બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

રાશિફળ

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૪૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૧ :

તા. ૧૭-૦૯-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૪,

મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ પુષ્ય,

યોગઃ પરિધ, કરણઃ બવ

 

તા. ૧૭ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય આવકમાં વધારો જણાય. ખોટા ખર્ચાઓ ઘટવાથી બચતમાં વધારો થાય. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતો જાય. આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે. અગત્યના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે સાચવવું જરૂરી બને.

બાળકની રાશિઃ કર્ક

ધન સહિત ત્રણ રાશિના જાતકોને તન-મન-ધન અને વાહનથી સંભાળવું, હરિફ વર્ગથી તકેદારી રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આવેશ-ઉચાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિર-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે. યાત્રા-પ્રવાસથી આનંદ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩

 

Leo (સિંહ: મ-ટ)

આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યમાં સંતાનો સાથ-સહકાર મળી રહે. વાણીની સંયમતાથી કામમાં સરળતા થતી જાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૧

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫

 

Capricorn (મકર: ખ-જ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામકાજ અંંગે વ્યસ્ત રહો. ખર્ચ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવી જાય. હર્ષ-લાભ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૪૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૦ :

તા. ૧૬-૦૯-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ આદ્રા,

યોગઃ વરિયાન, કરણઃ વણિજ

 

તા. ૧૬ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા  આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.  નાણાકિય ક્ષેત્રે આવક જણાય પરંતુ સામે જાવકનું પ્રમાણ પણ રહેતા ધાર્યા પ્રમાણે બચત થઈ શકે નહીં.  તબિયતનું ધ્યાન રાખવું. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ મિથુન ર૪.૨૯ સુધી પછી કર્ક

મિથુન રાશિના જાતકોને અપેક્ષા મુજબનું કામ થાય. અન્ય બે રાશિના જાતકોને સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરદેશના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામમાં રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ઉતાવળ કરવી નહીં. નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્તતા રહે. કુટુંબ-પરિવારનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્ય વર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ હરો, ફરો, કામકાજ કરો પરંતુ આપના મન-હૃદયને શાંતિ રહે નહીં. ઘર-પરિવારની ચિંતા  અનુભવાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૧

 

Libra (તુલા: ર-ત)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થઈ  શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપને કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સરળતા થતી જાય. પરંતુ સિઝનલ ધંધામાં માલનો ભરાવો  કરવો નહીં.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે કામનો ઉકેલ  આવતો થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી તથા તબિયતની અસ્વસ્થતા અનુભવાય. કામ કરવાની ઈચ્છા થાય  નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકરવર્ગનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે પરિવાર, સગા-સંબંધીવર્ગ,મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા જણાય. ખર્ચ ખરીદી થઈ  શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૨

મેષ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં શુભ સમાચાર આવે, આર્થિક સ્થિતિ સારી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માતા-પિતા-વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. તા. ૧પ થી ૧૮ સામાન્ય. તા. ૧૯ થી ર૧ શુભ સમાચાર મળે.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે અથવા તો ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ ચાખવા મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી, કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં મધુરપ જણાય. નાણાકીય બાબતે આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. તા. ૧પ થી ૧૮ લાભદાયી. તા. ૧૯ થી ર૧ સરળતા રહે.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યર્થ અથવા કોઈ કારણોસર આપને દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાટ રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ ફળદાયી બની રહે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ઘર-પરિવારમાં વાદ-વિવાદભર્યું વાતાવરણ બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા  કરે. તા. ૧પ થી ૧૮ દોડધામ રહે. તા. ૧૯ થી ર૧ સામાન્ય.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે મનની શાંતિ અને સ્વાસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. નાણાભીડનો સામનો કરવો પડે. તા. ૧પ થી ૧૮ સામાન્ય. તા. ૧૯ થી ર૧ શાંતિપૂર્ણ.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. કોઈ વગદાર વ્યક્તિની મદદથી આપની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા પ્રબળ જણાય છે. તા. ૧પ થી ૧૮ નાણાભીડ. તા. ૧૯ થી ર૧ યાત્રા-પ્રવાસ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના સ્વાસ્થ્યમાં સુધાર આવતો જોવા મળે. જુની બીમારીમાં રાહત થતી જણાય. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ બનતી જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ઘર-પરિવારના મામલે સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતા રહે. તા. ૧પ થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૯ થી ર૧ સારી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન અટવાયેલા-રોકાયેલા નાણા પરત મળી શકે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે તેજીના દર્શન થાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળે, જો કે આરોગ્ય વિષયક સમસ્યાઓનો સામનો કરવો પડે. પેટ સંબંધીત રોગોથી પરેશાની રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુ સાથે અણબનાવ કે મતભેદ હશે તો દૂર થાય. આધ્યાત્મિક બાબતોમાં રૂચી વધતી જણાય. યાત્રા-પ્રવાસમાં અડચણ-રૂકાવટ આવે. મિત્રથી લાભ થાય. તા. ૧પ થી ૧૮ લાભ. તા. ૧૯ થી ર૧ આરોગ્ય સાચવવું.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે તડકા-છાય જેવું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં માન-સન્માનમાં વધારો થાય. સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. શત્રુ વિરોધીઓ નરમ પડતા જણાય. વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે. ઘર-પરિવાર બાબતે પડતર પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. નાણાકીય સ્થિતિ મંદ પડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી અને ખર્ચાળ પૂરવાર થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલી રહી શકે. તા. ૧પ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૧ ખર્ચ-વ્યય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ધાર્યા કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ગ્રહ-ગોચર મહદ્અંશે આપના પક્ષમાં હોય, મહત્ત્વના કામમાં સરળતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ ફળદાયી પૂરવાર થાય. રચનાત્મક પ્રવૃત્તિઓ થકી વ્યાપાર-વ્યવસાયનો વ્યાપ વધતો જણાય, જો કે ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખશો તો ફાયદામાં રહેશો. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીથી પરેશાની રહે. તા. ૧પ થી ૧૮ સફળતા. તા. ૧૯ થી ર૧ વાદ-વિવાદ ટાળવો.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. પડવા-વાગવાથી સાવધાની રાખવી. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવામાં સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. તા. ૧પ થી ૧૮ સાવધાની રાખવી. તા. ૧૯ થી ર૧ સાનુકૂળ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિશ્રમદાયી સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન મહત્ત્વના કાર્યોમાં કાળજી રાખવી. ધાર્યા કામમાં વિલંબ થતા અકળામણ-બેચેનીનો અનુભવ થઈ શકે. વ્યાવસાયિક બાબતે મોટું આર્થિક રોકાણ-સાહસ ટાળવું યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય વિશે કોઈ સમસ્યા હશે તો તેનો નિકાલ આવતા રાહત અનુભવશો. કૌટુંબિક ક્ષેત્રે કોઈ મહેમાન આપના ઘરની ઓચિંતી મુલાકાતે આવી શકે છે. સંતાનોના પ્રશ્નો ગુંચવાતા જણાય. જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકોને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. તા. ૧પ થી ૧૮ પરિશ્રમ. તા. ૧૯ થી ર૧ સ્વાસ્થ્ય સાવવું.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નવીન તક અપાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવીન વિચાર, યોજના, કાર્યો અમલમાં મૂકી શકવાનો અવસર પ્રાપ્ત થાય. રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. જમીન-મકાન-વાહનની ખરીદીના યોગ જણાય. સરકારી કાર્યોમાં રૂકાવટ જણાય. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું. વાણી ઉપર સંયમ જાળવવો. તા. ૧પ થી ૧૮ નવીન કાર્ય થાય. તા. ૧૯ થી ર૧ મિશ્ર.

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૫૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૯:

તા. ૧૫-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨,

મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ મૃગશીર્ષ,

યોગઃ વ્યતિપાત, કરણઃ તૈતિલ

 

તા. ૧૫ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક બાબતે આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય, પરંતુ આપના કાર્યમાં  હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ આપને દોડધામ-શ્રમ  જણાય. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત જણાય. વિદ્યાર્થીવર્ગને લાગણી-મિત્રતાના ચક્કરમાં  અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્થિતિમાં સુધારો આવે.

બાળકની રાશિઃ મિથુન

મિથુન સહિત બે રાશિના જાતકોને સરકારી, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. નાણાકિય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૪-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં, વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. ખર્ચ  થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે રાજકિય-સરકારી, જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

કૌટુંબિક, પારિવારિક કામકાજ સાથે શરૂ થયેલો દિવસ સારો પસાર થાય. વ્યાવહારિક કામકાજ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાય પરંતુ ત્યાર બાદ આપને ચિંતા-ઉચાટ રહ્યા  કરે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસનો પ્રારંભ આપના માટે મુશ્કેલીવાળો રહે. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી રાહત થતી  જાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

દિવસનો પ્રારંભ એકદમ ઉત્સાહ-ઉમંગથી થાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ થાક-કંટાળો  અનુભવાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ. જાહેર-સંસ્થાકિય કામકાજ રહ્યા  કરે.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભે કામમાં આપને સરળતા મળી રહે પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતાનો  અનુભવ થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

બપોર સુધી આપને અસ્વસ્થતા-બેચેની જેવું રહ્યા કરે. ત્યાર બાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થાય. મિત્રવર્ગનો સહકાર  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ ઘટાડો થતો જાય. રાહત થતી  જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૫૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૮ :

તા. ૧૪-૦૯-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ વજ્ર, કરણઃ બાલવ

 

તા. ૧૪ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું પડે. સિઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે.  નોકરી-ધંધાકીય બાબતે આપને દોડધામ-શ્રમ રહ્યા કરે. આપના કાર્યમાં હરિફવર્ગ મુશ્કેલી ઉભી  કરવાના પ્રયાસ કરે. ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા રહ્યા કરે. નાણાકિય બાબતે આકસ્મિક  ખર્ચ થતો જણાય. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ વૃષભઃ ૨૦.૦૪ સુધી પછી મિથુન

સિંહ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય. અન્ય બે રાશિના જાતકોને વ્યવહારિક કામમાં સાવધાની રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળતા કામનો ઝડપી ઉકેલ લાવી શકો. સંતાનથી હર્ષ-લાભ મળી  શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે રાજકિય, સરકારી, ખાતાકિય કામમાં સાવધાની રાખવી પડે. હરિફ-ઈર્ષા કરનાર વર્ગથી મુશ્કેલી  જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૮-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા હોવા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  અસમંજસતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી થવાથી લાભ જણાય. કામનો ઉકેલ  આવતો જાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૫

 

Leo (સિંહ: મ-ટ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના કામમાં  વ્યસ્ત રહો.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે ધીરજ-શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. વાદ-વિવાદ મનદુઃખથી  સંભાળવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૭

 

Libra (તુલા: ર-ત)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ-ફાયદો  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભે જ કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. જેમ દિવસ પસાર થાય તેમ રાહત થતી  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપે તન-મન-ધનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. સામાજિક -વ્યાવહારિક કામમાં ધ્યાન  રાખવું

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જણાય. નોકરી-ધંધાના કામ અંગે બહારગામ  જવાનું થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવુું પડે. જમીન-મકાન-વાહનના  કામકાજ થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬

સિંહ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં વિવાદ રહે, આર્થિક લાભ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુભેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિમય બની રહે. આનંદ અનુભવી શકશો, જો કે આર્થિક સ્થિતિ કથળતી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. તા. ૮ થી ૧૧ સાનુકૂળ. તા. ૧ર થી ૧૪ પ્રવાસ-પર્યટન.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે મિશ્ર પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ભાગ્ય ઉપર નિર્ભર રહેવું પડે. વ્યાવસાય ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યોલાભ અટકતા થોડા-ઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. આબરૂ-કીર્તિમાં વધારો થતો જોવા મળે. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી-મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે સમય સુખદ હોય, બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવાય. તા. ૮ થી ૧૧ નાણાભીડ. તા. ૧ર થી ૧૪ પ્રવાસ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વગદાર વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય, જે ભવિષ્યમાં આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધામાં શાંત ચિત્તે નિર્ણય લેવા. વિદ્યાર્થી વર્ગ માટે સમય શુભ ફળદાયી બની રહે. ભાઈ-ભાંડુ કે કુટુંબીજનો સાથે પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ થવાની સંભાવના જણાય છે. ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને. નાણાકીય બાબતે સમય સાનુકૂળ બનતો જણાય. તા. ૮ થી ૧૧ મિશ્ર. તા. ૧ર થી ૧૪ મિલન-મુલાકાત.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે તબિયતની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આરોગ્ય નરમ-ગરમ રહી શકે છે. આહાર-વિહારમાં કાળજી રાખવી અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્તિના માર્ગો ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક-માંગલિક પ્રસંગમાં સહભાગી થવાનો અવસર મળે. તા. ૮ થી ૧૧ આર્થિક લાભ. તા. ૧ર થી ૧૪ સ્વાસ્થ્ય સાચવવું.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ વ્યસ્ત રહેતા જણાવ. કામનું ભારણ આપના ચહેરા પર સ્પષ્ટ વર્તાય, જો કે મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય સુધરે. તા. ૮ થી ૧૧ કાર્યબોજ. તા. ૧ર થી ૧૪ લાભદાયી.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે નાણાભીડ દૂર કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભવિષ્યની યોજનાઓ અંગે આપ સજાગ બનતા જણાવ. વ્યાપાર-ધંધામાં લાભની તક મળે તે ઝડપી લેજો. નાણા પ્રાપ્િંતની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની ઓચિંતી મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા તકલીફદાયક બની રહે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહે. તા. ૮ થી ૧૧ લાભદાયી. તા. ૧ર થી ૧૪ ધાર્મિક કાર્ય થાય.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહગોચર બદલાતા તેમજ આપના પક્ષે આવતા જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ઉગ્ર બની શકે છે. જીવનસાથી સાથે સુલેહભર્યું વાતાવરણ બનાવી રાખવું. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૮ થી ૧૧ તણાવ રહે. તા. ૧ર થી ૧૪ શુભ ફળદાયી.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ખર્ચ-વ્યયનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી કરી શકશો, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો, માંગલિક પ્રસંગોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી સાવધાની રાખવી. તા. ૮ થી ૧૧ ખર્ચાળ. તા. ૧ર થી ૧૪ સાનુકૂળ.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નવીન કાર્ય રચના કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. વાહન ચલાવવામાં તકેદારી રાખવી ઈચ્છનિય રહેશે. તા. ૮ થી ૧૧ નવીન કાર્ય થાય. તા. ૧ર થી ૧૪ સફળતાદાયક.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ જોવા મળે. તા. ૮ થી ૧૧ શુભ. તા. ૧ર થી ૧૪ વિવાદ ટાળવા.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દુર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્ત બને. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૮ થી ૧૧ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧ર થી ૧૪ પારિવારિક કાર્ય થાય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે વેપાર-ધંધા ક્ષેત્રે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજશોખના સાધનોની ખરીદી થાય. કોર્ટ-કચેરી અંગે સમાધાનકારી વલણ અપનાવવું પડે. તા. ૮ થી ૧૧ વ્યાવસાયિક લાભ. તા. ૧ર થી ૧૪ મધ્યમ ફળદાયી.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખવી. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. આપના અન્યનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા જણાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને પરેશાની ઓછી થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયનું રોકાણ આ સમયમાં શક્ય બને. અધૂરા રહેલા પારિવારિક કાર્યાે પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબીયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા.૧૯થી રર મિશ્ર, તા.૨૩થી રપ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. તા.૧૯થી રર કાર્યશીલ, તા.ર૩થી ર સુખમય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન, સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલી મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોનો સહકાર મળે. તા.૧૯થી રર મિલન-મુલાકાત, તા.ર૩થી રપ વ્યસ્તતા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા, પ્રયાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે. શારીરિક, માનસિક થાક અનુભવાય. તા.૧૯થી રર શુભ, તા.ર૩થી રપ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યાે લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યાેમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય, માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. તા.૧૯થી રર આરોગ્ય સુધરે, તા.૨૩થી રપ સાનુકૂળ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાગ્યબળ વધારવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરૂષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મેળવી શકશો. ધંધા, વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોત ખૂલતા જણાય. તબીયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેર જીવન ક્ષેત્રના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે, ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ સારી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફુલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ થકી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ સાથે બોલાચાલી, ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું. તા.૧૯થી રર ખર્ચ-ખરીદી, તા.ર૩થી રપ સુખદ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. વ્યાપાર વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવા. યાત્રા, પ્રવાસ કંટાળાજનક પુરવાર થાય. તા.૧૯થી રર સફળતાદાયક, તા.ર૩થી રપ સ્વાસ્થ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આર્થિક સ્થિતિ સુધારનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાય. આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી જણાય છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ હાવિ થતાં જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. તા.૧૯થી રર ધનલાભ, તા.૨૩થી રપ સંભાળવું.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87