ચિરવિદાય
જામનગરઃ સિંગચ નિવાસી ચંદુલાલ મુલજીભાઈ ૫ોપટ (ઉ.વ.૭૮) તે માલતીબેનના પતિ, દેવેન્દ્ર (લાલો)ના પિતા, રમેશભાઈ (નવુભાઈ), સુભાષભાઈ, સ્વ. સતીષભાઈ, સ્વ. જયસુખભાઈ, સ્વ. જયાબેન પ્રવિણચંદ્ર દાવડા (પોરબંદર), સ્વ. નિરૂબેન હેમતલાલ મોદી (દ્વારકા), વર્ષાબેન (રંજનબેન) વિનોદભાઈ કોટેચા (જામનગર), મુક્તાબેન રાજુભાઈ ભાયાણી (દ્વારકા)ના ભાઈ, સ્વ. પરસોત્તમભાઈ વશરામભાઈ કુંડલીયા (પૂનમ હોટલ-સીંગચવાળા)ના ભાણેજનું તા. ૨૮-૭-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (ઉઠમણું) તથા મોસાળપક્ષની સાદડી તા. ૩૦-૭-૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન દલવાડી સમાજની વાડી, સિંગચમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ પ્રજાપતિ અરજણભાઈ મનજીભાઈ ઓઝા, તે કિશોરભાઈ, સુરેશભાઈ, રાજેન્દ્રભાઈ, રમેશભાઈના પિતાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૧-૭ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી અને મૂળ ખીલોસના સ્વ. અતુલભાઈ પ્રાણલાલ મહેતાના પત્ની કલ્પનાબેન અતુલભાઈ મહેતા (ઉ.વ. ૬૩), તે હર્મેશ, પ્રતીક્ષાના માતુશ્રી તથા વીરેનકુમાર અજમેરા (અમદાવાદ), પૂજાબેન (ઉમરગામ) ના સાસુ તથા દિલીપભાઈ, જવાહરભાઈ (મોરબી) ના બહેનનું તા. ર૮-૭-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૭-ર૦ર૬, ગુરૂવારના સવારે ૮.૩૦ વાગ્યે રણજીતનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી સારસ્વત બ્રાહ્મણ વાસુદેવ વલ્લભદાસ ડોલર (સલાયાવાળા - ઉ.વ. ૮૭), તે સચિન અને અભિનયભાઈના પિતા, સ્વ. મનસુખલાલ વલ્લભદાસ, જગદીશભાઈ વલ્લભદાસ ડોલરના મોટાભાઈ તથા આદિત્ય, મિષા, પ્રત્યુશ તથા પુષ્ટિના દાદાનું તા. ર૮ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩૦-૭-ર૦ર૬ ના ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી સ્વ. પરસોત્તમભાઈ દયાળજીભાઈ ચિત્રોડાના પત્ની ઈન્દુબેન (ઉ.વ. ૭૮), તે અતુલભાઈ, અજયભાઈ, કિરણભાઈના માતુશ્રી તથા કુશ કિરણભાઈ ચિત્રોડાના દાદીનું તા. ર૮-૭-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૦-૭-ર૦ર૬ ના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ નાગોરી વણિક સમાજના સ્વ. હંસાબેન અને ધારાશાસ્ત્રી સ્વ. ભૂપતરાય જમનાદાસ ઝવેરીના પુત્રી ડો. ભારતીબેન ઝવેરી (ઉ.વ.૮૪) તે ધારાશાસ્ત્રી બિપિનચંદ્ર ઝવેરી, ધારાશાસ્ત્રી ભરતકુમાર ઝવેરીના બહેન, અજય બિપિનચંદ્ર ઝવેરી, ધારાશાસ્ત્રી અભય બિપિનચંદ્ર ઝવેરી, ધારાશાસ્ત્રી સોહન ભરતકુમાર ઝવેરી, પ્રણવ ભરતકુમાર ઝવેરીના ફઈબાનું તા. ૨૭-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩૦-૭ના ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
જામનગરઃ લીરીબેન માલદેભાઈ સિસોદીયા (ઉ.વ.૯૬)નું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ મહેર સમાજ ભુવન, ખોડીયાર કોલોની રોડ, દિગ્જામ સર્કલ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૩૧-૭ના શુક્રવારે રાખવામાં આવી છે.
જામનગરઃ કુમુદબેન જોશી (ઉ.વ.૭૮) તે સ્વ. ભાલચંદ્રભાઈ જોશીના પત્ની, મનીષભાઈ, પુનીતભાઈ, નીલમબેનના માતા, શિવમ્, શુભમ્ના દાદીનું તા. ૨૬-૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ કલાબેન ઓઝા, તે બાલકૃષ્ણ ગુલાબરાય ઓઝાના પત્ની, ઉર્વશીબેન, નેહલબેન, સોનલબેનના માતા, દેવેનકુમાર ઈન્દુલાલ ત્રિવેદીના સાસુ, આસ્થા, હેતના નાનીનું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન શ્રી મહાલક્ષ્મીની વાડી, વંડાફળી શેરી નં.૨, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ લુહાર ગોર મહેશભાઈ મનુભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૫) તે બીનાબેનના પતિ, સિતાંશુભાઈ (જર્મની), સ્વ. પારસભાઈના પિતા, સવિતાબેન, ચાંદનીબેન, વર્ષાબેન, હર્ષિદાબેનના ભાઈ, અમીષાબેન, નિરાલીબેનના સસરા, હર્ષભાઈ ત્રિવેદી, સતિષભાઈ ત્રિવેદીના બનેવી, ધૈર્ય, હર્ષ, નચીકેતના દાદાનું તા. ૨૫-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
મોરબીઃ રમેશચંદ્ર મણિલાલ બુદ્ધદેવના પુત્ર હિતેશ બુદ્ધદેવ (ઉ.વ. ૪૮) તે સ્વ. જયભાઈ, સોનલબેન રોહિતકુમાર સેજપાલ (મોરબી), ઉર્વશીબેન સંજયકુમાર સાતા (રાજકોટ)ના ભાઈનું તા. ૨૪-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭-૭ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબીમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શીલાબેન કાનાણી (ઉ.વ.૬૩) તે કાંતિલાલ કાનાણીના પત્ની, વિકીભાઈ, પૂજાબેન ધવનભાઈ ગોકાણી (રાજકોટ)ના માતા, મયુરીબેનના સાસુ, સ્વ. દામોદરભાઈ (ખંભાળીયા) વ્રજલાલભાઈ (જામનગર), સ્વ. બીપીનભાઈ (મુંબઈ), ગોપાલભાઈ (બેટ દ્વારકા), ચંદ્રકાન્તભાઈ (જામનગર), કિરીટભાઈ જમનાદાસ કાનાણીના ભાભી, મથુરદાસ પરસોત્તમભાઈ પાબારીના પુત્રીનું તા. ૨૪-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૫-૭ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.

