Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક ગુન્હાને અંજામ આપતી ટોળકી સક્રિયઃ
જામનગર તા. ૧૮: જામજોધપુર પંથકમાંથી એક બાઈકની ઉઠાંતરી થવા પામી હતી. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની પૂછપરછમાં તેમના અન્ય બે સાગરિત સાથે મળીને બાઈક ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, દારૂ સહિતના ગુન્હા આચરવામાં આવ્યા હોવાનું ખૂલવા પામ્યું હતું. પોલીસે આ બંને આરોપીના કબજામાંથી કુલ ચાર ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યા છે. જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરાઈ છે.
તાજેતરમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અંગે ગુન્હો નોંધાયો હતો. જેની તપાસ જામજોધપુરના પોલીસ ઈન્સ. એ.એસ. રબારી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હતી. દરમિયાન સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે ગઈકાલે વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઈ સાડમીયા (રહે. ખારસીયા, તા. ગોંડલ) અને રામકુ ઉર્ફે રામકો કાળુભાઈ વાઘેલા (રહે. સનારી, જિ. અમરેલી)ને ઝડપી પાડ્યા હતા અને તેના કબજામાંથી ચોરાઉ મોટરસાયકલ જપ્ત કર્યું હતું. આ બંનેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જિલ્લામાં બાઈક ચોરી, લૂંટ-ધાડ, અપહરણ અને દારૂના ગુન્હા આચર્યા હોવાનું ખૂલવા પામ્યું હતું.
આ શખ્સોએ કુલ ચાર મોટરસાયકલ ચોરી કરીને જાળી-ઝાખરા તથા પાણીના વોકળામાંથી છૂપાવ્યા હોવાનું જણાવતા કુલ રૂ.૧ લાખ ૧પ હજારની કિંમતના મોટરસાયકલ જપ્ત કર્યા હતા.
આ ચારેય મોટરસાયકલ ચોરીના બનાવ અંગે જામજોધપુર, જસદણ, મોરબી અને ભેંસાણમાં ફરિયાદો નોંધાઈ હતી. જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીઓ મજૂરીકામ અર્થે ગામડાઓમાં બળદગાડા અને બકરા લઈને ગંદા બનાવીને પડાવ નાખતા હતા અને આજુબાજુના વિસ્તારોમાં રેકી કર્યા પછી મોટરસાયકલ ચોરીને અંજામ આપતા હતા. આવા ચોરાઉ મોટરસાયકલ ઝાળી-ઝાખળી અને પાણીના વોકળામાં છૂપાવી દસ-પંદર દિવસ રાખતા હતા ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. આ બંને આરોપીઓની પૂછપરછમાં અક્ષય ઉર્ફે બુઢીયો ઉર્ફે કાજુ કાળુભાઈ વાઘેલા (રહે. સનાળી, જિ. અમરેલી) અને રોહિત કવુભાઈ જખાણીયા (રહે. ઢેઢુકી, તા. ચોટીલા)ને નામ ખૂલવા પામ્યા હતા. આ બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે. પોલીસના હાથે પકડાયેલા આરોપીઓમાં રામકુ વાઘેલા સામે છ ગુન્હા અને વિજય ઉર્ફે ડીગ્રી સાડમીયા સામે બે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ફરાર રહેલા બે આરોપીમાં અક્ષય ઉર્ફે બુધીયો સામે ચાર અને રોહિત જખાણીયા સામે સાત ગુન્હા સૌરાષ્ટ્રની જુદી જુદી પોલીસ ચોરીમાં નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial