Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નજીક રૂપેણ બંદર સહિતના સ્થળોએ ધાર્મિક દબાણો હટાવાયા

અંદાજે રૂપિયા સવા કરોડની સરકારી જમીન ખૂલી કરાવાઈઃ કાર્યવાહી યથાવત્ રખાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: દ્વારકા નજીકના રૂપેણ બંદરમાં ગઈકાલે તંત્ર દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા કેટલાક ધાર્મિક દબાણ દૂર કરવા માટે શરૂ કરેલી કાર્યવાહીમાં રૂ।.૯૩ લાખની કિંમતની સરકારી જમીન ખૂલી કરાવવામાં આવી છે. આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી યથાવત્ રહેનાર છે. તે દરમિયાન આજે ઓખાના આરંભડા નજીક દરિયા કિનારા પાસે અને પોસીત્રામાં પણ દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં સવા કરોડ જેટલી કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ધર્મસ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા રૂપેણ બંદરમાં ગઈકાલે કેટલાક ધાર્મિક દબાણો દૂર કરવા માટે એસડીએમ અમોલ આવટે તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અગાઉ આ બાબતે નોટીસો આપવામાં આવી હતી. પુરતો સમય અપાયા પછી પણ તે દબાણો નહીં હટતા આખરે ગઈકાલે દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. સતત ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યંુ છે. તે ઉપરાંત તંત્ર દ્વારા અન્ય ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ હતી.

વધુમાં જાણવા મળ્યા મુજબ દ્વારકા નગરપાલિકાના સર્વે નં.૩૨માં અંદાજે ૨૩૨ ચોરસ મીટર અને સર્વે નં.૩૪માં ૩૦૦ ચોરસ મીટર એટલે કે અંદાજે ૯ર લાખથી વધુની કિંમતની જમીન પર ખડકાયેલા બાંધકામો દૂર કરાયા છે.

તે દરમિયાન ઓખાના આરંભડા ગામના નેતરના પુલ પાસે દરિયા કિનારા વિસ્તારમાં પણ તંત્રએ દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. દરિયાથી માત્ર ૧૦૦ મીટરના અંતર પર આવેલા ધાર્મિક દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૨૫૦૦ ચોરસ મીટર જગ્યા ખૂલી થઈ છે. જેની બજાર કિંમત રૂ।.સવા બે કરોડથી વધુની ગણવામાં આવી રહી છે.

વરવાળામાં સર્વે નં.૫૧માં આવેલા ધાર્મિક દબાણો હટાવાતા ૧૫ હજાર ચોરસ મીટર ખૂલી થઈ છે. જેની બજાર કિંમત એક કરોડથી વધુની આકારવામાં આવી છે. જ્યારે પોસીત્રામાં સર્વે નં.૫૬૭માં સાડા છસ્સો ચોરસ મીટર જગ્યામાં ઉભા થયેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh