Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં કારખાનેદારને ત્રણ વર્ષની કેદ અને રૂ.૫૨ લાખનો કરાયો દંડ

બે વર્ષ પહેલાં કરાયું હતું વીજ ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: લાલપુરના ખડખંભાળિયામાં સલ્ફર ખાતરનું કારખાનુ ચલાવતા આસામી સામે બે વર્ષ પહેલાં રૂ.૧૭ લાખ ઉપરાંતની વીજચોરીનો કેસ કરાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજા અને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યાે છે.

જામનગર નજીકના કનસુમરા ગામના પાટીયા પાસે વસવાટ કરતા વિપુલભાઈ કારાભાઈ તંબોલીયા નામના આસામીએ લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં સલ્ફર ખાતર બનાવવાનું કારખાનુ શરૂ કર્યું હતું. તે કારખાનામાં વર્ષ ૨૦૨૩માં વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ ચકાસણી કરી હતી.

આ આરોપીએ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી વધારાનો કેબલ જોડી વીજળી મેળવી તેનો વપરાશ કર્યાે હોવાનું ખૂલતા રૂ.૧૭૬૫૪૪૭ની વીજચોરીનો આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતાં આરોપી વિપુલભાઈ તંબોલીયાને તક્સીરવાન ઠરાવી અદાલતે ત્રણ વર્ષની કેદ અને વીજચોરીની રકમનો ત્રણ ગણો દંડ એટલે કે રૂ.૫૨૯૬૩૪૨ ભરપાઈ કરવા અથવા દંડ ભરવામાં ન આવે તો છ મહિનાની વધુ કેદ ભોગવવા આદેશ કર્યાે છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh