હાલારના વિખ્યાત યાત્રાધામ હર્ષદ મંદિરમાં દર્શનાર્થીઓની પાંખી હાજરી

ભાટિયા તા. ૧ઃ હાલારના જગપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે બારેમાસ ધર્મપ્રેમી દર્શનાર્થીઓ, ભક્તો મોટી સંખ્યામાં આવે છે, પણ કોરોના મહામારીના કારણે ઘણા સમયથી દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સાવ જુજ સંખ્યામાં જ દર્શનાર્થીઓ આવતા હોવાથી મંદિર આસપાસના દુકાનદારો-વેપારીઓના વેપાર-ધંધાને ભારે માઠી અસર થઈ છે, જો કે જામસાહેબ દ્વારા મંદિરના રીનોવેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પણ વેપારીઓ નવરા ધૂપ થઈ ગયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit