Advertisement
Author: નોબત સમાચાર

બર્ધન ચોકમાં રેંકડી રાખવા બાબતે બોલાચાલી પછી બે પર હુમલોઃ ધ્રોલમાં મોટરના કાચમાં પાઈપ ફટકારાયો

એકલી સ્ત્રી સાથે ઝઘડો ન કરવાનું કહ્યા પછી યુવક સહિત ત્રણ પર હલ્લોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એક દુકાન પાસે રેંકડી રાખવા બાબતે બોલાચાલી થયા પછી બે વ્યક્તિ સમજાવટ કરવા જતા બે શખ્સે પાઈપ, ઢીકાપાટુથી માર માર્યાે હતો. ધ્રોલમાં ઘર પાસે પડેલી વેપારીની મોટરમાં એક શખ્સે પાઈપ ફટકારી કાચ તોડી નાખ્યો હતો અને ગાળો ભાંડી ધમકી આપી હતી. જ્યારે ધરારનગર-રમાં એકલી સ્ત્રી સાથે ઝઘડો ન કરવાનું કહેનાર યુવાન તથા તેના પિતા સહિત ત્રણ પર બે મહિલા સહિત ચારે હુમલો કર્યાે હતો.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આવેલી વેરાયટી પ્લાસ્ટિક નામની દુકાન પાસે રેંકડી રાખવા બાબતે સમીર અજીઝ સમા નામના યુવાનના ભાઈ સાથે ભાવસાર ચકલામાં વસવાટ કરતા કાદર સતાર મુલાને બોલાચાલી થયા પછી ગઈકાલે સવારે સમીર તથા મામદ સમા સમજાવટ કરવા ગયા હતા.

આ વેળાએ ઉશ્કેરાયેલા કાદર સતાર તથા અબ્દુલ ઉર્ફે છોટુ મુલાએ ગાળો ભાંડી પાઈપ-ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત મારી નાખવા ધમકી આપી હતી.

ધ્રોલ શહેરના ગોકુલ પાર્કમાં રહેતા થોભણભાઈ લાખાભાઈ ભુંડીયા નામના વેપારીના ઘર પાસે તેમની જીજે-૩૬-એસી પ નંબરની સ્વીફટ મોટર પડી હતી. તે મોટરમાં ગઈકાલે સાંજે બ્રીજરાજસિંહ નીરૂભા જાડેજા નામના શખ્સે પાઈપ ફટકારી કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો. રૂ।.આઠેક હજારનું નુકસાન કરી બ્રિજરાજસિંહે ગાળો ભાંડી ધમકી પણ આપી હતી. ધ્રોલ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર શહેરના ધરારનગર-રમાં ત્રણ માળીયા આવાસમાં રહેતા યુસુબ મામદ સુમરા નામના યુવાનના ઘર પાસે રહેતા તૈયબ સુમરાને તે શેરીમાં જ રહેતા એક મહિલા સાથે ઝઘડો થયો હતો. આ વેળાએ યુસુબભાઈનો પુત્ર ઈમ્તિયાઝ ત્યાં રિક્ષા રાખતો હતો તેણે એકલી સ્ત્રી સાથે ઝઘડો ન કરો તેમ તૈયબ સુમરાને કહેતા તૈયબ ઉપરાંત તેના પુત્ર અલ્તાફ, પુત્રવધૂ સાયરાબેન તથા પુત્રી સાઝમીન સુમરાએ ઉશ્કરાઈને ઈમ્તિયાઝને માર માર્યાે હતો. આ બાબતની ઈમ્તિયાઝે પિતા યુસુબભાઈને ફોન કરીને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. આ વેળાએ ઉપરોક્તય ચારેય વ્યક્તિએ પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી યુસુબભાઈ તથા હસીનાબેનને માર માર્યાે હતો. પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh