close

Apr 9, 2020
સોશ્યલ ડિસ્ટેન્સ જાળવવા લોકોને રાજ્ય પોલીસ વડાની અપીલ અમદાવાદ તા. ૯ઃ આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી વિગતો મુજબ નવા પપ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના પપ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. હોટસ્પોટ અમદાવાદમાં જ કેસો વિસ્ફોટ રીતે વધ્યા છે. હવે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાઈરસનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આજે રાજ્ય માટે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. ... વધુ વાંચો »

Apr 9, 2020
ગાંધીનગર તા. ૯ઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રતિકાર કરવા અને તેની સારવાર માટે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સુરત મહાનગરો ઉપરાંત રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાની રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત જામનગર જિલ્લા માટે જામનગરમાં આર્મી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ખંભાળીયાની ખાનગી સાકેત હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ બન્ને હોસ્પિટલોમાં ૧૦૦-૧૦૦ ... વધુ વાંચો »

Apr 9, 2020
નવી દિલ્હી તા. ૯ઃ ભારતમાં કોરોનાના કેસ ૬ર૦૦ નો આંકડો વટાવી ગયો છે અને આઠ રાજ્યો વધુ પ્રભાવિત છે. કેટલાક રાજેયોમાં ખતરનાક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. એકલા મહારાષ્ટ્રમાં જ પોઝિટિવ કેસોનો આંકડો ૧૧૦૦ ને વટાવી ગયો છે. ભારતમાં કોરોનાના કારણે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા હવે વધીને ૬૨૦૦થી વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો હવે ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં કેટલાક રાજ્યો કોરોનાના કારણે સૌથી વધારે ... વધુ વાંચો »

Apr 9, 2020
વોશિંગ્ટન તા. ૯ઃ અમેરિકામાં કોરોના કાળ બનીને ત્રાટક્યા છે અને એક જ દિવસમાં ૧૯૩૮ ના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં કોરોના કારણે અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ લોકોના જીવ ગયા છે. ન્યુયોર્કમાં કોરોનાએ કોહરામ મચાવી દહેશત ફેલાઈ છે. અમેરિકામાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. સુપર પાવર અમેરિકા કોરોનાની સામે લડાઇ હારી રહ્યું હોય તેમ લાગે છે. કારણ કે મોતનો સિલસિલો રોકાઇ રહ્યો નથી. સ્થિતી એવી થઇ ગઇ છે કે લાશોની ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ખંભાળીયાના ધરમપુર પાસેની જિલ્લા મહેસુલ કચેરી નજીકના પાણીના ખાડામાંથી આજે સવારે એક યુવતીનો મૃતદેહ સાંપડ્યો છે. બે દિવસથી ગુમ થયેલી આ યુવતીના પરિવારજનોએ તેણીને ઓળખી બતાવી છે. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ આદરી છે. ખંભાળીયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા મહેસુલ કચેરી પાસે પાણીથી છલોછલ ભરેલા એક વિશાળ ખાડામાં આજે સવારે એક યુવતી જોવા મળતા કોઈએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે નગરપાલિકાનો ફાયર સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયા ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરના ર, મોરબીના ૭, પોરબંદરના ર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮ શંકાસ્પદ દર્દીના સેમ્પલ જામનગર તા. ૯ઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે વધુ ૧૩ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. તો ગઈકાલે સેકન્ડ રાઉન્ડમાં મળેલા ૧૦ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો તો એક દર્દીનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો હતો. કોરોના વાઈરસની બીમારી અન્વયે જામનગરની સરકારી લેબમાં શંકાસપદ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે, જ્યારે આજે જામનગર-ર, મોરબી-૭, પોરબંદર-ર અને દેવભૂમિ દ્વારકા ... વધુ વાંચો »

Apr 9, 2020
ભૂવનેશ્વર તા. ૦૯ઃ કોરોનાનું સંક્રમણ દેશભરમાં વધી રહ્યું છે, ત્યારે ઓડિશામાં લોકડાઉનની ૩૦-એપ્રિલ સુધી લંબાવી દેવાયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે. વધુ વાંચો »

Apr 9, 2020
સામાન્ય રીતે ચોવીસે ય કલાક ધમધમતા જામનગર શહેરમાં અત્યારે સન્નાટો છે. લોકડાઉનના કારણે સડકો સુમસામ છે. વિવિધ પ્રકારના ધ્વનિ બંધ થઈ ગયા છે અને જનજીવન જાણે થંભી ગયું છે. આમ છતાં કોરોનાને હરાવવા માટે નગરજનો ઘરમાં રહીને સરકારને સહયોગ આપી રહ્યા છે. વ્યોમમાંથી લોકડાઉનના ૧૬ મા દિવસે  લેવાયેલી આ તસ્વીરમાં તળાવની પાળ, પંચેશ્વર ટાવરને જોડતો માર્ગ અને અન્ય સુમસામ વિસ્તારો દેખાય છે. આ તસ્વીરમાં છતો પર પણ કોઈ દેખાતું નથી તે જામનગર વાસીઓની જાગૃતિ દર્શાવે છે. ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરનો પંચેશ્વર ટાવર ચોક મોડી રાત સુધી ધમધમતો રહેતો હતો, અને વાહનો તથા લોકોની અવરજવર સતત ચાલતી રહેતી હતી. અહીં આવેલી દુકાનો, ચા ની કીટલી, પાનના ગલ્લા અને અલ્પાહાર, ઠંડા પીણાની દુકાનો પર મોજીલા નગરજનો ઉભરાતા રહેતા હતાં. અહીં આવેલી લોહાણા મહાજનવાડીમાં લગ્ન-પ્રસંગે કે શુભ પ્રસંગો સહિતના મંગલ કાર્યોને લઈને દિવસ-રાત ગીત-સંગીત અને જમણવારનો ધમધમાટ રહેતો હતો. આ સ્થળે કોરોના લોકડાઉનના કારણે સન્નાટો છવાયો છે. સુમસામસડકો ચકલુયે ફરકતું દેખાતું નથી. લોકો કોરોનાને હરાવવા પોતપોતાના ઘરોમાં રહીને ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ રાજ્યની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં કેબિનેટ મંત્રી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા જાડેજાએ જામનગર જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.  મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિર્દેશક તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસેથી આજે સવારે પસાર થતી એક મોટરમાં પોલીસની પ્લેટ લાગેલી જોવા મળતા વહેમાયેલી પોલીસે તેને રોકાવી ચાલકની પુછપરછ કરતા તેનો ચાલક પોલીસ કર્મચારી ન હોવા છતાં પોલીસની પ્લેટ લગાડી સીન નાખતો હોવાનું બહાર આવ્યું છે. દોડી ગયેલા પ્રોબે. એએસપીએ આ શખ્સની ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી છે. હાલમાં તેની અટકાયત કરી અસલી પોલીસે મોટર કબજે કરી લીધી છે. જામનગરમાં ગઈકાલે રાત્રે ખીજડીયા બાયપાસ પાસેથી કહેવાતા એક પત્રકાર-કમ-ડોકટર પોલીસની ગીરફતમાં આવી ગયા ... વધુ વાંચો »

Apr 9, 2020
મુંબઈ તા. ૯ઃ ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારોમાં આજે પ્રારંભિક તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૯૫૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ૧૫૦ અંક ના વધારા સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા મોટર્સ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી અને કોટક મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે એચયુએલ ઘટીને કારોબાર કરી રહ્યો છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના કેટલાક વિસ્તારોમાંથી તાજેતરમાં જાહેર માર્ગો પર રહેલી રેંકડીઓ, જૂના વાહનો, દૂકાનો બહાર ઉભા કરાયેલા મંડપો, છાપરાઓ, ખપેડાઓ હટાવાયા હતાં. મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ હટાવીને જપ્ત કરી લેવાયા હતાં. અત્યારે લોકડાઉન હોવાથી માર્ગો સુમસામ હોવાથી ભવિષ્યમાં અવર-જવર અને ટ્રાફિકને અડચણરૃપ થતા આ ગેરકાયદે નાના-મોટા દબાણો હટાવાયા હોવાનો દાવો કરાયો છે. હવે કોરોનાનો કહેર સમાપ્ત થાય અથવા લોકડાઉન ઉઠાવી લેવાય તે પછી ધીમે-ધીમે એ જ સ્થળે રેંકડીઓ, ખપેડા, મંડપો ઉભા ન થઈ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ સમગ્ર દેશ અત્યારે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કોરોનાને કારણે લોકડાઉન થવાથી દેશ સામે મોટો આર્થિક પડકાર પણ ઉભો થયો છે. કોરોના સામે આર્થિક મોરચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. સરકારે વિવિધ સંગઠનો, દાતાઓને આર્થિક સહયોગની અપીલ કરી છે. રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તથા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ પી.એમ. કેર્સ ફંડ તથા ચીફ મીનીસ્ટર રીલીફ ફંડમાં આર્થિક સહયોગ આપવા સ્થાનિક ઉદ્યોગ જગતને અપીલ કરવામાં આવી હતી. જેને પગલે ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ દેશમાં વર્ષોથી સ્વચ્છતા મિશન ચાલી રહ્યું છે, અને તેમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ મોટા મોટા દાવાઓ વધુ થયા છે. ઘણાં સ્થળે સ્વચ્છતા મિશનનો ઉલાળિયો થતો રહ્યો છે, પરંતુ કોરોનાના લોકડાઉન પછી નગરો-મહાનગરોમાં સફાઈ કર્યા પછી સ્વચ્છતાનું પ્રમાણ ઘણું વધ્યું છે. લોકડાઉનના કારણે ઘરોમાં રહેલા ઘણાં પરિવારોએ જાણે દિવાળી કાઢી હોય, તેમ ઘરોની સફાઈ કરી દીધી છે. બીજી તરફ બજારો બંધ હોવાથી માર્કેટનો ઠલવાતો કચરો બંધ થયો છે. અવરજવર ઓછી હોવાથી જ્યાં ત્યાં ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે જગતના તાતની સ્થિતિ અત્યંત ખરાબ હોય તેમના પર ગુજરાત સરકાર થોડી મહેર કરે તેવી માંગ સાથે સરકાર તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખના પાલભાઈ આંબલીયાએ કરી છે. તેમણે જણાવેલ કે ગત્ વર્ષના ખરીફ પાકનો પાક વીમો અત્યાર સુધીમાં એક રૃપિયો પણ કંપનીએ ચૂકવ્યો નથી. હાલ સરકાર પાસે કપાસ તથા મગફળી બન્નેના આંકડા ખેતીવાડી વિભાગથી મળી ગયા હોય, તુરંત ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં કર્મકાંડી બ્રાહ્મણ જે વરૃડીમાં કામ કરવા જાય છે તેઓ તેમજ ગરીબ બ્રાહ્મણને ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જામનગર જિલ્લામાં રહેતા બ્રાહ્મણોને અનાજની કીટ આપવાનું આયોજન છે. જે લોકોને અનાજની કીટની જરૃરત હોય તેમણે તરત જ જિલ્લા પ્રમુખ મનોજભાઈ જોષી (મો. ૯૪ર૯પ પ૭૪૩૩) નો સંપર્ક કરવા જણાવ્યું છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે ગઈકાલે પણ જાહેરનામાનો ભંગ કરી રાબેતા મુજબ રખડપટ્ટી કરતા ૨૮૦ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. ચારથી વધુ વ્યક્તિઓને એકઠા કરતા શાકભાજીની રેંકડીવાળા નવ સામે પણ કાયદાનો ડંડો ઉગામવામાં આવ્યો હતો. રોજેરોજ અઢીસોથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવતા હોવા છતાં લોકો જાહેરમાં નીકળતા રહેતા હોય પોલીસે હવે આવા વાહનો ક્યાં રાખવા તેવો પ્રશ્ન પોલીસ માટે ઉઠવા પામ્યો છે. જામનગર સહિત દેશભરમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના ખીજડીયા બાયપાસ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા ડોકટર જેવા પહેરવેશ ધારણ કરેલા એક શખ્સના સ્કૂટરને પોલીસે રોકાવી પુછપરછ કરતા આ શખ્સે પત્રકાર હોવાની શેખી હાંકી હતી. તેના કબજામાંથી એક સાપ્તાહિકનું આઈકાર્ડ અને સ્કૂટરમાંથી સ્ટેથોસ્કોપ, દવા વિગેરે મળી આવ્યા છે. પોલીસે આ કહેવાતા પત્રકાર-ડોકટરની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉન અને જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જેને પંદર દિવસથી વધુ સમય થયો હોય લોકોની ઘરની ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી કર્મચારીઓને મુખ્ય મથકે રહેવા અને અપડાઉન નહીં કરવા આદેશ આપ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ એકપણ કોરોના રોગનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ નજીકના પડોશી જિલ્લા જામગનર તથા પોરબંદરમાં કેસ નોંધાયા હોય તથા જામનગર-પોરબંદરમાંથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અપડાઉન કરતા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ ખાસ હુકમ કરીને તમામ સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર પર રહેવા તથા અપડાઉન ન કરવાનો હુકમ કર્યો છે. તેમણે હુકમ કરીને જણાવેલ ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ભાજપના અગ્રણી દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતોને કોરોનાના સંદર્ભે સરકારને બબ્બે હજારનું દાન આપવા અપીલ કરતા કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ૧૦૦ ટકા પાક વીમો ચૂકવવાની માંગણી કરી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કિસાનના નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે-બે હજાર રૃપિયાની સહાય આપવામાં આવી છે, ત્યારે ભાજપ અગ્રણી દિલીપભાઈ સાંઘાણીએ ખેડૂતોને આ બે-બે હજાર રૃપિયા સરકારને કોરોના અંગે લડતમાં દાન કરવા અપીલ કરી હતી...!! આ સંદર્ભમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં લોકડાઉનના કારણે રક્તદાન કેમ્પ થઈ શકતા નથી. તેથી બ્લડ બેંકમાં રક્તનો સ્ટોક ખલાસ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સામવેદ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા ૮૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. જે માટે વકીલ દિલીપભાઈ ભોજાણી, વકીલ જયેશભાઈ કાનાણી, ફીઝીશ્યન ડો. રવિભાઈ કાનાણી તથા અન્ય રક્તદાતાઓએ જહેમત ઊઠાવી સહકાર આપ્યો છે. જેમાં ખાસ નોંધપાત્ર અને પ્રેરણાદાયી બાબત એ છે કે રક્તદાતા અને કાર્યકર ભરતભાઈ દુધાગરાએ ૧૦૦ મી વખત રક્તદાન કર્યું હતું. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ સમગ્ર વિશ્વ અને ભારત હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ યુદ્ધમાં સરકારને સમાજ પાસેથી આર્થિક સહાયની પણ આવશ્યક્તા છે. વિવિધ સામાજિક-સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની શક્તિ અનુસાર વિવિધ રાહત ફંડોમાં આર્થિક હાય અર્પણ કરી રહ્યા છે, ત્યારે જામનગરના ગાંધીનગરમાં આવેલ સ્મશાનની શ્રી મોક્ષ મંદિર સમિતિ દ્વારા પણ આ સંકટના સમયમાં સરકારને મદદરૃપ થાય તેવું પ્રેરક પગલું ભરવામાં આવ્યું છે. શ્રી મોક્ષ મંદિર સમિતિ દ્વારા સીએમ રીલીફ ફંડ તથા રેડક્રોસ ... વધુ વાંચો »

Apr 9, 2020
કોવિડ-૧૯ ની આ મહામારીના સમયમાં એચઆઈવી પોઝિટિવ લોકોનું સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને દવાની પ્રાપ્તિમાં કોઈ હાલાકીનો સામનો કરવો પડે નહિં એ અતિ આવશ્યક છે. જે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ના નિર્દેશ અનુસાર જીએસએનપી+ (ગુજરાતમાં એચઆઈવી પોઝિટિવ લોકોનું સ્વૈચ્છિક સંગઠન) દ્વારા એચઆઈવી પોઝિટિવ લોકોના આરોગ્યના સુખાકારી માટે સ્થાનિક પ્રશાસન ડીસ્ટ્રીક્ટ એઈડ્સ પ્રિવેશન કંટ્રોલ યુનિટ, એઆરટી દવાના કેન્દ્રો, પરિવર્તન ફાઉન્ડેશન અયુષ્યમ કેન્દ્ર લિંક એઆરટી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રોની સાથે એચઆઈવી પોઝિટિવ લોકોને દવા પર્યાપ્ત પહોંચી ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ખંભાળીયામાં બે દિવસમાં રક્તદાનની પ્રવૃત્તિ કરવાના કારણે સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં રપ૦ બોટલ રક્ત જમા થયું છે. પરિણામે થેલેસેમિયા દરદીઓને રાહત થઈ છે. ગુજરાતના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ પણ જામનગરથી ૧પ૦-ર૦૦ રક્તદાતાઓની વ્યવસ્થા કરવા આયોજન કર્યુ છે. રક્તની માંગને પહોંચી વળવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ રક્તદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રક્તદાન માટે ઓફર થઈ રહી છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના વાઈરસના સંક્રમણ નિયંત્રણ અન્વયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અંગે કારખાના-સંસ્થા બંધ રાખવાના સંજોગોમાં શ્રમયોગીઓ-કર્મચારીઓને પગાર ન મળવા, વિલંબથી મળવા, પગાર કપાત કરવા અંગેની ફરિયાદ બાબતે શ્રમ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર ૧પપ૩૭ર જાહેર કરવામાં આવ્યો છે. આથી જે શ્રમયોગીઓ-કર્મચારીઓને સંસ્થા-કારખાનાના માલિક દ્વારા પગાર ન મળવા, વિલંબથી મળવા, પગાર કપાત કરવા અંગેની ફરિયાદ હોય તો શ્રમ વિભાગના હેલ્પલાઈન નંબર ૧પપ૩૭ર ઉપર ફરિયાદ કરવાથી શ્રમ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ હાલ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ખેડૂતોને એક નવી સમસ્યા સતાવી રહી છે. જિલ્લામાં ખેડૂતોનો ઘઉંનો પાક ઉતરી ગયો છે અને ખેતરોના ખરામાં ઢગલા કરીને રાખવામાં આવ્યો છે. યાર્ડમાં ખેડૂતોને માલ લાવીને વેંચવા માટે છૂટ છે, પણ હાલ ખેડૂતો પાસે બારદાન નથી. જામનગર શહેરમાં અન્ય સ્થળે લોકડાઉનના કારણે ખાલી બારદાનની દુકાનો બંધ છે તો બારદાન લાવવા ક્યાંથી? અને બારદાનમાં ભર્યા વગર ખેડૂતોને યાર્ડ સુધી કે વેંચાણ કેન્દ્ર સુધી ઘઉંનો મોટો જથ્થો કેવી રીતે ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના વાઈરસની મહામારી અન્વયે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું સરવૈયુ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં ૧૦૦ આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. જેને વધારીને ૭૦૦ સુધી લઈ જઈ શકાય તેમ છે. તેમજ સિક્કા સી.એચ.સી.માં ર૦ બેડની વ્યવસ્થાનું આયોજન છે. ઉપરાંત બે ખાનગી દવાખાનામાં પાંચ ઉચ્ચ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસની સર્વે કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધી વિદેશ પ્રવાસ કરીને આવેલા ૧ર૩૩ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરના કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજી, સામાજિક કાર્યકર રીઝવાનભાઈ જુણેજા દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ બોટલ લોહી એકત્ર થયું હતું. આ લોહીનો જથ્થો જી.જી. હોસ્પિટલમાં સુપ્રત કરાયો હતો. આ કામગીરીમાં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, સૈયદ જૈનુલ બાપુ, મકબુલ જુણેજા, મકસદ સોઢા, મોહસીન સોઢા, વેદપ્રકાશ ભટ્ટ, બિલાલ ચાકી, રફિક સમા, આરિફ જુણેજા વગેરે જોડાયા હતાં. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના મયુરનગર પાસે ગઈરાત્રે એક યુવાનને ચાર શખ્સે લમધારી નાખ્યો હતો. ઉછીના ૫ૈસા લેવા જઈ રહેલા આ યુવાનને ગેરસમજથી માર મરાયો હોવાનું ખુલ્યુ છે. જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા આઠ માળીયા આવાસ પાસેની ગોલાઈમાંથી ગઈકાલે રાત્રે પસાર થતા મનોજ જેન્તિલાલ રાઠોડ નામના ધરાર નગરવાળા યુવાનને બાલા ગઢવી, અમીત કોળી, વિજય માણેક તથા માલા ગઢવી નામના ચાર શખ્સે રોકી લીધો હતો. આ યુવાનને ચારેય શખ્સોએ ઢીકાપાટુ થતા પાઈપ વડે ફટકાર્યો હતો. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુ નિયત સ્થળે પહોંચાડવા માટે ઓખા-બાન્દ્રા અને પોરબંદર-શાલીમાર વચ્ચે બાર ટ્રેનની અવરજવર કરવામાં આવનાર છે. લોકડાઉન દરમિયાન દવાઓ, ખાદ્ય સામગ્રીની હેરફેર અત્યંત જરૃરી છે, આથી આજથી ૧૬ એપ્રિલ સુધી પશ્ચિમ રેલવે દ્વારા માલગાડી શરૃ કરવામાં આવનાર છે. બાન્દ્રા-ઓખા પાર્સલ સ્પેશિયલ ટ્રેન બાન્દ્રાથી તા. ૯, ૧૦, ૧૩ અને ૧૪ ના રાત્રે ૯-૩૦ વાગ્યે રવાના થશે.  આ ટ્રેન બીજા દિવસે બપોરે ત્રણ વાગ્યે ઓખા પહોંચશે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ત્રણ દિવસમાં ૬ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા જનતાને ગરમીમાંથી રાહત મળી રહી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં વધારો થતા હાલારવાસીઓ અસહ્ય ગરમી સાથે ઉકળાટનો સામનો કરી રહ્યા હતાં, પરંતુ તાપમાનમાં ઘટાડો થતા જનતા રાહતનો અનુભવ કરી રહી છે. નગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૬ ડીગ્રીના ઘટાડા ... વધુ વાંચો »

Apr 9, 2020
 ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં હાલ લોકડાઉન ચાલે છે ત્યારે ગરીબ અને જરૃરતમંદોની સ્થિતિ ખૂબ જ વિકટ હોય, તેમને સહાયરૃપ થવા માટે માનવતાવાદી સેવાભાવીઓની સંખ્યા વધતી જાય છે. ખંભાળીયા પાલિકા સદસ્ય તથા ગ્રેઈન મર્ચન્ટ રીટેલના પ્રમુખ અને યાર્ડ સદસ્ય જગુભાઈ રાયચુરા જેઓ અનાજ કરીયાણાના વેપારી છે. તેમણે જીવન જરૃરી ચીજો સાથે ખાસ કીટ બનાવીને પાલિકા ચીફ ઓફિસર એ.કે. ગઢવી તથા અન્ય અધિકારીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ગરીબ પરિવારોને વિતરણ કર્યુ હતું. ખંભાળીયા ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ધરાર સેવા કરતી એક મહિલાને સિક્યોરિટી સ્ટાફે ઝડપી લીધી હતી. આ મહિલા પૂર્વ કર્મચારી છે. અને તેને છૂટી કરી દેવામં આવી હતી. આમ છતાં તેણી એક્સ-રે વિભાગમાં ધરાર સેવા કરતી હોવાની ફરિયાદ મળતા હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે તેણીને ઝડપી લીધી હતી. વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પર જાણે દ્વારકાધીશની કૃપા હોય તેમ અન્ય જિલ્લાઓમાં ઢગલાબંધ પોઝિટિવ કેસો થાય છે ત્યારે વિદેશથી આવેલા ઢગલાબંધ લોકો તથા વહાણોના આગમન છતાં હજુ એકપણ કેસ પોઝિટિવ નીકળ્યો નથી. ગઈકાલે સુરતના પ્રવાસ હિસ્ટ્રીવાળા રરમા શંકાસ્પદ વ્યક્તિનો પણ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમ ક્વોરન્ટાઈન લોકોની સંખ્યા ૩પ૦ ઉપરાંતની હતી તે હવે માત્ર ૬૬ ની રહી છે તો સ્પેશ્યલ કોરોન્ટાઈનમાં ખંભાળીયાના કુહાડીયા પાસે આદર્શ નિવાસી શાળામાં રપ વ્યક્તિઓ હતાં તેમાંથી ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં આજે કોરોનાના બે શંકાસ્પદ કેસ આવતાં બન્નેને સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ જામનગર મોકલી દેવામાં આવ્યાં છે. આ બે કેસ પૈકી એક વ્યક્તિ મુંબઈથી આવ્યા છે જ્યારે બીજી વ્યક્તિ રાજકોટથી આવી છે. આ બન્ને કેવી રીતે એક દિવસ પહેલાં જ ખંભાળીયા સુધી પહોંચી ગયા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં આવેલી જામનગર પાંજરાપોળ ગૌશાળા જેમાં એક હજાર ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં વૃદ્ધ, બીમાર, અપંગ, અંધ તથા મા વગરની વાછડી-વાછરડાની સારવાર તથા નિભાવ કરવામાં આવે છે. પ્રવર્તમાન કોરોનાની બીમારીને લઈને ગૌશાળામાં દાનનો પ્રવાહ શૂન્ય જેવો થઈ ગયો છે. આમપણ છેલ્લા થોડાં વર્ષોમાં ઘટતાં જતા દાનના પ્રવાહ, મોંઘવારી વધતાં જતાં પશુઓ-ગૌમાતાને લઈને લગભગ સંસ્થાઓ હજુ આવનારાં ૬ થી ૮ મહિના દાનક્ષેત્રે વધુ ખરાબ પરિસ્થિતિ થવાની ભીતિ ... વધુ વાંચો »

Apr 9, 2020
વડોદરા તા. ૯ઃ વડોદરામાં એક ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કોઈ ડોક્ટરને કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ થયો હોય તેવો પહેલો કેસ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરામાં કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુ વાંચો »

Apr 9, 2020
નવી દિલ્હી તા. ૯ઃ કોરોનાને લઈને લોકડાઉન છે, ત્યારે અનિવાર્ય કારણોસર બહાર નીકળતા લોકો માટે દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવાયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે.  વધુ વાંચો »

Apr 9, 2020
વિશ્વ આખું જ્યારે કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંરક્ષણ મંત્રાલયના નિર્દેશાનુસાર જામનગર એન.સી.સી. કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી હેતુ એકસરસાઈઝ એન.સી.સી. યોગદાન અંતર્ગત ર૭ એન.સી.સી. બટાલીયનમાં તાલીમ આપવામાં આવી હતી. જામનગર અને દ્વારકા જિલ્લાના નોડલ ઓફિસર ૮ ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટ કમાન્ડીંગ ઓફિસર, લેફટનન્ટ કમાન્ડર ચંદ્રેશ મિતલે એન.સી.સી. સિનિયર વિંગના કુલ ૮૦ બોયઝ અને ગર્લ્સ કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૬પ અને ૧૯૭૧ ... વધુ વાંચો »

Apr 9, 2020
કોરોના મહામારીની લડાઈમાં મદદરૃપ થવા સુમેર સ્પોર્ટસ ક્લબ દ્વારા જીવનજરૃરી ચીજવસ્તુઓ - રાહત સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે. સંસદસભ્ય પૂનમબેન માડમે રાજયના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ સાથે સુમેર ક્લબમાં જઈને આ રાહત સામગ્રીની કીટનું નિરીક્ષણ કરી ક્લબના હોદ્દેદારોની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કીટ તૈયાર કરવા ક્લબના પ્રેસીડેન્ટ રાજુભાઈ શેઠ તથા તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે ગઈકાલે પણ જાહેરનામાનો ભંગ કરી રાબેતા મુજબ રખડપટ્ટી કરતા ૨૮૦ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. ચારથી વધુ વ્યક્તિઓને એકઠા કરતા શાકભાજીની રેંકડીવાળા નવ સામે પણ કાયદાનો ડંડો ઉગામવામાં આવ્યો હતો. રોજેરોજ અઢીસોથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવતા હોવા છતાં લોકો જાહેરમાં નીકળતા રહેતા હોય પોલીસે હવે આવા વાહનો ક્યાં રાખવા તેવો પ્રશ્ન પોલીસ માટે ઉઠવા પામ્યો છે. જામનગર સહિત દેશભરમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે અને ચારથી વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં લોકો કોરોનાના ડરથી ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના ગુલાબનગર વિસ્તાર પાસેથી આજે સવારે પસાર થતી એક મોટરમાં પોલીસની પ્લેટ લાગેલી જોવા મળતા વહેમાયેલી પોલીસે તેને રોકાવી ચાલકની પુછપરછ કરતા તેનો ચાલક પોલીસ કર્મચારી ન હોવા છતાં પોલીસની પ્લેટ લગાડી સીન નાખતો હોવાનું બહાર આવ્યું છે. દોડી ગયેલા પ્રોબે. એએસપીએ આ શખ્સની ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી છે. હાલમાં તેની અટકાયત કરી અસલી પોલીસે મોટર કબજે કરી લીધી છે. જામનગરમાં ગઈકાલે રાત્રે ખીજડીયા બાયપાસ પાસેથી કહેવાતા એક પત્રકાર-કમ-ડોકટર પોલીસની ગીરફતમાં આવી ગયા પછી આજે સવારે જામનગરની ભાગોળે આવેલા ગુલાબનગર નજીકની પોલીસ ચોકી પાસે તે ચોકીના સ્ટાફ દ્વારા જ્યારે પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ... વધુ વાંચો »

Apr 9, 2020
લોકડાઉનના ર૧ દિવસ ૧૪મી એપ્રિલે પૂરા થવાના છે, અને ૧પમી એપ્રિલથી લોકડાઉન લંબાવાની શક્યતાઓ વધી રહી છે, ત્યારે જો લોકડાઉન લંબાવાય તો તેનો પડકાર સરકાર અને તંત્રો માટે પડકારરૃપ બનવાના છે. આ કપરો નિર્ણય લીધા પછી ભારત જેવા દેશમાં તેની વ્યાપક અસરો થવાની ગણત્રીઓ પણ મંડાવા લાગી છે. ઉત્તરપ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક લોકડાઉનનો અમલ શરૃ કરાવ્યો છે અને હોટસ્પોટ નક્કી કરીને તેને સીલ કરી દીધા છે. એ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ રાજ્યના કેટલાક સ્થળે કરફયુ સહિતના ઉપાયો અજમાવ્યા હતાં. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોનાના કહેરને ખતમ કરવાના પ્રયાસો ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરનો પંચેશ્વર ટાવર ચોક મોડી રાત સુધી ધમધમતો રહેતો હતો, અને વાહનો તથા લોકોની અવરજવર સતત ચાલતી રહેતી હતી. અહીં આવેલી દુકાનો, ચા ની કીટલી, પાનના ગલ્લા અને અલ્પાહાર, ઠંડા પીણાની દુકાનો પર મોજીલા નગરજનો ઉભરાતા રહેતા હતાં. અહીં આવેલી લોહાણા મહાજનવાડીમાં લગ્ન-પ્રસંગે કે શુભ પ્રસંગો સહિતના મંગલ કાર્યોને લઈને દિવસ-રાત ગીત-સંગીત અને જમણવારનો ધમધમાટ રહેતો હતો. આ સ્થળે કોરોના લોકડાઉનના કારણે સન્નાટો છવાયો છે. સુમસામસડકો ચકલુયે ફરકતું દેખાતું નથી. લોકો કોરોનાને હરાવવા પોતપોતાના ઘરોમાં રહીને લોકડાઉનને સફળ બનાવી રહ્યાં છે, તથા તંત્રએ પણ ઘણી તકેદારી રાખી છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા) વધુ વાંચો »

Apr 9, 2020
સામાન્ય રીતે ચોવીસે ય કલાક ધમધમતા જામનગર શહેરમાં અત્યારે સન્નાટો છે. લોકડાઉનના કારણે સડકો સુમસામ છે. વિવિધ પ્રકારના ધ્વનિ બંધ થઈ ગયા છે અને જનજીવન જાણે થંભી ગયું છે. આમ છતાં કોરોનાને હરાવવા માટે નગરજનો ઘરમાં રહીને સરકારને સહયોગ આપી રહ્યા છે. વ્યોમમાંથી લોકડાઉનના ૧૬ મા દિવસે  લેવાયેલી આ તસ્વીરમાં તળાવની પાળ, પંચેશ્વર ટાવરને જોડતો માર્ગ અને અન્ય સુમસામ વિસ્તારો દેખાય છે. આ તસ્વીરમાં છતો પર પણ કોઈ દેખાતું નથી તે જામનગર વાસીઓની જાગૃતિ દર્શાવે છે. (તસ્વીરઃ નિર્મલ કારિયા) વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ખંભાળીયાના ધરમપુર પાસેની જિલ્લા મહેસુલ કચેરી નજીકના પાણીના ખાડામાંથી આજે સવારે એક યુવતીનો મૃતદેહ સાંપડ્યો છે. બે દિવસથી ગુમ થયેલી આ યુવતીના પરિવારજનોએ તેણીને ઓળખી બતાવી છે. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી તપાસ આદરી છે. ખંભાળીયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા મહેસુલ કચેરી પાસે પાણીથી છલોછલ ભરેલા એક વિશાળ ખાડામાં આજે સવારે એક યુવતી જોવા મળતા કોઈએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે નગરપાલિકાનો ફાયર સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયા હતાં. ખંભાળીયાથી અંદાજે ત્રણેક કિમી દૂર ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી આ કચેરીની નજીકમાં એક ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરના ર, મોરબીના ૭, પોરબંદરના ર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮ શંકાસ્પદ દર્દીના સેમ્પલ જામનગર તા. ૯ઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે વધુ ૧૩ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. તો ગઈકાલે સેકન્ડ રાઉન્ડમાં મળેલા ૧૦ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો હતો તો એક દર્દીનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો હતો. કોરોના વાઈરસની બીમારી અન્વયે જામનગરની સરકારી લેબમાં શંકાસપદ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે, જ્યારે આજે જામનગર-ર, મોરબી-૭, પોરબંદર-ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે મળી આજે કુલ ૧૩ શંકાસ્પદ દર્દીના નમૂનાઓ પરીક્ષણ માટે આવ્યા છે. જેની ચકાસણી થઈ રહી છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના ખીજડીયા બાયપાસ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા ડોકટર જેવા પહેરવેશ ધારણ કરેલા એક શખ્સના સ્કૂટરને પોલીસે રોકાવી પુછપરછ કરતા આ શખ્સે પત્રકાર હોવાની શેખી હાંકી હતી. તેના કબજામાંથી એક સાપ્તાહિકનું આઈકાર્ડ અને સ્કૂટરમાંથી સ્ટેથોસ્કોપ, દવા વિગેરે મળી આવ્યા છે. પોલીસે આ કહેવાતા પત્રકાર-ડોકટરની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉન અને જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જેને પંદર દિવસથી વધુ સમય થયો હોય લોકોની ઘરની બહાર નીકળવાની લાલચ ઉછળવા લાગી છે.નાગરિકો જુદા જુદા બહાનાઓ કરી ઘરમાંંથી નીકળી આંટાફેરા કરી રહ્યા છે. પોતાના ... વધુ વાંચો »

Apr 9, 2020
યે કોવિડ...કોવિડ...ક્યા હૈ ? સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ જેને તબીબી વિજ્ઞાનની ભાષામાં 'કોવિડ-૧૯' તરીકે ઓળખવામાં આવે છે તેનો કહેર ફેલાયો છે. કોરોના વાઈરસથી સુરક્ષિત રહેવા અને તેનો ફેલાવો અટકાવવા પ્રારંભિક તબક્કાથી જ સરકાર દ્વારા દેશવાસીઓને સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે, પણ આ કોવિડ-૧૯ કોરોના વાઈરસ શું છે તે અંગે જોહન્સ હોપકીન્સ યુનિવર્સિટીએ વિસ્તૃત જાણકારી પ્રકાશિત કરી છે. ૦     આ વાઈરસની સૌથી કઠિન સમસ્યા એ છે કે તે જીવંત જીવ નથી. તેથી તેને મારી શકાતું નથી. આ સુક્ષ્મ વાઈરસ પ્રોટીન મોલેક્યુલ છે અને તેની ફરતે ચરબીનું પડ (કવર) ... વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ રાજ્યની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં કેબિનેટ મંત્રી ફળદુ અને રાજ્યમંત્રી હકુભા જાડેજાએ જામનગર જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.  મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિર્દેશક તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. વર્તમાન કોરોના વાઈરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુ નિયત સ્થળે પહોંચાડવા માટે ઓખા-બાન્દ્રા અને પોરબંદર-શાલીમાર વચ્ચે બાર ટ્રેનની અવરજવર કરવામાં આવનાર છે. લોકડાઉન દરમિયાન દવાઓ, ખાદ્ય સામગ્રીની હેરફેર અત્યંત જરૃરી છે, આથી આજથી ૧૬ એપ્રિલ સુધી પશ્ચિમ રેલવે દ્વારા માલગાડી શરૃ કરવામાં આવનાર છે. બાન્દ્રા-ઓખા પાર્સલ સ્પેશિયલ ટ્રેન બાન્દ્રાથી તા. ૯, ૧૦, ૧૩ અને ૧૪ ના રાત્રે ૯-૩૦ વાગ્યે રવાના થશે.  આ ટ્રેન બીજા દિવસે બપોરે ત્રણ વાગ્યે ઓખા પહોંચશે. તેવી જ રીતે ઓખાથી બાન્દ્રા વચ્ચેની ટ્રેન તા. ૧૧, ૧ર ના બપોરે ૧ વાગ્યે ઓખાથી રવાના થશે  ... વધુ વાંચો »

Apr 9, 2020
ગાંધીનગર તા. ૯ઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રતિકાર કરવા અને તેની સારવાર માટે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સુરત મહાનગરો ઉપરાંત રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાની રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત જામનગર જિલ્લા માટે જામનગરમાં આર્મી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ખંભાળીયાની ખાનગી સાકેત હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ બન્ને હોસ્પિટલોમાં ૧૦૦-૧૦૦ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ હોસ્પિટલો એપીડેમિક એક્ટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવીડ-૧૯ રેગ્યુલેશન ... વધુ વાંચો »

Apr 9, 2020
સોશ્યલ ડિસ્ટેન્સ જાળવવા લોકોને રાજ્ય પોલીસ વડાની અપીલ અમદાવાદ તા. ૯ઃ આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી વિગતો મુજબ નવા પપ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના પપ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. હોટસ્પોટ અમદાવાદમાં જ કેસો વિસ્ફોટ રીતે વધ્યા છે. હવે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાઈરસનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આજે રાજ્ય માટે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. આજે ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ પપ કેસો નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ... વધુ વાંચો »

Apr 9, 2020
નવી દિલ્હી તા. ૯ઃ ભારતમાં કોરોનાના કેસ ૬ર૦૦ નો આંકડો વટાવી ગયો છે અને આઠ રાજ્યો વધુ પ્રભાવિત છે. કેટલાક રાજેયોમાં ખતરનાક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. એકલા મહારાષ્ટ્રમાં જ પોઝિટિવ કેસોનો આંકડો ૧૧૦૦ ને વટાવી ગયો છે. ભારતમાં કોરોનાના કારણે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કેસોની સંખ્યા હવે વધીને ૬૨૦૦થી વધારે થઇ ગઇ છે. જ્યારે મોતનો આંકડો હવે ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. ભારતમાં કેટલાક રાજ્યો કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્માં કેસોની સંખ્યા હવે ૧૧૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. વધુ વાંચો »

Apr 9, 2020
 ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં હાલ લોકડાઉન ચાલે છે ત્યારે ગરીબ અને જરૃરતમંદોની સ્થિતિ ખૂબ જ વિકટ હોય, તેમને સહાયરૃપ થવા માટે માનવતાવાદી સેવાભાવીઓની સંખ્યા વધતી જાય છે. ખંભાળીયા પાલિકા સદસ્ય તથા ગ્રેઈન મર્ચન્ટ રીટેલના પ્રમુખ અને યાર્ડ સદસ્ય જગુભાઈ રાયચુરા જેઓ અનાજ કરીયાણાના વેપારી છે. તેમણે જીવન જરૃરી ચીજો સાથે ખાસ કીટ બનાવીને પાલિકા ચીફ ઓફિસર એ.કે. ગઢવી તથા અન્ય અધિકારીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ગરીબ પરિવારોને વિતરણ કર્યુ હતું. ખંભાળીયા હાર્દિકભાઈ મોટાણીના જય હો ગ્રુપ તથા મહીપતભાઈ સતવારા સહિતના આગેવાનોનું રોબીનહુડ આર્મી ગ્રુપ રોજ બે સમય ગરીબ લોકોને ભોજન તથા ... વધુ વાંચો »

Apr 9, 2020
વોશિંગ્ટન તા. ૯ઃ અમેરિકામાં કોરોના કાળ બનીને ત્રાટક્યા છે અને એક જ દિવસમાં ૧૯૩૮ ના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં કોરોના કારણે અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ લોકોના જીવ ગયા છે. ન્યુયોર્કમાં કોરોનાએ કોહરામ મચાવી દહેશત ફેલાઈ છે. અમેરિકામાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. સુપર પાવર અમેરિકા કોરોનાની સામે લડાઇ હારી રહ્યું હોય તેમ લાગે છે. કારણ કે મોતનો સિલસિલો રોકાઇ રહ્યો નથી. સ્થિતી એવી થઇ ગઇ છે કે લાશોની દફનવિધિ કરવા માટે હવે જગ્યા બચી નથી. કોરોના વાયરસના કારણે સૌથી વધારે હાલત ખરાબ ન્યુયોર્કની થઇ છે. એકલા ન્યુયોર્કમાં ૬૨૬૮ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ધરાર સેવા કરતી એક મહિલાને સિક્યોરિટી સ્ટાફે ઝડપી લીધી હતી. આ મહિલા પૂર્વ કર્મચારી છે. અને તેને છૂટી કરી દેવામં આવી હતી. આમ છતાં તેણી એક્સ-રે વિભાગમાં ધરાર સેવા કરતી હોવાની ફરિયાદ મળતા હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે તેણીને ઝડપી લીધી હતી. વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં આજે કોરોનાના બે શંકાસ્પદ કેસ આવતાં બન્નેને સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ જામનગર મોકલી દેવામાં આવ્યાં છે. આ બે કેસ પૈકી એક વ્યક્તિ મુંબઈથી આવ્યા છે જ્યારે બીજી વ્યક્તિ રાજકોટથી આવી છે. આ બન્ને કેવી રીતે એક દિવસ પહેલાં જ ખંભાળીયા સુધી પહોંચી ગયા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ વાંચો »

Apr 9, 2020
વિશ્વ આખું જ્યારે કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંરક્ષણ મંત્રાલયના નિર્દેશાનુસાર જામનગર એન.સી.સી. કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી હેતુ એકસરસાઈઝ એન.સી.સી. યોગદાન અંતર્ગત ર૭ એન.સી.સી. બટાલીયનમાં તાલીમ આપવામાં આવી હતી. જામનગર અને દ્વારકા જિલ્લાના નોડલ ઓફિસર ૮ ગુજરાત એન.સી.સી. નેવલ યુનિટ કમાન્ડીંગ ઓફિસર, લેફટનન્ટ કમાન્ડર ચંદ્રેશ મિતલે એન.સી.સી. સિનિયર વિંગના કુલ ૮૦ બોયઝ અને ગર્લ્સ કેડેટ્સને શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૬પ અને ૧૯૭૧ ના યુદ્ધમાં પણ ભારતમાં એન.સી.સી.નું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. શાંતિના સમયમાં પણ કુદરતી કે માનવસર્જિત આફતોના સમયમાં એન.સી.સી.ની કામગીરી પ્રશંસનીય ... વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ દેશમાં વર્ષોથી સ્વચ્છતા મિશન ચાલી રહ્યું છે, અને તેમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ મોટા મોટા દાવાઓ વધુ થયા છે. ઘણાં સ્થળે સ્વચ્છતા મિશનનો ઉલાળિયો થતો રહ્યો છે, પરંતુ કોરોનાના લોકડાઉન પછી નગરો-મહાનગરોમાં સફાઈ કર્યા પછી સ્વચ્છતાનું પ્રમાણ ઘણું વધ્યું છે. લોકડાઉનના કારણે ઘરોમાં રહેલા ઘણાં પરિવારોએ જાણે દિવાળી કાઢી હોય, તેમ ઘરોની સફાઈ કરી દીધી છે. બીજી તરફ બજારો બંધ હોવાથી માર્કેટનો ઠલવાતો કચરો બંધ થયો છે. અવરજવર ઓછી હોવાથી જ્યાં ત્યાં લોકોના થૂંકવા અને ખાવાપીવાની ચીજોના વપરાશ પછી ફેંકી દેવાતા પ્લાસ્ટિક, ઝબલા અને પાન-મસાલાના પ્લાસ્ટિક ઊડતા બંધ થઈ ગયા છે. તંત્ર ... વધુ વાંચો »

Apr 9, 2020
ભૂવનેશ્વર તા. ૦૯ઃ કોરોનાનું સંક્રમણ દેશભરમાં વધી રહ્યું છે, ત્યારે ઓડિશામાં લોકડાઉનની ૩૦-એપ્રિલ સુધી લંબાવી દેવાયું હોવાના અહેવાલો મળી રહ્યાં છે. વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી કર્મચારીઓને મુખ્ય મથકે રહેવા અને અપડાઉન નહીં કરવા આદેશ આપ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ એકપણ કોરોના રોગનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ નજીકના પડોશી જિલ્લા જામગનર તથા પોરબંદરમાં કેસ નોંધાયા હોય તથા જામનગર-પોરબંદરમાંથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અપડાઉન કરતા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ ખાસ હુકમ કરીને તમામ સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર પર રહેવા તથા અપડાઉન ન કરવાનો હુકમ કર્યો છે. તેમણે હુકમ કરીને જણાવેલ કે કર્મચારીઓએ દ્વારકા જિલ્લામાં તેમના હેડક્વાર્ટરમાં જ રહીને ફરજ બજાવવાની રહેશે. જો આમ છતાં કોઈ સરકારી કર્મચારી અપડાઉન કરશે અને ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના મયુરનગર પાસે ગઈરાત્રે એક યુવાનને ચાર શખ્સે લમધારી નાખ્યો હતો. ઉછીના ૫ૈસા લેવા જઈ રહેલા આ યુવાનને ગેરસમજથી માર મરાયો હોવાનું ખુલ્યુ છે. જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા આઠ માળીયા આવાસ પાસેની ગોલાઈમાંથી ગઈકાલે રાત્રે પસાર થતા મનોજ જેન્તિલાલ રાઠોડ નામના ધરાર નગરવાળા યુવાનને બાલા ગઢવી, અમીત કોળી, વિજય માણેક તથા માલા ગઢવી નામના ચાર શખ્સે રોકી લીધો હતો. આ યુવાનને ચારેય શખ્સોએ ઢીકાપાટુ થતા પાઈપ વડે ફટકાર્યો હતો. હુમલાનો ભોગ બનનાર યુવાન પોતાના ઘરેથી વામ્બે આવાસમાં ઉછીના પૈસા જતો હતો ત્યારે ઉપરોક્ત શખ્સોએ અગાઉ હુસેન અંસારી ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરના કેટલાક વિસ્તારોમાંથી તાજેતરમાં જાહેર માર્ગો પર રહેલી રેંકડીઓ, જૂના વાહનો, દૂકાનો બહાર ઉભા કરાયેલા મંડપો, છાપરાઓ, ખપેડાઓ હટાવાયા હતાં. મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ હટાવીને જપ્ત કરી લેવાયા હતાં. અત્યારે લોકડાઉન હોવાથી માર્ગો સુમસામ હોવાથી ભવિષ્યમાં અવર-જવર અને ટ્રાફિકને અડચણરૃપ થતા આ ગેરકાયદે નાના-મોટા દબાણો હટાવાયા હોવાનો દાવો કરાયો છે. હવે કોરોનાનો કહેર સમાપ્ત થાય અથવા લોકડાઉન ઉઠાવી લેવાય તે પછી ધીમે-ધીમે એ જ સ્થળે રેંકડીઓ, ખપેડા, મંડપો ઉભા ન થઈ જાય તે મ્યુનિ. તંત્રે જોવું પડશે. જો અત્યારે હતી, તેવી જ સ્થિતિ ફરી ઉભી થશે તો અત્યારે કરેલી કાર્યવાહી પાણીમાં ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં કર્મકાંડી બ્રાહ્મણ જે વરૃડીમાં કામ કરવા જાય છે તેઓ તેમજ ગરીબ બ્રાહ્મણને ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જામનગર જિલ્લામાં રહેતા બ્રાહ્મણોને અનાજની કીટ આપવાનું આયોજન છે. જે લોકોને અનાજની કીટની જરૃરત હોય તેમણે તરત જ જિલ્લા પ્રમુખ મનોજભાઈ જોષી (મો. ૯૪ર૯પ પ૭૪૩૩) નો સંપર્ક કરવા જણાવ્યું છે. વધુ વાંચો »

Apr 9, 2020
મુંબઈ તા. ૯ઃ ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારોમાં આજે પ્રારંભિક તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૯૫૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ૧૫૦ અંક ના વધારા સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટાટા મોટર્સ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી અને કોટક મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે એચયુએલ ઘટીને કારોબાર કરી રહ્યો છે. અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર બુધવારે વધારા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ૩,૪૪ ટકા વધારા સાથે ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ સમગ્ર દેશ અત્યારે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કોરોનાને કારણે લોકડાઉન થવાથી દેશ સામે મોટો આર્થિક પડકાર પણ ઉભો થયો છે. કોરોના સામે આર્થિક મોરચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. સરકારે વિવિધ સંગઠનો, દાતાઓને આર્થિક સહયોગની અપીલ કરી છે. રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તથા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ પી.એમ. કેર્સ ફંડ તથા ચીફ મીનીસ્ટર રીલીફ ફંડમાં આર્થિક સહયોગ આપવા સ્થાનિક ઉદ્યોગ જગતને અપીલ કરવામાં આવી હતી. જેને પગલે નગરના શ્રી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૃા. ૧ લાખનું તેમજ ચીફ મીનીસ્ટર રીલીફ ફંડમાં પણ રૃા. ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના વાઈરસની મહામારી અન્વયે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું સરવૈયુ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં ૧૦૦ આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. જેને વધારીને ૭૦૦ સુધી લઈ જઈ શકાય તેમ છે. તેમજ સિક્કા સી.એચ.સી.માં ર૦ બેડની વ્યવસ્થાનું આયોજન છે. ઉપરાંત બે ખાનગી દવાખાનામાં પાંચ ઉચ્ચ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાઉસ ટુ હાઉસની સર્વે કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધી વિદેશ પ્રવાસ કરીને આવેલા ૧ર૩૩ માંથી ૮૧૦ જામનગર જિલ્લાના છે. તેમાંથી ૭૧૧ કોરોન્ટાઈન થઈ શક્યા છે. બાકી રહેલા પાંચની શોધખોળ ચાલુ છે. હોમ કોરોન્ટાઈન ભંગ ... વધુ વાંચો »

Apr 9, 2020
વડોદરા તા. ૯ઃ વડોદરામાં એક ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કોઈ ડોક્ટરને કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ થયો હોય તેવો પહેલો કેસ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરામાં કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે જગતના તાતની સ્થિતિ અત્યંત ખરાબ હોય તેમના પર ગુજરાત સરકાર થોડી મહેર કરે તેવી માંગ સાથે સરકાર તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખના પાલભાઈ આંબલીયાએ કરી છે. તેમણે જણાવેલ કે ગત્ વર્ષના ખરીફ પાકનો પાક વીમો અત્યાર સુધીમાં એક રૃપિયો પણ કંપનીએ ચૂકવ્યો નથી. હાલ સરકાર પાસે કપાસ તથા મગફળી બન્નેના આંકડા ખેતીવાડી વિભાગથી મળી ગયા હોય, તુરંત જ ઓછામાં ઓછા ૭પ થી ૧૦૦ ટકા પાક વીમો તુરંત જ ચૂકવવો જોઈએ. ગત્ વર્ષે જે ખેડૂતોએ ... વધુ વાંચો »

Apr 9, 2020
કોરોના મહામારીની લડાઈમાં મદદરૃપ થવા સુમેર સ્પોર્ટસ ક્લબ દ્વારા જીવનજરૃરી ચીજવસ્તુઓ - રાહત સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે. સંસદસભ્ય પૂનમબેન માડમે રાજયના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ સાથે સુમેર ક્લબમાં જઈને આ રાહત સામગ્રીની કીટનું નિરીક્ષણ કરી ક્લબના હોદ્દેદારોની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કીટ તૈયાર કરવા ક્લબના પ્રેસીડેન્ટ રાજુભાઈ શેઠ તથા તમામ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પર જાણે દ્વારકાધીશની કૃપા હોય તેમ અન્ય જિલ્લાઓમાં ઢગલાબંધ પોઝિટિવ કેસો થાય છે ત્યારે વિદેશથી આવેલા ઢગલાબંધ લોકો તથા વહાણોના આગમન છતાં હજુ એકપણ કેસ પોઝિટિવ નીકળ્યો નથી. ગઈકાલે સુરતના પ્રવાસ હિસ્ટ્રીવાળા રરમા શંકાસ્પદ વ્યક્તિનો પણ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોમ ક્વોરન્ટાઈન લોકોની સંખ્યા ૩પ૦ ઉપરાંતની હતી તે હવે માત્ર ૬૬ ની રહી છે તો સ્પેશ્યલ કોરોન્ટાઈનમાં ખંભાળીયાના કુહાડીયા પાસે આદર્શ નિવાસી શાળામાં રપ વ્યક્તિઓ હતાં તેમાંથી પણ ૧૮ વ્યક્તિને રજા અપાતા હવે ૭ વ્યક્તિ જ ત્યાં રહ્યાં છે. બોટ કોરોન્ટાઈનમાં સલાયામાં ર૦૦ વ્યક્તિઓ હતાં તેમાંથી પણ ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ભાજપના અગ્રણી દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતોને કોરોનાના સંદર્ભે સરકારને બબ્બે હજારનું દાન આપવા અપીલ કરતા કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ૧૦૦ ટકા પાક વીમો ચૂકવવાની માંગણી કરી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કિસાનના નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે-બે હજાર રૃપિયાની સહાય આપવામાં આવી છે, ત્યારે ભાજપ અગ્રણી દિલીપભાઈ સાંઘાણીએ ખેડૂતોને આ બે-બે હજાર રૃપિયા સરકારને કોરોના અંગે લડતમાં દાન કરવા અપીલ કરી હતી...!! આ સંદર્ભમાં ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ તથા ખંભાળીયાના કિસાન અગ્રણી પાલભાઈ આંબલિયાએ એક મુલાકાતમાં જણાવેલ કે, સરકારને ખેડૂતો બે-બે હજાર નહીં પણ ખેડૂત દીઠ ૧૦-૧૦ ... વધુ વાંચો »

Apr 9, 2020
ખંભાળીયા તા. ૯ઃ ખંભાળીયામાં બે દિવસમાં રક્તદાનની પ્રવૃત્તિ કરવાના કારણે સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં રપ૦ બોટલ રક્ત જમા થયું છે. પરિણામે થેલેસેમિયા દરદીઓને રાહત થઈ છે. ગુજરાતના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ પણ જામનગરથી ૧પ૦-ર૦૦ રક્તદાતાઓની વ્યવસ્થા કરવા આયોજન કર્યુ છે. રક્તની માંગને પહોંચી વળવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ રક્તદાન કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રક્તદાન માટે ઓફર થઈ રહી છે. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં આવેલી જામનગર પાંજરાપોળ ગૌશાળા જેમાં એક હજાર ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં વૃદ્ધ, બીમાર, અપંગ, અંધ તથા મા વગરની વાછડી-વાછરડાની સારવાર તથા નિભાવ કરવામાં આવે છે. પ્રવર્તમાન કોરોનાની બીમારીને લઈને ગૌશાળામાં દાનનો પ્રવાહ શૂન્ય જેવો થઈ ગયો છે. આમપણ છેલ્લા થોડાં વર્ષોમાં ઘટતાં જતા દાનના પ્રવાહ, મોંઘવારી વધતાં જતાં પશુઓ-ગૌમાતાને લઈને લગભગ સંસ્થાઓ હજુ આવનારાં ૬ થી ૮ મહિના દાનક્ષેત્રે વધુ ખરાબ પરિસ્થિતિ થવાની ભીતિ છે. લગભગ જીવદયા સંસ્થાઓ પાસે કોઈ કાયમી-નિયમિત આવકનું સાધન નથી. અબોલ જીવો, ગૌમાતા જીવતાં રહે, તેની સારવાર ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ હાલ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ખેડૂતોને એક નવી સમસ્યા સતાવી રહી છે. જિલ્લામાં ખેડૂતોનો ઘઉંનો પાક ઉતરી ગયો છે અને ખેતરોના ખરામાં ઢગલા કરીને રાખવામાં આવ્યો છે. યાર્ડમાં ખેડૂતોને માલ લાવીને વેંચવા માટે છૂટ છે, પણ હાલ ખેડૂતો પાસે બારદાન નથી. જામનગર શહેરમાં અન્ય સ્થળે લોકડાઉનના કારણે ખાલી બારદાનની દુકાનો બંધ છે તો બારદાન લાવવા ક્યાંથી? અને બારદાનમાં ભર્યા વગર ખેડૂતોને યાર્ડ સુધી કે વેંચાણ કેન્દ્ર સુધી ઘઉંનો મોટો જથ્થો કેવી રીતે પહોંચાડવો? ઘઉં બહાર ખુલ્લામાં પડ્યા હોય, કોઈપણ કારણોસર તે બગડી જવાની ભીતિ પણ છે. આ સંજોગોમાં ખેડૂતોને ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં લોકડાઉનના કારણે રક્તદાન કેમ્પ થઈ શકતા નથી. તેથી બ્લડ બેંકમાં રક્તનો સ્ટોક ખલાસ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સામવેદ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા ૮૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. જે માટે વકીલ દિલીપભાઈ ભોજાણી, વકીલ જયેશભાઈ કાનાણી, ફીઝીશ્યન ડો. રવિભાઈ કાનાણી તથા અન્ય રક્તદાતાઓએ જહેમત ઊઠાવી સહકાર આપ્યો છે. જેમાં ખાસ નોંધપાત્ર અને પ્રેરણાદાયી બાબત એ છે કે રક્તદાતા અને કાર્યકર ભરતભાઈ દુધાગરાએ ૧૦૦ મી વખત રક્તદાન કર્યું હતું. વધુ વાંચો »

Apr 9, 2020
નવી દિલ્હી તા. ૯ઃ કોરોનાને લઈને લોકડાઉન છે, ત્યારે અનિવાર્ય કારણોસર બહાર નીકળતા લોકો માટે દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવાયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે.  વધુ વાંચો »

Apr 9, 2020
કોવિડ-૧૯ ની આ મહામારીના સમયમાં એચઆઈવી પોઝિટિવ લોકોનું સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને દવાની પ્રાપ્તિમાં કોઈ હાલાકીનો સામનો કરવો પડે નહિં એ અતિ આવશ્યક છે. જે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ના નિર્દેશ અનુસાર જીએસએનપી+ (ગુજરાતમાં એચઆઈવી પોઝિટિવ લોકોનું સ્વૈચ્છિક સંગઠન) દ્વારા એચઆઈવી પોઝિટિવ લોકોના આરોગ્યના સુખાકારી માટે સ્થાનિક પ્રશાસન ડીસ્ટ્રીક્ટ એઈડ્સ પ્રિવેશન કંટ્રોલ યુનિટ, એઆરટી દવાના કેન્દ્રો, પરિવર્તન ફાઉન્ડેશન અયુષ્યમ કેન્દ્ર લિંક એઆરટી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રોની સાથે એચઆઈવી પોઝિટિવ લોકોને દવા પર્યાપ્ત પહોંચી રહે  તેની જહેમત સાથે મળીને ઊઠાવી છે. જે માટે એચઆઈવી પોઝિટિવને ફોનથી વિહાન કેન્દ્રો તથા એઆરટી કેન્દ્રો દ્વારા નજીકના વિસ્તારના ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ત્રણ દિવસમાં ૬ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા જનતાને ગરમીમાંથી રાહત મળી રહી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં વધારો થતા હાલારવાસીઓ અસહ્ય ગરમી સાથે ઉકળાટનો સામનો કરી રહ્યા હતાં, પરંતુ તાપમાનમાં ઘટાડો થતા જનતા રાહતનો અનુભવ કરી રહી છે. નગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૬ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી જ્યારે છેલ્લા બે દિવસમાં ૪.પ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ સમગ્ર વિશ્વ અને ભારત હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ યુદ્ધમાં સરકારને સમાજ પાસેથી આર્થિક સહાયની પણ આવશ્યક્તા છે. વિવિધ સામાજિક-સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની શક્તિ અનુસાર વિવિધ રાહત ફંડોમાં આર્થિક હાય અર્પણ કરી રહ્યા છે, ત્યારે જામનગરના ગાંધીનગરમાં આવેલ સ્મશાનની શ્રી મોક્ષ મંદિર સમિતિ દ્વારા પણ આ સંકટના સમયમાં સરકારને મદદરૃપ થાય તેવું પ્રેરક પગલું ભરવામાં આવ્યું છે. શ્રી મોક્ષ મંદિર સમિતિ દ્વારા સીએમ રીલીફ ફંડ તથા રેડક્રોસ સોસાયટી જામનગરને રૃપિયા પ૧-પ૧ હજારનું દાન આપવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ કનકસિંહ એમ. જાડેજા દ્વારા રૃપિયા પ૧-પ૧ હજારના ચેક સંબંધિત ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ કોરોના વાઈરસના સંક્રમણ નિયંત્રણ અન્વયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અંગે કારખાના-સંસ્થા બંધ રાખવાના સંજોગોમાં શ્રમયોગીઓ-કર્મચારીઓને પગાર ન મળવા, વિલંબથી મળવા, પગાર કપાત કરવા અંગેની ફરિયાદ બાબતે શ્રમ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર ૧પપ૩૭ર જાહેર કરવામાં આવ્યો છે. આથી જે શ્રમયોગીઓ-કર્મચારીઓને સંસ્થા-કારખાનાના માલિક દ્વારા પગાર ન મળવા, વિલંબથી મળવા, પગાર કપાત કરવા અંગેની ફરિયાદ હોય તો શ્રમ વિભાગના હેલ્પલાઈન નંબર ૧પપ૩૭ર ઉપર ફરિયાદ કરવાથી શ્રમ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા વિરૃદ્ધ ફરિયાદ મળશે તો નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરના કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજી, સામાજિક કાર્યકર રીઝવાનભાઈ જુણેજા દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ બોટલ લોહી એકત્ર થયું હતું. આ લોહીનો જથ્થો જી.જી. હોસ્પિટલમાં સુપ્રત કરાયો હતો. આ કામગીરીમાં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, સૈયદ જૈનુલ બાપુ, મકબુલ જુણેજા, મકસદ સોઢા, મોહસીન સોઢા, વેદપ્રકાશ ભટ્ટ, બિલાલ ચાકી, રફિક સમા, આરિફ જુણેજા વગેરે જોડાયા હતાં. વધુ વાંચો »

Apr 9, 2020
જામનગરઃ સોની જ્ઞાતિના શશીકાંત કાન્તિલાલ ચોકસી (ઉ.વ. ૭પ), તે સંદીપભાઈના પિતા તથા ઈશ્વરલાલ કે. ચોકસી, કિરીટભાઈ કે. ચોકસીના મોટાભાઈનું તા. ૯-૪-ર૦ર૦ ના અવસાન થયું છે. સદ્ગતના ટેલિફોનિક બેસણા માટે તા. ૧૦-૪-ર૦ર૦ ના સવારે ૧૦.૩૦ થી ૧૧ દરમિયાન કિરીટભાઈ (મો. ૮૩૪૭૭ ૩૮૦૯૮) અથવા સંદીપભાઈ (મો. ૯૯૦૪૦ ૭૮૭૮૬) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Apr 9, 2020
લોકડાઉનના ર૧ દિવસ ૧૪મી એપ્રિલે પૂરા થવાના છે, અને ૧પમી એપ્રિલથી લોકડાઉન લંબાવાની શક્યતાઓ વધી રહી છે, ત્યારે જો લોકડાઉન લંબાવાય તો તેનો પડકાર સરકાર અને તંત્રો માટે પડકારરૃપ બનવાના છે. આ કપરો નિર્ણય લીધા પછી ભારત જેવા દેશમાં તેની વ્યાપક અસરો થવાની ગણત્રીઓ પણ મંડાવા લાગી છે. ઉત્તરપ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક લોકડાઉનનો અમલ શરૃ કરાવ્યો છે અને હોટસ્પોટ નક્કી કરીને તેને સીલ કરી દીધા છે. એ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ... વધુ વાંચો »

Apr 9, 2020
સામાન્ય રીતે ચોવીસે ય કલાક ધમધમતા જામનગર શહેરમાં અત્યારે સન્નાટો છે. લોકડાઉનના કારણે સડકો સુમસામ છે. વિવિધ પ્રકારના ધ્વનિ બંધ થઈ ગયા છે અને જનજીવન જાણે થંભી ગયું છે. આમ છતાં કોરોનાને હરાવવા માટે નગરજનો ઘરમાં રહીને સરકારને સહયોગ આપી રહ્યા છે. વ્યોમમાંથી લોકડાઉનના ૧૬ મા દિવસે  લેવાયેલી આ તસ્વીરમાં તળાવની પાળ, પંચેશ્વર ટાવરને જોડતો માર્ગ અને અન્ય સુમસામ વિસ્તારો દેખાય છે. આ તસ્વીરમાં છતો પર પણ કોઈ દેખાતું નથી તે જામનગર વાસીઓની જાગૃતિ દર્શાવે છે. ... વધુ વાંચો »

Apr 9, 2020
જામનગર તા. ૯ઃ જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે ગઈકાલે પણ જાહેરનામાનો ભંગ કરી રાબેતા મુજબ રખડપટ્ટી કરતા ૨૮૦ શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. ચારથી વધુ વ્યક્તિઓને એકઠા કરતા શાકભાજીની રેંકડીવાળા નવ સામે પણ કાયદાનો ડંડો ઉગામવામાં આવ્યો હતો. રોજેરોજ અઢીસોથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવતા હોવા છતાં લોકો જાહેરમાં નીકળતા રહેતા હોય પોલીસે હવે આવા વાહનો ક્યાં રાખવા તેવો પ્રશ્ન પોલીસ માટે ઉઠવા પામ્યો છે. જામનગર સહિત દેશભરમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા ... વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

Apr 9, 2020
ગુજરાતના વડોદરામાં વધુ ૧૭ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૩ કેસ, કુલ કોરોનાના ૨૭૯ દર્દી વધુ વાંચો »

અર્ક

  • જીભને હાડકું નથી હોતું પણ તેના ફફડાટને બંધ રાખવા હોંઠ મળ્યા છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

યાત્રા-પ્રવાસમાં અડચણ આવે. ભાઈ-ભાંડું સાથે સુમેળભર્યા સંબંધો બને. આરોગ્ય સુખાકારી સારી રહે. શુભ રંગઃ નારંગી - ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

પારિવારિક બાબતોમાં વિશેષ ધ્યાન દેવું પડે. પડતર પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. વડીલવર્ગથી લાભ થવા પામે. શુભ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

પરિસ્થિતિ વણસતી જણાય. સામા પવને ચાલતા હોત એવો અનુભવ થાય. ધૈર્યથી કાર્ય કરવાથી સરળતા રહે. શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

ખર્ચ-ખરીદીના પ્રસંગ બને. આવકની સામે જાવકનું પ્રમાણ વધતા મહ્દઅંશે નાણાભીડનો અનુભવ થાય. શુભ રંગઃ મરૃન - ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

ભાગ્યનો સાથ મળે. આકાશી સહાય મેળવતા હોય એવો અનુભવ થાય. આરોગ્ય નરમ-ગરમ રહે. શુભ રંગઃ સફેદ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

મહત્ત્વના કાર્યોમાં સરળતા - સફળતા મળે. આરોગ્ય નબળુ હશે તો સુધરતું જણાય. વ્યવસાય બાબતે આર્થિક ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આકસ્મિક લાભ થતાં નાણાભીડ હળવી બને. વાણી-વર્તનમાં મીઠાશ રાખવાથી ઘણા કાર્યો સુધરી શકે. શુભ રંગઃ મોરપીંછ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

સમય સ્વમૂલ્યાંકન કરાવનારો બને. કાર્ય પ્રણાલીમાં સુખદ બદલાવ લાવી શકશો. પરિવર્તન સભર દિવસ રહે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આનંદમય સમય પસાર કરી શકશો. ચિંતા-પરેશાની હળવા થતા રાહતનો અનુભવ થાય. મિત્રવર્ગથી લાભ થાય. શુભ રંગઃ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

અકારણ વિવાદમાં સપડાવ નહિં તે જોજો, ગુસ્સા-આવેશને હાવી ન થવા દેવું. સંયમથી કાર્ય કરવું સલાહભર્યુ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

વ્યવસાય ક્ષેત્રે સુખદ બદલાવ જોવા મળે. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતાં આર્થિક સંકડામણ હળવી બને. શુભ ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

જમીન-મકાન-વાહન અંગે સાનુકૂળતા રહે. ધાર્યા કામમાં માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાય. શુભ રંગઃ સફેદ - ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે આરોગ્યની કાળજી માંગી લેતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નવી કાર્યરચના કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે કાર્યબોજ વધારતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સુખ-દુઃખ લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન થોડી હાનિકારક ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે અધુરા કાર્યો પૂર્ણ કરવાની જવાબદારી સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શુભ ફળ-શુભ સંકેત આપતું સપ્તાહ શરૃ થઈ રહ્યું છે. આ દિવસોમાં ગ્રહ-ગોચર જોતા ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૃ થાય છે. આ સમય દરમિયાન નાણાકીય સ્થિતિને સંભાળતાં-સંભાળતા નાકે ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ વિસોમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના માટે પરિશ્રમદાયક સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન પરિસ્થિતિ વિકટ બની ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે સુખમય સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત

close
Nobat Subscription