Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રામચરિત માનસના અખંડ પાઠનો ૩૪ મા વર્ષમાં મંગલ પ્રવેશઃ હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદ યોજાયો

જોડિયાના શ્રી ગીતા વિદ્યાલયમાં પ્રારંભ કરાયેલા

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૩: જામનગર જિલ્લાના જોડિયા ગામમાં પ.પૂ. ચિરાગમુનિજીની સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ-શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર-માનસ મંદિર ગીતા શ્રી વિદ્યાલયમાં ચાલતા શ્રી રામચરિતમાનસની ચોપાઈના અનુષ્ઠાનનો ૩૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ગીતા વિદ્યાલયના સાધકઘ ભાવિક ભક્તજનો અને શ્રી ગીતા વિદ્યાલયના બાળકોએ શ્રી રામચરિતમાનસની પ્રત્યેક ચોપાઈના પાઠ સાથે હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞની પુર્ણાહૂતિ પછી સર્વે ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, શ્રી ગીતા વિદ્યાલયના સંસ્થાપક પ.પૂ. ચિરાગમુનિજીની શુભ પ્રેરણાથી અને પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુના શુભ આશીર્વાદથી આ પાવન ભૂમિમાં વિશ્વ કલ્યાણ અર્થે તા. ર૯-૧-૧૯૯૩ માંશ્રી રામચરિતમાનસની ચોપાઈના અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા હતાં, જેને ૩૩ વર્ષ પૂર્ણ થયાછે. આમ ૧ર,૦પ૪ દિવસ દરમિયાન કુલ ૭૧૦૩ પાઠ કરવામાં આવ્યા છે તેમ શ્રી ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh