Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવાર સુધી ૨૪ કલાકમાં ૮૧ તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ તા. ૨૧: જાંબુઘોડામાં ૮ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જવા પામી છે. આજે સવાર સુધીના ૨૪ કલાકમાં ૮૧ તાલુકાઓ ભિંજાયા છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૂપે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે (૨૧ જૂન) સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૮૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઈંચ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના અહેવાલ મુજબ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પાંચ ઈંચ, આણંદના પેટલાદમાં સાડા ત્રણ ઈંચ અને હાલોલમાં ૨.૭ ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં ૩ ઈંચ તેમજ આણંદના તારાપુરમાં પણ ૨.૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં આણંદ શહેરમાં ૨ ઈંચ, તારાપુરમાં ૨.૭ ઈંચ અને બોરસદમાં ૨.૫ ઈંચ, જ્યારે ભરૂચના જઘડિયામાં ૨.૪ ઈંચ, પંચમહાલના હાલોલમાં ૨.૭ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના ૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ જયારે ૫૧ તાલુકાઓમાં એક ઈંચ કરતા ઓછો વાસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કુલ ૮૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial