બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વાંચન વિશેષ

ટાઈમ્સ ગ્રુપ દ્વારા

ભારતની વિખ્યાત બેનેટ, કોલપેન એન્ડ કંપની લિમિટેડના ધી ટાઈમ્સ ગ્રુપ દ્વારા જુલાઈ-ર૦ર૦ માં હાલારનું ગૌરવ અને રઘુવંશી સમાજની પ્રતિભા એવા પરિમલભાઈ નથવાણીના ઝારખંડ રાજયમાંથી - ર૦૦૮ થી ર૦ર૦ સુધીના રાજયસભાના સાંસદ તરીકેની કાર્યસિદ્ધિઓ અને આલેખતું પુસ્તક માનનીય અને પ્રસંશાયોગ્ય 'પરિમલ નથવાણી' ના શીર્ષક સાથે આકર્ષક કોરી ટેબલ બુક સ્વરૃપે પ્રકાશિત કર્યુ છે.

ઝારખંડ રાજયમાંથી પરિમલભાઈ સતત બે ટર્મ (૧ર વર્ષ) સુધી રાજયસભાના સાંસદ તરીકે સતત કાર્યરત રહ્યાં હતાં. આ કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા પ્રયાસોથી ઝારખંડ રાજયમાં લાભથી વંચિત અને આદિવાસી વિસ્તારોમાં લોકોના જીવનધોરણ સુધારવા અનેકવિધ વિકાસ પ્રોજેક્ટો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

જેમાં સ્વાસ્થ્ય સંભાળ, શિક્ષણ, કન્યા કેળવણી, સ્કીલ ડેવલપમેન્ટ, કાનૂની સેવા કેન્દ્રો, કોમ્યુનિટી હોલ, શૌચાલય નિર્માણ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંતર માળખાગત સુવિધાઓના વિકાસ કાર્યો પૂર્ણ થયાનો સંતોષ પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કર્યો છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પરિમલભાઈ નથવાણી દ્વારા થયેલા વિકાસ કામોના કારણે જરાતોલી - બરામ, ચુત્તુ અને બારવાડગની ત્રણ પંચાયતોની અંદાજે પંદર હજારની વસ્તીના જીવનધોરણમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

આ કોરી ટેબલ બુકમાં ઝારખંડ રાજયમાં સાંસદ સભ્ય તરીકે  કરેલા અસંખ્ય વિવિધ વિકાસ કાર્યોની વિગતો ઉપરાંત પરિમલભાઈ નથવાણીના જીવનની અન્ય લાક્ષણિકતાઓ, ઉપલબ્ધિઓ, વ્યક્તિત્વ, કાર્યશક્તિ સહિતના પાસાઓ પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.

ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર સુધા નટરાજને બુકના એડીટોરીયલમાં આલેખ્યું છે કે, પરિમલભાઈએ સદાય માનવિય અભિગમ સાથે ઝારખંડ રાજયની ગ્રામ્ય જનતાની જિંદગી બદલી નાંખવા સાંસદ તરીકે અથાગ અને સતત જહેમત ઉઠાવી છે. આ ઉપરાંત મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરીયા ડેવલપમેન્ટ, ફંડનો  ૧૦૦ ટકા ઉપયોગ પ્રજાલક્ષી સેવા કાર્યો - વિકાસ કાર્યોમાં કર્યો છે. તેમની સખત મહેનત અને નિષ્ઠાવન પાર્લામેન્ટેરીયન તરીકેની ઉજ્જવળ અને પ્રેરણાદાયી કારકીર્દિને આ બુક અર્પણ કરવામાં આવી છે. તેઓ માનવજાતિની સેવા કરવા સંપૂર્ણ સમર્પિત થઈને સદાય પ્રયત્નશીલ અને કાર્યરત રહ્યાં છે.

આકર્ષક રંગીન મુખપૃષ્ઠ, મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓ તથા ઝારખંડ રાજયમાં પરિમલભાઈના વિકાસ કાર્યોની વિગતો - ઝલકો દર્શાવતી રંગીન તસ્વીરો સાથેની આ કોરી ટેબલ બુક પરિમલભાઈ નથવાણીની સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ વર્ણવતું એક યાદગાર નઝરાણું બની રહ્યું છે.

વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની વાતચીતના મિશ્ર પ્રત્યાઘાતોઃ 'રસી ઉત્સવ'ની સલાહ પણ ચર્ચામાં

નવી દિલ્હી તા. ૯ઃ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે અને દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો ૪ હજારને પાર પહોંચી ગયો અને ર૪ કલાકમાં ૩પ મોત નોંધાયા પછી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દાવો કર્યો કે દર્દીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુ સંક્રમણવાળા શહેરોમાં વરિષ્ઠ ઉચ્ચ અધીકારીઓની નિમણૂક કરીને તેને કોરોનાને લગતી તમામ કામગીરીના નિયમન, વ્યવસ્થાપન અને નિયંત્રણની જવાબદારી સોંપાઈ છે.

બીજી તરફ લોકડાઉનની સંભાવનાઓને લઈને કેટલાક સ્થળેથી ફરીથી શ્રમિકો તેમના વતન તરફ જવા લાગ્યા હતાં, અને ગુજરાત સહિત દેશભરમાં ગભરાટ ફેલાયો હતો. તેવામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ મિટિંગ મહત્ત્વની બની ગઈ હતી. આ મિટિંગ દરમિયાન થયેલી ચર્ચાના મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે. કેટલાક મુદ્દે પ્રશંસા તો કેટલીક બાબતોની ટીકા પણ થઈ રહી છે. બીજી તરફ મુખ્યમંત્રીની રાજકોટની મુલાકાત પણ ચર્ચાસ્પદ બની છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હકારાત્મક વલણ દર્શાવીને કોરોના સામેનો જંગ સાથે મળીને લડવાનું જણાવી રહ્યા છે, તે સારા સંકેતો છે, જો કે મહારાષ્ટ્રમાં વિરોધાભાસી વલણો જોવા મળી રહ્યા છે.

જો કે, ગુજરાતમાં ત્રણ મહિનામાં માત્ર ર૭ ટકા જ આરટીપીસીઆર ટેસ્ટ થયા હોવાથી ચર્ચા જાગી છે.

વડાપ્રધાને એક વાત સ્પષ્ટ રીતે કહી દીધી કે ગયા વર્ષ જેવું લોકડાઉન લગાવાયું હતું, તેવું લોકડાઉન હવે લાગવાની હાલતુરંત કોઈ શક્યતા નથી, જો કે તેમણે કહ્યું કે લોકો વધુ (કેઝ્યુલ) બેફિકર થઈ ગયા છે. ભયભીત થવાની જરૃર નથી, પરંતુ જનજાગૃતિ લાવવાની વધુ જરૃર છે.

એક તરફ વડાપ્રધાન રાજ્યો સાથે વાતચીત કરીને કોરોના સામેના સહિયારા જંગની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક રાજ્યોએ પૂરતી વેક્સિન મળતી નહીં હોવાથી રસીકરણ ઝુંબેશને ફટકો પડી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. આ પ્રકારના નિવેદનોના જવાબમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યોના આક્ષેપોને ફગાવી દેતા રાજકારણ ગરમાયું છે અને હવે રસીકરણના મુદ્દે પણ રાજનીતિ શરૃ થઈ ગઈ છે, જે આપણી સંસ્કૃતિ કે લોકતાંત્રિક ઈતિહાસને અનુરૃપ નથી.

વડાપ્રધાને વળી 'રસી ઉત્સવ'ની વાત કરીને આ ચર્ચાને વધુ તિવ્ર બનાવી દીધી છે. તારીખ ૧૧ થી ૧૪ મી એપ્રિલ સુધી 'રસી ઉત્સવ' મનાવવાનું સૂચન કર્યું અને આ દરમિયાન વધુમાં વધુ રસીકરણ કરવા અને ઝીરો વેસ્ટેજ એટલે કે રસીનું વેસ્ટેજ બિલકુલ ન થાય, તેવી સિસ્ટમ ગોઠવવા અનુરોધ કર્યો.

એક તરફ ઘણાં રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, તો બીજી તરફ વેક્સિનેશનની ગતિ ધીમી છે, તેથી જો દેશભરમાં આ માટે ચાર દિવસની ઝુંબેશ ચાલે અને તે માટે કેન્દ્ર સરકાર વેક્સિનનો પૂરતો જથ્થો પૂરો પાડે, રાજ્યો દ્વારા વધુને વધુ લોકોને રસીકરણની વ્યવસ્થા થાય અને ખાસ કરીને વધુમાં વધુ લોકો વાસ્તવમાં રસી મૂકાવે તે જરૃરી છે.

વડાપ્રધાને આ ઝુંબેશને 'રસી ઉત્સવ' નામ આપ્યું તે પણ ચર્ચાના ચાકડે ચડ્યું છે. ઘણાં લોકો કહે છે કે, આ મહામારી દરરોજ સેંકડો જીવ લઈ રહી છે અને હજારોને સંક્રમણ થઈ રહ્યું છે, તેવા સમયે 'ઉત્સવ'ની વાત કરવી બંધ બેસતી નથી. આના કરતા 'રસીકરણ અભિયાન' કે 'વેક્સિનેશન મૂવમેન્ટ' અથવા રસીકરણ ઝુંબેશ જેવું કોઈ નામ અપાઈ શક્યું હોત. તેનો જવાબ એવી રીતે અપાઈ રહ્યો છે કે, 'ઉત્સવ' જેવડું નામકરણ ખુશી વ્યક્ત કરવા માટે નહીં, પણ વધુમાં વધુ લોકોને જોડવા માટે રખાયું છે, તે સમજવું પડે.

વ્યંગકારો કરી રહ્યા છે કટાક્ષ

બીજી મે પછી લોકડાઉન લગાવવાનો વિકલ્પ ખુલ્લો?

વડાપ્રધાને હાલતુરંત ગત્ વર્ષ જેવું  સંપૂર્ણ લોકડાઉન નહીં લાગે, તેવી વાત કરતા વ્યંગકારો કટાક્ષ કરવા લાગ્યા કે એક તરફ વડાપ્રધાનના આ નિવેદન પછી કેટલીક અટકળો અને અફવાઓનો અંત આવ્યો છે, તો બીજી તરફ સોશ્યલ મીડિયા અને ચર્ચાઓમાં કટાક્ષો પણ થઈ રહ્યા છે. વ્યંગકારો કહે છે કે, ગમે તેટલો કોરોના વકરે તો પણ બીજી મે સુધી તો દેશમાં સંપૂર્ણ લોકડાઉન કેમ નહીં જ થાય, કારણ કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બીજી મે ના દિવસે આવવાના છે અને એપ્રિલના અંત સુધી પ. બંગાળમાં વિવિધ તબક્કાઓમાં મતદાન થતું રહેવાનું છે. કેટલાક લોકો પરિણામોને પણ લોકડાઉનની સંભાવનાઓ સાથે જોડીને કટાક્ષ કરી રહ્યા છે!

હાઈકોર્ટના અવલોકન પછી હલબલી સરકારઃ તંત્રોની હડિયાપટ્ટીઃ અદાલતની આકરી ટીકા-ટિપ્પણીની અસરઃ

અમદાવાદ/જામનગર તા. ૭ઃ આજથી જામનગર સહિત આઠ મહાનગરો સહીત ર૦ શહેરોમાં રાત્રિકર્ફયુ લાગી જશે અને રાત્રે આઠ વાગ્યાથી સંચારબંધી અમલી બની જશે, તેના મૂળમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનવણી દરમિયાન પોતાના અવલોકન પછી કેટલીક ટકોર કરી, સૂચનો કર્યા અને નિર્દેશો આપ્યા પછી કોરોનાને લઈને વધુ કડક કદમ ઊઠાવવાની દિશામાં સરકારમાં હિલચાલ વધી ગઈ, અને તંત્રો હડિયાપટ્ટી કરવા લાગ્યા. તે પછી ગઈ રાત્રે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ, જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.

ગઈકાલે આખો દિવસ રાજ્યભરમાં એવી ચર્ચા થતી રહી કે રાજ્યમાં ત્રણ-ચાર દિવસનું સંપૂર્ણ લોકડાઉન આવશે કે પછી સેમિ લોકડાઉન કે મીની લોકડાઉન જેવો કોઈ વચલો રસ્તો કાઢવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ કડક ભાષામાં સરકારના વકીલને સવાલો પૂછ્યા અને નિર્દેશો અથવા સૂચનો કર્યા પછી સરકાર હલબલી હતી, જો કે આ પ્રકારના પગલાં સરકાર પહેલેથી જ ઊઠાવી શકી હોત, હવે સરકારે લીધેલ નિર્ણયો પછી કોરોનાને અંકુશમાં લેવા કેટલી સફળતા મળશે તેની ચર્ચા થઈ રહી છે.

કોર કમિટીની બેઠક પછી મુખ્યમંત્રી રૃપાણીએ 'જી ભી હૈ ઔર જહાન ભી હૈ' જેવા સૂત્રોને અનુસરીને કડક પ્રતિબંધો પણ રહે અને તદ્ન કામ-ધંધા કે વ્યવહાર બંધ ન થઈ જાય તેવો માર્ગ કાઢ્યો હોવાનો દાવો કર્યો.

રાજ્યના ર૦ શહેરોમાં આજથી રાત્રે ૮ થી બીજા દિવસની સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ રહેશે,  તેવી જાહેરાત થઈ છે. આ કારણે હવે દિવસે અમર્યાદિત અથવા નિરંકુશ ભીડ વધે નહીં, અફવાઓ ફેલાય નહીં, સ્થાનિક કે આંતરરાજ્ય પરિવહન બંધ ન થાય, પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સના નિયમોનું પાલન કરીને ચાલતું રહે અને કોઈપણ ચીજવસ્તુ કે કોરોનામાં ઉપયોગી દવા, ઈન્જેક્શન કે હોસ્પિટલોમાં બેડની તંગી ન સર્જાય તેની તકેદારી પણ રાજ્ય સરકારે રાખવી જ પડશે. ઓક્સિજનની તંગી નિવારવા સરકારે કંપનીઓ પાસેથી ૧૦ ટકા વધુ જથ્થો મેળવવાનો કરેલો નિર્ણય યોગ્ય છે.

કેટલાક પ્રતિભાવો મુજબ સામાજિક મેળાવડા, રાજકીય કાર્યક્રમો, રેલીઓ, સભાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જરૃરી હતો. જો પ૦ (પચાસ) લોકોને પણ છૂટ અપાશે, તો પણ તેમના પર દરેક સ્થળે અંકુશ રાખવો મુશ્કેલ બની જશે. આ છૂટ અપાય તો પણ તેમાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવું જ પડશે.

જો કે, લગ્ન પ્રસંગો માટે મર્યાદિત (૧૦૦) સંખ્યામાં મહેમાનોની હાજરી સાથે આપેલી છૂટછાટને લોકો આવકારી રહ્યા છે, કારણ કે પહેલેથી નક્કી થયેલા લગ્નો કે સાદીઓ તદ્ન અટકી નહીં પડે, લોકોએ પણ આવા પ્રસંગોએ માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સની કાળજી લેવી પડશે.

ગાંધીનગર અને મોરવા હડફની ચૂંટણી યથાવત્ રાખીને રાજ્ય સરકારે એક રીતે જોખમ જ વહોરી લીધું છે, તેથી રાજકીય પક્ષોએ ચૂંટણીપંચની એસઓપીનું ચૂસ્ત પાલન કરવા માટે જાગૃત રહેવું પડશે, ખાસ કરીને બન્ને મુખ્ય પક્ષોએ રેલીઓ, સભાઓ અને મેળાવડા કરીને પ્રચાર કરવાના બદલે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને શક્ય તેટલો ઓનલાઈન પ્રચાર અને અખબારો-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી વધુમાં વધુ પહોંચી શકાય, તેની ખાસ કાળજી રાખવી પડશે.

સરકારે કેટલીક ચોખવટો પણ કરી છે. હોસ્પિટલોમાં ત્રીજા ભાગની બેડ હજુ પણ ઉપલબ્ધ છે. બે દિવસમાં રેમડેસિવર ઈન્જેક્શનો જિલ્લા મથકોએ પહોંચી જશે, તેમ જણાવાયું છે. જો ટેસ્ટીંગ વધે અને સંક્રમણની ગતિ વધી જાય, તો હોસ્પિટલો ચિક્કાર ભરાઈ જતા વાર નહીં લાગે, તેથી ગત્ વર્ષ કરતા સરકારે (ગત વર્ષના અનુભવે) વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડશે.

સરકારે જાહેર સરકારી કાર્યક્રમો સ્થગિત કરવાની સૂચનાઓ પણ આપી હોય, તો તે આવકાર્ય છે, જો કે ગાંધીનગર-મોરવા હડફની ચૂંટણીના પ્રચાર માટે આપેલી કેટલીક છૂટછાટ અપાઈ હોય તો તે પૂનર્વિચાર જરૃર માંગે છે, કારણ કે આ પ્રકારના 'અપવાદો'એ જ સંક્રમણને ફરીથી તિવ્ર ગતિ આપી દીધી છે!

ફ્રાન્સીસી મીડિયાના અહેવાલો પછી રાજકીય ક્ષેત્રે ખળભળાટઃ નેતાઓ-બુદ્ધિજીવીઓના પ્રત્યાઘાતોઃ

નવી દિલ્હી તા. ૬ઃ ફ્રાન્સીસી મીડિયાનો હવાલો આપીને આવેલા અહેવાલો ફરીથી વિવાદ જગાડ્યો છે અને રાફેલના સોદા માટે વચેટિયાને કટકીની જંગી રકમ અપાઈ હોવાનો આક્ષેપ થતા મોદી સરકાર ફરીથી શંકાના ઘેરામાં આવી ગઈ છે, જો કે કેન્દ્ર સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.

આ સોદામાં દલાલી અપાઈ હોવાના શંકાના વાદળો ઘેરાયા છે. પાન ફિલિપિનની વેબસાઈટે આ અહેવાલો આપ્યા છે અને તેના દસ્તાવેજો પણ પ્રકાશિત કરાશે, તેવી વાત પણ આ ન્યૂઝ વેબસાઈટ દ્વારા કરાઈ હતી. પચાસ ડુપ્લીકેટ મોડલ બનાવવા એક ભારતીય કંપનીને અપાયા હોવાની ચોખવટ ઓડિટની પૂર્તતામાં કરાઈ હતી, જે ગળે ઉતરે તેવી નહીં હોવાથી આ મુદ્દે વિવાદ ઘેરાયો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે આ સોદામાં ગરબડ થઈ હોવાની આશંકા પછી રફાલ સોદામાં ભ્રષ્ટાચારની હવે નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જવાબ ન આપવો જોઈએ?

યશવંત સિન્હાએ તો ત્યાં સુધી કહ્યું કે ફ્રાન્સના મીડિયા પોર્ટે હજુ બીજા દસ્તાવેજોને જાહેર કરવાની વાત કરી છે, તેથી હવે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વાતને વધુ બળ મળી રહ્યું છે, ત્યારે હવે સુપ્રિમ કોર્ટે ઊંડી-તટસ્થ તપાસ કરાવવી જોઈએ. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રિમ કોર્ટે સીએજીના રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે સુપ્રિમ કોર્ટ સમક્ષ રકજૂ થયેલા સીલબંધ કવરમાં પણ યોગ્ય અને સત્ય માહિતી અપાઈ હતી કે કેમ તે સવાલોના ઘેરામાં છે.

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સીએજી અને સુપ્રિમ કોર્ટે આ મુદ્દે સ્પષ્ટ રીતે પોતાના તારણો અને ફેંસલા આપ્યા છે. ત્યારે કોંગ્રેસે સુરક્ષાદળોનું મોરલ તોડવાની ખોટી રણનીતિ છોડી દેવી જોઈએ.

ફ્રાન્સના પબ્લિકકેશન મીડિયા પોર્ટે વર્ષ ર૦૧૬ માં જે વચેટિયાને સાડાનવ કરોડની દલાલી અથવા કટકી યુરો ગિફ્ટ ટુ કલાયંટ તરીકે આપી હોવાની વાત કરી હતી, તે કંપની સાથે સંકળાયેલા એક વ્યક્તિ અન્ય કોઈ મામલે જામીન પર છૂટેલા છે, તે મુદ્દે પણ કોંગ્રેસ અને ભાજપ સરકાર વચ્ચે નવો વિવાદ શરૃ થયો છે.

તટસ્થ નિરીક્ષકોના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છે કે, માત્ર વિદેશી મીડિયાના અહેવાલોને ગ્રાહ્ય રાખીને ભલે કોઈ નિર્ણય ન લેવાય, તો પણ આ સોદા અંગે સુપ્રિમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ પૂનઃ તપાસ તો થવી જ જોઈએ. જો સરકાર પાક સાફ હોય તો તપાસ કરાવવામાં શું વાંધો છેો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

પ. બંગાળની ચૂંટણી, ગુજરાતમાં કિસાન નેતા રાકેશ ટિકૈતના તીખા તમતમતા નિવેદનો અને છત્તીસગઢમાં નક્સલી હુમલાના અહેવાલો ઉપરાંત મહારાષ્ટ્રમાં પરમવીરસિંહના આક્ષેપોની તપાસ હાઈકોર્ટે સીબીઆઈને સોંપ્યા પછી ત્યાંના ગૃહમંત્રી દેશમુખનું રાજીનામું પડ્યું, તે ખબરોની આંધી વચ્ચે પણ રાફેલનો નવો વિવાદ મીડિયા-સોશ્યલ મીડિયામાં છવાયેલો છે, જે કાંઈક નવા જુનીના એંધાણ આપે છે.

એક દિવસમાં એક લાખ કેસ નોંધાતા દેશમાં કોરોનાનો હાહાકાર, અને અમરેલીમાં ભાજપ-પોલીસ આમને સામનેઃ

નવી દિલ્હી/અમદાવાદ તા. પઃ રાજ્યમાં ભારતીય જનતા પક્ષ અને પોલીસ વચ્ચે અમરેલીમાં થયેલા સંઘર્ષની ઘટના પછી ભાજપના કાર્યકરોએ પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા હતાં અને એએસપી અભય સોનીએ ભાજપના કાર્યકરોને માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. તે પછી રાતોરાત અભય સોનીની ગાંધીનગરમાં બદલી કરી નંખાતા તે મુદ્દો 'ટોક ઓફ ધી સ્ટેટ બની' ગયો હતો.

ભાજપના સાંસદ નારણભાઈ કાછડિયા અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીએ અભય સોની પર કરેલા બેફામ આક્ષેપો પછી આ કદમ તત્કાળ લેવાતા તેની ચર્ચા ચોતરફ થવા લાગી હતી અને પક્ષપાતની આશંકા વ્યક્ત થવા લાગી હતી.

એક તરફ દેશમાં એક જ દિવસમાં એક લાખ કેસો નોંધાતા હાહાકાર વ્યાપી ગયો છે. ગુજરાતમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં હવે ગ્રામ્ય વિસ્તારોની જાગૃતિ શહેરીજનો માટે બોધપાઠ રૃપ બની રહી છે. શહેરોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની બાબતે ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હવે આ તમામ સાવચેતી ઉપરાંત મીની લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન અને બજારો બંધ રાખવાની જાહેરાતો કરીને ગામડાઓ પથદર્શક બની રહ્યા છે. કડીમાં સ્વૈચ્છિક રાત્રિ કર્ફયુની જાહેરાત થઈ છે. હાલારના ગોપ, મોટી બાણુંગારમાં સ્વૈચ્છિક લોકડાઉન પછી હવે લાંબા બંદરમાં બપોર પછી બજારો બંધ કરી દેવાનો નિર્ણય લોકોની કોરોના પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. બીજી તરફ ભાજપે છેક હવે ટોળા ભેગા નહીં કરવાની અને મોટી મોટી સભાઓ (ગુજરાતમાં) નહીં યોજવાની જાહેરાતો કરી છે. અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચીડિયા ચૂભ ગઈ ખેત...!

આ પ્રકારના સંજોગો વચ્ચે પણ રાજકીય ખેલ ખેલાઈ રહ્યા છે, જે દુઃખદ છે. લોકો કહે છે કે, આસામ અને પ. બંગાળમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર કદાચ બીજી મે પછી એકસાથે આવશે!

લોકો આ પ્રકારનો કટાક્ષ એટલા માટે કરી રહ્યા છે કે, ચૂંટણી હોય ત્યાં કોરોનાનો ગ્રાફ નીચો રહેતો હોય છે (કે થઈ જતો હોય છે), અને તે પછી તે ઊંચો થતો જાય. ગુજરાતમાં સુફિયાણી સલાહો આપતા રાજકીય પક્ષો આસામ અને પ. બંગાળમાં શું કરી રહ્યા છે, તે આપણી બધાની સામે છે.

અમરેલીમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કોરોનાની રસીના કેમ્પના ઉદ્ઘાટનના સૂચિત કાર્યક્રમ સાથે સંકળાયેલી કોઈ બાબત જવાબદાર છે કે પછી કોઈ બીજુ કારણ છે, તેની ઊંડી તપાસ પણ થવી જરૃરી છે, કારણ કે આ ઘટનાના રાષ્ટ્રવ્યાપી પડઘા પડી રહ્યા છે.

ગુજરાતમાં પણ હવે કિસાન આંદોલનને વેગ મળી રહ્યો હોય તેમ રાકેશ ટિકૈતના ગુજરાતના પ્રવાસને ઉ.ગુજરાતમાં મળી રહેલો આવકાર રાજ્ય સરકાર માટે ખતરાની ઘંટી હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થવા લાગ્યો છે, અને હવે ર૦રર ની ચૂંટણીમાં કદાચ મુખ્ય મુદ્દાઓમાં કિસાન કાયદાઓનો વિષય પણ અગ્રીમ હરોળમાં રહેશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

મીડિયા અહેવાલો મુજબ પાલનપુરમાં રાકેશ ટિકૈતની રેલીમાં ઘૂસીને કાળા વાવટા ફરકાવતા ભાજપના કાર્યકરોના વાવટા ઝુંટવી લઈને રેલીમાં આવેલ લોકોએ તેઓને માર્યા હતાં, અને તે દરમિયાન કોઈ મહિલાએ ભાજપના કથિત કાર્યકરને તમતમતો તમાચો ઝીંકી દીધો હતો.

આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. કોરોનાના કહેર વચ્ચે પણ રાકેશ ટિકૈતની ગુજરાતની મુલાકાત દરમિયાન તેને મળી રહેલું સમર્થન તથા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું ખુલ્લુ સમર્થન વર્ષ ર૦રર ની ગુજરાતની ચૂંટણીની બુનિયાદ રખાઈ રહી હોય, તેવો સંકેત આપે છે.

રાહુલ ગાંધી ઉવાચ... 'જો હું વડાપ્રધાન હોઉં તો વિકાસદરના બદલે રોજગારીની ચિંતા કરૃ'...

નવી દિલ્હી તા. ૩ઃ પ. બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન બનેલા કેટલાક ઘટનાક્રમો ચર્ચામાં છે. કેટલીક હત્યાઓ થઈ, મારપીટ થઈ, તોડફોડ થઈ, અને ભાજપ-તૃણમુલ કોંગ્રેસ વચ્ચે પ. બંગાળમાં આરોપો-પ્રત્યારોપો થયા. આ બધી ઘટનાઓ પછી હવે મતદાન સમયે પણ કેટલાક સ્થળે ગરબડો થવાની અને હિંસાની ખબરો આવવા લાગી છે.

આ દરમિયાન આસામમાં ભાજપના એક ઉમેદવાર કૃષ્ણેન્દુ પોલની ગાડીમાંથી ઈવીએમ મળી આવતા હોબાળો થયો. ચૂંટણીપંચે સંબંધિત ચાર ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અને સંબંધિત બુથોમાં ફરીથી મતદાનના આદેશો આપ્યા. પ્રાથમિક કારણ એવું બહાર આવ્યું કે, ચૂંટણી તંત્રનું વાહન બગડી જતાં અધિકારીઓએ ઉમેદવારની ગાડીમાં માત્ર લિફ્ટ લીધી હતી. ઈવીએમ સાથે કોઈ છેડછાડ  થઈ નથી, તેમ છતાં ફરીથી મતદાન કરાવવાના આદેશો પણ અપાયા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને ઈવીએમની ચર્ચા ફરીથી શરૃ થઈ ગઈ.

સુરજેવાલા ધારદાર સવાલો ઊઠાવવા માટે જાણીતા છે અને કોઈને મરચા લાગી જાય તેવા શબ્દપ્રયોગો કરવામાં માહીર છે. તેમણે ૬ સવાલો ઊઠાવ્યા અને વિવિધ સ્થળેથી મળી આવતા ઈવીએમના દૃષ્ટાંતો આપીને કેટલીક ફરિયાદો સંદર્ભે ચૂંટણીપંચે શું કાર્યવાહી કરી? તેવો પ્રશ્ન કર્યો.

આસામમાં ભાજપના ઉમેદવારની ગાડીમાંથી ઈવીએમના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કર્યું અને લખ્યું કે, 'વાહ, કેવી સ્ક્રિપ્ટ છે... ચૂંટણી પંચની ગાડી ખરાબ થઈ ગઈ, ત્યારે જ ત્યાં એક ગાડી પ્રગટ થઈ, અને તે (પછીથી) ભાજપના ઉમેદવારની નીકળી. માસુમ ચૂંટણી પંચ તેમાં બેસીને મુસાફરી કરતું રહ્યું! પ્રિય... ઈસી... હકીકત શું છે? શું આપ (ચૂંટણી કમિશનર) આ અંગે દેશ સમક્ષ સ્પષ્ટતા કરશે?'

રાહુલ ગાંધીએ પણ આ અંગે તો ટ્વિટ કર્યું, પરંતુ ભાજપ પર આક્ષેપ પણ લગાવ્યો કે ચૂંટણીમાં હારવાની આશંકા હોય, ત્યારે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા દરોડા પડાવવાની ભાજપની ચાલબાજી હોય છે. ડીએમકેના પ્રમુખ સ્ટાલિનના જમાઈ અને તેના સહયોગીઓને ત્યાં પડેલા ઈન્કમ ટેક્ષના દરોડાના ટાઈમીંગ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. તામિલનાડુમાં ભાજપ અને અત્યારની સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકેનું ગઠબંધન છે, તેની સામે ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે. ચૂંટણી સમયે જ ઈન્કમટેક્ષના દરોડા વિપક્ષી પાર્ટીઓના સગા-સંબંધીઓને ત્યાં પડી રહ્યા હોવાથી વિવાદ જાગ્યો છે.

બીજી તરફ રાહુલ ગાંધીએ 'જો હું વડાપ્રધાન હોઉં તો...' એવા શબ્દો સામે તેમના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું કે, તેઓ વિકાસદરની ચિંતા કરવાના બદલે રોજગારી વધારવાની ચિંતા કરે. તેમણે તેમ પણ કહ્યું કે જો હું વડાપ્રધાન હોઉં તો વિશુદ્ધરૃપે વિકાસકેન્દ્રિત નીતિના બદલે રોજગારસર્જક નીતિ પર વધુ ધ્યાન આપું. તેમણે વિકાસ અને નોકરીસર્જન અંગે પોતાના તર્કો અને વિચારો સમજાવીને કહ્યું કે તેમને કોઈ ચીની નેતા એવો નથી મળ્યો, જે કહેતો હોય કે મને નોકરીઓની સમસ્યા છે. (જ્યારે ભારતમાં એનાથી ઉલ્ટું થાય છે)

હાવર્ડ કેનેડી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વાતો કરી. તેમણે ભાજપાના ધારાસભ્ય અથવા ઉમેદવારની કારમાંથી ઈવીએમ મળી આવ્યું તેનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે ભાજપ સરકારે દેશની સંવૈધાનિક સંસ્થાઓ પર કબજો જમાવ્યો હોવાનો આરોપ લગાવ્યો અને કેટલાક મીડિયા મેનેજમેન્ટ તરફ પણ ઈશારો કર્યો. તેમણે એવો દાવો પણ કર્યો કે લોકોનો પણ હવે ભાજપ તરફ મોહભંગ થઈ રહ્યો છે, જે કોંગ્રેસ માટે અવસર પણ છે.

રાહુલ ગાંધીના આ નિવેદનોનો જવાબ ભાજપના કોઈ મોટા નેતાએ તો આ લખાય છે, ત્યાં સુધી નથી આપ્યો, પરંતુ કેટલીક ચર્ચાઓ દરમિયાન પાર્ટી પ્રવક્તાઓએ રાહુલ ગાંધીને કન્ફ્યુઝ્ડ અને અપરિપકવ નેતા ગણાવીને કહ્યું કે, અત્યારે કોંગ્રેસ કરતા તો નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ આગળ વધી રહી છે, અને કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ છે, તેની ચિંતા કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ કરવી જોઈએ.

ભારત સાથે સંબંધો સુધારવાની સુફિયાણી વાતો વચ્ચે પાક.ના વડાપ્રધાને આલાપ્યો કાશ્મીર રાગઃ

નવી દિલ્હી તા. ૩૧ઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના બદલતા રહેતા વ્યવહારોનો લાભ બન્ને દેશોના શાસક પક્ષો અને વિપક્ષો હંમેશાં ઊઠાવતા રહ્યા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, હાથીના દાંત ખાવાના અથવા ચાવવાના જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે. હાથીને તો કુદરતે જ આ પ્રકારના અંગો આપ્યા છે, જેમાં હાથીનો કાંઈ વાંક નથી, પરંતુ જ્યારે કોઈ ઈન્શાન આવો વ્યવહાર કરે તયારે તેના ઈમાનમાં જ ખોટ છે, તેમ જરૃર કહી શકાય. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કાંઈક આવું જ કરી રહ્યા હોય તેમ જણાય છે.

પાકિસ્તાન દિવસના પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરાનખાનને શુભકામનાઓ આપી હતી, તેનો જવાબ છેક હવે ઈમરાન ખાને આપ્યો છે. તેમણે ભારત સહિત બધા દેશો સાથે શાંતીભર્યા સંબંધોની સુફિયાણી વાતો કર્યા પછી હવે પોત પ્રકાશ્યું છે અને તેની બેઈમાની ઉઘાડી પડી ગઈ છે.

ઈમરાન ખાને લખ્યું કે, 'પાકિસ્તાન દિવસના પ્રસંગે અભિનંદન પાઠવવા બદલ આપનો આભાર. પાકિસ્તાનના લોકો આ દિવસ (પાકિસ્તાનના) રાષ્ટ્ર નિર્માતાઓની દીર્ઘદૃષ્ટિ અને વિવેકને શ્રદ્ધાંજલિ આપીને ઉજવે છે. પાકિસ્તાનના લોકો ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિ અને સહયોગ ઈચ્છે છે. અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ માટે ભારત અને પાકિસ્તાન ખાસ કરીને કાશ્મીર સહિતના વિવાદો સકારાત્મક રીતે ઉકેલી લેશે. આ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થવું જરૃરી છે. હું આ તકે ભારતના લોકોને કોરોના સામેના જંગ બદલ શુભકામનાઓ પાઠવવા ઈચ્છું છું.'

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ સાથે આતંકવાદના મુદ્દે પણ સલાહ આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન સાથે સદ્ભાવપૂર્ણ સંબંધોની ઈચ્છા રાખે છે. આ માટે પરસ્પર વિશ્વાસ અને આતંકવાદ ખતમ થવો જરૃરી છે. આ પહેલા ઈમરાન ખાનને કોરોના થયો ત્યારે પણ મોદીએ ઈમરાનને શુભકમાનાઓ આપી હતી, પણ પાકિસ્તાનના ખાવાના, દેખાડવાના ઉપરાંત ભરાવવાના પણ અલગ દાંત છે, તેથી સાવચેત રહેવું જોઈતું હતું.

આ ઘટનાક્રમોએ ઈમરાન ખાનની બેઈમાની અને મીઠી મીઠી તથા દોસ્તીની વાતો કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવાની મનોવૃત્તિ જાહેર કરી દીધી છે, જ્યારે બીજી તરફ કેટલાક રાજકીય પંડિતો ભારતની વિદેશનીતિની અનિશ્ચિતતાની ચર્ચા પણ કરી રહ્યા છે. પાકિસ્તાનના શાસકો કોઈપણ હોય, કાશ્મીરના મુદ્દે તેઓ ભારત વિરોધી ભ્રમ પોતાના દેશમાં જ નહીં, આખી દુનિયામાં ફેલાવતા રહે છે, તે જાણતા હોવા છતાં પાકિસ્તાનની ફરેબી માયાજાળમાં ફસાઈને ઈમરાન ખાન સાથે દોસ્તી કરવાનો પ્રયાસ તો ઠીક, પરંતુ તેનામાં પૂનઃ વિશ્વાસ મૂકવાની ચેષ્ટાની પણ ટીકા થઈ રહી છે. હવે પાકિસ્તાન સાથે દોસ્તી કર્યા પછી શું પીઓકે પર ભારતનો કબજો શક્ય બનશે ખરો? વિચારવા જેવું છે, નહીં?!

બીજી તરફ ચીનના મુદ્દે ગઈકાલે ભારતના સેનાધ્યક્ષ એમ.એમ. નરવણેએ કહ્યું છે કે, ભારતે એક ઈંચ પણ જમીન ગુમાવી નથી. લદ્દાખ સીમા વિવાદ પછી બન્ને સેનાઓ પાછળ હટી હતી એવું પહેલી વખત બન્યું છે કે, ભારતે એક ઈંચ પણ જમીન ગુમાવી નથી, તેવું સેના તરફથી નિવેદન આવ્યું છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકારે ભારત માતાની જમીનનો એક ટૂકડો ચીનને આપી દીધો છે. તે પછી રાજકીય ધમાસાણ મચ્યું હતું. હવે સેનાધ્યક્ષે આપેલા નિવેદનના કેવા પ્રત્યાઘાતો પડે છે, તે જોવું રહ્યું.

પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી અને ખેડૂત આગેવાનને ઉઠાવી લેવાતા પડ્યા ઘેરા પડઘાઃ પોલીસ દમનનો આક્ષેપ

અમદાવાદ તા. ર૭ઃ દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના પડઘમ ગુજરાતમાં વાગ્યા છે, અને કિસાન નેતા રાકેશ ટિકૈત પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે, તેવામાં ગઈકાલે ભારત બંધના એલાન સમયે સફાળી જાગેલી અને હાંફળીફાફળી બનેલી રાજ્ય સરકારના ઈશારે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા કેટલાક ખેડૂત આગેવાનોને પોલીસ ઉઠાવી ગઈ હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાઓ આક્રમક બન્યા છે.

અમદાવાદમાં ત્રણ કૃષિકાયદાના વિરૃદ્ધમાં ચાલી રહેલા આંદોલન સંદર્ભે ભારત બંધના એલાનને લઈને કિસાન એકતા મોરચાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેને કિસાન એકતા મોરચાના નેતા યુદ્ધવીરસિંહ સંબોધન કરી રહ્યાં હતાં, તે જ સમયે પોલીસ પ્રગટી હતી અને તેમને ઉઠાવી ગઈ હતી. આ દરમિયાન પોલીસ ખેડૂત આગેવાનોને તેઓ કોઈ મોટા ગુનેગાર હોય તેવી રીતે બાવળા પકડીને લઈ ગઈ હતી તેવા આક્ષેપો થયા હતાં. તે પછી પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર ચર્ચા ચાલી હતી અને ત્રણેક કલાક પછી પોલીસે ખેડૂત નેતાઓને છોડી મૂક્યા હતાં. આ કારણે ખેડૂતો પર પોલીસ દમનનો આક્ષેપ લાગી રહ્યો છે.

આ ઘટનાના ગુજરાતમાં જ નહીં, પણ રાષ્ટ્રવ્યાપી પ્રત્યાઘાતો પડ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં હજુ તો કિસાન નેતાઓ માત્ર પત્રકાર પરિષદ યોજી, ત્યાં જ ડઘાઈ ગયેલી દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકારના ઈશારે રિમોટ કંટ્રોલથી રૃપાણી સરકારના માધ્યમથી ખેડૂત આંદોલનને અટકાવવાનો પ્રયાસ થયો છે. પોલીસે યુદ્ધવીરસિંહને પકડી લીધા અને પત્રકાર પરિષદ અટકાવી દીધી, તે બધું દિલ્હીના ઈશારે થયું છે.

એવી ચર્ચા થઈ રહી છે કે, કિસાન નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તેને કારણે રૃપાણી સરકાર અને દિલ્હીની કેન્દ્ર સરકાર ગભરાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી રૃપાણીએ એવો દાવો કર્યો હતો કે, પંચાયતો અને પાલિકાઓમાં ભાજપને મોટા ભાગે જનાદેશ મળ્યો, તેથી પુરવાર થયું છે કે, ગુજરાતના ખેડૂતો સહિત તમામ લોકો ભાજપના શાસનથી સંતુષ્ટ છે, તેની સામે હવે વિપક્ષોએ કિસાન આંદોલનને ટેકો આપીને જવાબ આપ્યો છે. આમ, દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનના પડઘા દેશભરમાં પડ્યા છે, તો ત્રણ કાયદા વિરોધી આંદોલનના પડઘમ હવે ગુજરાતમાં પણ વાગ્યા છે, તેમ કહેવું અસ્થાને નથી.

રાકેશ ટિકૈત સંભવતઃ તા. ૪,પ એપ્રિલના ગુજરાતના પ્રવાસે આવવાના છે, અને બે દિવસમાં ચાર કિસાન પંચાયત યોજવાના છે. તેઓ કિસાન આંદોલન માટે જનસમર્થન મેળવવા વિવિધ રાજ્યોનો પ્રવાસ કરીને મહા પંચાયતો યોજી રહ્યાં છે. જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે અને ગુજરાતમાં મહાપંચાયતો અથવા કિસાન પંચાયતો યોજવાનો કાર્યક્રમ જાહેર થયો છે.

આ ઘટનાના વીડિયો ફૂટેજ પણ દેશ-વિદેશમાં વાયરલ થયા હોવાનો દાવો કિસાન સંગઠનોના વર્તુળો કરી રહ્યાં છે અને આવી ગાંધી-સરદારના ગુજરાતની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યો હોવાના આક્ષેપ પણ વિપક્ષો તથા કિસાન આગેવાનો કરી રહ્યાં છે.

એવું કહેવાય છે કે, પોલીસે મંજૂરી વગર પ્રેસ કોન્ફરન્સ યોજવાથી આ કદમ ઉઠાવ્યું હોવાનું કારણ આપ્યું છે, પરંતુ એવો સવાલ પણ ઉઠાવાઈ રહ્યો છે કે, ભાજપના નેતાઓ કે સરકારી તંત્રો જ્યારે-જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજે છે ત્યારે-ત્યારે મંજૂરી લેવામાં આવે છે ખરી..? પોલીસના આ કદમથી ખેડૂત આંદોલનને ઉલટાનું બળ મળવાનું છે તેવા રાષ્ટ્રવ્યાપી પડઘા પડી રહ્યાં છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક પરિતાપ-દ્વિધા છ તાં તમારા રોજિંદા કામ, નોકરી-ધંધાના કામ ઉકેલવામાં સફળતા મળે. શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૩-૯

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સિઝનલ ધંધામાં ફાયદો થાય. આર્થિક લાભ થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૪

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના જુના-નવા કામ ઉકેલાય. સંબંધો તાજા થાય ઘર-પરિવારના પ્રશ્નો ઉકેલાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ર-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામમમાં ચિંતા-મુશ્કેલી અનુભવવી પડે. માનસિક થાકને કારણે કામ કરવામાં કંટાળો આવે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૫

Aries (મેષ: અ-લ-ઈ)

પુત્ર-પૌત્રાદિકના કામમાં, નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. આકસ્મિક કોઈ કામ થઈ શકે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૧

Taurus (વૃષભ: બ-વ-ઉ)

શારીરિક-માનસિક - ચિંતા-બેચેની છતાં તમારા કામ ઉકેલવામાં વ્યસ્ત રહો. વધારાના કામ થવા પામે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૬-૪

Gemini (મિથુન: ક-છ-ધ)

આનંદ ઉત્સાહથી તમારૃં તેમજ અન્યનું કામકાજ કરી શકો. જુના-નવા સંબંધો તાજા થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

આકસ્મિક રૃકાવટ-મુશ્કેલીના કારણે નોકરી-ધંધામાં પીછેહઠ થાય ધાર્યુ કામકાજ થાય નહીં. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૯

Leo (સિંહ: મ-ટ)

વિલંબમાં પડેલા રૃકાવટવાળા કામ ઉકેલવામાં સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામમાં લાભ થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૮-૫

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે વ્યસ્ત રહો. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામની પ્રગતિથી-સફળતાથી આવકથી આપને આનંદ-હળવાશ રહે. ખર્ચ થવા પામે. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૩-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

ચિંતા-ખર્ચ-દોડધામ રહે. નોકરી-ધંધાના, સગા-સંબંધી-મિત્રવર્ગના કામથી દોડધામ રહેવા પામે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વધારે પડતી જવાબદારીઓ અને કાર્યોને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ, પરંતુ આપની મહેનતનું મીઠું ફળ પણ ચાખવા મળી શકે છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવશો તો ફાયદામાં રહેશો. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સુધરતું જણાય. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૯ થી ૧૧ કાર્યબોજ.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી કરવા આકર્ષાઈ શકો છો. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં વખાણ સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક બની રહે. તા. પ થી ૮ શુભ. તા. ૯ થી ૧૧ ખર્ચ-ખરીદી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે માન-સન્માન અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-મરતબામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ થતી જોવા મળે. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પૂરવાર થાય. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૯ થી ૧૧ માન-સન્માન.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આરોગ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવે.મિત્રથી લાભ થાય. વિદ્યાર્થી વર્ગને કારકિર્દી બનાવવા યોગ્ય તક પ્રાપ્ત થાય. સફળતા મળે. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૯ થી ૧૧ માન-સન્માન.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાયમાં વિકાસ જોવા મળે. આપ નવી પ્રવૃત્તિ કે નવી દિશામાં આગળ વધી શકો. લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે ગુમાવેલી પ્રતિષ્ઠા પૂનઃ પ્રાપ્ત કરી શકશો. વડીલ વર્ગ, માતા-પિતા તરફથી લાભ થાય. તબિયત અંગે કાળજી રાખવી. નોકરીમાં સહકર્મચારી તરફથી સહકાર પ્રાપ્ત થાય. પડવા-વાગવાથી સાચવવું. તા. પ થી ૮ સામાન્ય. તા. ૯ થી ૧૧ લાભદાયી.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. યાત્રા-પ્રવાસ બાબતે આયોજનો શક્ય બનતા જણાય. મહત્ત્વના કાર્યો બાબતે સમય સફળતાદાયક બની રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને કાર્ય પ્રગતિની તકો પ્રાપ્ત થાય. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ થાય. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. તા. પ થી ૮ ખર્ચ-વ્યય. તા. ૯ થી ૧૧ મધ્યમ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના મહત્ત્વના કે અંગત સંબંધોમાં ખટરાગ થતો જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૃપ ધારણ ન કરે તેનું ધ્યાન રાખવું. ધીરજ અને સંયમથી વર્તવાથી ફાયદો થાય. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૃ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય આત્મમંથન કરવાવાળો બની રહે. શુભ સમાચાર સાંભળવા મળે. તા. પ થી ૮ સંભાળવું. તા. ૯ થી ૧૧ સાચવવું.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીના વાદળો દૂર થતાં જણાય. આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ડામાડોળ થતું જણાય. ભાઈ-ભાંડુ, સ્નેહીજનો સાથે વાદ-વિવાદ, મનદુઃખ થઈ શકે છે. સામાજિક જીવનમાં માન-પ્રતિષ્ઠા જળવાઈ શકે. વિરોધીઓ નબળા પડે. સ્વાસ્થ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાની રાખવી. તા. પ થી ૮ સંભાળવું. તા. ૯ થી ૧૧ લાભદાયી.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સકારાત્મક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના કાર્ય ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધતા જણાવ. આપની કાર્યશૈલીમાં સુખદ બદલાવ આવતો જણાય. સંતાન અંગે ચિંતા રહ્યા કરે. વિદ્યાર્થી વર્ગને કારકિર્દી અંગે નવી રાહ-નવી દિશા પ્રાપ્ત થાય. ક્રોધ-આવેશને કાબૂમાં રાખશો તો સમસ્યાને નિવારી શકશો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે નબળું બને. તા. પ થી ૮ સફળતા. તા. ૯ થી ૧૧ મધ્યમ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે નાણાકીય વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ કરવાથી ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતાં જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. શત્રુ વિરોધીઓ પરાસ્ત થાય. તા. પ થી ૮ મધ્યમ. તા. ૯ થી ૧૧ નાણાભીડ.

Libra (તુલા: ર-ત)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સાંસારિક જીવનની વીટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. સ્નેહીજનો-પરિવારજનો સાથે દિવસો વિતાવી શકશો. અંગત સંબંધો ગાઢ બનતા જણાય. જમીન-મકાન અંગેના વિવાદનો નિકાલ લાવી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન મળે.યાત્રા-પ્રવાસનું આયોજન વિલંબમાં પડે. તા. પ થી ૮ સાનુકૂળ. તા. ૯ થી ૧૧ શુભ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા-આકસ્મિક ખર્ચને કારણે આર્થિક સ્થિતિ હાલક-ડોલક બનતી જણાય. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. કૌટુંબિક સમસ્યા હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નોનો હલ મેળવી શકશો. તા. પ થી ૮ નાણાભીડ. તા. ૯ થી ૧૧ પારિવારિક કાર્ય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી