ફ્લેશબેક ર૦ર૦

જાન્યુઆરી-ર૦ર૦

જામનગરના ઈન્દિરા માર્ગ પર આવેલ ભંગારના વાડામાં મોડી રાત્રે ભભૂકી આગઃ ૧૦ લાખનું નુક્સાનઃ ૬૦ સફેદ કબૂતર ભૂંજાયા

લાંચના ગુન્હામાં સંડોવાયેલા જમાદાર ચંદ્રવિજયસિંહ ઝાલા સામે અપ્રમાણસર મિલકતનો ગુન્હો.

નગરસેવિકા મેઘનાબેન ઠુમ્મરના ઘરમાંથી અડધા લાખની રોકડ રકમ ઉપાડનાર કામવાળા બહેનની ધરપકડ.

જામનગરમાં ચાર દિવસીય વિશાળ ઔદ્યોગિક મેળો 'ટેકફેસ્ટ-ર૦ર૦'.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખંભાળિયામાં મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ર૦ ક્રમના જમ્પ સાથે જામનગરે દેશમાં ૬૦ મો ક્રમ મેળવ્યો.

નગરની ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં રાજ્ય મંત્રીના હસ્તે ફીટનેસ ઝોનનું લોકાર્પણ.

ખીજડિયા બાયપાસ પાસે સલ્ફર ભરેલા ટેન્કર પલટી જતા સર્જાઈ અફરાતફરી.

ખંભાળિયાઃ રામનગરમાં ૧.૪ર કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના અંતે મંજુર.

જામનગરમાં વીજ ચેકીંગની કામગીરીમાં ૧૬ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ.

લાલપુર બાયપાસ પાસે મોટરમાંથી શરાબની ૧૪૪ બોટલ ઝબ્બે.

સત્યમ્ કોલોની અન્ડર બ્રીજ પાસે ભરબપોરે રૃપિયા ૧૧ લાખ.

જામનગરમાં સીએએ-એનઆરસી કાયદાના વિરોધમાં વિશાળ રેલી.

જામનગરમાં ઠંડીમાં ઠૂંઠવાતા ઘરવિહોણા લોકોને રેઈન બસેરામાં મોકલાયા.

જામનગરઃ ચડત ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા પતિને અદાલતે ફટકારી ૩ર૦ દિવસની કેદ.

'સ્વ. હેમતભાઈ રામભાઈ મેમોરિયલ ટ્રોફી' ઓપન ગુજરાત ટેનિસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

મોદી સરકારની નીતિ-રીતિ સામે જામનગર સહિત દેશભરમાં કામદારો-કર્મચારીઓની સજ્જડ હડતાલ.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો.

નાગરિક્તા સુધારા કાનૂનના સમર્થનમાં ફેક્ટરી ઓનર્સ એસો. દ્વારા વિશાળ બાઈક રેલી.

સગીરા પર દુષ્કર્મના ગુન્હામાં રૃપેણના આરોપીને ૧૦ વર્ષની કેદની સજા.

જામનગરના એમ.પી. શાહ મ્યુ. વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનનું લોકાર્પણ.

જામનગરના ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં આંતર શાળા બાળ રમતોત્સવ યોજાયો.

એમ.પી. શાહ મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના મહાસંમેલન 'મેગા-રિયુનિયન' યોજાયુંઃ પ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે લોકોને ડોલાવ્યા.

નગરના મુખ્ય માર્ગો પર ૩રપ જેટલા સીસી ટીવી કેમેરા કાર્યરત કરાયા.

ચાંદીબજારમાં આવેલી રિફાઈનરીમાંથી ૧પ લાખની ચાંદીની પાટો ચોરાઈ.

મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત નાટ્ય સ્પર્ધામાં થિયેટર પીપલનું નાટક 'ચંદાનું વેકેશન'એ દ્વિતી સ્થાન મેળવ્યું.

ખંભાળિયામાં ૪૦ કરોડના ખર્ચે નિર્મિત ભૂગર્ભ ગટર યોજના તદ્ન અધુરી.

પતંગની દોરીથી ૪૧ પક્ષીઓ ઘાયલ થયા.

નગરમાં વનવિભાગ અને લાખોટા નેચર ક્લબ દ્વારા ર૦૦ માછલીને બચાવાઈ.

ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ.

જામનગરમાં ર૦૦ સ્થળે જલારામ મંદિર-હાપા દ્વારા પ્રસાદીરૃપી ખીચડીનું વિતરણ.

ઢીંચડાની કરોડો રૃપિયાની જમીન અંગે સર્વોચ્ચ અદાલતે કેસને રિમાન્ડ કરવાનો આદેશ કર્યોઃ હાઈકોર્ટનો ચૂકાદો રદ્.

જામ્યુકોના ટ્રોમેલ પ્લાન્ટનું મેયરના હસ્તે ઉદ્ઘાટનઃ રોજ ૩૦૦ ટન કચરાનું થશે પ્રોસેસીંગ

લઘુત્તમ તાપમાન ૭.પ ડીગ્રી થઈ જતા જામનગર બન્યું 'શિતનગર'.

જામ્યુકોનું ર૦ર૦-ર૧ નું ૬૮૯ કરોડનું પૂરાંતલક્ષી બજેટ સ્ટે. કમિટીને સોંપાયું.

લાલપુરઃ ધરમપુર પાસે વરવાળાના ડેર પરિવારને નડ્યો અકસ્માતઃ બે વ્યક્તિના મૃત્યુઃ ૧પ ઘાયલ.

હાલારના અનેક વિસ્તારોમાં સીએએ-એનઆરસીના વિરોધમાં સજ્જડ બંધ.

નગરના કવિ ડો. મનોજ જોષી 'મન'ને પૂ. મોરારીબાપુના હસ્તે 'નાનાભાઈ જબલિયા પુરસકાર' અર્પણ.

મોટી ખાવડી પાસે શરાબની ડિલિવરી આપવા આવેલો મીની ટ્રક ઝડપાયોઃ પોણાછ લાખનો મુદ્દામાલ કબજે.

જામનગર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ અલિયાબાડામાં ઉજવાયોઃ પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહના હસ્તે ધ્વજવંદન.

ભાણવડમાં દ્વારકા જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉમંગભે ઉજવાયું.

જામનગરના કલેક્ટર-ડે. ડીડીઓનું ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યપાલે કર્યું સન્માન.

'સ્વચ્છ ભારત મિશન' હેઠળ ગુજરાતમાં વર્ષ ર૦ર૦ માં જામનગર જાહેરમાં શૌચક્રિયાથી મુક્ત છઠ્ઠું શહેર જાહેર.

કાલાવડમાં ૧૧૧ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાઈ વિશાળ તિરંગા યાત્રા.

નકલી અકસ્માત સર્જી વાહનચાલકોને લૂંટી લેતી ત્રિપૂટી એલસીબીના સકંજામાંઃ ૩૦ લૂંટનો ખુલ્યો ભેદ.

નગરના બે તબીબ સામે અપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધાયો.

'નોબત' દ્વારા આયોજીત 'કુપન ચોંટાડો, ઈનામો જીતો' યોજનાનો ડ્રો સંપન્ન.

કાલાવડમાં ૧.૩ ની તીવ્રતાનો ભૂકંપ.

નગરમાં સીએએના સમર્થનમાં નીકળી વિશાળ રેલીઃ હજારો લોકો જોડાયા.

ફેબ્રુઆરી-૨૦૨૦

આરંભડાના બંધ રહેણાક મકાનમાં ત્રીજી વખત ચોરીઃ દોઢ લાખના દાગીના ગયા.

મોરકંડાના શખ્સને સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ૧૦ વર્ષની કેદ.

ફલ્લા-રામપર પાસે ખેતરમાં થાંભલામાં બાણુગારના યુવાનનો મૃતદેહ મળ્યો.

જામનગરના વાલસુરા નેવી મથકમાં કમાન્ડ અધિકારી તરીકે અજય પટનીએ ચાર્જ સંભાળ્યો.

જામનગરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનો 'ડોગ શો' યોજાયો.

જામ્યુકોમાં ૧૮૦ રોજમદાર સફાઈ કામદાર સેટઅપ મામલે હોબાળો મચાવ્યો.

જામનગરના ગોપાલક-માલધારી સમાજના ૧૨મા સમૂહ લગ્નોત્સવામાં ૧૧૩ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાયા.

વર્લ્ડ બેંકની ટીમે જામનગરના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ.

જામનગરમાં પુત્રી પર પિતાએ દુષ્કર્મ ગુજારી બનાવી ગર્ભવતી

મોટી ખાવડીના બ્રેઈન ડેડ યુવાનના અંગદાન માટે તબીબી પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન.

નગરમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ક્ષતિઓના કારણે કર દાતાઓએ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી.

સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિશાળ જળયાત્રા નીકળી.

જોડીયામાં ૮૦૦ કરોડનો ડીસેલીનેશન પ્લાન્ટનો પ્રોજેક્ટ રદ.

ચોટીલા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ખંભાળીયા સ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિક કલેક્ટર સહિત ત્રણનો ભોગ લેવાયો.

જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રનો ૫૧મો વાર્ષિકોત્સવ યોજાયોઃ મળ્યું ૧૦ લાખનું દાન.

સ્ટેન્ડિંગ કમિટીમાં નગરની સુવિધાઓ-વિકાસ કામો માટે રૃા. ૪૨ કરોડના ખર્ચને મંજુરી.

ન.પ્રા.શિ. સમિતિના ચેરમેનને માર મારતા ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ.

લીમડાલેનમાં ગેસની લાઈન-કેબલ માટે અણઘડ ખોદકામથી વાહનચાલકો અને રાહદારીઓ થયા હેરાન.

જામનગરમાં ચાર કિલોમીટર લાંબો અને ૧૮ મીટર પહોળો ફ્લાય ઓવર બ્રીજ માટે રૃા. ૧૫૫ કરોડ ફાળવાયા.

જામનગરમાં યોજાઈ સુપર જોડી દોડઃ ૮૫૦ દોડવીરોએ લીધો ભાગ.

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં જામનગરના જાણીતા રંગકર્મી વિરલ રાચ્છે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કર્યું.

જામનગરમાં પંજાબથી ઘુસાડાતો શરાબ ઝડપાયોઃ રૃા. ૨૬ લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ.

ગુન્હાની એફઆઈઆર ન નોધવા સબબ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ત્રણ સામે રેન્જ આઈજીને પાઠવાઈ અરજી.

જામનગરમાં રૃા.૨૪ કરોડની વધુના ખર્ચે ભૂજિયા કોઠાના નવીનીકરણનો પ્રારંભ.

નોકરીની ભરતીમાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે જામનગર જિલ્લા પંચાયત કચેરી પાસે બે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસઃ પોલીસે કરી અટકાયત.

જામ્યુકો ડી.પી.કપાતના અસરગ્રસ્તોની સુનાવણી દરમિયાન ભારે હોબાળોઃ પત્રકારોને પ્રવેશ ન અપાતા ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સિક્યુરીટી અધિકારીનો કાંઠલો પકડ્યો.

જામનગરી શ્રીમદન મોહનલાલ હવેલીમાં હોરી ધમાલ રસીયાનો કાર્યક્રમ યોજાયો.

નાઘેડી પાસે રૃા. ૮૦ લાખના અંગ્રેજી શરાબના જથ્થાનો કરાયો નાશ.

માર્ચ-૨૦૨૦

શહેરની રાધે ક્રિષ્ના એવન્યુ નામની ઈમારતમાં શોર્ટ સર્કીટથી આગ ભભૂકીઃ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને બચાવાયા.

જી.જી. હોસ્પિટલમાં કોરોના માટે આઈસોલેશન વોર્ડ તથા સેમ્પલ ચેકીંગ માટે લેબ તૈયાર કરાઈ.

ધ્રોળમાં ત્રિકોણબાગ પાસે યુવાન પર સરાજાહેર ફાયરીંગ કરી હત્યા કરાવાઈ.

બેટ-દ્વારકા ખારા-મીઠા ચૂસણા ટાપુની દરગાહમાં ગેરકાયદે બાંધકામથી ખળભળાટ.

મુંબઈના પૃથ્વી થિયેટરમાં જામનગરની યુવા અભિનેત્રી રીયા રાચ્છે કર્યું પરફોર્મન્સ.

સાની ડેમનું નવનિર્માણનું કામ ગોકળગાયની ગતિથી થતું હોવાથી ખેડૂતોએ વિરોધમાં હોળી પ્રગટાવી.

પ, નવતનપુરી ધામ આયોજીત 'નવતન પુરસ્કાર'માં વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા.

જામનગર જિલ્લા આયોજીત મંડળની બેઠકમાં રૃપિયા ૮૧૪.રપ લાખના ૩૪૭ કામો સર્વાનુમત્તે મંજુર.

ઈન્દિરા માર્ગ પર ફાયરીંગની અફવાથી અફડાતફડી.

જામનગરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે લટકાવાયેલા જાહેરાતના પાટિયા ઉતરાવાયા.

જામનગર જિલ્લા પંચાયતનું ૬.ર૦ કરોડ રૃપિયાની પુરાંત દર્શાવતું અંદાજપત્ર મંજુર.

ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં જામનગરની બે બાળકીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યો.

ખંભાળિયા નગરપાલિકાનું બે કરોડની પુરાંત સાથે ૬૯ કરોડ રૃપિયાનું વિકાસલક્ષી બજેટ રજૂ.

કોરોના વાઈરસના પગલે અને સરકારના આદેશથી જામનગર સહિત સમગ્ર હાલારમાં શાળા-કોલેજ-સિનેમાગૃહો બંધ કરાયા.

નયારા એનર્જીની મદદથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભૂગર્ભ જળસંગ્રહ માટે ર૩૦ બોરવેલની સંરચના.

સલાયાથી પરોડિયા વચ્ચેના એસ્સાર કંપનીના કન્વેયર બેલ્ટને સળગાવાયોઃ રૃપિયા અઢી કરોડનું નુક્સાન.

જામનગરમાંથી ધો. ૧૦ અને ૧ર, કોલેજની બોગસ રીસીપ્ટ બનાવતા ટ્યુશન ક્લાસના સંચાલકની અટકાયત.

કોરોનાના પગલે જામનગરના એરપોર્ટમાં મુસાફરોનું સ્ક્રિનિંગ શરૃ

જામનગરમાંથી ઝડપાઈ ૩૮ લાખની વીજચોરી.

ખંભાળિયાઃ વતનમાં બદલી મેળવવા શિક્ષક દંપતીએ રજૂ કર્યું બોગસ પ્રમાણપત્ર.

ઓખાની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં નરાધમને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સભળાવાઈ.

કોરોના વાઈરસના પગલે નગરના ન્યાયાલયને કરાઈ અંશતઃ તાળાબંધી.

ઓખા ન.પા.ના તત્કાલિન મહિલા પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી.

કિસાનચોકમાં યુવાનની સરાજાહેર હત્યાથી લોકોમાં ભય ફેલાયો.

હાલારમાં જનતા કર્ફયુને મળ્યો જબ્બર પ્રતિસાદ.

જામનગરમાં લોકડાઉન માટે સઘન પોલીસ બંદોબસ્તઃ શાકભાજી-કરિયાણુ લેવા ધસારો.

જોડિયા ભૂંગામાં ૧૩૭ ગરીબ અગરિયા પરિવારોને કલેક્ટરના હસ્તે અપાઈ અનાજ કીટ.

શહેરમાં એસ.ટી. બસ દ્વારા પ૦૦થી વધુ આદિવાસીઓને વતન રવાના કરાયા.

જામનગરઃ રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના પ્રતિકારાત્મક વ્યવસ્થાઓ માટે ફાળવ્યું રૃપિયા દોઢ કરોડનું ફંડ.

જામનગરની જિલ્લા જેલમાંથી કોરોનાના ભયને કારણે પ૩ કેદીઓને જામીન મુક્ત કરાયા.

ભાગ-૨

એપ્રિલ-૨૦૨૦

લોકડાઉનના સમયમાં નગરમાં સસ્તા અનાજની દુકાને રાશન વિતરણનો પ્રારંભ થતા લોકો ઉમટી પડયાં

કોરોના સામેના જંગમાં જરૃરી સાધનસામગ્રી માટે સાંસદ પૂનમબેન માડમે તેની ગ્રાન્ટમાંથી રૃા.૧.૧૦ કરોડની રકમ ફાળવી.

નગરમાં રાશન વિતરણના પ્રારંભે જ મચી અફડાતફડીઃ ગોકુલનગરમાં શ્રમિકો ટોળા સ્વરૃપે બહાર આવી ગયાં.

દ્વારકાધીશ મંદિર તરફથી કોરોનાને લઈને સીએમ ફંડમાં ૫૧ લાખનું દાન.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૫ બેડ તથા ૧૦ વેન્ટિલેટર સાથેની સુવિધાઓ ધરાવતો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો.

કોરોના કાળમાં દ્વારકા જિલ્લામાં કરાયેલા મફત અનાજ વિતરણમાં લોકોની ભીડ.

બાલા હનુમાન મંદિરમાં સંકીર્તન મંદિરમાં રામનવમી પર્વની ભક્તિભાવથી ઉજવણી.

ધરારનગરમાંથી ત્રણ મહિનાનું ભ્રુણ મળ્યું.

નિકાહ કરી લેવા માટે દબાણ કરતા મુસ્લિમ શખ્સના ત્રાસથી કંટાળી યુવતીની આત્મહત્યા.

ખંભાળિયાઃ કોરોનાકાળમાં એક્તા યુવક મંડળે જરૃરિયાતમંદો માટે ૮૦૦૦ કીટનું વિતરણ કર્યું.

લોકડાઉનમાં આવશ્યક માલ-સામાન માટે છૂટ મળતા જામનગરની ગ્રેઈન માર્કેટમાં ખાદ્યચીજો ભરીને આવી પહોંચી સંખ્યાબંધ ટ્રકો

જામનગર વેપારી મહામંડળે જરૃરિયાતમંદોના લાભાર્થે ૫૦૦૦ રાશન કીટ તંત્રને સુપ્રત કરી.

કલ્યાણપુરઃ રાણમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકે ટોકન વિતરણ ન કરતા નોંધાયો ગુન્હો

'જનધન યોજના' હેઠળ નાણા જમા થતા પોસ્ટ ઓફિસ અને બેન્કોમાં લોકોનો ભારે ધશારો થયો.

અમદાવાદ ધોરીમાર્ગ પર થયેલા ગોઝારા અકસ્માતમાં ખંભાળિયાના ૩ સહિત ૫ લોકોના મૃત્યુ થયા.

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા ગરીબોને ૮૦૦૦ અનાજ કિટ અપાઈ.

વડાપ્રધાન મોદીના આહવાનને હાલારમાં મળ્યો જોરદાર પ્રતિસાદઃ ઘરે ઘરે દિવડા પ્રગટાવાયા.

દરેડમાંથી ૧૪ માસનું બાળક કોરોના પોઝિટિવ મળતા તંત્રમાં દોડધામ મચી. તબીબી ટુકડી તપાસ કરવા પહોંચી, સમગ્ર વિસ્તાર કરાયો કોરન્ટીન,સેનેટાઈઝની કામગીરી હાથ ધરાઈ.

જામનગરમાં ૭૦૦ બેડની સરકારી હોસ્પિટલ તૈયાર કરાઈ.

જામનગર શહેરમાં જાહેરનામાનો ભંગ કરતા ૨૪૧ ઝડપાયા.

દરેડ ગામના ૧૪ માસના કોરોનાગ્રસ્ત બાળકનું ઘનિષ્ઠ સારવાર પછી થયું મોત.

જામનગરમાં લોકડાઉનની અમલવારી માટે કડક બનતું તંત્રઃસેંકડો વાહન કબ્જે કર્યા.

મુખ્યમંત્રી રાહત ફંડમાં જામનગર કબીર આશ્રમે રૃા. ૧,૧૧,૧૧૧ નું દાન કર્યું.

કોરોનાના પગલે જી.જી. હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવી.

જામનગર જિલ્લા પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ ઘેરબેઠા પહોંચાડવા 'જનસારથી' એપનું લોન્ચીંગ કર્યું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૬૩૬ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઘરબેઠા શિક્ષણનો આરંભ

અન્ન વિતરણના પ્રથમ દિવસે જ ૬૦૦ નગરજનોએ પોતાનો જથ્થો જતો કર્યો.

નયારા એનર્જી દ્વારા દ્વારકા જિલ્લામાં ૧૨,૦૦૦ ફૂડ કીટનું વિતરણ.

સલાયા પંથકમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ૮૦૦ કીટનું વિતરણ.

જામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા ૧૧૨ સામે થઈ કાર્યવાહી.

કોરોના સામેના જંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલારને ૧.૬ કરોડની સહાય કરી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૫ હજાર વિદ્યાર્થીઓને રૃા.૭૬ લાખની વધુ રકમના કુકિંગ ચાર્જની ચૂકવણી.

જામનગરમાં માસ્ક નહીં પહેરનારા ૬૬ વ્યક્તિ દંડાયાં.

નગરના એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦૦ વ્યક્તિઓને ભોજન પહોંચાડવાની સેવા કરાઈ.

લોકડાઉનમાં દુકાન ચાલુ રાખનાર વાણંદ સહિત ડેરી સંચાલકો પકડાયાં.

મણિપુરઃકોરોના મહામારીમાં ટાટા કેમિકલ્સ દ્વારા વિવિધ સેવાકાર્યો કરાયા, સીએમ રાહત ફંડમાં ૫૦ લાખનું દાન કર્યું.

લોકડાઉનમાં શરતી છૂટછાટ મળતા જામનગર જિલ્લામાં જનજીવન ધબક્યું.

દ્વારકા જિલ્લાના હેડક્વાર્ટર છોડી વતનમાં ગયેલા ૭૫ શિક્ષકો આવ્યા પરત.

પીપરટોડા પાસે ટ્રક-બાઈકની ટક્કરમાં કાકા-ભત્રીજાના મૃત્યુ.

જામનગરના શ્રમિક પરિવારની ૧૦ વર્ષની બાળકીએ પી.એમ.ફંડમાં આપ્યા પચ્ચીસ રૃપિયા આપ્યા.

જામનગર વેપારી મહામંડળ-સુમેર કલબ દ્વારા દાતાઓના સહયોગથી ૭૦૦૦થી પણ વધુ રાશન કીટનું વિતરણ.

જી.જી. હોસ્પિટલના ડો. મૌલિક શાહ અને તબીબોની ટીમે તૈયાર કરી પીપીઈ કીટ 'કવચ'.

ખંભાળિયાઃ મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી અખાદ્ય મીઠાઈનો નાશ.

એસ્સાર ફાઉન્ડેશન દ્વારા નગરની જી.જી.હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ માટે ૧૦૦૦ પીપીઈ કીટનું વિતરણ.

શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા ૫૦ જરૃરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ.

જામનગરના શિવમ્ બ્રાસ તથા જ્યોતિ સીએનસી-રાજકોટના સહકારથી નગરની સ્પેશિયલ કોવિડ-૧૯ હોસ્પિટલને ૨૦ વેન્ટિલેટરની ભેટ મળી.

જામનગરના અગ્રણી સમાજસેવી વસતાભાઈ કેશવાલા દ્વારા લોકડાઉનમાં ગરીબોને ૧૦૮ લાખ રૃપિયાના ઘઉંનું વિતરણ કરાયું.

જામનગરમાં મીઠાઈ-ફરસાણની દુકાનોની ચકાસણીઃ ૨૨૫ કિલો સામગ્રીનો નાશ.

ખંભાળિયામાં પોલીસે કાયદા પાલનમાં અતિરેક કરતા અનાજ કરિયાણાના વેપારીએ કરી હડતાળ.

ધ્રોલના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પુત્રીએ કરી આત્મહત્યા.

મે-૨૦૨૦

મુંબઈથી જામનગર આવેલા બેને કોરોના પોઝિટિવઃ તંત્રમાં દોડધામ

વાલસુરા નેવી મથકમાં ઈલેક્ટ્રીક સ્પેશ્યલાઈઝેશન કોર્ષનો સમાપન સમારંભ યોજાયો.

દ્વારકા જિલ્લામાં રૃપિયા ૨.૭૦ કરોડનો ૩૨૦૦૦ ટન ખનીજ ખાનગી જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું.

જામનગરથી ૧૪૪૬ શ્રમિકોને લઈને સ્પે. ટ્રેન હાવરા જવા રવાના

હાપા માર્કેટીંગ યાર્ડ થયું ધમધમતુંઃ પહેલા દિવસે ૬૫૦ ખેડૂતોએ હરાજીમાં લીધો ભાગ.

લોકડાઉન થતાં બે મહિનાથી રાવલમાં ફસાયેલા ૧૦ પ્રવાસીઓની વતન વાપસી.

જામનગરથી બે સ્પે. ટ્રેન દ્વારા બિહાર અને ઝારખંડના ૩૨૦૦થી વધુ શ્રમિકો રવાના.

જામ્યુકો દ્વારા એડવાન્સ ટેક્સની રિબેટ યોજનાનો પ્રારંભ.

જામનગરની એસ્ટેટ શાખા દ્વારા શોપિંગ કોમ્પલેક્ષની દુકાનોમાં ઓડ-ઈવન પદ્ધતિનો અમલ કરાવાયો.

જામનગર અને દ્વારકા જિલ્લામાં એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરાયોઃ કોરોનાને કારણે સેવા બંધ કરાઈ હતી.

પાન-મસાલાની દુકાનોમાં વ્યસનની વસ્તુ મેળવવા લાંબી કતારો.

નગરમાં તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ.

જામનગરમાં લોકડાઉન-૪ ની છુટછાટના આરંભે જ ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા.

જામનગર જિલ્લામાં સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ ૪૩૨ લાખના ૧૬૪ કામો હાથ ધરાયા.

જામનગર કલેકટરે લાલપુર-જામજોધપુરમાં તાલુકા મથકે યોજી કોરોના અંગે સમીક્ષા બેઠક.

જામનગરમાં એન.સી.સી. કોરોના વોરિયર્સનું સન્માન.

જામનગરમાં સમરસ હોસ્ટેલ પરિસરને સેનેટાઈઝેશન કરાયું.

જામનગરના કોઈ તબીબોને હવે અમદાવાદ ફરજ પર ન બોલાવવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો.

જામનગરથી ૪૪,૦૦૦ થી વધુ શ્રમિકોની વતન વાપસી કરવામાં આવીઃ કલેકટર

જામનગરથી યુપીના શાહજહાંપુર માટે ૧૨૦૦ શ્રમિકો સાથે સ્પે.ટ્રેન થઈ રવાના.

જામનગરની આર્થિક ધોરી નસ સમી ગ્રેઈન માર્કેટ બંધના આદેશથી સૂમસામ.

જામનગરમાં કોરોના સંક્રમણને રોકવા રાજયના મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક.

જામનગર વેપારી મહામંડળ તથા સુમેર કલબ દ્વારા દાતાઓના સહયોગથી ૧૩૦૦૦ રાશન કીટનું વિતરણ.

જામનગરથી ફરજ પર અમદાવાદ ગયેલા ૨૪ માંથી ૪ તબીબો થયા કોરોના સંક્રમિત.

ડમ્પીંગ પોઈન્ટના ગેઈટના પ્રશ્ને ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આકરા પાણીએ કચરો ઉપાડતી ગાડીની ચાવીઓ લઈ લીધી.

મુખ્યમંત્રી રાહત નિધિ માટે રૃા.૬૩ લાખથી વધુ રાજયમંત્રી હકુભા જાડેજાને અર્પણ.

લોકડાઉન-૩ના પ્રારંભે જામનગરમાં કામ-ધંધા થયા શરૃઃ દુકાનો ખૂલતા લોકોને રાહત.

કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સલાયા સીલ કરાયું.

જામનગરથી ૩૮૫ ખાનગી બસો મારફત એમપીના શ્રમિકોને વતન પરત મોકલાયા.

જૂન - ર૦ર૦

જામનગર સહિત હાલાર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ કાલાવડમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ.

જામજોધપુરના સત્તાપર પાસે કોઝ-વે પરથી તણાયો પરિવારઃ ત્રણના મૃત્યુ.

કાલાવડ હોમગાર્ડઝ યુનિટ દ્વારા કોરોના રાહત માટે સીએમ ફંડમાં ૪૧,૬૬૬ અર્પણ.

ખંભાળિયા પાસેથી શરાબની પપર૦ બોટલ ઝડપાઈઃ ર૮ લાખના મુદ્દામાલ ઝબ્બે.

બેડેશ્વર ઓવરબ્રિજ મહારાણા પ્રતાપ અને સમર્પણ ઓવર બ્રીજનું થશે છત્રપતિ શિવાજી નામકરણ.

જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે લાખેણા લાખોટામાં નવા નીર.

ભાટિયાની સીમમાંથી ગેરકાયદે ખનન કરાયેલો ૩પ૪૬ મેટ્રીક ટન બોક્સાઈટનો જથ્થો ઝડપાયો.

ન્યુ સાધના કોલોનીમાં સરકારી આવાસોના માર્ગો જળબંબાકારઃ થોડા વરસાદમાં ભરાયા પાણી.

જી.જી. હોસ્પિટલ દ્વારા ૧૪૦૦ જેટલા દર્દીઓનું ટેલી મેડિસિન દ્વારા કાઉન્સેલીંગ.

જામનગરમાં સૂર્ય ગ્રહણનો અદ્ભુત નજારો.

જામનગર આર.ટી.ઓ. કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે થયું ઈ-લોકાર્પણ.

દ્વારકામાં કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસની ઘટના અંગે પગલાં લેવા રજૂઆત.

લદ્દાખ સરહદે સર્જાયેલા તણાવ પછી જામનગર વેપારી મહામંડળ દ્વારા ચાઈનીઝ બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો.

દ્વારકામાં મોરારીબાપુ પર પબુભા માણેકે કર્યો હુમલાનો પ્રયાસ.

જખૌ નજીકના લુના ટાપુ પરથી તટરક્ષક દળને મળી આવ્યો એક કિલો ચરસનો જથ્થો.

સુપ્રિમ કોર્ટની મંજુરી નહીં મળતા પબુભા માણેક રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શક્યા.

જામનગરમાં કોરોનાના કેસો વધતા ગાંધીનગરથી સી.પી.ઓ. દોડી આવ્યાઃ સમીક્ષા કરી.

લોકડાઉનમાં લાંબા સમયથી બંધ પડેલ બાલા હનુમાન મંદિરમાં લોકો માટે દર્શન શરૃ કરાયાઃ ભક્તો ભાવવિભોર.

ધો. ૧ર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં જામનગર જિલ્લાનું ૭૮.૩૩ ટકા અને દ્વારકા જિલ્લાનું ૭૭.૯ર ટકા પરિણામ આવ્યું.

ફલ્લામાં કોરોનાના કેસો આવતા બજારો બંધઃ આરોગ્ય ટીમો દોડી.

પટેલનગરમાં કેનાલનું પાણી રસ્તા પર આવતા લોકો થયા હેરાન.

લાલપુરના નાના ખડબાના કોઝ-વે પર વહેતા વરસાદી પાણીમાં મોટર તણાઈઃ એકનું મૃત્યુ.

જામનગર જિલ્લામાં મેલેરિયા નાબૂદી માસ જૂનમાં હાથ ધરાયું ઘનિષ્ઠ અભિયાન.

પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે ઝુંપડપટ્ટી હટાવાઈ.

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૃપિયા ૪૯.૪૬ કરોડના ખર્ચને બહાલી.

હાલાર પર હેત વર્ષાવતો મેઘોઃ એકથી ચાર ઈંચ વરસાદથી વાવણી.

મેઘરાજાએ મહેર કરતા હાલારમાં ચેકડેમ-નદીનાળા છલકાયા.

લાલબંગલા ઝોનલ કચેરી પાસે પાણી ભરાતા અરજદારોને મુશ્કેલી.

જામનગરમાં નિયમોના પાલન સાથે કોરોના કાળમાં શોપીંગ મોલ ખોલાયો.

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી માટે અડધા કરોડના આંધણ છતાં કચરાના ગંજ રહ્યા યથાવત્.

વાલસુરા નેવી મથકમાં 'વિશ્વ પર્યાવરણ દિન'ની ઉજવણી.

દ્વારકાની સામાજિક-ધાર્મિક સંસ્થા દ્વારા લોકડાઉનમાં શરૃ કરાયેલ ભોજન વિતરણના સેવાયજ્ઞનું સમાપન થયું.

સચાણામાં જમીનના પ્રશ્ને કૌટુંબિકો વચ્ચે સશસ્ત્ર મારામારીઃ ૧૦ થી વધુ થયા ઘાયલ.

દ્વારકાની ૯૦ વર્ષ જુની શાક માર્કેટનું હેરીટેજ મૂલ્યોની જાળવણી સાથે નવીનિકરણ કરાયું.

નગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજની સમગ્ર કારોબારી સમિતિ ઠરાવાઈ ગેરબંધારણીયઃ ચેરીટી કમિશનરના આદેશથી ખળભળાટ.

નગરના અલિયા ગામના પાટિયા પાસે છ લાખની દિલધડક લૂંટઃ ગણતરીની કલાકોમાં બે શકમંદ. ઝડપાયા.

જામનગરના વસ્તાભાઈ કેશવાલાના નેતૃત્વમાં બીજા રાઉન્ડમાં ર૦૦ ટકા ઘઉંનું જરૃરિયાતમંદોને કરાયું વિતરણ.

જામનગર જિલ્લામાં મેલેરિયા વિરોધી માસ નિમિત્તે ઘેર-ઘેર સર્વેની કામગીરી કરાઈ.

દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાએ દેશના લોકપ્રિય કલેક્ટરોની કેટેગરીના ટોપ-પ૦ માં સ્થાન મેળવ્યું.

નગરના રેંકડીધારકોના પ્રશ્ને સમાધાનઃ મહિલા કોર્પોરેટરે ધરણાં સમાપ્ત કર્યા.

ભાગ ૩

જુલાઈ

જોડીયાના બાલંભામાંથી ઝડપાઈ રેતી ચોરીઃ દોઢ કરોડના વાહનો સાથે ૧૬ની અટકાયત.

ખંભાળિયાઃ રામનગરમાં કરોડની કિંમત ધરાવતી ૧૦ વીઘા જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાં.

બેટ-દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચાશે, પીરોટનનો નેચરલ ટુરિઝમ સેન્ટર તરીકે થશે વિકાસઃ મુખ્યમંત્રીએ કરી જાહેરાત.

ગોકુલનગરમાં બાઈક સાથે ખુંટીયો અથડાતા વેપારીનું મૃત્યુ.

ભાણવડના તબીબ સાથે અમેરકાની કહેવાતી કંપનીના વચેટીયાએ કરી ૭૫ લાખની છેતરપિંડી.

નગરના બિલ્ડર ગિરીશભાઈ ડેર પર ભૂ-માફિયા જયેશ પટેલે કરાવ્યું ફાયરીંગ.

જોડીયાની ડોબર સીમમાં ઉંડ નદીના પટ્ટમાંથી કરાતું રેતીનું  ખનન ઝડપાયુંઃ પોણા કરોડના વાહનો કબજે.

જામનગરની શાનસમા ભૂજીયા કોઠાનું અંદાજે ૮ કરોડના ખર્ચે રેસ્ટોરેશન.

નગરમાં મેઘો મંડરાયોઃ સર્કલો બન્યા સરોવરઃસડકો પર વહેતી થઈ સરીતા.

ખંભાળિયામાં હનીટ્રેપ ઝડપાયુંઃ મહિલા અને તેની ટોળકીના ૭ ની અટકાયત.

ધર્મનગરી દ્વારકામાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં.

સુરજકરાડી-મીઠાપુર ઓખા પંથકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો.

ખંભાળિયામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યુંઃ બે દિવસમાં ૨૦ ઈંચ વરસાદ ખાબકતા તારાજી સર્જાઈ.

જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિમાં ૪૭૭ લોકોનું સ્થળાંતર.

ધ્રોલ-જોડિયા વચ્ચે આવેલા ઊંડ-૨ ડેમ છલકાયો.

ભારે વરસાદના પગલે નગરની રંગમતિ-નાગમતિ નદીમાં ભારે પાણીઃ સમગ્ર નદીનો પટ પાણીમાં ગરકાવ.

કંકાવટી ડેમ ઓવરફ્લો થયો.

ભારે વરસાદથી બેડ ગામની સસોઈ નદીમાં ઘોડાપૂર આવ્યું. સસોઈ ડેમ ઓવરફ્લો થયો.

અનરાધાર વરસાદના પગલે રાવલ ગામ બેટમાં ફેરવાયુંઃ આજુબાજુના માર્ગો બંધ.

ભારે વરસાદના પગલે નગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો.

દ્વારકામાં આંધ્ર બેંકના એટીએમમાં પાણી ભરાતા લાખોની ચલણી નોટો પલળી ગઈ.

જામનગરમાં કોરોનાના ગંભીર દર્દીઓની પ્લાઝમાં થેરાપીનો પ્રારંભ.

રણજીતસાગર ડેમ-રણમલ તળાવમાં નવા નીરના નગરના પદાધિકારીઓ તથા અગ્રણીઓએ કર્યા વધામણા.

જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના કલાસ વન અધિકારી પાંચ લાખની રોકડ સાથે અટકાયતમાં.

દ્વારકાનું ભીમગજા તળાવ તૂટે તેમ જણાતા રાજપરા ગામ ખાલી કરાવાયું.

ભોગાત ગામમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ તથા જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

જામનગર જિલ્લા જેલમાં રાજયમંત્રી હકુભા જાડેજાના હસ્તે કરાયું વૃક્ષારોપણઃ ૧૦૦ જેટલા વૃક્ષોનો જેલમાં કરાશે ઉછેર.

કોરોનાના કેસો વધતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ જામનગર દોડી આવ્યા.

જામનગરના રણજીતસાગર રોડ પર ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુંઃ ૧ લાખ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ.

જામનગરના બિલ્ડર પર કરાયેલા ફાયરીંગ પ્રકરણમાં જયેશ પટેલે દોઢ કરોડની સોપારી આપ્યાનો થયો ઘટસ્ફોટ.

કાલાવાડમાં વેપારી પિતા-પુત્રને પોલીસ સ્ટેશન બોલાવી લમધારી નાખનાર ચાર પોલીસકર્મી કરાયા ફરજ મોકુફ.

સલાયા નજીક ગોઈંજના તળાવના કાંઠે પ્રેમી યુગલનું વિષપાનઃ બન્નેના મૃત્યુ.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના અધિકારીના ત્રણ બેક લોકરમાંથી મળ્યા સવા કરોડ ઉપરાંતની રોકડ અને દાગીના.

જામનગર જિલ્લા જેલના સહાયક વતી લાંચની રકમ સ્વીકારતો વચેટીયો એસીબીના ગિરફતમાં આવ્યો.

કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે નગરમાં ચા-પાનની દુકાનો પર પ્રતિબંધ મૂકાતા પાન-મસાલાના હોલસેલરોને ત્યાં ઉમટી ભીડ.

અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશે જામનગરની કોવિડ હોસ્પિટલ કેર સેન્ટરોની મુલાકાત લીધી.

વાંકીયાની સેવા સહકારી મંડળીના પદાધિકારી સહિત ચાર લોકોએ સવા કરોડની કરી ઉચાપત.

જામનગરમાં માસ્ક નહીં પહેરનારનો દંડ રૃા. ૨૦૦ થી વધારી રૃા. ૫૦૦ કરાયો.

દ્વારકાના નાયબ કલેકટર નિહાર ભેટારિયા થયા કોરોના સંક્રમિત.

કોરોનાના પગલે હાલારમાં શ્રાવણી મેળો ન યોજાયો.

જી.જી. હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવાઈ.

જામનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના ૩૯ કેસ નોંધાયા.

જામખંભાળિયા નજીકના ધરમપુરમાં પાણીના વિશાળ ખાડામાં ડુબી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મૃત્યું.

જામનગરના ૪૮૧માં સ્થાપના દિને રાજયમંત્રી હકુભા જાડેજા દ્વારા દરબારગઢ પાસે થાંભલીની પૂજા.

જામનગરમાં શ્રાવણીયો જુગાર ખીલ્યો પૂરબહારમાંઃ ૧૧ દરોડામાં પાંચ ડઝન શખ્સની ધરપકડ.

દ્વારકાના જગત મંદિરના સંરક્ષણ માટે પુનઃ નવીનીકરણને લીલીઝંડી.

સુભાષ બ્રીજથી ઈન્દિરા માર્ગના ફલાય ઓવરબ્રીજ માટે ૧૫૫ કરોડ મંજુર.

ઓગસ્ટ-ર૦ર૦

હાલારમાં કોરોનાનો હાહાકારઃ એક જ દિવસમાં ૪૯ કેસ નોંધાયા.

રામમંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં નગરના પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિજી મહારાજ થયા સામેલ.

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરના શિલાન્યાસ દિને નગરના બાલાહનુમાન મંદિરમાં આરતી, પૂજન, રામધૂનનો કાર્યક્રમ યોજાયો.

ભાણવડમાં ધોધમાર ૭ ઈંચ વરસાદ.

જામનગરના ભાજપ નગરસેવકના ભાણેજ વિરૃદ્ધ બળાત્કારની ફરિયાદથી ચકચાર.

જામનગરઃ એસઓજી એ પ૯પ કિલો ડુપ્લીકેટ ઘી ના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ.

જામનગરના ખીજડા મંદિર આશ્રમમાં લાઈબ્રેરિયન શાસ્ત્રીજી સામે ર૮.ર૮ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

જામનગર પીજીવીસીએલના ઈજનેરે કર્યું કરોડોનું કૌભાંડ.

જુગારના દરોડામાં ર૩૬ પત્તાપ્રેમીને પકડી પડાયા.

સીએમ વિજય રૃપાણીએ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત બહુઆયામી સમીક્ષા કરી.

જામનગરમાં દરરોજ ૧૦૦૦ કોરોના ટેસ્ટ કરવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી.

જામનગરમાં શહેર કક્ષાના સ્વતંત્રતા પર્વમાં મેયરે તિરંગો લહેરાવ્યો.

જામનગરઃ ડીવાયએસપી જે.એસ. ચાવડા અને એલસીબીના પોલીસકર્મી ભરત પટેલને રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરાયો.

જામનગરમાં ઝુંપડપટ્ટીમાં રહેતી મહિલા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીની ધરપકડ.

જામનગરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા કોરોના કાળમાં સાદાઈથી નીકળી.

જામનગરમાં ભૂકંપના નવ આંચકા અનુભવાતા ગભરાટ ફેલાયો.

જોડિયામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા.

પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ કર્મચારી અને તેની પત્નીએ સજોડે આત્મહત્યા કરતા ભારતે અરેરાટી.

ધ્રોળ પાસે સર્જાયો ગોજારો અકસ્માતઃ બે પિતરાઈ ભાઈઓના મોતથી અરેરાટી.

સાધના કોલોની રોડ પાસેથી જામ્યુકોએ ૪પ જેટલી પીઓપીથી બનાવાયેલી ગણપતિજી મૂર્તિ જપ્ત.

ગાંધીનગરમાં મકાનમાં જુગાર રમતા ચાર મહિલા સહિત ૯ ઝડપાયાઃ પોણાપાંચ લાખનો માલમત્તા ઝબ્બે.

જામનગરમાં બે દિવસમાં કોરોનાના ૧૬પ નવા કેસ નોંધાયાઃ ૧૪ દર્દીઓના મૃત્યુથી ભયનો માહોલ.

ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વોર્ડ નં. ૧૧ અને ૧ર માં ૭૩.૧૬ લાખના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત.

જોડિયા-આમરણ પંથકમાં અનરાધાર ૧પ ઈંચઃ ફલ્લા પંથકમાં ૮ ઈંચ વરસાદ.

જી.જી. હોસ્પિટલના આઈસીસીયુ વોર્ડમાં ભભૂકી ભયાનક આગઃ સદ્નસીબે જાનહાની ટળી.

યાત્રાધામ દ્વારકા અને સોમનાથને જોડતા નેશનલ હાઈ-વે પરના પુલમાં લોકાર્પણ પહેલા જ પડી તિરાડો.

વિજરખી-સપડા વચ્ચે ચાલુ બસમાં યુવાનની નિપજાવાઈ હત્યા.

દ્વારકાધીશ મંદિરના શિખરનો રૃપિયા ૭ કરોડના ખર્ચે પૂનઃ જીર્ણોદ્ધાર કરવા દરખાસ્ત કરાઈ.

જામનગરમાં ઝળબંબાકારઃ ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા.

ભારે વરસાદના પગલે રણજીતસાગર-સસોઈ ડેમ વધુ એક વખત ઓવરફ્લો થયો.

સપ્ટેમ્બર-ર૦ર૦

જામનગરમાં સતત ત્રણ દિવસથી કોરોનાનો ૧૦૦ થી વધુ કેસ આવતા તંત્ર કામે લાગ્યું.

તંત્રને ઢંઢોળવા અનોખું વિરોધ પ્રદર્શનઃ જામનગર કોંગ્રેસે માર્ગો પરના ખાડાનું પૂજન કર્યું.

ગોકુલનગર-વિનાયક પાર્કમાં જાહેરમાં ગંજીપાના કૂટતા ૧૩ મહિલા પકડાઈ.

જામ્યુકોમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ડો. ભાર્ગવ ડાંગરની નિમણૂક.

નગરના શિક્ષિકે લગ્નની લાલચ આપી મૈત્રી કરાર કરી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ.

જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના કારણે ૧૪ લોકોના મૃત્યુથી હાહાકાર.

નગરના બાળ સાહિત્યકાર અને શિક્ષક કિરીટ ગોસ્વામીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત.

નગરની જુદી-જુદી ૧ર પોસ્ટ ઓફિસના ૧૮૪ સ્ટાફગણનો રેપીડ ટેસ્ટ કરાયોઃ ૩ પોઝિટિવ.

રઘુવંશી સમાજના અગ્રણી અને સેવાભાવી હરેશભાઈ ચોટાઈનું કોરોનાથી મૃત્યુઃ લોહાણા સમાજ શોકમાં ગરકાવ.

ખંભાળિયામાં પોલીસકર્મી જુગાર રમતા હોવાનો વીડિયો થયો વાયરલઃ ચાર કર્મચારી સસ્પેન્ડ.

આણદાબાવા સેવા સંસ્થાના સેવાભાવી પ્રભુદાસભાઈ અગ્રાવતનું કોરોના સંક્રમણથી મૃત્યુ.

નાગેશ્વર કોલોની પાસેથી મોટરમાં લઈ જવાતી શરાબની ર૭૬ બોટલ કબજે.

મોરકંડા પાસે આવેલા સીએનજીના પંપમાં સાંજે આગનું છમકલું.

જામનગર જિલ્લાના કૃષિકારોને મુખ્યમંત્રી પાક. સંગ્રહ-કિસાન પરિવહન યોજનાના મંજુરીપત્રો એનાયત.

જામનગર જિલ્લામાં ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો.

જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોતનું તાંડવઃ ર૪ કલાકમાં ૧૮ લોકોના થયા મૃત્યુ.

જામનગર કસ્ટમ્સના ૬ર સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી કરવામાં આવી.

જામનગરમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરાયો.

દ્વારકા-કલ્યાણપુર તાલુકામાં રૃપિયા ૧૮.૧૧ કરોડના રસ્તાના કામ મંજુર કરાયા.

જામ્યુકોની સ્ટે. કમિટીમાં વિકાસ કાર્યો માટે રૃપિયા ૪ર.પપ લાખનું ખર્ચ મંજુર.

ચાંદીબજાર આંશિક બંધના મુદ્દે વેપારીઓમાં મતભેદઃ કેટલાક વેપારીઓએ દુકાનો ખુલી રાખી.

મુદ્દામાલમાં જપ્ત થયેલી મોટર અંગત વપરાશમાં લઈ લેનાર ફોજદાર-જમાદાર થયા સસ્પેન્ડ.

જામનગરમાં આયુર્વેદ યુનિ.ની ઈમારત પરથી વિદ્યાર્થીએ મારી મોતની છલાંગઃ ચકચાર.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાનો ખરડો રાજ્ય સભામાં પણ પસાર થયો.

કોરોનાની સારવાર માટે અમદાવાદથી ૪ તબીબો ઉપરાંત ૩ નિષ્ણાત ડોક્ટર્સ જામનગરમાં મૂકાયા.

નગરમાં ર૭૩૭ ભૂતિયા નળ જોડાણો મળ્યા, પરંતુ તંત્રએ કાર્યવાહી ન કરી.

જામનગર જિલ્લા પોલીસવડા તરીકે અમદાવાદના એસીપી દીપેન ભદ્રન મૂકાયા.

ગુજરાતમાં સૌ પ્રથમ જી.જી. હોસ્પિટલમાં છાતીના નિદાન માટે અદ્યતન એક્સરે મશીન મૂકાયું.

ભૂ.માફિયા જયેશ પટેલ સાથે સાંઠગાંઠના આરોપ ધારાસભ્ય હકુભા જાડેજાએ ફગાવ્યાઃ તપાસની કરી માંગણી.

કલ્યાણપુરના મેવાસામાં સરકારી ખરાબામાં થતું બોક્સાઈટનું ગેરકાયદે ખનન ઝડપાયુંઃ ૩૩ લાખનો મુદ્દામાલ કબજે.

દેવભૂમિ દ્વારકામાંથી ૧૦ લાખના ચરસના જથ્થા સાથે બેની અટકાયત.

ફ્લેશબેક ૨૦૨૦ (ભાગ- ૪)

ઓકટોબર-૨૦૨૦

જી.જી.હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝમાં ડોનેટ કરનાર નીતિનભાઈ સોનૈયાને સન્માનિત કરાયાં.

જામ્યુકોની સ્ટે. કમિટીમાં શહેરના રૃા.૧૪ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોને અપાઈ મંજુરી.

નગરની માહિતી કચેરીના પૂર્વ કર્મચારી કિશોરભાઈ સોલંકીનું કોરોનાથી મૃત્યુ.

દ્વારકાના જગતમંદિરમાં અધિકમાસના દર્શન સમયે ભીડ ઉમટીઃ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા.

જામનગર જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો રાજયમંત્રી હકુભાના હસ્તે કરાયો પ્રારંભ.

નગરના પત્રકાર ઈકબાલભાઈ અધામનું કોરોનાથી મૃત્યુ. ૬૬ દિવસ રહ્યાં હોસ્પિટલમાં.

જામનગરમાં મેફેડ્રોન ડ્રગના અઢીલાખના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયાઃ મુંબઈથી ડ્રગ લાવ્યાની કબૂલાત.

ખંભાળિયામાં માસ્ક અંગેની ઝુંબેશમાં વસુલાયો ૧૫ લાખ ઉપરાંતનો દંડ.

જામનગરમાં જેટકોની કચેરીની ઈમારતમાં પ્રથમ માળની છત ધસીઃ ત્રણ શ્રમિક ઘવાયા.

જામનગરમાં સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી નરાધમે ગુજાર્યું દુષ્કર્મ.

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં કોરોનાની સારવારનો પ્રારંભ કરાયો.

પીજીવીસીએલમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ સળવળ્યાની એમ.ડી. સુધી પહોંચી વિગત.

સાંસદ પૂનમબેન માડમે જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોની બેઠકો યોજી કૃષિ કાયદાઓના ફાયદાઓ સમજાવ્યાં.

નગરની અગ્રણી સહકારી ક્ષેત્રની નવાનગર બેંકે રૃા.૮.૨૦ કરોડનો અર્ધવાર્ષિક નફો કર્યો.

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામેનો સકંજો કસતી પોલીસઃ રજાક સોપારી અને જશપાલસિંહની કરાઈ ધરપકડ.

શિવરાજપૂરર બીચને બ્લુ ફલેગ બીચનું પ્રમાણપત્ર અપાયું.

આઈએનએસ વાલસુરામાં યોજાયો ત્રિદિવસીય વેબ સેમિનાર.

ખંભાળિયામાં મતદાર યાદી કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય વિક્રમ માડમે બોલાવી બેઠક.

નગરના વતની એમ.પી.શાહના પુત્ર અનંતભાઈનું બ્રિટનમાં ઓબીઈ એવોર્ડથી મહારાણી દ્વારા કરાયું સન્માન.

ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તોડફોડના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કેદ-દંડની સજા.

હળવદના પોલીસકર્મી વતી લાંચ સ્વીકારવા આવેલા જામનગરના શખ્સની ધરપકડ.

ફાયનાન્સ પેઢીને દોઢ કરોડનો ચૂનો ચોપડવા અંગે દ્વારકાના ત્રણ સહિત ચાર શખ્સો સામે નોંધાયો ગુન્હો.

બોગસ દસ્તાવેજથી માછીમારી માટે દરિયામાં મોકલાતી બોટ પકડી પાડતી દ્વારકા એસઓજી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરે રાજયમાં દ્રિતીય અને દેશમાં ૨૮મા ક્રમ મેળવ્યો.

જયેશ પટેલના સાગરીત અનીયા લાંબા તથા એઝાઝ મામાની ધરપકડ.

ભૂમાફિયા જયેશ પટેલને મદદગારીના ગુન્હામાં નગરના જાણીતા બિલ્ડર, અખબારનવીસ, નિવૃત્ત પોલીસકર્મી સહિત ૧૪ શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત ફરિયાદ કરાઈ.

ધ્રોલ નજીક પતિને ભગાડી બે નરાધમોએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું.

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા મિની ડ્રો યોજાયો.

ગુજસીટોક હેઠળ ઝડપાયેલા આઠ આરોપીના કોર્ટે રીમન્ડ મંજુર કર્યા.

ધ્રોલની પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં પોલીસે બે આરોપીઓને પકડયાં.

નગરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ. ચેમ્બર તરીકે નિયુક્તિ.

દ્વારકાના જગતમંદિરની સુરક્ષા માટે રાજય સરકારે મંજૂર કર્યું અલાયદુ પોલીસદળ.

ઓખા-મુંબઈ-ઓખા ટ્રેનને મળ્યું ખંભાળિયાનું સ્ટોપઃ સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને મળી સફળતા.

જામનગરમાં ૨૩૨ બેડની અદ્યતન નવી કોવિડ હોસ્પિટલનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઈ-લોકાર્પણ.

હાપા માર્કેટિંગ યાર્ડમાં ફક્ત ત્રણ કલાકમાં ૨૦૦૦૦ ગુણી મગફળીની આવક.

જામનગર જિલ્લામાં ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને વધુ ભાવ મળ્યાં.

વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતી નગરની દિગ્જામ મીલ પૂનઃશરૃ કરવામાં આવી.

કાલાવડ પંથકમાં સગીરા પર ગેંગરેપ ગુજારનાર ત્રણ આરોપી ઝડપાયા.

દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરીમાં ઉચ્ચની બદલે હલકો કોલસો ઠાલવાયાનું કૌભાંડ થયું ઉજાગર.

ગુજસીટોક હેઠળ ઝડપાયેલા જયેશની ટોળકીના મનાતા ૬ આરોપી થયા જેલ હવાલે.

નવેમ્બર-૨૦૨૦

ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નીંગ કાઉન્સીલના સેશનમાં સાંસદ પૂનમબેન માડમે ભાગ લીધો.

હાપા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ૮૦૦ વાહનોમાં ૫૫૦૦૦ ગુણી મગફળી ઠલવાઈઃ મબલખ આવક.

રંગમતિ નદીના પટ્ટમાંથી મોરમનું ખનન કરતા ૬ લોકોની ૨૬.૨૫ લાખ રૃપિયાના મુદ્દામાલ સાથે અટકાયત.

જામનગરમાં સ્ટર્લિંગ એક્યુરીસ વેલનેસ પ્રા.લિ. નામની ખાનગી લેબોરેટરીની મહિલા કર્મચારીએ કરી ઉચાપતઃ લગાવ્યો ૨૬ લાખનો ચૂનો

ફ્રાન્સથી જામનગર પહોંચેલા ત્રણ રાફેલ યુદ્ધ વિમાનોએ અંબાલા માટે ભરી ઉડાન.

નટુભાઈ ગણાત્રાને ખંભાળિયાના સ્મશાનમાં પ્રાર્થના હોલના મુદ્દે આત્મ વિલોપન કરતા અટકાવાયાઃદોડધામ.

ગુજસીટોક હેઠળ ઝડપાયેલા એડવોકેટ માનસતાને જેલ હવાલે કરાયા.

ગ્રામ વિકાસના પૈસા અંગત જમા લેતા જામવંથલીના સરપંચ, ઉપસરપંચ અને સભ્યને સસ્પેન્ડ કરાયા.

નવાગામ (ઘેડ)માં રોડના અણઘડ કામ અંગે થાળી વગાડીને સ્થાનિક તંત્રને જગાડયું.

જામનગરમાં એક જ દિવસમાં ૧૦ માસના બાળક સહિત ૪ લોકોના કોરોનાથી મૃત્યું થયાં.

નગરના મોટા થાવરીયા પાસે એસટી બસની બાઈકને ટક્કરઃ ઘવાયેલા પિતા-પુત્રના મૃત્યું.

મોટી બાણુંગાર પ્રા.આરોગ્ય કેન્દ્રને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ.

નંદાણામાં વીજચેકીંગ માટે ગયેલી ટુકડી પર ચાર શખ્સોનો હુમલો.

જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડમાં બે દિવસમાં ૫૦,૬૧૦ ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી.

જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ૫૦૦૦૦ ગુણીની થઈ આવક.

જામનગર શહેર-જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ મુંગરાની નિમણૂક.

દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખીમભાઈ જોગલ નિમાયા.

જોડીયા પંથકમાં હાહાકારઃ પુત્રી સાથે સગા પિતાએ કર્યો બળાત્કાર.

દ્વારકા નગરપાલિકા દ્વારા રૃપિયા ત્રણ કરોડના વિકાસ કામો મંજુર કરાયા.

ભાણવડમાં ધોળા દિવસે ખેડુતના હાથમાંથી રૃપિયા અઢીલાખની રોકડવાળી થેલીની લૂંટ.

કલ્યાણપુરના કેનેડીમાંથી ઝડપાયું બોક્સાઈટનું ગેરકાયદે ખનન.

ખંભાળિયાના પોલીસ જમાદાર વતી ૧૫૦૦૦ની લાંચ સ્વીકારતો વેપારી ઝબ્બે.

જામનગરમાં ચાર સીએનજી સીટી બસોનું મહાનુભાવો દ્વારા લીલીઝંડી.

જામનગર આયુર્વેદ યુનિ.ને મળ્યો રાષ્ટ્રીય દરજ્જોઃ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ.

ખંભાળિયાઃ આઈપીએલના સટ્ટા માટે લાંચ માંગ્યાના કિસ્સામાં પોલીસકર્મી સહિત બન્ને જેલ હવાલે.

મોડપર નજીક પુલ પરથી મોટર ખાબકતા બે મહિલાના મૃત્યું.

કોરોનાને કોટાણે મૂકી હાલારમાં દિવાળીની ઉમંગભેર ઉજવણી.

જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરાનો પદગ્રહણ સમારંભ.

જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોવિડની સમીક્ષા બેઠક.

ડિસેમ્બર-૨૦૨૦

ખંભાળિયામાં યુવાનને નિર્વસ્ત્ર બનાવી ફેરવવાના બનાવના ઘેરા પડઘાઃ રેન્જ આઈજી દોડી આવ્યા. ગાંધીનગર આઈબીના એસ.પી.ને દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપાયો.

દ્વારકાના ગોરીંજા પાટે મહેસાણાના પરિવારની મોટર સાથે ટ્રક અથડાયોઃ નવદંપતિ સહિત ચારના મૃત્યું.

જામનગરનાં પોલીસતંત્રમાં ૧૦ ફોજદારની બદલી.

જામનગરના વૃદ્ધ સાથે લક્કી ડ્રોના ઈનામમાં મોટર લાગી હોવાનું કહી ૬ લાખની છેતરપિંડી .

૨૧ દેશોના ૧૦૦૮ ચિત્રકારોના ઓનલાઈન શો માં શ્રીનિવાસન ઐય્યરે નગરનું પ્રતિનિધિત્વ કર્યું.

જામજોધપુરમાં સગીરા પર દુકાનદારે દુષ્કર્મ ગુજાર્યું.

જામ્યુકો દ્વારા યોજાયેલી મિલકતની હરાજીમાં કોઈ ખરીદનાર ન આવ્યા.

ખંભાળિયાના મોવાણમાં યોજાયેલ રીસેપ્શનમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના લોકો માસ્ક વગર નજરે પડતા જાગ્યો ઉહાપોહ.

નગરસેવકોની મુદ્દત પૂરી થતી હોવાથી નગરમાં ૨૧ જેટલા વિકાસ કામોના ધડાધડ ખાતમુહૂર્ત.

હાપા પાસે ગેરેજમાંથી બાયોડીઝલનો જથ્થો પકડી પાડતું સ્પે. ઓપરેશન ગ્રુપ.

નગરના ઢીંચડા રીંગ રોડ પર ૧૩ આસામીઓના દબાણો એસ્ટેટ શાખા દ્વારા હટાવાયા.

કેન્દ્રના ત્રણ નવા કૃષિ વિષયક કાયદા રદ કરવા સંદર્ભે જામનગરમાં જિલ્લા કોંગ્રેસે કર્યું પ્રદર્શન.

નૌસેનાના અધિકારીઓ, જવાનો દ્વારા યોજાયો 'બીટીંગ રીટ્રીટ' નો ભવ્ય સમારોહ.

મોવાણમાં લગ્નપ્રસંગમાં સેંકડો આમંત્રિતોને બોલાવનાર આયોજકની કરાઈ અટકાયત.

ખંભાળિયાના નિર્વસ્ત્ર સરઘસ પ્રકરણમાં ફોજદાર સહિત ૯ પોલીસ કર્મચારી થયા સસ્પેન્ડઃ ટ્રાફિકના બે વોર્ડનને પકડાવાયું પાણીચું.

ભારત બંધના એલાનને હાલારમાં મિશ્ર પ્રતિસાદઃ જામનગર બાયપાસ પાસે ચક્કાજામનો પ્રયાસ કરાયો.

જામનગરની અગ્રગણ્ય નવાનગર કો.ઓપ.બેંકનો વાર્ષિક નફો ૨૦ કરોડ રૃપિયાને વટાવી ગયો.

જામનગર જિલ્લામાં ચાર તબક્કામાં કોરોનાની રસી અપાશે, ૧૨૩૭ મતદાન કેન્દ્રોમાંથી થશે પ્રારંભઃ કલેકટરે કરી જાહેરાત.

ઈન્ટર્ની તબીબોના સ્ટાઈપન્ડ મુદ્દે જામનગરના ઈન્ટર્ન તબીબો પણ રાજયવ્યાપી હડતાલમાં જોડાયા.

હાપા માર્કેટ યાર્ડમાં ૩૦૦ વાહન મારફત ૩૪૦૦૦ ગુણી મગફળીની આવક.

જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ, ધ્રોળ પંથકમાં કમોસમી વરસાદ પડયો.

આયુર્વેદિક તબીબોને ઓપરેશન કરવાની મંજુરીના વિરોધમાં એલોપથી ક્ષેત્રના ખાનગી ડોકટરોની દેશવ્યાપી હડતાલઃ નગરના ૪૦૦ તબીબો જોડાયા.

જામનગર સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીના ફલાય ઓવરબ્રીજ માટે ૧૯૭.૭૮ કરોડ મંજુર.

જામ્યુકો દ્વારા પ્રધાનમંત્રી યોજના તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ૫૬૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો.

મોટી હવેલીમાં વલ્લભરાયજી મહોદયનો જન્મદિવસ ઉજવાયો.

આંતરરાજયમાં ઉઠાંતરી કરતી ગેંગ ભાણવડમાંથી ઝડપાઈઃ પોણાસાત લાખનો મુદ્દામાલ કબ્જે.

કુખ્યાત ભૂમાફીયા ગેંગના ૧૧ શખ્સોની મિલકત જપ્તીમાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit