બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

પ્રાસંગિક

હિસ્ટ્રી ઓફ ર૯ માર્ચ

વર્ષ ૧૮પ૭ નો વિદ્રોહ આપણી સ્વાતંત્ર્ય ચળવળની બુનિયાદ ગણાય છે. બ્રિટિશ રાજની ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે ર૯ મી માર્ચ ૧૮પ૭ ના દિવસે વિદ્રોહનું બ્યુગલ ફૂંકાયું હતું.

મંગલ પાંડેએ બેરેકપુર છાવણીમાં બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કર્યો હોવાનો ઈતિહાસ છે. આવું કરવા પાછળ બ્રિટિશરોએ તેની સેનામાં કામ કરતા સૈનિકોને આપેલા નવા કારતૂસોમાં ગાયની ચરબી હોવાનું જણાવ્યું હતું અને આ કારણે જ બ્રિટિશ સેનામાં ફરજ બજાવતા ભારતીય હિન્દુ સૈનિકોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાનું જણાવાયું હતું.

આ કારણે મંગલ પાંડેને ગિરફ્તાર કરી લેવાયા હતાં અને આઠમી એપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયા હતાં. એ પછી દેશભરમાં અંગ્રેજ સલ્તનત વિરોધી સુર ઊઠવા લાગ્યા હતાં અને સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત થઈ હતી.

કેટલાક ઈતિહાસકારોના મંતવ્યો એવા છે કે મંગલ પાંડેએ અંગ્રેજ અફસર લેફ્ટનન્ટ બાગે પર હુમલો કર્યો અને મેજર સાર્જેન્ટ હાઉસનને ગોળી મારી હતી, જ્યારે કેટલાક ઈતિહાસકારો દ્વારા એવો ઉલ્લેખ પણ કરાયો છે કે મંગલ પાંડેએ  પછી પોતાની જ બંદુકથી પોતાના પર ગોળી ચલાવી હતી, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જે હોય તે ખરૃં, પરંતુ અંગ્રેજો સામે અવાજ ઊઠાવીને મંગલ પાંડેએ વિદ્રોહની ચિનગારી સફળતાપૂર્વક ચાંપી દીધી હતી.

શહીદ મંગલ પાંડેને લઈને ભલે ભિન્ન-ભિન્ન મંતવ્યો હોય, પરંતુ વર્ષ ૧૮પ૭ ના વિદ્રોહથી શરૂ થયેલી સ્વાતંત્ર્ય ચળવળ લગભગ ૧૯૦ વર્ષ સુધી ચાલતી રહી હતી, અને અનેક સ્વરૂપો, નેતૃત્વો તથા બલિદાનો પછી છેક વર્ષ ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી હતી.

સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન બલિદાનો આપનાર, સર્વસ્વ સમર્પિત કરનાર અને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સહયોગ આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્યવીરો તથા તેઓના પરિવારોને કોટિ કોટિ વંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે તા. ર૪ માર્ચે વિશ્વ ક્ષય નાબૂદી મનાવાય છે. વિશ્વના દેશોમાં ક્ષયરોગ નાબૂદીના અભિયાનો ચાલી રહ્યા છે, અને આ વૈશ્વિક રોગને નાથવાના સહિયારા પ્રયાસોમાં ભારત પણ ઘણાં દાયકાઓથી જોડાયેલું છે. વર્ષ ૧૮૮ર માં ક્ષયના જિવાણુઓ ડો. રોબર્ટ કોચે શોધ્યા હતાં, તેના અનુસંધાને દર વર્ષે વિશ્વ ક્ષય નાબૂદી દિવસ મનાવાય છે. આ દિવસે ધૂમ્રપાન, તમાકુ, શરાબ, ડ્રગ્સ વગેરે વ્યસનો સામે જાગૃતિ ફેલાવાય છે. દર વર્ષે લાખો લોકોના જીવ લેતો આ રોગચાળો કરોડો લોકોમાં ચેપ ફેલાવે છે. ગુજરાત સહિતની રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારે ક્ષય નાબૂદી માટે વિવિધ શ્રેણીબદ્ધ વ્યવસ્થાઓ કરી છે અને હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સંસ્થાકીય હોસ્પિટલો પણ કાર્યરત છે, પરંતુ આ અભિયાનની સફળતા માટે વ્યાપક જનજાગૃતિ જરૂરી છે. ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે રર માર્ચે વિશ્વ જલ દિવસ મનાવાય છે. યુનેસ્કો દ્વારા થતી આ ઉજવણીમાં દર વર્ષે જુદી જુદી થીમ હોય છે. આ વર્ષે ગ્લેશિયર સંરક્ષણની થીમ છે.

ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગ અને બદલતા રહેતા વૈશ્વિક પ્રવાહોના કારણે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. ગ્લેશિયરોને પીગળતા અટકાવવા યુનો દ્વારા વિશ્વ પ્લેટફોર્મ પરથી કાર્યક્રમો યોજીને જનજાગૃતિના પ્રયાસો થાય છે. પેરિસ સમજુતિમાંથી અમેરિકા હટી ગયા પછીની પરિસ્થિતિમાં વિશ્વ પાસે ગ્લોશિયર સંરક્ષણના ક્ષેત્રે વધુ મોટા પડકારો ઊભા થયા છે, જેની ચર્ચા પણ વિશ્વમાં થઈ રહી છે, જો કે વિવિધ દેશોના જુથો વચ્ચે તથા કેટલાક દેશો વચ્ચે દ્વિપક્ષીય સમજુતિઓ પણ થઈ રહી છે.

વિશ્વમાં વર્ષ ૧૯૯ર-૯૩ થી વિશ્વ જલ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંચશક્તિ પૈકીની એક શક્તિ તરીકે જલશક્તિને મહત્ત્વ આપ્યું હતું. અત્યારે કેન્દ્ર કક્ષાએ નલ સે જલ અને જલસંચય, સંરક્ષણ અને શુદ્ધિકરણના ક્ષેત્રે ઘણી યોજનાઓ ચાલી રહી છે, પરંતુ તેને વ્યાપક સમર્થન સાથે જનજાગૃતિની પણ જરૂર છે.

યુનેસ્કો દ્વારા દુનિયાના મોટાભાગના દેશોમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં ગ્લેશિયર પીગળતા અટકાવવા માટે વૈશ્વિક જાગૃતિ અભિયાનનો પણ સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં ઘેર-ઘેર શુદ્ધ જલ પહોંચાડવાના લક્ષ્ય સાથે આજના વિશ્વ જલ દિવસે પાણીના કરકસરપૂર્વકનો ઉપયોગ, ભૂગર્ભ વોટર રિચાર્જીંગ, રિ-સાઈક્લીંગ અને લોકો શુદ્ધ, મીઠું પીવાનું પાણી પૂરૃં પાડીને જાહેર સ્વાસ્થ્ય સુધારણાને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, ત્યારે, આવો, આપણે પણ પાણીનો વેડફાટ બંધ કરીએ, કરકસરપૂર્વક જલનો ઉપયોગ કરીએ અને ગ્લેશિયર પીગળતા અટકાવવા માટે જે કાંઈ સૂચનો થાય, તેનું પાલન કરીએ... પાણી અને વાણી વિચારીને વાપરવા જોઈએ, ખરૃં ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિક્રમ સંવત ૨૦૮૧ તિથિ અનુસાર મહા વદ ૧૦ (દશમ) ના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૧ મી જન્મજયંતી છે. તેઓ મૂળશંકર હતા, ચૈતન્ય હતા, મહા ચૈતન્ય હતા, તે દયાનંદ હતા. તેઓ વેદરૂપી સરસ્વતીને આ ધરતી ઉપર પ્રવાહિત કરી ગયા. તેઓ યોગ સિદ્ધિઓથી સંપન્ન હતા, પરંતુ તેનાથી અલિપ્ત પણ હતા. તેઓ યોગીરાજ હતા, બ્રહ્મચારી, બ્રહ્મનિષ્ઠ, પરમતપસ્વી હતા, વર્ચસ્વી હતા. તેઓ પૃથ્વી પર મૂળશંકર બનીને આવ્યા અને શંકરનું મૂળ શોધી અને દયાનંદ બની અને પોતાની દયા, સંસાર ઉપર કરી ગયા. પ્રાણીમાત્રના કલ્યાણ માટે વિશ્વના કલ્યાણ માટે તેઓની સાધના હતી. તે સમયે આ વિશ્વની જાતિઓમાં, આપણા ધર્મ, કર્મમાં નિસ્તેજતા, પ્રાણહીનતા અને મલિનતા ઊંડા મૂળિયાં નાખી ચુકી હતી. તે સરસ્વતી હતા. વેદ વિદ્યાના અપાર અને અથાગ સમુદ્ર હતા. કાશીના પંડિતો તેમના શાસ્ત્રાર્થને ઊંડાણથી સમજી ન શકયા.

તેઓ સ્વામી હતા. કાશી નરેશે વિશ્વનાથ મંદિરનો વૈભવ તેમને અર્પણ કરવાની પ્રાર્થના કરી, ઉદયપુરના મહારાણાએ પણ એકલિંગજીની ગાદી તેમના ચરણોમાં અર્પિત કરી, પરંતુ તે લોભ લાલચથી તેમના માર્ગ પરથી વિચલિત થવા વાળા ન હતા. બ્રિટિશ શાસનકાળમાં પરાધીન ભારતમાં સ્વરાજયની સર્વપ્રથમ ભાવનાનો તેમણે નિર્ભય બનીને સૂત્રપાત કર્યો. તે ભયથી વિચલિત થવાવાળા ન હતા, મૃત્યુથી પણ વિચલિત થવાવાળા ન હતા. તેમણે તપસ્યાથી પોતાનું શરીર, મન અને અંતઃકરણને પવિત્ર કર્યું હતું.

અજ્ઞાન અને અવિદ્યાના ભયંકર, અંધકારમય સમયમાં તેમણે જ્ઞાન અને વિદ્યાનો દીપક પ્રજવલિત કર્યો અને ભારતીય સમાજને કુરૂઢિઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા અને શિક્ષણ વિહીનતાના અંધકારમાંથી દૂર કર્યો. સમગ્ર ભારત વર્ષને સ્વદેશીનો મૂળમંત્ર આપનાર મહર્ષિ દયાનંદ જ હતા. વેદ તરફ પાછા વળો નું સૂત્ર પણ આપનાર તેઓ જ હતા. બાલવિવાહ જેવા દુષણોને રોકવા માટે અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા. ભારતને સ્વાધીનતાનો પાઠ ભણાવનાર અને વિદેશી શાસકોનું રાજય ગમે તેટલું સારું હોઈ, પરંતુ આપણા લોકો દ્વારા ચલાવતું નબળું શાસન પણ મને મંજૂર છે, તેવું કહેનાર પણ તેઓ પ્રથમ મહાપુરુષ હતા.

સમગ્ર વિશ્વના સંપ્રદાયોમાં રહેલી વેદ વિરુદ્ધ વાતોની તેમણે સમીક્ષા કરી અને સત્ય સનાતન વૈદિક ધર્મની પુનઃસ્થાપના માટે પોતાનું જીવન અર્પણ કરી અને સત્યાર્થ પ્રકાશ જેવા અમર ગ્રંથની રચના કરી. તેમણે લગભગ પંદર હજાર જેટલાં પાનાંનું લેખનકાર્ય કર્યું. તેમણે વેદોનાં ભાષ્યોથી લઈને સામાન્ય વ્યવહારમાં ઉપયોગી થઈ શકે એવા વિષયો પર અનેક ગ્રંથો લખ્યા, જેમ કે સત્યાર્થ પ્રકાશ, સંસ્કારવિધિ, ઋગ્વેદાદિભાષ્યભૂમિકા, ઋગ્વેદ ભાષ્ય, યજુર્વેદ ભાષ્ય, પંચમહાયજ્ઞવિધિ, આર્યાભિવિનય, સંસ્કૃતવાકયપ્રબોધ, વ્યવહાર-ભાનુ, વેદાંગપ્રકાશ (૧૪ ખંડ), ભાગવત-ખંડન અથવા પાખંડખંડન, વેદાંતિધ્વાંતનિવારણ, વેદવિરુદ્ધમતખંડન, શિક્ષાપત્રીધ્વાંતનિવારણ, ભ્રમોચ્છેદન, અનુ ભ્રમોચ્છેદન, ભ્રાંતિનિવારણ, કાશી શાસ્ત્રાર્થ, હુગલી શાસ્ત્રાર્થ (પ્રતિમાપૂજન વિચાર), સત્યધર્મવિચાર (ચંદાપુરનો મેળો), જાલંધર શાસ્ત્રાર્થ, સત્યાસત્યવિવેક (બરેલી શાસ્ત્રાર્થ), આર્યોદ્દેશ્યરત્નમાળા, ગોકરુણાનિધિ, ચતુર્વેદવિષયસૂચિ, આત્મચરિત્ર (આત્મકથા), અષ્ટાધ્યાયી ભાષ્ય, સંધ્યા, અદ્વૈતમતખંડન, ગદર્ભતાપિની ઉપનિષદ્, ગૌતમ-અહલ્યા કી કથા.

મનુષ્યોને વેદો આધારિત સનાતન વૈદિક ધર્મ અનુસાર શ્રેષ્ઠ મનુષ્ય બનાવતા એવા સંગઠન આર્યસમાજ કે, જે કોઈ મત, પંથ કે સંપ્રદાય નથી. તેની સ્થાપના ૧૫૦ વર્ષ પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ  હતી.

- દિપકભાઈ જે. ઠકકર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'વિશ્વ કેન્સર દિવસ' દર વર્ષે ૪ ફેબ્રુઆરીના સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દૂર કરવાનો છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી લગભગ છેલ્લા ૬ દાયકાઓથી સૌરાષ્ટ્રમાં સતત કાર્યશીલ અને સંવેદનશીલ છે. રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ જેને આપણે 'રાજકોટ કેન્સર સોસાયટી'ના નામથી ઓળખીએ છીએ. જે સૌરષ્ટ્ર-કચ્છમાં કેન્સરની સારવાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડતી આવી છે. રાજકોટ કેન્સર સોસાયટીની સ્થાપના ૧૯૬૯માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ જરૃરિયાતમંદ અને ઓછી આવક ધરાવતા દર્દીઓને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે.

આ 'વિશ્વ કેન્સર દિવસ' નિમિત્તે આયોજીત પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર ડૉ. ખ્યાતિ વસાવડાએ માહિતી આપતા જણાવેલ કે કેન્સરના દર્દીઓ રાજકોટ કેન્સર સોસાયટીમાં સારવાર લેવાનું પસંદ કરે છે. જેનું મુખ્ય કારણ છે કે કેન્સર માટેની સંપૂર્ણ સારવાર એક છત હેઠળ પૂરી પાડવામાં આવે છે તથા અનુભવિ અને નિષ્ણાત તબીબોની ટીમ ઉપલબ્ધ છે. અતિ આધુનિક સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત હુંકાળુ, હકારાત્મક અને પારિવારિક વાતાવરણ દર્દીઓ અનુભવે છે જે કેન્સરને હરાવવા માટે પર્યાપ્ત છે તથા જ્યારે દર્દીને કેન્સર માલુમ થાય ત્યારે ફક્ત દર્દી જ નહીં પરંતુ તેનો પરિવાર પણ માનસિક અને આર્થિક રીતે કપરી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે તેવા સમયે પણ રાજકોટ કેન્સર સોસાયટી તેમને તબીબી અને પારિવારિક ટેકો પૂરો પાડે છે. રાજકોટ કેન્સર સોસાયટીમાં કેન્સરને થતું અટકાવવાના ઉપાયથી લઈને કેન્સરના અતિ ગંભીર દર્દીઓની પીડારહિત સારવાર કરી તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે.

આ વર્ષની વિશેષ થીમ છે ''યુનાઈટેડ બાય યુનિક'' જેની વિશ્વસ્તરે ત્રણ વર્ષ સુધી ઝુંબેશ ચાલશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગણેશ ઉપાસનામાં ચતુર્થીને વિશેષ મહત્ત્વ છે. ગણપતિના બે મુખ્ય ઉત્સવો છે. ગણેશ ચતુર્થી અને ગણેશ જયંતી. તે ભાદરવા અને મહા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીએ ઉજવાય છે.

બધા જ દેવોનો જન્મ દિવસ એક જ ઉજવાય છે. જયારે ગણપતિના બે જન્મદિવસ મનાવાય છે. પુરાણના મતપ્રમાણે, એક દિવસ માતા પાર્વતીજી સ્નાન કરવાં બેઠા હતા. ત્યારે ગણપતિજીને દરવાજા પર અંદર કોઈ વ્યકિત પ્રવેશ ન કરે તેના માટે ઊભા રાખ્યા હતા. પરંતુ ત્યાં જોગાનુ જોગ શિવજી પધાર્યા, દ્વાર પર ઉભેલા ગણપતિજીએ શિવજીને અંદર પ્રવેશ આપ્યો નહીં. આથી શિવજી અને ગણપતિજી વચ્ચે યુદ્ધ થયું. શિવજીએ ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું આથી પાર્વતીજી કલ્પાંત કરવા લાગ્યાં. શિવજીએ પાર્વતીજીને આશ્વાસન આપ્યું અને તેમણે આદેશ કર્યો જાવ જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવો. સૌ પ્રથમ હાથી મળ્યો આથી શિવજીએ હાથીનું મસ્તક લઈને ગણેશજીના ધડ પર બેસાડી દીધું અને ગણેશજીને સજીવન કર્યા ત્યારથી ગણેશજી ગજાનન કહેવાય છે.

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજી સજીવન થયા ત્યારથી ગણેશજીના બે જન્મદિવસ મનાવાય છે.

મહાસુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ, મહાસુદ ચોથને તિલકુંદ ચતુર્થી કે વરદ ચતુર્થી કહેવાય છે. ગણેશ જયંતી કે ગણેશ જન્મ દિવસ તરીકે પણ ઓળખાય છે.

આ દિવસે તલ અને કુંદથી ગણેશજીની પૂજા કરવાનો અનેરો મહિમા છે.

મહાસુદ ચોથનાં દિવસે કાશીમાં ઢુંઢીરાજ એવા ગણેશજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

સામાન્ય રીતે ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી માનવામાં આવે છે અને તે દિવસે ગણેશજીનો જન્મોત્સવ ઉજવાય છે. બીજો મત એવો છે કે મહાસુદ ચોથ કે જે ગણેશ જયંતી તરીકે ઓળખાઈ છે તે ઉજવવો જોઈએ.

ગણેશજીનો જન્મોત્સવ ભાદરવા માસમાં જ કરવો યોગ્ય છે. મહાસુદ ચોથે નહીં કારણ કે ભાદ્રપદ માસની શુકલ પક્ષની ચોથ મધ્યાનવ્યાપીની છે. આ દિવસે પૂજામાં ઉપવાસનું વિધાન નથી અને મોદકનું મુખ્ય નૈવેધ કરવાનું વિધાન છે એ ગણેશજીના આ દિવસે થયેલા અવતારનું નામ સિદ્ધિવિનાયક છે.

જયારે માધ માસના શુકલ પક્ષની ચોથ પ્રદોષવ્યાપીની એટલે કે સાંજે લાભ આપનારી છે. તે દિવસે ઉપવાસનું વિધાન છે.

આમ શાસ્ત્રોકત વિધિમાં આવેલું સિદ્ધિવિનાયકનું વર્ણન, મોદકનું નૈવેધ વગેરે બાબતોના આધારે ભાદ્રપદ માસની શુકલ ચતુર્થી એ જ ગણેશ જન્મોત્સવ માટે યોગ્ય દિવસ છે. એવો પંડિતોનો અભિપ્રાય છે.

ભાદ્રમાસમાં ગણેશપૂજાનું મહત્ત્વ એ રીતે પણ સિદ્ધ થાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી માટે વરસાદ ખૂબ જરૂરી છે. ભાદ્રપદ માસ વર્ષાઋતુમાં આવે છે. વર્ષા સંબંધી સર્વ અનિશ્વિતતા અને અનિષ્ટોના નિવારણ દ્વારા ચિંતામુકત થવા અને રહેવા અને સર્વ પ્રકારની અનુકૂળતા માટે ગણેશને પ્રાર્થના કરવા માટે આ ઋતુમાં ગણેશ પૂજન યોજવું વધુ અર્થપૂર્ણ છે.

આમ ભાદ્રપદ ચતુર્થીએ ગણેશોત્સવ ઉજવીએ છીએ. મહામાસની શુકલ પક્ષની ચતુર્થીએ તલ, દુર્વા (ધરો), સિંદુર ગોળ, લાડું, લાલ રંગના પુષ્પોથી ગણેશજીની પૂજા કરીને તેમની કૃપાના ભાગીદાર બનીએ.

છેલ્લે શ્રી ગણેશે સિંદુર દૈત્ય પર વિજય મેળવ્યો એ દિવસ પણ ભાદ્રપદ શુકલ ચતુર્થીનો હતો. મહારાષ્ટ્રના મોરગાંવમાં એક ગણેશ ભકત વામન ભટ્ટના ઘેર મહાસુદ ચોથને દિવસે પુત્ર જન્મ્યો એટલે ગણપતિના નામ પરથી તેનું નામ મોરયા પાડયું. મોરયા ગોસાવી ગણેશ ભકત હતા. તેમણે પણ ગણેશજીની ઉપાસના કરી. તે ગણેશના પરમભકત થઈ ગયા. ગણેશજી સાથે અનન્ય ભકત મોરચાનું નામ જોડી દેવાયું અને રચાયું... ગણપતિ બાપ્પા.... મોરયા.

દિલીપ ધ્રુવ, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમસ્ત લોહરાણા પરિવારના આરાધ્ય દેવ

વ્યક્તિ પૂજા કે રાજય સત્તાધીશોની ખુશામતમાં નહીં માનનારી ખમીરવંતી આર્યપ્રજા માટે વીરગતિ પામનાર કુમાર વીરદાદા જશરાજ અને અન્ય બલિદાન આપનાર મરજીવાઓની સ્મૃતિ અવારનવાર તાજી કરવાથી આવા મહાન આત્માઓના જીવન અને બલિદાનમાંથી પ્રેરણા મળી રહે છે.

ઈ.સ. ૧૦૪૮માં રઘુવંશીય જયેષ્ઠભાઈ વચ્છરાજની ઈચ્છાથી જ કુમાર જશરાજનો સોળ વર્ષની નાની વયે લોહકોટના રઘુરાણા તરીકે રાજયાભિષેક થયો. રામરાજયના સમયમાં ભરતજીએ ગાંધારપ્રદેશ (કંદહાર) સુધીની ભૂમિ છત્રછાયા નીચે આણેલી તેની રક્ષાકાજે કુમાર જશરાજના પૂર્વજોએ અનેક યુદ્ધોમાં ઝનૂની ઈસ્લામી હુમલાઓને ખાળ્યા હતા.

ઈ.સ. ૧૦૩રમાં જન્મેલા કુમાર જશરાજે સોળ વર્ષની વયે રાજ્યારોહણ સાથે ઓજસ્વી પ્રવચન આપી આંતરવિગ્રહ મીટાવી રામ-રાજયના કેશરીયા સૂર્ય ધ્વજ સમક્ષ રાજદંડ ધારણ કરી ભારતના સરહદી રાજય લોહરને પ્રજારાજય જાહેર કર્યું. દિલ્હી સમેત અન્ય ભાગોમાંથી આવેલ ભારતના રઘુવંશી રાજાઓને તેમના પિતૃઓની શહાદતોનું સ્મરણ કરાવી આંતર કલેશ દૂર કરી

દગાબાજી કરનાર મલેચ્છ સાલાહશાહ જલાલના દરબારના જશરાજ સોદાગાર બની ઘોડા વેચવા પહોંચી ગયા સોદામાં જલાલની હાસી ઉડાડી શાહ જલાલે જણાવ્યું કે શાહીમીરા (જશરાજ)ને જીવતો યા મરેલો પકડી લાવનારને દશ લાખ અશરફી આપીશ.

આ સમયે ઈ.સ. ૧૦૫૮ના જાન્યુઆરીમાં મહાસુદ પાંચમ-વસંતપંચમીના મહારાજા જશરાજના વિવાહ નક્કી થયા. આ લગ્ન અટકાવવા તાર્તાર, ઈસ્લામી, ઈરાનીઓ, આરબો, ગીઝનીઓ વગેરેએ એક દરબાર ભરી જશરાજના લગ્ન અટકાવવા કાવતરું ઘડયું. આ કાવતરામાં ગાયો લૂંટી તેની આડશે રક્ષણ મેળવી કન્યાને ઉપાડી જવાની દગાખોર યોજના ઘડાઈ, લગ્નના આગલા દિવસે ઉનળકોટની ગાયો લૂંટાઈ. સેનાપતિ સિંધુદેવે લગ્નમાં વિઘ્ન ન પડે તે ઈરાદાથી એક હજાર સેનાનીઓ સાથે લાતુર ગઢના દરવાજા તોડી રહેલા દુશ્મનો ઉપર હુમલો કર્યો અને મલેચ્છ સેનાને ભગાડી જશરાજના ઉપર છત્ર ધરવા અશ્વ ઉપર દોડ મૂકી પણ. ગોમતી પહાડીના જંગલમાં છુપાઈ રહેલા સરદાર શમસુદીનના છુટા પ્રહારથી સિંધુદેવ વીંધાઈ ગયા અને તેમનો અશ્વ શબ લઈને લગ્નમંડપમાં પોખાતા જશરાજ પાસે પહોંચી ગયો. મીઢળબંધી કુમાર જશરાજ લગ્નમંડપ છોડી. વરમાળા ઉતારી પોતાના પંચકલ્યાણી અશ્વ ઉપર સવાર થઈ સામંતો સાથે યુધ્ધે ચડે છે. જશરાજના સામંત સરદાર દાવડાએ બાલીસ્ટાનના સરદાર શમસુદીનને ભાલાનો છુટો પ્રહાર કરી વીંધી નાંખ્યો. લોહર સેનાએ દુશ્મન સેનાને ધમરોળી નાંખી પણ સામંતો અને સૈનિકોને શહીદી વહોરવી પડી કેટલાંક દગાખોર બ્લાહારી સેનાનીઓએ વીરગતિ પામેલ લોહર સેનાનીઓના કપડાં પહેરી લઈ વીરકુમાર જશરાજની વિજયકુચમાં દગાથી ભાગ લીધો. દરવાજા પાસે એક સજ્જ મ્લેચ્છ સૈનિક જશરાજના અશ્વ પાસે આવી ઠાકુરી પોશાકમાં રહી સાંગનો છૂટો પ્રહાર કર્યો જેથી જશરાજનું માથું ધડ ઉપરથી છુટું થઈ ગયું.

જશરાજના ધડ અને ઘવાયેલા પંચકલ્યાણી અશ્વે જંગ ચાલુ રાખ્યો. જશરાજનું ધડ શાન્ત ન થતાં લાહોર સરદારોએ વીર જશરાજના ખંડિત લગ્નના શોક સ્મરણાર્થે પોતાના લગ્ન સમયે ચિન્હો ધારણ કરવાની પ્રતિજ્ઞાઓ લઈ ધડ ઉપર પાણી છાંટયું. મીઢળબંધી વીર કુમાર જશરાજે અને તેમના અશ્વ (ઈ.સ. ૧૦૫૮ના રર જાન્યુઆરીએ) છેલ્લા શ્વાસ લીધા. (આની યાદમાં આપણે ત્યાં વરરાજાને માથે સફેદ કપડાંનો કટકો બાંધવામાં આવે છે.

દર વખતે રર જાન્યુઆરીએ વીરદાદા જશરાજનું સ્મરણ કરી રાષ્ટ્રના સીમાડા સાચવનારની શહાદતની શાન જાળવીએ. આજેય ભારતની સરહદે અહર્નિશ જાગૃત પ્રહરી બની કપરી પરિસ્થિતિમાં ખડે પગે ફરજ બજાવનાર લશ્કરના જવાનો અને દેશપ્રેમી નાગરિકોને એમાંથી પ્રેરણા મળી રહેશે. તા. રર જાન્યુઆરીના શહીદ દિનને દિવસે આપણે (લોહાણા સમાજ) સૌ શ્રદ્ધાંજલિ અર્પી તેને આપેલ શહીદીને સાર્થક કરીએ.

સંકલનઃ રમેશ એલ. રૂપારેલ, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧૧ એપ્રિલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીની જન્મ જયંતી ઉજવાય છે. કસ્તુરબા ગાંધી સામાજિક-ન્યાય અને મહિલા સશક્તિકરણના સમર્થક હતાં.

વર્ષ ૧૯૮૭ માં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) એ સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય વિશ્વમાં પ્રસૂતા માતા અને નવજાત શિશૂના મૃત્યુદરને ઘટાડવાનો છે.

ભારત સરકારે વ્હાઈટ રિબન એલાયન્સના અનુરોધ પર કસ્તુરબા ગાંધીની વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું હતું, અને તે દિવસથી મહિલા સુરક્ષા, માતૃ અને બાળ સુરક્ષાને લઈને જનજાગૃતિના કાર્યક્રમો પણ વિસ્તારવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ વર્ષ ર૦ર૦ માં દરરોજ લગભગ ૮૦૦ (આઠસો) મહિલાઓના મૃત્યુ પ્રસવપીડા કે ગર્ભાવસ્થાની સમસ્યાઓને લઈને થાય છે.

ભારતમાં સુરક્ષિત માતૃત્વના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે. ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી રાખવા ઉપરાંત તેને જરૂરી દવાઓ તથા પોષણ મળી રહે, તે માટે ગ્રામ્યકક્ષા સુધી નેટવર્ક ગોઠવાયું છે.

આમ છતાં ઘણી વખત ચૂક રહી જાય છે, તેથી અનુભવો મુજબ ક્ષતિનિવારણ અને સુધારા-વધારાની ચર્ચા પણ આ દિવસે કરવામાં આવે છે અને નવા નિર્ણયો પણ લેવાય છે.

વર્ષ ર૦૦૦ ની આસપાસ માતૃ-બાળરક્ષાની જરૂરિયાત હોવાની વાત વૈશ્વિક પ્લેટફોર્મ્સ પર જોરશોરથી ઊઠી હતી અને પ્રસૂતિ સમયે માતૃ-બાળ મૃત્યુનો આંકડો વધી રહ્યો હોવાથી રિબન એલાયન્સ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મૂવમેન્ટ ચલાવાઈ હતી, જેમાં દેશભરમાંથી ૧૬૦૦ જેટલા સ્વૈચ્છિક સંગઠનો જોડાયા હતાં.

તે પછી વર્ષક્ષ ર૦૦૩ માં સુરક્ષિત માતૃ દિવસની ઉજવણીની ઔપચારિક શરૂઆત થઈ હતી અને ભારત સરકારે ૧૧ એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવવાની વિધિવત્ ઘોષણા કરી હતી.

આ દિવસ ૧૧ એપ્રિલે ઉજવીને તેને કસ્તુરબા ગાંધીની જયંતી સાથે પણ સાંકળવામાં આવ્યો હતો અને તેથી માતૃ-બાળ કલ્યાણના આગ્રણી કસ્તુરબા ગાંધીની પ્રેરણા પણ ફળીભૂત થતી જણાઈ હતી.

નેશનલ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના આંકડાઓ મુજબ વર્ષ ર૦૧૮ થી ર૦ર૦ દરમિયાન દર દસ હજાર પ્રસૂતિદીઠ માતાના મૃત્યુનું પ્રમાણ ૯૭ હતું, જે વર્ષ ર૦૧૪-૧૬ ના ૧૩૦ કરતા ૩૩ પોઈન્ટ ઓછું હતું. હવે વર્ષ ર૦ર૪ સુધીના આંકડાઓની સમીક્ષાની ચર્ચા પણ થવા લાગી છે.

માતૃ-બાળ મૃત્યુના કારણો અને તેના નિવારણોના તારણો પણ બહાર આવી રહ્યા છે, જેથી આ ઉજવણી હેતુલક્ષી અને ફળદાયી પૂરવાર થશે, તેવી આશા જાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"જયાં જયાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત, જયાં જયાં વસે હિંદુસ્તાની, ત્યાં ત્યાં વસે હિંદુસ્તાન"

આજે નવ જાન્યુઆરીના દિવસે આપણાં દેશમાં તથા વિદેશમાં ભારતીયો વસે છે, ત્યાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઈ રહ્યો છે.

કોઈ એક પ્રદેશ-રાજ્ય કે કોઈ એક દેશની પ્રજા સાથે ભાઈચારા જેવી ઘનિષ્ઠતા એક ભારતીય સારી રીતે નિભાવી જાણે છે અને તે દેશની આર્થિક સદ્ધરતા માટે પણ ભારતીય ઔદ્યોગિક સાહસિકો અને વ્યાપારી લોકોએ પોતાની કુનેહથી ઘણી મદદ કરી છે. એવું કહીએ તો અતિશયોકિત નહિં ગણાય અને આ ઉપરાંત દરેક ભારતીયો કે જે પરદેશમાં રહે છે તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો અને સમયાંતરે પોતાની જન્મભૂમિના વિકાસ માટે શકય એટલું આર્થિક યોગદાન આપતો રહે છે.

આજે જ્યારે ભારત માટે એવું કહેવાય છે કે તે ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે ત્યારે પરદેશમાં વસતા ભારતીયો (એનઆરઆઈ)ના યોગદાનની પણ યોગ્ય કદર કરવામાં આવતી રહે છે. છેલ્લાં થોડાં વર્ષોથી વિદેશની ધરતી પર ભારતીયોનો ત્યાંના રાજકારણમાં-રાજનીતિમાં પણ દબદબો પણ વધી રહૃાો છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. આટલી  પ્રાથમિ રૂપરેખા આપવી જરૂરી એટલા માટે હતી કારણ કે, આજના સંદર્ભમાં આ અગત્યનું હતું. તા. ૮ થી ૧૦  જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન ભુવનેશ્વર-ઓડીસામાં પ્રવાસી ભારતીય દિવસ ના ૧૮ મા સંસ્કરણની ઉજવણી થઈ રહી છે જેમાં એનઆરઆઈ (પરદેશમાં વસતા ભારતીયો)ને વિશિષ્ટ રીતે આવકારવામાં આવનારની સાથે સાથે અને ભારતના વિકાસની ગાથામાં તેઓના સહયોગ અને ભારત પ્રત્યેની લાગણીઓને ઉજાગર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે શ્રી એલ.એમ. સિઘવીજીની અધ્યક્ષતામાં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભારતીય ડાયસ્પોરા પરની ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો અનુસાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ તા. ૮ જાન્યુઆરી-૨૦૦૨ના નવી દિલ્હીમાં એક જાહેર સમારંભમાં સમિતિનો અહેવાલ મેળવ્યો અને તા. ૯ જાન્યુઆરી-૨૦૦૨ના ''પ્રવાસી ભારતીય દિવસ''ની જાહેરાત કરી. આ દિવસનું એતિહાસિક મહત્ત્વ એટલા માટે છે કે આજથી બરાબર ૧૧૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૧૫ની સાલમાં ૯ જાયુઆરીના દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીજી ભારત પરત આવ્યા હતાં અને બસ ત્યારબાદ આઝાદીની ચળવળ  માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. સ્વ. અટલ બિહારી વાજપેયી દ્વારા જાહેર થયેલ આ દિવસની સૌ પ્રથમ વખતની ઉજવણી ઈ.સ. ૨૦૦૩ની સાલમાં થઈ. આ ઉત્સવની ઉજવણીમાં ભારત સરકારનું વિદેશ મંત્રાલય અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ભારતીય ઉદ્યોગ સંઘ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજિત છે.

અસાધારણ યોગ્યતા ધરાવતા એનઆરઆઈ-પીઆઈઓ વ્યક્તિઓના યોગદાનને ઓળખવા એનઆરઆઈ-પીઆઈઓ વ્યક્તિઓ કે જેમણે તેમના પસંદ કરેલા ક્ષેત્ર/વ્યવસાયમાં અસાધારણ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન કરવા માટે વિશેષ કાર્યક્રમો દ્વારા આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દરમ્યાન પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવે છે  અને પ્રવાસી  ભારતીયોના વિવિધ મુદ્દાઓ અને તેઓની કોઈ ચિંતાઓ હોય તો તેની પણ ચર્ચા કરવા આ મંચ એક ઉતમ સ્થાન બની રહે છે જ્યાં તેઓ પોતાની હૃદયની આત્મીય વાતો પોતાના દેશના લોકો સામે રજુ કરી શકે છે અને આત્મ ગૌરવ મેળવે  છે.સમયાંતરે યોજાતાં આવા એતિહાસિક દિવસની ઉજવણી દરમ્યાન વિવિધ મુદ્દાઓની તલસ્પર્શી ચર્ચાઓ થતી હોય છે અને ઉભયપક્ષે મદદરૂપ થવાની દિશા તરફ અગ્રેસર નિર્ણયો લેવાતા રહે છે. ઈ.સ. ૨૦૦૬ની સાલમા હૈદરાબાદમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયાની કલ્પના શરૂ કરવામાં આવી હતી જે એક વૈચારીક અભિગમ તરફ આગેકુચ સમાન બની. આવી જ રીતે ઈ.સ. ૨૦૧૦ ની સાલમાં ૮મો પ્રવાસી ભારતીય દિવસ યોજાયો હતો ત્યારે અને વિદેશી ભારતીય બાબતોના મંત્રાલયની એક સત્તાવાર વેબસાઇટ પર લાઇવ વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રવાસી ભારતીય દિવસ પર લાઈવ બ્લાગીંગ અને લાઇવ ટ્વીટીંગ દ્વારા સોશિયલ મીડિયા પર લાઇવ કવર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતની વિકાસગાથામાં ભાગીદારી કરવા માટે ડાયસ્પોરા સાથેના સંબંધોને મજબૂત કરવાના દૃષ્ટિકોણથી વિદેશી ભારતીયો માટે રોકાણ સુવિધાનું પ્લેટફોર્મ, ઓવરસીઝ ઈન્ડિયન્સ ફેસિલિટેશન સેન્ટરની શરૂઆત તત્કાલિન વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહજી દ્વારા કરવામાં આવી હતી.

પ્રવાસી ભારતીય ભવન

શ્રી એલ.એમ. સિંઘવીજીની આગેવાની હેઠળની ભારતીય ડાયસ્પોરા પરની એક ઉચ્ચસ્તરીય સમિતિએ જાન્યુઆરી ૨૦૦૨ની સાલમાં જ એક વિશેષ ભલામણ કરી હતી કે, સરકારે વિદેશી ભારતીયોના તેમના મૂળ સ્થાન અને એકબીજા  સાથે જોડાણને નવીકરણ અને મજબૂત બનાવવું જોઈએ. ભારત અને તેના વિદેશી ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટે કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવે તે માટે પ્રવાસી ભારતીય ભવનની સ્થાપના પણ કરવી જોઈએ જેના સંદર્ભમાં જાન્યુઆરી-૨૦૦૪માં આ ભલામણને આગળ વધારતા દિલ્હીમાં આયોજિત બીજા પ્રવાસી ભારતીય દિવસમાં, તત્કાલીન વડાપ્રધાન  સ્વ. અટલ બિહારી વાજપેયીએ જાહેરાત કરી કે સરકાર નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રની સ્થાપના  કરશે. જાન્યુઆરી-૨૦૧૧માં ૯મા પ્રવાસી ભારતીય દિવસ દરમ્યાન આ કેન્દ્રનો શિલાન્યાસ તત્કાલિન વડાપ્રધાન  સ્વ. ડો. મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો અને એપ્રિલ-૨૦૧૩માં બાંધકામ શરૂ થયું હતું.

સુષ્મા સ્વરાજ ભવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના અવસર પર નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર ભારતીય ડાયસ્પોરાના કલ્યાણ માટે સમર્પિત હતું. ઉદ્ઘાટન સમયે વડાપ્રધાએ જે કહૃાું તેનો સાર એ હતો કે, આપણે બીજી ઓક્ટોબરના મહત્ત્વપૂર્ણ દિવસે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી રહૃાા છીએ. પૂ.ગાંધીજીએ આપણી વચ્ચેથી વિદાય ભલે લીધી પરંતુ રાષ્ટ્રની હાકલ તેમને પાછા લાવ્યા મતલબ કે, તેઓના ભારતના આગમનની યાદમાં જ  આપણે આજે પ્રવાસી ભારત દિવસની ઉજવણી કરી રહૃાા છીએ. પ્રવાસી ભારતીય કેન્દ્ર, નવી દિલ્હીમાં રાજધાનીના હ્ય્દયમાં સ્થિત પ્રવાસી ભારતીય કેન્દ્ર વિદેશી ભારતીય સમુદાય અને વિશ્વના વિવિધ ભાગોમાં તેમના સ્થળાંતર, તેઓએ  વિદેશમાં જે પડકારોનો સામનો કર્યો તેમની સિદ્ધિઓ અને યોગદાનની યાદમાં એક શ્રધ્ધાંજલિ છે. સમય જતાં કેન્દ્ર  ભારત અને તેના ડાયસ્પોરા વચ્ચે ટકાઉ, સહજીવન અને પરસ્પર લાભદાયી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ માટે પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકસિત થવાની અપેક્ષા છે. ભારતીય ડાયસ્પોરાને લગતી પ્રવૃત્તિઓ, પરિસંવાદો, કાર્યક્રમો, વર્કશોપ અહીં યોજવામાં આવે તેવી અપેક્ષા છે. ભારતના સ્વ.સુષ્મા સ્વરાજ કે જેઓએ વિદેશ પ્રધાન તરીકે અમુલ્ય  સેવાઓ આપી હતી તેઓના સન્માનમાં આ ભવનનું ''સુષ્મા સ્વરાજ ભવન'' નામકરણ કરવામાં આવ્યું છે.

પ્રવાસી ભારતીય સન્માન

પ્રવાસી ભારતીય સન્માન (ઓવરસીઝ ઈન્ડિયન એવોર્ડ) એ વિદેશી ભારતીયો માટેનો  સર્વોચ્ચ ભારતીય પુરસ્કાર છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

પુરસ્કાર માપદંડઃ- પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એનાયત કરવા માં આવે છે જેમાં ભારતની સારી સમજણ, ભારતના કારણો અને ચિંતાઓને મૂર્ત રીતે સમર્થન, ભારત, વિદેશી  ભારતીય સમુદાય અને તેમના રહેઠાંણના દેશ વચ્ચે ગાઢ સંબંધોનું નિર્માણ, ભારત અથવા વિદેશમાં સામાજિક અને  માનવતાવાદી કારણો, સ્થાનિક ભારતીય સમુદાયનું કલ્યાણ, પરોપકારી અને સખાવતી કાર્ય અને કોઈના  ક્ષેત્રમાં પ્રતિષ્ઠિતતા અથવા ઉત્કૃષ્ટ કાર્ય, જેણે રહેઠાંણના દેશમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે; અથવા કૌશલ્યોમાં  પ્રતિષ્ઠા જેણે તે દેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે (બિન-વ્યાવસાયિક કામદારો માટે) પણ વધારી છે.

પ્રવાસી ભારતીય દિવસ સંમેલન

પ્રવાસી ભારતીય દિવસ સંમેલન એ ભારત સરકારની મુખ્ય ઈવેન્ટ છે જે ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા અને સંલગ્ન થવા અને તેઓને એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં સક્ષમ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરૃં પાડે છે. આ સંમેલનની થીમ ''વિકસીત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન'' છે. આ થીમ વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રાને આકાર આપવામાં ભારતીય ડાયસ્પોરાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. તેમની કુશળતા, સંશાધનો અને વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને, એનઆરઆઈ અને પીઆઈઓ નવીનતાઓને ચલાવવા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને ભારતની વૈશ્વિક સ્થિતિને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૯ જાન્યુઆરીના આ સંમેલનનું ઉદ્દઘાટન થયા પછી ક્રિસ્ટીન કાર્લા કંગાલુ, ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તેમાં મુખ્ય અતિથિ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન પછી આવતીકાલે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૦ જાન્યુઆરીના આ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે અને તેઓ ભારતીય ડાયસ્પોરાના પસંદગીના સભ્યોને તેમની સિદ્ધિઓને ઓળખવા અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનને સન્માનિત કરવા માટે પ્રવાસી ભારતીય સન્માન  પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરશે.

યુવા પ્રવાસી ભારતીય દિવસ તા. ૮ જાન્યુ.ના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની ભાગીદારીમાં યોજાયું. ન્યૂઝવીકના સીઈઓ ડો. દેવ પ્રાગડ યુવા પ્રવાસી ભારતીય દિવસના અતિથિ વિશેષ  તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આવો સૌ, ભારતીયો પોતાના પ્રિયજનો સમા વિદેશમાં રહેતા પણ દિલ હૈ હિંદુસ્તાની  એવા  ભારતીયોને આજના આ પ્રવાસી ભારતીય દિવસના ઉપલક્ષમાં હૃદયના ઉંડાણથી આવકારીએ. ભારતના ગૌરવને આપ સર્વે જે રીતે  વિશ્વફલક પર ઉજાગર કરી રહૃાા છો તેના માટે અઢળક અભિનંદનની સાથે આવો ભારતના ઉજળા ભવિષ્યની કામનાઓ સાથે પુનઃ એક યાદગાર અને દૈદિપ્યમાન દિવસની ઉજવણી સૌ સાથે કરીએ અને ભગવાન શ્રી  જગ્ગનાથજીના આશીર્વાદની સાથે પુરીના દરિયા કિનારે કંડારેલા નવા રેત શિલ્પની સાથે એક યાદગાર સેલ્ફી લઈ  ભારતની મીઠી મધુરી સુવાસ અને યાદો સાથે જીવનપથ પર અગ્રેસર થઈને જીવનની ધન્યતા અનુભવીએ.

:: સંકલન અને રજુઆત ::

કિરીટ બી. ત્રિવેદી, ગાંધીનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતમાં ઓપન એર થિયેટરનો ઈતિહાસ પાંચ હજાર વર્ષ જુનો હોવાનું કહેવાય છે. રંગભૂમિ અથવા એક જ સ્થળે મંચ પર નાટકોનું મોચન થાય અને ખુલ્લા મેદાનમાં લોકો તેને નિહાળે તેવા સ્થળને પણ અંગ્રેજીમાં થિયેટર તરીકે ઓળખવામાં આવતું હતું. નાટક-નાટિકાઓ અને પદ્ય, ગદ્ય અને પછી સંવાદો-ડાયલોગ્સના કારણે, સ્વરૂપો બદલ્યા પછી જ્યારે ફિલ્મોનું સ્વરૂપ લીધું ત્યારે સ્ક્રીન (પડદા) પર ફિલમનું પ્રદર્શન શરૂ થયું. આ માટે ચોક્કસ ખુલ્લી જગ્યામાં જાહેરમાં સ્ક્રીન લગાડીને પ્રોજેક્ટર દ્વારા ફિલ્મો બનાવવાનું શરૂ થયું, અને તેને પણ થિયેટર તરીકે ઓળખ મળી. આ પ્રકારના થિયેટરોને ઓપન એર થિયેટર કહેવાય છે. તેવા તારણો મોટાભાગના તદ્વિષયક વિશ્લેષકોના મંતવ્યોમાંથી નીકળે છે.

વડોદરાનું દિપક ઓપન એર થિયેટરમાં નાટકો તથા મરાઠી-ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. હાલારમાં પણ કેટલાક ગામો-શહેરોમાં ઓપન એર થિયેટરો હતાં, જેમાં ચીની સરકસ, નાટકો અને પછીથી ફિલ્મોનું સ્ક્રીન પર પ્રદર્શન શરૂ થયું હતું, દેશના લગભગ દસેક રાજ્યોમાં નાટક, ભવાઈ વગેરે દ્વારા લોકોને મનોરંજન મળતું હતું, પછીથી દેશભરમાં ઘણાં સ્થળે ઓપનએર થિયેટરો શરૂ થયા હતાં. વર્ષ ૧૯પ૪માં વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે દિપક ઓપન એર થિયેટર નામકરણ કર્યું હોવાનો ઈતિહાસ છે. ભારતના કેટલાક જુના થિયેટરોનો પોતાનો જ અલગ ઈતિહાસ છે, જેની વિસ્તૃતવાર ચર્ચા પછી ક્યારેક કરીશું.

અત્યારે તો અદ્યતન પ્રકારના ઓપન એર થિયેટરો ઠેર-ઠેર ધમધમી રહ્યા છે, અને મનોરંજન પણ હવે હાઈટેક ઉપકરણોના માધ્યમથી હોમ થિયેટરથી લઈને મલ્ટીફ્લેક્સ થિયેટરો-અદ્યતન ઓપન એર થિયેટરો સુધી પહોંચ્યું છે, જેમાં ટ્રેડિશ્નલ મીડિયા પણ સ્થાનિક કક્ષાએ આજે પણ લોકપ્રિય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે રપ ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ઉજવાય છે. પેલેસ્ટાઈનના બેથલેહેમ ગામમાં રપ ડિસેમ્બરે જોસેફ અને મેરીને ત્યાં જન્મેલા ઈશૂ ખ્રિસ્તી મોટા થઈને પાખંડીઓને ખુલ્લા પાડીને સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું, જેની વિરૂદ્ધમાં રૂઢીચૂસ્તોએ રાજાની કાનભંભેરણી કરી અને ઈશૂ ખ્રિસ્તને સુડીએ ચઢાવાયા, તે કથા ઘણી જ જાણીતી છે. ભારતમાં પણ રપ મી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે, અને તેમાં સૌ કોઈ ઉમંગભેર જોડાય છે.

નાતાલના દિવસે દેવળો (ચર્ચ) માં પ્રેયર્સ, ભેટ-સોગાદોની આપ-લે, સુશોભન રોશનીનો ઝળહળાટ, ઝળહળતો સ્ટાર (તારો), લટકાવવા તથા ક્રિસમસ દિને શણગારીને નૃત્ય, ગીત-સંગીતના કાર્યક્રમો યોજવામાં આવે છે, તે સૌ કોઈ જાણે છે.

નાતાલના ફાધર એટલે કે સેન્ટ નિકોલસ અથવા શાન્તાક્લોઝ બાળકોને ચોકલેટ, મીઠાઈ અને ભેટ-સોગાદો આપે છે, તેથી આ તહેવારની રોનક કાંઈક અલગ જ ભાત આપતી હોય છે. નાતાલના તહેવારોના કારણે એક અલગ જ પ્રકારનું માર્કેટ પણ ઊભું થાય છે, જે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સૌ કોઈને નાતાલના પર્વની ખૂબ શુભકામનાઓ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧પ માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ મનાવાય છે, તે ઉપરાંત ભારતમાં દર વર્ષે ર૪ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવાય છે. આ દિવસે વર્ષ ૧૯૮૬ માં ગ્રાહક સુરક્ષા અધિનિયમને રાષ્ટ્રપતિની મંજુરી મળી હતી, તેથી તેની યાદમાં આ ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે ગ્રાહકોના હક્કો અંગે જન-જન સુધી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને ગ્રાહકોના અધિકારોનું હનન થાય, તેવા સંજોગોમાં ગ્રાહકોને ઉપલબ્ધ કાનૂની ઉપાયોનું માર્ગદર્શન આપવામાં આવે છે. હવે તો કન્ઝ્યુમર્સ કોર્ટસ, ગ્રાહક સુરક્ષા ફોરમ તથા ગ્રાહક મંડળોની પ્રવૃત્તિઓ પણ વધી રહી છે અને લોકોમાં પણ આ અંગે જાગૃતિ આવી રહી છે, જેને વધુ વેગ આપવાની જરૂર છે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણો દેશ ખેતીપ્રધાન છે, અને હવે ખેતી આધારિત ઉદ્યોગો પણ વિક્સી રહ્યા છે. આપણા દેશમાં ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. ભારતના દિગ્ગજ કિસાન નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ચૌધરી ચરણસિંહના જન્મ દિવસે દર વર્ષે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવામાં આવે છે. કિસાનોની હિતલક્ષી યોજનાઓના કાર્યક્રમોની સાથે સાથે આ દિવસે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે અને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવે છે. હવે ખેતી સાથે પશુપાલનને ઉત્તેજન આપવા માટે સહકાર ક્ષેત્રને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે, અને કેન્દ્રિય કક્ષાએ એક અલાયદો સહકાર વિભાગ ખોલવામાં આવ્યો છે, જેનો હવાલો કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આ વર્ષે ૧પ ડિસેમ્બરે અન્નપૂર્ણા જયંતી ઉજવાશે, જો કે ૧૪ ડિસેમબરે સાંજે પાંચ વાગ્યાથી પૂનમ શરૂ થતી હોવાથી ઘણાં લોકો ૧૪ ડિસેમબરે પણ આ ઉજવણી કરી શકે છે. આ દિવસે માતા પાર્વતીએ માતા અન્નપૂર્ણાનું નામ ધારણ કર્યું હોવાની પૌરાણિક માન્યતા છે. જે સમયે પૃથ્વી પરથી અન્ન ખતમ થઈ ગયું, તે દિવસે માતા પાર્વતીએ જે સ્વરૂપમાં અન્નની પૂર્તિ કરી તે સ્વરૂપને માતા અન્નપૂર્ણા તરીકે પૂજવામાં આવે છે, તેથી આ દિવસે માતા અન્નપૂર્ણા પ્રાગટ્ય દિવસ પણ ઉજવાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચાર-પાંચ દાયકાઓ પહેલા જ્યારે વીજળીકરણનો વ્યાપ વધ્યો હતો, તે સમયે અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જતો હતો અને જો ત્રણવાર ઝબકારા મારે, તો તે પછી લાઈટ આવતી જ નહીં, અને બીજા દિવસ સુધી રાહ જોવી પડતી હતી. તે પછી અત્યાર સુધીમાં આપણાં દેશમાં ઊર્જા ક્ષેત્રે ઘણી જ પ્રગતિ થઈ છે, અને હવે તો સૌરઊર્જા, જળઊર્જા, પવનઊર્જા સહિતની બિનપરંપરાગત પદ્ધતિઓથી પણ ઊર્જાનું પ્રોડક્શન વધારાઈ રહ્યું છે.

દર વર્ષે ૧ર મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ઊર્જા દિવસ મનાવાય છે અને ઊર્જાનું મહત્ત્વ, ઊર્જા બચતની જરૂરિયાત અને પર્યાવરણિય સમતુલા જાળવવા તથા ગ્લોબલ વોર્મીંગ-ક્લાઈમેટ ચેઈન્જના પડકારોને પહોંચી વળવા માટે બિનપરંપરાગત ઊર્જાનું પ્રોડક્શન વધારવાની દિશામાં જનજાગૃતિ ફેલાવવા માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. ઊર્જા સંરક્ષણ દિવસની બહુહેતુક ઉજવણી થાય છે, અને ભાવી સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા વિવિધસ્તરે વિવિધાસભર કાર્યક્રમો યોજાય છે. ઊર્જા બચતની પણ એટલી જ જરૂર છે, જેટલી ઊર્જાના ઉત્પાદાનની... તે વાત ગાંઠે બાંધી લેવી જરૂરી છે...

આ ઉજવણી અંતર્ગત શાળા-કોલેજની કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાય છે.

ઊર્જાની બચત માટે વીજળીના ઉપકરણો, પંખા, એ.સી., હીટર વગેરેનો મર્યાદિત ઉપયોગ કરવો, બિનજરૂરી રીતે લાઈટ-પંખા-એ.સી. ચાલુ નહીં રાખવા, એલઈડી બલ્બ અને સીએફએલ બલ્બનો ઉપયોગ વધારવો, ઘરમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવવી, સૂર્યકૂકર, પાણી ગરમ કરવાનુ સોલાર સિસટમનો ઉપયોગ કરવો વગેરે ઉપાયો કરવા અત્યંત જરૂરી છે. ચાલો, ઊર્જા બચાવીએ, ઊર્જાનું ઉત્પાદન વધારીએ અને બિનપરંપરાગત ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતની સંસદ પર વર્ષ ર૦૦૧ માં આતંકી હુમલો થયો હતો, તે ૧૩ ડિસેમ્બરે ભારતના જાબાંઝ જવાનોએ શહીદી વ્હોરી લીધી હતી અને સાંસદો તથા સંસદનું રક્ષણ કર્યું હતું. તેની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. તે પહેલા યોગાનુયોગ હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય આતંકી કેલેન્ડર કામ કરી રહ્યું હોય, તેમ ૧૩ ડિસેમ્બર-૧૯૮૯ના દિવસે તે સમયના દેશના ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની દીકરીનું પણ આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું.

આ હુમલામાં પાંચ જેટલા આતંકવાદી સહિત ૧૪ લોકોના જીવ ગયા હતાં, જેમાં ભારતના જાબાંઝ શહીદોનો પણ સમાવેશ થાય છે. જૈસ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા નામના સંગઠનોએ સંસદ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેના માસ્ટર માઈન્ડ તરીકે મોહમ્મદ અફઝલ ગુરુ પર આરોપ મૂકાયો હતો. દિલ્હી પોલીસના પાંચ જવાન, એક મહિલા કોન્સ્ટેબલ અને બે સુરક્ષા ગાર્ડ આ હુમલામાં શહીદ થઈ ગયા હતાં. સુરક્ષા દળોએ તમામ આતંકીઓને ફૂંકી માર્યા હતાં અને વડાપ્રધાન વાજપેયી, વિપક્ષના નેતા સોનિયા ગાંધી સહિતના સાંસદો તથા સંસદનું રક્ષણ કર્યું હતું. આ હુમલામાં કેટલાક નિર્દોષ લોકો સહિત ૧૮ લોકો ઘાયલ થયા હતાં. આ હુમલો સફળ થયો હોત તો તે ભારતીય લોકતંત્ર મો કાળો અને દર્દનાક દિવસ બન્યો હોત. આ હુમલામાં શહીદોને કરોડો નમન સાથે શ્રદ્ધાંજલિ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગીતા જયંતી પ્રાસંગિક

ભગવદ્ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતમાં એક પ્રસંગરૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગના આરંભ સમયે, લગભગ પ,૦૦૦ વર્ષ પૂર્વે ભગવદ્ગીતા કહી હતી.

ધૃતરાષ્ટ્રના સો પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભ્રાતૃ ઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે, માનવ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરૂવંશમાં જન્મેલા ભાઈઓ હતાં. જેમના નામ પરથી મહાભારત નામપડયું છે, તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરૂવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે, જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું.

પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ પુત્રો-યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતાં. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતાં. શસ્ત્રાસ્ત્રવિદ્યા-વિશારદ ગુરૂ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરૂવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા

ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વર હતાં કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. આ ભૂમિકામાં ભગવન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતાં હતાં. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતાં તથા તેમનું રક્ષણ કર્યુ હતું.

પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને, રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરી તેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીની રક્ષા થઈ, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતાં પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડયું અને તેર વર્ષનો વનવાસ ભોગવવો પડયો.

વનવાસમાંથી પાછા આવ્યા પછી, પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલ રાજકુમારો હતાં, તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર પાંચ ગામ માગ્યાં, પરંતુ દુર્યોધને ઉદ્દંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમિપણ તેમને આપશે નહીં.

આ બધી ઘટનાઓ દરમ્યાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યાં હતાં. પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગતું હતું.

જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાંક પાંડવોના પ્રશ્ને જોડાયા, ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજસભામાં ગયા, જ્યારે તેમની વિનયપૂર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું.

અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વર છે એવું જાણી તેમને સન્માન આપતા હતાં, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમછતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છાનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સમંત થયા હતાં. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથપ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા.

આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથિ થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ, જ્યાંથી ભગવદ્ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ-બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભાં છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજ્યને પૂછી રહ્યાં છે કે, તે સેનાઓએ શું કર્યું...?

એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યકતા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય વિષે સંક્ષિપ્ત ટિપ્પણીની છે.

"જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ગીતાનું અમૃતનું પાન કરે છે, તેને માટે તો કહેવું જ શું...? ભગવદ્ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન કૃષ્ણે, આદ્ય વિષ્ણુએ કહી છે"  ભગવદ્ગીતા પૂર્ણ પુરૂષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનનાં ચરણ કમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ તથા ચરણ કમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું. કે ભગવદ્ગીતા ગંગાજળથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પણ એક મનૌવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્યનાં મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાનાં અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.

આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક  વ્યવહારૂ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવડોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામછે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીંએ. ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. હરે કૃષ્ણ....

:: સંકલન ::

મુરલીધરદાસ પ્રભુજી,

પ્રમુખ ઈસ્કોન કેન્દ્ર, જામનગર

મો. ૯૪૨૮૯ ૦૧૮૯૬

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભગવાન મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક કારતક વદ-૧૦ સોમવાર તા. ૨૫-૧૧-૨૦૨૪ ના મનાવાય છે. તીર્થંકરોના જીવનમાં પાંચ દિવસો મહામહત્ત્વના ગણાય છે આ પાંચેય પ્રસંગે ત્રણે લોકમાં પ્રકાશ થાય છે. ભયંકર અંધકારમાં સબડતા નાસ્કી જીવો પણ પ્રકાશને પામે છે. આ પાંચેેય પ્રસંગો જગતના સર્વ જીવોનું કલ્યાણ કરનારા હોવાથી કલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે.

પ્રભુ વીરનું દીક્ષા કલ્યાણક વિ.સ.પૂર્વે ૫૧૩, ઈ.સ.પૂર્વે ૫૬૯ કારતક વદ ૧૦ ક્ષત્રિય કુંડ ગ્રામનગર. પ્રભુ મહાવીર તેમના જીવનના ૨૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હતા. ત્યારે તેમના મોટાભાઈ નંદિવર્ધને તેમને થોડા વર્ષ ઘરમાં રહેવા અનુરોધ કર્યો. મહાવીરની વિનમ્રતા તેનો સ્વીકાર કરેલ, તેઓએ બે વર્ષ ઘરમાં રહ્યા, પણ ઘરથી દૂર રહ્યા, મહાવીરે ઘર છોડવા માટે પરિવારની અનુમતિ મેળવી લીધી. તેઓ ક્યાંક ક્ષત્રિયકુંડ ગામની બહાર છેક ઉદ્યાનમાં ગયા. લોકોની સમક્ષ તેમને સ્વયંની શ્રવણની દીક્ષા સ્વીકારી આજીવન સમતાના માર્ગ પર ચાલી નીકળ્યા. પ્રભુ મહાવીર દીક્ષા બાદ ૧૨ વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી સાડાબાર વર્ષમાં ફક્ત ૩૪૬ દિવસ એક ટંક જે મળે તે ભોજન કરેલ. બાકીના તમામ દિવસો પાણી વગરના ચૌવિહાર ઉપવાસ કરેલ. ભીષણ ઉપવાસ તથા પરિશ્રમ સમભાવમાં સહન કર્યા. આત્મબળ વડે આત્માના શત્રુઓને પરાજિત કર્યા. ભગવાન મહાવીર જેમ-જેમ વિદ્યાની સાધનામાં આગળ વધતા ગયા તેમ તેમની અહિંસા, મૈત્રી અને શાંતિની જ્યોત અધિક પ્રજ્વલ્લિત  થઈ ગઈ. વેર, અશાંતિ દેહમાં થાય છે. વિદેહમાં નથી થતું.

જૈનોમાં સંયમનું મહત્ત્વ અનેરું હોય છે. પ્રભુની દીક્ષા પાલખી કોણ ઉપાડે તેનો વિવાદ ભૂમિ ગાયારી, રામયા, વિદ્યાધર રાજાઓ તથા દેવો વચ્ચે થયો. આ વિવાદના સમાધાન માટે બધાએ વર્ધમાનને પૂછ્યું કે, પહેલા પાલખી કોણ ઉપાડે. ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે જે ચારિત્ર અંગીકાર કરી શકે તે પ્રથમ સાત પગલા પાલખી ઉપાડે. ઈન્દ્રદેવ મૂંઝવણમાં પડી ગયા. તેને પોતાનું ઈન્દ્રપદ તુચ્છ લાગ્યું. કારણ દેવા ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. ચારિત્ર દીક્ષા ફક્ત  માનવભવમાં થઈ શકે .

પ્રભુ કહેતા આ જગતના નિષ્કપટ ગણાતા જીવનેય જે પોતાના હૃદયનો પ્રેમ આપી શકે છે. એને જ પ્રકૃષ્ટ એવું પરમાત્મા પદ પ્રાપ્ત થાય છે.

અનાદિકાળથી ઉત્થાન અને પતનનો ક્રમ સંસારમાં ચાલ્યા કરે છે. અનંદ આત્માઓ આ સુખદુઃખની માયાજાળમાં પોતાનું જીવન સમાપ્ત કરી દીધું પરંતુ કેટલાક પુણ્યશાળી આત્માઓ ચિંતામણી રત્ન સમાન માનવભવ અતિ મૂલ્યવાન સમજીને જીવમાંથી શિવ, કંકટમોચ શંકર, આત્મામાંથી પરમાત્મા બનવાના પંથે પ્રયાણ કરે છે. પ્રભુનો આ શ્રેણીમાં સમાવેશ થવામાં છે. આચારમાં અહિંસા, વિચારમાં અને કાન્ત વાણીમાં સંવાદવાદ સ્થપાયો ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તથા અહિંસા, સંયમ તેના લક્ષણો છે.

આ પરમ પવિત્ર દિવસે આપણા સૌના હૃદયમાં આ ભાવ આવે તેવી પ્રાર્થના...

આલેખનઃ દિપકકુમાર વાડીલાલ વસા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ર૧ નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવાય છે. વર્ષ ૧૯૯૬ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું, તે પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં દર વર્ષે ર૧ નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવાનું નક્કી થયું હતું.

આજના દિવસે દુનિયાભરમાં ટેલિવિઝનમાં ક્રાંતિ અને સામૂહિક માધ્યમ (માસ મીડિયા) ના ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવે છે. મનોરંજન જ નહીં, શિક્ષણ, વિકાસ અને લોક-કલ્યાણ માટે પણ ટેલિવિઝનની ઉપયોગીતા અને તેના આધુનિકરણ અંગે વિશ્લેષણો થાય છે અને ટેલિવિઝનનો વ્યાપ છેક દુર્ગમ અને સરહદી વિસ્તારો સુધી પહોંચાડ્યા પછી તેની લોકશિક્ષણ અને માનવીય કલ્યાણ માટે સદુપયોગ વધારવાની સાથે સાથે દેશભરની સાંસ્કૃતિક વિવિધતાના આદાન-પ્રદાનની તક આજે મળે છે, જેનો ફાયદો વિશ્વ કલ્યાણની વિચારધારાને થાય છે.

ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ વર્ષ ૧૯પ૮-પ૯ પછી થયો હતો અને દિલ્હીમાં વર્ષ ૧૯પ૮ માં દેશનું મુખ્ય સ્ટેશન 'ટેલિવિઝન ઈન્ડિયા'ના નામથી શરૂ થયું હતું. વર્ષ ૧૯૬પ માં નામ બદલીને 'દૂરદર્શન' કરાયું હતું. વર્ષ ૧૯૭૦ ના દાયકા પછી દેશમાં ખાનગી ટેલિવિઝન ચેનલો શરૂ થઈ અને વર્ષ ૧૯૮૯ માં ઈન્ડિયામાં ખાનગી ટીવીનો પ્રારંભ થયો હતો, તે પછી તો સેંકડો ન્યૂઝ, મ્યુઝિક, ફિલ્મ, બિઝનેસ, સ્પોર્ટર્સ, ઈકોનોમી અને ધાર્મિક-સામાજિક વિષયો પર અલગ-અલગ ખાનગી ચેનલોની ભરમાર ઊભી થઈ અને આજે હજારો ન્યૂઝ ચેનલો આપણે માણી રહ્યા છીએ.

આજના દિવસે દુનિયાભરમાં ટેલિવિઝનમાં ક્રાંતિ અને સામૂહિક માધ્યમ (માસ મીડિયા) ના ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવે છે. મનોરંજન જ નહીં, શિક્ષણ, વિકાસ અને લોક-કલ્યાણ માટે પણ ટેલિવિઝનની ઉપયોગીતા અને તેના આધુનિકરણ અંગે વિશ્લેષણો થાય છે અને ટેલિવિઝનનો વ્યાપ છેક દુર્ગમ અને સરહદી વિસ્તારો સુધી પહોંચાડ્યા પછી તેની લોકશિક્ષણ અને માનવીય કલ્યાણ માટે સદુપયોગ વધારવાની સાથે સાથે દેશભરની સાંસ્કૃતિક વિવિધતાના આદાન-પ્રદાનની તક આજે મળે છે, જેનો ફાયદો વિશ્વ કલ્યાણની વિચારધારાને થાય છે.

ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ વર્ષ ૧૯પ૮-પ૯ પછી થયો હતો અને દિલ્હીમાં વર્ષ ૧૯પ૮ માં દેશનું મુખ્ય સ્ટેશન 'ટેલિવિઝન ઈન્ડિયા'ના નામથી શરૂ થયું હતું. વર્ષ ૧૯૬પ માં નામ બદલીને 'દૂરદર્શન' કરાયું હતું. વર્ષ ૧૯૭૦ ના દાયકા પછી દેશમાં ખાનગી ટેલિવિઝન ચેનલો શરૂ થઈ અને વર્ષ ૧૯૮૯ માં ઈન્ડિયામાં ખાનગી ટીવીનો પ્રારંભ થયો હતો, તે પછી તો સેંકડો ન્યૂઝ, મ્યુઝિક, ફિલ્મ, બિઝનેસ, સ્પોર્ટર્સ, ઈકોનોમી અને ધાર્મિક-સામાજિક વિષયો પર અલગ-અલગ ખાનગી ચેનલોની ભરમાર ઊભી થઈ અને આજે હજારો ન્યૂઝ ચેનલો આપણે માણી રહ્યા છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ર૬ નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી થાય છે. રપ નવેમબરની રાત્રિથી સંસદભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે, અને બંધારણ સભાના તમામ સભ્યો તથા બંધારણ ડ્રાફ્ટના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.

ભારતીય બંધારણ ર૬ જાન્યુઆરી ૧૯પ૦ થી અમલી બન્યું હતું, પરંતુ તેની સ્વીકૃતિ તા. ર૬ નવેમ્બર ૧૯પ૦ ના દિવસે જ કરી લેવામાં આવી હતી. તેથી ર૬ મી જાન્યુઆરીના દિવસે ભારતમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાયું તે પહેલા દર વર્ષે ર૬ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવાય છે.

દર વર્ષે ર૬ નવેમ્બરે દેશભરમાં વિધિવત રીતે બંધારણ દિવસ ઉજવવાનો પ્રારંભ ર૬ નવેમ્બર ર૦૧પ થી થયો હતો, તે પહેલાથી ર૬ મી નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂન દિવસ મનાવાતો રહ્યો હતો.

ભારતનું બંધારણ અમલી બન્યા પછી અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ સુધારા થયા છે, કારણ કે બંધારણના ઘડવૈયાઓએ બંધારણને સ્થિતિસ્થાપક રાખવાની જોગવાઈઓ કરી છે. કોઈપણ સંજોગોમાં નાગરિકોના મૂળભૂત હક્કો સરકાર, સંસદ કે કોઈપણ સત્તા ઝુંટવી શકતી નથી, જો કે અપવાદ રૂપે આંતરિક કે બાહ્ય કટોકટીના સમયે મર્યાદિત સમયગાળા માટે મૂળભૂત અધિકારો સ્થગિત કરવાનો ઈતિહાસ પણ નોંધાયેલો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧૬ નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવાય છે. ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસ મીડિયાના થીમને કેન્દ્રમાં રાખીને આ ઉજવણી થાય છે. આ દિવસે જ ભારતીય પ્રેસ પરિષદ એટલે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. આ કાઉન્સિલને મોરલ વોચડોગ પણ કહે છે. વર્ષ ૧૯૬૬ ની ૧૬ મી નવેમ્બરથી આ કાઉન્સિલ કાર્યરત થઈ હતી. ભારતના બંધારણમાં અનુચ્છેદ ૧૯ માં ભારતીયોને અભિવ્યક્તિની આઝાદી અપાઈ છે, જે અંતર્ગત ભારતીય પ્રેસ-મીડિયાની સ્વતંત્ર અને બંધારણીય સંસ્થા પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા કામ કરી રહી છે, જેની કેટલીક નૈતિક અને સંવૈધાનિક જવાબદારીઓ પણ છે.

જો કે, આંતરરાષ્ટ્રીય પત્રકારિત્વ સ્વતંત્રતા દિવસ દર વર્ષે ત્રીજી મે ના દિવસે મનાવાય છે. વર્ષ ૧૯૯૧ માં યુનેસ્કો અને સંયુક્ત રાષ્ટ્રના 'જનસૂચના વિભાગ' એટલે કે પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઉજવણી વર્ષ ૧૯૯૧ થી થઈ રહી છે.

એ પહેલા અંગ્રેજ સલ્તનતના શાસન હેઠળ વર્ષ ૧૮૭૮ માં દેશી પ્રેસ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો, જે ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થતી પત્રિકાઓ તથા અખબારો પર નિયંત્રણ રાખતા હતાં. રેડિયો તો સરકારના નિયંત્રણ હેઠળ જ હતો, પરંતુ આઝાદી પહેલા ભારતમાં પ્રેસની સ્વતંત્રતા પણ અંકુસિત હતી અને આ અધિનિયમને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના સમાચારોને દબાવી દેવા માટે ભરપૂર ઉપયોગ (દુરૂપયોગ) થયો હતો, અને સેંકડો અખબારો-લઘુ અખબારો બંધ કરાવાયા અને પ્રેસ જપ્ત કરાયા હતાં.

આઝાદી પછી બંધારણે વાણી સ્વાંત્ર્યનો અધિકાર આપ્યા પછી પ્રેસ સ્વતંત્ર થયું અને તે પછી વર્ષ ૧૯૬૬ માં પ્રેસ-મીડિયાની સ્વતંત્રતા તથા બંધારણીય જવાબદારીઓના નિર્વહન માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી, જેને અનુલક્ષીને આજે થઈ રહેલી ઉજવણી દરમિયાન કેટલાક વિશિષ્ટ એવોર્ડ તથા પુરસ્કારો પણ અપાતા હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧૭ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય છાત્ર દિવસ અથવા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે ઉજવાય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ૧૭ નવેમ્બર ૧૯૩૯ માં નાઝિયોએ પ્રાગ વિશ્વ વિદ્યાલય પર હુમલો કર્યો હતો, અને વિદ્યાર્થીઓ પર કોઈ ખટલો ચલાવ્યા વિના પ્રતાડિત કરાયા હતા. એટલું જ નહીં, તેઓનો સામૂહિક સંહાર પણ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાંથી બચી ગયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું તથા વિદ્યાર્થીઓના ત્યાગ તથા બલિદાનોની સ્મૃતિ જીવંત રાખવા દર વર્ષે વિશ્વભરમાં ૧૭ નવેમ્બરે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મદદ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, બહુ સંસ્કૃતિવાદ (વસુધૈવ કુટુંબકમ્ જેવી ભાવના) ને ઉત્તેજન અને વિદ્યાર્થીઓની જનજાગૃતિના કાર્યક્રમો વિશ્વભરમાં યોજાય છે.

દર વર્ષે દુનિયાભરના દેશોમાં વિદ્યાર્થીઓના વર્કશોપ, સેમિનારો, વ્યાખ્યાનો, અને વર્તમાન યુગને અનુરૂપ વીડિયો કોન્ફરન્સો તથા સોશિયલ મીડિયામાં વિશેષ ઝુંબેશો ચલાવાય છે. ચેક ગણરાજ્ય અને સ્લોવાકિયામાં જાહેર રજા હોય છે.

ચેકોસ્લોવાકિયામાં બનેલી ઘટના અને સામૂહિક સંહાર પછી વર્ષ ૧૯૪૧ માં લંડનમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંમેલન બોલાવાયું હતુંં, અને ફાંસીવાદ સામે લડત આપવાનું આહ્વાન કરાયું હતું. તે દરમિયાન નિર્ણય લેવાયો અને ૧૭ મી નવેમ્બરે શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિ તથા સંઘર્ષની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય છાત્ર દિવસ (ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે) ઉજવવાનું નક્કી થયું હતું. તે પછી દર વર્ષે આ ઉજવણી થતી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે નવ નવેમ્બરે વર્લ્ડ લીગલ સર્વિસ ડે અથવા વિશ્વ કાનૂની સહાયતા દિવસ મનાવાય છે. આ દિવસે લોકોને લીગલ સર્વિસિઝનો ઉદ્દેશ્ય સમજાવીને કાનૂની શિક્ષણ પૂરૂ પાડવા માટે વિવિધ કાર્યક્રમો, શિબિરો, વ્યાખ્યાનો, વર્કશોપ અને નાટકો-પ્રદર્શનો અને પ્રેઝન્ટેશન્સ યોજાય છે, અને નિઃશુલ્ક કાનૂની સહાયના પ્રબંધોની જાણકારી અપાય છે. આ પ્રકારના કાર્યક્રમો હેઠળ મહિલાઓ, દિવ્યાંગો, પછાત વર્ગો, બાળકો, અુનસૂચિત જાતિ-જનજાતિ સમાજો, કુદરતી આફતો, માનવ તસ્કરીના પીડિતો સહિતના લોકો માટે ન્યાય મેળવવા અને કાનૂની સંરક્ષણ માટે થયેલી લીગલ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી, માર્ગદર્શન અને તદ્વિષયક સાહિત્ય પણ અપાય છે.

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (નાલસા) ની રચના વર્ષ ૧૯૮૭ ના એક એક્ટ હેઠળ થઈ હતી, જે નેશનલ લીગલ સર્વિસિઝ એક્ટ-૧૯૮૭ તરીકે પણ ઓળખાય છે. આ અધિનિયમ અધિકૃત રીતે વર્ષ ૧૯૯પ થી અમલી બન્યો હતો. આ વ્યવસ્થા હેઠળ લોક-અદાલતો તથા પ્રિ-લિટીગેશનનું આયોજન પણ થતું હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે આઠ નવેમ્બરે વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ મનાવાય છે. વર્ષ ૧૮૯પ ની આઠમી નવેમ્બરે એક્સ રેડિયેશન અથવા એક્સ-રેની શોધ થઈ હતી. જર્મન વૈજ્ઞાનિક વિલ્હેમ કોનરાડ રોંટજેને આ શોધ કરી હોવાથી તેને વર્ષ ૧૯૦૧ નું ફિઝિક્સનું પહેલુ નોબેલ પારિતોષિક પણ એનાયત રાયું હતું.

રોંટજેન મિકેનિકલ એન્જિનિયર ઉપરાંત ભૌતિકશાસ્ત્રી પણ હતાં. તેમણે યુનિવર્સિટી ઓફ ઝ્યુરિવમાંથી ભૌતિકશાસ્ત્રીની ડીગ્રી મેળવી હતી. તે પછી તેમણે વિવિધ અન્ય યુનિવર્સિટીઓમાં પણ કામ કર્યું. વર્ષ ૧૯૦૦ માં તેઓ યુનિવર્સિટી ઓફ મ્યુઝિકમાં જોડાયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા.

બિલ્હેમ કોનરાડ રોંટજેનના લગ્ન વર્ષ ૧૮૭ર માં બર્થા લુડવિગ સાથે થયા હતાં, પરંતુ તેમને સંતાન નહોતું, તે પછી તેમણે પોતાના સાળા (લુડવિગના ભાઈ) ની દીકરીને દત્તક લીધી હતી.

આજે રેડિયોલોજીનો ઉપયોગ ઘણો વધ્યો છે, રેડિયોલોજી આધારિત અદ્યતન સાધનો પણ વધ્યા છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી ગંભીર રોગોની સારવારમાં આ શોધ મહત્ત્વપૂર્ણ પૂરવાર થઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તા. ૦૮-૧૧-૨૦૨૪ના

ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના પૂજારી એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.

માં રાજબાઈની કૂખે

એક રત્ન શો જલા થયો,

ધરી દેહ માનવનો પછી

સત્કર્મથી 'અલ્લા' થયો

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે. પૂ. મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે : મારું જીવન એ જ મારો સંદેશ છે. પૂ. શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.

એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈમાં સાથે લગ્ન કર્યા.

ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવાર  ના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.

ઉમટે હજારો લોક સૌ,

વીરપુર પાવન ધામમાં

શ્રદ્ધા ફળે સહુની સદાયે,

સંત જલારામમાં

જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રદ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.

તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

આર્યનારી વીરબાઈનું સમર્પણ અનેરૃં, અનોખું અને અદ્વિતીય હતું. સમર્પણની સાધના એ મહાન સિદ્ધિ છે. આ સિદ્ધિ દ્વારા વીરબાઈનું નામ આજે જગવિખ્યાત બન્યું છે.

હો ઠક્કર હુકુમત કો જલાબાપા... કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતાં. કયાંથી આવે છે ? ઈ તો ખબર નથી.. પણ સો થી દોઢસો ઘોડા હશે.. ફિંફોટા ઉડાડતાં આવી રહ્યા છે. ભંડારીજી જલા ભગતે બૂમ મારી અંદરથી વીરબાઈમાએ હુંકારો ભણ્યોને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે... ઈ બાપડા જણ ભૂખ્યા હશે. ! કૂણ જાણે કયારેય નિસર્યા હશે... જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય, તો હું પાદરે જઈને એમને આપી આવું. ઘણુંય પડયું છે. પ્રભુ ! જાઓ, જલદી જાઓ. કેટાણા ના ઈ ભૂખ્યા હશે. રામ જાણે ! કહીને ભંડારીએ લાડવાને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાં સેવકને ઉપડાવ્યાને લઈને એ તો પાદરમાં આવીને ઊભા.. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આભ આખું ઢંકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો... ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, એ... ય, રામ..રામ... અસવારે ઘોડાનું ચોકડું ખેચ્યું. ઘોડો એકદમ થંભી ગયો. ઘોડાના ડિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ...રામ... અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું.. નીચે ઉતરો મારા રામ...! આ પરસાદ લેતા જાઓ... જલા ભગતે બે હાથ જોડીને કહ્યું કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી.. દોઢસો માણસ છીએ. બધાંને મારો ઠાકર મા રાજ આપી દેશે... આ ઘોડાને જરાક આરામ દયો અને તમેય નીચે ઉતરો તમે કુણ..બાપા...?

સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને જગત જલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવા અને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તે દિ જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ.

દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાય ને લાડવા ને ગાંઠીયા આપે છે. પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતાં. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જયારે વીરપુરમાં આવી, ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો... એક આંખ જરાક જીણી. સફેદ બાસ્તા જેવું કેડિયું. મોઢા માથે દેવતાઈ તેજના ફુવારા ઊડે. નિર્દોષ ચહેરો... બાપુ... ! ઠાકર મા રાજનો પરસાદ લેતા જાઓ... ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો..? બાપુ...! જે આખી દુનિયાનું પાલન કરે છે, ઈ ઠાકર રાજનને આટલી સવારીને હરિહર કરાવવામાં કયાં વાંધો આવવાનો છે...? એની ધજાને વિસામે હંધુય થઈ રે શે... બાપુ...! ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતાં. બે હાથ થોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું. ભગત.. માગો...માણો... ! તમે માગો તે આપુ. જલા ભગત હસ્યા. બાપુ... શું માગું..? ઠાકર મા રાજની મેર છે. હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે. બાપ... ! ધ્રાંગધ્રાના મહારાજાઆ વેણનો મરમ મારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય...? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું ભગત...! અમે ક્ષત્રિય લોક, અમે પરસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત, અમારે માથે ચડ્યું છે. ને અત્યારે તો અમારી સવારી તીરથયાત્રા કરવા નીકળી છે. બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે... ને ...? જલા ભગતે કહ્યું.. બાપુ ...! જો તમારા જીવને તાણ રેતી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો.. .જમીન નહીં જાગીર નહીં.. સોનું, રૂપું કે રૂપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે.. ! મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા... પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ. એ જ નિર્મળ સાદગીને શાંતિ. ભગત..! માંગી માંગીને પથરા માગ્યા ? તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાય ગયું બાપુ. ઠાકર માહરાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થતો નથી. દળણાં દળાવવા પડે છે. પણ નાની ઘુંટુલિયુમાં કેટલો લોટ દળાય...? જો સારા પથરાની મોટી ઘંટુડિયું હોય, તો વધુ લોટ ઉતરે.. મેં સાભળ્યું છે કે, ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બઉ સારા છે.. તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું.. પણ જમીન જાગીર માગો.. અરે, તમારા આ આશરા ધરમ માટે જોઈએ તો આઠ-દસ ગામ આપું. જલા ભગતે બે હાથ જોડ્યા.. બાપુ..! અમારા જેવા સાધુ-સંતોને ગામને ગરાસ કેવા..? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની ... - અમારાથી ધરણીના ધણી ન થવાય... બાપુ... ! અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટૂકડો સૌને દઈએ... પણ ભગત... મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધરમની ધજા બાંધો.. બાપુ હું કુણ ધજા બાંધવાવાળો.. આ તો ઠાકર મારાજની ધજા છે...ઈ ની મરજી હશે ઈ યા લગી ફરકતી રેશે બાપુ..! ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટિયું બનાવી બળદથી ચાલે એવી વિશાળ ઘંટિયંુમાં રોજ આઠ દસ મણ દળણું દળાવા લાગ્યું એ સમયે રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું આજે આ ધામ વિશાળ વટ વૃક્ષ બની આજે હજારો દર્શાર્થીઓને તૃપ્ત કરે છે.

જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતાં. શ્રી રામ અને હનુમાનજીમાં શ્રદ્ધા રાખનાર જલાનું અન્ન કદી ખૂટયું જ નથી તેઓ ચમત્કારી સંત હતાં. ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય. ભગવાન પાસે આ રસોઈ ધરાવાય, પછી ઘી નો દીવો કરે, ભોજન ઉપર એક તુલસીપત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ તમારા તરફથી બનેલું ભોજન હું સહુ ભક્તોને પીરસું છું ખૂટે-વધે એ તમારે જોવાનું પછી બીજા ભક્તોને કહે, બાપલા, તમ તમારે હવે પીરસવા માંડો, ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે. જ્યારે પચ્ચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાં રસોઈ વધી પડતી. સંતશ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાનની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી, આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામોમાં તથા ગુજરાત-મહારાષ્ટ્ર દેશ-વિદેશમાં ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલુ છે. અને હજ્જારો સાધુ-સંતો અને ગરીબો-જલારામ ભક્તો આ પવિત્ર સેવાનો લાભ લઈ રહ્યાં છે. જલારામ બાપાએ રઘુવંશી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે.

સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ...

સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતીક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.

આજે આપણે સૌ તેમની ર૨૫મી જન્મ જયંતી ઉજવી રહ્યાં છીએ ત્યારે તેમને કોટિ કોટિ વંદન...

જલારામ જયંતી નિમિત્તે સર્વે જલારામ ભક્તોને જય જલારામ.

છેલ્લા... ૨૫ વર્ષથી જલારામ મંદિર વીર૫ુરમાં દાન-ભેટ-સોગાદ-ફંડ વગર અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે તે એક વિશ્વ રેકોર્ડ સમાન છે.

શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ જામનગરના સ્થાપક સદસ્યો અભિનંદનને પાત્ર

સ્થાપક સદસ્યો જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ), રમેશભાઈ દત્તાણી, અનીલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતીયા, ભરતભાઈ મોદી, અતુલભાઈ પોપટ, રાજુભાઈ હિંડોચા, મનોજભાઈ અમલાણી, ભરતભાઈ કાનાબાર, મધુભાઈ પાબારી, રાજુભાઈ કોટેચા, નિલેશભાઈ ઠકરાર, મનિષભાઈ તન્ના છેલ્લા ૨૫ વર્ષથી સતત લોહાણા સમાજ સમૂહભોજન, સારસ્વત બ્રાહ્મણ (માસ્તાન) જ્ઞાતિ સમૂહભોજનની સેવા આપી સમાજની મિટિંગમાં નિવૃત્તિ જાહેર કરીને નવ યુવાનની ટીમને સુકાન સોંપેલ છે.

આ ટીમના તમામ સભ્યોએ સમાજને અનોખો રાહ ચિંધ્યો છે. તે તેમની સેવાની રઘુવંશી સમાજ તેમજ જલારામ ભકતોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ...

મહાઆરતી તથા પ્રસાદ

તા. ૦૮-૧૧-૨૦૨૪ને શુક્રવારના હાપા જલારામ મંદિર તથા સાધના કોલોની જલારામ મંદિરે સાંજે ૭ વાગ્યે મહાઆરતી ત્યારપછી જલારામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

રમેશ એલ. રૂપારેલ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવાળીના તહેવારોના પડઘમ વાગ્યા છે, રમા એકાદશીથી શરૂ કરીને દેવદીવાળી સુધીના તહેવારોની ઉજવણી શરૂ થવા જઈ રહી છે. માર્કેટમાં ભીડ વધી રહી છે અને લોકો તહેવારોના રંગે રંગાવા લાગ્યા છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. બારસના દિવસે વિષ્ણુના ૧ર સ્વરૂપોનું પૂજન થાય છે, એ ઉપરાંત આસો વદ બારસને વાઘબારસ પણ કહેવાય છે અને ગોવત્સ દ્વાદશીના નામે પણ આ દિવસ ઓળખાય છે, એવી કથા પ્રચલીત છે કે જ્યારે સમુદ્રમંથન થયું, ત્યારે તેમાંથી કામધેનુ પ્રગટ થઈ હતી પવિત્ર ગાયમાતાજીનું આ પ્રાગટ્ય થયું તે દિવસે આસો વદ બારસ હતી. આ કારણે આ દિવસે ગાયમાતાજીનું પૂજન પણ થાય છે.

ધનતેરસને આયુર્વેદના જનક ધન્વન્તરિજીના પ્રાગટ્યનો દિવસ ગણવામાં આવે છે ઉપરાંત આ દિવસે માતા મહાલક્ષ્મીનું વિશેષ પૂજન પણ થાય છે. લક્ષ્મીજીને ભાગ્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી વગેરે નામોથી પણ પૂજવામાં આવે છે.ધનતેરસના દિવસે સોનું અને ચાંદીની ખરીદી શુકનવંતી ગણાય છે. આ દિવસે દિપદાન એટલે કે દિવડાઓનું દાન કરવાનું પણ મહત્ત્વ છે.

કાળી ચૌદસને માતાજીના મહાકાળી સ્વરૂપ સાથે સાંકળીને ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે, અને રૂપ ચૌદશ પણ કહેવાય નરકાસુરના વધ પછી ભગવાન શ્રીકૃષ્ણે ૧૬૧૦૮ બંદીવાન કન્યાઓને છોડાવ્યા પછી આ દિવસે તેની સાથે લગ્ન કર્યા હોવાની પણ કથા છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાનનું મહત્ત્વ છે.

દિવાળીના દિવસે ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન પણ થાય છે. ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા, તે દિવસ અયોધ્યાવાસીઓએ ઘેર-ઘેર દીપ પ્રાગટાવ્યા હતાં, તેના સંદર્ભે આ તહેવારને દિપાવલી પણ કહે છે. જહાંગીરે બંદીવાન બનાવેલ ગુરૂ હરગોવિંદસિંહને મૂકત કર્યા, તેની સ્મૃતિમાં શીખો દિવાળી ઉજવે છે, તો નેપાળમાં નેવાર બૌદ્ધધર્મના લોકો આ ઉત્સવ ઉજવે છે.

કારતક સુદ એકમથી સંવતઃ ર૦૧૮૧નો પ્રારંભ થશે, જે નૂતન વર્ષ તરીકે તથા બીજા દિવસે યમરાજા તથા યમુના મહારાણી સાથે સંકળાયેલી ભાઈબીજ ઉજવાશે. લાભપાંચમથી કામબંધ પુનઃ શરૂ થશે અને મંગલકાર્યોનો પ્રારંભ થશે. આ તહેવારો અગિયારસ સુધી ઉજવાશે અને દેવદિવાળીના સંપન્ન થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આ વર્ષે ૧ર ઓક્ટોબર અને શનિવારે દશેરાની ઉજવણી કાંઈક અલગ જ છે. વિશ્વકક્ષાએ યુદ્ધો અને દેશમાં ચૂંટણી પરિણામોની અસરો વચ્ચે અને નવરાત્રિના સમાપન સમયે દશેરા અથવા વિજ્યાદશમીની ઉજવણી પછી હવે શરદપૂર્ણિમા અને તે પછી દિવાળીના તહેવારોની કતાર લાગશે. આસો વદ-અગિયારસથી કારતક સુદ અગિયારસ વચ્ચે શ્રેણીબદ્ધ તહેવારો ઉજવાશે.

નવરાત્રિમાં મા આદ્યશક્તિની આરતીમાં પણ ગાઈએ છીએ તે મુજબ દશેરાના દિવસે થતો રાવણવધનો પ્રસંગ સાંપ્રત સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે, બસ રામ અને રાવણના વિવિધ સ્વરૂપોને ઓળખવા પડે તેમ છે.

રાવણના દસ મસ્તક છેદાયા નહીં, તેથી તેની નાભિ પર પ્રહાર કરીને રાવણનો વધ કરાયો હતો. રાવણના દસ મસ્તકોને ઘણાં લોકો મદ, મોહ, લોભ, લાલચ, વિકૃતિ, ક્રૂરતા, ક્રોધ, જીદ, આસક્તિ અને અનૈતિક્તા તરીકે વર્ણવે છે. આ દેસેય મસ્તકવાળા રાવણને મારવા મસ્તકો છેદવાથી સફળતા મળતી નથી, કારણ કે તે પુનઃ પ્રગટે છે. આ દસેય દુર્ગણોને દૂર કરવા માટે રાવણની નાભિ પર ભગવાન શ્રીરામના તીરથી પ્રહાર કરવો પડે... અને આ માટે (ભગવાન) શ્રીરામને રિઝવવા જ પડે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કલાએ ખીલી ઊઠતો હોય છે. એવું મનાય છે કે આ દિવસે ચંદ્રના કિરણો ધરતી પર અમૃત વરસાવે છે. આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઘણાં લોકો કોજાગર વ્રત રાખે છે, જેને કૌમુદી વ્રત પણ કહે છે. એવી માન્યતા પણ છે કે આ દિવસે માતા મહાલક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું, જો કે શરદપૂર્ણિમાને સાંકળી અને કથાઓ અને વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. દૂધ અને પૌઆની ખીર ચંદ્રનારાયણને ધરાવીને તેનો પ્રસાદ લેવાનું મહત્ત્વ છે. આમ પણ, શિતળ ચાંદનીમાંથી નૈસર્ગિક ઠંડક મેળવીને આ ખીર ઘણી જ મધૂર અને સ્વાદિષ્ટ બની જતી હોય છે.

શરદપૂર્ણિમાના દિવસે ઠેર-ઠેર રાસ અને દાંડિયારાસ રમવાના કાર્યક્રમો યોજાય છે. શરદપૂર્ણિમાને સાંકળતી ઘણી વ્રતકથાઓ પણ પ્રચલિત છે. શરદપૂર્ણિમાને દિવાળીના તહેવારોના રંગભર્યા ધમાકેદાર પ્રારંભના ઉત્સવ તરીકે પણ વર્ણવવામાં આવે છે. 'શરદપૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે...' એ ગીત શરદપૂર્ણિમાનું મુખ્ય હાર્દ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવતીકાલે તા. ૬ ઓક્ટોબરે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી પિડીત હરિયાણાના સેવાભાવી ડો. રિતેશ સિંહાએ આ રોગ અંગે વિસ્તૃત વિગતો ઉજાગર કરી છે.

૬ ઓક્ટોબરે, આપણે વૈશ્વિક સ્તરે મળીને વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે ઉજવીએ છીએ, જે જાગૃતિ ફેલાવવાની, સમાવેશિતાને પ્રોત્સાહન આપવાની અને સેરેબ્રલ પોલ્સી (સીપી) ધરાવતા વ્યક્તિઓને સહાયતા પૂરી પાડવાના ઉદ્દેશ્ય માટેનું આંદોલન છે. આ દિવસ લાખો લોકો દ્વારા સામનો કરાયેલા પડકારોનું પ્રતીક છે અને સીપી ધરાવતા લોકો માટે વધુ સારૂ અને સર્વસમાવેશક વિશ્વ બનાવવાના પ્રયત્નોને ઉજાગર કરે છે.

સેરેબ્રલ પાલ્સી એ એક ન્યુરોલોજિકલ પરિસ્થિતિ છે, જે મસલ્સના સંકલન અને શરીરના હલનચલનને અસર કરે છે. તે બાળપણમાં સૌથી સામાન્ય શારીરિક અક્ષમતા છે, છતાં આ સ્થિતિ વિશેની જાગૃતિ અને આ અસરગ્રસ્ત લોકોની જરૂરિયાતો વિશે સમજવણ હજુ મર્યાદિત છે. શિક્ષણ અને વકતૃત્વ દ્વારા, આપણે સીપી ધરાવતા  લોકોને સક્ષમ બનાવી શકીએ છીએ અને તેમને તેમના જીવનને પૂર્ણ રીતે જીવવા માટે અનુકૂળ વાતાવરણ આપી શકીએ છીએ. સીપી એટલે 'કેપેબલ પર્સન' છે. 'સેરેબ્રલ પક્ષ' નહિં, અને સીપી ધરાવતો વ્યક્તિ તે બધું કરી શકે છે, જે અન્ય (સોકોલ્ડ) બીજા લોકો કરી શકે છે. આપણે એવી દુનિયા બનાવી શકીએ જ્યાં દરેક સેરેબ્રલ પોલ્સી ધરાવતા વ્યક્તિને માન અપાય, તેમને સામેલ કરવામાં આવે અને તેમને તેમના જીવનને પૂર્ણ રીતે જીવવાની તક આપવામાં આવે.

ડો. રિતેશ સિંહા, સીપી જાગૃતિ માટેના સમર્પિત પ્રવક્તા, સર્વસમાવેશક હેલ્થકેર, પ્રારંભિક હસ્તક્ષેપ અને સમુદાયના સપોર્ટની મહત્ત્વની બાબતો પર ભાર મૂકે છે. તેઓ માને છે કે સામાજિક અવરોધોનોે દૂર કરવું અને સીપી ધરાવતા લોકો માટે સમાન તક સુનિશ્ચિત કરવી જરૂરી છે, જે વધુ સર્વસમાવેશક સમાજ તરફ અગ્રેસર થવા માટે મહત્ત્વપૂર્ણ છે.

ચાલો, આપણે એક એવી ભવિષ્ય તરફ કામ કરીએ જ્યાં વૈવિધ્યનો ઉત્સવ ઉજવાય અને દરેક વ્યક્તિ, તેમના ક્ષમતાના આધારે, સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.

 ડો. રિતેશ સિંહા (ઈમેઈલઃ જૈહરટ્ઠ.િૈંીજરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ)

જલ્પા જે. મચ્છર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નવરાત્રિનો પ્રારંભ થતાં જ ગુજરાતમાં તો કાંઈક અલગ જ માહોલ સર્જાતો હોય છે, અને ખેલૈયાઓમાં થનગનાટ વધી જાય છે પરંતુ સાથે સાથે નવરાત્રિના અનુષ્ઠાનો, તપશ્ચર્યા, અને વિશેષ પૂજન-અર્ચન પણ શરૂ થ જતા હોય છે. નવરાત્રિને લઈને અનેકવિધ માન્યતાઓ પ્રવર્તે છે.

દેવી દુર્ગા અને રાક્ષસ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યુ અને મહિષાસુર પર વિજય પ્રાપ્ત થયો, તેના સંદર્ભે નવરાત્રિના ગરબા ગવાય છે, તેવી માન્યતા છે, બીજી માન્યતા મુજબ રામ-રાવણના યુદ્ધ પછી દશેરાના દિવસે રાવણ હણાયો, તેની સ્મૃતિમાં આ ઉજવણી થતી હોવાની પણ એક માન્યતા છે.

એવું પણ કહેવાય છે કે વિશ્વપ્રખ્યાત બનેલા દાંડિયારાસ અથવા ડાંડિયારાસનો ગુજરાતથી પ્રારંભ થયો હતો અને તેનું વિસ્તરણ ભગવાન શ્રીકૃષ્ણના પરિવારમાંથી જ થયું હતું.

નવરાત્રિનું મૂળ મહાત્મય તો ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક છે, અને માતાજીના ગરબા તથા કૃષ્ણલીલાના રાસની સાથે દાંડિયા રાસનો પવિત્ર ત્રિવેણી સંગમ સર્જાય છે. જેમાં માતૃભક્તિ, તપ, આરાધના, અનુષ્ઠાન અને યજ્ઞયજ્ઞાદિ જેવા પાવનકાર્યો પણ સંકળાયેલા છે. આ એક પ્રકારની નૃત્યભક્તિનું પર્વ છે, જેમાંથી આધ્યાત્મિક આનંદ પણ પ્રાપ્ત થતો હોય છે. આ પ્રકારના લાંબા સમૂહનૃત્યના તહેવારને વિશ્વના લાંબા સમૂહનૃત્યના તહેવારને વિશ્વના દેશો અચંબિત થઈને નિહાળે છે, ત્યારે તેના ભારતીય સંસ્કૃતિના મૂળ સ્વરૂપને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી બધાની જ છે ને ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ચોથી ઓકટોબરે વિશ્વ પશુ દિવસ અથવા વર્લ્ડ એનિમલ્સ ડે મનાવાય છે. પશુઓના રક્ષણ અને કલ્યાણ માટે આ ઉજવણી થાય છે, કારણ કે આપણું જીવન મોટાભાગે પશુ-પંખી તથા પ્રકૃતિ પર જ આધારિત છે. મનુષ્યની જેમ પશુ-પંખી સહિતની જીવસૃષ્ટિને પણ કેટલાક હક્કો હોવા જોઈએ પરંતુ મુંગા પશુ-પંખીઓ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવી શકતા નહીં હોવાથી પશુપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ તથા પ્રકૃતિ પ્રેમીઓ તથા તેની સંસ્થાઓ પશુઓના રક્ષણ-કલ્યાણ માટે દુનિયાભરમાં પ્રવૃત્તિઓ કરે છે, જેનું વિસ્તૃતિકરણ દર વર્ષે આ ઉજવણી દરમિયાન થતું રહે છે.

સેન્ટ ફ્રાન્સીસના જન્મદિવસને સાંકળીને થતી આ ઉજવણીની બુનિયાદ ભારતીય સંસ્કૃતિમાં તો હજારો વર્ષ પહેલાથી રચાયેલી છે અને હિન્દુ દેવી-દેવતાઓના જીવન સાથે પશુ-પંખીઓ સંકળાયેલા હોવાથી તેની પણ પૂજા થાય છે, પરંતુ જર્મનીના સિનોલોજીસ્ટ હેનરીક જિમર્મનની પહેલ પર ર૪ માર્ચ-૧૯ર૮ માં આ કોન્સેપ્ટ અમલી બન્યો, તે પછી વર્ષ ૧૯ર૯ થી દર વર્ષે ચોથી ઓકટોબરે વિશ્વ પશુ કલ્યાણ દિવસ ઉજવાઈ રહ્યો છે.

માનવી દ્વારા પશુ-પંખીઓ પ્રત્યે ક્રૂરતા આચરવામાં ન આવે, તેનું શોષણ ન થાય કે તેના પ્રત્યે દયાભાવ અને સન્માન સાથેનો વ્યવહાર થાય, તે માટે વિશ્વભરમાં થતી આ ઉજવણી દરમિયાન દર વર્ષે નવા નવા વિષયો ચર્ચાતા હોય છે. આ અંગે ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં કાયદાઓ પણ ઘડાયા છે, પરંતુ સ્વયં લોકો જ જાગૃત રહે, તે પણ અનિવાર્ય જ ગણાય ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતુંઃ

ભારત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં અને રાજકીય  ઈતિહાસમાં મહત્ત્વ પૂર્ણ યોગદાન આપનાર એક એવી વ્યકિતની પણ જન્મ જયંતી પણ સાથોસાથ આવે છે જે અનેક મોટા રાજકીય સિતારાઓના આભામંડળમાં એક નાનકડા દિવડા સમાન રહીને ક્યારેક વિસરાઈ જાય છે.વામન સ્વરૃપ-વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર આ માનવી એટલે ભારતના વડાપ્રધાન તરીકે ટૂંકા ગાળામાં પણ જવલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારત રત્ન તરીકે માન-સન્માન મેળવનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજી.આજે એમની ૧૨૦મી જન્મ જયંતી પ્રસંગે નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં દરેક ભારતીય ગૌરવ અનુભવે છે.

તા.૨ઓક્ટોબર,૧૯૦૪ના ઉત્તરપ્રદેશના વારાણસી પાસેના એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ થયો હતો.તેઓના પિતાનું નામ શારદા પ્રસાદ અને એમના માતાનું નામ રામદુલારી દેવી. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે તેઓ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા. લાલબહાદુર શાસ્ત્રી બ્રિટિશ શાસનની અવજ્ઞામાં સ્થાપિત કરાયેલી ઘણી રાષ્ટ્રીય સંસ્થાનોમાંથી એક કાશી વિદ્યાપીઠમાં સામેલ થયાં હતા. અહીં તેઓ મહાન વિદ્વાનો તેમજ દેશના રાષ્ટ્રવાદીઓના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને પ્રદત્ત સ્નાતકની ડિગ્રીનું નામ શાસ્ત્રી હતું. પરંતુ લોકોના મનમાં તે તેમના નામના એક ભાગરૃપે વસી ગયું. અહિંયાથી જ એમને *શાસ્ત્રી* તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી.તેમના લગ્ન લલિતા દેવી સાથે ૧૬-૫-૧૯૨૮ ના થયા હતાં.

શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડ્યું.૧૯૩૦માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી હતી. લાલબહાદુર શાસ્ત્રી જોશભેર સ્વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થયાં. ગાંધીજી જેવી જ સાદગી અપનાવવાનું પણ શરૃ થયું અને સરળ સ્વભાવના શાસ્ત્રીજી એ જન માનસમાં એક અલગ છાપ ઉપસાવી દીધી હતી. કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નીભાવવાની જવાબદારી અપાઇ.ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો.

ઈ.સ.૧૯૫૧ના વર્ષમાં, જવાહરલાલ નેહરૃના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેઓને તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણાં વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી,ગૃહમંત્રી તેમજ નહેરુજીની બીમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણાં લોકો માર્યા ગયા હતા,તેમાટે પોતાને જવાબદાર ઠેરવતા જાતે જ રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરૃએ આ ઘટના અંગે સંસદમાં  બોલતા લાલબહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે લાલબહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહુ દૃઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.

પંડિત જવાહરલાલ નહેરૃના અચાનક થયેલ નિધન ૫છી તા.૯-૬-૧૯૬૪ ના લાલબહાદુર શાસ્ત્રીજી ભારતના વડાપ્રધાનપદે નિયુકત થયાં હતાં. તેઓએ આ સમય દરમ્યાન દેશમાં સફેદ ક્રાંતિ-દૂધની ઉત્પાદકતા વધારવા માટે પહેલ કરાવી અને સાથો સાથ હરીત ક્રાંતિ-ખેતઉત્પાદનની પણ વિશિષ્ટ રીતે શરુઆત કરાવેલ.બંને બાબતો માટે ભારતને વિશ્વ ફલક પર આગળ લઈ જવા માટે તેઓના આ પ્રયાસો ખૂબ જ અસરદાર બનેલ છે.

સોવિયત રશિયા સાથે તેઓએ ગાઢ મિત્રતા કેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, જે આજે પણ યાદગાર છે.ઈ.સ.૧૯૬૫માં તેઓ એ બર્મા-રંગુનની પણ મુલાકાત લઈને જનરલ ને-વિન સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચેના સંબંધો વિકસાવ્યા હતા.શાસ્ત્રીજીના જીવનની અને ભારતદેશ માટે પણ સૌથી મોટી જો ઘટના હોય તો તે છે ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું ભારતનું યુદ્ધ. ભારતના જવાનોને જુસ્સાભેર લડવાની પ્રેરણા આપી અને યુદ્ધમાં જીત મેળવવા માટેનો મહામંત્ર ભારતવાસિઓને આપ્યો. દેશ જયારે લડાઈ લઈ રહ્યુ હતું ત્યારે જ ભારતના લોકોને અઠવાડીયે એક વખત ઉપવાસ કરવાનું આહવાહન કર્યુ હતું અને ત્યારથી સોમવારના વ્રતનું મહત્વ પણ લોકોને સમજાયું-દેશના વીર-જવાનો અને લોકોનું પેટ ભરનારા ખેડૂતો માટે અદમ્ય ભાવનાના ફલસ્વરુપ જ મહામંત્રનો જન્મ થયો-જય જવાન-જય કિસાન.

ભારત પાકિસ્તાનની લડાઈનો અંત તા.૨૩-૯-૧૯૬૫ના થયો અને ત્યાર પછી ૧૦ જાન્યુઆરી-૧૯૬૬ના રશિયાના તાશકંદમાં તત્કાલિન પ્રધાનમંત્રીની મધ્યસ્થતા દ્વારા બંને દેશોના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી અને અયુબખાન વચ્ચે સમજુતિ થઈ-જે તાશકંદ સમજુતી તારીખે જગવિખ્યાત બની ગઈ-અને એ એટલા માટે પણ કે, ત્યાર પછી તા. ૧૧-જાન્યુઆરી-૧૯૬૬,ના ભારતના લાલએ આપણાં સૌ વચ્ચેથી પરદેશમાંથી અચાનક વિદાય લઈ લીધી.વિદેશમાં નિદ્રાધીન અવસ્થામાં જ મૃત્યુની ગોદમાં સમાઈ ગયા.ભારતે પોતાના એક વિશિષ્ટ તારલાંને આકાશમાં પ્રસ્થાપિત થતો જોયો. વિનમ્ર, દૃઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. લાલબહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરૃ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે મહેનત પ્રાર્થના કરવા બરાબર છે. મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલબહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે તેઓને ૧૯૬૬ની સાલમાં જ મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે બાબત જ દર્શાવે છે કે તેઓ કેટલા વિરાટ હતા. આજે જ્યારે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેઓની સાથે જ કદમાં વામન પણ વિરાટ વ્યકિતત્વ-યુક્ત એવા લાલબહાદુર શાસ્ત્રીજી જેવા મહામાનવને પણ તેઓની જન્મ જયંતી પ્રસંગે નમન.

કિરીટ બી. ત્રિવેદી, "નિમિત"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સૌરાષ્ટ્રના દરિયા, પર્વતો, જંગલો, રણની ભૌગોલિક વિરાસતો, સ્થાપત્યો, અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓમાં હોટ ફેવરિટઃ

સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો, પર્વતો, જંગલો અને રણ પ્રદેશ, ઐતિહાસિક સ્થળો આવેલા છે. સૌરાષ્ટ્રમાં બે મહત્વના યાત્રાધામો દ્વારકા અને  સોમનાથ પણ છે. છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારની આવકારદાયક પ્રવાસન નીતિને કારણે અનેક લોકો સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે આવા ગુજરાતના  મહત્વના પ્રવાસન સ્થળોમાં વિવિધ મેળા તેમજ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતની સફરે આવતા પર્યટકો માટે ુુુ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિંંર્ેિૈજદ્બ.ર્ષ્ઠદ્બ  ઉપર વિવિધ વિસ્તારોની માહિતી, જોવા અને માણવા લાયક સ્થળો, વિશેષતા જોવા મળશે.

દર વર્ષે બહારથી આવતા લાખો પ્રવાસીઓ ગુજરાતની ખાનપાન, પરંપરા, પ્રતિષ્ઠાને જાણે અને માણે છે. પર્યટન ક્ષેત્ર માટે અંદાજપત્રમાં દર વર્ષે વિશેષ જોગવાઈ કરવામાં આવે છે તેમજ તેના વિકાસ માટે ગુજરાત સરકાર સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે જેના માટે વિશેષ રીતે હેરિટેજ પોલિસી જેવી અનેક પોલિસીઓ કાર્યરત છે. તો આવો આ ઇતિહાસ અને અધ્યાત્મની ધરા જોડાયેલા ગુજરાતના અનેકાનેક સ્થળોની માહિતી જોઇએ.

રાજકોટ

સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટ કે જે કાઠિયાવાડ તરીકે પણ પ્રસિદ્ધ છે તેને ૮ જિલ્લાની બોર્ડેર સ્પર્શે છે. રાજકોટમાં મહાત્મા ગાંધી જ્યાં ૮ વર્ષ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ સ્કૂલ હવે વૈશ્વિક કક્ષાના ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ગાંધીજીનું નિવાસ્થાન કબા ગાંધીનો ડેલો કે જયા ગાંધીજીના લગ્ન થયા હતા તેઓના બે બાળકોના જન્મ પણ આ જ ઘરમાં થયા હતા.

રાજકોટનો અનળગઢ, દરબાર ગઢ, રણજીત વિલાસ પેલેસ, સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર, ઈશ્વરીયા પાર્ક, અતિ અદ્યતન રીજીયોનલ સાયન્સ સેન્ટર, રામ વન, પ્રદ્યુમન પાર્ક, અંગ્રેજોના શાસનકાળમાં રાજકુમારોના શિક્ષણ માટે શરૂ કરેલ રાજકુમાર કોલેજ, ખાદી સહિતની રચનાત્ક ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રિય શાળા, રાંદરડા તળાવ, આજી અને ન્યારી ડેમ, બાલભવન, રેસકોર્ષ, જયુબેલી ગાર્ડન સહિતના અનેક પર્યટક સ્થળો આવેલ છે. જયારે જિલ્લામાં આવેલ વિવિધ સ્થળોમાં ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, સંત શિરોમણિશ્રી જલારામ બાપાનું વીરપુર, રાજા સિદ્ધરાજના માતા મીનળદેવીએ બંધાવેલ મીનળ વાવ, શક્તિવન, કાગવડ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ,  ઘેલા સોમનાથ, હિંગોળગઢ, જેતપુર પાસેનો ભાદર ડેમ, ગોંડલનું સ્વામિનારાયણ મંદિર, ભૂવનેશ્વરી મંદિર, નાથાભાઇ જોષી સ્થાપિત રમાનાથ મંદિર, હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો, દેશ-વિદેશની ઢીંગલીઓનું ડોલ્સ મ્યુઝિયમ, ઇ.સ. ૧૮૫૬માં સ્થાપાયેલી ૧૬૦ વર્ષ જૂની લેંગ લાઇબ્રેરી સહિતના સ્થળો અહીં આવેલા છે. રાજકોટ, ઘેલા સોમનાથ અને ઓસમ પાટણવાવમાં ભરાતા લોકમેળા પણ સુપ્રસિદ્ધ છે.  

મોરબી

દેશ અને દુનિયામાં સિરામિક, ઘડિયાળ, બરફના ગોલાથી સુપ્રસિદ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દૃ્ ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરૂ શ્રીમદ રાજચન્દ્રાચાર્યનું જન્મ સ્થળ વવાણીયા આવેલ છે. મોરબીના મહારાજા લખધીરસિંહે ૧૯૪૬માં બંધાવેલુ પિતૃ તર્પણ માટે જાણીતુ રફાળેશ્વર મંદિર,  શ્રી ખોડિયાળ માતાનું મંદિર માટેલ, રતનપરમાં આવેલ શ્રી રામચરિત માનસ મંદિર વગેરેના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે, વાંકાનેર નજીકના તીથવા ગામના ડુંગર ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મંદિર, તત્કાલીન રાજવીઓનો વાંકાનેર પેલેસ, નવલખી બંદર વગેરે પણ જાણીતા પ્રવાસન સ્થળો છે. મોરબીમાં રફાળેશ્વર, રતનપર વગેરેમાં ભરાતા લોકમેળા સુપ્રસિદ્ધ છે.

કચ્છ

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પાસે કચ્છના રણને પ્રસિદ્ધિ અપાવી હતી, જેને લીધે આજે દેશ-દુનિયામાંથી લોકો કચ્છ જોવા માટે આવી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર  દ્વારા પ્રતિ વર્ષ ભુજથી ૬૦ કિમી દૂર આવેલ ધોરડોમાં રણ ઉત્સવ યોજાય  છે, જેની દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અહી સમીટ યોજાઈ છે. કચ્છમાં સુપ્રસિદ્ધ માં આશાપુરાનો માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર, હાજી પીરનો મેળો પણ અનેક શ્રદ્ધાળુઓને આસ્થાનું કેન્દ્ર છે. માંડવી અને મુન્દ્રાના પોર્ટ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ધોળા વીરાની પ્રાચીન સંસ્કૃતિના પુરાવા સમૂહ, માંડવીમાં દરિયા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત શ્યામાપ્રસાદ વર્મા સ્મૃતિ સ્મારક તેમજ ભુજમાં સ્મૃતિ વન, ભુજીયો, કાળો ડુંગર, હમીરસર તળાવ,  આયના મહેલ, વિજય વિલાસ પેલેસ, સહિતના સ્થળો આવેલ છે.  

જામનગર

ભારતીય સેનાની ત્રણેય પાંખો(નેવી, આર્મી, એરફોર્સ) આવેલી છે એવા છોટી કાશી, બ્રાસ સિટી અને બાંધણીના નગર તરીકે ઓળખાતા આ જિલ્લામાં બાલા હનુમાન, રણજીત સાગર ડેમ, વિકિયા વાવ, મોડપર કિલ્લો, જોડિયા, મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભ્યારણ, રણજીત સાગર ડેમ, પીરોટન ટાપુ, નરારા ટાપુ સહિતના વિવિધ પ્રાકૃતિક અને જીવસૃષ્ટીને માણવાલાયક સ્થળો આવેલા છે. ધ્રોલમાં ભૂચર મોરીનું મંદિર, બાલાચડી સૈનિક સ્કૂલ વગેરે પણ આવેલા છે. 

દેવભૂમિ દ્વારકા

દેશના ચાર ધામ પૈકી એક ધામ તથા ૧૨ જ્યોર્તિલિંગમાંથી એક એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ,  શારાદાપીઠ, દાંડી હનુમાન, બ્લુ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ, તેમજ ડન્ની પોઈન્ટ , ગોમતી ઘાટ, પીંડારા, દ્વારકાનો દરિયા કિનારો, બેટ દ્વારકા, સુદર્શન સેતુ, પવિત્ર ગોમતી તટ પર આવેલ ભગવાન શ્રીકૃષ્ણનુ અતિ લોકપ્રિય અને ૧૪૦૦૦ વર્ષની તવારીખ ધરાવતુ ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર, રૂકમણી દેવીનું મંદિર પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. હર્ષદનું હરસિદ્ધિ મંદિર, કોસ્વલો ડુંગર, બરડો ડુંગર, નવલખી ઘુમલી મહેલ, વિર માંગડા વાળાની જગ્યા, કિલ્લેશ્વર મહાદેવ,  ગોપનાથ મંદિર, હાથલામાં શનિદેવ મંદિર, સિદસર ઉમિયા મંદિર, ઇન્દ્રેશ્વર મંદિર વગેરે આવેલા છે.

જુનાગઢ

સંત, શુરા અને સિંહને લીધે વૈશ્વિક ફલક પર જાણીતો આ જિલ્લો ભક્ત કવિ નરસિંહ મહેતાના ગામ તરીકે ઓળખાય છે જ્યાંના ગરવા ગઢ ગિરનારમાં મહાશિવરાત્રિ તથા લીલી પરિક્રમાના મોટા મેળા ભરાય છે. ગિરનારમાં માં અંબા, દતાત્રેય તથા જૈન મંદિરો આવેલા છે જ્યાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રોપ-વેનું નિર્માણ કરાતા પ્રવાસનને પણ વેગ મળ્યો છે. જૂનાગઢમાં આવેલ સક્કરબાગ, અશોકનો શિલાલેખ, ઇન્દ્રેશ્વર મહાદેવ, સાસણ ગીર, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, સરકડીયા હનુમાન જેવા જંગલોમાં આવેલા પ્રાચીન મંદિરો આસ્થાના કેન્દ્ર બિંદુ છે. તો સાસણ ગીરના દેવળિયા પાર્કમાં લાખોની સંખ્યામાં પર્યટકો એશિયાટિક સિહોને નિહાળવા આવે છે.

ગીર-સોમનાથ

૧૨ જ્યોતિર્લીંગમાનુ સૌ પ્રથમ તથા ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે સુપ્રસિધ યાત્રાધામ ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ ભાલકા તીર્થમાં લીધા હતા તો પિતૃ શ્રાદ્ધ માટે જાણીતા પ્રભાસ પાટણ ઉપરાંત વિશાળ દરિયા-કિનારો હોવાથી સોમનાથ, ચોરવાડ, માંગરોળ, આદ્રી, વેરાવળ વગેરે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  

પોરબંદર

ભગવાનશ્રી કૃષ્ણના બાલ સખા એવા સુદામાની આ નગરીમાં દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર  તેમજ  દરિયા કાંઠે વિકસેલું આ શહેર સુપ્રસિદ્ધ ભાગવત આચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો સાંદીપની આશ્રમ આવેલો છે. ભારત મંદિર, તારા મંદિર તા રાજાશાહીની વિરાસતસમાં ઘણાં સ્થળો આવેલા છે. દરિયા ઉપરાંત બરડા ડુંગરથી છવાયેલા આ જિલ્લામાં આવેલ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ રૂકમણી માતા સાથે થયા હતા તે જગ્યા પર પ્રતિ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાય છે, જેમાં દેશભરથી પર્યટકો આવે છે. વિસાવાડામાં મૂળ દ્વારકા, માધવપુરમાં ઓશો આશ્રમ પણ આવેલ છે. મોચા હનુમાન, બરડા અભ્યારણ, ગોકરણ તેમજ બિલેશ્વર મહાદેવ જેવા સ્થળો અહીં આવેલ છે.

સુરેન્દ્રનગર

પાંચાલની આ ભૂમિ તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળાથી જાણીતી બની છે. આ જિલ્લામાં ઘુડખર અભયારણ્ય, ચોટીલાના ડુંગર ઉપર માતા ચામુંડાનું મદિર, હવા મહેલ, માધા વાવ, રાણકદેવી મંદિર, મીનળ વાવ, સેજકેરનો નવલખો, જગદીશ આશ્રમ, ભીમોરની ગુફા, ત્રિનેત્રેશ્વર મહાદેવનો લોકપ્રિય મેળો, કબીર આશ્રમ, નળ સરોવર, માંડવ વિડ સહિતના સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

અમરેલી

આ જિલ્લાના ધારીમાં આવેલ જંગલ એશિયાટિક સિંહો માટે જાણીતું સ્થળ છે. તેમજ અહીં રાજ મહેલ, ગીરધરભાઈ સંગ્રહાલય, પાંડવ કુંડ, ભગવાન શ્રી હનુમાનજીનું પ્રસિદ્ધ સ્થળ ભુરખિયા હનુમાન, સરકેશ્વર, દીવાદાંડી, કલાપી તીર્થ અને વારાહી માતાનું મંદિર અહીં આવેલ છે.

સંકલનઃ ૫ારૂલ આડેસરા, સહાયક માહિતી નિયામક, રાજકોટ-મોરબી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુરૂનાનક દેવનું વર્ષ ૧પ૩૯ માં રર સપ્ટેમ્બરે કરતારપુરમાં નિધન થયું હતું. આથી દર વર્ષે રર સપ્ટેમ્બરે ગુરુનાનક દેવની પુણ્યતિથિ મનાવાય છે.

ગુરુનાનક દેવે શિખ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેઓ નાનકદેવ, ગુરુનાનક, બાબા નાનક વગેરે નામોથી ઓળખાય છે. તેઓ દાર્શનિક, ગૃહસ્થ, યોગી, સમાજસુધારક, ધર્મસુધારક, કવિ અને પ્રખર દેશભક્ત હતાં. તેઓની સમાધિ અત્યારે પાકિસ્તાનના કરતારપુરમાં છે.

નાનપણથી જ પ્રખર બુદ્ધિનો પરિચય આપી તેઓએ આધ્યાત્મિક ચિંતન અને સત્સંગમાં રૂચિ દાખવી હતી. વર્ષ ૧પ૦૭ માં તેઓ પોતાના બન્ને પુત્રો અને પરિવારની જવાબદારી પોતાના સસરાને સોંપીને તેઓ ઉદાસી સંપ્રદાયના પ્રવર્તક બન્યા અને શિખ ધર્મના સંસ્થાપક બન્યા તેવો ઉલ્લેખ ઈતિહાસમાં જોવા મળે છે, જો કે કેટલાક મન-મતાંતરો પણ છે, પરંતુ આજે વિશ્વભરમાં શિખ સમુદાયના અનુયાયીઓ પથરાયેલા છે. બોલો, ગુરૂનાનક દેવની જય...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ દર વર્ષે ર૧ સપ્ટેમ્બરે મનાવાય છે અને વિશ્વ સમજ અને શાંતિદિન દર વર્ષે ર૩ ફેબ્રુઆરીના મનાવાય છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા થાય છે. વર્ષ ૧૯૯૯ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ અંગેની ઘોષણા કરી હતી. આ વર્ષે 'શાંતિની સંસ્કૃતિનો વિકાસ કરવો' એ થીમ પર ઉજવણી થઈ રહી છે.

આજે જ્યારે વિશ્વ અનેક પ્રકારની કુદરતી આફતોનું ઉપરાંત યુદ્ધો અને અશાંતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે વિશ્વ શાંતિની દિશામાં આગેકૂચ માટે ભારતની ભૂમિકા પણ મહત્ત્વની છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અઢી દાયકા પહેલા જ્યારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવા અંગે ચર્ચા થઈ હતી. ત્યારે એવું કહેવાયું હતું કે યુદ્ધો માનવીના દિમાગમાંથી જ જન્મે છે, અને ત્યાંથી જ એટલે કે માનવીના દિમાગમાંથી જ શાંતિનો સંદેશ વહેતો થવો જોઈએ. આજે રશિયા-યુક્રેન, ઈઝરાયેલ, હમાસ, હીઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ, બાંગ્લાદેશમાં આંતરવિગ્રહ તથા ઈરાન-અમેરિકા તંગદિલીના કારણે ઊભી થયેલી તંગદિલી નિવારવા આજથી સઘન પ્રયાસો શરૂ થાય તેવું ઈચ્છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ભગવાન ગણેશ આદિદેવ તરીકે સૃષ્ટિના આરંભથી જ સન્માન અને સ્વીકૃતિ પામ્યા છે. ભારતીય ધર્મ પરંપરામાં ભગવાન ગણેશ સદા આદિદેવ અને અગ્રપૂજય રહ્યા છે.

સૂર્ય, ગણેશ, દેવી (પછી કોઈપણ દેવીનું સ્વરૂપ), શિવ અને વિષ્ણુને પંચદેવ કયા છે. આ પંચદેવોની સર્વકર્મોમાં પ્રથમ પૂજા કરવી જોઈએ તેમજ આ દેવોનું પ્રકૃતિના એક એક તત્વ પર આધિપત્ય છે. આ પંચદેવોની ઉપાસના સમગ્ર જગતની ઉત્પતિના કારણભૂત્ પાંચ મહાભુતો સાથે સંબંધિત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભુતો કહેવાયા છે.

સમગ્ર જગત પંચભૂતાત્મક છે. તેથી તેમને સંબંધિત પંચેદેવ ઉપાસના સર્વ માટે અનિવાર્ય છે. આ પંચદેવ પૂજનમાં પણ ગણેશની પૂજા કરાય છે અને તેમની પૂજાથી જ મનુષ્ય સર્વ વિઘ્નો, સર્વ પાયો અને સર્વદોષોથી મુકત થઈ સર્વજ્ઞ બને છે.

આ આદિદેવ ગણેશ આર્યાવ્રતમાં સર્વત્ર સર્વ પૂજય બન્યાં અને એક ગણપતિ સંપ્રદાયના પરમ ઉપાસ્ય દેવ તરીકે આદર પામ્યા, આમ્, ભારત વર્ષમાં વૈદિક, પૌરાણિક, માંત્રિક અને તાંત્રિક પૂજાઓમાં ભગવાન ગણેશ સ્થાન પામ્યા એટલું જ નહીં પરંતુ આદિદેવ હોવાથી અગ્રપૂજાના પણ અધિકારી બન્યાં.

ભગવાન ગણેશજીનું અગ્રપૂજન દેવ, દાનવ, ગંધર્વ અને મનુષ્યો અનાદિ કાળથી કરતાં આવ્યા છે. બ્રહ્માંડના સર્વ મહાન કાર્યો કરવા માટે ભગવાન ગણેશનું અગ્રપૂજન દરેક દેવોએ કરેલ છે.

મધુ અને કૈતભને યુદ્ધમાં વિષ્ણુ ભગવાન જ્યારે પરાજીત કરી શકયા ત્યારે ભોળાનાથ પાસે તેમના વધ માટેનો ઉપાય પૂછયા ત્યારે ભોળાનાથે કહ્યું. 'તમે યુદ્ધની શરૂઆતમાં ગણેશ પૂજન નથી કર્યું, તેથી તમને વિજયની પ્રાપ્તિ ન થઈ' ભગવાન શંકરના આદેશ પ્રમાણે શ્રી હરિ વિષ્ણુએ અનુષ્ઠાન કરવા માટે સિદ્ધ ક્ષેત્ર માટેનું સ્થળ પસંદ કર્યું અને ત્યાં સિદ્યી મેળવી અને મધુ અને કૈતભને પરાજીત કરી શકયા આમ ગણેશજીની પૂજા કરીને, શિવપુત્ર શ્રી સ્કન્દે 'બેરૂલ ક્ષેત્ર' માં આવીને તારકાસુરને મારી શકયા હતાં, શંકર ભગવાને ત્રિપુરાસુરને પણ સંકટ નાશક સ્ત્રોતની પૂજા કરીને ત્રિપુરારી કહેવાયા. આદ્યશક્તિ દેવીએ વિંધ્યાચલ ક્ષેત્ર માં આવીને મહિષાસુર રાક્ષસનો વધ કરેલ. થેઉર ક્ષેત્રમાં શ્રી બ્રહ્માજીએ સૃષ્ટિ કાર્યમાં સિદ્યિ પ્રાપ્તિ માટે શ્રી ગણેશજીની જ ઉપાસના કરેલ.

આ ઉપરાત મહાભારતના યુદ્ધના આરંભ પહેલા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછયું કે, આ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા કયા દેવની સર્વ પ્રથમ આરાધના કરવી. ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું કે યુધિષ્ઠિર ! ભગવાન ગણેશની તમે પૂજા કરો, એમના સંપૂજનથી તમે નિશ્ચિતરૂપે રાજયને પ્રાપ્ત કરશો.

બ્રહ્માંડના સર્વે મહાન કાર્યો માટે દેવાધિદેવ ભગવાન ગણેશજીનું અગ્રપૂજન ભગવાન શંકર, વિષ્ણુ, બ્રહ્મા, જગદંબા, પાર્વતી, શેષનાગ વગેરેએ કર્યુ અને મહાન કાર્યો સિદ્ધ કર્યા. આમ, ભગવાન ગજાનન આદિદેવ અને અગ્રપૂજય હોય એમાં શું આશ્ચર્ય હોય !

-આલેખનઃદિલીપ ધ્રુવઃ જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવ્યાંગ હોવા છતાં દિલથી બાળકોને ભણાવતા

જામનગર તા. પઃ જેઓએ આપણને લખતા શીખવાડ્યું તેમના માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે. અને તે છે શિક્ષક. ભારતમાં દર વર્ષે તા.૫ સપ્ટેમ્બરના દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

આપી જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને' છીએ આભારી એ ગુરૂઓના અમે, જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને. શિક્ષકને લગત આ પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડીશાળા -૨માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રામીબેન કનારાને ખરા અર્થમાં લાગુ પડે છે. કારણકે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેત મજૂરો અને પરપ્રાંતીયોના બાળકોને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શકની પણ ગરજ સારે છે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી આ શાળામાં નોકરી કરે છે.

વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતથી ભણાવવાની તેમની પદ્ધતિથી દર વર્ષે તેમના ૫૦% વિદ્યાર્થીઓ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તિર્ણ થાય છે. અને કોઈપણ જ્ગ્યાએ ટ્યૂશન રાખ્યા વગર માત્ર રામીબેન દ્વારા આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનતા જવાહર નવોદયની પરીક્ષામાં પણ ઉત્તિર્ણ થઈ ત્યાં અભ્યાસ અર્થે જઈ શક્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓના શિક્ષક નહીં પરંતુ એક માં પોતાના બાળકનો ઉછેર કરવા માટે જેટલો પરિશ્રમ કરે છે તેવી રીતે રામીબેન પણ દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમજીને અંગત ધ્યાન આપી જ્ઞાન આપે છે.

રામીબેન કનારા જણાવે છે કે, તેઓને વર્ષ ૨૦૦૪માં નોકરી મળી હતી. છેલ્લા ૧૪ વર્ષથી બબરઝર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની સાથે સાથે મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ માટેની અને જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની પણ તૈયારીઓ કરાવે છે. અને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવતા સિલેકટ પણ થયા છે. ૧૫કિમી દૂરથી અપડાઉન કરીને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે મહેનત કરે છે. આ શાળામાં બાળક અભ્યાસ પૂર્ણ કરી લે પછી પણ તેમના માતાપિતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે શાળાએ આવીને માર્ગદર્શન મેળવે છે. શિક્ષકદિન નિમિત્તે તમામ શિક્ષકોને સંદેશો આપતા રામીબેન જણાવે છે, શાળાના વિદ્યાર્થીને પોતાનું બાળક માનીને શિક્ષણ આપવું જોઈએ. કર્મ કરતાં રહો, તેનું ફળ ચોક્કસ મળે છે. દિવ્યાંગ હોવા છતાં હિમ્મત હાર્યા વગર હું મારી ફરજ બજાવી રહી છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણજગતનું ગૌરવ-સન્માન

દ્વારકા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની શ્રી કુરંગા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તન્વીબેન અરવિંદભાઈ કાસુન્દ્રા એ શિક્ષણક્ષેત્રના  ખુબ ટૂંકા સમયગાળામાં શિક્ષણક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. દ્વારકા તાલુકાના દરિયાકાંઠાના ગામ કુરંગામાં આધુનિક શાળા સાથે મુલ્ય લક્ષી ઉત્તમ શિક્ષણ બાળકો મેળવી રહ્યા છે. જેની નોંધ રાજ્યકક્ષા સુધી લેવાઈ રહી છે. શાળામાં પ્રવેશતા જ આંખો સામે દ્વારકાધીશનું મોરપીંછ દૃશ્યમાન થાય છે, જેમાં શાળાનુ સ્લોગન 'સા-વિદ્યા યા વિમુક્તયે' એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા.

શાળામાં અભ્યાસ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે પર વધુ ભાર મુકાઇ રહ્યો છે. શાળાના બાળકો રમતગમત, ગાયન, વાદન, લેખન, વક્તૃત્વ, ચિત્ર વગેરે ક્ષેત્રોમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

શાળાની સિદ્ધિઓ પણ અનેક છે,છેલ્લા વર્ષોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ચિત્ર પરીક્ષામાં ૧૨ બાળકો ઉત્તિર્ણ થયા હતા. વિજ્ઞાનમેળામાં જિલ્લા કક્ષા સુધી કૃતિ પસંદગી પામેલી હતી, જિલ્લા કક્ષાની તમામ ૧ થી ૧૨ ધોરણ સુધીની સરકારી- ખાનગી શાળાઓમાંથી પ્રથમ ક્રમાંકે શાળા સ્વચ્છતા પુરસ્કાર શાળાને પ્રાપ્ત થયો હતો, પુરસ્કાર માં મળેલી ધનરાશી માંથી બાળકના વિકાસ હેતુ ડમ્બલ્સ - લેઝીમ બાળકો માટે છે. ગુજરાત રાજ્યના ધોરણ ૮ થી ૧૨ ના કુલ ૨૦ વિધાર્થીઓ ફીટ ઈન્ડીયા ક્વિઝ માં ઉત્તિર્ણ થયા જેમાં કુરંગા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ધોરણ -૮ માંથી ઉત્તિર્ણ થયેલ હતી. આ સાથે જ ખેલમહાકુંભ માં વિવિધ વ્યક્ત ગિત એથલેટિક માં બાળકો સિદ્ધ મેળવી રહ્યા છે, સાથે જ ખેલ સાથે કલા મહાકુંભમાં પણ બાળકો પોતાની કલામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

શાળા સાથે જ શાળા આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા એ પણ અનેક વ્યક્તિગત એવોર્ડ મેળવેલાં છે. તેમજ એક શિક્ષક હોવા સાથે તેઓ એક સારા લેખક, કવિ, ગાયક, અને ચિત્રકાર પણ છે. બાળકો માટે વધારે સારું શું થઈ શકે તેવા સતત ચિંતન સાથે તેઓ બાળકો માટે બાળગીતો લખી , શિક્ષણને વધું રસપ્રદ બનાવી રહ્યા છે. "સમય હોય કે મુડી, બાળકોમાં રોકાણ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ બીજું કોઈ નથી. " તેમનું આ વાક્ય શિક્ષણ માટેના તેમના પ્રયાસો વિશે ઘણું સુચકાર્થ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અત્યારે તો ભારતમાં ઘણી બધી વીમા કંપનીઓ છે અને ઘણી પ્રચલીત પણ છે, પરંતુ આપણે એલઆઈસી તરીકે ઓળખીએ છીએ તે જીવન વીમા નિગમની સ્થાપના પહેલી સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે થઈ હતી. જેનું સૂત્ર 'જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' હતું.

ભારત સરકાર અંતર્ગત આ કંપનીનું હેડકવાર્ટર મુંબઈમાં છે જેની આઠ મુખ્ય શાખાઓ તથા ૧૦૧ વિભાગીય શાખાઓ હેઠળ દેશમાં બે હજારથી વધુ ઓફિસ છે.

ભારત સરકારે ૧૯ જૂન ૧૯૫૬ના દિવસે સંસદમાં ભારતીય જીવન વીમા નિગમ વિધેયક પસાર કર્યું જેના આધારે ૧ સપ્ટેમ્બર ૧૯૫૬થી ભારતીય જીવન વીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું હતું. ભારતીય જીવન વીમા નિગમની સહાયક કંપનીઓમાં આઈડીબીઆઈ બેંક, એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ, એલઆઈસી પેન્શન ફંડ લિ., એલઆઈસી ઈન્ટરનેશનલ, એલઆઈસી કાર્ડ સેવા, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ વગેરે છે.

જીવન વીમા નિગમમાં પ્રિમિયમ ભરવાથી વીમા રક્ષણનું કવચ મળે છે અને તેની ઘણી બધી પ્રચલિત યોજનાઓ છે. એવી જ રીતે દેશમાં અન્ય પણ ઘણી વીમા કંપનીઓ જીવન રક્ષા કવચને સાંકળીને જુદી જુદી યોજનાઓ જાહેર કરે છે. દેશની વિશ્વાસપાત્ર ગણાતી આ વીમા કંપની ભારત સરકારની માલિકીનું છે.

હકીકતે વર્ષ ૧૮૧૮માં કોલકાત્તામાં ઓરિયેન્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીની સ્થાપના થઈ હતી જેની સાથે ભારતમાં જીવન વીમા વ્યવસાયનું આગમન થયું હતું, જે અત્યારે ખૂબજ વિરાટકાય બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ભારતમાં પહેલી સપ્ટેમ્બરથી ૭મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવાય છે. દેશમાં કૂપોષિત બાળકોની સંખ્યાનું આંકલન કરીને તેઓને પોષણ આહાર પૂરો પાડવાની યોજનાઓ અંગે માર્ગદર્શનથી, જીવનશૈલીમાં સુધારણા, પોષણનું મહત્ત્વ અને પોષણયુક્ત આહારની જરૂર અંગે લોકોને જાગૃત કરવામાં આવે છે.

વર્ષ ૧૯૭૩માં અમેરિકન ડાયટેટિક એસોસિએશન જે અત્યારે પોષણ અને આહાર વિજ્ઞાન અકાદમી તરીકે ઓળખાય છે, તેના દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી શરૂ થઈ હતી. વર્ષ ૧૯૮૦માં તેનો વ્યાપ વધ્યો અને વર્ષ ૧૯૮૨માં ભારત સરકારે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કર્યાે.

આ વર્ષ (૨૦૨૪)માં ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી દરમિયાન વિશેષ લક્ષ્યો નક્કી થનાર હોવાની ચર્ચા ચાલી રહી છે. અલ્પ પોષણ, અતિપોષણ, સુક્ષ્મ પોષક તત્ત્વોની શરીરમાં કમી (ઘટ)ના કારણે ઉભી થતી કૂપોષણની સમસ્યા ઘેરી બની છે અને દેશમાં ૭૪ ટકા જેટલા લોકો જુદા જુદા કારણે પોષક આહાર લઈ શકતા નથી તેમાં બદલાવેલી જીવનશૈલી, કામનું ભારણ, ખાન-પાનની બદલતી આદતો અને આર્થિક સ્થિતિ પણ કારણભૂત ગણાય છે.

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન, આરોગ્ય તપાસણી પોષણનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન, ધાત્રી, પ્રસૂતા બહેનો, ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ યોજાય છે.

પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન ૬ વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે અને પોષણ આહારનું વિતરણ પણ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માત્ર અડધી સદી પૂર્વે જ સૌરાષ્ટ્રમાં આવતા હાલાર પ્રદેશમાં પોતાનું નવાનગર (જામનગર) રાજ્ય ઊભું કરનારા જામ રાવળના વંશના રાજવીઓની રાજસત્તા સૌરાષ્ટ્ર પ્રાંતમાં પડકારી ન શકાય તેવી બળવાન રાજસત્તા તરીકે ઉભરી આવી હતી. ત્રીજા રાજવી જામ સતાજી (પહેલા)ના શાસન કાળમાં આ રાજસત્તાએ જુદા જુદા યુદ્ધોમાં પરાક્રમો કરી ઝળહળતા વિજયો મેળવ્યા હતા. જેને કારણે જામનગરના આ રાજવી જામસતાજીને પશ્ચિમ ભારતના બાદશાહ તરીકે લોકોમાં ઓળખ ઊભી થઈ હતી. તેમની આ ઓળખ તે સમયે દિલ્હીના મોગલ બાદશાહ સમ્રાટ અકબર સુધી પહોંચી હતી. કારણ કે જામનગરના આ રાજવીની સેનાએ બબ્બે વખત બાદશાહ અકબરના ગુજરાતમાં નિમેલા સુબાના લશ્કરને પરાજ્ય આપેલ હતાં. આ ઉપરાંત અકબરના દુશ્મન એવા પદ્ભ્રષ્ટ સુબા મુઝફફર શાહને જામ સતાજીએ રાજ્યાશ્રય આપ્યો હતો.

આવા બધા જ કારણો જામ સતાજી અને સમ્રાટ અકબર વચ્ચે દુશ્મની અને યુદ્ધ સર્જાવા માટે પૂરતા હતા. તેથી તે સમયે દિલ્હીના આ સમ્રાટના આદેશથી એક વિશાળ શાહી સેના તેના વિશ્વાસુ સુબા મીરઝા આઝમ કોકલતાશના નેતૃત્વ હેઠળ જામનગર ઉપર ચઢાઈ કરવા મોકલી જેમાં ગુજરાતના સુબાનું લશ્કર પણ ભળતા એકઅપાર સેનાએ જામ સતાજી ઉપર ચઢાઈ કરી.

જામનગરના રાજવી જામસતાજી તરફથી પણ આ વિશાળ સેનાનો સજ્જડ મુકાબલો કરી શકે તેવું વિશાળ લશ્કર જામનગરમાં ઊભું કરાયું. જેમાં સેનાપતિ જેશાવજીરના નેતૃત્વ હેઠળ પાટવી કુંવર જામ અજાજી તોગાજી ડાયાજી, લડાયક મેરામણજી ડુંગરાણી, ભાણજી દલ, પરબતજી વરસોડા, ગોપાલ બારોટ, પીંગળસી આહિર વિગેરે અનેક વીરપુરૂષો તથા બીજી લડાયક પ્રજાના વીરપુરૂષો, નાગા બાવાઓની એક જમાત વિગેરે અંદાજે એક લાખ જેટલું સૈન્ય ઊભું કરી દીધેલ હતું. જામસતાજીની આ બહાદુર સેના દ્વારા શાહી મોગલ સેનાને ધ્રોલ નજીક ભુચરમોરીના અફાટ મેદાનમાં જ રોકી દેવામાં આવી હતી.

અહિં જ સામસામા મોરચા મંડાયા અને ભિષણ સંગ્રામ બન્ને સેના વચ્ચે શરૂ થઈ ગયો. જેમાં બંન્ને પક્ષના દરરોજ સેંકડો યોદ્ધાઓ તેમજ તેમના હાથી, ઘોડા, ઊંટ વિગેરે પશુઓની કતલો થઈ જતી હતી. આવો રકતપાત બેથી અઢી મહિના સુધી ચાલુ રહ્યો હતો.

શ્રાવણ માસના અનરાધાર વરસાદ વચ્ચે લડાતા આ મહાયુદ્ધમાં શાહી સેનાનો પુરવઠો કે મદદ પણ મળી શકતી ન હોવાથી જામ સતાજી સામે સુબાને યુદ્ધમાં ટકી રહેવું પણ શકય ન બનતાં શાહીસુબા અજીજ કોકતલાશને જામસતાજી સામે શરણાગતી સ્વીકારવી પડી. જામનગરના રાજવી જામ સતાજીનો આ ભુચરમોરી મહાયુદ્ધમાં પણ જવલંત વિજય થયો હતો.

પરંતુ આ વિજય જામ સતાજીના લશ્કરમાં સાથ આપતા ખરેડીના રાજવી લોમા ખુમાણ તથા જુનાગઢના નવાબને પસંદ નહીં આવતા તેમણે કાવત્રા તથા વિશ્વાસઘાત કરી આ મહાયુદ્ધમાં વિજયની જગ્યાએ જામ સતાજીનો ઘોર પરાજય કરાવી દીધો. જેના વિનાશમાં જામનગરના લશ્કરના બધા જ આગેવાન વીરપુરૂષો તથા પાટવી કુંવર જામ અજીજ પણ વિરગતિ પામ્યા. સામા પક્ષે મુખ્ય સુબા મીરઝા અજીજ કોકતલાશનો પણ વધ થઈ ગયેલ. અજીજ કુંવરના રાણી સૂરજ કુંવરબા પોતાના બંન્ને કુંવરોને દાદાના હાથમાં સોંપીને ભુચરમોરીમાં આવીને પોતાના પતિ પાછળ સતી થયા હતાં.

આમ ભુચર મોરીનો આ ભિષણ સંગ્રામ વિ.સં. ૧૬૪૮ ના શ્રાવણ  વદ સાતમને બુધવારના પૂરો થયો હતો.

આજે પણ ધ્રોલ પાસે આવેલું ભુચરમોરી મેદાનની માટી લોહી જેવો લાલ રંગ (રકતવર્ણી) ધરાવતી માટી જોવા મળે છે. જે અહીં થયેલા ભયંકર રકતપાતની સાક્ષી પૂરે છે. જામનગરના રાજવી પરિવાર તરફથી અહિં બધાયેલા યુદ્ધ સ્મારકમાં વીરપુરૂષોના પાળીયાઓ તથા આ મહાયુદ્ધનો ચિતાર રજુ કરે તો પ્રાચીન શિલાલેખ પણ અહીં મોજુદ જોવા મળે છે. ભુચર મોરી મહાયુદ્ધ એ આપણા જામનગરના ઈતિહાસની ગૌરવ ગાથા છે. જે ઈતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ સમાન છે.

ભૂપતસિંહ ચૌહાણ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આ વર્ષે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના દિવસો વિશેષ છે,  કારણ કે શ્રાવણના સોમવારે આવે છે. આ વર્ષે ગુજરાતમાં ઉજવાતા શ્રાવણ  મહિનામાં પાંચ સોમવાર છે, અને છેલ્લો સોમવાર સોમવતી અમાસ છે.  શુક્રવારથી જ સાતમ-આઠમના પર્વનો પ્રારંભ થયો છે અને નાગપાંચમી,  રાંધણછઠ્ઠ, શિતળા સાતમ, જન્માષ્ટમી અને પારણાનોમના તહેવારો ચાલી  રહ્યા છે. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણના પરપ૧નો જન્મદિવસ હોવાથી તેની  વિશેષ રીતે ઉજવણી ઘણી જગ્યાએ થઈ રહી છે.

યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે હજારો ભકતો ઉમટી પડ્તા હોય છે. આ  વખતે તો બેટ-દ્વારકામાં પણ સુદર્શન સેતુનો લાભ લઈને જન્માષ્ટમી પર્વે  ભકતોને પ્રવાહ અનેક ગણો વધવાની સંભાવના છે, ત્યારે તે મુજબની  તૈયારીઓ, વ્યવસ્થાઓ તથા બંદોબસ્ત પણ થવા લાગ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી અને શિવજીના સોમવારનો સંગમ થયો  હોવાથી દ્વાદશ જયોતિલિંગમાં મનાતા નાગેશ્વર ઉપરાંત હવે બેટ દ્વારકાના  વિખ્યાત શિવમંદિરે પણ ભકતોનો પ્રવાહ ઉમટશે, તો દ્વારકાના દરિયાની  વચ્ચે આવેલા ભડકેશ્વર તથા યાત્રાધામ સોમનાથમાં પણ ભકતોનો પ્રવાહ  ઉમટશે. યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ થઈ રહી છે. વરસાદની  આગાહીઓ વચ્ચે જન્માષ્ટમી પર્વ ઉજવાઈ રહ્યું હોવાથી ત્રિવેણી સંગમ  રચાયો છે. સૌ કોઈને જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ... જયશ્રી કૃષ્ણ... જય  દ્વારકાધીશ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યુક્રેન-રશિયા યુદ્ધને બે વર્ષથી વધુ યુદ્ધ વચ્ચે તા. ર૪ ઓગસ્ટે યુક્રેનનો  સ્વાતંત્ર્ય દિન મનાવાઈ રહ્યો છે. જો કે, કીવમાં રશિયાના હૂમલાના ભયથી  આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે કોઈ સમારોહ યોજાશે નહીં, તેવું  પહેલાથી જાહેર થયું હતું, ર૪ ઓગષ્ટ-૧૯૯૧ ના યુક્રેન સોવિયેત સંઘમાંથી  છૂટો પડીને સ્વતંત્ર દેશ બન્યો હતો. યુક્રેનનું આ વખતેનું સ્વાતંત્ર્ય પર્વ માત્ર  કાગળ પર ત્યાંની સરકાર મનાવી રહી છે, કારણ કે યુ-ક્રેન-રશિયા જંગમાં  યુક્રેનના સેંકડો જવાનો માર્યા ગયા છે તો અડધાથી વધુ વસ્તી પલાયન કરી  ચૂકી છે. ગયા વર્ષે પણ ભયના ઓથાર નીચે સ્વાતંત્ર્ય પર્વે સૈન્ય પરેડ યોજાઈ  નહોતી અને રાષ્ટ્રપતિ ઝેલન્સ્કીએ રાષ્ટ્રને સંબોધન પણ કર્યું હતું. આ વખતે  તેના કરતા પણ વધુ બિહામણી સ્થિતિમાં યુક્રેનનું સ્વાતંત્ર્ય પર્વ સુમસામ  જણાય છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પછી વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી  છે, તો બીજી તરફ યુક્રેનને યુદ્ધમાં મદદ કરતું અમેરિકા અને યુરોપીયન  દેશોની પણ આ મુલાકાત પર નજર હતી. યુક્રેન-રશિયાનું આ યુદ્ધ ખતમ  થાય અને શાંતિ સ્થપાય, તે દિશામાં સકારાત્મક પ્રગતિ ઈચ્છનીય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજે તા. ૧૦-ઓગસ્ટઃ વિશ્વ સિંહ દિવસ

ગીર એ વિશ્વભરમાં એશિયાઈ સિંહોના અંતિમ નિવાસ તરીકે જાણીતું છે. હાલ આફ્રિકા અને આપણું ગીર એમ બે જ જગ્યાએ સિંહોનો મુક્ત વસાવટ છે. ગીર માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે, વર્ષોની નોંધપાત્ર મહેનત અને પ્રયત્નો પછી આજે સિંહોની વસ્તી ૬૭૪ જેટલી થઈ ચૂકી છે. ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહો વિશે કેટલીક વાતો જાણીએ.

ગીર અને ગીરની બહાર રહેતા સિંહો (બૃહદ ગીર) ની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. સામાન્ય રીતે એક સિંહને તેના શાસન માટે ૪૦ કિ.મી. જેટલો વિસ્તાર જોઈએ, જે ગીરમાં ટૂંકો પડતા અનેક સિંહો ગીરની આજુબાજુમાં જિલ્લામાં વસવાટ કરી રહ્યાં છે. ગીરમાં આવેલ સિંહોની ત્રણ પ્રજાતિ છે. જે વેલર, ગધિયો અને કેસરી તરીકે ઓળખાય છે. પણ તેને સિંહના અનુભવી નિષ્ણાત જ પારખી શકે છે. બિલ્લી કુળનું આ પ્રાણી વજનદાર હોવા છતાં એક રામાં ૪૦ થી પ૦ માઈલ જેટલું અંતર કાપી શકે છે. સિંહ પ્રતિભાવંત અને ખુમારીવાળું પ્રાણી છે. જેનો વિશ્વાસ પણ થઈ શકે અને તે પણ અન્યનો વિશ્વાસ કરે છે. નર સિંહનું વજન ૧૮૦ થી ર૦૦ કિલો અને માદા સિંહણનું ૧૬૦ થી ૧૭૦ કિલો હોય છે. આયુષ્ય ૧પ થી ર૦ વર્ષ ગણાય છે. પુખ્ત સિંહને એક દિવસમં ૩૦ થી ૩પ કિલો ખોરાક જોઈએ છે. સિંહના સામ્રાજ્યમાં સિંહણનો અલગ પેટા વિસ્તાર હોય છે. બન્નેના ગ્રુપ (પ્રાઈડ) અલગ હોય છે. સિંહ ગરમી અને તડકાથી દૂર રહે છે. ગરમીના સમયે આખો દિવસ કરમદાના ઢુંઆમાં અથવા પાણી નજીક આરામ કરે છે અને રાત્રે જ બહાર વિચરે છે. ચોમાસામાં મચ્છરના ત્રાસથી ખૂલ્લા વિસ્તાર અથવા રોડ પર આવી જાય છે.

શાંત વાતાવરણમાં તેની ત્રાડ કે ડણક ત્રણ કિ.મી. સુધી સંભાળય છે. નર અને માદાની ડણકમાં ફેર હોય છે. એકબીજાને બોલાવવાની તેમની ભાષા અહીંના સ્થાનિકો જાણે છે. સામાન્ય રીતે શિકારને ચારે તરફથી ઘેરવાની પ્રયુક્તિથી સપડાવે છે. શિકાર મોટે ભાગે સિંહણ જ કરે પણ ખાવાની શરૃઆત સિંહ કરે છે.

સિંહ હંમેશાં પરિવાર અથવા જોડીમાં જ રહે છે. સાવ એકલવાયો સિંહ ભાગ્યે જ જોવા મળે. ભારતીય સિંહ અને આફ્રિકન સિંહ વચ્ચે થોડો ફેર છે. આફ્રિકન પાસે ગીરનો સિંહ થોડો કદથી નાનો લાગે. આફ્રિકનની કેશવાળી મોટી ભરાવદાર હોય છે. જ્યારે ગીરના સિંહની થોડી નાની હોય છે. ગીરના સિંહના પેટ નીચે ઝાલર જેવો પટ્ટો હોય છે, જે આફ્રિકનને હોતો નથી. સિંહનો સોનેરી ભૂખરો કેસરી રંગ તેને શિકાર કરતી વખતે ગીરના રાતડા ઘાસ જેવો રંગ હોવાથી છુપાઈ જવા માટે સારો રહે છે.

ગીરમાં રહેતા માલધારીઓ તથા જંગલખાતાના કર્મચારીઓ સિંહોને નામથી ઓળખે છે. જેમાં અકબર, સુલતાન, જય, વિજય, ધરમ, વીર, ઉભળો, ભિલિયો, ટીલિયો, જાંબો, રાજમાતા ખૂબ પ્રખ્યાત હતાં. તેમણે ક્યારેય માનવી પર હુમલો કર્યો ન હતો. બળદ ગાડું લઈને જતા ખેડૂત કે બળદ પર ક્યારેય હુમલો કરતા નથી. ગીરમાં માનવી અને સિંહો સદીઓથી પરસ્પરના સહકારથી જીવન જીવે છે, અને એ જ ગીરની આ બન્નેની સાચી ઓળખ બતાવે છે.

આલેખનઃ પારસ મકીમ, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓગસ્ટ મહિનો આઝાદ ભારતની બે સદી જેટલી સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદી પછીના ૭૫ વર્ષના ઈતિહાસને સાંકળતો ઐતિહાસિક મહિનો અથવા ઈન્ડિયન હિસ્ટ્રી મેમરી મન્થ...

ઓગસ્ટ મહિનાની વિશેષતા એ છે કે, તેના પ્રારંભે જ વૈશ્વિકકક્ષાએ હેલ્થ અને વિમેન-ચિલ્ડ્રનને સાંકળતા વિશ્વ સ્તનપાન દિવસ, ફેફસાના કેન્સર સાથે જાગૃતિનો દિવસ અને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ જેવી ઉજવણીઓ પણ પહેલી ઓગસ્ટે થાય છે. બીજી ઓગસ્ટ આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઈનર પિંગલી વૈકેયા સાથે સંકળાયેલી છે તો ચાર ઓગસ્ટે રાષ્ટ્રીય અસ્થિ અને સાંધાને લગતી જાગૃતિ ફેલાવવા માટે નિર્ધારિત કરાયેલો છે. બીજી ઓગસ્ટે જ દાદરાનગર હવેલીનો મુક્તિ દિવસ ઉજવાય છે.

અમેરિકાએ અણુબોમ્બનો પ્રયોગ કરીને હિરોશીમા અને નાગાશાકિ ધ્વસ્ત કર્યું હતું. તે વસમી યાદો ૬ઠ્ઠી અને ૯ ઓગસ્ટે તાજી થાય છે. ૭ ઓગસ્ટને જવેલિન થ્રો ડે અથવા ભાલા ફેંંક દિવસ તરીકે મનાવાય છે. ભારતે ગત ઓલમ્પિકમાં પણ જેવલિન થ્રોમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો.

નવ ઓગસ્ટે જ ભારતમાં ઓગસ્ટ ક્રાંતિ દિવસ મનાવાય છે. તો સિંગાપુરનો સ્વાતંત્ર્ય દિન છે અને વિશ્વ આદિવાસી દિવસ અને સ્વદેશી લોકોનો ઈન્ટરનેશનલ ડે હોય છે. દર વર્ષે ૧૦ ઓગસ્ટે બાયોફ્યુઅલ ડે, ઈન્ટરનેશનલ લાયન ડે મનાવાય છે. ૧૧ ઓગસ્ટે વિશ્વ સ્ટીલપેન દિવસ, ૧૨ ઓગસ્ટે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ, ૧૩એ વિશ્વ સંગદાન દિવસ, ૧૪ના પાકિસ્તાનમાં સ્વાતંત્ર્ય દિવસ પછી ૧૫ ઓગસ્ટે આપણા દેશનો ગરિમામય સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય છે. જ્યારે બાંગ્લાદેશમાં ૧૫ ઓગસ્ટે રાષ્ટ્રીય શોક દિવસ મનાવાતો રહ્યો છે. ૧૯ ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવીય દિવસ, ૧૯ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ, ૨૦ ઓગસ્ટે અક્ષય ઉર્જા દિવસ અને સદ્ભાવના દિવસ, વિશ્વ મચ્છર દિવસ, ૨૧મીએ વિશ્વ સિનિયર સિટીઝન ડે, ૨૧મીએ જ આતંકવાદ પીડિત સ્મૃતિઓ તથા શ્રદ્ધાંજલિ દિવસ, ૨૨ ઓગસ્ટે ધર્મ-મત આધારિત પીડિતોની સ્મૃતિમાં ઈન્ટરનેશનલ ડે, ૨૩ ઓગસ્ટે ગૂલામી પ્રથા નાબૂદી દિવસ, ઈન્ટરનેટ દિવસ, રાષ્ટ્રીય આંતરિક દિવસ, ૨૬ ના મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસા જયંતી, વિશ્વ શ્વાન દિવસ (ડોગ-ડે), ૩૦ ના પરમાણુ પરીક્ષણ વિરોધી દિવસ, વ્હેલ શાર્ક દિવસ, શ્રાવણી પૂનમે વિશ્વ સંસ્કૃત દિવસ, ૩૧મી આફ્રિકી મૂળના લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે.

આ ઉપરાંત પણ ઘણાં લોકલ, નેશનલ અને ઈન્ટરનેશનલ દિવસોની ઉજવણી નગરથી નેશની અને ઈન્ટરનેશનલ કક્ષા સુધી થતી હોય છે. આ તો મુખ્ય મુખ્ય મહત્વપૂર્ણ દિવસોની જ ઝાંખી કરી રહ્યા છીએ.

આપણાં દેશ માટે ગરિમામય ઉજવણીઓ

આપણો દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૫૭ના દિવસ આઝાદ થયો, તેને ૭૫ વર્ષ થયા હોવાથી આ વખતે સ્વાતંત્ર્ય દિન ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. આખો ઓગસ્ટ મહિનો આઝાદ ભારત માટે ગૌરવશાળી સ્મૃતિઓ અને ઈતિહાસને સાચવી રહ્યો હોય તેવા વિશેષ દિવસો ધરાવે છે, જેવું વિડંગાવલોકના કરીએ.

દાદરાનગર હવેલી મુક્તિદિન

દાદરાનગર હવેલી પર પોર્ટુગલ શાસન હતું. મહત્તમ ટ્રાયબલ વસ્તી ધરાવતો આ પ્રદેશ ભારત આઝાદ થયા પછી વર્ષ ૧૯૫૪ની ૨૯મી જુલાઈના પોર્ટુગીઝોની પકડમાંથી છૂટ્યો અને વર્ષ ૧૯૬૧ સુધી દાદરાનગર હવેલી વરિષ્ઠ પંચાયત હેઠળ સ્વતંત્ર રહ્યો અને બીજી ઓગસ્ટે સ્વતંત્ર ભારતમાં વિલીન થયો જેનો લાંબો ઈતિહાસ છે.

ઓગસ્ટ ક્રાંતિ

નો પડકાર કરીને લોકોને ગાંધીજીએ અંગ્રેજોને વર્ષ ૧૯૪૨માં ક્વિટ ઈન્ડિયા, કરો યા મરોનો નારો આપ્યો હતો જેને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ આપવામાં આ દિવસે અંગ્રેજોએ કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા જાહેર કરી હતી. તે ૯મી ઓગસ્ટ હતી. જેને ક્રાંતિ દિવસ તરીકે મનાવાય છે.

પાંચ ઓગસ્ટ

પાંચ ઓગસ્ટ ૨૦૨૧માં ભારતની હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્યપદ જીત્યો હતો, તો ભારતના જમ્મુ-કાશ્મીરમાંથી વર્ષ ૨૦૧૯માં પાંચ ઓગસ્ટે કલમ ૩૭૦ હટાવાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૦માં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર રામમંદિર માટે ભૂમિપૂજન કરાયું હતું.

ગાગરમાં સાગર

ઓગસ્ટ મહિનો આપણાં દેશમાં ઘણો જ મહત્ત્વપૂર્ણ છે, જે પૈકી આ માત્ર થોડા દૃષ્ટાંતો જ સંક્ષિપ્તમાં રજૂ થઈ શક્યા જે ગાગરમાં સાગર સમાન છે. જય હિન્દ, ભારત માતા કી જય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વોટ્સએપમાં ફરતી ફરતી શ્રાવણના વધામણા જેવી આ કવિતા જાણે શ્રાવણ માસમાં શિવના પ્રસાદરૂપે મળી... શિવ એટલે ? વિનાશના દેવ... કલાના દેવ... પ્રેમના દેવ... દેવોના દેવ... શિવ એ સનાતન છે, શિવ પરમ તેજ છે.. જેનો ન આરંભ છે, ન અંત. શિવનેે કાળો રંગ અપાયો, શિવને વિષ અપાયું.. પણ તેમણે દરેકનો સ્વીકાર કર્યો કહેવાય છે કે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, પણ શિવને એવું નથી. તે વધારે વિશાળ અને ગહન છે,તેને પૂજનારા કે ન પૂજનારા દરેક શિવને પામે જ છે... જેનું કોઈ નથી તેના શિવ છે... ભોલેનાથ છે જ...

શ્રાવણ માસના પહેલા સોમવારે કથા સોમનાથ મહાદેવની..હિન્દુ માન્યતા મુજબ ભગવાન શિવ જયાં જયાં સ્વયં જયોતિ સ્વરૂપે પ્રગટ થયા છે એ ૧ર જગ્યાને જયોતિલિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે. જેમાં સૌપ્રથમ સ્થાને સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ બિરાજમાન છે. સોમનાથ મંદિર ભારતનું એક સૌથી આદરણીય અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. સોમનાથ શબ્દનો અર્થ થાય છે ચંદ્ર ભગવાનના ભગવાન.. જે ભગવાન શિવનો ઉલ્લેખ છે, કારણ કે શિવજી તેમના માથા પર ચંદ્રને ધારણ કરે છે.

સોમનાથ મંદિરની પૌરાણિક કથા એવી છે કે પ્રજાપતિ દક્ષને ર૭ કન્યાઓ હતી. જેમના વિવાહ અત્રિ અને અનસૂયાના પુત્ર સોમ (ચંદ્ર) સાથે થયા હતા. ર૭ કન્યાઓમાં રોહિણી સુંદર અને ગુણવાન હતી. આથી ચંદ્રને વધુ પ્રિય હતી. જેના કારણે અન્ય પત્નીઓએ નારાજ થઈને પિતા દક્ષને પતિ દ્વારા થતાં પક્ષપાતની ફરિયાદ કરી દક્ષે સૌપ્રથમ ચંદ્રને દરેક પત્ની સાથે સમાન વર્તન કરવા સમજાવ્યા. પણ પરિણામ શૂન્ય આવતા, પ્રજાપતિ દક્ષે ક્રોધે ભરાઈને ચંદ્રને ક્ષય રોગ થવાનો શ્રાપ આપ્યો જેના કારણે ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યા. જેના  નિવારણ માટે બ્રહ્માજીએ ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું. આથી પ્રભાસ ક્ષેત્રમાં ચંદ્ર અને રોહિણી દ્વારા મંદિરની સ્થાપના કરી ભગવાન શિવની તપસ્યા કરવામાં આવી. તેમના આ તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવના અનુગ્રહથી પ્રજાપતિ દક્ષ દ્વારા ચંદ્રને અપાયેલા શ્રાપમાંથી આંશિક છુટકારો થયો. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન શિવની કૃપાથી ચંદ્ર ૧પ દિવસ વધે છે અને ૧પ દિવસ ઘટે છે. ત્યારબાદ આ જયોતિમાં લિંગ સોમનાથના નામથી પ્રસિદ્ધ થયું. સોમનાથ મંદિર ચંદ્રએ સોનાનું બનાવ્યું, રાવણે ચાંદીનું બનાવ્યું, શ્રીકૃષ્ણએ સુખડનું બનાવ્યું અને નાગભટ્ટ પ્રથમે પથ્થરનું બનાવ્યું, ઈતિહાસિક ઘટનાઓના આધારે કહી શકાય કે સોમનાથ મંદિર આશરે ૧૭ વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. મંદિરનું વારંવાર પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. અનેક મુસ્લિમ આક્રમણકારો અને શાસકો દ્વારા વારંવાર વિનાશ બાદ પુનઃ નિર્માણ કરાયું છે. ખાસ કરીને ૧૧ મી સદીમાં મહમુદ ગઝનીના હુમલાથી શરૂ થયું હતું.

મંદિર સૌપ્રથમ વખત કયારે બન્યું એ બાબતે કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતા નથી. પરંતુ ઈ.સ. ૧૯૪૭ માં ભારત આઝાદ થયા બાદ ૧ર નવેમ્બર ૧૯૪૭ ના ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની મુલાકાત લીધી. મંદિરની જીર્ણશીર્ણ દશા જોઈએ સરદાર પટેલે હાથમાં સમુદ્રનું પાણી લઈને મંદિરના નવનિર્માણની પ્રતિજ્ઞા લીધી. મંદિરની પુનઃ રચનાનું મૂર્ત સ્વરૂપ આપવાની સંપૂર્ણ જવાબદારી સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને સોંપી, આ સાથે ગાંધીજીની સલાહથી સોમનાથ ટ્રસ્ટની પણ સ્થાપના કરવામાં આવી, સરદાર પટેલના સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સ્વપ્નના સાક્ષી કનૈયાલાલ મુનશીે સાચું જ કહ્યું છે કે, જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણને પુનઃ નિર્માણ થયેલું સોમનાથ મંદિર મળ્યું ન હોત. મંદિરના પુનઃ નિર્માણના પ્રણેતા સરદાર પટેલની સ્મૃતિમાં તેમના પ્રતિક સમાન કાંસ્ય પ્રતિમા આજે પણ ત્યાં સ્થાપિત છે. હાલમાં ટ્રસ્ટના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે. મંદિર કેમ્પસના એક ટાવર પર સંસ્કૃતમાં લખેલા શિલાલેખ મુજબ, દક્ષિણ દિશામાં ટાવરથી સીધા માર્ગને અનુલક્ષીને કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રૃવ સુધી જઈ શકાય છે. સોમનાથમાં કપિલા, હિરણ અને સરસ્વતી નામની ત્રણ નદીઓના સંગમને કારણે હંમેશાં તીર્થસ્થળ રહ્યું છે.

દાયકાઓ પછી આવો સુયોગ આવ્યો છે કે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થશે અને સમાપન પણ સોમવારથી થશે. આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે આથી આ વર્ષે મહાદેવની ભક્તિનું વિશેષ મહત્ત્વ રહેશે. આ શ્રાવણ માસમાં ભગવાનને એટલી જ પ્રાર્થના કે તમે અમારું માર્ગદર્શન કરો, નિત્ય સ્મરણમાં અમારી રૂચિ વધે તેવી બુદ્ધિ આપો. અમારી અશાંત સ્થિતિને શાંતિ આપો... શિવજીના ચરણોમાં નત મસ્તક વંદન...

તે શિવ છે...

તે જ આરંભ છે, તે જ અંત છે...

આરંભ અને અંત વચ્ચે જે જ્ઞાન છે...

 તે શિવ છે....

તે નૃત્યમાં શૃંગાર છે...

તે વીણાના તાર છે...

તે પ્રેમનો રાગ છે...

તે સતિનો ઉપહાર છે...

તે શિવ છે..

તે કૈલાસનો બરફ છે...

તે તાંડવનો આતંક છે...

તે ગંગાનો પ્રવાહ છે...

તે નીલકંઠ છે...

તે શિવ છે...

તે દરેક શ્વાસમાં છે...

તે દરેક ચેતનામાં છે...

સર્જન અને વિસર્જન જેના હાથમાં છે...

તે શિવ છે..

દિપા સોની, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ભારતમાં ૭ ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવાય છે, જેને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૦પ માં સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન ૭ ઓગસ્ટે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં, તેની સ્મૃતિમાં વર્ષ ર૦૧પ માં ભારત સરકારે આ ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

આ ઉજવણીનો ઉદ્દેશ્ય દેશમાં હેન્ડલૂમનું મહત્ત્વ સમજાવીને તેના દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કારીગરોના લાભાર્થે વિવિધ પ્રવૃત્તિઓ કરવા અને આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે હેન્ડલૂમને પ્રોત્સાહિત કરવાનો છે. હાથસાળના માધ્યમથી સ્વદેશીની ભાવનાને પુનઃ જાગૃત કરીને પરંપરાગત કલા અને સંસ્કૃતિની સાથે સાથે રોજગાર વૃદ્ધિનો ઉદ્દેશ્ય પણ આ ઉજવણી સાથે રહેલો છે.

હાથસાળ ઉદ્યોગ દ્વારા તૈયાર થતાં ઉત્પાદનો મશીન દ્વારા ઉત્પાદિત કરાતા ઉત્પાદનો કરતા વધું આકર્ષક અને સુંદર એટલા માટે હોય છે કે તેમાં આપણાં પરંપરાગત કારીગરોના કૌશલ્ય અને પરિશ્રમનું સિંચન થયેલું હોય છે.

જો કે, અદ્યતન ટેકનોલોજી અને આધુનિક યંત્રોના યુગમાં હાથસાળ ઉદ્યોગને ચલાવવા અઘરા પડી રહ્યા છે અને કૌશલ્ય ધરાવતા કારીગરો-વણકરો વગેરેની રોજગારીનો પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે, પરંતુ કેટલીક રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારે આ ક્ષેત્રે કેટલીક યોજનાઓ પણ જાહેર કરી છે અને તેને પ્રોત્સાહિત કરવાના વિષયોને પણ આ ઉજવણીમાં સામેલ રાખવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૭ ઓગસ્ટે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ એટલે કે નેશનલ જેવલિન થ્રો ડે ઉજવવામાં આવે છે. અત્યારે ઓલિમ્પિકની સ્પર્ધાઓ ચાલી રહી છે અને તેમાં આ એ સ્પર્ધા છે, જેમાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ટોક્યોમાં ઓલિમ્પિક સ્પર્ધાઓ દરમિયાન નિરજ ચોપડાએ આ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

૭ ઓગસ્ટ-ર૦ર૧ ના દિવસે ફાયનલમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ટોક્યોમાં ૮૭.પ૮ મીટરના અંતરે ભાલો ફેંકીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, જેથી ઈતિહાસ રચાયો હતો, કારણ કે ભારતે ઓલિમ્પિકમાં આ બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે પહેલા ર૦૦૮ માં અભિનવ બિન્દ્રાએ બેઈજીંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એ.એફ.આઈ.ના અધ્યક્ષ આદિલ જે. સુમારીવાલાએ ૭ મી ઓગસ્ટે આ ઉજવણી માટે ભલામણ કરી હતી. સુવર્ણ પદક મેળવ્યા પછી પણ નિરજ ચોપડાએ જુલાઈ ર૦રર માં ૮૮.૧૩ મીટરના અંતરે ભાલો ફેંકીને વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં રજતપદક જીત્યો હતો. તે પછી જ્યુરિખમાં નિરજ ચોપડાએ ડાયમંડ લીગ ફાયનલમાં ૮૯.૦૯ ના અંતરે થ્રો ફેંકીને જીત મેળવી હતી.

એ પહેલા અભિનવ બિન્દ્રાએ રાયફલ શૂટિંગમાં વર્ષ ર૦૦૮ માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, અને નિરજ ચોપડાએ વર્ષ ર૦ર૧ માં બીજો ગોલ્ડ મેડલ ભાલાફેંકમાં મેળવ્યો હતો, જો કે ભારતીય હોકી ટીમે આઝાદી પહેલા પુરુષ હોકીમાં ઘણાં બધા મેડલ્સ મેળવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને મિસાઈલમેન તરીકે ઓળખાતા ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ દર વર્ષે તા. ર૬ જુલાઈના મનાવાય છે. તેઓ ભારતના ૧ર મા રાષ્ટ્રપતિ બન્યા હતાં. તેઓનો જન્મ ૧પ મી ઓક્ટોબર ૧૯૩૧ ના દિવસે રામેશ્વરમ્માં થયો હતો. તેઓનું પૂરૃં નામ ડો. અબુલ પાકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ હતું, અને તેઓ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ તરીકે પ્રચલિત થયા હતાં.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામે વર્ષ ૧૯૬ર માં ઈસરોમાં જોડાયા પછી ભારતે પ્રથમ ઉપગ્રહ છોડ્યો હતો, જે સ્વદેશી હતો. ભારતે વર્ષ ૧૯૯૮ માં કરેલા પરમાણુ પરીક્ષણ પછી તેઓ મિસાઈલ મેન તરીકે પ્રચલિત થયા હતાં. તેઓ વર્ષ ર૦૦ર થી ર૦૦૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા હતાં. તેઓ તા. ર૭ જુલાઈ ર૦૧પ ના દિવસે શિલોંગના આઈઆઈએમમાં વ્યાખ્યાન આપતા ઢળી પડ્યા હતાં અને તેઓનું નિધન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ર૬ જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસ એટલા માટે મનાવાય છે કે આપણા બહાદુર જવાનોને પાકિસ્તાનના તત્કાલિન સરકારને સબક શીખવ્યો હતો અને પાકિસ્તાની પીઠુઓએ આપણાં દેશમાં ઘૂસીને દગાબાજીથી કબજામાં લીધેલી તમામ જમીન પાછી મેળવી હતી. આ દિવસે ભારતીય સેનાના શૌર્ય, બહાદુરી અને પરાક્રમને બીરદાવવામાં આવે છે.

કારગીલના યુદ્ધ વિષે ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. વર્ષ ૧૯૯૯ ની ર૬ મી જુલાઈના આપણી સેનાએ મેળવેલા ભવ્ય્ વિજયને રપ વર્ષ થયા છે. પાક.ની સેનાએ જમ્મુ અને કારગીલમાં ઘૂસણખોરી કરીને જે જમીન પર કબજો જમાવ્યો હતો, તેને તો પરત મેળવી જ લીધી હતી, પરંતુ પાકિસ્તાનની સેનાને ધોળા દિવસે તારા દેખાડી દેવાયા હતાં અને તેની ઓકાત કેટલી છે, તે પૂરવાર કરી દીધું હતું. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા તમામ બહાદુર જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલિ અને જેટલા જવાનોએ તેમાં યુદ્ધ લડ્યું હતું તે તમામને કોટિ કોટિ સલામ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સામાન્ય રીતે ૧૪ વર્ષ સુધીના બાળકોમાં દેખાતા

જામનગર તા. ર૬: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રોગના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે અગમચેતી એ જ સલામતી છે. આ વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો ૧૯૬૫ માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ચંદીપુરા વાયરસ-વેસીક્યુલોવાયરસ-રર્હેબડો વાયરીડીયએ કુળનો છે. આકારમાં બંધુકની બુલેટ જેવો છે. ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે.કેટલીક બાબતોની તકેદારી રાખીને બાળકો તેમજ પરિવારના સભ્યોને સલામત રાખી શકાય છે. ચાંદીપુરા એક વાયરસ છે જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતની માખી) દ્વારા પ્રસરે છે. સેન્ડ ફ્લાય મ ુખ્યત્વે કાચા મકાનોની દિવાલની તિરાડોમાં, મકાનના રેતી કે માટીના બનેલા ભાગોમાં રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગાર લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડોમાં તેમજ દિવાલમાં રહેલા છિદ્રોમાં આ રેતની માખી રહે છે. આ સેન્ડ ફ્લાય ચાંદીપુરા અને કાલા અઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં જોવા મળે છે.

સેન્ડ ફ્લાયની ઉત્પતિ

સેન્ડ ફ્લાય તેની ઉત્પતિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને પુખ્ત માખી બને છે.  આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે, જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં ગાર લીપણવાળા દિવાલોની તીરાડો તેમજ છિદ્રોમાં રહે છે.      

ચાંદીપુરા રોગનાં લક્ષણો

ભારે તાવ આવવો, માખું દુઃખવું, ઉલટી થવી, ઝાડા થવા, અર્ભભાન થવું, ખેંચ આવવી,  બેભાન થવું.

ચાંદીપુરા રોગથી બચવાના ઉપાયો

સેન્ડ ફ્લાય માખીથી બચવા ઘરની દિવાલોમાં અંદરના તથા બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પૂરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ) આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણમાં ધૂળમાં રમવા દેવા નહીં. લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. આમ, ચાંદીપુરા વાયરસથી બચાવા માટે તકેદારી રાખવી અનિવાર્ય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુરૂપૂર્ણિમાના પર્વે લોકોને પાવન સંદેશ

જુનાગઢ તા. ર૦: જુનાગઢના પાદરીયામાં આવેલ સદ્ગુરૂ આરાધના આશ્રમધામ દ્વારા આવતીકાલે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે પાવન સંદેશ પ્રસ્તુત કર્યો છે.

માનવ મંદિર ધ્યાન સાધના કેન્દ્રનો અર્થ જ એ થાય છે કે માનવ દેહ એ જ ભગવાનનું કે પ્રભુ જે કહીએ તે તેનું કાયમી નિવાસસ્થાન છે આના જેવું બીજું કોઈ પવિત્ર અને મોટું મંદિર વિશ્વમાં ક્યાંય પણ નથી કેમકે આ દેહ દેવળમાં કાયમ માટે ઈશ્વર બિરાજમાન છે હર પલ હોકારા દે છે અને હર શ્વાસે શ્વાસે તે જ ધડકે છે એટલે આ મંદિર જેટલું સ્વચ્છ રહે નિરોગી રહે તેટલું સાધના કરવામાં સરળતા રહે બીજા અન્ય મંદિર તો માનવ સર્જિત છે જ્યારે આ દેહ રૂપી મંદિર તો ઈશ્વરે ખુદે બનાવ્યું છે એટલે એના જેટલું પવિત્ર મંદિર આ આખી દુનિયામાં ક્યાંય ન હોય જે બીજા મંદિરો છે તે માનવસર્જિત હોય  તેમાં પ ધરાવેલા ઈશ્વરની મૂર્તિઓ ની સેવા પૂજા માટે પૂજારીઓ પણ રાખતા હોઈએ છીએ પરંતુ તે પુજારી રૂપી માનવદેહ માં કોઈ ખામી  સર્જાય જાય કે કોઈ રોગ એવો  થઈ જાય કે બીમારી આવી જાય તો તેની સેવા પૂજા પણ થઈ શકતી નથી કેમકે મુખ્ય મંદિર પોતે જ છે જેના દ્વારા બધા જ મંદિરો ધબકતાને ઉજળા દેખાય છે.

આ દેહ રૂપી મંદિરનું આરોગ્ય કેમ જળવાઈ રહે તે જોવાનો હેતુ માનવ મંદિર ધ્યાન સાધનાનો છે કેમ કે બીજા મંદિરો તો ફરીથી પણ બનાવી શકાય છે પરંતુ આ મંદિરને ફરીથી પુનર્જીવિત કરી શકાતું નથી કેમકે આ ઈશ્વર નું ખુદ સર્જન છે અને પોતે જ એમાં રહેવા આવ્યો છે માણસ અજાણ્યો રહીને બીજે ગોત તો ફરે છે અને તેમની સાધના દ્વારા ધ્યાન દ્વારા તેમાં રહેલા ઈશ્વરને કેમ પામી શકાય કેમ તેની સાથે નાતો જોડી શકાય તેની માટે અંતરનું ધ્યાન કરવું જરૂરી છે એટલે કે માનવીનું બહાર ભટકતું મન જ્યારે અંતરમાં વિરામ પામે શૂન્ય થઈ વીરમે તેમાં વિલન થઈ જાય ત્યારે તેમાં રહેલા ઈશ્વરને જોઈ શકાય છે માણી શકાય છે અનુભવી શકાય છે આજ સુધીમાં જે જે સંત મહાપ ુરુષોને આત્મ સાક્ષાત્કાર થયો ત્યારે આ દેહ મંદિરમાં જ થયો છે નરસિંહ મહેતા જેવા મહાપુરુષને પણ જ્યારે દામોદરદાસ જેવા સમર્થ ગુરુ મળ્યા ત્યારે બીજી, બધી અન્યોની સેવા પૂજા સાધનાઓ તેના માટે ફોક થઈ ગઈ અને   તેમણે ગાયુ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ  જુજવે  રૂપે અનંતભાસે દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે એટલે આ દેહ દેવળનું આરોગ્ય કેમ જળવાઈ રહે માણસનું બહાર ભટકતું મન અંતર મુખી કેમ થાય અને પોતાનામાં રહેલા પ્રગટ પરમાત્માને કેમ મેળવી લેવા તેનું ધ્યાન ધરી લેવું તે આ સાધના કેન્દ્ર નો મુખ્ય હેતુ છે એટલે આ શરીરને આરોગ્યપ્રદ અને સ્વચ્છ કેમ રાખવું તેને માટે  મફતમાં નાડી જોઈને તપાસ  કરવી તે અંગેનું માર્ગદર્શન આપવું અને દેશી ઔષધો દ્વારા કેવી રીતે શરીર સુખ  મય રહે તે  બતાવવું તેમજ આજની તારીખમાં વૈજ્ઞાનિકો પણ કહે છે કે ૯૦% રોગો શારીરિક કરતા માનસિક વધારે છે તો તેના માટે માનવી મળીને તારા મનને ના શીર્ષક હેઠળ દસ દિવસીય ધ્યાન શિબિરો કરીને માનસિક આરોગ્ય કેમ કેળવાય તેનું માર્ગદર્શન તેમજ આ દેહમાં રહેલા ઈશ્વરને કેમ મળી લેવું અને આ જન્મારો કેમ સફળ થઈ જાય તે માટેનું આધ્યાત્મિક જગતમાં એક ડોક્યુ કરી લેવાની તમન્ના સાથે આ માનવ મંદિર ધ્યાન સાધના કેન્દ્ર ૨૦૦૯ થી ચાલુ છે.

માનવીનું મન સતત સ્વ કેન્દ્રીય બની રહે તે માટે દર ગુરુવારે રાત્રિના નવ થી ૧૧ સત્સંગ ભજનનો કાર્યક્રમ હોય છે તેમજ દર પુનમે સવારે ૯:૦૦ થી સાંજના છ સુધી ભજન સત્સંગ ધ્યાન રાસોત્સવ તેમજ બંને ટાઈમ ભોજન  પ્રસાદ અને બટુક ભોજન નો કાર્યક્રમ રહે છે પહેલા અલગ અલગ જગ્યાએ પૂનમનો સત્સંગ થતો તેમજ ગુરુવારે સિધેશ્વર મહાદેવ મંદિર જોષીપરામાં સત્સંગ થતો હવે સદગુરુ આરાધના આશ્રમ ધામ પાદરીયા - માનવ મંદિર ધ્યાન સાધના કેન્દ્ર નંદકિશોર નર્સરી સામે ગુરૂવાર તેમજ પૂનમનો સત્સંગ ભજન અને ભોજન પ્રસાદ બધા સાથે મળીને થાય છે તેમજ સોમવારના દિવસો સિવાય સવારના ૯ થી ૧૧ સુધી આરોગ્ય અંગે માર્ગદર્શન એટલે કે શારીરિક માનસિક અને આધ્યાત્મિક ના ત્રિવેણી સંગમમાં નાહીને પાવન થઈ અને પોતાનામાં રહેલા પ્રભુના દર્શન કરીને જ આ દુનિયામાંથી અલવિદા  થાય માંડ કરીને  દેવોને  પણ દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે તેને સફળ કરીને પરત ફરવું તેની ચાદર જરા પણ મેલી કર્યા વગર હતી તેવી સ્વચ્છ કરીને  સોંપીએ તેવા શુભ ચિંતનથી આ સૂક્ષ્મ અને આધ્યાત્મિક સંદેશ સાથે માનવ મંદિર ધ્યાન સાધના કેન્દ્ર બીજી અનેક પ્રવૃત્તિ સામાજિક પ્રશ્નોના નિરાકરણ, વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક થઈને અવિરત સેવામાં હંમેશાં હાજર રહે છે જય ગુરૂદેવ.  સ્થળઃ જુનાગઢથી બીલખા રોડથી પાંચ કિલોમીટરના અંતરે વિજાપુર પાટીયા પાસે, નંદકિશોર નર્સરી સામે, રજવાડું હોટલની બાજુમાં.. *સદગુરૂ આરાધના આશ્રમ ધામ, પાદરીયા જુનાગઢ. (મો. ૯૭૨૬૫૧૪૯૨૨).

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ર૦ જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય (વિશ્વ) શતરંજ દિવસ ઉજવાય છે. પેરિસમાં વર્ષ ૧૯ર૪ માં આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની સ્થાપના ર૦ જુલાઈના થઈ હતી, તેના સંદર્ભે આ ઉજવણી થઈ રહી છે. શતરંજ એ બૌદ્ધિક વિકાસનું માધ્યમ છે, અને તેની ઉજવણીના કારણે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થાય છે, જે વૈશ્વિક શાંતિની જાળવણીમાં ખૂબ જ ઉપયોગી પણ બને છે.

વર્ષ ૧૯૬૬ માં યુનેસ્કો દ્વારા વિશ્વ શતરંજ દિવસની દર વર્ષે ર૦ જુલાઈના ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. સેંકડો વર્ષ જુના આ બૌદ્ધિક ખેલની શોધ પણ પ્રાચીન ભારતમાં થઈ હતી, અને તે પ્રકારનો ઉલ્લેખ પણ પ્રાચીન શાસ્ત્રો અને ગ્રન્થોમાં મળે છે. વર્ષ ૧૯ર૪માં અર્જેન્ટિના, ચેકોસ્લોવાકિયા, ફ્રાન્સ, પોલેન્ડ, રોમાનિયા, સ્પેન, સ્વીટઝર્લેન્ડ અને યુગોસ્લોવાકિયાના શતરંજ સંગઠનો દ્વારા ફ્રાન્સના પેરિસમાં ગ્લોબલ ચેસ એલાયન્સની સ્થાપના થઈ હતી, જેને ફાઈડ (એફઆઈડીઈ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આમ જુઓ તો આ વર્ષે વિશ્વ શતરંજ દિવસની શતાબ્દી છે, કારણ કે વર્ષ ૧૯ર૪થી ઉજવાતો આ દિવસ સતત ૧૦૦ વર્ષોથી ઉજવાતો રહ્યો છે, અને બાળવયથી જ અનેક પ્રતિભાઓ આપણાં જામનગર અને હાલારમાંથી પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી રહી છે, જે ચેસની શતરંજની રમતમાં માહીર હોય.

શતરંજની રમત ધીરજ, બુદ્ધિ, વિચારશક્તિ, નિપુણતા અને ચતૂરતા જેવા સદ્ગુણોનો વિકાસ તો કરે જ છે, સાથે સાથે લોકોને પરસ્પર સન્માનપૂર્વક જોડે પણ છે. તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર જેવા વિષયોમાં પણ આ નિપુણતા ખૂબજ ઉપયોગી બનતી હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુપૂર્ણિમા... વેદવ્યાસજીએ ચાર વેદ અને પૂરાણો લખ્યા. ભગવાન બ્રહ્માજીના મૂખે સાંભળેલા વેદોને કલમના સહારે લખીને વેદવ્યાસજીએ ગુરુપદ નિભાવ્યું અને તેની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી રહી છે. ગુરુપૂર્ણિમાના મહત્ત્વ, ઈતિહાસ અને પૌરાણિક સંદર્ભો ઘણાં જ વિશાળ અને ગહન છે, પરંતુ આજના યુગમાં આપણે ગુરુપૂર્ણિમાના દિવસે ધર્મગુરુઓ, ગુરુજનો તથા શિક્ષકો-અધ્યાપકો-પ્રાધ્યાપકો વિગેરે આદરણિય વ્યક્તિ વિશેષોને નમન અને પૂજન કરીએ છીએ.

ગુરુ-શિષ્ય પરંપરાને સાંકળતા ઘણાં કાવ્યો, શ્લોકો અને પદ્યો-ગદ્યો પ્રચલિત છે. તેમાંથી કેટલાક દૃષ્ટાંતો પ્રસ્તુત છે.

ગુરુબ્રહ્મા, ગુરુવિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર...

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈશ્રી ગુરુવે નમઃ

૦   ૦   ૦

ગુરુ ગોવિન્દ દોઉ ખડે, કાકે લાગુ પાય...

બલિહારી ગુરુ આપને ગોવિન્દ દિયો બતાય...

૦   ૦   ૦

કબીરા તે નર અંધ હૈ, ગુરુ કો કહતે ઔર,

હરિ રૂઠે ગુરુ ઠૌર હૈ, ગુરુ રૂઠે નહીં ઠૌર...

૦   ૦   ૦

વસુદેવસુતં દેવમ્, કંસ ચાણુરર્મદનમ્,

દેવકી પરમાનંદમ્, કૃષ્ણમ્ વંદે જગતગુરુમ્...

ગુરુ-શિષ્ય વચ્ચેના પવિત્ર અને સન્માનીય સંબંધોને આ દિવસ સમર્પિત હોય છે અને ભારતીય સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે શિષ્યો તેઓના ગુરુજનોના આજના દિવસે આશીર્વાદ મેળવે છે, તેમજ લોકો ધર્મ ગુરુઓના આશીર્વાદ મેળવે છે. જુના જમાનામાં ગુરુજનો તેના આશ્રમોમાં શિષ્યોને ભણાવતા અને આજે શાળા-કોલેજોમાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારો પ્રાપ્ત થતા હોવાથી શિક્ષકો-અધ્યાપકો, પ્રાધ્યાપકોને વિદ્યાર્થી ભાઈ-બહેનો પ્રણામ કરીને આશીર્વાદ મેળવતા હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈસ્લામ ધર્મમાં મોહર્રમનો મહિનો પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ઈમામ હુશેન અને તેના સાથીઓની શહીદીનો શોક મનાવવા માટે આ મહિનામાં 'આસુરા' ઉજવાય છે, તે દિવસે પયગમ્બર હઝરત મોહમ્મદના નાના પૌત્ર હઝરત ઈમામ હુસેન કરબલાના યુદ્ધમાં શહીદ થઈ ગયા હતાં.

આસુરાના દિવસે રંગબેરંગી તાજિયાના જુલુસ જાહેર માર્ગો પર નીકળે છે, જેમાં મુસ્લિમ બિરાદરો શોક મનાવે છે અને તાજિયા જુલુસ દરમિયાન હિન્દુ-મુસ્લિમ એક્તાના દર્શન પણ દેશભરમાં થતા હોય છે. તાજિયાના જુલુસ માટે વિશેષ તૈયારીઓ થતી હોય છે, તથા ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવાતો હોય છે, તથા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવાતી હોય છે.

તાજિયા સામાન્ય રીતે વાંસમાંથી સ્ટ્રક્ચર બનાવીને તેને કપડા, રંગીન કાગળો, અબરખ, પીઓપી વિગેરેથી શણગારવામાં આવે છે, તે ઉપરાંત કાચ, રંગીન રોશની વિગેરે દ્વારા તાજિયાને કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવે છે. સમયાંતરે કલાત્મક તાજિયા બનાવવાની પદ્ધતિ અને મટિરિયલ્સ બદલાતા પણ હોય છે.

જામનગરના જગમશહુર તાજિયા

જામનગરમાં પણ કલાત્મક, આકર્ષક અને રંગબેરંગી-ઝળહળતા તાજિયા બની રહ્યા છે. આ તાજિયા છેલ્લા એક-દોઢ મહિનાથી બની રહ્યા છે.

આ તાજિયા સરઘસ સ્વરૂપે નીકળતા હોય છે. જામનગરના તાજિયા ઘણાં જ આકર્ષક, કલાત્મક અને સુશોભિત હોય છે અને તે વિશ્વવિખ્યાત હોવાનો દાવો પણ થતો હોય છે. મોહર્રમથી જ ઈસ્લામિક નવા વર્ષની શરૂઆત પણ થતી હોય છે, અને તેમાં તાજિયાનું આકર્ષણ પણ અલગ જ ભાત પાડતું હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧પ જુલાઈના દિવસે વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી થાય છે. યુવાનોના શાંતિ તથા સંઘર્ષના સમાધાનમાં યોગદાનને સાંકળીને સમગ્ર વિશ્વમાં આ ઉજવણી થાય છે. આ વર્ષે 'શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ'ના થીમ પર આ ઉજવણી થઈ રહી છે.

વર્ષ ર૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક પ્રસ્તાવ પસાર કરીને ૧પ જુલાઈને વિશ્વ યુવા કૌશલ દિવસના સ્વરૂપમાં મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી.

યુવાનોને માત્ર રોજગારી જ નહીં, પરંતુ તેના વ્યક્તિગત વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી માટે પણ યુવા કૌશલ દિવસની ઉજવણી મહત્ત્વપૂર્ણ છે. આ માટે યુવાનોને કૌશલ્યવાન બનાવવાના ઉદ્દેશ્યથી વિશ્વભરમાં વિવિધ માર્ગદર્શક કાર્યક્રમો, સેમિનારો, વર્કશોપ, જુથચર્ચાઓ, પરિસંવાદો તો યોજાય જ છે, સાથે સાથે યુવાવર્ગના કૌશલ્યવર્ધન માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હવે તો યુવાવર્ગ પોતે જ પોતાના વ્યવસાયો શરૂ કરે અને નોકરી કરનાર નહીં, પણ અન્ય યુવાવર્ગને નોકરી આપનાર, એટલે કે 'જોબગીવર' બની શકે, તે પ્રકારની તકો પણ ઉપલબ્ધ થવા લાગી છે, અને તેના ઘણાં દૃષ્ટાંતો આપણી વચ્ચે જ હોય છે, જેઓ મન હોય તો માળવે જવાયની કહેવતને સાર્થક કરી શકે છે.

યુવા કૌશલ દિવસની સાથે સાંકળીને આપણા કેટલાક વિસરાતા જતા ભારતીય ગરિમા સમા કૌશલ્યોને પુનઃ સ્થાપિત કરવાની પણ જરૂર છે. ભારતના ઘણાં કૌશલ્યો પ્રેરક અને પ્રોડક્ટીવ છે, પરંતુ તેને જરૂરી માર્કેટીંગ, બેકીંગ અને ફાયનાન્સીંગ મળતું હોતું નથી અથવા પૂરેપૂરી જરૂરિયાતો સંતોષાતી હોતી નથી. આ દિશામાં પણ સૌએ સાથે મળીને ઘનિષ્ઠ પ્રયાસો કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

 

દર વર્ષે ૧પ જુલાઈના દિવસે વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી થાય છે. યુવાનોના શાંતિ તથા સંઘર્ષના સમાધાનમાં યોગદાનને સાંકળીને સમગ્ર વિશ્વમાં આ ઉજવણી થાય છે. આ વર્ષે 'શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ'ના થીમ પર આ ઉજવણી થઈ રહી છે.

વર્ષ ર૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક પ્રસ્તાવ પસાર કરીને ૧પ જુલાઈને વિશ્વ યુવા કૌશલ દિવસના સ્વરૂપમાં મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી.

યુવાનોને માત્ર રોજગારી જ નહીં, પરંતુ તેના વ્યક્તિગત વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી માટે પણ યુવા કૌશલ દિવસની ઉજવણી મહત્ત્વપૂર્ણ છે. આ માટે યુવાનોને કૌશલ્યવાન બનાવવાના ઉદ્દેશ્યથી વિશ્વભરમાં વિવિધ માર્ગદર્શક કાર્યક્રમો, સેમિનારો, વર્કશોપ, જુથચર્ચાઓ, પરિસંવાદો તો યોજાય જ છે, સાથે સાથે યુવાવર્ગના કૌશલ્યવર્ધન માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હવે તો યુવાવર્ગ પોતે જ પોતાના વ્યવસાયો શરૂ કરે અને નોકરી કરનાર નહીં, પણ અન્ય યુવાવર્ગને નોકરી આપનાર, એટલે કે 'જોબગીવર' બની શકે, તે પ્રકારની તકો પણ ઉપલબ્ધ થવા લાગી છે, અને તેના ઘણાં દૃષ્ટાંતો આપણી વચ્ચે જ હોય છે, જેઓ મન હોય તો માળવે જવાયની કહેવતને સાર્થક કરી શકે છે.

યુવા કૌશલ દિવસની સાથે સાંકળીને આપણા કેટલાક વિસરાતા જતા ભારતીય ગરિમા સમા કૌશલ્યોને પુનઃ સ્થાપિત કરવાની પણ જરૂર છે. ભારતના ઘણાં કૌશલ્યો પ્રેરક અને પ્રોડક્ટીવ છે, પરંતુ તેને જરૂરી માર્કેટીંગ, બેકીંગ અને ફાયનાન્સીંગ મળતું હોતું નથી અથવા પૂરેપૂરી જરૂરિયાતો સંતોષાતી હોતી નથી. આ દિશામાં પણ સૌએ સાથે મળીને ઘનિષ્ઠ પ્રયાસો કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧૧, જુલાઈના દિવસને વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોક-જાગૃતિ આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુકત-રાષ્ટ્રસંઘના સંયુકતરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯ માં કરવામાં આવી હતી. ઈતિહાસ મુજબ જુલાઈ-૧૧, ૧૯૮૭ ના દિવસે વિશ્વની જનસંખ્યા પ અબજ ને પાર કરી ગયેલ તેથી આ દિવસ પાંચ અબજ દિન તરીકે ઓળખાવાયો અને આ દિવસથી પ્રેરીત થઈ જનહીતમાં ૧૧ જુલાઈ-૧૯૯૦ ની સાલથી દર વર્ષે વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે છેલ્લા ઘણાં વર્ષોમાં જનસંખ્યાનો વધારો કેવી રીતે થયેલ-વિશ્વની વસ્તી ૧ અબજ સુધી પહોંચાડવામાં બે લાખ વર્ષ લાગ્યા અને આજે સાત અબજથી વધુ પહોંચવામાં લગભગ ર૦૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ગણિત આંકડાથી સમજીએ.

જેમાં ઈ.સ. ૧૮૦૪ એક અબજ, ઈ.સ.૧૯ર૭ બે અબજ, ઈ.સ. ૧૯૬૦ ત્રણ અબજ, ઈ.સ. ૧૯૭૪ ચાર અબજ, ઈ.સ. ૧૯૮૭ પાંચ અબજ, ઈ.સ.ર૦૦૦ છ અબજ, ઈ.સ.ર૦૧૧ સાત અબજ, ઈ.સ. ર૦ર૪ આઠ અબજ-અંદાજે.

આ આંકડાઓ પરથી અનુમાન કરીએ તો પણ દુનિયામાં ઈ.સ.ર૦૩૦ માં કુલ જનસંખ્યા ૮.પ૦ અબજ, ર૦પ૦માં ૯.૮ અબજ અને ર૧૦૦ ની સાલમાં ૧૦.૯ અબજ જેટલી થઈ જશે. જનસંખ્યા ગણના માત્ર આંકડાઓમાં જ કેદ નથી થતું તેના આધારે જ દરેક દેશ પોતાની જન સંખ્યાની રફતાર-વૃદ્ધિ વિશે જાણકારી મેળવે છે અને તેના અનુસંધાને જરૂરી પગલાં લેવા લાગે છે.

આપણે જાણીએ છીએ એમ વિશ્વમાં સૌથી ઓછી વસ્તી પારસી લોકોની છે જે આજે લગભગ બે લાખથી પણ ઓછી છે જેમાં ભારતમાં અંદાજે ૬૦,૦૦૦ પારસી વસવાટ કરે છે. જેમાં પણ હવે ઘટાડો થતો જાય છે. આ બાબત માત્ર પારસી સમાજ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ છે કારણ કે, જો તેઓની જનસંખ્યામાં આ પ્રમાણે જ નિરંતર ઘટાડો નોંધાતો ગયો તો વર્ષો બાદ પારસી લોકોની સંખ્યા નામશેષ થઈ જશે. એક આખી જાતિ આપણને કયાંક જ કદાચ જોવા મળે. આના માટે ઘણાં બધાં સામાજિક અને ધાર્મિક કારણો છે. વાસ્તવિકતા ખૂબ જ ચિંતા ઉપજાવે છે આવું જ પછી કદાચ અન્ય જાતિના લોકો માટે પણ બને. આ ખૂબ જ દુઃખદાયક હશે  એટલે જ વિશ્વમાં જનસંખ્યા ગણના અને તેના માટે નિર્ધારિત આ દિવસનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે.

ભારત અને જનસંખ્યા ગણતરીઃ

કોઈપણ દેશના સર્વાગિણ વિકાસ અને પ્રગતિ તેમજ લોકોની સુખાકારી માટે જનસંખ્યા અને તેને સંપૂર્ણ ગણિત-માહિતીઓ ખૂબજ અગત્યના છે. આપણાં દેશની વાત કરીએ તો સૌ પ્રથમ વખત જનસંખ્યા ગણતરી અંગ્રેજોના જમાનામાં ઈસ ૧૮૭૧ ની સાલથી શરૂ થઈ હતી. આઝાદી બાદથી સ્વતંત્ર ભારતમાં જનસંખ્યા ગણતરીની પ્રક્રિયા ચાલુ જ છે. દર દસ વર્ષે જનસંખ્યા ગણનાના કાર્યક્રમો ખૂબજ ચિવટપૂર્વક અને ગંભીરતાથી કરવામાં આવે છે. આજની તારીખે વિશ્વની વસ્તી અંદાજે ૮.૧ર અબજથી વધારે છે. ભારત દુનિયામાં ૧૪૪.ર૧ કરોડ લોકોની વસ્તીની દૃષ્ટિએ ચીનની ૧૪ર.પર કરોડની વસ્તીથી આગળ થઈ પ્રથમ ક્રમે આવે છે.

ડેમોગ્રાફીક એજ્યુકેશન-અભ્યાસ તરફ પણ હવે લોકોનો ઝુકાવ વધ્યો છે સામાજિક, ઐતિહાસિક, આર્થિક, સાયકોલોજી-વિજ્ઞાન, ભવિષ્યના પ્લાનીંગ-આયોજનની દૃષ્ટિએ દર દસ વર્ષના જનસંખ્યાની માહિતીનો ગહન અભ્યાસ દરેક સ્તરે કરવામાં આવતા હોય છે જે મુજબ ભારતમાં વસતા લોકો વિશે વિસ્તૃત જાણકારી મળે છે અને તેનું યોગ્ય રીતે વિવિધ પાસાઓને ધ્યાને રાખી વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. આ બધી જ મહત્ત્વની બાબતોનું સંકલન કરી એક રિપોર્ટ તૈયાર થાય છે, જે આપણાં સૌ માટે મહત્ત્વનો દસ્તાવેજ બને છે. ભારતના સર્વાંગિકરણ વિકાસયાત્રાના દરેક ક્ષેત્રે આ ખૂબ જ અગત્યનું છે. ઈ.સ. ર૦ર૧ ની નિયત વસ્તી ગણતરી હવે કોરોના કાળ અને અન્ય મુશ્કેલીઓ બાદ હવે આ વર્ષે આગામી થોડા મહિનાઓમાં શરૂ થશે ત્યારે ડીઝીટલ યુગની પદ્ધતિ મુજબ આંગળીના ટેરવે અને આપણે જરૂરી માહિતી જે તે સ્વરૂપમાં આરામથી પ્રાપ્ત થશે એવી આશા છે. વિશ્વ જનસંખ્યાના આજના દિવસે સૌનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સહ અસ્તુ.

આલેખન : કિરીટ બી. ત્રિવેદી : ગાંધીનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

યાત્રાધામ જગન્નાથપુરીમાં જગન્નાથજીની રથયાત્રાને તો સેંકડો વર્ષો થયા છે, પરંતુ અમદાવાદમાં નીકળતી રથયાત્રને હવે દોઢસો વર્ષ થશે. અમદાવાદમાં ૭ મી જુલાઈની રથયાત્રા ૧૪૭ મી છે. આ બન્ને રથયાત્રાઓના ઈતિહાસ, મહત્ત્વ અને ભાવિકોની શ્રદ્ધાના ત્રિવેણી સંગમમાંથી ઘણું જ પ્રેરણાત્મક ભાથું બાંધી શકાય તેમ છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી આ બન્ને રથયાત્રાઓ અંગે આપણે ઘણું બધું પહેલેથી જ જાણીએ છીએ, અને તેની વિશાળતા, મહાત્મય તથા તંત્રો-સરકારોની વ્યવસ્થાના વિવરણો દર વર્ષે રિપિટ થતા જ હોય છે.

અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં ગયા વર્ષ પછી થ્રીડી મેપીંગ અને એન્ટી ડ્રોન પ્રણાલિની સિસ્ટમથી નિગરાની કરાઈ હતી, તેમાં આ વખતે હેલિકોપ્ટરથી નિરીક્ષણમાં અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.

આ રથયાત્રામાં જે ત્રણ રથ જોડાય છે, તેમાં ભગવાન જગન્નાથજીનો રથ નંદીઘોષ કહેવાય છે. અનુષ્ઠાન મુજબ જગન્નાથજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજીના રથને તલધ્વજ કહેવામાં આવે છે અને બહેન સુભદ્રાજીના રથને દર્પદલન કહેવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીના રથને નંદીઘોષ ઉપરાંત ગરૂડધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રથ પર લગાવાયેલા ધ્વજને ત્રિલોક્યમોહિની તરીકે પણ ઓળખવામાં આવે છે.

જગન્નાથજીના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનું દિલ સ્વરૂપની એક છડી પણ પૂજાય છે, તેવી જ રીતે અમદાવાદના જગન્નાથ મંદિરની ઘણી વિશેષતાઓ હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે, જે હવે ઘણી જ પ્રચલિત અને લોકપ્રિય બની ગઈ છે.

જગન્નાથપુરી અને અમદાવાદની જગન્નાથજીની યાત્રાઓ મુખ્ય છે, અને દ્વારકા, જામનગર સહિત ઘણાં બધા શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ અષાઢી બીજે નીકળે છે. બોલો, ભગવાન જગન્નાથજીની જય... બલભદ્રજીની જય... સુભદ્રાજીની જય...

અષાઢી બીજ

આપણા દેશમાં અષાઢીબીજનું મહાત્મય ઘણું જ વિશાળ અને વ્યાપક છે. અષાઢનો મહિનો આપણે ત્યાં મેઘરાજાની કૃપા અને ખેતીવાડી માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે. અષાઢ મહિનાની ઘણી વિવિધ તિથિઓએ દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ ઉજવણીઓ થતી હોય છે, અને તેના વિવિધાસભર મહાત્મયો પણ છે. આ વર્ષે પણ અષાઢ મહિનામાં ભરપૂર વરસાદ થઈ જાય, ખેતી ફળદાયી બને, નદી, નાળા, તળાવો, જળાશયો છલકાઈ જાય અને દેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કારોની સંગાથે સાર્વત્રિક પ્રસન્નતા વ્યાપે તેવું પ્રાર્થીએ.

અષાઢી બીજે કચ્છી માડુઓ નવું વર્ષ ઉજવે છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં કચ્છીઓનો વસવાટ હોય ત્યાં આ ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. અષાઢી બીજે ખેતીના હળ જોડવા, દરિયામાંથી સાગરખેડુઓનું દરિયાકિનારે આગમન અને ચોમાસાની ધમાકેદાર મેઘવૃષ્ટિનો ત્રિવેણીસંગમ રચાતો હોય છે.

એવી કથા છે કે વિક્રમ સંવત ૧ર૩૧ માં જામ રાયઘણરાયજીએ કચ્છનું શાસન સંભાળ્યું હતું, ત્યારથી આ તિથિને જ કચ્છના નૂતન વર્ષ તરીકે ઉજવવાની  જે પરંપરા શરૂ થઈ હતી તે આજપર્યંત જળવાઈ રહી છે. એવું પણ કહેવાય છે કે કચ્છના રાજવી ખેંગારજીએ પોતાની જન્મતિથિથી આ ઉજવવી શરૂ કરાવી હોય, જે હોય તે ખરૂ... પરંતુ અષાઢી બીજે તમામ કચ્છી માડુઓને નવા વર્ષના અભિનંદન સાથે સૌ કોઈને શુભેચ્છાઓ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવતીકાલે અષાઢી બીજ... જગન્નાથજીની રથયાત્રાનો દિવસ... આવો ભગવાન અને રથયાત્રા વિશે વાતો જાણીએ

અષાઢી બીજ... ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાવક સ્મરણ દેશભરમાં ઉજવાતા મહાઉત્સવોમાં જગનનાથજીની રથયાત્રાનું આગવું મહત્ત્વ છે. આ પરંપરાગત રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. અષાઢ સુદ બીજના ભારતના નાના-મોટા શહેરોમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું મૂળ ઓડિશાના જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલું છે જે વિશાળ અને અતિ પ્રાચીન છે. આ મંદિર સાથે રથયાત્રા ઉત્સવ જોડાયેલ છે.

સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરમાં જતા હોય છે, પરંતુ અષાઢી બીજે ભગવાન જગન્નાથજી ખુદ તેમના ભાઈ-બહેન સાથે રથમાં બેસીને નગરજનોના ખબરઅંતર જાણવા રથમાં બેસીને જાતે નીકળે છે. જગન્નાથજી મંદિરમાં રથયાત્રા મહોત્સવ દસ દિવ્સ ઉજવાય છે. આ સમયે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનની રથયાત્રામાં સામેલ થવા પૂરી પહોંચે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથોમાં બેસાડી ગુંડીચા મંદિરમાં લાવવામાં આવે છે. એવું મનાય છે કે જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન નવ દિવસ અહીં રહે છે. શ્રી જગન્નાથજીની રથયાત્રાનું પુણ્ય ૧૦૦ યજ્ઞા બરાબર માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભક્તોને સીધા જ ભગવાન સુધી પહોંચવાનો અવસર મળે છે. જગન્નાથ પૂરીની રથયાત્રા પછી બીજા ક્રમે અમદાવાદની રથયાત્રાનું સ્થાન આવે છે.

પૂરીનું જગન્નાથજીનું મંદિર સૈકાઓ પૂરાણું છે. તેનું પહેલું પ્રમાણ મહાભારતના વનપર્વમાંથી મળે છે. કહેવાય છે કે સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલમાધવના રૂપમાં ભગવાનની પૂજા કરી હતી. આ કથા ઉપરાંત રાજ ઈન્દ્રધ્રુમને આ મંદિર બનાવડાવ્યું હોવાની ઐતિહાસિક વાતો પણ જાણીતી છે. માળવાના રાજા ઈન્દ્રધ્રુમનને એક રાત્રે સ્વપન આવ્યું. જેમાં શ્રીકૃષ્ણની પરલોકગમન પછી તેમના પાર્થિવ શરીરને દ્વારકા લાવવામાં આવ્યા, તેનો આઘાત બલરામથી સહન ન થયો, તેઓ કૃષ્ણના પાર્થિવ દેહને લઈને સમુદ્રમાં કૂદી પડ્યા. તેમની પાછળ સુભદ્રા પણ કૂદી પડ્યા. સ્વપનમાં રાજાને એ પણ દેખાયું કે ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે. આથી તેમણે નક્કી કર્યું કે અહીં કૃષ્ણનું મંદિર બનવું જોઈએ. સ્વપ્નમાં દેવદૂત રાજાને આદેશ આપ્યો છે કે કૃષ્ણ સાથે બલરામ અને સુભદ્રાની મૂર્તિ પણ સાથે હોવી જોઈએ.

સવારે ઊઠ્યા પછી રાજા સ્વાન વિશે વિચારે છે કે 'હવે આ તમામ મૂર્તિનું નિર્માણ કોણ કરશે?' ત્યારે ભગવાન વિશ્વકર્મા એક મૂર્તિકારના રૂપે પ્રગટ થયા અને મૂર્તિ ઘડતા પહેલા એક શરત રાખી કે મૂર્તિ ઘડાતી હોય ત્યારે કોઈએ જોવા આવવું નહીં અને કોઈ પ્રકારની પૂછપરછ ન કરવી. નહીં તો તેઓ અધવચ્ચે કામ છોડી દેશે. શરત માન્ય રાખીને મૂર્તિનું કામ શરૂ થયું. મૂર્તિ લાકડામાંથી બનાવવાની હતી. મૂર્તિકાર લાકડું લઈને રૂમ બંધ કરીને મૂર્તિના ઘડતરમાં લાગી ગયા. ઘણાં દિવસ થયા ત્યારે રાજાને મનમાં શંકા ગઈ કે, 'આ વૃદ્ધ મૂર્તિકાર ખાધા-પીધા વિના સતત કામ કેમ કરી શકતા હશે?' બસ, આ શંકા જતા તમામ શરતો ભૂલાઈ ગઈ અને રાજાએ મૂર્તિકારને મળવા ગરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખૂલતા જ મૂર્તિકાર અદૃશ્ય થઈ ગયા, અને ત્રણેય મૂર્તિનું કામ અધુરૂ રહી ગયું. ભગવાન કૃષ્ણ અને બલરામના નાના-નાના હાથ-પગ બન્યા હતાં, પણ રાજાએ આને જ ભગવાનની ઈચ્છા માનીને એ જ સ્વરૂપે મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આજ સુધી આ ત્રણેય મૂર્તિ આ જ સ્વરૂપમાં જોવા મળે છે.

અહીં પ્રસાદને મહાપ્રસાદમ્ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે શ્રી જગન્નાથજીના પ્રસાદને મહાપ્રસાદ સ્વરૂપ મહાપ્રભુ વલ્લભાચાર્ય દ્વારા આપવામાં આવ્યું છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય એકાદશીના દિવસે પુરી પહોંચ્યા હતાં. ત્યાં તેમની નિષ્ઠાની પરીક્ષારૂપે કોઈએ તેમના હાથમાં પ્રસાદનો પડિયો પકડાવ્યો પણ મહાપ્રભુજીએ પ્રસાદ હાથમાં લઈ સ્તવન કરતા કરતા દિવસ અને રાત્રિ વિતાવી દીધી અને બીજા દિવસે એટલે કે બારસના પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારથી આ પ્રસાદને મહાપ્રસાદમ્ કહેવાય છે. પ્રસાદમાં કોપરૃં, ફણગાવેલા મગ, માલપૂડા, જાંબુ હોય છે. કહેવાય છે કે જગન્નાથજીના મંદિરમાં બનાવેલો પ્રસાદ ક્યારેય ઘટતો પણ નથી અને વ્યર્થ પણ જતો નથી.

હવે કેટલીક વાત જગન્નાથજીના મંદિર વિશે... ઓડિશામાં પૂરીમાં આવેલું આ મંદિર કૃષ્ણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે વાસ્તુકળાનું પણ એક કેન્દ્રિત બિંદુ છે. અહીં મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે. માન્યતા છે કે જો ધજા બદલવાનું ચૂકી જવાય તો મંદિર ૧૮ વર્ષ માટે બંધ થઈ જાય. મંદિરની ધજા પવનની વિરૂદ્ધ દિશામાં ફરફરે છે. મંદિરના શિખર સાથે એક ટન વજનનું, ર૦ ફૂટ ઊંચુ સુદર્શન ચક્ર જોડાયેલું છે. સમગ્ર પુરીમાંથી આ ચક્રના દર્શન થઈ શકે છે. એક નવાઈની વાત એ છે કે મંદિર પરથી વિમાન તો ઠીક, પક્ષી પણ ઊડતા નથી. જાણે 'નો ફ્લાય ઝોન' હોય તેવું લાગે. મંદિરનું બાંધકામ એ રીતનું છે કે સમુદ્રનો ઘુઘવાટ પણ મંદિરમાં સંભળાતો નથી. દિવસના કોઈપણ સમયે તેનો પડછાયો જોઈ શકાતો નથી. આ બધી મંદિરની વાતો વિજ્ઞાનની સમજની બહાર છે. તેને આપણે દિવ્ય શક્તિ અને આસ્થા કહી શકીએ.

તો આવો... આપણા ઘર સુધી, આપણા આંગળા સુધી આવતા... આપણને મળવા, દર્શન આપવા આવતા ભગવાનને વધાવીએ... જય જગન્નાથ...

- દિપા સોની - જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષ પહેલી જુલાઈના ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ ઉજવાય છે. પ.બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ ચિકિત્સક ડો. બિધાનચંદ્ર રોયની સ્મૃતિમાં આ ઉજવણી દેશભરમાં દર વર્ષે થાય છે.

ડો. બિધાનચંદ્ર રોય 'મન હોય તો માળવે જવાય'નું ઉત્તમ દૃષ્ટાંત પણ ગણાય, તેઓને તબીબ શ્રેષ્ટની સેવાઓ તથા ચિકિત્સા ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ ભારત સરકારે વર્ષ ૧૯૬૧ માં ભારત રત્નથી સન્માનિત કર્યા હતાં.

ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ પહેલી જુલાઈ-૧૮૮ર ના દિવસે થયો હતો. દેશમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને સંકલિત કરીને તેનો સેવા પ્રક્રિયાના સ્વરૂપમાં વિસ્તારવામાં તેઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

ડો. બિધાનચંદ્ર રોયને ડો. બી.સી. રોય તરીકે વધુ ઓળખવામાં આવતા હતા. તેઓનું નિધન પણ વર્ષ ૧૯૬ર માં પહેલી જુલાઈના દિવસે જ થયું હતું. જેથી તેઓની જન્મતિથિ અને પુણ્યતિથિ એક જ દિવસે આવે છે. તેઓ બહુમુખી પ્રતિભાના ધણી હતા, અને માત્ર ચિકિત્સા જ નહીં, શિક્ષણ, સમાજ સેવા અને રાજનીતિમાં પણ તેઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

ભારતમાં પહેલો રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ વર્ષ ૧૯૯૧ માં મનાવાયો હતો. આ દિવસે દેશભરમાં ચિકિત્સકોનું સન્માન, તબીબી સેવાઓની પ્રશંસા માટે ઘણાં સ્થળે સેમિનારો, વર્કશોપ, પુરસ્કાર વિતરણ સમારોહો, નિઃશૂલ્ક ચિકિત્સા શિબિરો વગેર યોજાયા છે. આવો, તબીબી જગતના યોગદાનને બીરદાવીએ અને સાચા, નિષ્ઠાવાન સેવાભાવી ચિકિત્સકોનું સાચા હૃદયથી સન્માન કરીએ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે પહેલી જુલાઈના ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ અથવા સી.એ. ડે મનાવાય છે. દેશમાં વર્ષ-૧૯૪૯ માં ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી, તેના સંદર્ભે આ ઉજવણી થઈ રહી છે.

આ દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને બિરદાવવામાં આવે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટનું સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. નાણા સલાહકાર, ટેકસ, કન્સલ્ટન્ટ, ઓડિટર, કોર્પોરેટર મેનેજમેન્ટ, એકાઉન્ટ્સ ના વિશેષક તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસ (સી.એ.) સેવાઓ મહત્ત્વપૂર્ણ હોય છે.

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસ ઓફ ઈન્ડિયાની સ્થાપના પહેલી જુલાઈ-૧૯૪૯ ના દિવસે ભારતીય સંસદમાં પસાર થયેલા એક એકટ દ્વારા થઈ હતી.

આ દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્સની મહેનત તથા સિદ્ધિઓનો પ્રશંસા કરવાનો છે, અને દેશની અર્થનીતિમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસની ભૂમિકાની સરાહના વિવિધ પ્રવૃત્તિઓ તથા કાર્યક્રમોના માધ્યમથી કરવામાં આવે છે.

આ માટે પુરસ્કાર સમારોહ, નેટવર્કીંગ ઈવેન્ટ્સ જનજાગૃતિ અભિયાનો, સ્પર્ધાઓ, જૂથચર્ચાઓ તથા સેમિનારો વગેરેનું આયોજન થાય છે.

આઈસીએઆઈ ભારતનું મહત્ત્વપૂર્ણ વ્યવસાયિક સંસ્થાન છે, જેની આ દિવસે માન-સન્માન અને ગૌરવપૂર્વક દર વર્ષે પહેલી જુલાઈના દિવસે ઉજવણી થતી રહી છે. જો કે ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટનો અભ્યાસક્રમ અઘરો ગણાય છે, એ તેમાં ઉત્તીર્ણ થવાની ટકાવારી પણ ઓછી રહેતી હોય છે, તેમ છતાં ઘણાં યુવક-યુવતીઓ તેમાં સફળ પણ થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વભરમાં ર૧ જૂન ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વિવિધ લક્ષી ઉજવણીઓનો દિવસ છે. આ દિવસે થતી ઉજવણીઓ સંક્ષિપ્તમાં જોઈએ.

વિશ્વ યોગ દિવસ

પહેલો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ર૩ મી જૂન ર૦૧પ ના દિવસે સમ્ર વિશ્વમાં મનાવાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ તથા તે પહેલા થયેલી રજૂઆતો મુજબ વર્ષ ર૦૧૪ માં ૧૧ ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટરના ૧૭૭ દેશોએ આ ઉજવણીને માન્યતા આપી હતી. વર્ષ ર૦૧૧ માં શ્રી શ્રી રવિશંકર મહારાજ, તે પછી સ્વામી રામદેવ અને અન્ય યોગગ્રુપની રજૂઆતોને અનુમોદન આપીને ભારતના વડાપ્રધાનની અપીલ પછી વિશ્વભરમાં આ દિવસ દર વર્ષે ર૧ મી જૂને ઉજવાય છે.

આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ

આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ સંગીત દિવસ સંગીત દ્વારા સ્વાસ્થ્ય અને સદ્ભાવ વધારવાના ઉદ્દેશ્યથી ઉજવાય છે. વર્ષ ૧૮૯ર માં ફ્રાન્સના સાંસ્કૃતિ મંત્રી અને પત્રકાર જૈક બંગ અને રેકિયો નિર્માતા મોરિસ ફ્લૂરેટ દ્વારા રજૂ થયેલી કલ્પના મુજબ ધીમે ધીમે આ ઉજવણી વિશ્વ વ્યાપી બની ગઈ છે. ચાલુ વર્ષ વૈશ્વિક ઘોંઘાટ સામે સંગીતના પ્રયોગના વિષય પર ચર્ચાઓ થઈ રહી છે.

વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસ

દર વર્ષે ર૧ મી જૂને વિશ્વ હાઈડ્રોગ્રાફિક સંગઠન દ્વારા દરિયામાં દિશાસૂચક પ્રણાલિ ઉપરાંત દરિયાઈ પર્યાવરણની જાળવણી માટે જાગૃતિના પ્રયત્નો થાય છે, અને તદ્વિષયક સેમિનારો, જુથચર્ચાઓ, ડેમોસ્ટ્રેશન વગેરે પ્રવૃત્તિઓ થાય છે. આ વર્ષે અસ્ટેનેબલ બ્લ્યૂ ઈકોનોમીના વિષય પર વૈશ્વિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને આજીવિકા તથા પર્યાવરણમાં સમતુલન માટે જાગૃતિ ફેલાવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વર્ષ-ર૦૪૭ માંથી સિકલ સેલ એનિમિયાને દેશવટો આપવાનું પીએમનું લક્ષ્યઃ

સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી ૧૯ જૂનના રોજ  વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સિકલ સેલ એનેમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ ૧૪ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૬માં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના કુલ ૧ કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ આ કાર્યક્રમ હેઠળ કુલ ૧૭,૬૯,૮૬૩ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯-૧૦માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમને પુરસ્કૃત કર્યો હતો.

સિકલ સેલ એનેમિયાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે ઉઠાવેલા પગલાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં જોવા મળતા આ રોગની નાબૂદી પર ખાસ ધ્યાન આપ્યું છે. સરકારે આ રોગ અંગેના જાગૃતિ અભિયાનને વેગ આપવાની સાથે જ તેના નિદાન અને સારવારની વ્યવસ્થા તેમજ દવાઓની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો છે.

રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત, લગ્ન પહેલા જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો છે. સાથે જ, રાજ્ય સરકારે આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સિકલ સેલ કાઉન્સેલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવી શકાય. આ માટે, પ્રાથમિક તપાસ તરીકે લાભાર્થીનો ડીટીટી ટેસ્ટ (ટર્બિડિટી ટેસ્ટ) કરવામાં આવે છે, અને ત્યારબાદ સચોટ નિદાન માટે હાઇ પર્ફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકારે દ ક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સિકલ સેલને સમર્પિત ડે કેર સેન્ટર પણ ખોલ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલના દર્દીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકે. જરૂરી દવાઓ અને સારવાર સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫થી રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારના દર્દીઓને દર મહિને જે રૂ. ૫૦૦ની આર્થિક સહાયતા આપવામાં આવતી હતી, તેને હવે વધારીને રૂ.૨૫૦૦ કરવામાં આવી છે.

સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧ જૂલાઈ, ૨૦૨૩ના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાથી રાષ્ટ્રીય સિકલ સેલ એનેમિયા નાબૂદી મિશન ૨૦૪૭નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકાર વર્ષ ૨૦૪૭માં ભારતના અમૃતકાળનો ઉત્સવ ઉજવતા પહેલા આ બીમારીને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મિશનનો લક્ષ્યાંક ગુજરાત સહિત સમગ્ર દેશના ૧૭ ઉચ્ચ જોખમવાળા રાજ્યોમાં ૦-૪૦ વર્ષની વયજૂથના લગભગ ૭ કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવાનો છે. સરકાર આ રોગની સારવાર પણ ઉપલબ્ધ કરાવશે.

જાણો, શું છે સિકલ સેલ એનેમિયા

સિકલ સેલ એનેમિયા એ રક્ત સંબંધિત આનુવંશિક વિકાર છે. સામાન્ય રીતે લાલ રક્તકણો ગોળાકાર અને લચીલા હોય છે, પરંતુ આ રોગમાં લાલ રક્તકણોનો આકાર બદલાઇને અંગ્રેજી અક્ષર સી (સિકલ) જેવો થઈ જાય છે અને આ રક્તકણો એકબીજા સાથે ચોંટી જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ અને ઓક્સિજન શરીરના તમામ અંગો સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. પરિણામે, સિકલ સેલ એનેમિયાના દર્દીઓને ઘણા પ્રકારની આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સિકલ સેલ એનેમિયાના લક્ષણો

શરીર નબળું થઈ જવું, સતત તાવ આવવો અને કમળો થઇ જવો, સાંધા અને હાડકાંઓમાં સોજો, પેટમાં દુઃખાવો, સગર્ભા મહિલાઓમાં કસુવાવડ થવાની શક્યતાઓ અને ચેપી રોગો ખાસ કરીને ફેફસાંના રોગોનો સરળતાથી શિકાર થઈ જવું, વગેરે સિકલ સેલ એનેમિયા રોગના મુખ્ય લક્ષણો છે. 

સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ રાખવાની સાવચેતીઓ

સિકલ સેલ એનેમિયાના દર્દીઓએ નિયમિત રીતે હોસ્પિટલમાં ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત, દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછું ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું જોઇએ, પૂરતો આરામ કરવો જોઇએ, તણાવમુક્ત રહેવું જોઇએ, દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવું જોઇએ, ધૂમ્રપાનથી બચવું જોઇએ, વધુ ઊંચાઇ વાળા સ્થળોએ ન જવું જોઇએ, વધુ પડતી ઠંડીથી બચવું જોઇએ, વધુ શારીરિક શ્રમ ટાળવો જોઇએ અને આકરા તાપમાં બહાર ન નીકળવું જોઇએ.

સિકલ સેલ એનેમિયાના રોગને લઇને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સિકલ સેલ એક વારસાગત રોગ હોવાને કારણે તે માતા-પિતાથી તેમના સંતાનો સુધી પહોંચે છે, એટલે જો લગ્ન પહેલા યુવક-યુવતી સિકલ સેલની તપાસ કરાવી લે તો આ રોગને ફેલાતો અટકાવવો શક્ય છે. સરકાર પણ આ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ અને જાગૃતિની વ્યૂહરચના સાથે સિકલ સેલને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અન્ના હજારે

ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ આદરીને દેશવાસીઓમાં માનીતા પ્રખર ગાંધીવાદી અન્ના હજારેનો જન્મ ૧પ જૂન ૧૯૩૭ ના દિવસે મહારાષ્ટ્રના રાલેગન સિદ્ધિમાં થયો હતો. તેનું મૂળનામ કિસન બાબુરાવ હજારે છે. તેમણે મહારાષ્ટ્ર સરકારની સામે ૧૯૯૧ માં ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન શરૂ કર્યું હતું. તે પછી ૧૯૯૭ થી ર૦૦પ સુધી માહિતી અધિકાર આંદોલન ચલાવ્યું હતું. વર્ષ ર૦૧૦ પછી તેઓએ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવી અને વર્ષ ર૦૧૧ માં ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય કક્ષાના આંદલનો કર્યા. લોકપાલ બિલના મુદ્દે વર્ષ ર૦૧૧ માં અન્ના હજારેના આંદોલન પછી કેન્દ્ર સરકાર પણ હલબલી ગઈ હતી. તેમણે દિલ્હીમાં આ મુદ્દે ૧૩ એપ્રિલ-૧૯૧૧ થી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતાં, અને માહિતી અધિકાર, લોકપાલ બિલ જેવી માંગણીઓ પર સરકાર ઝુકી ગઈ હતી, પરંતુ તે પછી જે કાંઈ થયું તે આપણે જાણીએ જ છીએ ને? તેઓને ત્રણ પદ્મ પુરસ્કારો સહિત બે ડઝન જેટલા એવોર્ડના પુરસ્કારો અને સન્માન મળ્યા છે.

વર્ષ ૧૯૬ર માં ચીન સાથેના યુદ્ધ પછી સૈન્યને મજબૂત બનાવવાના આહ્વાન સાથે અન્ના હજારે પોતે સેનામાં જોડાયા હતાં, અને મરાઠા રેજીમેન્ટમાં ડ્રાઈવરની ફરજો બજાવી હતી. સેનામાં ૧પ વર્ષ કામ કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તે પછી તેઓએ રાલેગન સિદ્ધિને જ કર્મભૂમિ બનાવી છે. અત્યારે તેઓની ઉંમર ૮૭ વર્ષની થઈ છે. તેઓ 'મન હોય તો માળવે જવાય'નું જીવતું જાગતું પ્રત્યક્ષ ઉચ્ચત્તમ દૃષ્ટાંત છે.

લક્ષ્મી મિતલ

ભારતીય મૂળના લક્ષ્મી નિવાસ મિત્તલનો જન્મ રાજસ્થાનના શાદુલપુરમાં ૧પ મી જૂન ૧૯પ૦ ના દિવસે થયો હતો. અત્યારે તેઓ લંડનમાં રહે છે, અને દુનિયાના સૌથી ધનવાનો પેકીના એક ભારતીય છે. તેઓને વર્ષ ર૦૦૮ માં પદ્મભૂષણથી નવાજ્યા હતાં. તેઓ મિત્તલ એલ.એન.એમ. નામના સ્ટીલ ઉદ્યોગ સમૂહના માલિક છે. તેઓ મન હોય તો માળવે જવાયનું ઉત્તમ ઉદાહરણ છે.

મનિકા બત્રા

મનિકા બત્રાએ મહિલા ટેબલ ટેનિસના ક્ષેત્રે રાષ્ટ્રમંડળની સ્પર્ધામાં ભારત તરફથી ઘણાં મેડલ્સ જીત્યા છે. તેણીનો જન્મ ૧પ જૂન ૧૯૯પ ના દિવસે દિલ્હીમાં થયો હતો. તેણીએ ટેનિસ ઉચ્ચ કારકિર્દી માટે સ્વીડનમાં પીટર કાર્લશન એકેડમીની શિષ્યવૃત્તિ અને મોડેલીંગની આકર્ષક ઓફર્સને પણ ઠુકરાવી દીધી હતી. તેણી મન હોય તો માળવે જવાયનું પ્રેરક ઉદાહરણ છે.

૧પ જૂન

૧પ જૂન ભારતના ઈતિહાસમાં તથા વૈશ્વિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ દિવસ છે અને ઘણાં સન્માનીય વ્યક્તિઓને સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા પણ છે. ચળવળ હોય કે રમતગમત, પોલિટિક્સ હોય કે વ્યાપાર-ઉદ્યોગ, સ્ટડી હોય કે સાહસ, દેશ હોય કે વિદેશ, ઘણાં બધા મન હોય તો માળવે જવાયના ઉત્તમ દૃષ્ટાંતો મળી આવે છે. આવો, તેમાંથી પ્રેરણા મેળવીએ અને પારકી પંચાત મૂકીને પોતાનો અને પરિવારનો પ્રગતિના પંથે કૂચ કદમ કરીએ..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૮ જૂને વિશ્વ મહાસાગર દિવસ મનાવાય છે. આપણી પૃથ્વીનો ૭૦ ટકામો ભાગ મહાસાગરો છે. સામાન્ય રીતે પાંચ મહાસાગરો છે. એશિયા અને અમેરિકા વચ્ચે સૌથી મોટો અને ઉંડો પ્રશાંત મહાસાગર છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા વચ્ચે બીજો સૌથી મોટો મહાસાગર આટલાંટિક મહાસાગર છે. એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજો મોટો મહાસાગર હિન્દ મહાસાગર છે, ઉત્તર ધ્રુવ તરફ આવેલો આર્કટિક મહાસાગર સૌથી નાનો અને ઠંડો મહાસાગર છે. પાંચમો મહાસાગર અંટાર્કટીક અથવા દક્ષિણી મહાસાગર છે. જે દક્ષિણ ધ્રુવ તરફ આવેલો છે. તે ઉપરાંત પૃથ્વી પર આવેલા સમુદ્રો, સરિતાઓ અને ઝરણાંઓ પણ જળ ભંડારો છે.

વર્ષ-ર૦ર૪ માં બહુવર્ષિય એકસન થીમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મોજુદ જલવાયુ સાધનોના મહત્તમ ઉપયોગ, સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનમાં વધારો, કોયલા આધારિત પ્રવૃત્તિઓમાં ઘટાડો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા સહિતના લક્ષ્યો રખાયા છે.

વર્ષ-ર૦૦રમાં વિશ્વ મહાસાગર પરિયોજનાનો મહાસાગર દિવસ સાથે સમન્વય કર્યો હતો. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી માટે વર્ષ-૧૯૯ર માં કેનેડાની સરકારે રિપો-ડી-જાનેરોમાં આયોજીત વૈશ્વિક શિખર સંમેલનમાં પ્રસ્તાવ મૂકયો હતો. આ ઉજવણી બહુ હેતુક છે અને તેમાં વિશ્વના મોટાભાગના દેશો સામેલ થયા છે. જો કે, મહાસાગરો હવે વૈશ્વિક રાજકારણનો મુદ્દો પણ બનવા વાગ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧ર જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવાય છે. આ દિવસે  દુનિયાભરના દેશો બાળમજૂરી સામે જનજાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરે છે.  આ દિવસ મનાવવાનો પ્રારંભ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને કરી હતી. દર વર્ષે  અલગ-અલગ થીમ પર આ ઉજવણી થતી રહી છે.

જે બાળકોની ભણવાની ઉંમર હોય, રમવાની ઉંમર હોય, તે બાળકોને  મજુરીમાં ધકેલી દેવામાં આવે છે. આ સ્થિતિનું કારણ બાળ-શિક્ષણનો  અભાવ, ગરીબી તથા ઈન્ફ્રાસ્ટ્રકચરની ઉણપ અને ખાસ કરીને જનજાગૃતિનો  અભાવ હોય છે. વિશ્વમાં બાળમજુરોની વધતી જતી સંખ્યાને ઘટાડવાનો મૂળ  ઉદ્દેશ્ય આ ઉજવણીનો છે.

વર્ષ-ર૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં બાળમજુરોની સંખ્યા-૧  કરોડથી વધુ બતાવાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં કેટલો વધારો કે ઘટાડો થયો  છે, તેના કરતાં યે આ સમસ્યા જડમૂળથી નાબૂદ કરવા વ્યાપક જનજાગૃતિ તથા  વાસ્તવિક પ્રયાસોની જરૂર છે, તેમ નથી લાગતું?

આવો, સૌ સાથે મળીને બાળ મજૂરી ખતમ કરવા બાલશિક્ષણ વધારવા અને  બાળ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા ગામડાથી ગ્લોબલ સીટી સુધીના  નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરીએ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગતિશીલ ન્યાય, કેસોનો ભરાવો ઘટાડવાની દિશામાં આગેકૂચઃ સૌનો સહયોગ જરૃરીઃ

જામનગર તા. ૭: હાલાર, રાજ્ય અને સમગ્ર દેશમાં લોકઅદાલતો યોજીને કોર્ટોમાં પેન્ડીંગ કેસોના નિવારણ માટે સમાધાનકારી ઉકેલ કરીને કેસોનો ભરાવો ટાળવા વર્ષ ૨૦૨૪ની ૨૨મી જૂને રાષ્ટ્રીયકક્ષાના આયોજન હેઠળ લોકઅદાલતો યોજાનાર છે ત્યારે દ્વારકા સહિતના જિલ્લાઓમાં લોકઅદાલતની સાથે સ્પેશિયલ મેજેસ્ટ્રીયલ સીટીંગ યોજીને હજુ અદાલતમાં મૂકાયા ન હોય પરંતુ પાઈપલાઈનમાં હોય તેવા કેટલાક કેસોના ઉકેલ માટે પણ વિશેષ વ્યવસ્થા થનાર હોવાના અહેવાલોની ચર્ચા પ્રેસ મીડિયાના માધ્યમથી તથા વકીલ સહિત ન્યાયક્ષેત્ર સાથે સંકળાયેલા પીટીશન-બોન્ડ રાઈટર્સ, લો-સ્ટુડન્ટ્સ તથા નોટરીઝના વર્તુળોમાં પણ થઈ રહી છે અને આ કોન્સેપ્ટને આવકાર પણ મળી રહ્યો છે. આ જ પ્રકારની ખાસ સુનાવણીઓ રાજ્યભરમાં થનાર હોવાના અહેવાલો પણ છે.

પબ્લિક યુટિલીટી સાથે સંકળાયેલા કેટલાક કેસો એવા હોય છે, જે હજુ કોર્ટમાં મૂકાયા હોતા નથી પરંતુ તારીખ મેળવવાની કે પ્રક્રિયાની પાઈપલાઈનમાં હોય છે. આ કોન્સેપ્ટને આવકાર મળી રહ્યો છે.

દૃષ્ટાંત તરીકે નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળના કેસો, વીજળીના બીલો કે વોટર ચાર્જ વગેરેની તકરારો ડિસ્ટયૂટ્સના કેસો, કરવેરા વસૂલાતની વાંધા-તકરારો, ટ્રાફિકના નિયમો હેઠળ ચલણના કેસો, લેબર ડિસ્ટ્રીકટ્સના કેસો, બેંકોના લેણાં સંદર્ભે રિક્વરીના કેસો વગેરેનું સંકલન કરીને પ્રિ-લિટિગેશન કોર્ટોમાં મૂકાય છે અને તેનું સમાધાનકારી નિરાકરણ કરવામાં આવે છે.

અવારનવાર રાષ્ટ્રીય અને પ્રાદેશિક તથા સ્થાનિકકક્ષાએ યોજાતી લોકઅદાલતોમાં પણ કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસોનો સામૂહિક અને સમાધાનકારી ઉકેલ લાવીને તે કેસોનું ભારણ કાયમી ધોરણે ઘટાડવામાં આવે છે, જેમાં કાનૂની રીતે સમાધાન કરી શકાતું હોય તેવા ફોજદારી અને સિવિલ કેસો મૂકવામાં આવે છે. મોટાભાગે લગ્ન વિષય તકરારો, એક્સિડન્ટ રિબેટ, ટેક્સ રિબેટ કામદારોને વળતરની તકરારો, જમીન સંપાદન વળતરના કેસો, પેન્શન, ગ્રાહક સેવા તકરાર, વીજ કંપની તથા લોકો સાથે સંકળાયેલી સેવાઓ આપતી કંપનીઓ સામેના કેસો સહિત સમાધાન સંભવ હોય અને કાનૂની રીતે તે સમાધાન માન્ય રહેતું હોય તે તમામ કેસોને ઉકેલ થાય છે. આ તમામ કેસો અદાલતોમાં પેન્ડીંગ હોય છે.

આગામી ૨૨ જૂને લોકઅદાલતો તથા પ્રિ-લિટિગેશન કોર્ટના માધ્યમથી હજારો કેસનો ઉકેલ આવશે. આ કોન્સેપ્ટ અને તેના અમલને દેશમાં સરળ, ઝડપી અને સસ્તા ન્યાય તથા કેસોનો ભરાવો ઘટાડવાની દિશામાં આગેકૂચ થઈ રહેલી ગણાય, ખરૃંને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજ વિશ્વ ૫ર્યાવરણ દિવસ...

ઈશ્વરની સૌથી સુંદર રચના એટલે 'પૃથ્વી.' ભગવાને પૃથ્વીની રચના કરી અને સાથે સાથે પ્રકૃતિ, પર્યાવરણ અને ધરતી પર અદ્ભુત જીવનસૃષ્ટિનું સર્જન કર્યું. ભગવાને પૃથ્વીના જીવો અને માણસોની સુખ-શાંતિ તથા પ્રસન્નતા માટે પ્રકૃતિ અને પર્યાવરણના તત્ત્વો બનાવ્યા. સૂર્ય, ચંદ્ર, વૃક્ષો, નદીઓ, સમુદ્ર, ઝરણાં, ફૂલો, પહાડો વગેરે જેવા પ્રકૃતિના રંગબેરંગી અને અમૂલ્ય તત્ત્વોની ભેટ આપણને આપી છે. આ બધાની રચના કરીને ભગવાને આપણા પર ઉપકાર કર્યાે છે. કારણ કે પ્રકૃતિના આ તત્ત્વો વિના આપણું જીવન અશક્ય છે તેથી જ કવિએ કહ્યું છે કે...

'આજ મારે કવિ બનીને

જગતને જોવું છે,

પ્રકૃતિની સુંદરતાનો

લ્હાવો લેવો છે.'

કવિની દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર પ્રકૃતિનું રમણીય અને આહ્લાદક રૂપ આંખો સમક્ષ ઉભુ થાય છે. પ્રકૃતિની શોભા જ કંઈ નિરાળી છે.

પણ, એક પળ માટે વિચાર થાય છે કે પ્રકૃતિનું આવું રમણીય અને સુંદર રૂપ ભવિષ્યની પેઢીઓ નિહાળી શકશે? કદાચ 'ના.' ઈશ્વરે પ્રકૃતિ અને પર્યાવરણનું જે સુંદર સ્વરૂપ આપ્યું છે તેને આજના 'આધુનિક માનવો' દિવસે દિવસે બગાડી રહ્યા છે. આધુનિકતા અને વિકાસ પાછળ આજનો માનવી પ્રકૃતિની જરાપણ પરવા કર્યા વગર આડેધડ આ તત્ત્વોને બગાડી રહ્યો છે. પ્રદૂષણ ફેલાવી રહ્યો છે, વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યો છે. નદી-તળાવો પ્રદૂષિત કરી રહ્યો છે. પ્લાસ્ટિક જેવા ઝેરી પદાર્થોને બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જંગલોનો વિનાશ કરી રહ્યો છે. માણસની આવી સ્વાર્થી વૃત્તિથી પ્રકૃતિ જાણે આપણાથી રિસાય ગઈ હોય એવું લાગે છે. કુદરત પોતાનો પ્રકોપ અત્યંત ગરમી, અત્યંત ગરમી, અત્યંત ઠંડી કે બેફામ વરસાદ દ્વારા પ્રગટ કરી રહી છે.

આજે સમગ્ર વિશ્વ સામે 'પર્યાવરણની જાળવણી' એ સૌથી મોટો મુદ્દો છે. પર્યાવરણની જાળવણી એ આપણા સૌ માટે હવે ફરજિયાત બની ગઈ છે. કારણ કે, જો આપણે પર્યાવરણની સુરક્ષા નહીં કરીએ તો ભવિષ્યમાં આપણા સૌનું જીવન એક મોટા ખતમાં છે. વર્તમાન સમયની અસહ્ય ગરમી આ વાતનું ઉ.દા./ચેતવણી છે. માટે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, જાળવણી અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે વૈશ્વિક સ્તરે કાર્ય કરવું જરૂરી છે.

૫ જુન એટલે 'વિશ્વ પર્યાવરણ દિવસ.' સમગ્ર વિશ્વમાં પાંચમી જુન પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળ મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. દિવસે દિવસે 'ગ્લોબલ વોર્મિંગ' અને પ્રદૂષણની સમસ્યા વધતી જાય છે. તેથી દરેક માણસનું ધ્યાન પર્યાવરણ તરફ કેન્દ્રીત થાય અને આખુ વિશ્વ પર્યાવરણને બચાવવા સકારાત્મક પ્રયાસો કરે તો આપ ણે પૃથ્વીને તેના સ્વચ્છ અને વાસ્તવિક સુંદર સ્વરૂપમાં કાયમ રાખી શકીશું અને આ કાર્યમાં યોગદાન આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે. કારણ કે, ભગવાને પ્રકૃતિને બગાડવાનો કે ખરાબ કરવાનો હક્ક માણસને આપ્યો નથી.

માણસ ખુદના વિકાસ માટે આપણી 'ધરતી માતા'ને કુરૂપ બનાવી રહ્યો છે. ભગવાને કુદરતના તત્ત્વોનું સર્જન માણસની સુખાકારી અને શાંતિ માટે કર્યાે છે. પણ આપણે બધા પર્યાવરણનો અને પ્રકૃતિના સુંદર તત્ત્વોનો ગેરઉપયોગ કરી રહ્યા છીએ. પ્રકૃતિ તરફ માણસનું આવું ક્રૂર વર્તન જોઈને પ્રકૃતિ તથા ધરતી માતા રડતી રડતી કહેતી હોય એવું લાગે છે કે...

'પૃથ્વી પોકારે છે કે

મનુષ્યો કરે છે ઈજા ઘણી,

હવે તો ધરતીનું સમારકામ

ઓછું પડે છે

યજમાન પ્રકોપે

કરી કરે છે પ્રશ્ન.

શું મહેમાનોને હક્ક છે

ભવિષ્યના મહેમાનોનો

હક્ક છીનવવાનો?'

ધરતી માણસની નિર્દયતા ખૂબ સહન કરે છે. પણ હવે વખત થઈ ગયો છે ચેતી જવાનો. આપણે આવી જ રીતે પર્યાવરણના બગાડતા રહીશું તો ભવિષ્યમાં તેના ગંભીર (ઘાતક) પરિણામો સૌએ ભોગવવા પડશે. પ્રકૃતિ, પર્યાવરણ અને કુદરતના તત્ત્વો એ આપણી ખુદની સંપત્તિ નથી ભગવાને આ બધું વિશ્વના બધા જીવો માટે બનાવ્યું છે. ફક્ત માનવ માટે જ નહીં. આપણે ફક્ત ધરતી પરના મહેમાનો છીએ માલિક નહી, માટે કુદરતે બનાવેલી આ સુંદર દુનિયાને સુંદર બનાવી રાખવી એ આપણી ફરજ અને નૈતિક જવાબદારી છે.

તો ચાલો આપણે સૌ સાથે મળીને ઈશ્વર તરફથી મળેલી આ મોંઘેરી સંપત્તિ અને પર્યાવરણની સુરક્ષા તરફ એક પગલું માંડીએ અને આ કાર્ય કોઈ એક વ્યક્તિથી નહી થાય પરંતુ આપણે સૌએ સાથે મળીને એક 'વિરાટ' કાર્યની શરૂઆત કરવાની છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે 'જે માણસ પોતાના જીવનમાં પાંચ વૃક્ષ વાવે તેને પુણ્ય મળે છે.' તો આપણે સૌ એક સાથે 'ધરતીમાતા'ને સુંદર, સ્વચ્છ બનાવવાની અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની એક પહેલ કરીએ. વૃક્ષો વાવીએ અને આપણું તથા આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ.

અ૫ેક્ષા જોષી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બી.પી.ની ગંભીરતાની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ લીધી છે

બી.પી. એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જેને સાઇલન્ટ કીલર પણ માનવામાં આવે છે. હાઇ બીપી રોગ માં સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની પીડા જોવા મળતી નથી અને રોગના ઉપદ્રવ થયા પછી જ જાણ થતી પણ જોવા મળે છે. આ રોગ વિશેની ગંભીરતાની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લેવામાં આવી છે અને તેને અતિ ગંભીર બિન ચેપી સ્વાસ્થ્ય સમસ્યા ઘણી છે જેના રોગીની સંખ્યામાં અતિ પ્રમાણમાં વધારો જોવા મળે છે તેમજ અંદાજીત ૫૦ ટકા લોકોનું નિદાન વગર ના રહે છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થા નું માનવું છે.

હાઇ બી.પી. ક્યારે કહેવાય?

દરેક વ્યક્તિમાં શરીરના દરેક અવયવ  સેલ ને લોહી ની જરૂરિયાત હોય છે જે હૃદયના ધબકાર દ્વારા અને લોહીની નળી (બ્લડ વેસલ) ના જાળ દ્વારા શક્ય બને છે. ઉંમર વધતાં અથવા લોહી ની નળી કડક થતાં, લોહી ઘટ્ટ થતાં, અતિ મીઠું ખાવા વિગેરે કારણો થી જ્યારે બીપી સિસ્ટઓલિક (ઉપર) ૧૪૦ થી વધુ અને ડાયાસટોલીક (નીચેનું) ૯૦ થી વધુ હોય તેને હાઇ બી.પી. કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ને સતત લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) ૧૪૦/૯૦ થી વધુ રહેતું હોય અને અન્ય કોઈ રોગના પરિણામે ના હોય તેને એસેન્સિયલ હાઇ બી.પી. કહેવાય છે.

હાઇ બી.પી. ના કારણો

હાઇ બી.પી. ને મલ્ટીફેકટોરિયલ કહેવાય છે એટલે કે એક કરતાં વધુ કારણો અને પરિબળો ના પરિણામે એસેન્સિયલ હાઇ બી.પી. નો રોગ થાય છે. આ કારણોમાં આગત્ય ના કારણો આ મુજબ છે. ૧) આનુવાંશિકીતા જીનેટિક  કૌટુંબિક પરિબળો, વધુ વજન, અતિ લવણ નો ઉપયોગ, ખોરાકમાં અતિ ચરબીનો ઉપયોગ, લોહીની નળીઓ કઠણ થવી, ટેન્શન, માનસિક ભારણ, તાણ પૂર્ણ વાતાવરણ તેમજ કિડની અને લીવરની તકલીફ હોય શકે છે.

પ્રિ-હાઇ બી.પી.ના કારણો

પ્રિ-હાઇ બીપી એસેન્સિયલ હાઇ બીપી પહેલા ની તકલીફ છે જેમાં એસિડિટી, માથા ના દુખાવા, પગમાં દુખાવો, માનસિક તાણ વિગેરે અન્ય કોઈ તકલીફ સાથે થોડા સામે માટે બી.પી. વધુ રહે છે પણ પછી નોર્મલ થઈ જતું જોવા મળે છે. આ અવસ્થા પછી જો યોગ્ય કાળજી ના લેવામાં આવે તો પરસિસ્ટંટ હાઇ બીપી રહે છે  જેને એસેન્સિયલ હાઇ બીપી કહે છે. આ અવસ્થા ને વનસ્પતિ માં થી બનેલ આયુર્વેદ દવા અને હેલ્થી લાઇફ સ્ટાઈલ ના ઉપયોગ કરવા થી પ્રિ હાઇ બી.પી. ની અવસ્થા ને લાંબો વખત સુધી રાખી શકાય. પ્રિ હાઇ બી.પી. થી એસેન્સિયલ હાઇ બી.પી. થવા નો અંદાજીત સમય પાંચ વર્ષ નો માનવામાં આવે છે, જો યોગ્ય કાળજી, દવાઓ નો ઉપયોગ અને રેગ્યુલર મેડિકલ ચેક-અપ કરવામા ં આવે તો કોમ્પલિકેટેડ હાઇ બી.પી. થવાની ગતિ ને ઓછી અથવા રોકી શકાય.

પ્રિ-હાઇ બી.પી. અને એસેન્સિયલ

હાઇ બી.પી.માં આયુર્વેદ દવાઓ

પ્રિ-હાઇ અને હાઇ બી.પી. અવસ્થા નો ફેર છે, જેમાં એસેન્સિયલ હાઇ બી.પી. માં સર્પગંધા, અશ્વગંધા, સદાપુષ્પા, બ્રાહ્મી, શંખયહુલી, શીરો-ધારા, શીરો-પીચુ વિગેરે નો રોગ અને રોગી ની અવસ્થા પ્રમાણે કરવા ઉપયોગ કરવા માં આવે છે. પ્રિ- હાઇ બી.પી. માં મેધ્ય રસાયણ, શતાવરી, પગ ના માલિશ, માથા પર માલિશ અને મન ની શાંતિ માટે ના ઉપાય અને શરીર ની તાસીર અનુરૂપ ખોરાક, તળેલું, નમક, રિફાનડ ફ્લોર, મેંદો, રેડી, ટુ કૂક અને રેડી ટુ સર્વ ફૂડ, પેકેટ ફૂડ ને શક્ય હોય ત્યાં સુધી ટાળવા. ધ્યાન નિયમિત રીતે કરવા થી બી.પી. ને કાબૂ કરવામાં વિશેષ લાભ જોવા મળે છે.

વધુ માહિતી અને ચિકિત્સકીય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સક અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરવો.

ડો. નિશાંત શુકલ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૧૭ મે ના દિવસે વિશ્વ દૂરસંચાર દિવસ મનાવાય છે. વર્ષ ૧૮૬પ ની ૧૭ મે ના દિવસે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. એ પહેલા ૧૯૭૩ માં મૈલેગા-ટોર્રિમો લિનોન્સમાં તેની ઘોષણા થઈ હતી. એક સંમેલન દરમિયાન આ દિશામાં વિચાર રજૂ થયો હતો તે પછી ૧૮૬પ માં આ દિવસે ટેલિગ્રાફ સમજુતિ પર હસ્તાક્ષરો થયા હતાં.

આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તે સમયે સંચાર વ્યવસ્થાઓનો વિસ્તાર વધારવાનો હતો, જે આજના યુગમાં ઈન્ટરનેટ અને અદ્યતન ટેકનોલોજી અંગે વિશ્વવ્યાપી જાગૃતિ વધારવાનો છે.

યુનોમાં વર્ષ ર૦૦૬ માં એક પ્રસ્તાવ પસાર કરીને ૧૭ મી મે ના વિશ્વ સૂચના સમાજ દિવસ પણ ઉજવવાનું નક્કી થયું હતું, વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટીના માધ્યમથી આ દિવસની ઉજવણી થઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગ અને ગરીબી જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ લક્ષ્યોમાં ૭૦ ટકા સિદ્ધિ હાંસલ કરવાના માઈલસ્ટોન માટે આ ઉજવણી ઘણી જ મદદરૂપ થાય છે.

આ વર્ષે ર૦ર૪ માં આ ઉજવણી અંતર્ગત ડિજિટલ ઈનોવેશનને સમાવીને સૌના વિકાસ માટે સૌના સહયોગથી નવી દિશાઓ ખોલવામાં આવી છે.

એક આંકડા મુજબ ઈન્ટરનેટ યુગમાં હજુ પણ વિશ્વના ર.૬ અબજ લોકો સંચાર વ્યવસ્થાઓથી વંચિત છે. આવો, આપણે બધા સાથે મળીને ડિજિટલ ઈનોવેશન માટે વધુમાં વધુ પ્રયાસો કરીને વૈશ્વિક સમસ્યાઓને હળવા કરીને ક્રમશઃ ખતમ કરીએ, અને આપણી નવી પેઢીનું ભાવિ સુરક્ષિત કરીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતમાં દર વર્ષે ૧૬ મે ના દિવસે ડેન્ગ્યૂ વિરોધી દિવસ અથવા 'નેશનલ ડેન્ગ્યૂ ડે' મનાવાય છે.

નેશનલ વેક્ટર બોર્ન ડિસિઝ કંટ્રોલ પ્રોગ્રામહેઠળ ડેન્ગ્યૂને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ડેન્ગ્યૂ જીવલેણ રોગ છે, જે એડીસ મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છરને એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડેન્ગ્યૂ ગંભીર બીમારીઓમાં ગણાય છે. વિશ્વમાં દર વર્ષે લાખો લોકોના જીવ ડેન્ગ્યૂ થવાથી થાય છે. ડેન્ગ્યૂનો રોગચાળો મોટાભાગે વરસાદના કારણે ફેલાય છે. ચોમાસાનો પ્રારંભ થતા જ ડેન્ગ્યૂના કેસો નોંધાવા લાગતા હોય છે.

ડેન્ગ્યૂના મચ્છરો મોટાભાગે ચોમાસાના ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. આ મચ્છરના લારવા પાણી મરેલા ખુલ્લા વાસણો કે ટાંકા-ટાંકીઓમાં ઉછરે છે. આ લારવા જુલાઈથી ઓક્ટોબર વચ્ચે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે.

દર વર્ષે ચોમાસું શરૂ થતા પહેલા ૧૬ મે ના થતી આ ઉજવણી દરમિયાન ડેન્ગ્યૂના કારણો, ડેન્ગ્યૂના લક્ષણો, ડેન્ગ્યૂ અટકાવવાના ઉપાયો અને ઉપચાર અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે, અને વિવિધ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવે છે, જો કે હજુ આ અંગે વધુ લોકજાગૃતિની જરૂર છે.

ડેન્ગ્યૂ ઉપરાંત ચિકનગુનિયા અને યલો ફીવર જેવા રોગો માટે કારણભૂત એડીસ મચ્છરના શરીર પર ઉપંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. એવા આંકડાઓ સામે આવ્યા છે કે ડેન્ગ્યૂ મોટાભાગે એશિયા અને આફ્રિકા ઉપરાંત અમેરિકાના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાય છે. દર વર્ષે અંદાજે ૪૦ કરોડને ચેપ લાગતા ૧૦ કરોડને આ ગંભીર રોગ થાય છે, અને અંદાજે ૪૦ હજાર લોકોને ડેન્ગ્યૂ ભરખી જાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવતીકાલે શ્રી આદ્યશંકરાચાર્ય જ્યંતી

ભગવાન આદ્ય શંકરાચાર્યનું અવતરણ એવા સમયે થયું જ્યારે ભારત વર્ષમાં વૈદિક સનાતનીય પરંપરાનું પાલન કરનારાઓ ઉપર વજ્રઘાત થવા લાગ્યો હતો અને વૈદિક ધર્મનો ઉપદેશ અનધિકારીઓ દ્વારા થતો હતો. સમગ્ર ધર્મપ્રાણ રાષ્ટ્રમાં અનિશ્વરવાદ ફેલાઈ રહ્યો હતો અને સનાતન ધર્મ જાણે અજ્ઞાન-અંધકારની ગુફાઓમાં ચાલ્યો ગયો હતો. એવા સમયે ભારતીય સનાતન વૈદિક ધર્મની રક્ષા માટે આદ્ય શંકરાચાર્યનો અવતાર પ્રગટ થયો. ભગવાન અવતારનો ઉદ્દેશ ધર્મની રક્ષા કરવાનો જ હોય છે. વેદ શાસ્ત્રમાં જીવોના કલ્યાણ માટે યજ્ઞ-યાગાદિના વિધાન દ્વારા કર્મબંધનથી મુક્ત થવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે અને જ્ઞાનીઓ માટે પરમસિંધુપુરુષ પરબ્રહ્મમાં સમાઈ જવાનો ઉપદેશ બતાવવામાં આવ્યો છે. આ વૈદિક પરંપરાને નષ્ટ-ભ્રષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તેવા સમયે શ્રીમદ્ આદ્યશંકરાચાર્યનું અવતરણ થયું.

અસુરો જ્યારે વેદોનો આશ્રય લઈને મદ્ય માંસ વગેરેના ઉપયોગ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ બુદ્ધનો અવતાર લઈને યજ્ઞની નિંદા શરૃ કરી. અસુરોએ જ્યારે દલીલ કરી કે યજ્ઞ તો વેદ વિહિત હોવાથી નિંદનીય બની શકે નહિ ત્યારે બુદ્ધે કહ્યું કે "વેદાઠ અપ્રમાણમ્" એટલે કે વેદ પ્રમાણ નથી. વેદોની પ્રામાણિકતાનું ખંડન થવાથી પુણ્ય-નદીઓ, મંદિરો, તીર્થો વગેરેની ઉપેક્ષા થવા લાગી. લોકો વ્રત-ઉપાસનાનો ત્યાગ કરવા લાગ્યા. દ્વિજાતિ બ્રાહ્મણોએ વેદાધ્યયન કરવાનું છોડી દીધું. ઉપનયન-અગ્નિહોત્ર વગેરે કર્મો બંધ થઈ ગયા. નારીઓ પતિવ્રત ધર્મ અને સતીત્વનો ત્યાગ કરીને સામૂહિક રીતે ભ્રમણ કરવા લાગી. બૌદ્ધ વિહારોમાં અકર્મણ્ય લોકોના સંઘ નિવાસ કરવા લાગ્યા. અહિંસાની એવી બોલબાલા થવા લાગી કે જ્યાં ધર્મ અને દેશની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય એવા તેવા પ્રસંગોએ પણ લોકો અહિંસાનું રટણ કરવા લાગ્યા. પરિણામે વિધર્મીઓના ટોળેટોળા ભારતભૂમિમાં આવીને લૂંટફાટ અને હિંસા કરવા લાગ્યા. આવા લોકો જ બૌદ્ધ ધર્મના નામે સનાતન ધર્મીઓનું ઉત્પીડા કરવા લાગ્યા.

વૈદિક ધર્મ ક્ષીણ થવાથી જુદા જુદા મતાવલંબિઓ વધવા લાગ્યા. જેમાં કાપાલિક ઈત્યાદિ પણ જોડાયા. સૂરાપાન અને માંંસાહારને  પ્રોત્સાહન મળવા લાગ્યું. જ્યાં ધર્મ અને બ્રહ્મના સંબંધમાં એકમાત્ર વેદ જ પ્રમાણ  ગણાતા હતા. તેના બદલે કેટલાક સ્વતંત્ર આજ્ઞાઓનું પ્રચલન થવા લાગ્યું. આધુનિક વિચારધારાને કારણે વેદવિરોધી મતોનું પ્રચલન વધવા લાગ્યું અને તીર્થયાત્રાઓ બંધ થવા લાગી. ભારતની એકતા સામે ખતરો વધવા લાગ્યો.એવા સમયે દેવતાઓની સભા મળી અને બધા દેવોએ મહાદેવને વિનંતી કરતા કહ્યું કે, હે દેવાધિદેવ...! ભગવાને અનાધિકારીઓને યજ્ઞ કરવાથી રોકવા માટે બુદ્ધ અવતાર લીધો હતો પરંતુ અતયારે તો તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને અધિકાર હોય તેવા  લોકો પણ યજ્ઞથી વિમુખ બની રહ્યા છે. તેનું કારણ એ છે કે  બુદ્ધ દ્વારા યજ્ઞના કારણભૂત વેદોને જ અપ્રમાણ કહ્યા છે. આથી તેમના ઉપદેશનો આધાર લઈને ચાર પ્રકારના બૌદ્ધ દર્શનના વિભાગો ઉભા થયા. જેમાં માધ્યમિક, યોગાચાર સૌત્રાન્તિક અને વૈભાષિક પ્રકારો ઉભા થયા. વેદો અપ્રમાણ છે. એવું દૃઢ થવાથી વર્ણાશ્રમ ધર્મ લુપ્ત થવા લાગ્યો. એવા સમયે હે પ્રભુ ધર્મની સ્થાપના માટે આપ સક્રિય બનો તે ખૂબ જ આવશ્યક બની ગયું છે. દેવાધિદેવ મહાદેવ દ્વારા દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો અને કેરળના - કાલટી ગામમાં મહાદેવ દ્વારા અવતાર ધારણ કરવાનું સ્વીકાર્ય ભગવાન શીવે સનાતન હિંદુધર્મની રક્ષા માટે ચાર પીઠની સ્થાપના કરી. સમગ્ર  ભારતનું પરિભ્રમણ કરતા કરતા તેઓ કેદારનાથ ધામ પહોંચ્યા અને ત્યાં જ ધર્મની સ્થાપનાનું કાર્ય પુણ્ય થતા કૈલાસગમન કર્યું.

સ્વામી સદાનંદ સરસ્વતી જગદ્ગુરૃ શંકરાચાર્ય, દ્વારકા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રેડક્રોસ વિશ્વવ્યાપી સંસ્થા છે. પ્રથમવિશ્વયુદ્ધ પછી શાંતિ સ્થાપવામાં રેડક્રોસનોમહત્વનો ફાળો રહ્યો છે. પ્રથમવિશ્વયુદ્ધના કારણે જે તબાહી સર્જાઈ હતી, અને હજારો લોકો શારીરિક યાતના અને રોગનો ભોગ બન્યા હતાં, તેમની સેવા કરવા, તેમને બિમારીમાંથી ઉગારવા અને ફરીથી સામાન્ય જીવન જીવતા કરવા માટે રેડક્રોસની સ્થાપના થઈ હતી. રેડક્રોસની સ્થાપના ૮-મે ૧૯ર૮ના રોજ થઈ હતી. રેડક્રોસ વિશ્વભરમાં માનવજીવનના આરોગ્યના રક્ષણ માટે અને માનવ દુઃખને રોકવા તથા તેને દુર કરવા પ્રયત્ન કરે છે. રેડક્રોસ સોસાયટિનું મુખ્ય મથક સ્વીઝરલેન્ડના જીનીવા શહેરમાં છે. અત્યાર સુધી ૧૯૮થી વધારે દેશોએ તેને સતાવાર માન્યતા આપેલી છે, ભારતમાં ૧૯ર૦ના પાર્લામેન્ટ એકટ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ. માનનીય રાષ્ટ્રપતિશ્રી ભારતીય નેશનલ રેડક્રોસ સોસાયટીના પ્રમુખ છે. ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ તરીકે માનનીય રાજ્યપાલશ્રી પ્રમુખ છે. ભારતમાં આશરે ૧ર૦૦ જેટલી રેડક્રોસની શાખાઓ છે. ન્યૂ દિલ્હીમાં સાંસદ નજીક ભારતીય રેડક્રોસ ભવન આવેલ છે.

સામાન્ય જગતમાં રેડક્રોસ અંગે એવી માન્યતા છે કે રેડક્રોસ એટલે બ્લડબેંક અથવા બ્લડ ડોનેશન કેમ્પ કરતી સંસ્થા આ ખ્યાલ બિલકુલ સાચો નથી. રેડક્રોસ ચાર મહત્વના કાર્યકરો છે. જેમાં કુદરતી આફતો સમયે લોકોની મદદ કરવી, માનવ મૂલ્યોના સિધ્ધાંતોને સમર્થન આપવું, મુસીબતના સમયે તાત્કાલિક મદદ પહોંચાડવી અને ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરાવવી. દુનિયાભરમાં અસરકારક અને અભાવગ્રસ્ત ગરીબોને માનવધર્મની દૃષ્ટિએ સહાય કરવી એ રેડક્રોસનો મુખ્ય ઉદ્દેશ છે. શાંતિના સમયમાં સેવાકીય કાર્ય કરે છે. રેડક્રોસ સોસાયટીના સાત સિધ્ધાંત છે, જેમાં સ્વતંત્રતા, વોલેન્ટરી, નિષ્પક્ષતા, તટસ્થતા, માનવતા, એકતા અને સાર્વભૈમિકતા શામેલ છે. રેડક્રોસ સોસાયટીનું મિશન લોકોને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપવાનું છે.

ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલની વિશાળ સુઝબુઝ, દિર્ધદૃષ્ટિ અને સમગ્ર ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી ધમધમતી કરવાની ધગશ અવર્ણનીય છે. અજયભાઈનો સંકલ્પ છે કે સમગ્ર ગુજરાતમાં લોકોને સરળતાથી બ્લડ મળી શકે તેવું આયોજન કરવું અને આ માટે તેઓ યોગ્ય દિશામાં પગલા લઈ રહ્યા છે. આ ઉપરાંત તેમનો સંકલ્પ જીલ્લા અને તાલુકા લેવલે રેડક્રોસનું કામશરૂ કરાવવાનો છે.

કુદરતી આફતો વખતે રેડક્રોસ મારફતે લોકોને શારીરિક આર્થિક અને માનસિક મદદ મળી રહે તે માટે અજયભાઈ પટેલના માર્ગદર્શનથી ડિઝાસ્ટ મેનેજમેન્ટને સક્રિય બનાવ્યું છે. જેના ભાગરૂપે સ્કૂલના વિદ્યાર્થીઓને રેડક્રોસની માહિતી મળી રહે તે માટે જુનિયર રેડક્રોસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે યુથ રેડક્રોસના સ્વયં સેવકોને તૈયાર કરવા માટે સતત પ્રયત્નો ચાલુ કરેલ છે તેમાં જોડાનાર વિદ્યાર્થીઓને તાલીમઆપવામાં આવે છે. ગત વર્ષથી સમગ્ર ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાવાઝોડું, પૂર, અકસ્માત, ધરતીકંપ વખતે ઈજાગ્રસ્તોને મદદ અને તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાની તાલીમઆપવામાં આવે છે.

જામનગર રેડક્રોસ સોસાયટીની પ્રવૃત્તિ ૭૦ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી. ડોકટર કે.એસ. શાહ અને ત્યારબાદ ડો. આર.બી. ભૂવા તથા તેમના સહાયકર્તાઓએ વર્ષાે સુધી નિદાન કેમ્પ દ્વારા તબીબી વિષયક સેવાઓ પૂરી પાડેલ હતી. જાન્યુઆરી ર૦૦૧ના ભુકંપ વખતે ઈજાગ્રસ્ત લોકોને રેડક્રોસ જામનગર દ્વારા દવા, અનાજ, ઘરવખરી પૂરી પાડેલ હતી. જામનગર જિલ્લામાં, આજુબાજુના અને ગામડામાં તબીબી સેવા રેડક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે.

આ ઉપરાંત રેડક્રોસ મારફતે લોકજાગૃતિ માટે ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં પ્રાથમિક સારવાર, સી.પી.આર. ટ્રેનિંગ, ઈજા વખતે સારવાર, ધબકારા માપવા, દાઝી ગયલાની સારવાર, ડુબતા માણસને બચાવવા જેવી તાલીમઆપવામાં આવે છે. ગત વર્ષમાં લગભગ ૧પ૦૦ થી વધારે લોકોએ આ તાલીમલીધે છે. આ તાલીમજામનગર રેડક્રોસ સોસાયટીના નીતિનભાઈ પરમાર દ્વારા આવામાં આવે છે. આ ઉપરાંત અશક્ત, વૃદ્ધ વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાત પૂર્ણ કરી શકાય એ માટે એલ્ડરલી હેલ્થ કેર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જેમાં બે માસના કોર્ષમાં બીમાર વ્યક્તીની પ્રાથમિક જરૂરીયાત પૂર્ણ કરી શકાય તેની તાલીમઆપવામાં આવે છે.

કોરોના સમયે જામનગર રેડક્રોસ દ્વારા જી.જી. હોસ્પિટલના સ્ટાફને ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. કોરોના સમયે ઓક્સિજન પાઈપ લાઈન પણ ફીટ કરવામાં આવેલ હતી.

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં ભરમાં ૭૩ સ્થાન પર વડાપ્રધાન ભારતીય જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર રેડક્રોસ શાખા અને ગુજરાત રાજ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે ગત ઓકટોબર માસથી ગુલાબકુંવરબા વેલફેર એસોસીએશનના સહયોગથી, ગુલાબકુવરબા, સેતાવડ ખાતે ફિઝીયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનીકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં નજીવા દરે દર્દીને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગુલાબકુંવરબા સેતાવડમાં આંખ, કાન, ગળાના ચેકઅપ કેન્દ્ર, ડિજિટલ એકસરે કેન્દ્ર, બ્લડ બેંક અને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે.

- દિપા સોની

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે આઠ મે ના વિશ્વ રેડક્રોસ દિવસ મનાવાય છે. પ્રથમ નોબલ પુરસ્કાર મેળવનાર જીન હેનરી ડ્યુનૈંટના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ ઉજવણી થતી રહી છે, તેઓ આંતરરાષ્ટ્રીય રેડક્રોસના સ્થાપક હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્ષ ૧૯૧૯ માં રેડક્રોસ અને રેડ ક્રિસેન્ટ સોસાયટીની આંતરરાષ્ટ્રીય સમિતિઓ રચાઈ હતી. પહેલા વિશ્વયુદ્ધ પછી લોકોની માનવીય ધોરણે કોઈપણ ભેદભાવ વિના સેવા કરવાના ઉદ્દેશ્યથી આ સંસ્થાઓનો ઉદય થયો હતો. તે પછી વર્ષ ૧૯ર૦ માં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ, અને તેને લઈને કાયદો પણ ઘડાયો.

વર્લ્ડ રેડક્રોસનું વર્ષ ૧૯૮૪ માં 'વર્લ્ડ રેડક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ દિવસ' તરીકે અધિકૃત રીતે નામકરણ થયું. આ સંસ્થા વિશ્વભરમાં યુદ્ધ, કુદરતી આફતો, દુર્ઘટનાઓ, રોગચાળોા વગેરે મુશ્કેલીઓના સમયે પીડિતો તથા અસરગ્રસ્તોની નિઃસ્વાર્થ સેવા કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા આ વર્ષે ૧૦ મી મે ના દિવસે ઉજવાઈ રહી હશે, ત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ પણ છવાયેલો હતો. આ દિવસે લોકો સોના-ચાંદી વિગેરેની ખરીદી પણ કરતા હોય છે. અખાત્રીજનું વિવિધલક્ષી મહાત્મય છે. આ દિવસ ઘણો જ શુભ મનાય છે અને આ દિવસે મંગલ અને શુભ પ્રસંગો ઉજવાય છે.

આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાતા પરશુરામનો જન્મ થયો હોવાની માન્યતા છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણે આ દિવસે જ યુધિષ્ઠીરને અક્ષયપાત્ર આપ્યું હતું. અખાત્રીજથી ત્રેયા યુગનો પ્રારંભ થયો હોવાની પણ માન્યતા છે. ભગીરથે સ્વર્ગમાંથી આ જ દિવસે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાની કથા પણ પ્રચલિત છ. આ દિવસે ખેડૂત કૃષિ ઓજારોનું પૂજન પણ કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વર્ષ ર૦ર૪ માં ચોથી મે ના પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યજીની જયંતી ધામધૂમથી ઉજવી રહ્યા છે. તેઓનો જન્મ વર્ષ ૧૪૭૮ માં ચંપારણ્યમાં થયો હોવાની કથા છે. વલ્લભાચાર્યજી સાથે ગોવર્ધન પર્વત અને શ્રીનાથદ્વારાના શ્રીનાથજી પાવન સ્થળો સંકળાયેલા છે.

પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને પરમ કૃષ્ણભક્ત વલ્લભાચાર્યજીની જયંતી વૈશાખ વદ એકાદશી અથવા વરૂથિની એકાદશી પણ કહેવાય છે. આ તિથિ આ વર્ષે ૪ મે ર૦ર૪ ના દિવસે હોવાથી આ દિવસે ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી વલ્લભાચાર્ય જયંતીની ઉજવણી થઈ રહી છે. દ્વારકા અને જામનગર સહિત દેશભરમાં આ ઉજવણી થઈ રહી છે.

સોમયાજી અને મહાલક્ષ્મીને ત્યાં જન્મેલા વલ્લભાચાર્યજીના જન્મ અંગે પણ વિવિધ કથાઓ પ્રચલિત છે. વલ્લભાચાર્યજીને શ્રીવલ્લભ, મહાપ્રભુજી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનના શ્રીનાથદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર વિશ્વ વિખ્યાત છે, અને તેના તાબા હેઠળ ઘણી હવેલીઓ તથા સંલગ્ન મંદિરોનું સંચાલન પણ થાય છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ સમગ્ર દેશનું પર્યટન કર્યું અને અજ્ઞાનના અંધારામાંથી ઘણાં લોકોને બહાર કાઢ્યા. તેઓએ અંતરિયાળ અને દૂર-દૂરના સ્થળોએ શ્રીમદ્ ભાગવત સપ્તાહો યોજીને લોકોને સ્વચ્છતા, પોષણ, શિક્ષણ અને સંસ્કારોની સાથે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો નવો જ માર્ગ સૂચવ્યો. તે પછી તેઓના પટ્ટશિષ્ય ગોસાઈજીએ પણ એ જ રીતે દેશભરમાં કૃષ્ણભક્તિનો મહિમા ફેલાવ્યો.

શ્રીમદ્ વલ્લભાચાર્યના સિદ્ધાંતો, ભક્તિ અને દાર્શનિક્તાને સમજવા તેઓએ લખેલા પુસ્તકો તથા કરેલી કથાઓનો અભ્યાસ કરવો પડે. એવું કહેવાય છે કે, તેઓ જ્ઞાનનો ભંડાર હતાં અને તેઓની વકતૃત્વ કથા સાક્ષાત ઈશ્વરની અમૃતવાણી સમી હતી, તો તેઓની લેખન કલા કૃષ્ણભક્તિથી તરબતર હતી.

તેઓએ ષોડશગ્રંથ, ગાયત્રીભ્યાસ, પત્રાવલંવન, મધૂરાષ્ટકમ્, પુરુષોત્તમ સહસ્ત્રનાથમ, નંદકુમાર, અષ્ટકમ્, ગિરિરાજધરીષ્ટકમ્ વગેરેની રચના કરી અને કીર્તન ભક્તિનો મહિમા પણ વધાર્યો, તેઓએ જે ૮૪ સ્થળે ભાગવત પ્રવચનો કર્યા, ત્યાં આજે બેઠકજી સ્થાપિત છે અને વૈષ્ણવો ત્યાં સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ તથા વલ્લભાચાર્યજીની ભક્તિની અનુભૂતિ કરે છે.

આમ તો શ્રીમદ્ વલ્લભાચાર્યજી સાથે ઘણી બધી ઘટનાઓ તથા પ્રસંગો સંકળાયેલા છે, અને તેઓએ કીર્તનભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ, બલકૃષ્ણની સેવા, ગોવર્ધનપૂજા તથા માનવીય પ્રવૃત્તિઓના કારણે વૈષ્ણવો પુષ્ટિમાર્ગે આત્મકલ્યાણના પંચે વિચરી રહ્યા છે... જય શ્રીકૃષ્ણ... ગિરિરાજધરણ કી જય...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે પહેલી મે ના દિવસે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ મનાવાય છે. વર્ષ ૧૯૬૦ ની પહેલી મે ના દિવસે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ)માંથી છૂટા પડેલા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપનાદિન બન્ને રાજ્યોમાં ઉજવાય છે.

પહેલી મે ના દિવસે વિશ્વ શ્રમિક દિવસ પણ સમગ્ર વિશ્વમાં મનાવાય છે. અમેરિકામાં મજુર યુનિયનોએ પહેલી મે ૧૮૮૬ના દિવસે હડતાલ પાડી હતી. તે દિવસે વિસ્ફોટ અને પોલીસ ગોળીબારની ઘટનાઓ પણ બની હતી. આ પછી આંદોલને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દરરોજના ૮ કલાક (આઠ કલાક) કામ કરવાનો નિયમ ત્યારથી અમલમાં મૂકાયો છે. ભારતમાં વર્ષ ૧૯ર૩ માં સૌપ્રથમ ચેન્નાઈમાં આ ઉજવણી થઈ હતી. આઝાદી પછી ભારતમાં વિશ્વ મજૂર દિને વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી હોવાથી ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી સરકારી તંત્રો દ્વારા ઔપચારિકરીતે થશે, તેમ જણાય છે. આ દિવસે ગુજરાત અને ગુજરાતીઓનું ઠેર-ઠેર ગૌરવ ગાન થાય છે. જય જય ગરવી ગુજરાત....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વ ૫ુસ્તક અને કોપીરાઈટ દિવસ ર૩-એપ્રિલ અને

સમય જયા૨ે ખૂબ ઝડ૫થી ૫સા૨ થઈ ૨હેલ છે અને વિશ્વ આખું ઔદ્યોગિક૨ણ ત૨ફ દોડી ૨હેલ છે ત્યા૨ે માત્ર ઉદ્યોગો માટે જ નહીં ૫૨ંતુ કોઈ ૫ણ ધંધા માટે બૌદ્ધિક સં૫ત્તિ જેવી કે, ૫ેટન્ટ, બ્રાંડ એટલે કે ટ્રેડ માર્ક, કો૫ી૨ાઈટ વગે૨ેનું મહત્ત્વ ખૂબ જ અગત્યનું બની ૨હે છે. તે મહત્ત્વને લક્ષમાં લઈને વિશ્વ આખામાં, ૨૩ મી એિ૫્રલે ''વિશ્વ ૫ુસ્તક અને કો૫ી૨ાઈટ દિવસ'' તેમજ ૨૬–મી એિ૫્રલે ''વિશ્વ બૌદ્ધિક સં૫ત્તિ દિવસ'' ઉજવવામાં આવે છે.

ગત વર્ષે આ લેખની શૃંખલાના ૫હેલા મણકામાં આ૫ણે બૌદ્ધિક સં૫ત્તિના સામાન્ય ખ્યાલને સમજવાનો ૫્રયત્ન કર્યો હતો કે, બૌદ્ધિક સં૫ત્તિ શું છે, બૌદ્ધિક સં૫ત્તિ કયાં કેવી ૨ીતે કાયદાકીય ૨ક્ષણ મેળવે છે, બૌદ્ધિક સં૫ત્તિ માટે લોકોમાં કેટલી જાગૃતિ છે વગે૨ે.

આજના આ લેખમાં આ૫ણે મુખ્યત્વે ટ્રેડમાર્ક એટલે કે, ટ્રેડમાર્ક અને કો૫ી૨ાઈટની ચર્ચા થોડી આગળ અને થોડી ઉંડાણપૂર્વક ક૨વાનો ૫્રયત્ન ક૨ીએ. ટ્રેડમાર્કને માત્ર ઔદ્યોગિક૨ણ સાથે મતલબ છે એવું નથી. તે જ ૫્રમાણે કો૫ી૨ાઈટને માત્ર સાહિતિક કૃતિઓ કે ૫ુસ્તકો સાથે જ મતલબ છે તેવું ૫ણ નથી.

૨જીસ્ટ્રેશન/નોંધણી ફ૨જીયાત છે?

કોઈ ૫ણ ધંધો કે ૫્રવૃત્તિ હોય કે જેમાં ભવિષ્યમાં વ્યા૫ વધવાની શકયતાઓ હોય તેઓએ ટ્રેડમાર્ક ૨જીસ્ટ૨ ક૨ાવવું 'જરૂ૨ી' છે કા૨ણ કે, જયા૨ે નામ મોટું થવાનું ત્યા૨ે તેના ભળતાસળતા નામવાળા વ્યા૫ા૨ી હ૨ીફો માર્કેટમાં ૫્રવેશવાના તે ખૂબ જ સ્વાભાવિક છે. અહીં ટ્રેડમાર્ક ૨જીસ્ટ્રેશન માટે 'જરૂ૨ી' શબ્દનો ૫્રયોગ એટલા માટે ક૨વામાં આવેલ છે કા૨ણ કે, ટ્રેડમાર્ક ૨જીસ્ટ્રેશન ક૨ાવવું તે ફ૨જીયાત નથી, ૫૨ંતુ જયા૨ે ઉલ્લંઘન/ચો૨ીનો ૫્રશ્ન આવે ત્યા૨ે 'યુઝ૨ કલેઈમ' ની તા૨ીખ જે તે ઓથો૨ીટી સમક્ષ સાબિત ક૨વાની જવાબદા૨ી ૨હે છે. જો ૨જીસ્ટર્ડ/નોંધાયેલ હોય તો આ સાબિતીની જવાબદા૨ી ખૂબ જ સ૨ળ બની ૨હે છે. હવે તો ઓનલાઈન પ્લેટફોર્મ ૫૨ વેંચાતી વસ્તુઓ ટ્રેડમાર્ક હોવાનો આગ્રહ અને ૫્રાથમિક જરૂરિયાત ૨ાખતી હોય છે.

ભા૨તીય કાયદાઓ લક્ષમાં લેતા, ટ્રેડમાર્કની જેમ જ કોપીરાઈટના કિસ્સામાં ૫ણ નોંધણી ફ૨જીયાત નથી. તેથી તેમાં ૫ણ જયા૨ે ઉલ્લંઘનનો ૫્રશ્ન/તક૨ા૨/વિવાદ આવે ત્યા૨ે જે તે ઓથો૨ીટી સમક્ષ 'ક્રિએશન' ની તા૨ીખ જે તે ઓથો૨ીટી સમક્ષ સાબિત ક૨વાની જવાબદા૨ી ઊભી થાય છે. જો આવી કૃતિ, ચાહે ટે્રડમાર્ક હોય કે કો૫ી૨ાઈટ, ૫ણ નોંધાયેલ હોય તો આ સાબિતીની જવાબદા૨ી ખૂબ જ સ૨ળ બની જાય છે.

ઓથો૨ીટી એટલે કોણ ?

અહીં બન્ને બાબતોમાં એક શબ્દ ખૂબ અગત્યનો છે, ઓથો૨ીટી. ''જે તે ઓથો૨ીટી'' એટલે શું? ટ્રેડમાર્કનાં કિસ્સામાં નોંધણી માટે ટ્રેડમાર્ક ૨જીસ્ટ્રી ઓથો૨ીટી છે. જયા૨ે કો૫ી૨ાઈટનાં કિસ્સામાં કો૫ી૨ાઈટ ઓફિસ નોંધણી માટેની કચે૨ી છે. હવે અગત્યનું એ છે કે, ઓથો૨ીટી એટલે માત્ર એટલું જ? ના. જયા૨ે ઉલ્લંઘનનો વાદ–વિવાદ શરૂ થાય છે ત્યા૨ે ૨જીસ્ટ્રેશન ઓથો૨ીટીની સાથે સાથે ભા૨ત સ૨કા૨ની ૫ોલીસ ઓથો૨ીટી તેમજ ન્યાયિક વ્યવસ્થા ૫ણ યોગ્ય હકુમત ધ૨ાવતી ઓથો૨ીટી/વ્યવસ્થા છે તે જાણવું ખુબ જરૂ૨ી છે. ટ્રેડમાર્ક ૨જીસ્ટ્રેશન વખતે જો ભળતાસળતા નામ ૨ેકોર્ડ ૫૨ દેખાય તો જે તે ટ્રેડમાર્ક ૨જીસ્ટ્રી દવા૨ા જ આ અંગે 'એકઝામીનેશન રિ૫ોર્ટ' આ૫ી, ૩૦–દિવસમાં ખુલાસો ૨જુ ક૨વા જાણ ક૨વામાં આવે છે અને ૫છી જો યોગ્ય લાગે તો જ ટ્રેડમાર્ક ૫્રમાણ૫ત્ર આ૫વામાં આવે છે અન્યથા "૨ીફયુઝ" ક૨વામાં આવે છે એટલે કે, નકા૨વામાં આવે છે.

૨જીસ્ટ્રેશન ન હોય તો શું થાય?

કોઈ ૫ણ બ્રાંડ નોંધાયેલ હોય કે નહીં, ૫૨ંતુ તેનું ઉલ્લંઘન થયાનું માલુમ ૫ડે ત્યા૨ે 'ડેમેજ/નુકસાન' માટે આર્થિક ૨ીતે વળત૨ મેળવવા માટે જે તે જિલ્લાની ડિસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ સિવિલ દાવો એટલે કે વિવાદ ઉ૫સ્થિત ક૨વાનો ૨હે છે. તેમજ ઉલ્લંઘન માટે સામાવાળાને/આ૨ો૫ીને સજા અ૫ાવવા માટે લગત ૫ોલીસ/કોર્ટ સમક્ષ જરૂ૨ી ૫ુ૨ાવા સાથે ફોજદા૨ી ફરિયાદ ક૨વાની કાર્યવાહી અનુસ૨વાની ૨હે છે.

હવે, જયા૨ે બ્રાંડ નોંધાયેલ નથી એટલે કે અન૨જીસ્ટર્ડ છે ત્યા૨ે સામાવાળા કે જે ઉલ્લંઘન/ચો૨ી ક૨ી ૨હેલ છે તેના માટે એટલા ૫ૂ૨તું સ૨ળ થઈ જાય છે કા૨ણ કે, આવા વણનોંધાયેલા એટલે કે અન૨જીસ્ટર્ડ બ્રાંડનાં કિસ્સામાં જે તે ૫ોલીસ ઓથો૨ીટીને કે નામદા૨ કોર્ટને '૫્રાય૨ યુઝ' સાબિત ક૨વાનો બોજો/જવાબદા૨ી ફરિયાદી/વાદી ૫૨ ૨હે છે.

કો૫ી૨ાઈટના કિસ્સામાં, ટ્રેડમાર્કની જેમ જ કાર્ય૨ીતિ અનુસ૨વાની ૨હે છે. કોઈ કૃતિ જયા૨ે નોંધાયેલ નથી ત્યા૨ે તેની 'ક્રિએશન' ની જવાબદા૨ી ફરિયાદી/વાદી ૫૨ ૨હે છે. તે જ ૨ીતે, જે તે ૫ોલીસ ઓથો૨ીટીને કે નામદા૨ કોર્ટને 'ક્રિએશન' સાબિત ક૨વાનું ૨હે છે.

સ૨ળ ઉદાહ૨ણથી સમજીએઃ

એક ખૂબ જ ૫્રતિષ્ઠિત અને ૫ુ૨સ્કૃત નાટય લેખક દવા૨ા એક ગુજ૨ાતી નાટક ભજવવા માટે દિગ્દર્શકને આપ્યંુ. નાટક મુંબઈ સહિત ગુજ૨ાતમાં ખૂબ જ સફળ ૨હ્યુ, ઘણાં બધા ૫્રયોગો ૫ણ થયા. તેમાં કામ ક૨તા નામી–અનામી કલાકા૨ કસબીઓને ૫ણ ખૂબ ખ્યાતી, ૫્રખ્યાતી અને ૫ૈસા ૨ળવાની તક ૫ણ મળી. ત્યા૨૫છી આ નાટક મ૨ાઠી ભાષામાં ૫ણ ભજવાયું અને તે ૫ણ હિટ થયું. તેના ૫ણ ખૂબ ૫્રયોગ થયા વગે૨ે. થોડા વર્ષો ૫છી, આ જ નાટક માત્ર નામ બદલીને ફ૨ીથી શરૂ ભજવવામાં આવ્યું. હવે આખો કિસ્સો/વિવાદ કોર્ટમાં ૫હોંચ્યો અને કોર્ટ દ્વા૨ા નવુ એટલે કે, 'ચો૨ી થયેલુ' નાટક આગળ ન ભજવવા માટે ૫્રતિવાદી વિરૂદ્ધ મનાઈ હુકમ ૫ણ આ૫વામાં આવ્યો. આ કિસ્સામાં મુળ નાટક જે લેખકે લખ્યું તેણે કોર્ટ સમક્ષ એવા ૫ુ૨ાવા ૨જુ કર્યા છે કે, તેનું મુળ નાટક તેણે ૫ોતાની આંતઃસ્ફુ૨ણા તથા મૌલિક શકિતથી લખી, ડેવલો૫ ક૨ી, ક્રિએટ ક૨ેલું છે. આ આખો કિસ્સો હજુ ૫ણ નામદા૨ કોર્ટ સમક્ષ ૫ેન્ડીંગ છે.

તા. ક. હાલમાં 'મૈદાન' ફિલ્મ માટે ૫ણ લીટીગેશન્સ થયેલ હોવાનું સમાચા૨ોમાં વાંચવા જાણવા મળેલ અને ત્યા૨બાદ કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ફિલ્મ વિરૂદ્ધનો મનાઈ હુકમ ઉઠાવી લેવામાં આવતા ફિલ્મ ૨ીલીઝ થવા પામી હતી.

ગૌરવ પંડ્યા - એડવોકેટ, જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતમાં વર્ષ ર૦૧૦ ની ર૪ મી એપ્રિલે સૌ પ્રથમ પંચાયતીરાજ દિવસ મનાવાયો હતો. વર્ષ ૧૯૯ર માં બંધારણમાં ૭૩ મો સુધારો કરીને જે અધિનિયમ બનાવાયો હતો, તેના પ્રતીક રૂપે આ દિવસ ઉજવાય છે.

પંચાયતી રાજ દિવસની ઉજવણી દર વર્ષે ર૪ મી એપ્રિલે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા થાય છે, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આ ઉજવણી વિશેષ સ્વરૂપે થતી રહી છે.

પંચાયતી રાજની સ્થાપના સત્તાના વિક્રેન્દ્રિકરણ અને લોકોની શાસનમાં ભાગીદરી જેવા ઉદ્દેશ્યો સાથે થઈ હતી. રાષ્ટ્રીય પંચાયતી રાજની સ્થાપના સંદર્ભે ૭૩ મા બંધારણીય સુધારા દ્વારા ભાગ નંગ-નં ૯ જોડવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧૦ થી દર વર્ષે આ દિવસ ઉજવાય છે અને જે પંચાયતો શ્રેષ્ઠ કામ કરે તેને આ દિવસે વિશેષ ઢબે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વર્ષ ૧૯પ૭ માં બળવંતરાય મહેતાના અધ્યક્ષસ્થાને રચાયેલી એક સમિતિએ વિકેન્દ્રિત પંચાયતી રાજની સ્થાપનાની ભલામણ કરી હતી.

જેમાં ગ્રામ્ય પંચાયત, બ્લોક પંચાયત અને ડિસ્ટ્રીક્ટ પંચાયતની જોગવાઈઓ સૂચવાઈ હતી. ગુજરાતમાં આ જ ત્રિસ્તરિય પંચાયતી રાજ અમલી બન્યું છે, જેમાં ગામડાના ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતો કાર્યરત છે. આ સંસ્થાઓ માટે લોકોના કલ્યાણ અને સ્થાનિક સ્તરેથી વિકાસ માટે ફંડ અને સત્તાનું વિકેન્દ્રિકરણ કરાયું છે.

વર્ષ ૧૯પ૯ માં દેશમાં પંચાયતી રાજનો પ્રારંભ તે સમયના વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂએ રાજસ્થાનના નાગોર ગામેથી કરાવ્યો હતો તેવો ઉલ્લેખ છે, જો કે આપણા દેશમાં તો પ્રાચીનકાળથી ગણતંત્ર અને પંચાયતી રાજ જેવી જ શાસન વ્યવસ્થાઓ હતી, અને ગ્રામ્ય કક્ષાએથી જ ન્યાયપ્રણાલી પણ હતી, પરંતુ તેની ચર્ચા પછી ક્યારેક કરીશું.

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. રામના પરમ ભક્ત વિશે થોડું જાણીએ. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થઈ છે એવા રામ ભક્તનો જન્મ ચૈત્ર સુદ-૧પ ના થયો છે. શંકરનું શિવાલય જેમ નંદી વગરનું હોતું નથી, તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનજીની મૂર્તિ સિવાય પૂર્ણ થતી નથી.

જેમ દીકરાની પ્રગતિથી બાપ આનંદિત થાય છે, શિષ્ય પાસે હારી જવામાં ગુરુ ગૌર અનુભવે છે તેમ ભક્તના મહિમા વૃદ્ધિથી પ્રભુ પ્રસન્નતા જ અનુભવે છે. આજે લોકો હજારો વર્ષથી જન સમુદાયના હૃદયમાં રામ જેટલું હનુમાનજીનું સ્થાન લોકોના હૃદયમાં વસેલું છે.

શ્રી હનુમાન જયંતી ઉજવાય છે, કારણ કે તેણે પોતાના આંતર બ્રાહ્ય પર વિજય મેળવ્યો છે. ઈન્દ્રજીત જેવા શત્રુને પરાજીત કર્યા, પણ તેના મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હતો.

સીતાજીની શોધમાં લંકા ગયા, ત્યાંની જાહોજલાલી, સોનાની લંકા, સુંદર સ્ત્રીઓ જોઈ હતી, પણ તેનું મન ચલિત થયું ન હતું. થાય પણ નહિં, જેને રામજીનો આશરો હોય તેનું મન દરેક રીતે મક્કમ  હોય.

શ્રી હનુમાનજી બળ, બુદ્ધિ સંપન્ન હતાં. તેમનામાં માનસ શાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વિગેરે શાસ્ત્રોનું ઊંડુ જ્ઞાન હતું. તેમને રૂદ્રનો અવતાર કહેવામાં આવે છે.

તેમનામાં જબરદસ્ત વિધ્યતા હતી. તે 'બુદ્ધિમતામ વિરીષ્ઠ' હતાં, તેમનામાં વક્તા શક્તિ પણ ગજબની હતી. હનુમાનની વાણીમાંથી જાણે જ્ઞાનની વૈચારિકાનો પ્રવાહ સરળ હતાં, તેમ સાંભળનારને લાગતું હતું. હનુમાનજીને માનસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. તેમની મુત્સદ્ગીરી અને વિધાનો ઉપર રામનો પણ અદ્ભુત વિશ્વાસ હતો. વિભીષણ શત્રુ રાજ્યનો સચિવ અને રાવણનો ભાઈ આવ્યો છે, તે ક્યા હેતુથી આવ્યો છે? તેને સ્વપક્ષમાં લેવો કે નહીં? તે માટે સુગ્રીવ જેવા બાહોશથી સલાહ માંગી હતી, બધાનો મત ના આવ્યા પછી હનુમાનજીનો મત લેતા, તુરંત તેમણે સ્વીકારવાની સલાહ આપી. તુરંત રામે સ્વીકારી લીધી, કારણ કે માણસ પારખવાની તેનામાં ગજબ શક્તિ હતી.

સીતાજીની શોધનું કાર્ય રામજીએ હનુમાનને સોંપ્યું હતું, કારણ કે તેને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે કેવું પાર પાડ્યું તે સહુ જાણે છે. રામ એટલે સેવક અને સૈનિકોનો સહયોગ ભક્તિ અને શક્તિનો સંગમ છે.

આમ તો રામાયણમાં હનુમાન જેટલો જ રાવણ બળવાન હતો, પણ રાવણનું બળ ભોગને અર્પણ હતું. એકે રામ પત્ની સીતાને ભગાડી, જ્યારે બીજાએ તે શોધી કાઢી. શક્તિ માનવને રાક્ષસ બનાવે છે, જ્યારે ભક્તિ શક્તિ માનવને દેવત્વ પ્રદાન કરે છે. આ વાત વાલ્મિકી રામાયણમાં સુંદર રીતે બતાવી છે. આ બે પાત્રોને ગજબના ગોઠવ્યા છે.

હનુમાજી બ્રહ્મચર્ય, માંગલ્ય, પવિત્ર અને ચારિત્રની આદર્શની મૂર્તિ છે. રામ ભક્તિ માટે શરીર બળ, મનોબળ, અને બુદ્ધિબળની જરૂર હોય છે. જે બધા જ ગુણો હનુમાનજીમાં છે.

શિવજીના ગુરુ સમર્થ રામદાસે અખાડા અને વ્યાયામ શાળાઓનું સ્થાપન કર્યું હતું, પરંતુ આ બધાથી શક્તિ મળે છે, પણ શાંતિ મળતી નથી એટલે તે મેળવવા માટે દરેક અખાડામાં હનુમાનજીનું મંદિર બનાવતા હતાં. આજે સર્વેને હનુમાન જયંતી નિમિત્તે વંદન...

વિનુભાઈ જી. તન્ના

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભાષા, વાણી, વિવેક અને આવડત એ જ્ઞાતિનું અનેરું મૂલ્ય છે...

એવું માનવામાં આવે છે કે, આપણે જે કંઈ બોલીએ છીએ, પ્રતિક્રિયા આપીએ છીએ તેમની અસર બ્રહ્માંડમાં થતી હોય છે અને તે આપણા પડઘા દ્વારા, સમગ્ર બ્રહ્માંડમાં ફરતું હોય છે અને એની અસર પણ થોડા સમય બાદ સારી  એવી આવતી હોય છે. કુદરત જ્યારે પણ કંઈ પણ સર્જન કરે છે, તે હંમેશાં  સચોટ અને યોગ્ય જ હોય છે. પૃથ્વી પર અલગ અલગ દેશ છે અને તેમાંથી એક દેશ આપણો છે અને તેમાં, ધર્મ છે, જ્ઞાતિ છે, વિવિધ ભાષાઓ છે અને તે તમામના સમન્વય થકી જ આપણો દેશ શોભે છે અને સમગ્ર વિશ્વમાં અલગ તરી આવે છે અને વિભિન્ન અને આગવી સંસ્કૃતિથી આપણો દેશ ઓળખાય છે. હવે એ જ દેશની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ તો, એક એવો  સમાજ છે, એવી એક જ્ઞાતિ છે, જેના પર કુદરતે સર્જન કરવા સમયે, થોડી મહેરબાની અને ઉદારતા રાખી છે અને સાથે સાથે વિશિષ્ટ આવડત અને ખૂબી આપી છે અને સાથે સાથે સમાજને તમામ સાર પૂરો કરવાની જવાબદારી આપી છે અને આ તમામના આવરણ સાથે બનેલો એક સમુદાય અને જ્ઞાતિ એટલે કે 'નાગર'... આવડત, ભાષા, વાણી અને નમ્રતા, જે, તે જ્ઞાતિની તો ખરી જ પણ તેમના કારણે સમાજની પણ શાખ વધારે છે અને સમાજને વારંવાર, તેમની ખુમ્મારી થકી, શીખ અને જીવવાનો સાર આપતા રહે છે અને સાથે સાથે કુદરતે જે નાગર પર મહેરબાની રાખી છે, તેને પણ સાર્થક સાબિત કરે છે.

ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ છે, બોલીમાં મિઠાશ છે અને વર્તનમાં વિનમ્રતા છે, જે એ સમાજને લાક્ષણિક નાગર બનાવે છે. આવડત થકી અન્યને શીખ આપે છે, મદદ કરે છે અને જીવનને કઈ રીતે દિપાવવું તેમની શીખ અને સાર આપે છે. હવે એક સવાલ કરીએ કે તે નાગર સમાજની ખરી મિલકત શું છે? સમાજને યોગ્ય જ્ઞાન આપવું, અન્યને ખોટા અને અયોગ્ય માર્ગથી રક્ષણ આપવું, કોઈ  સારા પદ પર રહી અને જે તે ક્ષેત્રની ગરિમા વધારવી અને તેને આગળ લઇ  આવવું તેમજ શબ્દો અને ભાષાનો ઉપયોગ, કઈ પરિસ્થિતિમાં, કઈ રીતે કરવો, તેનો સુજકો આ નાગર જ્ઞાતિમાં જોવા મળે છે અને જે તેની સચોટ  મિલકત પણ કહી શકાય, જે કુદરતે તેમની પર મહેરબાની રાખ્યાનો એક  સંકેત છે. અન્ય સમાજને પણ કો ઈ પણ પરિસ્થિતિમાં મદદ કરવી, તેમની પ્રત્યે ઉદારતા રાખવી અને અન્યની નબળી પરિસ્થિતિમાંથી, શક્તિશાળી વર્ચસ્વ પ્રસ્થાપિત કરાવવું, જે નાગર તેમની નૈતિક ફરજ સમજે છે.

આ સમાજની એક અલગ અને આગવી ઓળખ એ છે કે, આહારના અત્યંત પ્રેમી હોય છે. ગુણવત્તા સાથેનો ખોરાક પસંદ કરે છે, તમામ ક્ષણને આનંદથી પસાર કરે છે, મજાક અને ટીખળ સાથે ખરાબ પરિસ્થિતિમાં પણ હળવા રહે છે. કોઈ પણ ક્ષેત્રનું સંચાલન યોગ્ય કરે છે તેમજ સંચાલન કરવાની એક  અલગ ખૂબી કુદરતે આપી છે, તેવું કહીએ તો જરા પણ ખોટું નથી. કોઈ પણ  ક્ષેત્રે જ્યારે સંચાલનની જરૃર પડે છે અને પડતી હોય છે, ત્યારે કોઈ પણ  મોટો વ્યક્તિ પણ નાગર સમાજને પ્રાધાન્ય આપે છે અને સંચાલન કરવા માટે નાગરને જ પસંદ કરે છે અને યોગ્ય ગણે છે, જે નાગર સમાજનું ગૌરવ વધારે છે. કુદરત પણ જ્યારે આ જોવે છે, ત્યારે તે પણ તેમના સર્જન પર ગૌરવ કરે છે અને યોગ્ય જવાબદારી નિભાવવા બદલ તે સમાજને હંમેશાં હૈયાથી આશીર્વાદ આપે છે. વિશ્વ પણ આ સમાજના સુજકા, આવડત અને ખૂબી  સમક્ષ નતમસ્તક છે.

ઉપરાંત જ્યારે કોઈ સર્જનની વાત આવે, કંઈ અલગ કરવાની વાત આવે, ત્યારે આ નાગર સમાજનો ફાળો હંમેશાં શિખર પર રહ્યો છે અને સાથે સાથે  તેમનું સર્જન અને વિચાર પણ તમામથી અલગ રહ્યો છે. હંમેશાં વિશ્વને કંઇક  નવું અને યોગ્ય જ પ્રદાન કર્યું છે અને ફક્ત વિચાર જ નહી પણ તેમની પર મનોમંથન કરી અને માર્ગ પણ આપ્યો છે. કોઈ પણ સર્જન, કોઈ પણથી શક્ય  તો છે પણ નાગર સમાજ વિહીન તે અધૂરું છે. કોઈ કલા હોય કે રમત કે પછી  કર્મચારી તરીકેનો કિરદાર હોય, હંમેશાં તે સમાજનો ફાળો તમામથી અલગ, પ્રામાણિક અને શિખર પર જ હોય છે તેમજ સમયોનુસાર નવા વિચાર, યોગ્ય  માર્ગ પ્રદાન કરે છે અને હંમેશાં તે ક્ષેત્રને આગળ, ઉચ્ચ અને લાયક સ્થાન પર જ રાખવા પ્રયત્ન કરે છે. કોઈ પણ ક્ષેત્ર તેને સોપવામાં આવ્યું હોય અથવા કોઈ પણ ક્ષેત્રમાં નાગર સમાજનો કોઈ વ્યક્તિ હોય, તેમાં તે પૂરતું અને શ્રેષ્ઠ  આપી, તે ક્ષેત્રને ઉચ્ચ રાખવા, હંમેશાં યથાયોગ્ય પ્રયત્ન કરે છે, જે નાગર સમાજની ઓળખ અને માન સ્વાભાવિક રીતે વધારે છે.

ઈશ્વર શિવ જેમના ઇષ્ટદેવ, તેમજ નરસિંહ મહેતાના વંશજ તરીકે ઓળખાતો સમાજ, ખરેખર ધરતી પરનું એક આભૂષણ છે. નરસિંહ મહેતા કે જેમાં  ભક્તિના વિવિધ ભાવો હતા અને એ ભાવો થકી જ્યારે ભક્તિને પવિત્ર કરી  અને ઈશ્વરને પ્રસન્ન કર્યા, ત્યારે જ કુદરતે એ સંકેત આપ્યો હતો કે આ સમાજ  પર ઈશ્વરના સીધા આશિષ છે અને એક ખુમ્મારીનું વરદાન છે અને આજે  પણ એ નાગર સમાજે તેમને જાળવી રાખ્યું છે અને એટલું જ માન અને આદર મેળવ્યું છે. સુક્ષ્મ વાત પર પણ આનંદથી જીવે અને હાસ્ય કરે તો સમજવું કે  નાગર છે, ઉચ્ચારણ જ્યારે શુદ્ધ લાગે ત્યારે સમજવું કે નાગર છે, ભાષામાં  જ્યારે વાણી અને વિવેક લાગે ત્યારે સમજવું કે નાગર છે, કોઈ મોટી કે ખરાબ પરિસ્થિતિને પણ હાસ્યથી અને આવડતથી પસાર કરે તો સમજવું કે નાગર છે, સમાજને મદદ કરે અને યોગ્ય માર્ગ પ્રદાન કરે તો, સમજવું કે નાગર છે, જીવનમાં પ્રામાણિક રહે તો સમજવું કે નાગર છે અને વારંવાર ઈશ્વર શિવને  જ્યારે હાટકેશ થકી ભજે તો સમજવું કે નાગર છે.

જેને ન પહોંચે કોઈ તોફાનનો સાગર,

તેને પહોંચે આ મજાનો નાગર,

જ્ઞાન અને આવડતનો છે તેમની સમક્ષ અતુલ્ય ગાગર, સમાજમાં વટ, શાખ અને ભક્તિ સાથે વહે છે આ અમૂલ્ય નાગર.

વૈદિક આચાર્ય જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે રર એપ્રિલે મનાવાતા પૃથ્વી દિવસે વિશ્વશાંતિ ઉપરાંત દુનિયાભરમાં પર્યાવરણ જાગૃતિ અને પૃથ્વીના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, વર્કશોપ, સેમિનારો, અને ચિત્ર-પ્રદર્શનો વગેરે યોજાય છે, અને રેલીઓ પણ નીકળે છે.

વર્ષ-૧૯૬૯ માં પહેલી વખત યુનેસ્કોમાં વિશ્વ શાંતિના પ્રણેતા જોન મૈકકોનોલે પૃથ્વી દિવસ ઉજવવાની જરૂર જણાવી હતી, તે પછી વર્ષ ૧૯૭૦ માં પહેલો પ્રથમ દિવસ અમેરિકાએ મનાવ્યો હતો. તે પછી ડેનિસ હેસની પહેલથી પૃથ્વી દિવસની વિશ્વકક્ષાએ ઉજવણી થઈ અને તેમાં ૧૪૧ દેશોએ ભાગ લીધો હતો.

આ વર્ષની થીમ 'પૃથ્વી વિરૂદ્ધ પ્લાસ્ટિક' છેે. આ થીમના માધ્યમથી વિશ્વભરમાં વધી રહેલી પ્લાસ્ટિકના ઉપયોગથી માનવ જીવન સામે કેટલો ખતરો વધી રહ્યો છે અને તમામ જીવોના સ્વાસ્થ્ય પર કેટલો દૃષ્પ્રભાવ પડી રહ્યો છે, તે અંગે લોકોને જાગૃત કરવા માટે દુનિયાના દેશોમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા સંદેશ ફેલાવવાનો ઉમદા ઉદ્દેશ્ય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષ ૧૯ એપ્રિલના વિશ્વ યકૃત દિવસ (વર્લ્ડ લીડર ડે) મનાવાય છે. ભારતમાં દર્દીઓના થતાં મૃત્યુના દસ ટકા મૃત્યુ લીવર અથવા લીવરને લગતી બીમારીઓના કારણે થતાં હોવાનું કહેવાય છે.

આપણા શરીરમાં લીવર સંક્રમણ અને બીમારીઓ સામે લડવું, સુગરનું બેલેન્સ કરવું, શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવા, કોલેસ્ટ્રોલેન્ને બેલેન્સ કરવું, પિત્તનું વિમોચન અને લોહીની ગુણવત્તા જાળવવા જેવા કામો કરે છે. લીવરમાં સોજો ચડે, તેને હેપેટાઈટીસ કહે છે. જેના હેપેટાઈટીસ 'એ' અને 'બી' વગેરે પ્રકારો છે. તે ઉપરાંત સિરોસીસ અને લીવરનું કેન્સર પણ જીવન સામે ખતરારૂપ ગણાય છે. જેની સામે વૈશ્વિક જાગૃતિ માટે આ ઉજવણી દુનિયાભરમાં વર્ષોથી થતી રહી છે. આલ્કોહોલનું સેવન લીવરની બીમારીઓનું એક મોટું કારણ હોઈ, નશાકારક પદાર્થોને ત્યજવાનો સંદેશ આપતા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ છેલ્લા સાડા ત્રણ દાયકામાં લીવર કેન્સરના કેસોમાં ૧૦૦ ટકાનો વધારો છે, જે ચિન્તાજનક છે. અંગ્રેજીમાં લીવરના નામ મુજબ ગુણ છે. લીવર મજબૂત હોય તો જ જિંદગી જીવવાની મજા આવે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તળાવની પાળે ૬૦ વર્ષથી ચાલે છે અખંડ રામધૂનઃ

રામ અને કૃષ્ણ એ તો ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો અને ભારતીય જનતાના નિષ્ઠા કેન્દ્રો છે. રામ અને કૃષ્ણ રંગે ભારત જેટલું રંગાયું છે એટલું બીજા કોઈના રંગે રંગાયું નથી. પ્રત્યેક ભારતીયના હૃદય પર તેઓનું પ્રેમ શાસન હજી પણ ચાલી રહ્યું છે. ઠેર ઠેરથી ચાલતી 'શ્રી રામ જય રામ જય જય રામ' અને 'ગોપાલ-કૃષ્ણ રાધે કૃષ્ણ' ધૂનોના મંત્ર એનો સાક્ષી પૂરી રહ્યો છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીને દિવસે બપોરે બાર વાગ્યે થયો. બળબળતા બપોરે શ્રીરામનો જન્મ થયો. જીવ અને જગત જ્યારે જ્યારે આધિ, વ્યાધિ અને ઉપાધિથી તંગ થઈ જાય ત્યારે એમને શાંતિ અને સુખ આપવા, પ્રેમ, પવિત્ર અને પ્રસન્ન તો પુંજ એવા પ્રભુ રામ જન્મ લે છે.

શ્રીરામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે, કારણ કે તેમના જન્મથી અને જીવનથી આખાયે રાષ્ટ્રને મનનીય માર્ગદર્શન મળ્યું છે. કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમજ રાજકીય 'મર્યાદા'માં રહીને પણ મનુષ્ય ઉત્તમ શી રીતે થઈ શકે એ મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન આપણને સહુને સમજાવે છે.

રામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈને ભળી ગયા છે. ભારતના ગામડાઓમાં બે વ્યક્તિઓ રસ્તામાં સામસામે મળે તો પરસ્પર હાથ જોડીને 'રામ રામ' કરે છે. 'રામ રાખે તેને કોણ ચાખે' એ શબ્દોમાં ભગવાનની રક્ષણ શક્તિમાં રહેલો માનવનો વિશ્વાસ પ્રતિબિંબિત થાય છે. 'રામ રાખે તેમ રહીએ' એ શબ્દોમાં સાચા ભક્તની સમર્પણ વૃત્તિની ઝલક દેખાય છે. પ્રભુ વિશ્વાસથી ચાલનાર માનવ, કાર્ય કે સંસ્થા તે માટે 'રામભરોસે' એ શબ્દ પ્રયોગ આપણે ત્યાં પ્રચલિત છે. 'ઘર ઘરમાં રામ વસે છે' એ શબ્દ સમૂહ ઈશ્વરની સર્વ વ્યાપક્તાનું દર્શન કરાવે છે. કોઈપણ સુવ્યવસ્થિત અને સંપન્ન રાજ્ય વ્યવસ્થા માટે 'રામ રાજ્ય' શબ્દ પર્યાપ્ત સમો બની ગયો છે. સત્ય નિષ્ઠ અને પ્રામાણિક એવા મહા માનવ રામનો બુરખો ઓઢી કોઈ દાંભિક માણસ અસત્ય કે અપ્રામાણિક્તા આચરે ત્યારે તેના માટે સુજ્ઞ હૃદય તુરંત બોલી ઊઠે છે. 'મુખ મેં રામ બગલ મેં છૂરી' પોતાના સ્વાર્થ માટે રામનામને સાધન બનાવનાર પતિત માનવ પર પ્રહાર કરતા કોઈક સરસ વ્યંગ કર્યો છે કે, 'રામ નામ જપના પરાયા માલ અપના' અજ્ઞાત માનવી ભાવિ તરફ અસહાય બનીને જોતો રહેલો માનવ બોલી ઊઠે છે 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?' કોઈ નિષ્ફીકર અને મસ્ત માણસને જોઈએ તો 'મસ્તરામ' છે એવો ઉદગાર મુખમાંથી સહજ સરી પડે છે. માથે બોજો ન રાખતા સહજ ભાવે કુદરતનો ખોળો ખૂંદવા નીકળી પડનાર માણસ માટે 'રમતા રામ' શબ્દ પ્રયોગ પણ ધ્યાન ખેંચે તેવો છે. નિસ્તેજ તેમજ નિરાશ બનીને હાથ માથે દઈને બેઠેલા માનવમાં 'રામ નથી' એ વાક્ય પ્રયોગ રામને તેજ આશા અને જીવનનો પર્યાય બનાવી મૂકે છે. માનવ જ્યારે જીવનની બાજી હારી બેસે ત્યારે તેના 'રામ રમી ગયા' એવું કહેવાય છે. આવી રીતે રામ આપણા સમગ્ર જીવન વ્યવહારમાં ગુંથાઈ ગયો છે. એટલું જ નહીં, પણ મૃત્યુ પછી લોકો સ્મશાન યાત્રામાં માનવને 'રામ બોલો ભાઈ રામ' બોલતા બોલતા લઈ જાય છે.

ધર્મ પરાયણ રામની પાલખી ખંભે ઊંચકી આજે સૌ કોઈ ધન્યતા અનુભવે છે, કારણ કે રામ દૈવી સંસ્કૃતિના સંરક્ષક હતાં અને દૈવી સંપત્તિના ગુણોથી યુક્ત હતાં. આસુરી સંસ્કૃતિનો નાસ કરનારને જ ભારત માથે લઈ નાથ્યું છે અને તેને જ આમ જનતાએ પોતાના હૃદયમાં ચિરંતન સ્થાન આપ્યું છે એ આજે સૌ કોઈએ સમજી લેવાની જરૂર છે.

રામના ભાઈઓ સાથેનો વ્યવહાર, રામની પિતૃભક્તિ, રામની અને સુગ્રીવની મૈત્રી, રાજા તરીકેના પ્રજાનો વિશ્વાસ આ બધામાં ઘણું શીખવાનું છે.

માનવ માત્રને પ્રેરણા અને પ્રોત્સાહન અર્પતા, સાગર જેવા ગંભીર, આકાશ જેવા વિશાળ અને હિમાલય જેવા ઉદાર શ્રીરામના જીવનનો વિચાર કરી તેમના ગુણોને જીવનમાં લાવવા તેમના વિચારો અને સંસ્કૃતિ સમાજમાં ટકાવી રાખવા કૃર્તનિશ્ચયી બનીએ તો જ રામ નવમી સાચા અર્થમાં ઉજવી કહેવાય.

ચાલો, આજે રામ નવમીના પવિત્ર દિવસે બપોરે બારવાગ્યે સર્વે રામ મંદિરમાં તેમજ તળાવની પાળે છેલ્લા ૬૦ વર્ષથી અખંડ રામ નામ લેવાય છે ત્યાં જઈ પ્રભુનો જન્મ ઉજવ્યા પછી રામના કામ કરવા તરફ આગળ વધીએ.

વિનુભાઈ જી. તન્ના

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણે ડો. આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે તો જાણીએ જ છીએ, પરંતુ કેટલીક વિશેષ ઢબે પણ ડો. બાબા સાહેબને ઓળખીએ....

ડો. ભીમરાવ આંબેડકર પાસે ૩ર ડિગ્રીઓ હતી, અને ૯ ભાષાઓનું જ્ઞાન હતું. ખાસ કરીને એમ.એસ.સી, ડી.એસ.સી., અને બેરિસ્ટરની ડિગ્રીઓ તે સમયમાં અનોખી સિદ્ધિ ગણાતી, જે તેઓએ પ્રાપ્ત કરી હતી.

તેઓએ ગરીબ-અશિક્ષિત લોકો માટે ઘણું કામ કર્યું હતું અને મૂકનાયક તથા બહિષ્કૃત ભારત સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું.

તેઓ ભણતા ત્યારે દરરોજ ૧૮ કલાક અભ્યાસ કરતા હતા, અને તે પછી તેઓ એટલા જ સક્રિય રહેતા હતા.

તેઓએ 'એ વાઈઝ ગર્લ' નામનું એક નાટક લખ્યું હતું, જે શેકસપિયરના 'કિંગ લિયર' પર આધારિત હતું.

ડો. ભીમરાવ આંબેડકરને વર્ષ ૧૯૯૦ માં મરણોપરાંત ભારતરત્ન ખિતાબ અપાયો હતો.

ડો. આંબેડકર કહેતા કે જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ.

ડો. આંબેડકર બહુમુખી પ્રતિભાના ધણી હતાં. તેઓ કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, તત્ત્વચિંતક, ઈતિહાસવિદ્ અને રાજનેતા તરીકે પંકાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે પાંચ એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ મનાવાય છે. આ ઉજવણી વર્ષ ૧૯૧૯ માં પ્રથમ ભારતીય માલિકાના વહાણ એસ.એચ. લોયલ્ટીના જલાવતરણની યાદ અપાવે છે.

ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસની સ્મૃતિઓનો પ્રારંભ ભારતને ગુલામીમાંથી બહાર કાઢવાની આકાંક્ષાઓના પ્રવાહ વચ્ચે થયો હતો, અને ભારતની જળમાર્ગિય સંભાવનાઓને પણ આ કારણે જાણે પાંખો લાગી ગઈ હતી. બ્રિટિશ ભારતના સમયે ભલે આ પ્રવૃત્તિ શરૂ થઈ હોય, પરંતુ આઝાદ ભારતમાં કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૬ર માં અલગ વહાણવટા મંત્રાલય શરૂ કર્યું, તે પછી પાંચમી એપ્રિલે દર વર્ષે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવવાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. આ દિવસે વહાણવટા સાથે સંકળાયેલા લોકો, નાવિકો તથા વહાણો બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ દેશભરના બંદરો પર થતી હોય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તા. ર૦ માર્ચના વિશ્વભરમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્લ્ડ હેડ ઈન્જરી અવેરનેશ ડે તરીકે ઉજવાય છે. આ સંદર્ભમાં માથાની ઈજા અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.

પ્રવર્તમાન સમયમાં વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેની સાથે વાહન અકસ્માતોનું પ્રમાણ અને અકસ્માતોને લીધે મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માર્ગ અકસ્માત એ જાણે આપણી જીંદગીનો કમનશીબ હિસ્સો બની રહ્યો છે, અને એક અર્થમાં આ અકસ્માતોમાં માથામાં થતી ઈજા ૧૦૦ ટકા માનવસર્જીત છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

માથાની ઈજાએ દુનિયાભરમાં સૌથી મોટો પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે વિકસીત તથા વિકાસશીલ દેશોમાં આ સમસ્યા એપીડેમીક સ્વરૂપમાં પ્રસરી રહી છે.

ભારતમાં અત્યારે દર ૧ મિનિટે વાહન અકસ્માત થાય છે અને દર પ મિનિટે વાહન અકસ્માતને કારણે ૧ મૃત્યુ થાય છે. સરેરાશ આખા વર્ષમાં ભારતમાં માથાની ઈજાના કારણે ૧,પ૦,૦૦૦ (દોઢ લાખ) લોકોના મૃત્યુ તથા પ લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. માર્ગ અકસ્માતમાં ૭પ ટકા મૃત્યુ મગજની ઈજાના કારણે થાય છે. મૃત્યુ થવાના મુખ્ય કારણોમાં કેન્સર, હાર્ટ એટેક પછી મગજની ઈજાનો નંબર આવે છે, અને સૌથી વધારે કરૂણતા તો એ છે કે માથાની ઈજા સૌથી વધારે યુવા વર્ગમાં, ર૦ થી ૪૦ વર્ષની ઉંમરમાં થઈ રહી છે. આ ઉંમરે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે કુટુંબ, સમાજ તથા રાષ્ટ્રને યુવાધનની મોટી ખોટ પડે છે.

આ સંજોગોમા પ્રશ્ન ઉભો થાય છે કે શું માથાની ઈજા અટકાવી શકાય ? માથામાં ઈજા થાય તો તાત્કાલિક શું કરવું ? શા માટે માથાની ઈજા ગંભીર કે જીવલેણ હોય છે?

માનવ શરીરનું મગજ અમુક ક્ષમતા સુધી જ ઈજા સહન કરી શકે છે. ઈજાના કારણે ઓક્સિજન અને લોહીનું પરિભ્રમણ મગજમાં જો ઓછું થઈ જાય તો મગજમાં ગંભીર અસરો અને તેના પરિણામો ઉદ્દભવતી અનેક સમસ્યાઓ સર્જાય છે.

માથાની ઈજા સંપૂર્ણપણે અર્થાત ૧૦૦ ટકા અટકાવી શકાય છે જેમાં (૧) ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જેમ કે હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ બાંધવો વગેરે (ર) ઔદ્યોગિક એકમોમાં ફરજ સમયે સતર્ક રહેવું, એકાગ્રતા રાખવી વગેરે (૩) શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને માર્ગ સલામતિનું શિક્ષણ આપવુું (૪) દારૂ પીને વાહન ન ચલાવવું (પ) વાહનની ગતિ મર્યાદાનું પાલન વગેરે કરવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે છે અને તેથી માથાની ઈજાથી બચી શકાય છે.

માથામાં ઈજા થઈ હોય તેવા કિસ્સામાં ઈજા પામેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડતા સુધીમાં અને હોસ્પિટલમાં પહોંચાડ્યા પછી મળતી ત્વરિત સારવાર ખૂબ જ મહત્ત્વની છે તેથી આ કલાકને ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં જો સારવાર મળી જાય તો ૩૦ ટકા ઈજાગ્રસ્તોના બચી જવાના સંજોગો ઉજળા બની જાય છે.

માથાની ઈજાના દર્દીને સૌપ્રથમ બનાવના સ્થળેથી કોઈપણ જાતની ધાંધલ ધમાલ વગર ઉપસ્થિત લોકોએ તેને તાત્કાલિક નજીકના ટ્રોમા સેન્ટર અથવા સરકારી હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. હાલના સંજોગોમાં ૧૦૮ ની સેવા આદર્શ વ્યવસ્થા છે. માથામાં ઈજા થવાથી લોહી નીકળતું હોય તો દબાણ આપીને તેને અટકાવી શકાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સારી રીતે જળવાઈ રહે તે માટે દર્દીને પડખાભેર સૂવડાવવા જોઈએ, ટ્રોમા સેન્ટરને અગાઉથી દર્દી આવે છે તેની જાણ કરી દેવાથી ત્યાં આગોતરી તૈયારી થઈ શકે છે.

ડૉ. એ.ડી. રૂપારેલીયા સિનિયર ન્યૂરોસર્જન

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષે ૨૦ માર્ચે દુનિયામાં વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) મનાવાય છે. આ દિવસે ચકલીઓની સારસંભાળ, જતન, ઉછેર અને રક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે ત્યારે જામનગર સહિત વિશ્વના જુદા જુદા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીના માળાઓનું વિતરણ થાય છે. ચકલીઓની વિવિધ ખૂબસૂરત જાતિ-પ્રજાતિઓ વિલૂપ્ત થઈ રહી છે ત્યારે તેને બચાવવા વૈશ્વિક ઝુંબેશ ચલાવવામાં આવે છે. નાસિકમાં ઘરેલુ ચકલીઓને સુરક્ષિત કરવાના હેતુથી નેચર ફોર એવર સોસાયટીની સ્થાપના થઈ હતી અને ચકલીપ્રેમી મોહમ્મદ દિલાવરને વર્ષ ૨૦૦૮માં હીરોઝ ઓફ ધ એન્વાયરમેન્ટમાં સ્થાન પણ મળ્યું હતું. આ વર્ષે 'આઈ લવ સ્પેરોઝ, વી લવ સ્પેરોઝ, ગીવ ધેમ એ ટ્વીટ ચાન્સ' રાખવામાં આવ્યું છે.

વિશ્વ ચકલી દિવસની ઉજવણીના કારણે છેલ્લા કેટલાક વર્ષાેથી ચકલીઓ પ્રત્યે લોકોની જાગૃતિ અને પ્રેમ વધ્યા છે અને સિમેન્ટના જંગલો વચ્ચે પણ ચકલીના માળાઓ બંધાઈ રહ્યા છે તેથી એમ કહી શકાય કે આ ઉજવણી સાર્થક નીવડી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દર વર્ષ ૨૦ માર્ચે વિશ્વ ખુશી દિવસ અથવા વર્લ્ડ હેપ્પીનેસ ડે પણ ઉજવાય છે. આ દિવસને વિશ્વ પ્રસન્નતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ થઈ હતી. માનવ કલ્યાણના ઉદૃશ્ય સાથે આ દિવસની ઉજવણીથી વિશ્વમાં હકારાત્મક અને પ્રસન્નતા વધારવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ઉજવણીને માન્યતા આપ્યા પછી દર વર્ષે આ ઉજવણી થતી રહી છે અને જુદી જુદી થીમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે.

જે પોતે ખુશ રહે છે, તે જ અન્યોને સુખી કરી શકે છે તેથી ભાવના હેઠળ આ ઉજવણી થાય છે. ટકાઉ વિકાસ, માનવ કલ્યાણનો સર્વશ્રેષ્ઠ વ્યાપ અને સમસ્યાઓના હકારાત્મક નિવારણ થકી વિશ્વમાં પ્રસન્નતા અને સુખ પ્રસરે અશાંતિ, આતંક, અનૈતિકતા અને નકારાત્મકતા ખતમ થાય તે માટે વિશ્વના દેશોએ સાથે મળીને હજુ ઘણું બધું કરવાનું બાકી છે. પરંતુ પ્રબળ ઈચ્છાશક્તિથી પ્રયાસો થઈ રહ્યા હશે, તો સફળતા અવશ્ય મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

છોટીકાશીની પ્રતિષ્ઠિત બહેનોએ દિલ ખોલીને વ્યક્ત કર્યા પોતાના અભિપ્પ્રાયોઃ આવો, સાથે મળીને કરીએ મંથન...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વભરમાં પાયોરિયા વિશેના સંશોધનોમાં સાબિત થઈ ચૂકયું છે કે પાયોરિયા નાં જીવાણુંઓ શરીરમાં થઈને પાચનતંત્ર, હૃદયના રોગો, ડાયાબિટીસ, સગર્ભા મહિલાની પ્રસુતિ તેમજ બાળકના વજન પર સીધી જોખમી અસર કરે છે. આ ઉપરાંત અમુક દવાનાં લાંબાગાળાના સેવનથી પેઢા ફૂલી જાય છે જેમ કે બ્લડપ્રેશર ની દવા, વાઈ ખેંચ ની દવા, લોહી વિકાર ની દવા વગેરે.

પાયોરિયા એટલે શું...?

પાયોરિયા એ પેઢા નો રોગ છે, જેમાં પેઢા માં રસી થાય, પેઢા ફૂલી ને થઈ લાલ થઈ જાય, દાંત હલવા માંડે અને પેઢા નીચે રહેલું હાડકું કે જે દાંતને આધાર આપે છે તેને નુકસાન થાય છે. (ખવાતું જાય છે) મો માં ખરાબ બેક્ટેરિયાના વધતા જતા જથ્થાને કારણે આ થાય છે. આપણા મો માં સતત હાર્મફુલ બેક્ટેરિયા બનતા જ રહે છે. મો માં સતત બનતી લાળ ઈ બેક્ટેરિયાને હટાવવાનું કામ કરે છે, જો કે જ્યારે ખોરાક દાંતના કણોમાં ભરાય રહ્યો હોય ત્યારે ખોરાકના કણોમાં બેક્ટેરિયાનો વિકાસ થાય છે. લાળથી ઈ સડાની સફાઈ થતી નથી. સડો પેઢામાં ઉતરે છે ને પેઢા બગડે છે ને ધીરે ધીરે હાડકાંને પણ ખાઈ જાય છે જેને કારણે દાંત હલવા માંડે છે.

પેઢાના રોગો અને હૃદયના રોગો વચ્ચે નો સંબંધ

પેઢા અને હૃદયરોગના સંભવિત સંબંધ પાછળનું કારણ છારીને ગણાવ્યું છે. પેઢામાં ઇન્ફેકશન માટે જવાબદાર બેકટેરીયા હૃદયની નળીમાં જામેલા કોલેસ્ટેરોલના પડમાંથી પણ મળી આવ્યા છે. જો છારીને દૂર કરવામાં ન આવે તો પેઢાનો રોગ (પાયોરિયા) થવાની શક્યતા રહે છે જેને કારણે દાંત ઢીલા પડી જાય છે. પોતાની જ બચાવ પ્રણાલીના હિસ્સા જેવા રક્ષણાત્મક કોષોનો ખાત્મો બોલાવી શકે છે. આ કોષોનો ખુરદો બોલી જતા રક્તવાહિનીઓને નુકસાન પહોચાડતો એથ્રોસ્ક્લેરોસીસ થાય છે, જે હૃદયરોગના હુમલા માટે કારણભૂત બની શકે છે.

પેઢાના રોગો અને ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ

પેઢાના રોગો, ડાયાબિટીસ સાથે સીધીરીતે જોડાયેલા છે. જે દર્દીમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું ન હોય તેમાં પેઢાના રોગો થવાની શક્યતા ડાયાબિટીસ કંટ્રોલમાં રહેલા દર્દી કરતા ૭૦ ટકા વધી જાય છે. ડાયાબિટીસને કારણે રક્તવાહિનીઓ અથવા રુધિરવાહિનીઓ જાડી થઈ જવાને કારણે પેઢાના રોગો થાય છે. રુધિરવાહિની ઓ મોઢા સહીત શરીર ના બધા જ અંગોને ઓક્સિજન અને જરૃરી ખોરાક પૂરો પાડે છે અને ખરાબ દ્રવ્યો દૂર કરે છે. ડાયાબિટીસને લીધે રુધિરવાહિનીઓ જાડી થઈ જવાને કારણે આ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી. જેને કારણે પેઢા અને હાડકાંની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને ડાયાબિટીસને કારણે મોઢા સહીત આખા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે અને પેઢાના રોગો થાય છે.

પેઢાના રોગ અને ગર્ભાવસ્થા વચ્ચેનો સંબંધ

પ્રેગનન્સીમાં હોર્મોનલ ફેરફારના કારણે પાયોરિયા થવાની શક્યતા રહે છે. સંશોધનોથી એવું સાબિત થયું છે કે, પાયોરિયાના લીધે મહિલાઓમાં પ્રી ટર્મ લો બર્થ વેઈટ એટલે કે સમય કરતા વહેલી પ્રસુતિ તેમજ ઓછા વજનવાળું બાળક આવવાની શક્યતા વધી જાય છે. ઘણાં વર્ષો સુધી પીએલડબલ્યુ માટેના કારણોમાનું એક છે. સામાન્ય રીતે સગર્ભાવસ્થાના બીજા અથવા ત્રીજા મહિનામાં પાયોરિયાની શરૃઆત જોવા મળે છે, જેમાં સામાન્ય રીતે પેઢામાંથી બ્રશ કરતી વખતે અથવા થુંકમાં લોહી નીકળે છે. ઘણીવાર પેઢા વધુ ફૂલી જવાથી ગાંઠનું સ્વરૃપ ધારણ કરે છે જેને પ્રેગનન્સી ટ્યુમર કહે છે. જે લાલ કલરની ચામડીની ગાંઠ જેવું દેખાય છે. ડોક્ટરની યોગ્ય સલાહથી એ દુર કરી શકાય છે.

પાયોરિયા રોગોના લક્ષણો અને ચિન્હો

મોથામાંથી વાસ આવવી, બ્રશ કરતી વખતે લોહી નિકળવુ, મોથામાં ચિકાશ થવી, પેઢા અને દાંત ના મૂળની સપાટી પર ખોરાક ફસાવો, દાંત પરથી પેઢા ઉતરી જઇ દાંત હલવા માંડવા, પેઢામાં ખંજવાળ આવવી તેમજ ખોતરવાની ઇચ્છા થવી, પેઢા ફુલી જવા તેમજ પોચા પડી જવા, પેઢા દાંત પરથી છૂટા થઇ જવા, દાંત વચ્ચે જગ્યા થઇ જવી, દાંતમાં કળતર થવી.

પાયોરિયાની સારવાર

પાયોરિયાનો રોગ માત્ર દાંત સાફ કરાવવાથી અથવા દવા-મલમ ચોપડવાથી કે ફક્ત એંટીબાયોટીક લેવાથી મટાડી શકાતો નથી. પાયોરિયાની ચોકકસ સારવાર માટે ભાગે શસ્ત્રક્રિયા (સર્જરી) કરવામાં આવે છે, જેને ફ્લેપ સર્જરી કહેવાય છે. જેમાં લોકલ એનેસ્થેસીયા આપી પેઢાને દાંતથી છૂટા કરી પેઢાની નીચે જમા થયેલી પરુનીગાંઠ તેમજ મૂળ પરની છારી દુર કરવામાં આવે છે તેમજ હાડકાં પરનો ચેપ પણ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પેઢા ફરી તેની જગ્યા પર મુકી ટાંકા લેવામાં આવે છે. આ પ્રકિયા તદન જોખમ રહિત, દુખવા રહિત છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની કે શીશી સુંઘાડવાની તેમજ આરામ કરવાની જરુર રહેતી નથી. દાંતની આસપાસ ના હાડકાના વધારે પડતા નુકશાનને ધ્યાનમાં લઇને પેઢાની નીચે હાડકાંનો પાવડર મૂકવામાં આવે છે જે નવું હાડકુ બનાવવામાં શરીરને મદદ કરે છે.

સર્જરી કરાવ્યા બાદ નિયમિત સફાઇ/તપાસ કરાવતા રહેવાથી દાંતનુ આયુષ્ય વધારી શકાય છે. દાંત સાફ કરાવાથી દાંત ઢીલા પડી જાય છે કે દાંત વચ્ચે જગ્યા થઇ જાય છે એ તદન ખોટી માન્યતા છે. દાંતની એકબાજુનું હાડકું ખવાઇ જવાના કારણે દાંત ઢીલા પડી જાય છે સાફ કરવાથી નહી. દાંત વચ્ચેની કુદરતી સામાન્ય જગ્યામાં છારી જમા થવાના કારણે જગ્યા વધવા  માંડે છે જે દાંત સાફ કરાવ્યા પછી ધ્યાનમાં આવે છે જેથી લાગે છે કે દાંત સાફ કારાવવાથી દાંત વચ્ચે જગ્યા થઇ જાય છે પરંતુ એ જગ્યા પહેલેથી જ હોય છે જેની સફાઇની કાળજીના રાખવાથી છારી જમા થાય છે જે બે દાંત વચ્ચેની જગ્યા વધારે છે. સામાન્ય રીતે ૬ મહીને એકવાર દાંતની સફાઇ કરાવવાથી દાંતના અને પેઢાના રોગોથી બચી શકાય છે.

ડો. મીરા ગોહીલ (પઢીયાર)

પેઢાના રોગોના નિષ્ણાત,

ઉપપ્રમુખ-જામનગર ડેન્ટલ એસોસિએશન

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દાન-પુણ્ય-પતંગોત્સવ-મનોરંજન જ નહીં, પરંતુ ખગોળશાસ્ત્ર-જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે

ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે માત્ર કે દાનધર્માદાનો કે પતંગોત્સવ જ નહિ, પરંતુ એક એવો તહેવાર છે જે આપણા ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખે ઉજવાય છે. સૌથી પહેલાં એ સમજીયે કે ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે. એની સાથે-સાથે ખાસ ભારત કૃષિપ્રધાન દેશ હોઈ પ્રકૃતિ કે ધરતી જેને આપણે મા સમાન ગણીયે છીએ એનો ઋણ સ્વીકાર કરી એનો આભાર માનવાનાં પણ દિવસો છે. મકરસંક્રાંતિ ખગોળના આધારે ૧૨-૦૧ થી ૧૬-૦૧ દરમ્યાન ઉજવાય છે. વિવેકાનંદજીની જયંતીના દિવસે સંક્રાંતિ હતી.

પતંગ તો આખા વિશ્વમાં ચગાવાય છે, પરંતુ મકરસંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી. ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉત્તરાયણની રાહ જોતા નથી કે ઉત્તરાયણને પતંગ સાથે જોડતા પણ નથી. થોડાં વર્ષો પહેલાં એવું હતું કે ગુજરાત બહાર પતંગ સાથે ૧૪ જાન્યુઆરીને કશું જ લાગતું વળગતું ન હોતું પણ વર્તમાન સમયમાં ભારતમાં જ નહિ દેશવિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે.

ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ બેઉ એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા કે લગભગ એકબીજાનાં પર્યાય સમા બની રહ્યા છે અને બેઉને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂરખમાં થાય પણ વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉતરાયણ કે મકરસંક્રાંતિને કોઇ સંબંધ નથી. ખગોળ, પર્યાવરણ, પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા આપણા ધાર્મિક મહત્ત્વના તત્ત્વની.

સૌથી પહેલાં આ ખગોળીય ઘટના છે એટલે એના વિશે જાણીયે. મોટાં ભાગનાં લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી. તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ જોવા મળે છે. સૌથી પહેલાં ઉત્તરાયણ સમજીયે. જો હું આ શબ્દ ને છૂટો પાડીએ તો ઉત્તર+અયન જેનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન.

આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્ત્વ છે તે પ્રમાણે જ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું, તે જ કારણે મહત્વ છે. વિશ્વમાં અન્ય જગ્યાએ તેથી જ દક્ષિણાયન પણ ઉજવાય છે. તે દિવસથી સુર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. શિયાળામાં સુર્ય ખસતો-ખસતો દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકરવૃત્તની લગભગ સામે પહોચે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો-થોડો નાનો થતો જાય.

આમ થતાં-થતાં, એ ક્ષણ આવે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રિ સૌથી મોટી હોય. આ ક્ષણને વીન્ટર સોલ્સ્ટીસ કહેવાય. એ ક્ષણ પછીથી સૂર્ય વળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત તરફની ગતિ શરૂ કરે અને દિવસ મોટો થતો જાય. આ ક્ષણ દર વર્ષે થોડી-થોડી બદલાતી રહે છે કારણકે પૃથ્વી ઢળેલા ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે. આ વિશિષ્ટ પરિભ્રમણને પ્રીસેશનલ ઓરબીટ કહેવાય, જે ૨૬,૦૦૦ વર્ષની હોય છે.

આ પરિભ્રમણને લીધે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ ૨૬,૦૦૦ વર્ષનાં ચક્રમાં સતત બદલાતી રહે છે. આ કારણેજ, ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન-ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે. કોઈ પ્રજા ડિસેમ્બરની ૧૩, ૧૭, ૨૫ અને ૨૬ એ પણ ઉત્તરાયણ ઉજવે છે. આપણે આ ઉત્સવ ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ ઉજવીએ છીએ.

જાણકારો, ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકર-સંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્ત્વિક ભેદ છે તે સમજે છે. ઉત્તરાયણ એટલે સુર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંતિ એટલે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બંન્ને ખૌગોલીક ઘટનાઓની ગણતરી પણ જુદી. નિરાયણ પધ્ધતિથી હાલનાં કાળમાં મકરસંક્રાંતિ ૧૪-૧૫ જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલિક પધ્ધતિથી હાલનાં કાળમાં ઉત્તરાયણ ૨૧-૨૨ ડિસેમ્બરે ગણાય. ભલે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકરસંક્રાંતિ પછીથી જ દિવસ મોટો થતો અને રાત નાની થતીનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘ-દ્રષ્ટા આપણી સંસ્કૃતિ-દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે. જોકે, ૨૬,૦૦૦ વર્ષ લાંબી પ્રીસેશનલ પરિક્રમા દરમ્યાન એક ગાળો એવો જરુર આવે જ્યારે અમૂક સદીઓ સુધી આ બેઉ ઘટનાઓ એક જ દિવસમાં થતી હોય. (ભીષ્મ પિતામહએ તેને મળેલા ઇચ્છિત વરદાન ને લીધે ઉતરાયણ પછી પ્રાણ નો ત્યાગ કર્યો અને મહાભારતમાં કૃૃષ્ણની ભિષ્મ સ્તુતિ યુદ્ધ પછીની છે.

વિશ્વે જે યાંત્રીક વિકાસ કર્યો અને તેમાં પણ અત્યારની જે વ્યાપારીક હરણફાળ ભરી છે તેમાં પૃથ્વીનાં ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ (જળચર અને થળચર) અને પક્ષીઓનું નિકંદન નિકળી ગયું છે, હવા-પાણી ત્વરીત ગતીથી દૂષિત થઈ રહ્યા છે. લોકોએ પૃથ્વીનો અને એના પર વસતા જીવોનો લેશમાત્ર વિચાર કર્યા વગર પોતાની સાચી-ખોટી જરૂરીયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે પૃથ્વી કેટલો સમય આ ભાર ઝીલી શકશે તે મોટી ચિંતાનો વિષય બની ચુક્યો છે.

પરંતુ , વિશ્વનો હું માલિક નથી પણ સેવક છું તે જ્ઞાન ગળથૂથીમાં આપવું પડે અને જીવનભર કુનેહથી પીરસ્યાં કરવું પડે. આ વાત યુગો પૂર્વે ઋષિમુનીઓ ખૂબ સારી રીતે સમજતાં હતાં અને તેથી જ આપણને એવા ઉત્સવો, પૌરાણીક વાર્તાઓ, ઐતિહાસીક વાતો અને અનેક બીજી સામગ્રીઓ આપી જેના વડે નિસર્ગ માટેની જાગૃતિ અને પ્રેમ આપણાં દૈનિક જીવનમાં સહજ રીતે સમાઈ જાય.

નિસર્ગનું બહુમાન કરવા વાળા ઉત્સવો, જેવા કે ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, વસંત-પંચમી, શરદ-પૂર્ણિમા, થૈપોંગલ, થૈપુસમ, છઠ્ઠ વગેરે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તે વડે, ભલે આપણે રોજિંદી પ્રવૃત્તિમાં ગળાડુબ હોઈએ, ભલે જીવનસંઘર્ષમાં વ્યસ્ત હોઈએ અને ભલે સુરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર સામે જોવાની આપણને ન ફુરસદ હોય કે ન જરુરિયાત, છતાં પણ નિસર્ગ આપણા જીવનમાં અનાયાસે વણાઈ જાય છે.

આલેખનઃ અધિવક્તા હિતેન ભટ્ટ (જામનગર)

સૌજન્યઃ ખગોળીય માહિતી નિલેશભાઈ શુક્લના બ્લોગમાંથી સાભાર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂમે ભલે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખો ઢીલઃ

ખંભાળિયા તા. ૧૧ઃ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દેવભૂમિ દ્વારકા દ્વારા દુર્ઘટનાઓ ટાળવવાના ઉદ્દેશ્યથી ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ કરાઈ છે, જે નીચે મુજબ છે.

આટલું કરો

પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો

માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો

પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઊંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરો

માથા ઉપરથી પસાર થતાં વીજળીના તારથી દૂર રહો.

ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.

પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે

સમજદારી, સદ્ભાવ અને સાવચેતી રાખો

સવારે ૬ થી ૮ અને સાંજે પ થી ૭ ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનું જીવન બચાવીએ.

આટલું ન કરો

સીન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવેલી તીક્ષણ દોરી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે.

વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.

લુઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.

મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ચગાવવી નહિં.

ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.

પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.

થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો.

કોઈપણ આપત્તિ/દુર્ઘટના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૃમ નં. ૦ર૮૩૩ ૧૦૭૭, ર૩ર૧રપ, ર૩ર૦૮૪, ૭૮પ૯૯ ર૩૮૪૪, ઈમરજન્સી નં. ૧૦૮, કરૃણા અભિયાન હેલ્પ લાઈન નં. વોટ્સએપ નં. ૮૩ર૦૦૦ર૦૦૦, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯ર૬, એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન નં. ૧૯૬ર ઉપર સંપર્ક કરવા સરકારી યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગીતા જયંતી પ્રાસંગિક

ભગવદ્ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતમાં એક પ્રસંગરૃપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૃપણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગના આરંભ સમયે, લગભગ પ,૦૦૦ વર્ષ પૂર્વે ભગવદ્ગીતા કહી હતી.

ધૃતરાષ્ટ્રના સો પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભ્રાતૃ ઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે, માનવ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરૃવંશમાં જન્મેલા ભાઈઓ હતાં. જેમના નામ પરથી મહાભારત નામપડયું છે, તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરૃવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે, જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું.

પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ પુત્રો-યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતાં. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતાં. શસ્ત્રાસ્ત્રવિદ્યા-વિશારદ ગુરૃ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરૃવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા

ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વર હતાં કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. આ ભૂમિકામાં ભગવન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતાં હતાં. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૃપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતાં તથા તેમનું રક્ષણ કર્યુ હતું.

પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને, રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરી તેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીની રક્ષા થઈ, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતાં પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડયું અને તેર વર્ષનો વનવાસ ભોગવવો પડયો.

વનવાસમાંથી પાછા આવ્યા પછી, પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલ રાજકુમારો હતાં, તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર પાંચ ગામ માગ્યાં, પરંતુ દુર્યોધને ઉદ્દંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમિપણ તેમને આપશે નહીં.

આ બધી ઘટનાઓ દરમ્યાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યાં હતાં. પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગતું હતું.

જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાંક પાંડવોના પ્રશ્ને જોડાયા, ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજસભામાં ગયા, જ્યારે તેમની વિનયપૂર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું.

અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વર છે એવું જાણી તેમને સન્માન આપતા હતાં, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમછતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છાનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સમંત થયા હતાં. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથપ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા.

આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથિ થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ, જ્યાંથી ભગવદ્ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ-બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભાં છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજ્યને પૂછી રહ્યાં છે કે, તે સેનાઓએ શું કર્યું...?

એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યકતા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય વિષે સંક્ષિપ્ત ટિપ્પણીની છે.

"જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ગીતાનું અમૃતનું પાન કરે છે, તેને માટે તો કહેવું જ શું...? ભગવદ્ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન કૃષ્ણે, આદ્ય વિષ્ણુએ કહી છે"  ભગવદ્ગીતા પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનનાં ચરણ કમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ તથા ચરણ કમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું. કે ભગવદ્ગીતા ગંગાજળથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પણ એક મનૌવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્યનાં મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાનાં અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.

આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક  વ્યવહારૃ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવડોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામછે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીંએ. ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. હરે કૃષ્ણ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વર્તમાન સમયમાં હોમગાર્ડઝની સેવાઓ અને વ્યવસ્થાઓ

ગુજરાતના પનોતા પુત્ર અને ૫ૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇના વિચારોને સ્વતંત્ર સ્વરૃપ આપી અંદાજીત સને.-૧૯૪૬ થી ગુજરતમાં હોમગાર્ડઝની શરૃઆત કરવમાં આવેલ હતી. ગુજરાત રાજ્યની અલગ ઓળખ થતાં અને સ્થાપના થતાં હોમગાર્ડઝના ગુજરાતના કમાન્ડન્ટ જનરલ તરીકે પ્રથમ વખત શ્રી ઉધ્યન ચિનુભાઇ બેરોનેટની નિમણૂક કરવામાં આવેલ હતી. તેમણે ૨૭-વર્ષ સુધી માનદ તરીકે સેવાઓ આપેલ હતી. સને.-૧૯૪૭ થી ધી હોમગાર્ડઝ એક્ટ અમલમાં છે. જેમાં આજ સુધી કોઇપણ પ્રકારના ફેરફારો કરવામાં આવેલ નથી.

જામનગર જિલ્લાના પ્રથમ જિલ્લા કમાન્ડન્ટ તરીકે શ્રી.ડો.વી.એસ.ચુડાસમાની નિમણૂક કરવામાં આવેલ હતી. ત્યારબાદ શ્રી આર.એસ.ભટ્ટ ત્યારબાદ શ્રી મહેન્દ્રસિંહજી જાડેજા ત્યારબાદ અરવિંદ સી. ભટ્ટની ઉત્તરોતર નિમણૂકો કરવામાં આવેલ હતી. ત્યારબાદ જિલ્લા કમાન્ડન્ટનું પદ ખાલી રહેતાં પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી ડી.વાય.એસ.પી.શ્રી (એચ.ઓ.) ને ચાર્જ સોંપવામાં આવેલ અને છેલ્લે ફરી વખત નિમણૂકો થતાં શ્રી એસ.જે.ભીંડીની જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવમાં આવેલ હતી અને હાલ આ જગ્યા ખાલી રહેતા ડી.વાય.એસ.પી.શ્રી મહેન્દ્રસિંહજી સોલંકી પાસે તેમનો ચાર્જ છે.

હોમગાર્ડઝની સ્થાપનાની શરૃઆતમાં લોકો તેમાં નિષ્કામ સેવાની ભાવનાની લાગણીઓ સાથે જોડાતા હતાં. કેમ કે પોલીસ ખાતામાં અસંખ્ય કામગીરી અને દિવસરાત કઠીન પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે. અને તેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે હોમગાર્ડઝ દળ પોલીસ ના પુરક તરીકે કામ કરતું આવેલ છે. હોમગાર્ડઝની સેવા આપતા હોમગાર્ડઝ કે અધિકારીઓને કોઇ પગાર આપવામાં આવતો નથી. પરંતુ એક માનદ ભથ્થુ તેને ફરજના અને તેની સેવાના ભાગરૃપે આપવામાં આવે છે. જે તે વખતે દળમાં સેવાઓ આપવા માટે સરકારી કર્મચારીઓ, ડોકટરો, વકીલો, વિવિધ સંસ્થાના ઉચ્ચ હોદ્દેદારો તત્પર રહેતા હતા.

પરંતુ દિવસે-દિવસે હોમગાર્ડઝ દળનો જે મોટીવ છે તે લુપ્ત થતો હોય તેમ લાગે છે. કેમ કે મોટા ભાગની પોલીસ કચેરીઓમાં, ડિઝસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં, કોર્ટમાં વિગેરે વિગેરે જ્ગ્યાએ હોમગાર્ડઝ દ્વારા જ કામ ચલાવવામાં આવે છે. અને એટલે જ હવે લોકો સેવાની ભાવનાથી નહીં પરંતુ પગારની ભાવનાથી દળમાં જોડાય છે. તેમ છતાં પણ જે લોકોને સેવા કરવી જ છે તેઓ હાલના સમયમાં પણ આ દળમાં જોડાઇને સેવાઓ કરે જ છે. જેથી દળનું સુત્ર નિષ્કામ સેવા ને એવા લોકોએ બરકરાર રાખેલ છે. શરૃઆતમાં જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ પણ સેવાની ભાવનાથી આ દળમાં જોડાતાં હતા. હવે સેવાની ભાવનાને બીજા ક્રમે રાખીને વાહન, મોભો, દેખાડો, વટ, નામના કમાવવા માટે જોડાવવાન ી હોડ લાગેલી છે. પહેલાં હોમગાર્ડઝ દળ સાથે જોડાયેલાં લોકોને ભથ્થાની ખબર પણ ન હોય અને માંગણીઓ પણ કરતા નહીં. જ્યારે અત્યારે ભથ્થાંનો વધારો વારંવાર કરવા માટે સરકારને બાનમાં લેવામાં આવે છે આ બાબત ખૂબ જ દુઃખદાયક છે. હું પોતે આ દળ સાથે વર્ષોથી જોડાયેલો છું. એટલે આ બધી હકીકતોથી વાકેફ છું. અને હજુ પણ જો દળના નિષ્કામ સેવા ના સુત્રને લુપ્ત થતું રોકવુ હશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ દળમાં સેવાઓ માટે જોડાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું હશે તો વર્ષો જુના દળના કાયદામાં ફેરફારો કરવા ખૂબ જ આવશ્યક છે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમગાર્ડઝ સભ્યો પાસેથી કાયદો વ્યવસ્થા સિવાયના જે કામો લેવામાં આવે છે તે સદંતર  બંધ થવા જોઇએ. એવું મારૃ અંગત રીતે માનવું છે. ખેર, જે હોય તે આજે ગુજરાતના ૫૦૦૦૦ થી વધુ હોમગાર્ડઝ સભ્યનું ગુજરાન માનદ ભથ્થા ઉપર ચાલે છે. અને હાલની સરકાર દ્વારા માનદ ભથ્થુ પણ સમ્માન જનક એટલે કે પ્રતિ દિવસના ૪૫૪ રૃપિયા લેખે ચૂકવવામાં આવે છે જે આ મોંઘવારીના સમયમાં ખૂબ જ સારી બાબત ગણાય. આ ઉપરાંત હોમગાર્ડઝનું એક વેલ્ફેર ફંડ પણ કપાત કરવામાં આવે છે. જેમાંથી કોઇ સારા-નરસા પ્રસંગોએ હોમગાર્ડઝને સહાય પણ આપવામાં આવે છે. આ વેલ્ફેર ફંડમાં સરકારશ્રીનો પણ ખૂબ જ ફાળો રહેલો છે. હાલનાં સમયમાં હોમગાર્ડઝ સભ્યો દ્વારા પોલીસનાં કર્મચારીઓથી પણ ચડીયાતી કામગીરીઓ કરવામાં આવી રહેલ છે જેને સરકારશ્રી તથા મંત્રીશ્રીઓ તથા પોલીસ અને હોમગાર્ડઝનાં ઉચ્ચ અધિકારીઓ દ્વરા વખતો વખત પ્રમાણપત્રો, મેડલો, રોકડ પુરસ્કારો, વિગેરે દ્વારા બિરદાવવામાં આવે છે જેનાથી હોમગાર્ડઝ દળમાં નિષ્કામ સેવા આપતા જવાનોનો  ઉત્સાહ જળવાઈ રહે છે. વર્તમાન સમયનાં ડીજીટલ યુગમાં સોશ્યલ મીડિયાનો જમાનો હોવાથી દેશનાં તમામ લોકો સુધી હોમગાર્ડઝ દળનાં માનદ સભ્યોની નિષ્કામ સેવાની કામગીરીની નોંધ પહોચેલ છે પછી તે, વાવાઝોડું હોય, ભુકંપ હોય, અનાવૃષ્ટિ હોય, કે પુર હોય દરેક પરિસ્થિતીઓમાં હોમગાર્ડઝ દળનો જવાન સૌપ્રથમ મદ્દદ અને સેવાઓ માટે હાજર જ જોવા મળે છે આ જ તો હોમગાર્ડઝ દળનાં જવાનની લાગણી સભર નિષ્કામ સેવા છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીને પણ ૬૦-વર્ષથી ઉપરનો સમય  થવાં જાય છે જે આજે પણ અડીખમ ઉભી છે. જેમાં સને૨૦૦૧ના ભૂકંપ બાદ કમાન્ડન્ટશ્રી અરવિંદભાઇ ભટ્ટ ના કાર્યકાળમાં સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવેલ ત્યારબાદ હાલ પણ આ કચેરીમાં સંપૂર્ણ રિનોવેશન ચાલુ છે. હાલના સમયમાં આ માનદ હોમગાર્ડઝ સભ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે સંભાળે છે તે કાબીલે દાદ છે. અને તેને લીધે પોલીસ ખાતાનું ઘણુંખરૃ બર્ડન ઓછું થઇ ગયેલ છે. એવા મારા તમામ હોમગાર્ડઝ ભાઇઓ-બહેનો, અધિકારીઓ દળને આગળ પણ ઉત્તરોત્તર પ્રગતિઓ કરાવે અને નિષ્કામ સેવાના સુત્રને સાર્થક કરે એવી  આજે હોમગાર્ડઝ સ્થાપના દિવસે તમામને શુભેચ્છાઓ.

આલેખનઃ ગિરીશ એલ. સરવૈયા

સ્ટાફ ઓફિસર લીગલ જિલ્લા હોમગાર્ડઝ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મથુરામાં પી.એમ.ની ઉપસ્થિતિમાં ઉજવણી

દ્વારકા તા. ર૩ઃ આજે મીરાબાઈની ૫૨૫મી જન્મજ્યંતી છે. આજે મથુરામાં વડાપ્રધાન મોદી દ્વારા જન્મદિનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કવિયિત્રી મીરાબાઈના સ્મરણ દ્વારકા કેમ ભૂલી શકાય...? મીરાબાઈ દ્વારકા અને બેટ-દ્વારકામાં કૃષ્ણ ભક્તિ માટે પ્રચલિત થયા હતાં. ભગવાન શ્રીકૃષ્ણ સાથે મીરાબાઈનું નામ ખૂબ જ પ્રેમાળ ભાવથી ભક્તો યાદ કરતા હોય છે. દ્વારકાધીશના સ્વરૃપ ભગવાને શ્રીકૃષ્ણને પામવા માટે મીરાબાઈનો ઈતિહાસ આજે પણ દ્વારકા અને બેટ-દ્વારકાની શેરીઓમાં ગુંજી રહ્યો છે. દ્વારકાના તીનબત્તી ચોકમાં આજે પણ મીરાબાઈના નામથી ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે, તો આ પૌરાણિક દ્વારકાનગરીમાં મીરાબાઈની ધર્મશાળા જોવા અનેકવિધ સ્મરણો દ્વારકામાં આવેલા છે.

દ્વારકાના જાણીતા પ્રાચીન વિદ્વાન લેખકો સ્વ. પુષ્કરભાઈ ગોકાણી તથા દ્વારકા નિવાસી સવજીભાઈ છાયા અને ઈશ્વરભાઈ પરમાર, સ્વ. કલ્યાણજીભાઈ જોશી જેવા અનેક લેખકોએ દ્વારકાના શ્રીકૃષ્ણ અને મીરાબાઈના પ્રેમ-ભક્તિ વિષય ઉપરના પુસ્તકોમાં આ લેખોનો ઉલ્લેખ કર્યો છે. દ્વારકાના પત્રકાર ચંદુભાઈ બારાઈએ પણ તેમના દ્વારકા પરિચય પુસ્તક હિન્દી વર્ઝનમાં વિસ્તારપૂર્વક દ્વારકા અને મીરાના શીર્ષક હેઠળ લેખ દ્વારકાના પરિચય નામના પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલો છે.

આજે કૃષ્ણનગરી દ્વારકામાં પણ શેરીઓ, ગલીઓમાં મીરાબાઈની સ્મૃતિમાં મીરાબાઈના પદો અને કૃષ્ણભક્તિના ગીતો ગુંજી રહ્યાં છે, અને મીરાંબાઈના મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. આજે દ્વારકા અને બેટ-દ્વારકામાં મીરાબાઈના જન્મદિને કૃષ્ણભક્તિ તથા મીરાબાઈના પ્રચલીત ભજનો ગવાઈ રહ્યાં છે.

પોતાના જીવનનો ઉત્તરકાળ દ્વારકામાં અને તેય દ્વારકાધીશના ચરણોમાં પાથરી દેનાર અને સંકેલી પણ લેનાર ભક્ત-કવયિત્રી મીરાબાઈનું ખાસ સ્થાનક બેટ-દ્વારકામાં પણ છે, તે ધ્યાન ખેંચાય તેવી બાબત છે. એમના અનન્ય કૃષ્ણપ્રેમની બેટમાં યાદ કરાવતા આ મંદિરને રાજસ્થાનીઓ વિશેષ મહત્ત્વનું લેખે છે અને અહીં રાખડી બાંધે છે અને માનતા ઉતારે છે.

ચાલ્યાં મીરાબાઈ...

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા કાકા ને કુટુંબ જો

ભત્રીજી લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા મામા ને મોસાળ જો

ભાણેજ લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા માડી જાયા વીર જો

બહેનીને લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યાં મીરાંબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના પૂજારી એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.

માં રાજબાઈની કૂખે

એક રત્ન શો જલા થયો,

ધરી દેહ માનવનો પછી

સત્કર્મથી 'અલ્લા' થયો

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે. પૂ. મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે ઃ મારું જીવન એ જ મારો સંદેશ છે. પૂ. શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.

એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈમાં સાથે લગ્ન કર્યા.

ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવાર  ના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.

ઉમટે હજારો લોક સૌ,

વીરપુર પાવન ધામમાં

શ્રદ્ધા ફળે સહુની સદાયે,

સંત જલારામમાં

જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રધ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.

તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

આર્યનારી વીરબાઈનું સમર્પણ અનેરૃં, અનોખું અને અદ્વિતીય હતું. સમર્પણની સાધના એ મહાન સિદ્ધિ છે. આ સિદ્ધિ દ્વારા વીરબાઈનું નામ આજે જગવિખ્યાત બન્યું છે.

હો ઠક્કર હુકુમત કો જલાબાપા... કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતાં. કયાંથી આવે છે ? ઈ તો ખબર નથી.. પણ સો થી દોઢસો ઘોડા હશે.. ફિંફોટા ઉડાડતાં આવી રહ્યા છે. ભંડારીજી જલા ભગતે બૂમ મારી અંદરથી વીરબાઈમાએ હુંકારો ભણ્યોને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે... ઈ બાપડા જણ ભૂખ્યા હશે. ! કૂણ જાણે કયારેય નિસર્યા હશે... જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય, તો હું પાદરે જઈને એમને આપી આવું. ઘણુંય પડયું છે. પ્રભુ ! જાઓ, જલદી જાઓ. કેટાણા ના ઈ ભૂખ્યા હશે. રામ જાણે ! કહીને ભંડારીએ લાડવાને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાં સેવકને ઉપડાવ્યાને લઈને એ તો પાદરમાં આવીને ઊભા.. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આભ આખું ઢંકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો... ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, એ... ય, રામ..રામ... અસવારે ઘોડાનું ચોકડું ખેચ્યું. ઘોડો એકદમ થંભી ગયો. ઘોડાના ડિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ...રામ... અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું.. નીચે ઉતરો મારા રામ...! આ પરસાદ લેતા જાઓ... જલા ભગતે બે હાથ જોડીને કહ્યું કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી.. દોઢસો માણસ છીએ. બધાંને મારો ઠાકર મા રાજ આપી દેશે... આ ઘોડાને જરાક આરામ દયો અને તમેય નીચે ઉતરો તમે કુણ..બાપા...?

સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને જગત જલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવા અને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તે દિ જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ.

દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાય ને લાડવા ને ગાંઠીયા આપે છે. પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતાં. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જયારે વીરપુરમાં આવી, ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો... એક આંખ જરાક જીણી. સફેદ બાસ્તા જેવું કેડિયું. મોઢા માથે દેવતાઈ તેજના ફુવારા ઊડે. નિર્દોષ ચહેરો... બાપુ... ! ઠાકર મા રાજનો પરસાદ લેતા જાઓ... ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો..? બાપુ...! જે આખી દુનિયાનું પાલન કરે છે, ઈ ઠાકર રાજનને આટલી સવારીને હરિહર કરાવવામાં કયાં વાંધો આવવાનો છે...? એની ધજાને વિસામે હંધુય થઈ રે શે... બાપુ...! ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતાં. બે હાથ થોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું. ભગત.. માગો...માણો... ! તમે માગો તે આપુ. જલા ભગત હસ્યા. બાપુ... શું માગું..? ઠાકર મા રાજની મેર છે. હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે. બાપ... ! ધ્રાંગધ્રાના મહારાજાઆ વેણનો મરમ મારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય...? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું ભગત...! અમે ક્ષત્રિય લોક, અમે પરસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત, અમારે માથે ચડ્યું છે. ને અત્યારે તો અમારી સવારી તીરથયાત્રા કરવા નીકળી છે. બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે... ને ...? જલા ભગતે કહ્યું.. બાપુ ...! જો તમારા જીવને તાણ રેતી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો.. .જમીન નહીં જાગીર નહીં.. સોનું, રૃપું કે રૃપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે.. ! મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા... પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ. એ જ નિર્મળ સાદગીને શાંતિ. ભગત..! માંગી માંગીને પથરા માગ્યા ? તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાય ગયું બાપુ. ઠાકર માહરાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થતો નથી. દળણાં દળાવવા પડે છે. પણ નાની ઘુંટુલિયુમાં કેટલો લોટ દળાય...? જો સારા પથરાની મોટી ઘંટુડિયું હોય, તો વધુ લોટ ઉતરે.. મેં સાભળ્યું છે કે, ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બઉ સારા છે.. તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું.. પણ જમીન જાગીર માગો.. અરે, તમારા આ આશરા ધરમ માટે જોઈએ તો આઠ-દસ ગામ આપું. જલા ભગતે બે હાથ જોડ્યા.. બાપુ..! અમારા જેવા સાધુ-સંતોને ગામને ગરાસ કેવા..? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની ... - અમારાથી ધરણીના ધણી ન થવાય... બાપુ... ! અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટૂકડો સૌને દઈએ... પણ ભગત... મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધરમની ધજા બાંધો.. બાપુ હું કુણ ધજા બાંધવાવાળો.. આ તો ઠાકર મારાજની ધજા છે...ઈ ની મરજી હશે ઈ યા લગી ફરકતી રેશે બાપુ..! ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટિયું બનાવી બળદથી ચાલે એવી વિશાળ ઘંટિયંુમાં રોજ આઠ દસ મણ દળણું દળાવા લાગ્યું એ સમયે રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું આજે આ ધામ વિશાળ વટ વૃક્ષ બની આજે હજારો દર્શાર્થીઓને તૃપ્ત કરે છે.

જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતાં. શ્રી રામ અને હનુમાનજીમાં શ્રધ્ધા રાખનાર જલાનું અન્ન કદી ખૂટયું જ નથી તેઓ ચમત્કારી સંત હતાં. ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય. ભગવાન પાસે આ રસોઈ ધરાવાય, પછી ઘી નો દીવો કરે, ભોજન ઉપર એક તુલસીપત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ તમારા તરફથી બનેલું ભોજન હું સહુ ભક્તોને પીરસું છું ખૂટે-વધે એ તમારે જોવાનું પછી બીજા ભક્તોને કહે, બાપલા, તમ તમારે હવે પીરસવા માંડો, ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે. જ્યારે પચ્ચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાં રસોઈ વધી પડતી. સંતશ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાનની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી, આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામોમાં તથા ગુજરાત-મહારાષ્ટ્ર દેશ-વિદેશમાં ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલુ છે. અને હજ્જારો સાધુ-સંતો અને ગરીબો-જલારામ ભક્તો આ પવિત્ર સેવાનો લાભ લઈ રહ્યાં છે. જલારામ બાપાએ રઘુવંશી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે.

સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ...

સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતીક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના રોજ લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.

આજે આપણે સૌ તેમની ર૨૪મી જન્મ જયંતી ઉજવી રહ્યાં છીએ ત્યારે તેમને કોટિ કોટિ વંદન...

જલારામ જયંતી નિમિત્તે સર્વે જલારામ ભક્તોને જય જલારામ.

છેલ્લા... ૨૩ વર્ષથી દાન-ભેટ-સોગાદ-ફંડ વગર અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે તે એક રેકોર્ડ સમાન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપ હરો-ફરો-કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરો. વિવાદથી સંભાળવું પડે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મુલાકાત થઈ શકે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૨

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. ખર્ચ જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૭

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનનું કામ થઈ શકે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

Cancer (કર્ક: ડ-હ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૪

Leo (સિંહ: મ-ટ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી પડે. હરીફ,ઈર્ષા કરનાર વર્ગ કાર્યમાં મુશ્કેલી ઊભી કરે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ થવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

Libra (તુલા: ર-ત)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૦૩-૦૪-ર૦૨૫, ગુરૂવાર અને ચૈત્ર સુદ-૬ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. તકલીફોમાંથી મુક્તિ મળે. તા. ૩૧ થી ૩ કાર્યબોજ રહે. તા. ૪ થી ૬ સ્વાસ્થ્ય સુધરે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન માનસિક સ્થિતિ ત્રસ્ત બનતી જણાય. ઘર-પરમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવી શકે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. સ્વાસ્થ્ય બબતે કાળજી રાખવી. તા. ૩૧ થી વ્યવસાયિક લાભ. તા. ૪ થી ૬ બોલાચાલી ટાળવી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મમંથન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળાના દિવસો દરમિયાન આપ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી કાર્યક્ષેત્રે આગળ વધશો. વ્યાવસાય ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બની રહે, સાથો સાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહીં નફો, નહીં નુક્સાન સમાન બની રહે. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. નાણાનો વ્યય કરવા આપ આકર્ષાઈ શકો છો. ગૃહસ્થ જીવનનું વાતાવરણ સુખદાયક બની રહે. તા. ૩૧ થી ૩ કાર્યબોજ. તા. ૪ થી ૬ ખર્ચાળ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવીન કાર્યરચના કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી સંભાળી શકશો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે. આરોગ્ય બાબતે સંભાળવું. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થાય. તા. ૩૧ થી ૩ શુભ. તા. ૪ થી ૬ સામાન્ય.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થાય, જેથી આપ સફળતાના-ઉન્નતિના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે, જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બને. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય નબળો પૂરવાર થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રથી લાભ થાય. તા. ૩૧ થી ૩ પ્રગતિકારક. તા. ૪ થી ૬ યાત્રા-પ્રવાસ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે, એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગને નવી દિશા મળી રહે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. ૩૧ થી ૩ આરોગ્ય સુધરે. તા. ૪ થી ૭ મિશ્ર.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન બહી શકો. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત, જમીન-મકાન અંગેના વિવાદોનો સુખદ અંત આવે. નાણાકીય બાબતે સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણા ખર્ચવા આકર્ષાશો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા. ૩૧ થી ૩ સુખમય. તા. ૪ થી ૬ ખર્ચ-વ્યય.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સુખ-દુઃખ જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો ઉપર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ જણાય છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું, વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. તા. ૩૧ થી ૩ આર્થિક લાભ. તા. ૪ થી ૬ વિવાદ ટાળવા.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક-રાજકીય ક્ષેત્રે માન-મોભો-મરતબો વધતો જણાય. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૩૧ થી ૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૪ થી ૬ માન-સન્માન.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગેની ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૩૧ થી ૩ આરોગ્ય સુધરે. તા. ૪ થી ૬ સંભાળવું.

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાનવી વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ મેળવી શકશો. તા. ૩૧ થી ૩ સારી. તા. ૪ થી ૬ મિલન-મુલાકાત.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન, મિલકતને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક બની રહે. તા. ૩૧ થી ૩ શુભ. તા. ૪ થી ૬ ખર્ચ-વ્યય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87