Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી
જામનગર તા. ૧૦: આગામી તા. ર૬-૪-ર૦ર૬ ના જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોળ અને જોડિયા એમ કુલ ૬ તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે, જેના સંદર્ભમાં જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ માલિકો માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ મુદ્રક અને પ્રકાશના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં. પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરાર નામાની બે નકલ મુદ્રકને જોડાણ-'ક'માં આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે. દરેક મુદ્રણાલય, ફોટોકોપી કરનાર કે રોનિયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટે કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ (વધારાની ત્રણ નકલ સાથે) કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને દિવસ-૩ મા મોકલી આપવાની રહેશે.
આ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે પ્રેસ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે. મુદ્રણાલયનું લાયસન્સ રદ્ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્યખંડન જેવી કોઈ ગેરકાનૂની બાબતોનો સમાવેશ કરી શકાશે નહીં. મુદ્રકે પ્રકાશકના એકરાર પત્રનીનકલ પ્રમાણિત કરીને તથા છાપેલા દસ્તાવેજોની વિગત જોડાણ-ખ માં અલગ-અલગ રીતે દિવસ-૩ માં જિલ્લા મેજિસ્ટ્રેટને રજૂ કરવાની રહેશે.
જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટોકોપી કે લેઝર કરનાર કે રોનિયો કોપી કરનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરનાર સંચાલકોએ તેમના નામ-સરનામા અંગેની માહિતી દિવસ-ર મા સંબંધિત મામલતદારની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપલીમાં કોઈ ચોક્કસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઈ વિગત છપાવી શકશે નહીં એટલે કે ઓળખ કાપલીમાં પ્રકાશક ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહીં તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial