Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૩: જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે ૧લી જુલાઈના આઈ.સી. એ.આઈ. ભવનમાં માતૃ સંસ્થામાં ચેરમેન સીએ મહમદસફી રફીક કુરેશીના વરદ હસ્તે ભૂતપૂર્વ ચેરમેનો તથા સીએ તથા સીએના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું.
જામનગર સીએ બ્રાન્ચ ૨૫ વર્ષથી કાર્યરત છે. સીએ ડે ના ભાગરૂપે તા. ૧ જુલાઈના સંસ્થા દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં જામનગરની જી.જી. હોસ્પિટલના કર્મચારીઓએ સેવા આપી હતી. આ ઉજવણી અંતર્ગત જામનગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંસ્થા દ્વારા "ધ આઈ.સી.એ.આઈ. હારમની લીગ" (નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ)નું જામનગર સ્થિત પોલીસ હેડકવાર્ટર્સ ગ્રાઉન્ડ પર આયોજીત કરવામાં આવેલ, જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર, જામનગર ડોકટર એસોસિએશન, જામનગર બાર એસોસિએશન, સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ કસ્ટમ, ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ જામનગર ટીમ, ફેડરેશન ઓફ આર્કિટેક જામનગર ટીમ તથા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઈલેવન જામનગરની ટીમોના સમર્થનથી ટોટલ ૮ ટીમે ભાગ લીધો હતો. તથા પત્રકાર મંડળે સહયોગ આપ્યો હતો. આ ટુર્નામેન્ટ ડિજિટલ ટેકનોલોજી અવેરનેસ અને વિવિધ ડિપાર્ટમેન્ટ તથા એસોસિએશનમાં પરસ્પર હારમની કાયમ કરવાના ભાગરૂપે આયોજિત કરેલ, જેમાં આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે જામનગર સીએ શાખાની કમિટી, વિકાસા બ્રાન્ચની કમિટી કોરડીનેટર તથા અન્ય સીએ અને સીએના વિદ્યાર્થીઓ સ્વયંસેવકો સફળતા માટે જહેમત ઉઠાવી હતી. આ હારમની લીગમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વિજેતા અને પીજીવી સીએલની ટીમ રનર્સ અપ થઈ હતી.
સંપૂર્ણ ખેલદિલી ઉત્સાહ અને ભાઈચારાના ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે સંપન્ન થયેલ આ પ્રીમીયર લીગમાં બધા જ ખેલાડીઓ તથા પ્રેક્ષકોનો અભિગમ સરાહનીય હતો. આ કાર્યક્રમોમાં જામનગર બ્રાન્ચની મેનેજિંગ કમિટીના ચેરમેન સીએ. મહમદસફી કુરેશી, વાઈસ-ચેરમેન સીએ જયદીપ રાયમંગિયા, સેક્રેટરી સીએ ખુશી ગુઢકા, ખજાનચી અને જામનગર બ્રાન્ચ ઓફ વિકાસાના ચેરમેન સીએ દીપક દામા, ઈમિડીટ પાસ્ટ ચેરમેન હરદીપસિંહ જાડેજા, કમિટીના સભ્ય સીએ વિશાલ સાકરીયા, જામનગર બ્રાન્ચના ભૂતપૂર્વ ચેરમેનો, જામનગર ના સીએ સભ્યો, જામનગર વિકાસાના વિદ્યાર્થી હોદ્દેદારો તથા સીએના વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર તથા કાર્યક્રમોને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial