ.

સૌપ્રથમ ઉમેદવારનું નામ-ઠાંમ અને ઠેકાણુ, જન્મતારીખ આટલું તો ઠપકારી જ દીધું પછી ચુનિયાની કલાકારીગીરી ચાલુ થઈ પરંતુ જેમ ચુનિયાને દોઢ પાંસળી હોય તેમ ઉમેદવાર તરીકે આવેલાને પણ અદક પાંસળી હોય એટલે મૃદુ અવાજે બોલ્યો સર, મારુ મોસાળ? આગાળ કંઈ બોલે એ પહેલાં ચુનિયાનો પિત્તો છટક્યો. ફાઇલનો ઘા કરી અને ખખડાવ્યો તારા સસરાને મળવા જાય છે. નોકરીના ઠેકાણા નથી અને છોકરી મેળવવાના બાયોડેટા સુધી પહોંચી ગયો? ગુસ્સો એકવાર કરતા કરાઇ ગયો પણ ચુનિયાને યાદ આવ્યું કે હજુ ફી લેવાની બાકી છે એટલે જાતે ફાઇલના કાગળિયાં વીણી ઊભા થઈ અને ઉમેદવારને માથે હાથ ફેરવી શર્ટના ખીસ્સા સુધી હાથ લઈ ગયો. અંદરનું વજન જોઈ વાતને સરસ પલટાવી જો ભાઈ, હું ગુસ્સે એટલાં માટે થયો કે કાલ સવારે તને નોકરી મળી જાય અને તારા બોસ પાસે તું કોઈ ટ્રેક બહારની વાત કરે તો તે કેવો ગુસ્સે થાય તેનું આ મેં ઉત્તમ ઉદાહરણ આપ્યું, બાકી તું ચિંતા કરતો નહીં પૂછું એનો જવાબ દે એટલે એવો બાયોડેટા બનાવી દઉં કે બોસ ઘેર આવી બાયોડેટા લઈ જશે, નોકરીનો કોલ પણ દઈ જશે અને મારી દરેક સૂચનાનું અમલ કરીશ તો બોસ ઘેર આવી પગાર પણ આપી જશે મને ચુનિયાની આ પલ્ટી મારવાની કલા પર માન થયું. એક ઉત્તમ રાજકારણીના  ગુણ તેનામાં દેખાયા. બાયોડેટા બનાવવાનું કામ આગળ ચાલ્યું. અનુભવની કોલમ આવી એટલે ચુનિયાએ પોતાની કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે આખી કંપનીનો ભાર વહન કરે છે તેવું એક્સપીરયન્સ સર્ટિફીકેટનું પરફોર્મા કાઢી ફાઇલમાં એટેચ કરાવ્યું. પગારધોરણની કોલમ આવતા જ હાલનો પગાર ૫૦૦૦૦/- લખ્યો અને ઉમેદવારને સમજાવ્યું કે હવે આનાથી ઉપર તને પગાર મળે તેવું આયોજન મેં તને ગોઠવી દીધું છે આ ૫૦૦૦૦/-ની  કોલમ જે કોન્ફીડન્સથી તેણે લખી, મને થયું કે જો વર્ષના ૫૦ પણ જો આ ચુનિયો કમાતો હોત તો મારે થોડી રાહત રહે! ઘરમાં પાંચ માણસોને હેન્ડલ કરવાની કેપેસીટી ન ધરાવનાર માણસ અત્યારે ૫૦ માણસો હેન્ડલ કરે છે એવી વાત પણ ચુનિયાએ લખી દીધી! ચુનિયાની એક એક વાત પર ઉમેદવાર ગદ્દગદ્દ થતો હતો. ત્યાર પછી તો ઓફીસનું એડ્રેસ, અપેક્ષા, શોખ, અન્ય પ્રવૃત્તિઓ એટલું બધું સરસ ચૂનિયાએ ગોઠવ્યું કે ત્રણ પાનાનો બાયોડેટા ઉમેદવારના હાથમાં આવ્યો એટલે ઉમેદવારની આંખમાં ઝરઝરિયા આવી  ગયાં. તેને લાગ્યું કે આટલું બધું હું કમાઉ છૂં. આવડો મોટો સ્ટાફ છે. આટલી સારી પ્રવૃત્તિ કરું છું. સુખ સમૃદ્ધિની છોળો ઉડે છે તો મારે આ નવી નોકરીની  શું જરૃર છે? આ ખુશીઓ વચ્ચે ચુનિયાએ ૫૦૦૦ ક્યારે સેરવી લીધાં એ  ખબર ન પડી. આવા તો કંઈક કેટલાએ ઉમેદવારોને ચૂનિયાએ આભાષી  જાહોજલાલી દેખાડીને આનંદ કરાવ્યો છે!!!

બાયોડેટા બનાવવી એ એક કળા છે. જેમ કે એક સર્વસામાન્ય નિયમ મુજબ જે રીતે આધારકાર્ડના ફોટા જેટલાં કોઈ ખરાબ દેખાતા નથી અને ફેસબૂક  પ્રોફાઇલ જેવા કોઈ સુંદર હોતા નથી એ મુજબ જ બાયોડેટામાં દેખાડવામાં આવેલ દરેક વાતો સાચી નથી હોતી અને કોઈક કોલમમાં લખેલી વાતો ખોટી પણ નથી હોતી! અમારા ચૂનિયાને ભત્રીજાને એક માર્કેટીંગ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે મોકલ્યો. ઓવરસ્માર્ટ બોસે પોતાનું લેપટોપ આગળ કરી અને કહ્યું કે આ  મારુ લેપટોપ મને જ વહેંચો ચાલો લુચ્ચી બુધ્ધીના ભત્રીજાએ લેપટોપ હાથમાં લઈ અને બહારથી પોતે વહેંચવા માટે આવે છે એવું જણાવી કેબીનની બહાર  ચાલતી પકડી. અડધી કલાક સુધી ભત્રીજો દેખાયો નહીં એટલે બાયોડેટામાંથી  ફોન નં બર કાઢી લેપટોપની ઉઘરાણી કરી. સ્માર્ટ ભત્રીજાએ રૃપિયા ૩૦૦૦૦/-માં જો લેપટોપ ખરીદવું હોય તો તે જ્યાં ઊભો છે ત્યાં આવી  લેપટોપ લઈ જવા જણાવ્યું. બોસએ નોકરી આપી કે નહીં તેના કોઈ સમાચાર નથી. આમ જૂઓ તો આ નોનમેટ્રિક ભત્રિજાની આવડત કોઈ પ્રોડક્ટ નહીં પરંતુ પ્રોડક્ટ મેન્યૂફેકચરીંગ કંપની વેંચી નાખવા સુધીની ગણાય. મારુ તો એટલું જ કહેવું છે કે આજકાલ ડ્રીગીઓ તો રાજકીય પ્રેસર, પૈસા કે ઓળખાણથી મળી જાય પરંતુ આવડત આવા કોઈ બાયોડેટાના ફરફરિયામાં કે ડીગ્રીના સર્ટિફીકેટમાં કૈદ હોતી નથી. ખરેખર નોકરીઓ ડીગ્રીને બદલે સ્કીલ પર મળવે જોઈએ. આમ જૂઓ તો આવડત એટલે ગાળિયા કે નહીં? કોણ કેટલી સીફતથી સામે વાળાને ખબર ન પડે કે મોડી ખબ ર પડે એ રીતે ગાળિયો પહેરાવી દે એ માસ્ટર એમ્પલોયી

વિચારવાયુઃ અમૂક લોકો નોકરી ખાલી છે તેવી જાહેરાત આપી અને બાયોડેટા મંગાવે છે પછી તેનો પર્સનલ ડેટા વેંચી, કાગળ પસ્તીમાં આપી પોતાનું ઘર ચલાવે છે. આવા લોકો નોકરીના મોહતાજ નથી.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભાર-શ્રમમાં વધારો થાય. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કે, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામ ઉકેલાતા આનંદ અનુભવો. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કામમાં સંભાળવું પડે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગના સહકારથી રાહત જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૯

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપના કામમાં સરળતા થતી જાય. ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : સરકારી, ખાતાકીય કે કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચના લીધે નાણાભીડ રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કમ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય કામમાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૫

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં સાથે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય, તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં સહકાર મળી રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપને હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહનના કામમાં સંભાળવું. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૬-૧૨-ર૦૨૪, ગુરૂવા અને માગશર વદ-૧૧ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. પરસ્પર અહમ્નો ટકરાવ થતો જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય નરમ-ગરમ જોવા મળે. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ર૯ વિવાદ ટાળવા.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળા રહે. મોજ-શોખના સાધનોની ખરીદી થાય. તા. ર૩ થી ર૬ વ્યાવસાયિક લાભ. તા. ર૭ થી ર૯ મધ્યમ ફળદાયી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મળતી જણાય. આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ જણાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યો સફળ બને. યાત્રા-પ્રવાસનું આયોજન સફળતાદાયી બની રહે. તા. ર૩ થી ર૬ ખર્ચ થાય. તા. ર૭ થી ર૯ લાભદાયી.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. પરિસ્થિતિ વધુ વિકટ બનતી જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભની પૂર્ણ શક્યતા જણાય છે. વ્યાપાર વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ર૩ થી ર૬ વિવાદ ટાળવા. તા. ર૭ થી ર૯ મિશ્ર.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સગા-સ્નેહી સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય બની રહેતા આનંદ અનુભવી શકશો. આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી આવશ્યક બની રહે. તા. ર૩ થી ર૬ માન-સન્માન. તા. ર૭ થી ર૯ પ્રવાસ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે મિશ્ર પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યાવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. વ્યાવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકતા થોડા-ઘણાં અંશે નાણા ભીડનો સામનો કરવો પડે. જાહેરજીવન ક્ષકેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આપની આબરૂ-કીર્તિમાં વધારો થાય. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવાય. તા. ર૩ થી ર૬ નાણાભીડ. તા. ર૭ થી ર૯ સારી.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વગદાર વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણય લેવા. વિદ્યાર્થીઓ માટે સમય શુભ ફળદાયી બની રહે. આ સમય દરમિયાન ભાઈ-ભાંડુ કે કુટુંબીજનો સાથે પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. નાણાકીય બાબતે સમય સાનુકૂળ બની રહે. તા. ર૩ થી ર૬ મિશ્ર. તા. ર૭ થી ર૯ મિલન-મુલાકાત

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે તબિયતની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું આરોગ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં કાળજી રાખવી અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુ વિરોધીઓ આપની છબિ-કાર્યોને નુક્સાન પહોંચાડી શકે છે. તા. ર૩ થી ર૬ આર્થિક લાભ. તા. ર૭ થી ર૯ સ્વાસ્થ્ય સંભાળવું.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. કામનું ભારણ આપના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સવાધાન રહેવું. તા. ર૩ થી ર૬ કાર્યબોજ. તા. ર૭ થી ર૯ સ્વાસ્થ્ય સુધરે.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે ખર્ચ-વ્યય કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તે જો જો, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો-માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ર૩ થી ર૬ ખર્ચ-વ્યય. તા. ર૭ થી ર૯ સાનુકૂળતા રહે.

Libra (તુલા: ર-ત)

આપના માટે નાણાભીડ દૂર કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભવિષ્યની યોજના અંગે આપ સજાગ બનતા જણાવ. વ્યાપાર-ધંધામાં લાભની તક મળે તો ઝડપી લેજો. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા, ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની ઓચિંતી મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા તકલીફદાયક બની રહે. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. તા. ર૩ થી ર૬ લાભ. તા. ર૭ થી ર૯ કૌટુંબિક કાર્ય થાય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ર૯ પારિવારિક કાર્ય થાય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87