તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૭
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામનો ઉકેલ આવતો હોવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. વાણીની મીઠાશથી સરળતા રહે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ રહે. આપના કામાં અન્યનો સાથ મળી રહે. મુલાકાત થાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૭
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય રોકાણના કામ થાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૪
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કામમાં ઉપરી-સહકાર્યકરવર્ગ, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. અગત્યની મુલાકાતમાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૯
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપ હરો-ફરો કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં પ્રતિકૂળતા જણાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૮
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી રહે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૧
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભાર-દોડધામ રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામમાં વ્યસ્ત રહેવું પડે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-૧૪ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
તા. ૧૧ - ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય બાબતે સાવધાની રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારના કામમાં ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધાકીય દૃષ્ટિએ કામમાં કોઈને કોઈ રૂકાવટ જણાય. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થાય તેમ આપને રાહત-શાંતિ થતા જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. નાણાકીય સ્થિતિ સરભર રહે.
બાળકની રાશિઃ કર્ક
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર અને મહા સુદ-ચૌદસનું પંચાંગ :
સુર્યોદય : ૭-૨૧ - સુર્યાસ્ત : ૬-૪૧
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, મહા સુદ-૧૪ :
તા. ૧૧-૦૨-ર૦૨૫, મંગળવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૬,
યુગાબ્ધ : ૫૧૨૬, પારસી રોજ : ૧,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ આયુષ્ય, કરણઃ વિષ્ટિ
આ૫ના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓ હાવિ થતા આપને નુક્સાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. તા. ૧૦ થી ૧૩ નબળી. તા. ૧૪ થી ૧૬ સફળતાદાયી.
તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ગ્રહો આપના પક્ષમાં આવતા આ સપ્તાહના દિવસોમાં પુરુષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મળતું જણાય. ભાગ્યદેવી રીઝતા જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધે. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ સુખદ આવે. જીવન સાથી સાથે અણબનાવ થઈ શકે. તા. ૧૦ થી ૧૩ શુભ. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની આર્થિક સ્થિતિ કથળતી જણાય. આકસ્મિક ખર્ચાને કારણે મહિનાનું બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરૂરી ખર્ચાઓને ટાળવા. આરોગ્ય સુધરતું જણાય. રોગ-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહતનો થાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૪થી ૧૬ નાણાભીડ.
તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાની-મોટી યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાવસાયિક કાર્યો પાર પડતા જણાય. વેપાર-ધંધામાં વિકાસ સાધવામાં સફળતા મળે. નાણાકીય બાબતે સમય બળવાન જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય, જો કે ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને. સામાજિક ક્ષેત્રે નવી મુલાકાત આવનારા સમયમાં ફળદાયી સાબિત થાય. તા. ક્ષ૦ થી ૧૩ પ્રવાસ. તા. ૧૪ થી ૧૬ વિવાદ ટાળવા.
આપના માટે વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે વાણી-વર્તન-વિચાર ઉપર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની-નામી વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જો જો. સામાજિક ક્ષેત્રે વરિષ્ટ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક તેજીનો નોંધપાત્ર લાભ મળે. નવી ધંધાકીય ખરીદી માટે સમય શુભ રહે. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ વાદ-વિવાદ.
તમારા માટે નફા-નુક્સાન જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક તથા જાહેરજીવન સાથે સકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મળતી જણાય. આવકના નવા સ્ત્રોતો ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ જણાય. તા. ક્ષ૦ થી ૧૩ ખર્ચ થાય. તા. ૧૪ થી ૧૬ લાભદાયી.
આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે વધારાની જવાબદારીઓના કારણે વ્યસ્ત બનતા જણાવ. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. મહેનતના મીઠા ફળ સમજવા. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત ફળદાયી થઈ શકે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૦ થી ૧૩ મિલન-મુલાકાત. તા. ક્ષ૪ થી ૧૬ કાર્યબોજ વધે.
તમારા માટે યશ-કીર્તિ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના માન-સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળે. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય. તા. ૧૦ થી ૧૩ યાત્રા-પ્રવાસ. તા. ૧૪ થી ૧૬ માન-સન્માન.
આપના માટે સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આરોગ્ય આપનું સાથ છોડતું જણાય. આહાર-વિહાર, ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી જણાય છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મળી શકશે. ભાઈ-બાંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ લાવી શકશો. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. યાત્રા-પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ માન-સન્માન.
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવીન વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ-કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દીમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય લથડતું જણાય. તા. ૧૦ થી ૧૩ સારી. તા. ૧૪ થી ૧૬ મિલન-મુલાકાત.
આપના માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર, મતભેદ થઈ શકે છે. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. તા. ૧૦ થી ૧૩ નવીન કાર્ય થાય. તા. ૧૪ થી ૧૬ સફળતા મળે.
તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુઓની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ ન વધી જાય તે જો જો, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહે, જેના કારણે નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો, માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૧૦ થી ૧૩ ખર્ચ-વ્યય. ૧૪ થી ૧૬ સાનુકૂળતા રહે.