બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વાંચન વિશેસ ન્યૂ

જ્યોતિષશાસ્ત્ર સંપૂર્ણપણે કર્મના પાયા પર વિરાજમાન છે. તમારા વાણી, વર્તન, વૃત્તિ અને અન્ય સર્વકર્મ કાળક્રમે તમારી પાસે પરત આવે છે. આ છે તમારૃ પ્રારબ્ધ. જો આપ દુઃખદાયી પ્રારબ્ધ ભોગવી રહ્યા હો તો ભવિષ્યના દુઃખને નિવારવા અંતર્મુખી બનો, આત્મનિરીક્ષણ કરો. જે મુજબનું કર્મ તમે કર્યું હશે એ જ મુજબનું પ્રારબ્ધ તમે પામી શકશો. તમે જ તમારા પ્રારબ્ધના ઘડવૈયા છો. જે વાણી, વર્તન, કર્મ તમારા માટે કે બીજાઓ માટે દુઃખદાયી છે તેને નિવારો અને જે વિચારો સુખ સર્જક છે તેને અપનાવો. સમય જતા આપના જીવનમાંથી કલેશ-વિષાદ્ દૂર થશે.

આત્મમંથન દ્વારા તમે તમારા પ્રારબ્ધના ઘડવૈયા બનો, શુભ વિચાર-શુભ વાણી-શુભ આચરણ એ સુખીજીવનની ગુરુચાવી છે

લગ્ન, લગ્નજીવન, સંપત્તિ એ મનુષ્યજીવનના સુખના મુખ્ય આધાર સ્તંભો છે. આજે આપણે બારલગ્નથી સપ્તમ્ભાવનો ખ્યાલ મેળવીશું. સપ્તમ્ ભાવ (સાતમું સ્થાન) એ જન્મકુંડળીમાં પુરુષ માટે પત્નીનું અને સ્ત્રી માટે પતિનું છે. આપના જન્મલગ્ન મુજબ આપના જીવનમાં પતિ અથવા પત્નીનું સુખ કેવું છે તેનો આજે ખ્યાલ મેળવીએ. માત્ર જન્મલગ્નથી સંપૂર્ણ ખ્યાલ મેળવી શકાય નહિં, પરંતુ અહીં જન્મલગ્ન પરથી તેની ઝાંખી ઓળખીએ. દરેકે જન્મલગ્ન પરથી નીચેનું લખાણ સમજવું, રાશિ પરથી નહિં. જે ધ્યાનમાં રાખવું.

મેષ લગ્ન

મેષ લગ્નમાં મંગળ લગ્નેશ અને શુક્ર સપ્તમેષ બને છે. મંગળ અને શુક્ર બન્ને સમાન ગ્રહો નથી. તેમની આકૃતિ પ્રકૃતિ વિભિન્ન છે. મંગળ રૃક્ષ છે અને શુક્ર કોમળ છે. મેષ લગ્નવાળો જાતક ઉતાવળિયો, ખડતલ, ક્રોધી અને સાહસિક હોવાનો. મેષ લગ્નના જાતકનો સ્વભાવ મંગળ પ્રમાણેનો રહેવાનો જ્યારે જે પત્ની મળશે કે જે પતિ મળશે તેનો સ્વાભાવ શુક્ર પ્રમાણેનો રહેશે. તે બન્નેના શોખના વિષયો જુદા જુદા રહેવાના. શુક્ર સુંદર દેખાવનો, આનંદપ્રમોદ કરનારો, સમાજમાં હળીમળીને રહેનારો છે. મેષ લગ્નના જાતકને પત્ની જુદા સ્વભાવની અને વધારે સંસ્કારી મળવાની. મેષ લગ્નવાળી વ્યક્તિ તામસિક હશે અને તેમની પત્ની/પતિ રાજસિક હશે. બન્ને વચ્ચે આત્મિયતા ઓછી રહેશે, પરંતુ મંગળ શુક્રને એકબીજા સાથે લોખંડ અને લોહચુંબક જેવું કુદરતી આકર્ષણ હોય છે જે તેમના લગ્નજીવનનો મૂળભૂત પાયો બનશે.

વૃષભ લગ્ન

વૃષ્ભ લગ્નવાળો જાતક શુક્રના સ્વભાવનો અને સામેનું પાત્ર મંગળના સ્વભાવનું રહેશે. આ લગ્નવાળી વ્યક્તિ દેખાવડી, આકર્ષક, સારા વસ્ત્રપરિધાનની શોખીન હોય છ ે. આનંદપ્રદ જીવન જીવવું એ તેમના સ્વભાવમાં હોય છે. આ વ્યક્તિને સામું પાત્ર જરા બરછટ અને તામસિક પ્રાપ્ત થાય છે. વૃષભ લગ્નના જાતકોના લગ્નજીવનમાં કલેશ-કંકાશના પ્રસંગો બને છે, પરંતુ સપ્તમ્ભાવ ગુરુ-શુક્રના શુભકર્મરી યોગમાં હોઈ, જે લગ્નજીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે.

મિથુન લગ્ન

મિથુન લગ્નવાળા જાતકો ઊંચા, પાતળા, સફાઈદાર ચહેરાવાળા, આકર્ષક અને ઝટ ગમી જાય તેવા હોય છે. મિથુન લગ્નવાળા જાતકોનું લગ્નજીવન મહદ્અંશે સુખકારી નિવડે છે. મિથુન લગ્નના જાતકો બુદ્ધિશાળી અને સૌમ્ય વાણી ધરાવતા હોય છે. આ જાતકોના સપ્તભાવનો સ્વામી ગુરુ છે. તેથી તેમને પત્ની સંસ્કારી અને સાત્ત્વિક પ્રાપ્ત થાય છે. તેમની પત્ની દેખાવડી, બુદ્ધિશાળી અને કુશળ હોય છે, પરંતુ સપ્તમ્ભાવ મંગળ-શનિના પાપકર્તરિ યોગના હોઈ, જેથી પુરુષ જાતક માટે એક કરતા વધારે પત્નીયોગ વિચારવાનો રહે છે.

કર્ક લગ્ન

કર્ક લગ્નની કુંડળીમાં સપ્તમેષ શનિ થાય છે. શનિ ઉષ્માવિહીન અને ઉદાસીન ગ્રહ છે. તેના સ્વભાવમાં આનંદ-ઉલ્લાસ નથી. કર્ક લગ્નની કુંડળીવાળાને મકરરાશિની આકૃતિ, પ્રકૃતિનું સામું પાત્ર પ્રાપ્ત થાય છે. મકર લગ્નનો દેખાવ આકર્ષક હોતો નથી અને તેઓ ચીવટવાળા તથા કરકસરવાળા હોય છે. કર્ક લગ્ન કુંડળીવાળા જાતકોને સાતમા સ્થાન પરત્વે શુભગ્રહ યોગો કુંડળીમાં ન થયા હોય તો સુખકારક લગ્નજીવનમાં બાધા ઊભી થાય છે. સ્ત્રી માટે આઠમું સ્થાન સૌભાગ્ય સ્થાન છે. કર્ક લગ્નમાં સાતમું તેમજ આઠમું બન્ને સ્થાન શનિના તાબામાં છે જેથી કર્ક લગ્નવાળી સ્ત્રીઓને લગ્નજીવન બાબત ખૂબ તકલીફ વેઠવી પડે છે.

સિંહ લગ્ન

સિંહ લગ્ન કુંડળીવાળાને સપ્તમ્ભાવમાં કુંભ રાશિ આવે છે. કુંભ રાશિ શનિની રાશિ છે, પરંતુ મકર રાશિ કુરૃપ છે જ્યારે કુંભ રાશિ સુરૃપ છે. તેથી સિંહ લગ્નવાળાને પત્ની રૃપાળી મળવાની સંભાવના છે. લગ્નેશ સૂર્ય અને સપ્તમેશ શનિ શત્રુઓ છે તેથી સિંહ લગ્નના જાતકને સત્તા અને સમૃદ્ધિ હોવા છતાં લગ્નજીવન બાબતે મુશ્કેલી રહે છે. તેઓને મોટાભાગે સારી પત્ની મળે છે તેમ છતાં પતિ-પત્ની વચ્ચે સુમેળ ઓછો હોય છે. લગ્નજીવનમાં ધાત્રી તુટિઓ અનુભવાય છે.

કન્યા લગ્ન

કન્યા લગ્ન કુંડળીવાળાને પત્ની સારી મળે છે. સપ્તમ્ભાવમાં ગુરુની રાશિ છે. તેથી જાતકના લગ્ન સારા કુટુંબમાં થાય છે અને પત્ની સારી મળે છે, પરંતુ સપ્તમ્ભાવ શનિ મંગળના પાપકર્તરિ યોગમાં છે તેથી આ જાતક ગૃહસ્થન જીવનમાં સુખી હોતા નથી. કન્યા લગ્નના જાતકો પતિ/પત્ની પરત્વે કંઈને કંઈ ક્ષતિ અનુભવે છે.

તુલા લગ્ન

તુલા લગ્નની કુંડળીમાં શુક્ર લગ્નેશ અને મંગળ સપ્તમેશ બને છે. તુલા લગ્નવાળા જાતકો સુંદર તેમજ રસિક હશે અને સામુ પાત્ર મંગળની પ્રકૃતિવાળું એટલે કે ખરબચડુ અને આવેશયુક્ત હશે. તુલા લગ્નમાં સપ્તમ્ભાવ શુભકર્તરિ યોગમાં છે. તેથી તુલા લગ્નવાળા જાતકોનું લગ્નજીવન સુખમય હોય છે. તેઓના લગ્ન યોગ્ય ઉંમરે થાય છે. શરૃઆતમાં લગ્નજીવન સુખમય અને ઉલ્લાસમય હોય છે, પરંતુ ધીરે ધીરે સમય જતાં લગ્નજીવનમાં ઉદાસિનતા આવે છે. કારણ કે લગ્નેશ અને સપ્તમેશ બન્ને વચ્ચે આંતરિક સંવાદ નથી, બાહ્ય આકર્ષણ વધું હોય છે.

વૃશ્ચિક લગ્ન

વૃશ્ચિક લગ્ન કુંડળીમાં લગ્નેશ મંગળ છે અને સપ્તમેશ શુક્ર છે. એટલે અહીં પણ જાતક મંગળની પ્રકૃતિના અને સામુ પાત્ર શુક્ર પ્રકૃતિનું હશે. તેઓની વચ્ચે પણ આંતરિક સંવાદિતા ઓછી હશે અને બાહ્ય આકર્ષ વધુ જોવા મળશે.

ધન લગ્ન

ધન લગ્નમાં ગુરુ લગ્નેશ અને બુધ સપ્તમેશ છે. આ એક ડાહ્યું અને ઠાવકું યુગલ છે. બન્ને સુંદર અને બુદ્ધિશાળી છે. ધન લગ્નના જાતકને પતિ કે પત્ની બુદ્ધિશાળી અને વિવેકી મળે છે. તેમનું ગૃહસ્થ જીવન સુખી અને સમૃદ્ધ હોય છે. એકબીજા માટે પ્રેમ અને માન હોય છે. આ યુગલમાં આંતરિક સખ્ય અને સદાચાર હોય છે. માત્ર એક જ ખામી છે કે સપ્તમેશ બુધ કે સપ્તમ્કારક શુક્ર દ્વિસ્વભાવ રાશિમાં હશે તો દ્વિભાર્યા કે દ્વિયતિ યોગ વિચારવો પડશે.

મકર લગ્ન

મકર લગ્નના જાતકનું લગ્નજીવન મહદ્અંશે સુખી નીવડે છે. તેમને સામુ પાત્ર પ્રેમાળ, સુંદર અને શાંત સ્વભાવનું મળે છે. જેથી લગ્નજીવનમાં સુખ પ્રાપ્ત થાય છે, છતાં ક્યારેક કલેશ ઉત્પન્ન થાય છે. આ કલેશ અને સંઘર્ષ મકર લગ્નના જાતકના કંજુસ અને સામાને ચૂસવાના સ્વભાવને લીધે ઉત્પન્ન થાય છે. લગ્ન મોડા થાય તો સુખદ નિવડવાની સંભાવના વધુ હોય છે.

કુંભ લગ્ન

કુંભ રાશિ શનિની પોઝિટિવ રાશિ છે. આ રાશિમાં શનિની કંજુસાઈ યોગ્ય કરકસરનો ગુણ ધારણ કરે છે. કુંભ લગ્નવાળા જાતકો મહદ્અંશે સુંદર, સ્વચ્છ દેખાવ અને પ્રકૃતિના હોય છે. તેમનું સામુ પાત્ર સારા કુટુંબમાંથી આવે છે. કુંભ લગ્નના જાતકો લગ્ન પછી સુખ-સમૃદ્ધિ મેળવે છે, પરંતુ લગ્નેશ શનિ અને સપ્તમેશ સૂર્યના સ્વભાવ ભેદને કારણે લગ્નજીવન શાંત અને સંવાદિત નીવડતું નથી. તેમાં ઉતાર-ચઢાવ આવે છે, જે સમાધાન અને નમ્રતાથી નિવારી શકાય છે. આ લગ્નના જાતકોએ લગ્ન મોડા કરવા આવકારદાયક છે.

મીન લગ્ન

મીન લગ્ન કુંડળીમાં ગુરુ લગ્નેશ અને બુધ સપ્તમેશ બને છે. જે સુખદ સ્થિતિ છે. મીન લગ્નના જાતકો ડહાપણપૂર્વક પરણે છે. બન્ને સુંદર અને સુશીલ હોય છે. પતિ કે પત્ની બુદ્ધિશાળી, કુશળ અને સુયોગ્ય હોય છે. બન્ને લગ્નજીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માર્ગ આડે અંતરાય જણાય. વધુ પ્રયત્નો કરતા સફળતા મળે. મિલન-મુલાકાત થવા પામે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૩

Capricorn (મકર: ખ-જ)

કાર્ય સફળતાની તક સર્જાય. વાદ-વિવાદથી દૂર રહેવું. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બનવા પામે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામકાજોને પાર પાડવામાં વિઘ્ન જણાય. તબિયતમાં સુધારો જણાય. ખર્ચમાં વધારો થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો લાગે. તબિયતમાં સુધાર આવે. પ્રશ્નોનો હલ મળી રહે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૫

Aries (મેષ: અ-લ-ઈ)

મુશ્કેલીને પાર કરી શકશો. ખર્ચ-વ્યયનો પ્રસંગ બની રહે. સામાજિક કાર્ય થઈ શકે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના પ્રયત્નો સફળ બનતા જણાય. લાભદાયી તક પ્રાપ્ત થાય. કૌટુંબિક બાબતથી આનંદ રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

સમસ્યા હશે તો દૂર થાય. આર્થિક પ્રશ્ન હલ થવા પામે. યાત્રા-પ્રવાસ ફળદાયી રહે. પારિવારિક પ્રસન્નતા રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

Cancer (કર્ક: ડ-હ)

ચિંતા - અશાંતિના વાદળ વિખેરાતા લાગે. પરિસ્થિતિ સુધરતી જણાય. તબિયત બાબતે સાચવજો. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬

Leo (સિંહ: મ-ટ)

ધીમે-ધીમે પ્રગતિનો અહેસાસ થતો જણાય. મહેનતનું ફળ મળવા પામે. સ્નેહીનો સહકાર મળી રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના મનની મુંઝવણ દૂર થતી જણાય. આશાસ્પદ સંજોગો બની રહે. મિલન-મુલાકાત ફળદાયી રહે. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

સામાજિક-જાહેર જીવનના પ્રસંગ અંગે સાનુકૂળતા રહે. સારો સંદેશ મળે. ઈશ્વરના આશીર્વાદ મળે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વધુ પડતી અપેક્ષા-આધાર વ્યર્થ જણાય. ખર્ચ પર કાબુ રાખજો. પ્રવાસની તક મળવા પામે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૪

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૃ થઈ ગયું છે. આ સમયમાં ધંધા-રોજગાર ક્ષેત્રે નવી કામગીરી થઈ શકે. કાર્યક્ષેત્રે આપ વધારે આત્મવિશ્વાસ સાથે પરિશ્રમ કરશો, જેનો મહદ્અંશે આપને લાભ પણ પ્રાપ્ત થાય. કોઈ નવો કોન્ટ્રાક્ટ કે સાહસ થઈ શકે. આરોગ્ય સુખાકારી સારી રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ સાબિત થાય. ઘર-પરિવાર બાબતે શુભ/માંગલિક કાર્યમાં સહભાગી થઈ શકો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં અડચણ આવી શકે. મિત્રથી લાભ થઈ શકે. તા. રપ થી ર૮ સફળતા. તા. ર૯ થી ૩૧ મિશ્ર.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે કૌટુંબિક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા રહી ગયેલા કાર્યો પ્રત્યે સભાન બનતા જણાવ. સ્નેહીજનો સાથે સમય સુખપૂર્વક પસાર થાય. નાણાકીય સ્થિતિ સામાન્ય કરતા નબળી જણાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ-વ્યય થાય. વ્યાપાર-ધંધામાં સાનુકૂળતા રહે. સ્વાસ્થ્ય કથળતું જણાય. જાહેરજીવનમાં નવી મુલાકાત ફળદાયી સાબિત થાય. જીવનસાથીથી લાભ થાય. તા. રપ થી ર૮ પારિવારિક કાર્ય થાય. તા. ર૯ થી ૩૧ મધ્યમ.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી આપના માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. બહારના ખાન-પાન તથા આહાર-વિહારમાં તકેદારી રાખવી. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય મધ્યમ બની રહે. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકોને શત્રુ વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થતી જણાય. તા. રપ થી ર૮ શુભ. તા. ર૮ થી ૩૧ આરોગ્ય સાચવવું.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નફા-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થતી જોવા મળે. આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યો સફળ બને. યાત્રા-પ્રવાસ થાય. તા. રપ થી ર૮ ખર્ચ થાય. તા. ર૯ થી ૩૧ લાભદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આર્થિક લાભ થવાની શક્યતા જણાય છે. લાંબા સમયનું આર્થિક રોકાણ શક્ય બનતું જણાય. અધુરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પૂરવાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબિયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. રપ થી ર૮ મિશ્ર. તા. ર૯ થી ૩૧ લાભદાયી.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૃ સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ મહત્ત્વની કે વગદાર વ્યક્તિ સાથે હળવા-મળવાનું થાય, જે આપના ભવિષ્યના ઘડતર માટે મહત્ત્વની સાબિત થાય. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યના આધારે ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મળશે. તા. ર, થી ર૮ સારી. તા. ર૯ થી ૩૧ મિલન-મુલાકાત.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પરિશ્રમ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધાર્યો લાભ કે સફળતા પ્રાપ્ત કરવા માટે આપ સખત પરિશ્રમ કરતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખવા મળી શકે છે. વ્યાપાર-ધંધા બાબતે સમય તેજીભર્યો બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ સંઘર્ષભર્યું જોવા મળે. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. લગ્ન ઈચ્છુક જાતકો માટે સમય શુભ પૂરવાર થાય. શત્રુ વિરોધીઓથી સાચવવું. આરોગ્ય સુધરતું જણાય. તા. રપ થી ર૮ કાર્યબોજ રહે. તા. ર૯ થી ૩૧ સ્વાસ્થ્ય સુધરે.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની આર્થિક સ્થિતિ મંદ બનતી જણાય. આકસ્મિક અને અણધાર્યા ખર્ચાઓને કારણે આપનું બજેટ હાલક-ડોલક થતું જોવા મળે. લાંબાગાળાના રોકાણ સમજપૂર્વક કરવા. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. ધાર્મિક કાર્યો થાય. તા. રપ થી ર૮ સારી. તા. ર૯ થી ૩૧ નાણાભીડ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નસીબનો સાથ મળી રહેતા આપને ઓછી મહેનતે વધારે ફળ પ્રાપ્ત થતું જણાય. વેપાર-ધંધા ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના નવા સ્ત્રોત ખૂલતા જણાય. સ્વાસ્થ્ય બાબતે કફ સંબંધિત રોગોથી સાવધાની રાખવી પડે. જાહેરજીવન ક્ષેત્રે લગ્ન પ્રસંગ જેવા સમારોહમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. દાંપત્યજીવનમાં નાની-મોટી તકરાર થાય. તા. રપ થી ર૮ વિવાદ ટાળવા. તા. ર૯ થી ૩૧ શુભ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાયનો વ્યાપ વધારવા માટે નવા કાર્યો-નવી યોજના અમલમાં મૂકી શકશો. આપના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કરવાના આયોજનમાં આપ વ્યસ્ત બનતા જણાવ. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. ધારી સફળતા મળતા ઉત્સાહમાં વધારો થાય. આરોગ્ય બાબતે સંભાળ રાખવી. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થાય. તા. રપ થી ર૮ શુભ. તા. ર૯ થી ૩૧ કાર્યબોજ ઘટે.

Libra (તુલા: ર-ત)

આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. અણધાર્યા ખર્ચાઓને કારણે આર્થિક તંગીનો અનુભવ કરવો પડી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સરળતા મેળવી શકશો, જો કે તેના માટે કઠોર પરિશ્રમ કરવો પડે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી રાહત મેળવી શકશો. યાત્રા-પ્રવાસમાં અડચણ/રૃકાવટ આવી શકે છે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ સક્રિય બનતા જણાય. ઘર-પરિવાર બાબતે વડીલવર્ગ, માતા-પિતાના આશીર્વાદ મેળવી શકશો. તા. રપ થી ર૮ ખર્ચાળ. તા. ર૯ થી ૩૧ સારી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થાય છે. આ દિવસો દરમિયાન અંગત સ્નેહીજનો સાથે વાદ-વિવાદ સંભવ છે. સમય-સંજોગો વિપરીત રહેતા, માનસિક વ્યથા અનુભવાય. વાણી-વર્તનને કાબૂમાં રાખશો તો મહ્દઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય બાબતે આકસ્મિક લાભની શક્યતા જણાય છે. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. ઋતુગત બીમારીઓથી સમસ્યા થઈ શકે. આહાર-વિહારમાં તકેદારી રાખવી. જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા વધે. મિલન-મુલાકાતના પ્રસંગો બને. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો દૂર થાય. તા. રપ થી ર૭ લાભ. તા. ર૮ થી ૩૧ વાદ-વિવાદ ટાળવો.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી