Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીતાજી સહિત રામ-લક્ષ્મણ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે લંકાપતિ રાવણે યુક્તિપૂર્વક સીતાજીનું હરણ કરેલું. તેણે સીતાજીને અશોકવાટીકામાં રાખેલો. તે તમામ વિગતો શ્રીરામચંદ્રજીને જાણવા મળી ગઇ, હવે સીતાજીને પુનઃ પાછા કેમ લાવવા? તે પ્રશ્ન શ્રી રામચંદ્રજીને થયો.
આ સમયે અચાનક મહર્ષિ નારદમુનિ ત્યાં પહોંચી આવ્યા. મહર્ષિ નારદમુનિએ શ્રીરામચંદ્રજીને સીતાજી વિશે જણાવ્યું. વધુમાં, સીતાજીને પરત લાવવા માટે ઉપાય પણ સુચવ્યો. તેમણે જણાવ્યું, "હે શ્રી રામ, હવે આસો માસની નવરાત્રિ આવશે. આ નવરાત્રિનો ખુબ જ મોટો મહિમા છે. આ નવરાત્રિમાં વ્રત રાખી ભગવતી જગદંબાનું નીતિનિયમ સાથે પૂજન કરવામાં આવે તો તેના વડે દેવી પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે.
પૂર્વે શિવજી, વિષ્ણુ અને ઈન્દ્રએ પણ દેવી માની મદદથી મોટા મોટા કાર્યો સાધ્યા છે. શિવજીએ દેવીની મદદથી ત્રિપુરનો, વિષ્ણુએ દેવીની મદદથી મધુ-કૈટભ દૈત્યોનો અને અને ઇન્દ્ર રાજાએ વૃતાસુરનો વધ કર્યો છે.
વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભૃગુ, કશ્યપ જેવા મુનિઓએ પણ દેવીભક્તિ કરી તેમની કુપા અને આશિર્વાદથી ઋષિ-પદ મેળવ્યું છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિએ પણ પોતાના પત્નીને દેવી કૃપાથી જ પરત મેળવ્યા હતા માટે તમે પણ દેવીને પ્રસન્ન કરી સીતાજીને પરત લાવવા માટે સહાય માંગો.'
ત્યાર પછી મહર્ષિ નારદમુનિએ જ શ્રી રામચંદ્રજીને નવરાત્રિમાં વિધિ-વિદ્યાન સાથે કઈ રીતે નવરાત્રિ વ્રત કરવું? તથા કઈ રીતે તેનું ઉદ્યાપન કરવું? તે પણ વિગતવાર સમજાવ્યું. મહર્ષિ નારદ મુનિના બતાવ્યા પ્રમાણે શ્રી રામચંદ્રજીએ નવરાત્રિનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી પ્રસન્ન થયેલા મા જગદંબાએ આસો સુદ આઠમના રાત્રે સાક્ષાત દર્શન આપ્યા અને લંકાપતિ રાવણનો સંહાર કરવાનું અને સીતાજીને ફરી પ્રાપ્ત કરવાનું વચન આપ્યું. શ્રીરામચંદ્રજીએ ભગવતી જગદંબાના આશિર્વાદથી વિજયાદશમીના શુભ દિવસે લંકાપતિ રાવણનો સંહાર કરી લંકા પર વિજય મેળવ્યો અને શ્રીરામચંદ્રજી અને સીતાજીનું પુનઃમિલન થયું.
દારિદ્રય-દુઃખ વગેરેનો નાશ કરવા માટે મંત્ર
દૂર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ
સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ા
દારિદ્રયદુઃખભયહારિણિ કા ત્વદન્યા
સર્વોપકારકણાય સદાદ્રચિત્તા ાા
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક વખત જમદગ્નિ ઋષિએ વિદ્વાન એવા લોમશજીને પૂછ્યું, "સર્વદેવોમાં શ્રેષ્ઠ, આરાધ્ય અને સૌ પ્રકારનું મંગલ કરનાર કોણ છે? ત્યારે લોમશજીએ જણાવ્યું , "હે મહર્ષિ, આ સંપૂર્ણ જગત શક્તિને આધારે છે. જગતમાં સૌથી વધુ મહત્વ જ્ઞાનનું છે. જ્ઞાન મેળવવા માટે દેવીના શરણે જ જવું જોઈએ. જે બ્રહ્મા આદિ દેવો અને અસુરોની જન્મદાત્રી છે. જ્ઞાન વડે જ જગતના તમામ સુખો પ્રાપ્ત થાય છે. તે અંગે એક કથા છે. જે હું આપને સંભળાવું છું. જે સાવધાન થઇને તમે સાંભળો.''
કૌશલ નામના એક રાજયમાં દેવદત્ત નામનો પવિત્ર અને ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેને ત્યાં પુત્ર ન હતો. તેથી પુત્રપ્રાપ્તિની કામના સાથે તેણે પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. તેથી દેવદત્ત નામના તે બ્રાહ્મણે બ્રાહ્મણોને આમંત્રણ આપી તમસા નદીના કિનારે પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો. આ યજ્ઞમાં આચાર્ય પદે રહી ગોભિલ મંત્રોચ્ચાર કરી રહ્યાં હતા તેમાં વારંવાર સ્વરભંગ થતો હતો. ગોભિલ ખૂબ જ વિદ્વાન, તપસ્વી અને પવિત્ર હતા. પરંતુ વારંવાર સ્વરભંગ થતો હોવાથી તે યજમાન દેવદત્તથી સહન થતું ન હતું. આખરે તેમણે તે તરફ ધ્યાન દોરતાં સમજવ્યું. આચાર્ય ગોભિલને તે વાતથી અપમાન જેવું લાગ્યું. તેથી તે ખૂબ જ ક્રોધ ભરાયા અને દેવદત્ત નામના તે બ્રાહ્મણને શાપ આપતા કહ્યું, "તને પુત્ર તો પ્રાપ્ત થશે જ પણ તે બ્રાહ્મણ મુર્ખ પ્રાપ્ત થશે."
આ શાપ સાંભળી ઋષિ દેવદત્ત ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમણે તુરંત જ પોતે કરેલા અવિનય બદલ આચાર્ય ગોભિલને દંડવત પ્રણામ કરી તેની ક્ષમા માંગી આથી આચાર્ય ગોભિલને દયા આવી અને પોતે કરેલા ક્રોધ બદલ તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેથી પોતે આપેલા શાપમાં ફેરફાર કરતા જણાવ્યું કે, "એક સમય એવો આવશે કે, મુર્ખ તરીકે પંકાયેલ તે તારો પુત્ર સ્વયં વિદ્વાન થઇ જશે." યજ્ઞનું સમાપન થયુ. યજ્ઞની પ્રસાદી ઋષિ દેવદત્તની પત્ની રોહિણીને આપવામાં આવી. બરાબર નવ મહિને રોહિણીને ત્યાં પુત્રનો જન્મ થયો. ઋષિ દેવદત્ત અને તેની પત્ની રોહિણીના એ પુત્રનું નામ ઉતથ્ય રાખવામાં આવ્યું. તે ક્યારેય અસત્ય ન બોલતો અને ક્યારેય કોઇનું નુક્શાન ન કરતો. તેનાથી થાય તેટલી સૌની મદદ કરતો. આ ઉતથ્યને બરાબર આઠમે વર્ષે ઉપનયન સંસ્કાર કરાવવામાં આવ્યો. તેને વિદ્યા-અધ્યયન માટે ગુરૂકુળ મૂકવામાં આવ્યો પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે ઉતથ્યને બિલકુલ જ્ઞાનની પ્રાપ્તિ જ ન થઇ. તે આમને આમ બાર વર્ષનો થઇ ગયો. બ્રાહ્મણો માટે અત્યંત જરૂરી એવા ગાયત્રી મંત્રનો જાપ પણ તેને કરતા ન આવડ્યો. તે સંધ્યાવંદન પણ ન શીખી શક્યો. તેની મુર્ખતાના લોકો દાખલા આપવા માંડ્યા. તે સૌના હાસ્યનું પાત્ર બનવા લાગ્યો. પરંતુ વારંવાર હાંસીના પાત્ર બનવા લાગેલા આ બ્રાહ્મણ પુત્ર ઉતથ્યને સંસાર પ્રત્યે અરૂચિ થઇ ગઈ. તેથી તે વિરક્ત બનીને ગંગા કિનારે એક આશ્રમમાં રહેવા લાગ્યો., રોજ વહેલો ઉઠી ગંગાજીમાં તે સ્નાન કરી આવતો પછી પોતાની પર્ણકુટીમાં આવી બેસી રહેતો.
એક દિવસ પાસેના વનમાં એક શિકારી શિકાર કરવા નીકળેલો. તેણે એક સુવ્વરને તીર માર્યું. તીરથી વિધાયેલું તે સુવ્વર પોતાના પ્રાણ બચાવવા ભાગ્યું. તે ઉતથ્ય મુનિના શરણે આવ્યું. ઉતથ્ય મુનિ જ્ઞાની ન હતા પરંતુ તે અત્યંત દયાળુ હતા. તેથી ઉતથ્ય મુનિએ તે સુવરને ઝાડીઓમાં સંતાળી દીધું. થોડીવારે શિકારી પણ ઉતથ્ય મુનિ પાસે આવ્યો. તેણે મુનિને ઉદેશીને કહ્યું, "હે મહાત્માજી મેં એક સુવ્વરને તીર મારેલું. તે સુવર મારા હાથેથી છટકી ગયું છે. હું અત્યંત ભૂખ્યો છું. મારો શિકાર તમારી પાસે આવ્યો છે ? કે તમે તેને જોયું છે?" આ સમયે ઉતથ્ય મુનિ વ્યથિત થઈ ગયા. જો સાચું બોલે તો શરણાગત્ત એવા સુવરનું મૃત્યુ થાય અને ખોટું બોલે તો સત્યવ્રતનો ભંગ પણ થાય અને સુધા-પીડિત શિકારી અને તેના પરિવારને દુઃખ આપવાના પાપના ભાગીદાર પણ થવાય.
આમ, ભયંકર સંકટમાં ફસાયેલા તથ્ય મુનિને મા ભગવતીનું સ્મરણ થઈ આવ્યું. તેમણે મનોમન મા ભગવતીને સહાય કરવા મદદ માંગી. તેમનું અંતઃકરણ માતાજીની ભક્તિમાં ગદ્ગદ્ થઇ ગયું. તેમણે માતાજીને સાચા હૃદયથી યાદ કર્યા તેથી જગતજનની મા જગદંબાએ તેમના પર કૃપા કરી. તેના ચિત્તમાં જ્ઞાનનો પ્રકાશ થયો. તેમને પોતે પ્રાપ્ત કરેલી તમામ વિદ્યાઓનું સ્મરણ થઇ આવ્યું તેથી તેમનાથી કવિત્વ વાણીમાં બોલાયું,
" જે ઈન્દ્રીય ચક્ષુ) જુએ છે તે બોલી નથી શકતી અને જે ઇન્દ્રીય બોલે છે તે જોઈ નથી શકતી * તેના જવાબ માત્રથી શિકારી નીરાશ થઈ ત્યાંથી તત્કાળ ચાલ્યો ગયો. પરંતુ ત્યારપછી ઉતથ્ય મુનિની વિદ્વતાનો પ્રભાવ ફેલાયો. દેવીકૃપા પ્રાપ્ત થયા બાદ તે બીજ મંત્ર સહિત માઁ ભગવતીની ઉપાસના કરવા લાગ્યો. તેમની વિદ્વતાથી લોકો પ્રભાવિત થયા. તેમને સત્યવ્રત એવું વિશેષ નામ આપવામાં આવ્યું. તેઓ અત્યંત વિદ્વાન અને શ્રેષ્ઠ કવિ તરીકે જગતમાં પ્રસિધ્ધ થયા.
આમ, દેવી ભક્તિથી ઉતથ્ય મુનિ જ્ઞાનસભર થઈ સત્યવ્રત ઋષિ બન્યા.
વિઘ્ન-બાધાનો શમન કરવા માટેનો મંત્ર
સર્વાબાધાપ્રશમનં નૈલોક્યસ્યાખિલેશ્વરિ ા
એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાશનમ્ ાા
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પૂર્વે સુરથ નામનો એક ધર્મપ્રેમી રાજા હતો. તે પોતાના રાજયનો વહીવટ ખૂબ જ સારી રીતે ચલાવતો હતો. એકવાર તેના દુશ્મનોએ તેના રાજ્ય પર હુમલો કરી દીધો. યુધ્ધમાં સુરથ રાજા હારી ગયો. આથી પોતાનો જીવ બચાવવા તે પોતાના ઘોડા ઉપર બેસી નીકળી પડ્યો. સુરથ રાજા, અચાનક સમેધા મુનિના આશ્રમે જઈ ચડ્યો. તે સુધા મુનિના ચરણોમાં દંડવત પ્રણામ કરી પોતાના જીવનની રક્ષા માટે આશિર્વાદ માગવા લાગ્યો. રાજા સુરથ પાસેથી વિગતો જાણી સુમેધા મુનિએ જણાવ્યું કે, "આ આશ્રમ તમારા માટે અત્યંત સુરક્ષિત જગ્યા છે માટે તમે અહીં જ રહી જાઓ."
સુરથ રાજીએ ત્યાં જ રહી જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેની મુલાકાત સમાધિ નામના એક મોટા વેપારી સાથે થઇ. તે વેપારીની પત્ની અને પુત્રોએ વેપારીનું ધન હડપ કરી લઇ તેને કાઢી મુકેલો. તેથી તે પણ સુમેધા મુનિના આશ્રમમાં આવીને રહેતો હતો. બન્ને સમદુઃખીયા હતા. એકવાર બન્નેએ સાથે મળી સુમેધા મુનિને પૂછ્યું, "મહારાજ, અમે અત્યારે જે પરિસ્થિતિમાં રહીએ છીએ તેમાંથી અમે ક્યારે મૂક્ત થશે? શું અમે પહેલાની જેમ સુખથી સંપન્ન થઈ શકીશું?"
સુમેધા મુનિએ જણાવ્યું, જુઓ, આ સમગ્ર સંસાર મિથ્યા લોભ અને લાલચમાં ખૂબ જ ફસાયેલી છે. તે સંસાર મહાશક્તિ જગદંબાની ઇચ્છા અનુસાર ચાલે છે. તેમણે જ બ્રહ્મ અને મોહ ઉત્પન્ન કર્યા છે. આ માયાથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ મુક્ત નથી રહી શક્યા. તો સામાન્ય એવો માનવી તેનાથી ક્યાંથી બચી શકે ? માટે તમે બન્નેય મા ભવાનીના શરણે જાવ. તે જ આદિશકિત જગદંબા છે. તેના પૂજન-અર્ચનથી તમારી મનોકામના પૂર્ણ થશે. આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે. તમે નવરાત્રીના નવા દિવસોમાં વ્રત રાખી તેની પૂજા-ઉપાસના કરી. ' સુમેધા મુનિ પાસેથી માતા ભવાનીના મંત્રની દિક્ષા લઈ રાજા સુરથ અને વેપારી સમાધિએ વિધિ-વિધાન સહિત નવરાત્રી વ્રતનો આરંભ કર્યો. નવમા દિવસે વ્રતનું ઉદ્યાપન કર્યું ત્યારે ભગવતી ભવાની માએ બન્નને સાક્ષાત દર્શન આપી વરદાન આપ્યું કે, "હે રાજા સુરથ, તને તારા રાજયનો મંત્રી અહીંથી આદર સહિત લઈ જશે અને ફરી રાજસિંહાસન પર બેસાડશે. અને સો વર્ષ સુધી તું ખુબ જ સુખ પૂર્વક રાજ્ય કરીશ તથા હે વેપારી સમાધિ તને પણ ખૂબ જ ધન-ધાન્યની પ્રાપ્તિ થશે.* પરંતુ વેપારી સમાધિએ મા ભવાનીના સાક્ષાત દર્શન કર્યા તેથી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થઇ ગયું. તેનું હૃદયપરિવર્તન થઇ ગયું. તેણે માતાજી પાસે જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. માતાજીએ * તથાસ્તુ કહ્યું અને અંર્તધ્યાન થઈ ગયા. રાજા સુરથ અને વેપારી સમાધિ દેવી કૃપાથી સુખી થઈ ગયા.
શ્રીસપ્તશ્લોકી દુર્ગા
શિવ ઉવાચ -
દેવિ ત્વં ભક્તસુલભે સર્વકાર્યવિદ્યાયિની ા
કલૌ હિ કાર્યસિદ્ધયર્થમુપાયં યત્નતઃ ાા
દેવ્યુવાચ -
શૃણ દેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વષ્ટસાધનમ્ ા
મયા તવૈવ સ્નેહેનાપ્યમ્બાસ્તુતિઃ પ્રકાશ્યતે ાા
ઁ અસ્ય દુર્ગાસપ્તશ્લેકી
સ્તોત્રમન્ત્રસ્ય નારાયણ ઋષિઃ,
અનુષ્ટુપ્ છન્દઃ, શ્રીમહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતાઃ,
ઁ જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા ા
બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ાા૧ાા
દુર્ગે સ્મૃતા હરસિ મતિમતીવ શભાં દદાસી ા
દારિદ્રયદુઃખભયહારિણી કા ત્વદન્યા
સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા ાારાા
સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ા
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોડસ્તુ તે ાા૩ાા
શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે
સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણી નમોડસ્તુ તે ાા૪ાા
સર્વસ્વરૂે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ા
ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ દુર્ગે નમોડસ્તુ તે ાાપાા
રોગાનશેષાનપહિંસા તુષ્ટા
રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા
ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં
ત્વામાશ્રિતા હ્યાશ્રયતાં પ્રયાન્તિ ાા૬ાા
સર્વાબાધાપ્રશમનં ત્રૈલોક્યસ્યાખિલેશ્વરિ ા
એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાનમ્ ાા
ઈતિ શ્રીસપ્તશ્લેકી દુર્ગા સમ્પૂર્ણા ાા
ભાવાર્થ -
શિવજી બોલ્યાઃ હે દેવી! તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કાર્યોનું વિદ્યાન કરનારા છો. કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઇ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સમ્યક્-રૂપેવ્યક્ત કરો.
દેવીએ કહ્યું : હે દેવ! તમારો મારા પર ઘણો સ્નેહ છે. કળિયુગમાં સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું જે સાધન છે તે હું કહી બતાવીશ. સાંભળો. તે સાધનનું નામ છે. "અંબાસ્તુતિ"
ઁ આ દૂર્ગ સપ્તશ્લોકી સ્તોત્રમંત્રના નારાયણ ઋષિ છે. અનુરુપ છંદ છે, શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતિ દેવતાઓ છે. શ્રી દુર્ગાની પ્રસન્નતા માટે સપ્તશ્લોકી દૂર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે.
તે ભગવતી મહાકાય દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને બળપૂર્વક આકૃષ્ટ (ખેંચીને) મોહમાં નાખી દે છે. (૧) હે માં દુર્ગા! સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભયને હરિ લો છો અને સ્વસ્થ મનુષ્ય વડે ચિંતન કરવાથી તમે તેને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો.
દુઃખ, દરિદ્રતા અને ભયને હરનારા હે દેવી! તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાનો ઉપકાર કરવા સદેવ દયાર્દ્ર હોય? (૨) હે નારાયણી ! તમે બધા પ્રકારનું મંગલ પ્રદાન કરનારા મંગલમયી છો. કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો. બધા પુરુષાર્થોન સિધ્ધ કરનારા, શરણાગત - વત્સલા, ત્રણ નેત્રવાળા તેમજ ગૌરી છો. તમને નમસ્કાર છે. (૩) શરણમાં આવેલી દુઃખીયારા અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી ! તમને નમસ્કાર છે. (૪) સર્વસ્વરૂપા, સર્વેશ્વરી તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન છે દિવ્યરૂપા દેવી દુર્ગા ! તમે અમારું તમામ ભયોમાંથી રક્ષણ કરો. તમને નમરકાર છે (૫) હે દેવી! તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંછિત બધી જ કામનાઓનો નાશ કરી દો છો, જે લોકો તમારા આશ્રયમાં (શરણમાં) આવી ચૂક્યા છે તેમના પર વિપત્તઓ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે (૬) હે સર્વેશ્વરી! તમે આ જ પ્રમાણે ત્રણ લોકોના સમસ્ત વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. (૭) શ્રી સપ્તશ્લોકી દૂર્ગા સમાપ્ત
નોંધઃ આ સપ્તશ્લોકી દૂર્ગાના નિયમિત રૂપે પાઠ કરનારા ભક્તના સર્વ પ્રકારના દુઃખ નાશ પામે છે તેમજ માતાજીની કૃપાથી તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યજ્ઞ કરતા શેષ વધેલી ભસ્મનો અનેક ઘણો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. ભસ્મ ધારણ કરીને ઘરેથી નીકળેલા મનુષ્યોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બ્રાહ્મણો સંધ્યાવંદનમાં ભસ્મનો ઉપયોગ કરે છે. દરેક ધાર્મિકક્રિયામાં સર્વપ્રથમ ભસ્મ ધારણ કરવાની હોય છે. આ ઉપરથી જ ભસ્મનું મહત્વ સમજાય છે. ભસ્મ ધારણ કરતી વખતે તેનો શાસ્ત્રોક્ત મંત્ર જપવો અનિવાર્ય ગણાવ્યો છે. કપાળ, બન્ને હાથ, હૃદય, બન્ને ગોઠણ પર ભસ્મનું ત્રિપુંડ કરવાનું રહે છે. આ ત્રિપુંડની ત્રણ રેખાને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના સાક્ષાત પ્રતિક સમા ગણવામાં આવ્યા છે.
આ અંગેની એક કથા દેવી ભાગવત મહાપૂરાણમાં આવે છે કે, એકવાર મહાન મુનિ દુર્વાસાજી ફરતા ફરતા સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાંથી પાછા ફરી નરકલોકમાં ગયા, દુર્વાસામુનિના મસ્તક પરના વિશાળ ભાલપ્રદેશ (કપાળ) પર દિવ્ય ત્રિપુંડ શોભતું હતું. તેમના શરીર પર પણ દિવ્ય એવી ભસ્મ ધારણ કરેલી હતી. દેવીની પ્રસાદીરૂપે આ ભસ્મના કારણે તેમના તેજમાં પણ વધારો થયેલો જોવા મળતો હતો. તેઓ યમરાજીને મળ્યા અને તેમના ખબર-અંતર પૂછ્યા. ત્યારપછી આખીય યમપુરી ફરી વળ્યા. છેલ્લે તેઓ કુંભીપાક નરકમાં પહોંચ્યા. ત્યાં ભયાનક યાતનાઓને ભોગવી રહેલા જીવો દુર્વાસા મુનિને શરીરે લગાડેલી ભસ્મ તેમના પર ઉડવાથી તે સૌ પોતાના કષ્ટમાંથી મુક્ત થવા લાગ્યા. તેમને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થવા લાગી. આ બધું જોઈ અને ત્યાં હાજર રહેલા યમદુતો પણ વિમાસણમાં પડી ગયા. દુર્વાસામુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ ઘટના વિશે યમદુતોએ યમરાજાને પૂછયું ત્યારે યમરાજાએ જવાબ આપ્યો,
"આ બધી જ શક્તિનો પ્રતાપ છે. ભસ્મમાં દેવી શક્તિ રહેલી છે. તે ભસ્મ દુર્વાસામુનિએ ધારણ કરેલી. તેમાંથી ઉડેલી ભસ્મની કણોથી જીવાત્માઓ નરકના કષ્ટોમાંથી મુક્ત થઈ અને સ્વર્ગના સુખને પામ્યા છે."
આ પ્રસંગ ઉપરથી એવો બોધ મળે છે કે , દેવીની યજ્ઞની પ્રસાદીરૂપ ભસ્મના કણ માત્રથી પણ સ્વર્ગના આનંદની પ્રાપ્તિ થાય છે. માટે શિવ-શક્તિના પ્રસાદી રૂપ ભસ્મ મનુષ્યએ અવશ્ય ધારણ કરવી જોઇએ.
આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેનો મંત્ર...
" દેહિ સૌભાગ્યમારોગ્યં
દેહી મેપરમંસુખમ,
રૂપં દેહિ જયં દેહિ
યશો દેહિ દ્વિષો નહિ."
આ મંત્રથી આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઘણા વર્ષો પહેલાની કથા છે. એક વાર પૃથ્વી લોક ઉપર ભયંકર દુષ્કાળ પડયો. પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ થઈ ગઈ. અન્ન-જળ વિના મનુષ્યો, પશુ - પક્ષીઓ મરવા લાગ્યા. આ ગંભીર પરિસ્થિતિને પામી જઈ લોકો મહાશોકમય બન્યા. તેઓ જુદા-જુદા ઋષિઓ તેમજ મુનિઓને શરણે જઈ આવી પડેલ વિકટ સમસ્યાનો ઉકેલ આણવા માટે પ્રાર્થના કરવા લાગ્યા પરંતુ એ ઋષિઓ અને મુનિઓ આ સંકટને દૂર ને કરી શક્યા. તેમાના કેટલાક ઋષિ - મુનિઓને પરમ ગાયત્રી ઉપાસક ગૌતમ ઋષિ પ્રત્યે ખૂબ જ ઇર્ષા હતી. તેઓએ લોકોને સુચવ્યું કે, આ વિકરાળ પરિસ્થિતિનો ઉકેલ એક માત્ર ગૌતમ ઋષિ જ લાવી શકે તેમ છે. માટે તમે સૌ ગૌતમ ઋષિના શરણે જાવ."
આમ, લોકો સૌ સાથે મળીને ગૌતમ ઋષિના શરણે ગયા. ગૌતમ ઋષિએ સૌને આવકાર આપી પોતાના આશ્રમમાં બેસાડ્યા તેમજ તેમને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમના એક વડિલે ગૌતમ ઋષિને કહ્યું, "હે પૂજનીય, આપ તો જાણો છો કે જગત પર દુષ્કાળે પોતાનો ક્રુર પંજો જમાવ્યો છે. મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, અન્ન-જળ વિના ટપોટપ મરી રહ્યાં છે. આ મહાભયંકર પરિસ્થિતિમાંથી આપ જ માર્ગ કાઢી શકો તેમ છો તે જાણી અમે તમારા શરણે આવ્યા છીએ. માટે આ મહાસંકટમાંથી માર્ગ કાઢી આપવાની કૃપા કરો તેવી વિનંતી કરવા જ અમે સૌ આપની પાસે આવ્યા છીએ."
આ સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું, "હું પણ આપ સૌ જેવો સામાન્ય મનુષ્ય જ છું. આપ સૌ અહીં રહો સાયંસંધ્યા બાદ હું તમને જણાવીશ કે તમારૃં વિઘ્ન દૂર થશે કે નહી." સંધ્યા સમયે સંધ્યા વંદન કરી ગૌતમ ઋષિએ માં ગાયત્રીને ખરા અંતઃકરણથી પ્રાર્થના કરી યાદ કર્યા, આથી સાક્ષાત સાવિત્રી દેવી પ્રસન્ન થઇ પ્રગટ થયા. દેવીએ કહ્યું, "બેટા, તે મને શા માટે યાદ કરી?" ગૌતમ ઋષિ બોલ્યા, "હે દયાળુ, પરમકૃપાળુ મા, જગતમાં દુષ્કાળે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે તારા બાલુડા તેમજ મુંગા પશુ-પક્ષીઓ તડપી-તડપી અને મરી રહ્યાં છે તમે તે સારી રીતે જાણો છો. માટે લોકોના દુઃખને દૂર કરી આ જગતને ફરી લીલુંછમ બનાવી દો.'
ગૌતમ ઋષિની પ્રાર્થના સાંભળી ભગવતી ગાયત્રી દેવી "તથાસ્તુ કહી અંર્તધ્યાન થઈ ગયા. પછી ખૂબ જ સારો વરસાદ થયો. જગત ફરી નંદનવન સમું ભાસવા લાગ્યું, આથી ગૌતમ ઋષિના શરણે આવેલા સૌ માતા સાવિત્રી-ગાયત્રી દેવીની અને ગૌતમ ઋષિની જય જયકાર કરવા લાગ્યો. સૌ પોત પોતાના ક્ષેત્રમાં ગયા. ચો તરફ ગૌતમ ઋષિનો જય જયકાર સાંભળી, તેના વિરોધી ઋષિમુનિઓ વધુ ઈર્ષ્યા કરવા લાગ્યા. સૌ વિરોધીઓએ સાથે મળી એક મરવા પડેલી ગાયને ગૌતમ ઋષિની ગૌશાળામાં બાંધી આવ્યા. વહેલી સવારે ગાયને પૂજવા જનારા ગૌતમ ઋષિ એક પછી એક ગાયને પૂજતા પૂજતા આ અત્યંત બિમાર અને નબળી એવી ગાયને કપાળે તિલક કરવા ગયા ત્યાં જ તે ગાય જમીન ઉપર ઢળી પડી અને મરણ પામી. ગૌતમ ઋષિ આ ઘટનાથી અત્યંત દુઃખી થઇ ગયા. તેમણે માન્યું કે પોતાના હાથે ગૌ હત્યા થઇ ગઇ. આથી તે વ્યથીત હૃદયે રડવા લાગ્યા. સાથે સાથે ભગવતી સાવિત્રી-ગાયત્રી દેવીનું સ્મરણ કરવા લાગ્યો. તત્કાળ માં સાક્ષાત પ્રગટ થયા. તેમણે ગૌતમ ઋષિને સાંત્વના આપી. તેમજ ગૌતમ ઋષિને તેમની સાથે બનાવટ કરનારા તેમના ઈર્ષ્યાળુના કાવતરાની વાત કરી. તે ઈર્ષાળુને ભગવતી દેવીએ નિસ્તેજ બનાવી દીધા. જ્યારે ગૌતમ ઋષિના તેજમાં વધારો કરી તેના પર પોતાની પૂર્ણ કૃપા ઉતારી.
સ્વપ્નમાં સિદ્ધિ પ્રાપ્તિ માટેનો મંત્ર
" દુર્ગે દેવી નમસ્તુભ્યં સર્વકામાર્થસાધિકે,
મમ સિધ્ધિમસિધ્ધિં વા સ્વપ્ન સર્વ પ્રદર્શય"
આ મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી સ્વપ્નમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાતાળ લોકમાં રહેનારો તરૂણ નામનો એક દૈત્ય હતો. આ દૈત્ય ગંગા નદીના કિનારો રહી તપ કરતો. તેણે નિરાહાર રહી અને એકાગ્ર ચિતે વર્ષો સુધી ગાયત્રી મંત્રનો જાપ કરેલો. તેને લીધે પ્રસન્ન થયેલા ગાયત્રી દેવી પાસે તરૂણ દૈત્યે વરદાન માંગ્યું કે "બે પગ વાળા (મનુષ્ય, વાનર વગેરે) તથા ચાર પગવાળા કોઈ પણ પ્રકારના જીવો મને મારી ન શકે તેવું વરદાન આપો."
ત્યારે માતાજીએ તેને વચન આપ્યું કે, "જ્યાં સુધી તું મારા મંત્રનો જપ કરતો રહીશ અને મારામાં મન જોડીને રહીશ ત્યાં સુધી કોઇપણ તારો વાળ વાંકો નહી કરી શકે."
આમ દેવીની શક્તિથી બળવાન બનેલા તરૂણ દૈત્યએ દેવતાઓ સામે મોરચો ખોલ્યો. તે દેવોની શાંતિને હણવા લાગ્યો. યેનકેન પ્રકારે તે દેવોને હેરાન-પરેશાન કરવા લાગ્યો, તેથી કંટાળેલા દેવતાઓ તેનો સામનો કરવા છતાં તેમને પીછે હટ કરવાનો વખત આવ્યો. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ભગવાનના શરણે ગયા. પરંતુ તેઓ પણ આ તરૂણ દૈત્યની સામે હારી ગયા. ત્યારે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને સાથે રાખી સૌ વિચારવા લાગ્યા કે, તરૂણ દૈત્યની સમસ્યામાંથી કઇ રીતે મુક્ત થવું? આખરે બૃહસ્પતિજીએ ઉપાય બતાવ્યો કે, તરૂણ દૈત્ય જો ગાયત્રી મંત્ર કરવાનું છોડી દે તો તેની સામે આપણે વિજય મેળવી શકીએ. તેમજ પોતે બિડું ઝડપ્યું કે, હું ખુદ જાતે જૈઈને તરૂણ દૈત્યની યુક્તિપૂર્વક ગાયત્રી સાધના છોડાવી દઇશ. બૃહસ્પતિજી તરૂણ દૈત્ય પાસે ગયા અને તેના મનમાં ગાયત્રી મંત્ર પ્રત્યે શંકા ઉભી કરી દીધી. શંકા ઊભી થતાં તેણે ધીરે ધીરે ગાયત્રી મંત્રની સાધના કરવાનું છોડી દીધું. તેના કારણે તે ધીરે ધીરે નિસ્તેજ થવા લાગ્યો.
બીજી બાજુ દેવતાઓએ જગત જનની મા સાવિત્રીની પૂજાઅર્ચના શરૂ કરી દીધી. શ્રદ્ધા-ભક્તિપૂર્વક ગાયત્રી મંત્રના જાપથી પ્રસન્ન થયેલા સાવિત્રી દેવી દેવતાઓને વરદાન આપ્યું કે, "તરૂણ નામના દૈત્યના ત્રાસમાંથી હું તમને જરૂર મુક્ત કરાવીશ." પછી દેવીએ પોતાની શક્તિથી ભ્રમરોને ઉત્પન્ન કર્યા (ભ્રમરો એટલે બે પગ-ચાર પગ વગરના જીવ)એ ભમરોએ તરૂણ દૈત્ય ઉપર પ્રહાર કરી તેને દેશ મારી મારી તેને મારી નાખ્યો.
આમ, ગાયત્રી સાધના છોડી દેનાર તરૂણ દૈત્યનું મૃત્યુ થયું અને દેવતાઓ તેના ત્રાસમાંથી મુક્ત થયા.
સર્વત્ર રક્ષા માટે દેવી મંત્ર
"સુલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપ જ્વાનિ સ્વનેનચ."
ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા શ્રદ્ધા સાથે કરતા રહેવાથી દેવી માં સર્વત્ર રક્ષા કરે છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એકવાર મહર્ષિ નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ક્ષેત્રે આવી પહોંચ્યા, આવેલા નારદજીને જોઇ વિંધ્યાચળે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. વાત વાતમાં મહર્ષિ નારદજીએ વિંધ્યાચળને કહ્યું, "હે વિધ્યાચળ મારી દૃષ્ટિએ તું પણ હિમાલય જેવો મહાન છે પરંતુ તું જાણે છે કે, સૂર્યનારાયણ હિમાલય, નીલ, ગંધમાદન આદિ પર્વતોની પરિક્રમા કરે છે તું પણ તેમના જેટલો જ મહાન છે છતાં પણ તે તારી પ્રદિક્ષણા ન કરી અને રોજે રોજ તારું અપમાન કરે છે, તારૃં રોજે રોજ થતું અપમાન મારાથી તો જોવાતું નથી.. તને આ બાબતે કોઈ તકલીફ નથી થતી ? તું તેજસ્વી હોવા છતાં તારૃં રોજે રોજ અપમાન થતું હોય તો તે તેજસ્વીતા શા કામની? *
આ પ્રમાણે મહર્ષિ નારદજી દ્વારા કાનભંભેરણી થતાં વિંધ્યાચળ ક્રોધે ભરાયો. તેણે નક્કી કરી લીધું કે, "કોઇપણ હિસાબે આ અભિમાની સુર્યનારાયણને જરૂર પાઠ ભણાવવો." બસ પછી તો પૂછવું જ શું? મહાશક્તિ ધરાવતા વિધ્યાચળે પોતાની જિંચાઇમાં એટલી હદે વધારો કરી નાખ્યો કે, સૂર્યનારાયણનો રથ તે ઉંચાઇ ઉપરથી નીકળવો અશક્ય બની ગયો. જેથી અડધી ભૂમિ પર ઘોર અંધકાર છવાઇ ગયો. આ બનાવને કારણે લોકો દિવસને પણ રાત્રિ સમજવા લાગ્યા તેથી યજ્ઞ, પૂજા-પાઠ વગેરે દેવકાર્યો અટકી ગયા. જેને કારણે દેવોને હવિભોજ મળવાનું બંધ થઇ ગયું. તેઓ ખૂબ જ દુઃખી બની ગયા. શું કરવું તેનો કોઇ માર્ગ દેખાતો ન હતો.
આખરે આ સંકટથી બચવા માટે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમની પાસે પોતાના દુઃખની રજુઆત કરી પરંતુ બ્રહ્માજીએ કહ્યું, "આમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી માટે આપણે સૌ શિવજી પાસે જઇએ, શિવજી પાસે જઈ સૌએ આવી પડેલા દુઃખમાંથી માર્ગ કાઢી આપવા વિનંતી કરી. તેમની વિનંતીને ધ્યાને લઇ શિવજીએ કહ્યું, "તમે સી જે દુઃખ દૂર કરવા માટે આવ્યા છો, તેમાં હું મદદરૂપ થઇ શકું તેમ નથી. તે માટે તો આપણે વિષ્ણુ પાસે જવું પડે તેમ છે. તેથી બ્રહ્માજી, શિવજી અને બધાય દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. તેમના આગળ વિંધ્યાચળને લીધે ઉભી થયેલી વાત કરી, વિષ્ણુ ભગવાન બોલ્યો, "આ આખીય સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો અગત્ય મુનિ નામના એક મહાન દેવી ભક્ત પાસે છે. આ વિધ્યાચળ, તેનો શિષ્ય છે. મુનિના તપોબળના તેજને કારણે જ તે સૂર્યના સ્થાનને રોકી શક્યો છે. તેમાં હું વચ્ચે પડી દેવીભક્તના ક્રોધનો ભોગ બનવા માંગતો નથી. માટે તમે સૌ દેવતાઓ સાથે મળી મુનિ અગત્ય પાસે જાવ. તે અત્યારે કાશી નગરીમાં તપ કરી રહ્યા છે. તેમની પાસે જઇને વિનંતી કરો તો તમારૃં કષ્ટ અવશ્ય દૂર થશે."
આ સાંભળી સૌ દેવતાઓ સાથે મળી અને સુંદર એવી શિવજીની કાશી નગરીમાં આવ્યા. ત્યાં આવી સૌએ અગત્ય મુનિને વિનંતી કરી, " હે મુનિ, વિંધ્યાચળ પર્વત તમારો શિષ્ય છે. તેના કારણે અમને એક મોટી તકલીફ ઉભી થઇ છે. તેણે પોતાની ઉંચાઇ વધારી સૂર્યનારાયણનો રથ રોકી રાક્યો છે. જેથી પૃથ્વી લોકના અડધા ભાગમાં અંધકાર છવાયો છે. તેના લીધે અનેક જાતની સમસ્યાઓ ઉભી થયેલ છે. માટે અમારા કષ્ટને દૂર કરો. ત્યારે અગમ્ય મુનિએ દેવતાઓને ધીરજ રાખવા કહ્યું. પછી પોતે વિંધ્યાચળ પર્વત પાસે ગયા, ગુરૂઆવેલા જાણી વિંધ્યાચળ તેને પગે લાગવા નમ્યો. ત્યારે સૂર્યનારાયણના રથને જવાનો માર્ગ ખુલ્લો થયો. ત્યારે ગુરૂએ તેને એમને એમ નમી રહેવાની આજ્ઞા આપી. આથી દેવી ભક્ત અગત્ય મુનિની આજ્ઞાથી આજ દિવસ સુધી તે નમતો રહેલ છે. તેથી સૌ દેવતાઓએ દેવી માતાનો જય જયકાર કર્યો અને અગસ્ત મુનિનો ખુબ ખુબ આભાર માન્યો. વિંધ્યાચળે પોતાના ગુરૂ અગમ્ય મુનિને પ્રાર્થના કરી, "હે ગુરૂ મારો પણ મહિમા વધે તેવું કંઇક કરો.'' ત્યારે દેવી ભક્ત અગત્ય મુનિએ દેવી માને પ્રાર્થના કરી કે, "હે મા તમે આ પર્વત ઉપર નિવાસ કરી પર્વતનું મહત્ત્વ વધે તેમ કરો.'
આથી આ ભગવતીએ ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું અને તે પર્વતનો મહિમા વધે તે માટે વિધ્યાવાસીની તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા.
પાપના નાશ માટેનો મંત્ર
" હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્
સા ઘંટા પાતુનો દેવિ પાપેભ્યોડનઃ સુતાનિવ."
ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી પાપનો ક્ષય થાય છે.
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગાયત્રી મંત્રને મહામંત્રની ઉપમા આપવામાં આવી છે. વેદ-પૂરાણોએ મહામંત્ર ગાયત્રી મંત્રનો ખૂબ જ મહિમા ગાયો છે, તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ઋષિ દયાનંદ સરસ્વતિ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ૫.મદનમોહન માલવિયાજી વગેરે મહાપુરૂષોએ પણ મહામંત્રની ખૂબ જ પ્રસંશા કરી છે. ભાગવત પુરાણ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ ગાયત્રી મંત્રના મહિમાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બહ્મમુહુર્તમાં ઉઠી, દિનચર્યા પૂર્ણ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. "ગાયત્રી મંજરી'' માં ઉલ્લેખ મળે છે કે સાક્ષાત શિવજી મહારાજે જગત માતા પાર્વતી પાસે ગાયત્રી મંત્રના ગુણગાન ગાયા છે.
ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો મનુષ્યના શરીરના ચોવીસ અંગો પર સુમ અસર કરી મનુષ્યને ઉન્નતિના રસ્તે લઈ જાય છે. આ અંગે એક જર્મન વૈજ્ઞાનિક સંશોધન પણ કરેલું અને શાસ્ત્રોની આ વાતને અનુમોદન પણ આપેલું છે. ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતી એક ઘટના છે. પૂર્વે વાગ્ભટ્ટ નામના એક વિદ્વાન થઈ ગયા. તેમને જીવનમાં કંઈને કઈ સમસ્યા રહ્યા કરતી આ તમામ સમસ્યાઓની નિવૃત્તી માટે તેમણે ગાયત્રી મંત્ર વડે ગાયત્રી ઉપાસના કરવાનું નક્કી કર્યું. આમ ગાયત્રી સાધના કરવા માટે તેમણે વૃન્દાવનને પસંદ કર્યું. વૃન્દાવનમાં જઇ અને તેમણે સતત બાર વર્ષ સુધી વિધિવત ગાયત્રી મંત્રના જાપ કર્યા. સતત બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કરવા છતાં તેમણે ધાર્યું હતું તેમ તેના કષ્ટ દૂર ન થયા. આથી તે વ્યથીત થયા. વ્યથીત હૃદયે તેમણે વૃન્દાવન છોડી અને ત્યાંથી કાશી જવાનું નક્કી કર્યું. -વૃન્દાવન છોડી તેઓ કાશી આવ્યા. કાશીમાં તેઓ ફરી રહ્યા હતા. ફરતાં ફરતાં એકવાર વાગ્ભટ્ટ મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચ્યા. ત્યારે એ ઘાટ પર એક તાંત્રિક પોતાની " તંત્ર-સાધના' ' માં વ્યસ્ત હતા. તેમને જોઈ મનમાં ને મનમાં વાગભટ્ટજી વિચરાવા લાગ્યા કે , "આ બધું જ વ્યર્થ છે. પાઠ-પૂજા કરવાથી કોઇ જ લાભ નથી''. પોતાની શક્તિ દ્વારા એ તાંત્રિક વાગ્ભટ્ટજીના વિચારોને જાણી ગયા તેથી તેમણે વાગ્ભટ્ટજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "જો ભાઇ હું ગાયત્રી મંત્રનો જાપ નથી કરતો. હું તો એક અલગ જ મંત્રનો જાપ કરૂ છું. તેની સાધના તમને શિખડાવું છું. તે મંત્રનો જાપ કરો પછી જુઓ કે એક વર્ષમાં તમને જે જોઇએ તે મળે છે કે નહિ! આમ, વાનમ તાંત્રિક પાસેથી મંત્રની દિક્ષા લીધી અને મંત્રની સિધી માટે સાધના શરૂ કરી દીધી. ૬ મહિનામાં જ એક ચમત્કાર સર્જાયો. એક ઓળો વાગ્ભટ્ટની પાછળ આવીને ઊભો રહ્યો. તેણે વાગ્ભટ્ટને કહ્યું , " માંગ માંગ માગે તે આપું ... '' વાગ્ભટ્ટ કહે છે કે, "તું મારી સામે આવ, તું કોણ છે ? તે મારે જવું છે..." ત્યારે તે ઓળાએ જવાબ આપ્યો, "જો, હું તમારી સામે આવી શકું તેમ નથી. કારણ કે તમે મહામંત્ર ગાયત્રી મંત્રની ખૂબ જ સાધના કરેલી છે. તે શક્તિશાળી મંત્રના સાધક સામે આવી શકવાની મારી તાકાત નથી. હું એક સ્મશાન સિદ્ધિવાળી શક્તિ છું.'' ત્યારે વામ્ભટ્ટ બોલ્યા, "જે એમ જ હોય તો એ ગાયત્રી મંત્રના જાપ કરવાથી મારા દુઃખો દૂર કેમ ન થયા? જો તું એ જાણી શકતી હો તો મને બતાવ.'
ત્યારે તે શક્તિ બોલી, "તમારા સાત ભવના પાપ ભેગા થયા છે. જે ગાયત્રી મંત્રના જાપથી ધીરે-ધીરે બળવો લાગેલા બાર વર્ષમાં તમારા મોટા ભાગના પાપ બળી ગયા. એ દરમ્યાન જ તમે ગાયત્રી મંત્રની સાધના છોડી દીધી. બોલ હવે બીજું હું તમને શું આપું? " ત્યારે વાગભટ્ટ બોલ્યા, "ક્ષમા કરો! મારે તમારી પાસેથી કંઇ જ નથી જોઇતું." એમ કહી વાગભટ્ટે ત્યાંથી ઉઠી કાશી નગરીને છોડી ફરી વૃન્દાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં ફરી ગાયત્રી મંત્રની સાધના કરી, તેના પરીણામ સ્વરૂપ તેમને આયુર્વેદનું અલૌકીક જ્ઞાન પ્રાપ્ત થયું અને આજે પણ તેમના "અષ્ટાંગ ગ્રંથ'' ને આમૂલ્ય માનવામાં આવે છે. આ પ્રમાણે ગાયત્રી મહામંત્ર મહાશક્તિશાળી મંત્ર છે. તેના દ્વારા આ જગતના દરેક જીવોએ અનેક પ્રકારના સંતાપોમાંથી મૂક્તિ મેળવી અને પરમસુખની પ્રાપ્તી કરી છે. એટલે જ હાલના યુગપુરૂષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ "ગાયત્રી ચાલીશા''માં ગાયત્રી મહામંત્રના ગુણગાન ગાતા કહ્યું છે કે,
"મહામંત્ર જીતને જગ માહીં કાઉ ગાયત્રી સજા નાહી." આ મહામંત્ર ગાયત્રીનો શ્રધ્ધાપૂર્વક જાપ કરી અને મનુષ્યએ પોતાની આધ્યાત્મક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.
રોગોનો નાશ કરવા માટેનો મંત્ર
"રોગોનશેષાનપહંસી તુષ્ટા
રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા
ત્વામાશ્રિતાનાંન વિપન્નરાણાં
ત્વામાશ્રિતા હૃાાશ્રયતાં પ્રયાન્તિ ાા
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ થયા પછી એટલે કે, ભાદરવા વદ અમાસ પછી જ્યારે બીજા દિવસનો સૂર્યોદય થાય એટલે મા દુર્ગાના પાવન નવરાત્રિના દિવસોની શરૂઆત થાય. વર્ષાઋતુ પૂર્ણ થાય અને શરદઋતુની શરૂઆત સાથે જ મંગલ કાર્યો માટે નવરાત્રિના દિવસો ઉત્તમ માનવામાં આવે છે. નવરાત્રિના દિવસો એટલે બુરાઇ પર અચ્છાઇની જીત. આ દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી માતા સીતાજીને મુક્ત કરાવ્યા હતા.
નવરાત્રિના દિવસોમાં સમગ્ર ભારતવર્ષમાં તથા વિદેશોમાં જ્યાં જ્યાં દેવીભક્તો રહેતા હોય તેઓ ગરબામાં દિપ પ્રાગટ્ય કરી મા ભગવતીના જુદા જુદા સ્વરૂપોની સ્તુતિ કરે છે. મા ભવાની આ વિશ્વના કણ કણમાં વિવિધ રૂપે વિદ્યમાન છે. ખરેખર તો મા પાર્વતી જ માતાજીના જુદા જુદા સ્વરૂપે પૂજાય છે. દેવાધિદેવ મહાદેવજીની અર્ધાંગીની અને શિવજીની શક્તિ આ પાર્વતિ માતાજીનું સાક્ષાતરૂપ જ્યોતિ સ્વરૂપ છે. તેથી નવરાત્રિમાં ઘર ઘરમાં મા ભવાની જ્યોતિ સ્વરૂપે બિરાજે છે અને તે ઘરમાં તમામ પ્રકારની ખુશી અને શાંતિ દ્વારા મા આશિર્વાદ આપે છે. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા નવ સ્વરૂપે થાય છે. આ નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારીણી, ત્રીજું ચંદ્રઘંટા , ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધિદાત્રી સ્વરૂપે પૂજાય દક્ષ રાજાની પુત્રી સ્વરૂપે સતીમાએ યોગાજ્ઞી દ્વારા પોતાના શરીરને ભષ્મ કર્યા પછી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની, પુત્રીના રૂપે જન્મ લીધો તેથી તે શૈલપુત્રીના નામથી જગ વિખ્યાત બન્યા. જો કે હેમવતી, પાર્વતી જેવા વિવિધ નામોથી પણમાં જાણીતા છે. નવદુર્ગામાં શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે કરવામાં આવે છે.
હિમાલયની જેમ આપણું મન શરીરમાં ઉચાઈ પર આવેલું છે. તેને શિતળતા આપે તેવા સાત્વિક વિચારમાં શૈલપુત્રીની પૂજાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીણી તરીકે પૂજાતા મા દુર્ગાના નામનો અર્થ 'તપ કરનારી દેવી' એવો થાય છે. પૂર્વ જન્મમાં હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે ઉત્પન્ન થનાર માને મહર્ષિ નારદજીએ ઉપદેશ આપી તપ વડે ભગવાન શંકરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવેલો તેથી કઠોર તપ કરવાને કરાણે તેનું આ નામ પડ્યું છે. તેની ઉપાસના કરવાથી મનુષ્ય વાસનામૂક્ત થઇ જાય છે. ચંદ્રઘંટા સ્વરૂપે પૂજતા દૂર્ગા માએ ચાંદનીરૂપી શ્વેત વસ્ત્ર ધારણ કરી અર્ધચંદ્રને ધારણ કર્યો છે. જેની ઉપસાના કરવાથી સાધકના મનનો સંતાપ દૂર થાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. જયારે કુષ્માંડા સ્વરૂપે પૂજાતા માતાજીએ અંધકાર યુગ (જયારે સૂર્યનતો)માં પૃથ્વીની રચના કરેલી આમ, બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતાજીની ઉપાસના કરવાથી સર્જનાત્મક શક્તિ ખીલે છે. કંદમાતા નામે પૂજાતા મા દુર્ગા કુમાર કાર્તિકેયને દેવો અને અસુરોના સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તેથી ભગવાન કાર્તિકેયને સ્કંદકુમાર એવું ઉપનામ પ્રાપ્ત થયેલું તેથી તેના માતા હોવાના કારણે પાર્વતિ દેવી સ્કંદમાતા એ નામથી જગ પ્રસિદ્ધ થયા. તેની ઉપાસના કરવાથી ઉપાસકનું તેજ અને કાન્તિ વધે છે.
ઉકત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ થઇ ગયા. તેમના કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. તેમણે ભગવતી ભવાનીની ઉગ્ર તપસ્યા કરી. બહુ વર્ષો બાદ જ્યારે મા પ્રસન્ન થયા ત્યારે મહર્ષિ કાત્યાયનને વરદાન માગવા કહ્યું. મહર્ષિએ માને પોતાને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટવા પ્રાર્થના કરી. તેથી મા તેને ત્યાં પુત્રી તરીકે પ્રગટ્યા અને કાત્યાયની તરીકે મા જાણીતા બન્યા. જો કે, આ અંગે એક કથા એવી પણ છે કે, મહિષાસુરના અત્યાચારથી પૃથ્વી પર ત્રાસ ફેલાયેલો ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજના અંશ વડે મહિષાસુરના નાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા.
આ દેવની સૌ પ્રથમ પુજા મહર્ષિ કાત્યાયન કરી તેથી મા કાત્યાયની તરીકે ઓળખાયા. તેની ઉપાસનાથી જીવનના ચાર આધાર સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કાલરાત્રી સ્વરૂપે પૂજાતા મા દુર્ગાનું સ્વરૂપ અત્યંત ભયંકર છે પરંતુ તેની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી તેને મા શુંભાકરીના નામે પણ ઓળખવામાં આવે છે. તેની ઉપાસનાથી સાધકને પરેશાન કરતા દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત - પ્રેત જેવા દુષ્ટોની પીડામાંથી મુક્તિ મળે છે, મહાગૌરીના નામે પૂજાતા મા પાર્વતિએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી તેથી તેમનું શરીર કાળું પડી ગયેલું એ સ્વરૂપ કાલરાત્રીના નામે પૂજાય છે જયારે તેમની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીએ તેમને પવિત્ર ગંગાજીના જળથી નવડાવ્યા ત્યારે તેમનું તેજ કાન્તીમાન-ગૌરવર્ણનું થઇ ગયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું. તેમનું સ્મરણ, ઉપાસના કરવાથી સાધકના સર્વ પ્રકારના કષ્ટો દૂર થાય છે. સિદ્ધિદાત્રીએ મા દુર્ગાનું એવું સ્વરૂપ છે કે જેની અનુકંપાથી શિવજીનો અડધું શરીર દેવીનું થઈ ગયેલું. તેથી ભગવાન શિવજી જગતમાં અર્ધનારીશ્વરના નામથી પ્રસિધ્ધ થયા. તેમની ઉપાસનાથી તમામ પ્રકારની સિધ્ધિઓની પ્રાપ્તિ થાય છે. દરેક કન્યા દુર્ગાનું સ્વરૂપ લખાય છે. તેથી નવરાત્રિના અંતે કન્યા પૂજનનું વિશિષ્ટ મહત્વ છે. જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન કોઈ પણ ઉગ્ર જપ-તપ કે ઉપાસના ન કરે પરંતુ ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયારની સંખ્યામાં કન્યા પૂજન કરી તેને ભોજન કરાવે તો માં દૂર્ગા તેનાથી પ્રસન્ન થઇ શુભ ફળ આપે છે.
માં દુર્ગાની ભક્તિના માર્ગ પર ચાલનારા મનુષ્યને તેની કૃપાના ફળો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના સુક્ષ્મ અનુભવો પણું થાય છે. તેની ભક્તિ અને આરાધના કરનારને તે દુઃખ સ્વરૂપસંસાર તેના માટે સુખદ અને આનંદદાયક બનાવી દે છે. માની ઉપાસના કરવાથી મનુષ્ય સહજ રીતે ભવસાગર તરી જાય છે. મા ભવાની ખૂબ જ દયાળુ છે તેની ભક્તિ કરનાર મનુષ્ય દરેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિના શિખરોને સર કરે છે, તેવો મનુષ્ય આ લોક અને પરલોકમાં તમામ પ્રકારની કિન્નતિને પ્રાપ્ત કરે છે. માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માંસ, શરાબ, તમામ પ્રકારના વ્યસને તથા તામસી ખોરાક, વ્યભીચાર, નિંદા વગેરેથી ભક્તએ સદાય દૂર રહેવું જોઇએ.
સુલક્ષણા પત્ની મેળવવા માટેનો મંત્ર
પત્ની મનોરમા દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ા
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કલોદ્ધવામ્ ાા
- દેવેન કનકચંદ્ર વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો