Advertisement
Author: નોબત સમાચાર

વીડિયો ઉતારી યુવતીને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનાર બે શખ્સ સામે ફરિયાદ

આઠ મહિના સુધી સહન કર્યા પછી પોલીસમાં ધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના ગોકુનગરમાં રહેતા એક શખ્સે ગયા વર્ષે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ બતાવી દુષ્કર્મનો ભોગ બનાવવા ઉપરાંત તેણીનો વીડિયો ઉતારી લીધો હતો અને તેના આધારે બ્લેકમેઈલ કરી પોતાના મિત્ર સાથે પણ સંબંધ રાખવા આ યુવતીને મજબૂર કરી હતી. વાજ આવી ગયેલી યુવતીએ આખરે પોલીસનું શરણું લીધુ છે. પોલીસે બંને શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા પ્રતાપગીરી દોલતગીરી ગોસ્વામી નામના શખ્સે ગયા વર્ષે એક યુવતી સાથે પરિચય કેળવી તેણીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ યુવતીને લગ્ન કરી લેવાની લાલચ બતાવી પ્રતીકગીરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દરમિયાન પ્રતીકે તેણીની જાણ બહાર વીડિયો ઉતારી લઈ આ યુવતીને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી અને તે દરમિયાન પોતાના મિત્ર અજય બરછા સાથે પણ સંબંધ રાખવા પ્રતીકે કહી બ્લેકમેઈલીંગ શરૂ કર્યું હતું. મજબૂર બનેલી યુવતી સાથે પ્રતીક તથા અજયે અવારનવાર દુષ્કર્મ ગુજારતા તેનાથી વાજ આવી ગયેલી યુવતીએ પોલીસનો સંપર્ક કર્યાે હતો.

ઉપરોક્ત યુવતીની ફરિયાદ પરથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી. ડાભીએ બીએનએસની કલમ ૬૪ (ર) (એમ), ૩૫૧ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh